Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• बलवताऽऽत्मस्वभावेन क्लेशाभिभवः •
द्वात्रिंशिका - १४/१२
आत्मन्येव सुखस्वभावे सति कथं क्लेशो विजृम्भते ? इत्यत आह- आत्मस्वभावं (हि) न्यग्भाव्य तिरोभाव्य । यथा पय: तिरोभाव्य निम्बरसो विजृम्भते । भवति हि महता प्रतिपन्थिनाऽल्पस्याऽभिभव इति । यदा त्वात्मस्वभाव एव भूयान् भवति तदा तेनाऽपि क्लेशाऽभिभवः कर्तुं शक्यत इति न संसारदशायां क्लेशेनाऽऽत्माऽभिभवाऽनुपपत्तिरिति भावः । फलोहनमेतत् ।।१२।। → उपयोगेन शर्माऽस्ति क्रियया कर्म जायते । परिणामेन बन्धोऽस्ति जानाति पूर्णतत्त्ववित् ।। (कृ.गी. ८२) बाह्यमुखोपयोगेन कर्मलेपः प्रजायते । राग-द्वेषपरिणामभावकर्मस्वरूपिणा ।। ← (कृ.गी. १०६) इति कृष्णगीतावचनतात्पर्यमप्यस्यामवस्थायामूहते अपुनर्बन्धको मार्गस्थक्षयोपशमबलेनेत्यवधेयम् । ननु आत्मन्येव सुखस्वभावे अनन्तज्ञान-वीतरागताद्यनुविद्धाऽव्याहताऽनुपमाऽनन्ताऽऽनन्दस्वभावे सति कथं रागादिरूपः क्लेशो विजृम्भते ? इत्यत आशङ्कातो ग्रन्थकार आह आत्मस्वभावमिति स्पष्टम् । भवति हि महता बलवता प्रतिपन्थिना विरोधिना अर्कादिना अल्पस्य = स्वल्पशक्तिकस्य, अत एव अभिभाव्यताऽऽक्रान्तस्य, तारकप्रकाशादेः अभिभवः = पराभवः । यदा तु आत्मस्वभाव एव भूयान् प्रकटितः भवति तदा तेनाऽपि = अनावृतबलवदात्मस्वभावेनाऽपि क्लेशाऽभिभवः संसारफलभूतरागादिसङ्क्लेशपराभवः कर्तुं शक्यते । इति हेतोः संसारदशायां = संसाररसिकाऽवस्थायां संसारहेतुमिथ्यात्वाद्युदयदशायां वा आवृताऽऽत्मस्वभावस्याऽल्पशक्तिकतया क्लेशेन रागादिना नाऽऽत्माऽभिभवाऽनुपपत्तिः = न परमाऽऽनन्दमयाऽऽत्मस्वभावाऽभिभवाऽसङ्गतिः ।।१४/१२।।
અહીં એક શંકા થઈ શકે છે કે → આત્માનો સ્વભાવ તો સુખરૂપ છે. કેવલ સુખસ્વભાવી આત્મા છે. તો આવા આત્મામાં ક્લેશ-સંક્લેશ કઈ રીતે પ્રગટ થઈ શકે ? ← પરંતુ આ શંકાનું સમાધાન કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે આત્માના સુખપૂર્ણ સ્વભાવનો પરાભવ કરીને કર્મ સંસારમાં માત્ર સંક્લેશને જ લાવે છે. જેમ મધુર દૂધના સ્વભાવનો પરાભવ કરીને તેમાં ભળેલ લીમડાનો રસ પોતાનો પ્રભાવ બતાવે છે તેમ ઉપરોક્ત વાત સમજવી. કારણ કે વિરોધી પદાર્થ બળવાન હોય તો તેના દ્વારા દુર્બલ અલ્પ ચીજનો પરાભવ થાય છે જ. પરંતુ જ્યારે આત્મા બળીયો બને છે, આત્મસ્વભાવ જ પુષ્કળ તાકાતવાન સ્વરૂપે પ્રગટે છે, આત્મદશા ઉન્નત બને છે ત્યારે આત્મસ્વભાવ વડે પણ કર્મજન્ય ક્લેશનો પરાભવ કરવાનો શકય બને છે. પરંતુ સંસારદશામાં (સંસારરસિકતા આદિ દશામાં) ક્લેશ વડે પણ આત્માનો પરાભવ કરવાની વાત કાંઈ અસંગત નથી જ બનતી. આ વિચારણા સંસારના इज संबंधी भरावी. ( १४ / १२ )
९६०
=
=
-
=
વિશેષાર્થ :- જે બળવાન હોય તે નબળાનો પરાભવ કરે. સૂર્યપ્રકાશ બળવાન હોવાથી તેના વડે તારલાઓના પ્રકાશનો દિવસે પરાભવ થાય છે. આ જ રીતે મિથ્યાત્વ આદિ દશામાં સંસાર બળવાન હોવાથી તેના દ્વારા આત્માના પરમાનંદમય સ્વભાવનો પરાભવ થાય છે. આથી આનંદમય આત્માને ક્લેશનો અનુભવ કરવો પડે છે. માટે સંસારનું ફળ કેવલ ક્લેશ જ છે- આવું જે કહેવાયેલ છે તે વ્યાજબી જ છે. જ્યારે આત્મા બળીયો થાય, આત્મદશા ઉન્નત બને, આત્મસ્વભાવ પ્રગટવા તલસાટ કરે ત્યારે કર્મનો-ક્લેશનો પરાભવ કરીને આત્મા પોતાના આનંદમય સ્વરૂપનો અનુભવ કરે છે, આગળ વધીને પરમાનંદમય નિજસ્વરૂપમાં લીન થાય છે, કાયમ વિશ્રાન્ત થાય છે. (૧૪/૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org