________________
હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ કવિ પર દેખાય છે, છતાં સરલતા, પ્રસાદ અને માધુર્ય તેના ખાસ ગુણો તો છે જ.૫
રામચન્દ્ર ધાર્મિક કરતાં લૌકિક સાહિત્ય વધારે સર્યું છે. તેણે પિતાનાં કેટલાંક નાટકોનું વસ્તુ પણ કથાઓમાંથી લીધું છે. એ કાળમાં રામચન્દ્રનાં નાટક ભજવાતાં હશે, અને વિષયની અને ભાષાની સરળતા, રચનાની પ્રવાહિતા અને પ્રશંસાયોગ્ય રસનિષ્પત્તિને, કારણે ઠીક ઠીક લોકપ્રિય થયાં હશે. મૂળ કથાનકમાંના ચમત્કારિક પ્રસંગે લેખકે “નલવિલાસ માં યુક્તિપુર:સર જતા કર્યા છે એ બતાવે છે કે એ નાટક ભજવવા માટે લખાયું હોવું જોઈએ.
રામચન્દ્ર સમગ્ર સાહિત્યશાસ્ત્રના જ્ઞાતા હતા. પોતે શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, અને કાવ્યશાસ્ત્રના જાણનાર–મંત્રવિદ્યવેદી –હોવા છતાં કવિત્વ માટે સ્પૃહા ધરાવે છે એમ “નાટ્યદર્પણ”ના આરંભમાં જ તેમણે જણાવ્યું છે—
प्राणा : कवित्वं विद्यानां लावण्यमिव योषिताम् ।
त्रैविद्यवेदिनोऽप्यस्मै ततो नित्यं कृतस्पृहा ः ॥ નાધ્યદર્પણમાં પિતાના અગિયાર નાટકો સુદ્ધાંત ચુંમાલીસ નાટકમાંથી તેમણે ઉદાહરણો આપ્યાં છે, એ તેમનું બહાનું વાચન બતાવે છે. નાટ્યશાસ્ત્ર અને પ્રમાણુશાસ્ત્ર એ બન્નેના તેઓ સારા જ્ઞાતા હતા એ તો તેમના ગ્રન્થો જ બતાવી આપશે.
માત્ર હેમચન્દ્રના શિખ્યામાં જ નહીં પરંતુ તેમના સમકાલીનો માટે રામચન્દ્રની સાહિત્યપ્રવૃત્તિ સૌથી વિશાળ અને વિવિધ છે. ગૂજરાતમાં - બાવીશ ઉપરાંત સંસ્કૃત નાટક લખાયાં છે તે પૈકી લગભગ અધ
૫. “જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૨ માં “નલવિલાસ નાટક” વિષે શ્રી. રામનારાયણ પાઠકનો લેખ.
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org