________________
હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ
આ વાર્તાઓ સામાન્ય એતિહાસિક હકીકતોને ચમત્કારિક સ્વરૂપમાં મૂકવાના પ્રબન્ધકારોના શેખને આભારી હોય એમ જણાય છે. રામચન્દ્રની એક આંખ જન્મથી અથવા નાનપણમાં જ દૈવવશાત ગએલી હશે એમ “વ્યતિરેકદ્ધાત્રિશિકા'ના અંતમાં તેમના જ એક ક ઉપરથી અનુમાન થઈ શકે છે–
जगति पूर्वविधेविनियोगजं विधिनतान्ध्य-गलत्तनुताऽऽदिकम् । सकलमेव विलुम्पति यः क्षणादभिनव : शिवसृष्टिकर : सताम् ॥
બીજાં કેટલાંક સ્તોત્રોમાં પણ રામચન્દ્ર દષ્ટિદાન માટે પ્રાર્થના કરી છે. ૧૩ રામચન્દ્રનું મરણ
રાજા કુમારપાલના મરણ પછી ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલે જૈનોનું દમન આરંભ્ય, અને પોતાના પુરોગામી રાજાએએ બંધાવેલા અનેક જૈન પ્રાસાદો તેડી નંખાવ્યા. અગાઉના દ્વેષને કારણે રામચન્દ્રનું પણ તેણે મરણ નીપજાવ્યું.
આ વિષે જુદા જુદા ગ્રન્થોમાં નજીવા ફેરફાર સાથે એકસરખી જ હકીકત મળે છે. રાજશેખરસુરિ “પ્રબન્ધકેશમાં આ શ્રેષનું કારણ અને પરિણામ વર્ણવતાં લખે છે કે–રાજા કુમારપાલ અને હેમચન્દ્ર વૃદ્ધ થયા તે વખતે હેમચન્દ્રના શિષ્યમંડળમાં બે ભાગ પડી ગયા હતા. એક તરફ રામચન્દ્ર–ગુણચન્દ્ર વગેરે શિષ્યો અને બીજી તરફ બાલચન્દ્ર. બાલચન્દ્રને અજયપાલ સાથે મિત્રતા હતી. એકવાર १३. नेमे निधेहि निशितासिलताभिराम-चंद्रावदातमहसं मयि देहि दृष्टिम् ।
–નેમિસ્તવ: અંતભાગ शकस्तुताघ्रिसरसोरुह दुःस्थसाथे देव प्रसीद करुणां कुरु देहि दृष्टिम् ।
–ઘોડશિકા: અંતભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org