________________
પ્રબન્ધચિન્તામણિ
દરરોજ સાંજે રાજા દીવાન–ઈ–આમ જેવો દરબાર “સર્વાવસર’ ભરત (પૃ. ૯ તથા ૬૮) તથા સંધ્યાકાળે તેની આરતી ઉતારવામાં આવતી. (પૃ. ૭૭)
દેશ સામાન્ય રીતે સુખી હતો, પણ અનાવૃષ્ટિ થાય તે પાણીનું બીજું સાધન ઓછું હોવાને લીધે કંઇ નીપજતું નહીં, અને રાજભાગ લેવા માટે રાજા તરફથી ખેડૂતોની કનડગત થતી. (પૃ. ૧૧૦)
બીજા કોઈના આવાસમાં ખડ અને પાણી નાખવું એનો અર્થ તેને વાદવિવાદ કરવાનું આહવાન આપવું એવો થતો. દિગમ્બર કુમુદચન્દ્ર વાદી દેવસૂરિના ઉપાશ્રયમાં ખડ અને પાનું નંખાવ્યું હતું (પૃ. ૧૪૦) તથા વલ્લભીપુરના મલે શ્રી શિલાદિત્યની રજા લઈને બૌદ્ધોના મઠમાં ખડ અને પાણી નંખાવ્યું હતું, અને પછી વાદવિવાદ કરીને તેમને હરાવ્યા હતા. પૃ. ૨૨૫)
ચિત્યવાસી સાધુઓની નૈતિક વર્તણૂક વિષે બહુ ખરાબ કહેવાતું. એકવાર સિદ્ધરાજનો મહામાત્ય સાનૂ સાનૂવસહિકામાં દેવને નમસ્કાર કરવા જતો હતો તેવામાં તેણે વેશ્યાના ખભામાં હાથ મૂકીને ઊભેલા ચિત્યવાસીને જોયો. કેટલેક સ્થળે જતિઓની લગભગ આવી જ સ્થિતિ છે.
આ પ્રકારની માહિતી પ્રબન્ધચિન્તામણિમાંથી પુષ્કળ મળે છે. ક્યાશ્રય, કુમારપાલચરિત (હેમચન્દ્રકૃત), નરનારાયણનન્દ, કીર્તિકૌમુદી, સુકૃતસંકીર્તન, સુકૃતકીતિકલ્લોલિની, હમ્મીરમદમન, વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ, વસન્તવિલાસ, કુમારપાલપ્રતિબોધ વગેરે મેરૂતુંગ પૂર્વેના સમકાલીન ગ્રન્થ મુખ્યત્વે પ્રશસ્તિરૂપે રચાયા હોઈ રાજાનું બોટું દેખાય એવા ભયથી અને વળી તેમનો ઉદ્દેશ ઐતિહાસિક વૃત્તાન્ત નિરૂપવાને નહીં પણ પિતાના ચરિત્રનાયકની કીર્તિ વધારવાને મોટે ભાગે હોવાથી તેઓ અમુક પ્રકારની માહિતી આપી શક્યા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org