________________
ઇતિહાસની કેડી
આ સિવાય, બીજી રીતે જોઇએ તા, ઇતિહાસ અને સમાજશાસ્ત્રના અભ્યાસની દષ્ટિએ ગૂજરાતમાં લખાયેલાં સંસ્કૃત નાટકાનુ મૂલ્ય ઘણું મોટું છે, ૧૦ ક સુન્દરી, મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ, ચન્દ્ર" લેખાવિજયપ્રકરણ, મેાડરાજપરાજય, હમ્મીરમદમર્દન તથા ગંગાદાસપ્રતાપવિલાસ એ નાટક! સમકાલીન ઐતિહાસિક પ્રસંગે ઉપરથી લખાયાં છે. એક સાથે આટલાં ઐતિહાસિક નાટક મળે એ ખૂબ મહત્ત્વનું છે. ખીજાં કેટલાંક નાટકા ધાર્મિક પ્રચારાર્થે લખાયાં છે અને ઘણાંખરાં સાર્વજનિક ઉત્સવ પ્રસંગે ખાસ ચેાજનાથી ભજવાયાં છે. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ અને જીવનને સમજવામાં નાટક પણ ધણે અંશે સહાયભૂત થાય છે.
ઉપસ’હાર
ગૂજરાતમાં સંસ્કૃત નાટકા મુખ્યત્વે વિક્રમના બારમા સૈકાના પૂર્વાથી માંડી તેરમા સૈકાના ઉત્તરાર્ધ સુધીમાં—આશરે બસે વર્ષના ગાળામાં લખાયાં છે. કેટલાં નાટકા કાળના પ્રવાહમાં તણાઈ ગયાં હશે, એ નક્કી કરવાનું કાઇ સાધન આપણી પાસે નથી, છતાં જે અશિષ્ટ રહ્યાં છે તે જોતાં પણ ગૂજરાતે ખસે। વર્ષના ગાળામાં ઘણાં નાટકા આપ્યાં ગણાય. વળી એમાંનાં ઘણાં નાટકા ખાસ ભજવવા માટે જ લખાયાં હતાં, એ વિશેષ નેોંધપાત્ર છે. ગૂજરાતની સંસ્કૃતિના અભ્યાસ માટે તે! આ નાટકાનું અવલેાકન અને અભ્યાસ અનિવાર્ય છે, પરંતુ સંસ્કૃત નાટકસાહિત્યને સર્વ દેશીય વિચાર કરતાં પણ ગુજરાતનાં નાટકાની અવગણના ન થઇ શકે.
૧૦. એક જ ઉદાહરણ લઇએ તે!,‘મેહરાજપરાજય ’માં સાત વ્યસનને દેશવટા મળે છે, પણ વેશ્યાને રહેવુ હોય તે રહેવા દેવામાં આવે છે. એ नाटभां वेश्याव्यसनं तु वराकमुपेक्षणीयम् । न तेन किञ्चिद् गतेन स्थितेन वा । એવા ઉલ્લેખ છે. એટલે શું ગણિકા સમાજનુ અનિવાર્ય અંગ ગણાતી હશે ? આ રીતે બીન ઉલ્લેખા પણ ભેગા થઇ રોકે.
Jain Education International
Sp
For Private & Personal Use Only
www.jainelibrary.org