________________
ઇતિહાસની કેડી
નથી. પ્રાપ્ત સાધન ઉપરથી માત્ર અનુમાને ખેંચવાનાં જ રહે છે. ગુણચન્દ્રનો એક સ્વતંત્ર ગ્રન્થ અત્યારસુધીમાં જાણવામાં આવેલો નથી. રામચન્દ્રને “નાટયદર્પણ” એ નાટયશાસ્ત્રનો અને “દ્રવ્યાલંકાર’ એ પ્રમાણશાસ્ત્રનો ગ્રન્થ લખવામાં ગુણચન્ટે સહાય કરી હતી એ સુપ્રસિદ્ધ છે. એ બન્ને ગ્રન્થ પરની વૃત્તિઓ પણ તેમણે સાથે જ લખેલી છે.
રામચન્દ્ર અને ગુણચન્દ્રના સ્વભાવમાં અમુક તફાવત હતો, એમ આપણે સહજ અનુમાન કરી શકીએ છીએ. બન્ને પ્રખર વિદ્વાનો તે હતા જ, પરંતુ રામચન્દ્રનાં અગિયાર નાટકો, તેમાંનું હળવું લોકભોગ્ય વસ્તુ, વારંવાર તેમાં જણાતા રમૂજી ટોળટપ્પા અને હાસ્યજનક પ્રસંગો, સામાજિક અને સાંસારિક ચિ, મધુર, વિશદ અને આનંદજનક સૂક્તિઓ, ઉદ્દામ સ્વાતંત્ર્યપ્રેમઃ એ બધું બતાવે છે કે રામચન્દ્રની પ્રતિભા સર્વતોમુખી હતી, એમનું માનસિક ઘડતર ગંભીરતાપરાયણ નહીં બલ્ક ઉલ્લાસમય હતું, તદ્દન સામાન્ય વસ્તુઓમાં પણ ઊંડો રસ લઈ તેમાંનું સૌન્દર્ય પિછાણવાની ઉચ્ચ સાહિત્યકારમાં સાધારણ એવી જે શક્તિ તે તેમના માનસમાં સભર ભરેલી હતી. બીજી બાજુ, ગુણચન્દ્ર વિષે એમ કહી શકાય કે તેઓ વિદ્વાન હતા, સર્જક અને સાહિત્યકાર નહેતા. રામચન્દ્ર જ્યારે નાટકે, સુભાષિતશે કે એવું લલિત સાહિત્ય લેખે છે ત્યારે તેઓ તેમની સાથે જોડાતા નથી, પરંતુ
નાટચદર્પણ” કે “દ્રવ્યાલંકારવૃત્તિ” જેવા ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ ગ્ર તૈયાર કરવામાં બન્ને સાથે કાર્ય કરે છે, એ સૂચક છે.
જેસલમેર ભંડારમાંની “વ્યાલંકારવૃત્તિ”ની તાડપત્ર પરની પ્રત સં. ૧૨૦૨માં લખાયેલી, એથી એ ગ્રન્થ તે પહેલાં લખાયેલો હો. જોઈએ એવું અનુમાન થાય છે. ૧૯
૧૯. જેસલમેર ભંડારની સૂચિ (ગા. એ. સી.), પૃ. ૧૧
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org