________________
ઇતિહાસની કેડી
(૩) એક વખત શ્રી કુમારપાલવિહારમાં કુમારપાલે લાવેલા શ્રીહેમાચાર્ય કપર્દીના હાથનો ટેકે દઈ પગથિયાં ચઢતા હતા ત્યાં નર્તકીને કમખાની દોરી ખેંચતી જે કપર્દીએ કહ્યું –
सोहग्गीउ सहि कञ्चुयउ जुत्त उत्ताणु करेइ । તેને ઉત્તરાર્ધ હેમાચાર્યો નીચે પ્રમાણે પૂરો કર્યો—
पुहिहिं पच्छइ तरुगीयणु जसु गुणगहण करेइ ॥ આ શ્લોકનો અર્થ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છેઃ “સુન્દરીની કાંચળી સારા ભાગ્યને પામવાની ઉતાવળ કરે છે. (એ વાત ખરી છે, કારણ કે તરુણીજનોનો પછવાડેને ભાગ ગુણગ્રહણ કરીને પુષ્ટ થયો છે.' આ અર્થ કરવામાં ગેરસમજ થઈ છે. અનુવાદક સત્તાજીને અર્થ “ઉતાવળ’ અને પુર્દિ એ એક જ શબ્દના “પછવાડેને ભાગ ” અને “પુષ્ટ’ એમ બે અર્થ કરતા લાગે છે. એમ થવાથી લોકન ભાવ અને તેની અંદર રહેલે વ અસ્પષ્ટ રહી ગયાં છે. હું તેનો અર્થ આ પ્રમાણે કરું છું: “સખીઓ કંચુકી સાથે સૌભાગ્યને પણ ઊંચું કરે છે, જેના ગુણ (એટલે દોરીન્કસ અને સદ્ગુણ) પછી તરુણીજનો પૂંઠેથી ગ્રહણ કરે છે.'
(૪) પ્રબન્ધશતકર્તા કવિ રામચન્દ્રને મારી નાખવા માટે રાજા અજ્યપાલે તાંબાના તપાવેલા પાટલા ઉપર બેસાર્યા, ત્યારે તે કવિ નીચેને લોક બોલી જીભ કરડી મરણ પામ્યા.
महिवीढह सचराचरह जिण सिरि दिला पाय ।
तसु अत्थमणु दिणेसरह होउत होइ चिराय ॥ . આને અનુવાદ નીચે પ્રમાણે થયો છે: “જે સૂર્યો સચરાચર પૃથ્વીને મોટે ભાગે લક્ષ્મી (શોભા) આપી છે તે દિનપતિ સૂર્યને પણ અસ્ત થાય છે; માટે થવાનું હોય તે લાંબે કાળે પણ થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org