________________
પ્રબન્ધચિન્તામણિ
આમાં અનુવાદક ફદાચ રામચન્દ્ર શાસ્ત્રીને તે! નહીં અનુસર્યાં હેાય ? કારણ તેમણે નિળ સિર વિદ્યા પાયને અ · જેણે શ્રી પ્રાયઃ આપી’ એવા કર્યો છે. એ અર્થ તદ્દન ખેંચીતાણીને આણેલા લાગે છે અને ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ બરાબર નથી. હું તેને અર્થ આ પ્રમાણે કરુ` છું': ‘આ સચરાચર પૃથ્વીપીઠના માથે જેણે પગ મૂકયે તે દિનેશ્વર સૂર્યના અસ્ત થાય છે; માટે જે થવાનુ હોય તે લાંખે કાળે પણ થયાં કરે છે.’
ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ તો પ્રબન્ધચિન્તામણિની અનિવાર્ય ઉપયેાગિતા સિદ્ધ છે જ, પણ તત્કાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ વિષે પણ તેમાં છૂટક છૂટક સૂચને મળી આવે છે, જે ઇતિહાસ અને સમાજશાસ્ત્રના અભ્યાસીઓને બહુ ઉપયેગી નીવડવાના સંભવ છે. પ્રસ્તુત ગ્રન્થ મેત્તુંગે, સ. ૧૩૬૧ માં વઢવાણુમાં લખ્યા છે, એટલે માત્ર એક જ વર્ષ પહેલાં નાશ પામેલા હિન્દુ રાજ્યની જાડેજલાલી અને રાજાએાની રહેણીકરણીના પ્રત્યક્ષ અનુભવ તેને હશે એમ તેણે કરેલા ચેોક્કસ ઉલ્લેખા ઉપરથી લાગે છે. મેત્તુંગે આપેલી કેટલીક વિગતા અહીં ઉતારું છું.
રાજપૂત રાજાએ પોતે કરેલાં ધર્મકાર્યોની નેાંધ રાખવા માટે એક ખાસ ચેપડેા રાખતા, જે ધર્મહિકા નામથી એળખાતા. કાને દાન વગેરે કર્યાં પછી તે વાત તરત જ તેમાં લખી લેવામાં આવતી. ( પૃ. ૧૨ ); ‘ વનરાદિ ચાપાત્કટ વશ'માં યેાગરાજ, પોતાના પુત્ર જે કેટલાક પરદેશીઓને લૂંટવાની ઇચ્છા કરે છે તેને કહે છેઃ બીજા રાજ્યાના રાજાએ બધા રાજાઓનાં રાજ્યની પ્રશંસા કરે છે, ત્યારે ગૂર્જર દેશમાં ચારાનુ રાજ્ય છે એમ મરી કરે છે' (પૃ. ૨૭). સામાન્ય રીતે અત્યારે જે એવું અનુમાન થાય છે કે, ચાવડા વ’શના રાજાએ માત્ર ઠાકરડા જેવા હતા, અને તેમનુ આધિપત્ય અહિલવાડની આસપાસના જ ચેડા પ્રદેશ ઉપર
"
Jain Education International
૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org