________________
ઇતિહાસની કેડી
બહુ શિથિલ હોવાથી પાછળથી પ્રક્ષિપ્ત પુષ્કળ દાખલ થઈ ગયાં છે. ગ્રજ મુખ્યત્વે શ્વેતામ્બર જૈનો માટે રચાયેલો હોવાથી દિગંબર સમ્પ્રદાય અને બ્રાહ્મણ ધર્મ પ્રત્યેની સ્વાભાવિક અસહિષ્ણુતાથી પ્રેરાઈને લખાયેલી અર્ધસત્યોથી ભરેલી અનેક હકીકત મળી આવે છે. અત્રે કહેવું જોઈશે કે પ્રાચીન હિન્દુ ગ્રન્થમાં પણ એ જ દોષ હતો. કેવળ ઐતિહાસિક વિગતોની દૃષ્ટિએ જોતાં આવાં ચમત્કારપૂર્ણ વર્ણનો અને સામ્પ્રદાયિકતાથી પ્રેરાયેલાં લખાણો વાંધાભરેલાં લાગે, પણ સમાજશાસ્ત્રના અભ્યાસની દૃષ્ટિએ તેનું અત્યંત મહત્ત્વ છે. વિષયથી દૂર જવાના ભયને લીધે એ વસ્તુનો અહીં માત્ર નિર્દેશ કરીને જ અટકું છું.
પ્રબન્ધચિન્તામણિનો ઉદ્દેશ લોકરંજનનો હતો. એટલે સામ્પ્રદાયિક ચમત્કારાની હકીકતો, લોકોમાં અત્યંત પ્રિય થઈ પડેલી વાર્તાઓ એ બધું આપવા તરફ મેરૂતુંગે વિશેષ લક્ષ આપ્યું છે અને એની આડે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો છુપાઈ ગઈ છે. જો કે સાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ આ વસ્તુ પણ ઉપયોગી થઈ પડે છે. લોકકથાના અમુક અંશોની જુદે જુદે સ્થળે કેમ આયાત-નિકાસ થયાં કરે છે, તે આમાંથી જણાય છે. ૧ પૃ. ૧૦ ઉપરની વિક્રમવિષે વાર્તા શાલિવાહનની લોકવાર્તામાં મળે છે; પૃ. ૧પ ઉપરની પરકાયાપ્રવેશની વાર્તા જૈન સિંહાસનબત્રીસીમાં, જની ગૂજરાતીમાં થયેલાં એ જ ગ્રન્થનાં હરકલશ અને સંઘવિજયનાં રૂપાન્તરોમાં અને પ્રાચીન વાર્તાસાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે; પૃ. ૧૧ ઉપર ઇન્ દેશની સમૃદ્ધિ ભોગવવાની વાત છે તે પણ લોકસાહિત્યની અસર છે. પ્રાચીન વાર્તાઓમાં અનેક
સ્થળે ચક્રવર્તી ઇન્ દેશનો અધિપતિ હોય એવાં વર્ણને મળે છે: કાલકાચાર્ય કથામાને શાખિ રાજા છ— માંડલિકને અધિપતિ હતો;
૧ લોકકથાના અમુક અંશેની કેવી રીતે આપ–લે થયા કરે છે તેની વિસ્તારપૂર્વક ચર્ચા માટે જુઓ અગિયારમા સાહિત્ય સંમેલનમાં મારે નિબંધ “આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય: એક તુલનાત્મક દષ્ટિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org