________________
ઇતિહાસની કેડી
દેશની પ્રજાના જીવનનું અને તેની વિચારભૂમિકાનું પાસું ફેરવી નાખ્યું એમ કહીએ તો ખોટું નથી. કુમારપાલપ્રતિબધ અને તેના પરિણામરૂપ અમારિઘેષણા–એની સજજડ છાપ આજના ગુજરાત પર નથી એમ કોણ કહી શકશે?
એક સાહિત્યચાર્ય તરીકે હેમચન્દ્રનું સ્થાન ભારતના ઇતિહાસમાં અજોડ છે. માળવા અને ગુજરાતની રાજકીય સ્પર્ધામાંથી સાંસ્કારિક સ્પર્ધા જન્મી અને એ સ્પર્ધાનું પરિણામ તે સિદ્ધરાજની વિનંતી પરથી હેમચન્ટે લખેલું “સિદ્ધહેમ વ્યાકરણ.” પણ હેમચન્દ્રની સર્વમુખી પ્રતિભા માત્ર વ્યાકરણ લખીને અટકી નથી. “અભિધાનચિન્તામણિ, “અનેકાર્થ સંગ્રહ,‘નિઘંટુકશ.” “દેશીનામમાલા' જેવા શબ્દકોશ, “સિદ્ધહેમ,’ ‘લિંગાનુશાસનધાતુપારાયણ” જેવા વ્યાકરણગ્રંથ, કાવ્યાનુશાસન' જેવો અલંકારગ્રન્થ, “ઇન્દોનુશાસન' જેવું છંદ – શાસ્ત્ર, સંસ્કૃત અને પ્રાકૃત “ક્યાશ્રય” તથા “સખ્તસંધાન” જેવાં કાવ્યો, “પ્રમાણુમીમાંસા' અને “યોગશાસ્ત્ર’ જેવા ગહન શાસ્ત્રીય ગ્રન્થો અને “ત્રિષષ્ટિશલાકાપુરપચરિત્ર' જેવાં કવિયુક્ત ચરિત્ર ઇત્યાદિ અનેક વિષય પરના તેમના પ્રત્યે, ડો. પિટર્સને આશ્ચર્યની ઊભરાતી લાગણીઓ સાથે આપેલું “જ્ઞાનનો મહાસાગર” (Ocean of Knowledge) એ વિશેષણ સાર્થક ઠરાવે છે. સમપ્રભસૂરિએ “શતાથકાવ્યની ટીકામાં લખ્યું છે –
कृप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं व्याश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं
बढे येन न केन केन विधिना मोह : कृतो दूरत : ॥ (જેણે નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, નવું યાશ્રય, નવું અલંકારશાસ્ત્ર, નવું તર્કશાસ્ત્ર અને નવાં જિનચરિતે રચેલ છે તેણે (હેમચંદ્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org