________________
ઇતિહાસની કેડી
ખંડન' ઇત્યાદિ નાટકા એવી જ રીતે વૈદિક ધર્મના પ્રચારાર્થે લખાયાં હતાં.
નાટક! સામાન્યતઃ મદિરના પટાંગણમાં ભજવાતાં, કારણ કે પ્રાચીન કાળનુ મન્દિર એ સાર્વજનિક સમેલનનું એકમાત્ર સ્થાન હતું. લેકે નાટક જોવા ખૂબ ઉત્સાહથી જતા અને નાટયં મિત્રનેેઅનન્ય યદુધાળ્યેક સમારાધનમ્ । એ કવિકુલગુરુની ઉક્તિને સાર્થક કરતા એમ પ્રબંધે! વાંચતાં જણાય છે.૮ સમાજને ધનિક અને મધ્યમવર્ગ નાટકના સામાન્ય સંવાદે પૂરતું સંસ્કૃત અને પ્રાકૃત સમજી શકતા હશે જેમ અત્યારે અંગ્રેજી સમજે છે એમ માનવાને પૂરતાં કારણેા છે. આજે પણ મલબારમાં કેટલેક સ્થળે ‘ આશ્ચર્યાં – મંજરી, ’· પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ ’ અને ‘ નાગાનદ’ નાટકો ભજવાય છે અને જોનારા તે સમજે છે.૯
૮. કેટલાક પ્રબન્ધામાં મળતું નીચેનુ કથાનક આ દૃષ્ટિએ જાણવા જેવુ છે: એક સ્થળે નાટક થતું હતું ત્યાં રાજા સિદ્ધરાજ પા વેશે જઇ ચઢયા ત્યાં નાટક નેતા એક વાણિયા ખૂબ ઉત્સાહથી રાજાના ખભે હાથ મૂકીને ઊભે! રહ્યો. રાન્તએ તેને પાન ખાવા આપ્યું. બીજે દિવસે સવારે રાન્નો વાણિયાને દરબારમાં બાલાવ્યા અને કહ્યું કે, કાલે “ નાટક જેવાની તેા મજ આવી, પણ મારે ખભે! બહુ દુ:ખે છે. ” ત્યારે વાણિયા મનમાં તા ગભરાયે પણ તેણે ચતુરાઇથી જવાબ આપ્યા કે, “ મહારાજ ! જે આખી પૃથ્વીના ભા પેાતાના ખભે ધારણ કરે છે, તેને એક ગરીબ વાણિયાના શા ભાર લાગવાને હતા ?” આ સાંભળી રાન્ત ખુશ થયા.
*
૯. જેમ ઉપલા અને મધ્યમ વર્ગ માટે સસ્કૃત નાટક હતું તે આમવગ માટે ભવાઇ જેવા નાટચપ્રકાર હોવા જોઇએ. પણ તેની વધુ ચર્ચ અહીં અપ્રસ્તુત છે. એ સંબધી વિશેષ માટે જુએ ‘ભારતીય વિદ્યા, પુ. ૧ અંક ૩ માં ‘ મધ્યકાલીન ગુજરાતમાં નાટક ’ એ મારા નિબંધના ત્રીજ ખંડ તથા અમદાવાદની રંગભૂમિ પરિષદમાં શ્રી જયશંકર સુન્દરીને ભવાઇ’વિશેને નિખ`ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org