________________
પ્રબચિતામણિ પણ તેનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી તો ગુજરાતનો ઈતિહાસ પર તેની અમુક અંશમાં વિશ્વાસપાત્રતા સાબિત થતાં એ ગ્રન્થને બહોળો ઉપયોગ થવા લાગ્યો. એ પછી “વિધિવિષણુશંકરાંશરૂપ” પિટર્સન, કિલહોન અને બુલ્ડરના શાસ્ત્રી રામચન્દ્ર દીનાનાથે ગૂજરાતી, અને ટૌનીએ ટિપ્પણીઓ સાથે તેનું અંગ્રેજી ભાષાન્તર કર્યું. એ અગાઉ શાસ્ત્રી રામચન્દ્ર જ મૂળ સંસ્કૃત પણ સંપાદિત કરીને પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ તેમનું સંસ્કરણ અને તેમનો અનુવાદ અભ્યાસની દષ્ટિએ ઉપયોગી થાય એવાં નહેતાં; અને એ અગવડ લગભગ હમણાં સુધી નડતી હતી. સીંધી જૈન ગ્રન્થમાલા તરફથી મુનિ જિનવિજયજીએ અને શ્રી ફાર્બસ ગૂજરાતી સભા તરફથી શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ મૂળનાં ફરીવારનાં સંસ્કરણે કરેલાં છે અને આ બીજી સંસ્થા તરફથી ટિપ્પણીઓ અને પરિશિષ્ટોથી પરિષ્કૃત થયેલો આ અનુવાદ બહાર પાડવામાં આવેલો છે.
હવે ગ્રન્થની સંઘટનાના વિષય ઉપર આવીએ. મેરૂતુંગનો ઉદ્દેશ કંઈ શુદ્ધ ઈતિહાસ આપવાનો નહોતો, અને પરિણામે લોકકથા, કલ્પના અને સાંપ્રદાયિકતાના અનેક અંશો પુસ્તકમાં ઘૂસી ગયેલા છે. નાગાનપ્રબન્ધ, ગેવર્ધનનૃપપ્રબન્ધ, ભર્તુહરિપ્રબન્ધ, વરાહમિહિરપ્રબન્ધ, પુણ્યસારપ્રબન્ધ, વિક્રમાકપ્રબ, શાલિવાહનપ્રબ વગેરે અતિપ્રાચીન પુરુષોને લગતા પ્રબન્ધો વિષે તે કંઈ મત આપ દુરસ્ત નથી. વધારે અર્વાચીન પ્રબધે પૈકી ભોજપ્રબન્ધમાં માઘ, બાણ અને મયૂર એ ત્રણે કવિઓને ભેજરાજાના દરબારમાં મૂકવામાં મેતુંગે કાલાનુક્રમની જબરી ભૂલ કરી છે, પણ આ ભૂલ તો લગભગ બધા જ પ્રાચીન લેખકે એ કરેલી છે, એટલે “સષ્ણુપરમ્પરાને આધારે લખનાર મેરૂતુંગે તે સ્વીકારી લીધી હોય તો નવાઈ નહીં. ઐતિહાસિક દૃષ્ટિને એ વખતે અભાવ હતો એ તો આપણે જોઈ ગયા. જમાનાને રંગ મેરૂતુંગને પણ ન લાગે એ બને જ કેમ ? તેણે બનાવોને કાલાનુક્રમ પ્રમાણે ગોઠવવાની તસ્દી લીધી નથી અને રચના
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org