________________
ઇતિહાસની કેડી
એ બે શબ્દો સમાનાર્થ હતા. વળી ભરતવાકય નાયક અર્જુનના નહિ, પણ નાટકની સમાપ્તિની વેળાએ અપ્સરાઓ સહિત વિમાનમાં બેસી અભિનંદન અને આશીર્વાદ દેવા આવેલા વાસવના મુખમાં મૂકેલું છે, એ પણ નોંધપાત્ર છે.
આ પહેલાં ગૂજરાતમાં રામચન્દ્ર “નિર્ભયભીમવ્યાયોગ” લખીને વ્યાયોગ'ના નારવ્યપ્રકાર ઉપર હાથ અજમાવ્યો હતો. વિજયપાલનું દ્રૌપદી સ્વયંવર'
ૌપદીસ્વયંવરના પૌરાણિક પ્રસંગનું નિરૂપણ કરતું વિજ્યપાલનું આ નાટક પાટણમાં ત્રિપુરુષપ્રાસાદમાં વસત્સવ પ્રસંગે ભીમદેવ બીજાની આજ્ઞાથી ભજવાયું હતું. જેને પ્રવાનિgનાપ્રવ: સન્ની વિનવવુ તરીકે વર્ણવવામાં આવ્યો છે તે સિદ્ધરાજના ઇષ્ટમિત્ર પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલના પુત્ર કવિ સિદ્ધ પાલનો આ વિજયપાલ પુત્ર હતો. ત્રણ પેઢી સુધી કવિપ્રતિભાનું સાતત્ય સચવાયું હોય એવા બનાવો સાહિત્યના ઇતિહાસમાં વિરલ છે, અને એ રીતે પણ આ ત્રણ કવિઓનાં નામો ભારતીય સાહિત્યના ઇતિહાસમાં સમરણીય છે. વિજ્યપાલને સમય સં. ૧૫૧ થી ૧૩૦૦નો નકકી થયો છે, એટલે ‘દ્રૌપદીસ્વયંવર' પણ એ અરસામાં જ રચાયું હશે. પ્રસ્તાવનામાં કવિએ વીર અને અદ્ભુત રસનું નિરૂપણ કરવાનો દાવો કર્યો છે, અને તે ઘણે અંશે વાજબી છે. રામભદ્રનું પ્રબુદ્ધસૈહિણેય ?
જૈન મુનિ રામભદ્રનું “પ્રબુદૌહિણેય’ નામનું છ અંકી નાટક સં. ૧૨૫૬ ના અરસામાં જાલોરમાં યશોવર અને અજયપાલ નામે બે વણિક ભાઈઓએ બંધાવેલા આદિનાથના મંદિરમાં યાત્સવ પ્રસંગે ભજવાયું હતું. મહાવીર અને બુદ્ધના એક સમકાલીન પ્રસંગનું એમાં આલેખન છે રૌહિણેય નામને ચોર રાજગૃહમાં ચોરી કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org