________________
ઇતિહાસની કેડી
વિજય સં. ૧૨૦ ૭માં અથવા તેથી થ્રેડોક સમય અગાઉ થઈ ગયે હોવો જોઈએ, કેમકે ચિતોડમાં કુમારપાલના સં. ૧૨૦૭ના શિલાલેખમાં એમ જણાવેલું છે કે શાકંભરીને રાજાને પરાજ્ય કરીને તથા શાલીપુર નામના ગામમાં પિતાના લશ્કરને રાખીને ચીતોડની શોભા જેવા માટે રાજા ત્યાં આવ્યો હતો. આ ઉપરથી એ નકકી થઈ જાય છે કે “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” સં. ૧૨૦૭માં અગર તે પછી ટૂંક સમયમાં રચાયું હશે.
આ ઉપરાંત, દેવચન્દ્રની, “માનમુદ્રાભંજન’ નામની બીજી એક રચના હતી એમ અન્ય સ્થળેાએ મળતા ઉલ્લેખ પરથી સમજી શકાય છે, પરંતુ એ કૃતિને હાલમાં પત્તો લાગતો નથી.૨૫
૬. ઉદયચન્દ્ર ઉદયચન્દ્ર લખેલો એક પણ ગ્રન્થ હજી સુધી બહાર આવેલો નથી. પરંતુ તેમના ઉપદેશથી એક કરતાં વધુ ગ્રન્થ લખાયાની હકીકત મળે છે. તેઓ એક સારા વિદ્વાન હતા. “પ્રબન્ધચિન્તામણિ'માં કુમારપાલપ્રબન્ધાન્તર્ગત ઉદયચન્દ્રપ્રબન્ધમાં જણાવેલું છે કે, એકવાર કુમારપાલ સમક્ષ પં. ઉદયચન્દ્ર ગુસ હેમાચાયનું યોગશાસ્ત્ર’ વાંચતા હતા. તેમાં પંદર કર્માદાનની વ્યાખ્યામાં દ્રશનથિર્વોri પ્રામાજિરે એ કલેક આવ્યો, તેમાં હેમાચાર્યને મૂળ પાઠને સુધારીને રોm ને બદલે રોળો એ પ્રમાણે ઉદયચન્ટે વારંવાર વાંચ્યું. હેમચન્દ્ર એમ કરવાનું કારણ પૂછતાં ઉદયચન્દ્ર પ્રાણીઓના અંગે, વાદિ વગેરે માટે ટૂંકસમાસમાં એકવચન સિદ્ધ છે એમ બતાવ્યું, એટલે હેમાચાર્યો, રાજાએ તેમજ બીજાઓએ તેમની પ્રશંસા કરી. ૨૬
ઉદયચન્દ્રના ઉપદેશથી દેવેન્દ્ર “સિદ્ધહેમબૂવૃત્તિ” ઉપર “કતિ૨૫. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૮૦ ૨૬. પ્રબન્ધચિતામણિ (ફા. ગૂ. સભાની આવૃત્તિ), પૃ. ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org