________________
પ્રબન્ધચિન્તામણિ છે તે ઉપરથી એ વિષનો વધારે ચોક્કસ ખ્યાલ બંધાય છે. રાજાઓને સંખ્યાબંધ રાણીઓ ઉપરાંત પુષ્કળ ઉપપત્નીઓ હતી; આ ઉપપત્નીઓનાં સંતાનોની સમાજમાં કંઈ હલકાઈ લેખાતી હોય એમ પ્રાપ્ત ઉલ્લેખો ઉપરથી જણાતું નથી. મૃણાલવતીનું તૈલપની પ્રજામાં બહુમાન હતું અને ખુદ તૈલપ ઉપર પણ તેને પ્રભાવ પડતો હતો. મેતુંગન લખવા પ્રમાણે ભીમની રખાતને પુત્ર હરિપાલ, તેને ત્રિભુવનપાલ અને તેનો પુત્ર કુમારપાલ હતો; અને ચારિત્રસુન્દરમણિ પ્રમાણે ભીમની કામલતા નામે ઉપપત્નીને પુત્રો ક્ષેમરાજ અને કર્ણ બધા વર્ગોથી પૂજિત હોવાથી તથા ભીમે વચન આપ્યું હોવાથી પિતા મરતાં ક્ષેમરાજે કર્ણને ગાદી સોંપી (પૃ. ૧૬૪). આમાં આપેલા વ્યક્તિગત ઉલ્લેખ વિષે કદાચ મતભેદ પડવા સંભવ છે, પણ એવી ઉપપત્નીઓના પુત્રો તરફ સમાજ કેવી દષ્ટિથી જોતો એ વિષય ઉપર આથી પ્રકાશ પડે છે. તે જે ખરેખર હલકા મનાતા હોત તો મેજીંગ જેવા જૈનત્વના અભિમાનીએ કુમારપાલની વડદાદી વેશ્યા હોવાનું લખ્યું જ ન હોત.
વેશ્યાઓ દાનમાં અપાતી. એક રાજાએ વારાંગનાઓનું દાન કર્યું હતું (પૃ. ૬૭). વળી બીજો એક સુન્દર ઉલ્લેખ મળે છે કે ભોજ રાજા અને તેને સેનાપતિ કુલચંદ્ર જે પૂર્વકાલમાં એક દિગંબર હતે તેઓ બન્ને ચાંદનીમાં એકવાર સાથે બેઠા હતા. તે વખતે રાજાએ એક શ્લોકાર્ધ કહ્યો કે “જેઓ હાલી સ્ત્રીની સાથે આખી રાત એક ક્ષણ પઠે પસાર કરે છે તેઓને ચન્દ્રમા શીતળ કિરણવાળો જણાય છે, પણ વિરહીઓને ઉબાડિયા જેવો સંતાપ કરનાર લાગે છે.” તે સાંભળીને કુલચ લોકાર્ધ પૂરો કર્યો : “અમારે તો વલ્લભા યે નથી અને વિરતું નથી તેથી ઉભયભ્રષ્ટ અમારે તો ચન્દ્રમા અરીસા જેવો શોભે છે, એ નથી શીતળ કે નથી ઉષ્ણ.” રાજાએ આ સાંભળી તેને એક સ્ત્રી ભેટ આપી (પૃ. ૭૬). આ પ્રમાણે સ્ત્રીઓ ભેટ આપવાના ઉલ્લેખો બહુ પ્રાચીન સમયથી મળે છે; રામાયણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org