Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अदृष्टसाधनतागोचरमिथ्याज्ञानाभाववत्त्वं न शिष्टलक्षणम् •
१०७७
गङ्गाजले कूपजलत्वाऽऽरोपाऽनन्तरं 'इदं कूपजलं नाऽदृष्टसाधनमिति भ्रमवतः कूपजल एव गङ्गाजलत्वाऽऽरोपाऽनन्तरं 'इदं गङ्गाजलमदृष्टसाधनमिति भ्रमवतो गङ्गाजले उच्छिष्टत्वाऽऽतथाहि - गङ्गाजले सादृश्यादिना कूपजलत्वाऽऽ रोपानन्तरं = गङ्गाजलमुद्दिश्य 'इदं कूपजलमित्यध्यारोपोत्तरकालं 'इदं कूपजलं नाऽदृष्टसाधनं = नेष्टपुण्यसाधनमिति भ्रमवतो ब्राह्मणस्य अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाऽऽलिङ्गिततया शिष्टलक्षणाऽव्याप्तिरपरिहार्या । एवमेव कूपजल एव सादृश्यादिना गङ्गाजलत्वाऽऽ रोपानन्तरं = कूपजलमुद्दिश्य 'इदं गङ्गाजलमित्यध्यारोपोत्तरकालं 'इदं गङ्गाजलं अदृष्ट साधनं मदिष्टस्वर्गप्रापकपुण्यसाधनं' इति भ्रमवतः ब्राह्मणस्याऽपि अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानोपे-ततया शिष्टत्वानापत्तेः । गङ्गाजले उच्छिष्टत्वारोपानन्तरं अनुच्छिष्टगङ्गाजलमुद्दिश्य ' इदं गङ्गाजलવેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણને ગંગાજલમાં કૂવાના પાણીનો ભ્રમ થયા પછી ‘આ કૂવાનું પાણી પુણ્યસાધન નથી’ આ પ્રમાણે ભ્રમ થવાથી તેમાં અદષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાન રહી જવાથી શિષ્ટલક્ષણની અવ્યાપ્તિ આવશે. તેથી તે બ્રાહ્મણને શિષ્ટ નહિ કહી શકાય. (૨) તેમ જ કૂવાના પાણીમાં ગંગાજળનો આરોપ કર્યા બાદ ‘આ ગંગાજળ પુણ્યસાધન છે' -આ પ્રમાણે ભ્રમ થવાથી તેમાં પણ અદૃષ્ટકારણતાગોચર વિપર્યાસ આવવાના લીધે શિષ્ટલક્ષણની અવ્યાપ્તિ આવશે. તેથી તે બ્રાહ્મણને પણ અશિષ્ટ કહેવાની સમસ્યા સર્જાશે. (૩) તથા સાચું ગંગાજળ ચંડાળ, કૂતરા વગેરે દ્વારા અભડાયું ન હોવા છતાં ‘આ અભડાયેલું ગંગાનીર છે’ આમ ઉચ્છિષ્ટત્વનો અભડાયાપણાનો આરોપ કર્યા બાદ ‘આ પાણી પુણ્યસાધન નથી' - આવો ભ્રમ થતાં તેમાં અર્દષ્ટસાધનતાવિષયક ગેરસમજ રહેવાના લીધે શિષ્ટલક્ષણની અવ્યાપ્તિ આવશે. તેથી તે બ્રાહ્મણને અશિષ્ટ કહેવો પડશે. આ ત્રણ સમસ્યા ઊભી થવાના લીધે અર્દષ્ટસાધનત્વવિષયક મિથ્યાજ્ઞાનશૂન્યત્વ શિષ્ટલક્ષણ બની ના શકે.
બોટાયાપણાનો
પૂર્વપક્ષ :- અદૃષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાન અન્વયમુખે અદૃષ્ટસાધનતાઅવચ્છેદકધર્મને આગળ કરીને સમજવાનું. ગમે તેમ નહિ. તથા નિષેધમુખેન અષ્ટસાધનતાવિરોધી ગુણધર્મને આગળ કર્યા વિના જે મિથ્યાજ્ઞાન અદૃષ્ટસાધનતાગોચર હોય તેવા મિથ્યાજ્ઞાનનો અભાવ જેમાં હોય તે શિષ્ટ આવો પરિષ્કાર કરવાથી ઉપરોક્ત ત્રણેય સ્થળમાં અવ્યાપ્તિ નહિ આવે. તે આ રીતે- (૧) ગંગાજળમાં કૂવાના પાણીનો અધ્યાસ થયા બાદ ‘આ કૂવાનું પાણી અદૃષ્ટસાધન = પુણ્યસાધન નથી' આવો જે ભ્રમ થયો છે તે નિષેધમુખેન મિથ્યાજ્ઞાન છે ખરું, પરંતુ તેની વિષયતાનો અવચ્છેદકગુણધર્મ કૂપજલત્વ છે કે જે અદષ્ટસાધનતાનો = પુણ્યસાધનતાનો વિરોધી છે. અર્થાત્ અદૃષ્ટસાધનતાવિરોધિગુણધર્મને આગળ કરીને તે મિથ્યાજ્ઞાન થયેલ છે. અમે તો કહીએ છીએ કે નિષેધમુખે જે મિથ્યાજ્ઞાન હોય તે અદૃષ્ટસાધનતાવિરોધી ગુણધર્મને આગળ કર્યા વિના જ થયેલ હોવું જોઈએ. એથી તેવા મિથ્યાજ્ઞાનનો તો તેમાં અભાવ જ છે. અદૃષ્ટ સાધનતાવિરોધી ગુણધર્મ અનવગાહી મિથ્યાજ્ઞાનનો અભાવ હોવાથી પ્રથમ બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણનો સમન્વય થઈ જવાથી અવ્યાપ્તિ નહિ આવે. માટે તેને અશિષ્ટ કહેવાની સમસ્યાનું નિરાકરણ થઈ જશે. તથા આ જ રીતે (૩) ત્રીજા સ્થળમાં પણ અવ્યાપ્તિ નહિ આવે. કારણ કે ત્યાં ઉચ્છિષ્ટત્વસ્વરૂપ અદષ્ટસાધનતાવિરોધી ગુણધર્મનું અવગાહન કરે તેવું મિથ્યાજ્ઞાન હોવાના કારણે તે બ્રાહ્મણમાં અદૃષ્ટસાધનતાવિરોધી ગુણધર્મનું અવગાહન ન કરે તેવા મિથ્યાજ્ઞાનનો તો અભાવ જ છે. માટે તેને અશિષ્ટ કહેવાની સમસ્યા ઊભી નહિ થાય. તથા (૨) જે વેદવાદી બ્રાહ્મણને કૂવાના પાણીમાં ગંગાજળનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=
=
=
=
-