________________
ગુજરાતમાં સંસ્કૃત નાટક દેશમાં ફરતાં ફરતાં પાટણમાં કર્ણ સોલંકીના અમાત્ય શાન્ત-સંપન્કર -ના આશ્રયે આવીને રહ્યો હતો, અને ત્યાં જ તેણે એ નાટિકા લખી હતી. નાટિકાનું વસ્તુ કવિ કાલિદાસકૃત “માલવિકાગ્નિમિત્ર' અને હર્ષદેવકૃત “રત્નાવલી’ના અનુકરણ રૂપે જ ઘડયું હોય એમ લાગે છે. કર્ણસુન્દરી'ની નાયિકા કર્ણસુન્દરી વિદ્યાધરી છે. કર્ણ સાથેના તેને પ્રેમપ્રસંગ અને અંતે લગ્નનું આ નાટિકામાં નિરૂપણ છે. નાયિકા કર્ણસુન્દરી તે કોણ એ વિશે કંઈ સ્પષ્ટતા લેખક કરતા નથી, પણ તે કર્ણાટકની રાજપુત્રી અને સિદ્ધરાજની ભાવી માતા મયણલ્લા છે, એમ અનુમાન થઈ શકે છે. મંત્રી સંપત્થર આપણને વત્સરાજ ઉદયનના મંત્રી યૌગન્તરાયણની યાદ આપે છે. સંપત્થરનો આશય આ લગ્ન વડે કર્ણને ચક્રવતી બનાવવાનું છે, અને લગ્નસંબંધ સિદ્ધ થાય છે તે પણ તેની કુશળતા વડે જ.
આ નાટિકાનો સમય વિક્રમના બારમા સૈકાનો પૂર્વાર્ધ છે. મંત્રી સંપન્કરની આજ્ઞાથી પાટણમાં શાક્યુત્સવગૃહમાં આદિનાથના યાત્રામહત્સવ વખતે તે ભજવાયેલી, એવો તેની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે.
આ નાટિકા રચાયા પછી બિલ્ડણ ગૂજરાતમાં લાંબો સમય રહ્યો નહોતો એમ લાગે છે. કોઈ કારણસર અપ્રસન્ન થઈ ને તે દક્ષિણ તરફ ચાલ્યો ગયો હતો.
૨. કલ્યાણના ચૌલુક્ય રાજાના આશ્રયે રહીને તેણે લખેલા “વિક્રમાંકદેવચરિતમાને પેલો ગૂર્જરનિન્દાનો સુપ્રસિદ્ધ લેક જુઓ --
कक्षाबन्धं विदधति न ये सर्वदेवाविशुद्धा--- स्तद् भाषन्ते किमपि भजते यज्जुगुप्सास्पदत्वम् । तेषां मार्गे परिचयवशादर्जितं गूर्जराणां यः सन्तापं शिथिलमकरोत् सोमनाथं विलोक्य ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org