Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• शिष्टस्य परत्रापि दोषविरहे शिष्टत्वम् ·
१०४६
નાગેના વ્યાખ્યાપતેઃ ||૩|| गमसमानकालीनस्य शुक- दन्दशूकादिभावप्राप्तौ नाशेन अव्याप्त्यापत्तेः
बौद्धादिनिष्ठस्याऽपकृष्टज्ञानावच्छेदकदेहसम्बन्धप्रागभावस्य बौद्धादीनां पातकात्काकशिष्टलक्षणाऽव्याप्तिप्रसङ्गात् ।
अयमाशयः- यदा श्रोत्रियेण वेदप्रामाण्यमभ्युपगतं तत्समानकालीना येऽपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावाः तदन्तर्गतो यो बौद्धादिनिष्ठः काकादिशरीरसम्बन्धप्रतियोगिक प्रागभावः स काकादिभवनबन्धनात्पातकाद् बौद्धादीनां काकादिभवप्राप्तौ सत्यां विनश्यतीति श्रोत्रियनिष्ठस्य वेदाऽप्रामाण्यानभ्युपगमस्य वेदप्रामाण्याभ्युपगमसमकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावसमानकालीनत्वशून्यत्वात् साम्प्रतं वेदप्रामाण्याभ्युपगन्तर्यपि श्रोत्रिये शिष्टलक्षणाऽव्याप्तिर्दुर्निवारणीयैव बृहस्पतिनाऽपि ।
द्वात्रिंशिका - १५/२३
=
સમસ્યા ઊભી થશે. (૧૫/૨૨-૨૩)
વિશેષાર્થ :- :- ૨૧મા શ્લોકમાં આપવામાં આવેલી અતિવ્યાપ્તિનું નિરાકરણ કરવા માટે વેદપ્રામાણ્યવાદી પદ્મનાભ નામના નવ્ય વિદ્વાન શિષ્ટનું લક્ષણ એવું બનાવે છે કે જેથી તેનું નિરાકરણ થઈ જાય. લક્ષણ લાંબું હોવાથી સમજવામાં સ૨ળ બને તે માટે તેના ટુકડા કરીને અહીં જણાવવામાં આવે છે. વેદમાં પ્રામાણ્યનો સ્વીકાર કર્યા બાદ વેદ તરીકે વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર જ્યાં સુધી સ્વેચ્છાએ કરવામાં ન આવે ત્યાં સુધી તે જીવ શિષ્ટ કહેવાય. પરંતુ શરત એટલી છે કે વેદપ્રામાણ્યસ્વીકાર સમયે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધોના જેટલા અભાવ હોય તે તમામ અભાવનો સમકાલીન વેદઅપ્રામાણ્યસ્વીકાર કરતી વખતે જેટલા અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશ૨ી૨સંબંધપ્રતિયોગિક પ્રાગભાવાદિ હોય તેમાંથી એક પણ પ્રાગભાવ રવાના થાય તો વેદઅપ્રામાણ્યસ્વીકાર ન કરવા છતાં તેમાં શિષ્ટત્વ ન રહે. બ્રાહ્મણ કાગડો થયા પછી મરીને નવું શરીર ધારણ ન કરે તે અવસ્થામાં જો કે વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર તો છે જ. તેમ છતાં તેને શિષ્ટ ન માની શકાય. કારણ કે બ્રાહ્મણ ભવમાં વેદપ્રામાણ્યનો સ્વીકાર કરતી વખતે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરોના સંબંધોના જેટલા પ્રાગભાવાદિ હતા તેમાં કાકશરીરસંબંધપ્રાગભાવનો પણ સમાવેશ થતો હતો. તે પ્રાગભાવ
કાગડો થવાથી નાશ પામેલ છે. આથી નૂતન શરીર અધારણદશામાં જે વેદઅપ્રામાણ્યઅસ્વીકાર છે તે વાસ્તવમાં વેદપ્રામાણ્યસ્વીકારકાલીન જેટલા અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકદેહસંબંધાભાવ હતા તે તમામ અભાવોને સમકાલીન નથી બનતો. કાગડો થયો ન હતો ત્યાં સુધી કાદેહસંબંધપ્રાગભાવ પણ હાજર હતો. આથી વેદઅપ્રામાણ્યસ્વીકારનો અભાવ બ્રાહ્મણભવમાં જ તે તમામ અભાવને સમકાલીન રહે છે. તેથી તે ભવ પછી કાગડાના ભવમાં તેમાં શિષ્ટત્વ માનવાની સમસ્યા ઊભી નહિ થાય.
હા, પણ એક પ્રશ્ન થશે કે જો વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણ બીજા ભવમાં કાગડો થવાના બદલે બૌદ્ધધર્માનુયાયી તરીકે જન્મ ધારણ કરે તો બૌદ્ધ ભવમાં જ્યાં સુધી બાલ્યદશા વગેરેમાં તેણે વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર નહિ કર્યો હોય ત્યાં સુધી બ્રાહ્મણભવસંબંધી વેદપ્રામાણ્યસ્વીકારને સમકાલીન જેટલા અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવો હતા તે તમામ અભાવનું સમકાલીનત્વ વેદઅપ્રામાણ્ય સ્વીકારાભાવમાં ત્યારે પણ રહેલ છે. આથી ત્યારે તેને શિષ્ટ માનવો પડશે. બ્રાહ્મણભવીય વેદપ્રામાણ્યસ્વીકારને સમકાલીન તમામ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરસંબંધાભાવના સમકાલીનત્વવાળો વેદઅપ્રામાણ્યસ્વીકારઅભાવ હાજર હોવાથી ત્યારે તે બૌદ્ધને પણ શિષ્ટ માનવો પડશે. પરંતુ પદ્મનાભ નામના વિદ્વાન આ આપત્તિને ઈષ્ટાપત્તિ સ્વરૂપે સ્વીકારી લે છે. બ્રાહ્મણ ભવાંતરમાં બૌદ્ધ બનીને જ્યાં સુધી વેદને અપ્રમાણભૂત ન માને ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org