________________
ઈતિહાસની કેડી સંધિ કરવાની ફરજ પાડી હતી. અંતમાં, રાજા શિવના મંદિરમાં જાય છે, ત્યાં શિવ સાક્ષાત પ્રકટ થઈ તેને વરદાન આપે છે.
આ નાટક ખંભાતમાં વસ્તુપાલના પુત્ર જયંતસિંહની આજ્ઞાથી ભીમેશ્વર દેવના યાત્રા મહોત્સવ પ્રસંગે ભજવાયું હતું.
સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં સમકાલીન શુદ્ધ ઐતિહાસિક પ્રસંગને અનુલક્ષીને લખાયેલાં નાટક અત્યંત વિરલ છે, અને એ રીતે આ “હમીરમદમર્દન’ નાટક ખૂબ મહત્ત્વનું ગણાવું જોઈએ. જો કે નાટક કે કાવ્ય તરીકે તે બહુ ઉચ્ચ કેટિનું નથી. સુભટનું ‘દૂતાંગ - સુભટ નામે કવિ પણ વિરધવલના દરબારમાં રહેતો હતો અને તે કાલના બીજા અનેક કવિઓની જેમ તેને પણ વસ્તુપાલનો આશ્રય હતો. તેણે લખેલું દૂતાંગદ’ નાટક પાટણમાં કુમારપાલે પધરાવેલી શિવની મૂર્તિના દોલોત્સવ પ્રસંગે ત્રિભુવનપાલની આજ્ઞાથી ભજવાયું હતું. ત્રિભુવનપાલન રાજ્યકાળ સં. ૧૨૯૮ થી ૧૩૦૦ નો છે, એટલે
આ નાટક પણ તે જ અરસામાં લખાયું હશે. મેઘપ્રભાચાર્યનું “ધર્માક્યુદય”
દશાર્ણભદ્ર રાજર્ષિના ચરિત્રને અવલંબીને લખાયેલું મેધપ્રભાચાર્યનું ધર્માભ્યદય’ નાટક પણ સંઘની આજ્ઞાથી ભજવાયું હતું એમ જાણવા મળે છે. મુસ્લિમ કાળનાં સંસ્કૃત નાટકે - સં. ૧૭પ૬માં કરણ વાઘેલાનો પરાજય થયો; ગૂજરાતનું છેલ્લું સ્વતંત્ર હિન્દુ રાજ્ય નાશ પામ્યું અને મુસ્લિમ સત્તાને પ્રારંભિક દર સારા યે ગૂજરાત ઉપર ગાજી રહ્યો. વિદ્યાને મળ રાજ્યાશ્રય બંધ થયો. રાજદરબારમાંથી વિદ્રષ્ટિ અને શાસ્ત્રચર્ચાઓને દેશવટો
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org