Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• पद्मनाभलक्षणपरिष्कारः •
१०४७ __ यदि च वेदप्रामाण्याभ्युपगमसमानकालीनत्वमिव वेदप्रामाण्याभ्युपगमसामानाधिकरण्यमपि यावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाऽभावे विशेषणविधया प्रविष्टं स्यात् नैव स्यात्तदेयमव्याप्त्यापत्तिः। बौद्धादिनिष्ठस्याऽपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धप्रागभावस्य श्रोत्रियकर्तृकवेदप्रामाण्याभ्युपगमसमानकालीनस्य नाशेऽपि श्रोत्रियब्राह्मणगतस्य वेदाऽप्रामाण्यानभ्युपगमस्य तु वेदप्रामाण्याभ्युपगमसमानकालीना वेदप्रामाण्याभ्युपगमसमानाधिकरणाश्च येऽपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावाः तत्कूटसमानकालीनत्वात्कुतोऽव्याप्तिबुभुक्षितराक्षस्यत्र लब्धप्रसरा स्यात् ? ततश्च यावन्तं कालं वेदत्वावच्छिन्नवेदनिष्ठविशेष्यतानिरूपिताऽप्रामाण्यनिष्ठप्रकारतानिरूपकग्रहाभावो वेदत्वावच्छिन्नवेदनिष्ठविशेष्यतानिरूपितप्रामाण्यनिष्ठ प्रकारताकग्रहस्य समानकालीनाः समानाधिकरणाश्च ये यावन्तोऽपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावाः तेषां समानकालीनः तावन्तं कालं स शिष्ट इति ग्रन्थकृदुन्नीतं पद्मनाभतात्पर्यम् । प्रकृते च → व्याख्यागम्यमिदं काव्यमुत्सवः सुधियामलम् । हता दुर्मेधसश्चास्मिन् विद्वत्प्रियतया मया ।। 6 (મટ્ટિ.રર/રૂ૪) તિ મટ્ટિકાવ્યવરને નધ્ધાવસરમવયમ્ ના૧૨/૨૨-૨૩ સુધી તે શિષ્ટ જ છે- એવું પદ્મનાભનું મંતવ્ય છે.
મહોપાધ્યાયજી મહારાજ કહે છે કે પદ્મનાભે જે શિષ્ટ લક્ષણ બનાવેલ છે તેમાં હજુ એક પરિષ્કાર કરવો જરૂરી છે. અન્યથા અવ્યાપ્તિ દોષ આવીને ઊભો રહેશે. તે પરિષ્કાર આ મુજબ સમજવો કે જેમ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધપ્રતિયોગિક પ્રાગભાવાદિના વિશેષણ તરીકે વેદપ્રામાણ્યસ્વીકારસમકાલીનત્વનો શિષ્ટ લક્ષણમાં પ્રવેશ કરેલ છે તેમ વેદપ્રામાણ્યસ્વીકારના સામાનાધિકરણ્યનો પણ તેના જ વિશેષણરૂપે પ્રવેશ કરવો જરૂરી છે. અર્થાત્ વેદપ્રામાણ્યનો સ્વીકાર જે સમયે થયેલ હોય ત્યારે જે ઉપરોક્ત પ્રાગભાવાદિ વિદ્યમાન હોય તે તમામ વેદપ્રામાણ્યસ્વીકાર કરનાર આત્મામાં જ રહેવા જોઈએ. બીજા કોઈ જીવમાં નહિ. તથા તેવા પ્રાગભાવાદિને સમકાલીન એવો વેદઅપ્રમાણ્યસ્વીકારઅભાવ જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી તે જીવ શિષ્ટ કહેવાય. શિષ્ટલક્ષણમાં પદ્મનાભે આવો સુધારો માન્ય કરવો જ પડશે.
આવો સુધારો જો તે માન્ય ન કરે તો શિષ્ટલક્ષણમાં અવ્યાપ્તિ આવીને ઊભી રહેશે. કારણ કે બ્રાહ્મણ વેદને પ્રમાણ તરીકે સ્વીકારે ત્યારે કોઈ બૌદ્ધ વગેરે વિદ્વાનના આત્મામાં જેટલા અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવો રહેલા છે તેમાંથી એકાદનો અભાવ થાય (અર્થાત્ તે બૌદ્ધ મરીને કાગડો, કબૂતર વગેરે થાય) તો તે બ્રાહ્મણમાં રહેલ વેદઅપ્રામાણ્યઅસ્વીકાર ઉપરોક્ત તમામ અભાવને સમાનકાલીન ન બનવાથી શિષ્ટલક્ષણથી રહિત બનશે. અર્થાત તે ત્યારે શિષ્ટ હોવા છતાં પણ તેમાં ત્યારે શિષ્ટલક્ષણ રહેશે નહિ. આથી શિષ્ટલક્ષણની અવ્યાતિગ્રસ્તતા દુર્વાર થશે. તેના નિરાકરણ માટે વેદપ્રામાણ્યસ્વીકારનું સામાનાધિકરણ્ય પણ તે તમામ પ્રાગભાવાદિના વિશેષણ તરીકે માન્ય કરવું જરૂરી છે.
બૌદ્ધના આત્મામાં જે કાકાદિ-શરીરસંબંધપ્રાગભાવ રહેલ હતો તે વેદપ્રામાણ્યગ્રહસમાનકાલીન હોવા છતાં વેદપ્રામાણ્યગ્રહસમાનાધિકરણ ન હોવાથી તથાવિધઅપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવના સમૂહમાં તેનો પ્રવેશ જ થતો નથી. તેથી તે પ્રાગભાવ રહે કે ન રહે તેની સાથે બ્રાહ્મણગત વેદઅપ્રામાણ્યઅસ્વીકારને કોઈ લેવા-દેવા નથી. માટે ત્યારે તેમાં શિષ્ટનું લક્ષણ રહી શકશે. મહોપાધ્યાયજી મહારાજે પદ્મનાભના લક્ષણમાં રહેલી ખામી ઉપરોક્ત પરિષ્કાર દ્વારા દૂર કરી છે તે તેમની વૈચારિકસહિષ્ણુતા દર્શાવે છે. (૧૫/૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org