________________
હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ શતાથકાવ્ય'ના કર્તા સમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં પાટણમાં, હેમચન્દ્ર કુમારપાલને કરેલા ઉપદેશના વિષય પર, “કુમારપાલપ્રતિબોધ’ એ વિશાળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં રચ્યો હતો. હેમચન્દ્રના ત્રણ શિષ્યો ગુણચન્દ્ર, મહેન્દ્રમુનિ અને વર્ધમાનગણિએ તે ગ્રન્થ સાવંત સાંભળ્યો હતો, એવો ઉલ્લેખ તેની પ્રશસ્તિમાંથી મળે છે. ૨૦
૩. મહેન્દ્રસૂરિ
હેમચન્દુ સંસ્કૃત ભાષાને ચાર કેશની ભેટ ધરી છે–શબ્દોના પર્યાયો દર્શાવતો “અભિધાનચિન્તામણિ, વનસ્પતિશાસ્ત્ર અને વૈદકના શબ્દોને લગતો “નિઘંટુકોશ, દેશ્ય શબ્દોનો કશ દેશીનામમાલા” અને એક જ શબ્દોના નાનાવિધ અર્થો બતાવતો “અનેકાર્થસંગ્રહ.” આ પૈકી પહેલા બે કેશ ઉપર અનુક્રમે દશ હજાર અને ત્રણ હજાર લોક્ની વિસ્તૃત ટીકાઓ તેમણે લખેલી છે. એમ અનુમાન થાય છે કે “અભિધાનચિન્તામણિ” પરની ટીકા એ હેમચન્દ્રની છેલ્લી કૃતિ હશે, કેમકે “યોગશાસ્ત્ર” અને “ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર” વિષેના ઉલ્લેખો આપણને તેમાંથી સાંપડે છે. “અનેકાર્થ સંગ્રહ પર ટીકા લખવાની પણ હેમચન્દ્રની યેજના હોવી જોઈએ, પરંતુ એ વિચાર અમલમાં આવી શકે તે પૂર્વે જ તેમનું અવસાન થયું. આથી તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ, ગુરુએ પિતાના જીવનકાળમાં જે કંઈ કહેલું તે ઉપરથી એ ગ્રન્થ ઉપર “અનેકાર્થકેરવાકરકૌમુદી' એ ટીકા પોતાના
२०. श्रीहेममूरिपदपङ्कजहंसः श्रीमहेन्द्रमुनिपैः श्रुतमेतत् ।
वद्धमानगुणचन्द्रगणिभ्यां साकमाकलितशास्त्ररहस्यैः ।
-કુમારપાલપ્રતિબોધ (ગા. એ સી.), પૃ. ૪૭૮
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org