Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૬ ] સેલંકી કાલ
[ પ્રસંકીર્તનમાં ૨ તથા “સુતકીતિ કલ્લોલિની'માં ૧૩ મૂલરાજને ચાપટ વંશના છેલ્લા રાજાને ભાણેજ કહ્યો છે, આથી મૂળરાજે મદિરામા મામાને મારીને ચાત્કટોની રાજલક્ષ્મી હસ્તગત કરી હોવાની મુખ્ય હકીકત અશ્રદ્ધેય ન ગણાય. મૂલરાજના એક દાનપત્રમાં ૧૪ એના ઉભય પક્ષ વિમલ હોવાનો તથા એણે પિતાનું રાજ્ય બાહુબળથી મેળવ્યું હોવાનો ઉલ્લેખ આવે છે એનાથી આ અનુમાનને બાધ આવતો નથી, કેમકે ઉભય પક્ષને લગતો ઉલ્લેખ પ્રશસ્યાત્મક હોઈ અક્ષરશઃ યથાર્થ ન પણ હોય, જ્યારે મદિરામત્ત મામાને મારી રાજગાદી મેળવવામાંય બાહુબળનું પરાક્રમ અપેક્ષિત છે. મૂલરાજની રાજસત્તા–સમકાલીન ઉલ્લેખના આધારે
મૂલરાજે ૫૫ વર્ષ વિ. સં. ૮૯૮ થી ૧૦૫૩ (ઈ. સ. ૯૪૨ થી ૯૯૭) રાજ્ય કર્યું હોવાનું પ્રબંધચિંતામણિ જણાવે છે. ૧૫ એના સમયનાં ચાર જ દાનશાસન પ્રાપ્ત થયાં છે ને એ એના રાજ્યકાલના ઉત્તરાર્ધનાં. વિ. સં. ૧૦૭૦ (ઈ. સ. ૯૭૪)માં મૂલરાજે વચ્છકાચાર્યને ગંભૂતા (ગાંભુ, જિ. મહેસાણા) વિષયનું એક ગામ દાનમાં દીધું. ૧૬ વિ. સં. ૧૦૩૩(ઈ. સ. ૯૭૬)માં રાજપુત્ર ચામુંડરાજે વરુણશમક(વડસમા, જિ. મહેસાણા)માં જૈનગૃહને ભૂમિદાન દીધું.૧૭ ચામુંડરાજની માતા માધવી ચાહમાન (ચૌહાણ) કુલની હતી. વિ. સં. ૧૦૪૩(ઈ.સ. ૯૮૭)માં મહારાજાધિરાજ શ્રીમૂલરાજે સારસ્વત મંડલમાંના મોઢેરક-૫૦ વિભાગમાંનું એક ગામ વદ્ધિ-વિષયમાં મંડલી ગામમાં આવેલા મૂલનાથદેવને અર્પણ ક્યું.૧૮ વિ. સં. ૧૦૫૧(ઈ. સ. ૧૯૫)માં પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રીમૂલરાજદેવે. સત્યપુર(સાચેર)મંડલમાંનું એક ગામ દીર્વાચાર્યને દાનમાં દીધું. ૧૯ આ દાનશાસને પરથી મૂલરાજ સારસ્વતમંડલ તથા સત્યપુરમંડલ પર રાજ્ય કરતા હોવાની પ્રતીતિ થાય છે. સારસ્વત મંડલ સરસ્વતી નદી પર આવેલું મંડલ હતું, જેમાં અણહિલવાડ, સિદ્ધપુર, ગાંભુ, મોઢેરા, માંડલ, વિરમગામ, મહેસાણા વગેરેને સમાવેશ થતો. સત્યપુસ્તંડલ એની ઉત્તરે આવેલું હતું. એનું વડું મથક સત્યપુર તે હાલનું સાર (જિ. જોધપુર, રાજસ્થાન) છે. મુલરાજ રાજાધિરાજનાં મહાબિરૂદ ધરાવતે.
વિ. સં. ૧૦૦૫(ઈ. સ. ૯૪૯)માં ખેટકમંડલમાં રાષ્ટ્રકટ રાજા અકાલવર્ષ(કૃષ્ણરાજ ૩ જા)નું શાસન પ્રવર્તતું ને એમાંના મોહડવાસક (મોડાસા) વિષય પર પરમાર રાજા સીયક ૨ જાની સત્તા પ્રવર્તતી. ૨૦ વિ. સં. ૧૦૨૬ (ઈ. સ. ૯૭૦)માં પણ સીયની સત્તા ચાલુ હતી. એ પછી ત્રણ-ચાર વર્ષમાં સીયકે રાષ્ટ્રકૂટ રાજાધિરાજનું આધિપત્ય ફગાવી દીધું ને દખણના રાષ્ટ્રકૂટ રાજ્યના પણ અંe