Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१२२०
• વિચાર-વિમર્શ •
૭ ૧૭- નયલતાની અનપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. નિશ્ચયનય પુરુષકાર અને નસીબ માટે શું માને છે ? ૨. નિશ્ચયનય કુર્વરૂપ તરીકે કારણને સ્વીકારે છે તે વ્યાજબી નથી. એ કઈ રીતે ? ૩. પ્રત્યેકજન્યતાના વ્યવહારના નિયામક કોણ છે અને કઈ રીતે ? ૪. ગ્રંથકારશ્રી નસીબ અને પુરુષાર્થથી કરાયેલ કાર્યને ક્યા રૂપે જણાવે છે ? પ. પૂર્વભવીય પુરુષાર્થ પણ કઈ રીતે કારણ બની શકે છે ? ૬. વ્યાપાર કોને કહેવાય ? તે સ્વર્ગજનક દાનમાં સમજાવો. ૭. ૧૨મી ગાથામાં સાંખ્ય લોકોએ “કર્મ ફળદાયક બનશે” એમ કહ્યું તેનું નિરાકરણ કરો. ૮. કર્મની સિદ્ધિ કરો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. ગૌણત્વ અને મુખ્યત્વની વ્યાખ્યા કરો. ૨. શાહજહાંને થયેલ ધનપ્રાપ્તિમાં નિશ્ચયનય કોને કારણે માને છે કોને? અન્યથાસિદ્ધ માને છે ? ૩. વ્યાપારબહુલ શબ્દનો અર્થ જણાવો. ૪. નાસ્તિકો નસીબને નથી માનતા- તેમાં તેમનું શું કહેવું છે ? ૫. પાપના નાશ પ્રત્યે પ્રાયશ્ચિત્ત શા માટે કારણ છે ? ૬. એકલુ કર્મ અનુગ્રહ કે ઉપઘાત શા માટે કરી શકતું નથી ? ૭. ચરમાવર્તમાં શું બળવાન બને છે ? ૮. ગ્રંથિભેદમાં કારણ કોણ ? પુરુષાર્થ કે નસીબ ? ૯. સમકિતીને ઉપદેશની જરૂર ક્યારે પડે ? ૧૦. ક્યા સમકિતીને ઉપદેશની જરૂર નથી ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. અકબર ........મા વર્ષે દિલ્હીનો બાદશાહ બન્યો. (૧૪, ૨૩, ૩૪) ૨. સાંખ્ય લોકો ...... ફળદાયી માને છે. (કર્મને, પુરુષાર્થને, ઉભયને). ૩. કર્મથી ..... ની ઉત્પત્તિ અને ભાવથી .......ની ઉત્પત્તિ થાય છે. (ભાવ, કર્મ, ક્રિયા) ૪. કપિલાદીસીનો જીવ ...... છે. (ભવ્ય, દૂરભવ્ય, અભવ્ય) ૫. પુરુષાર્થ તીવ્ર કરીએ તો....કર્મ આત્માને ભયંકર નુકશાન પહોંચાડતા નથી. (અનિકાચિત, નિકાચિત) ૬. ........ ને સ્વતઃ સમ્યફ ફુરણા થાય છે. (સમકિતી, અપુનબંધક, માર્ગપતિત) ૭. ..... ની રક્ષા અને વૃદ્ધિ માટે ઉપદેશ જરૂરી છે. (ભાવ, ક્રિયા, ભાગ્ય) ૮. સમકિતીને પુરુષાર્થથી ..... ની પ્રાપ્તિ થાય છે. (ચારિત્ર, સ્વર્ગ, મોક્ષ) ૯. સમકિતી ..... પ્રમાણ કર્મસ્થિતિ ઓછી થાય એટલે દેશવિરતી પામે.
(સંખ્યાતા સાગરોપમ, ૨ થી ૯ પલ્યોપમ, ૧ પલ્યોપમ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org