________________
ગૂજરાતમાં સંસ્કૃત નાટક પાલે એક સાથે પરાજ્ય કર્યો હતો, એ વિષય પરનું જયસિંહસૂરિનું હમીરમદમન” નાટક સં. ૧૨૭૯ અને સં. ૧૨૮૫ની વચ્ચે રચાયું હોય એમ માનવાને સબળ કારણે છે. નાટકમાં કર્તા દાવો કરે છે કે પ્રેક્ષકોને જેનું અજીર્ણ થયું છે એવું આ ભયાનક રસભર્યું પ્રકરણ નથી, પણ ન રસથી તરબોળ જુદી જ જાતનું નાટક છે.
યાદવ રાજા સિંહણ અને લાટરાજના ભત્રીજા સંગ્રામસિંહ વચ્ચેના સંગઠનને વસ્તુપાલના ચાર પુરુષોએ કેવી રીતે તોડી નાખ્યું એ હકીક્ત પહેલા બે અંકામાં આવે છે, તે ઉપરથી એ સમયમાં જાસૂસી પદ્ધતિ કેટલી પ્રબળ તેમ જ અગત્યની હોવી જોઈએ, તેનો ખ્યાલ આવે છે.
ત્રીજા અંકમાં કમલક નામનો દૂત મ્લેચ્છોના ઉપદ્રવથી મેવાડ દેશની જે ખરાબ હાલત થઈ છે, તેનો ખ્યાલ આપે છે. છેવટે, વિરધવલ આવે છે એવી વાત ફેલાવી દેશવાસીઓને તેણે હિંમત આપી. ચોથા અંકમાં આપણને જાણવા મળે છે કે વસ્તુપાલે ફેલાવેલી અફવાને પરિણામે બગદાદનો ખલીફ ખર્પરખાનને આજ્ઞા કરે છે કે તેણે મીલચ્છીકારને પકડી બેડીમાં જકડી પિતાની આગળ રજુ કરવો. બીજી બાજુ, તુકેના પરાજય પછી તેમના પ્રદેશ પાછા સપવાનું વચન આપી વસ્તુપાલ કેટલાક રાજાઓને પોતાના પક્ષમાં લઈ લે છે. પછી મીલચ્છીકાર તેના વજીર ઘેરી ઈસફ સાથે વાતચીત કરતા ઊભો છે, ત્યાં વિરધવલની બૂમ અને તેના લશ્કરનો અવાજ સાંભળી બન્ને જણ મૂઠીઓ વાળી નાસે છે; શત્રુ ન પકડાયાથી વિરધવલ નાસીપાસ થાય છે, પણ શત્રની પૂંઠ ન પકડવાની વસ્તુપાલની સલાહનું પાલન કરે છે. પાંચમા અંકમાં રાજા વિજય પામી ઘેર આવે છે. વળી એક વાત જાહેર થાય છે કે કે મીલચ્છીકારના પીર રદી અને કુદીને બગદાદથી આવતાં વસ્તુપાલે સમુદ્રમાં કેદ કર્યા હતા અને તેમની સહીસલામત માટે મીલઠ્ઠી કારને વરધવલ સાથે મૈત્રીની
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org