________________
ઇતિહાસની કેડી કરનાર કવિના જીવનમાં તેમ જ કવનમાં સભર ભરેલા સ્વાતંત્ર્યપ્રેમ વિશે વધારે શું લખવું? દેવચન્દ્રનું ચન્દ્રલેખા વિજયપ્રકરણ
હેમચન્દ્રના બીજા એક શિષ્ય દેવચક્કે “ચન્દ્રલેખાવિજ્યપ્રકરણ” નાટક લખ્યું છે. હેમચન્દ્રના ગુનું નામ પણ દેવચન્દ્ર હતું, તેથી આ નાટકના કર્તા દેવચન્દ્રને પણ હેમચન્દ્રના ગુરુ લેખવામાં આવ્યા છે તે બરાબર નથી. આ નાટકની હાથપ્રત જેસલમેરના ભંડારમાં છે તથા એ જ હાથપ્રત ઉપરથી તે કાળમાં થયેલી નકલ પાટણમાં વાડીપાર્શ્વનાથના ભંડારમાં છે. એના અંતમાં, કોઈ ભટારકે આ નાટકની રચનામાં સહાય કરી હોવાનો ઉલ્લેખ છે. પણ આ શેઘભટ્ટારક કેણ તે જાણી શકાતું નથી. કુમારપાલે સપાદલક્ષના રાજા અર્ણોરાજને હરાવ્યો તે પરત્વે કુમારપાલના વીરત્વને વર્ણવતું આ પ્રશંસાત્મક નાટક છે. એની નાયિકા ચન્દ્રલેખા વિદ્યાધરી છે. આ ચન્દ્રલેખા વિદ્યાધરી તે અર્ણોરાજની બહેન જલ્ડણદેવી જેનું કુમારપાલ સાથે લગ્ન કરવામાં આવ્યું હતું તે હોવી જોઈએ, એવું મારું અનુમાન છે. વળી આ નાટક કુમારપાલની ખાસ આજ્ઞાથી લખાયું હોય એ સંભવિત છે, કેમકે પાટણમાં કુમારવિહારમાં અજિતનાથદેવને યાત્રા મહોત્સવ પ્રસંગે કુમારપાલની સભાના પરિતિષ અર્થે ભજવવાને
પ. નાયક-નાયિકાઓને કેઈ લત્તર જાતિના પાત્ર તરીકે વર્ણવવાનો સંકુત લેખકોનો શોખ જાણીતા છે. કર્ણસુન્દરી’ નાટિકાની નાયિકા મચણલ્લાને બિહણે વિદ્યાધરી બનાવી છે. ધારાના રાજ અર્જુનવર્મદેવે ગુજરાતના રાજા અભિનવ સિદ્ધરાજને હરાવી તેની પુત્રી સાથે લગ્ન છું હતું, તેનું–ધારાના રાજગુરુ મદને લખેલી “પારિજાત-મંજરી” નાટિકામાંઅર્જુનવમના ગળા ઉપર પારિજાતની માળા-વિજયમાળા-પડી, તે એક કન્યા બની ગઇ, રાજાએ તે કન્યા કંચુકીને સોંપી, અર્થાત્ અંતઃપુરમાં મોકલીએવું રૂપકાત્મક વર્ણન છે. એટલે અહીં પણ ચન્દ્રલેખા વિદ્યાધરી તે જહૃણાદેવી હેવાને પૂરો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org