Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११५८ • उत्कटत्वाऽनुत्कटत्वव्याख्या •
વિંશિકા-૨૭/૬ अनुत्कटत्वं गौणत्वमुत्कटत्वं च मुख्यता । द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशनियामकम् ॥६॥ ___अनुत्कटत्वमिति । गौणत्वं = अनुत्कटत्वं, न त्वल्पत्वमेव, अल्पस्याऽपि बलीयसो गौणत्वाऽव्यपदेशात् । एवं मुख्यता चोत्कटत्वम् ।
दैव-पुरुषकारगते गौणत्व-मुख्यत्वे व्याख्यानयति- अनुत्कटत्वमिति । अनुत्कटत्वं प्रकृते तथाविधद्रव्य-क्षेत्र-काल-भावादिबलवैकल्यरूपमवगन्तव्यम् । न तु अल्पत्वमेव अनुत्कटत्वपदवाच्यम् । अत्र हेतुमाह - अल्पस्यापि = स्वल्पस्याऽपि बलीयसः कालकूटविषादेरिव गौणत्वाऽव्यपदेशात् = गौणत्वव्यवहारविरहात्। एवं मुख्यता चोत्कटत्वं = तथाविधद्रव्य-क्षेत्र-कालादिबलोपेतत्वलक्षणमवगन्तव्यम्, न तु વ્યવહાર કરવો તે વ્યાજબી નથી- આવો વ્યવહારનયનો અભિપ્રાય છે.
જો કે નિશ્ચયનય એમ કહી શકે છે કે – કાર્ય ઉત્પન્ન ન થતું હોય ત્યારે કુવૈતૂપ ન હોવા છતાં પણ દંડાદિમાં ઘટાર્થીની પ્રવૃત્તિ થઈ શકે છે. કારણ કે જે દંડાદિ ઘડાને ઉત્પન્ન કરી રહેલા છે તેનું સાદશ્ય ઉદાસીન દંડાદિમાં રહેલ છે. કુર્વકૂપવિશિષ્ટ દંડાદિને સજાતીય હોવાના લીધે અરણ્યસ્થ દંડને લેવાની કુંભારની પ્રવૃત્તિ અસંગત નહિ થાય. આવું માનવું જરૂરી છે. કારણ કે ધૂમ દ્વારા અગ્નિનું અનુમાન પણ આ જ રીતે થાય છે. રસોડાનો ધૂમાડો જે અગ્નિથી ઉત્પન્ન થયો તે અગ્નિ પર્વત ઉપર ન હોવા છતાં પણ તેને સજાતીય અગ્નિનું અનુમાન ધૂમદર્શન દ્વારા પર્વતમાં થઈ શકે છે. કારણ કે રસોડાના અગ્નિ કરતાં વિજાતીય એવા જલ વગેરે દ્વારા તો પર્વતમાં ધૂમાડાની ઉત્પત્તિ શક્ય જ નથી. ૯
પરંતુ આની સામે વ્યવહારનયવાદીનું કથન એવું છે કે ઉદાસીન દંડાદિમાં સાદેશ્યજ્ઞાનથી ઘટાર્થીની પ્રવૃત્તિ માની શકાય તેમ નથી. કારણ કે તેમાં સાદૃશ્યબુદ્ધિ થવાનું કારણ શું? એ પ્રશ્નના જવાબમાં વિશિષ્ટ પ્રકારના સંસ્કારને જ હેતુ માનવો પડશે. આ રીતે સંસ્કાર વિશેષ દ્વારા સારશ્યબુદ્ધિ અને સાદગ્ધબુદ્ધિ દ્વારા દંડાદિમાં પ્રવૃત્તિ આમ માનવાના બદલે સંસ્કારવિશેષ દ્વારા જ ઉદાસીન એવા દંડ વગેરેમાં ઘટાર્થીની પ્રવૃત્તિ માની શકાય છે. આવો કાર્યકારણભાવ માનવામાં લાઘવ છે. પરંતુ આવું માનવામાં ઘટ અને દંડાદિ વચ્ચેનો પ્રસિદ્ધ કાર્યકારણ ભાવનો ભંગ થશે, પ્રસિદ્ધ કારણોને નિષ્ફળ માનવા પડશે. આ સમસ્યાના નિરાકરણ માટે કુર્વદ્રુપશૂન્યને પણ કારણ માનવું જરૂરી છે. તથા પ્રસ્તુતમાં ભાગ્ય અને પુરુષાર્થને દરેક કાર્યના કારણ માનવામાં કોઈ અન્વય વ્યભિચાર કે વ્યતિરેક વ્યભિચાર સ્વરૂપ દોષ પણ નથી આવતો. માટે દરેક કાર્ય પ્રત્યે ગૌણમુખ્યભાવે ભાગ્ય અને પુરુષાર્થને કારણ માનવા જરૂરી છે. આવું વ્યવહારનયનું મન્તવ્ય છે. (૧૭/૫)
જ ગણત્વ અને મુખ્યત્વની વ્યાખ્યા જ ગાથાર્થ :- ગૌણત્વ = અનુત્કટતા અને મુખ્યત્વ = ઉત્કટતા. આ બન્ને પ્રત્યેકજન્યતાના વ્યવહારના નિયામક છે. (
૧૬) ટીકાર્થઃ- (પ્રત્યેક કાર્ય પ્રત્યે ગૌણ-મુખ્યભાવે ભાગ્ય અને પુરુષાર્થ કારણ છે. – આમ પાંચમા શ્લોકમાં વ્યવહારનયનું મંતવ્ય દર્શાવવામાં આવેલ છે. આ કાર્ય-કારણભાવના ઘટક તરીકે જે ગૌણત્વ અને મુખ્યત્વ ભાગ્ય-પુરુષાર્થમાં રહેલા દર્શાવેલ તેનું સ્વરૂપ વ્યવહારનયની દષ્ટિએ અહીં બતાવવામાં આવે છે) ગૌણત્વ એટલે અલ્પત્વ જ નહિ પણ અનુત્કટતા. અલ્પ પદાર્થને ગૌણ કહી ન શકાય. કારણ કે અલ્પ હોવા છતાં પણ બળવાન એવા પદાર્થમાં ગૌણ તરીકેનો વ્યવહાર થતો નથી. (સિંહ નાનો હોવા છતાં ઊંટ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org