________________
પ્રબન્ધચિતામણિ પૃ. ૭૩-૭૪ ઉપરની, ભોજની સભામાં ગયેલા ગૂજરાતના રાજા ભીમદેવના સાત્વિવિગ્રહક ડામરની ચતુરાઈની અને હાજરજવાબીની વાતો હજીયે અકબર બીરબલ કે એવાં જ કેઈ નામે પ્રચલિત છે; પૃ. ૧પ૦ ઉપરની, એક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા એક વનસ્પતિ ખવરાવતાં તે બળદ થઈ ગયે, અને શિવ-પાર્વતીની કૃપાથી તે પાછો મનુષ્યરૂપમાં આવ્યો તે કથા સોમપ્રભાચાર્ય કૃત કુમારપાલપ્રતિબંધમાં છે, અને અત્યારે પણ પ્રચલિત છે; પૃ. ૨૩પ ઉપરની, નગરને રાજા અપુત્ર હોય તો નવા આગંતુક ઉપર હાથણી પાસે કલશ ઢોળાવી વારસ નક્કી કરવાની હકીકત લગભગ બધી જ લોકકથાઓમાં હોય છે. માત્ર આટલું જ નહીં, પણ આ એક જ ગ્રન્થમાં ચેએક સરખી વાર્તાઓ એક કરતાં વધારે સ્થળે મળે છે. રાજકવિ કલાપીએ જે કથાને “ગ્રામ્ય માતા’ નામે કાવ્યમાં અમર કરી છે તે– રાજાના અસંતોષને લીધે શેરડીમાંથી રસ સૂકાઈ જવાની વાર્તા આમાં વિક્રમપ્રબન્ધમાં વિક્રમ વિષે અને ભેજભીમપ્રબન્ધમાં ભેજ વિષે મળે છે. બનેમાં ફેર માત્ર એટલો કે વૃદ્ધાને બદલે સંસ્કૃતમાં વેશ્યાનું પાત્ર છે. સિદ્ધરાજપ્રબન્ધમાંના લીલા વૈદ્યના ઉટંગ ચમત્કારોની વાતો અત્યારે પણ આયુર્વેદના કેટલાક અજ્ઞાન પ્રશંસકે કરે છે. સામ્પ્રદાયિક ચમત્કારો વિષેની અસંભાવ્ય વાતો આમાં છે, તથા દિગંબરો અને બ્રાહ્મણોનું હલકું દેખાય એવી હકીકત છે; તેઓ એક બીજાના ધર્મની કેવી રીતે નિન્દા કરતા હશે તેનાં કંઈક સૂચનો એમાંથી મળે છે. પણ તેની કંઈ ખાસ વિશેષતા ન હોઈ તે વિષે અહીં લખ્યું નથી. અન્ય જૈન પ્રબળે પૈકી કઈ ઐતિહાસિક દષ્ટિએ કદાચ નિર્માલ્ય હશે, પણ પ્રાચીન લોકવાર્તાના સાહિત્યના તુલનાત્મક અભ્યાસમાં તેમાંથી અનેક પ્રકારે મદદ મળે છે.
પ્રબન્ધચિન્તામણિ ગ્રંથ ઉપર કહી તેવી ખામીઓવાળા હોવા છતાં તેની પહેલાંના અથવા પછીના કોઈ પણ પ્રબન્ધાત્મક લખાણ કરતાં તે વધારે ઉપગી છે. ગુજરાતના ઈતિહાસ પરત્વે તો મેરૂંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org