Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• મર્થરિયાપૂજાવસ્તુતા •
११५३ अन्यत् सदपि नाऽदृतं = नाऽभ्युपगतं अनेन, असदविशेषात् । __वस्तुतोऽर्थक्रियाकारित्वमेव वस्तुनो लक्षणमिति तद्विरहादसदेवाऽन्यदित्यप्यर्थः ।।३।। कारणत्वात् = हेतुत्वाऽभ्युपगमात् । यस्मिन् सत्यपि कार्यं नोत्पद्यते, तदितरसमवधाने चोत्पद्यते एव तत्र कार्ये तदितरस्यैव हेतुत्वं वक्तुमर्हति, अन्यत् कार्योपधानशून्यकालवर्ति सदपि = स्वेतरसमवधानकालीनफलोत्पादक्षणे विद्यमानमपि विवक्षितकार्य प्रति कारणत्वेन नाऽभ्युपगतं अनेन = निश्चयनयेन, असदविशेषात् = स्वसत्ताकाले कार्यमनुपदधतः पदार्थस्याऽसत्तुल्यत्वात् ।
ननु कार्याऽकरणेऽपि तस्य सत्त्वमस्तु । किमर्थं तस्याऽसदविशेषत्वमुच्यते भवद्भिः ? इत्याशङ्कायामाह- वस्तुत इति । अर्थक्रियाकारित्वमेव वस्तुनो लक्षणमिति हेतोः तद्विरहात् = अर्थक्रियाकारित्वविरहाद् असदेव अन्यद् अकारणत्वेनाऽभिमतं इति अप्यर्थः ।।१७/३।।
यदि हि विजातीयेष्वप्येकजातीयकार्यकरणशक्तिः समवेयात् तर्हि न क्वापि कार्यात् कारणविએમ કહી શકાય કે ભાગ્ય અને પુરુષાર્થ-આ બેમાંથી જે જ્યારે કાર્યોત્પત્તિ કરવામાં પ્રવૃત્ત થાય ત્યારે તે જ પદાર્થ વિવક્ષિત કાર્ય પ્રત્યે હેતુ બને. કારણ કે કુવૈદ્રરૂપ જ કારણ છે. બીજા પદાર્થો હાજર હોવા છતાં પણ નિશ્ચય નયને વિવક્ષિત કાર્ય પ્રત્યે કારણ તરીકે માન્ય નથી. કારણ કે ત્યારે બીજા પદાર્થો ન હોવા બરાબર છે. અસતુ અને કુવૈદ્રરૂપશૂન્ય- આ બન્નેમાં કોઈ ફરક નથી. વાસ્તવમાં તો અર્થક્રિયા- કારિત્વ જ વસ્તુનું લક્ષણ છે. જે કાર્યને ઉત્પન્ન કરવામાં સક્રિય નથી થતું તેનામાં અર્થક્રિયાકારિત્વ ન હોવાથી તે અસતુ જ છે. આવો અર્થ મૂળ ગાથામાં રહેલ “પ” શબ્દ દ્વારા પ્રાપ્ત થાય છે. (
૧૩) વિશેષાર્થ:- જે કાર્ય ઉત્પન્ન કરવા માટે સમર્થ હોય તે સ્વકાર્યને ઉત્પન્ન કરવા માટે પોતાના સિવાય અન્ય કોઈની અપેક્ષા રાખતું નથી. કાર્યને ઉત્પન્ન કરવા માટે જે બીજાની અપેક્ષા રાખે તે અસમર્થ હોય, કાર્યજનનશક્તિશૂન્ય હોય. તેથી તેને તે કાર્યનું કારણ કહી ન શકાય. જેમ કે અગ્નિમાં દાહ કરવાની શક્તિ છે. તેથી તે દાહ ઉત્પન્ન કરવામાં અન્યની અપેક્ષા રાખતું નથી. માટે અગ્નિને દાહનું કારણ માની શકાય. પરંતુ કોઈ એમ કહે કે “પાણીમાં દાહ ઉત્પન્ન કરવાની શક્તિ છે પણ અગ્નિ આવે ત્યારે પાણી બાળવાનું કામ કરે છે. પરંતુ દાહનું કારણ તો પાણી જ છે તો આ વાત ખોટી છે. કારણ કે જો પાણીમાં દાહ ઉત્પન્ન કરવાની શક્તિ હોય તો દાહ કરવામાં તે શા માટે અગ્નિની અપેક્ષા રાખે? જેની અપેક્ષા કાર્યોત્પત્તિમાં હોય તે જ તે કાર્યનું કારણ કહેવાય. જે કાર્યનિષ્પતિમાં બીજાની અપેક્ષા રાખે તેને વિવલિત કાર્યનું કારણ કહી ન શકાય. માટે દાહોત્પત્તિમાં પાણી અગ્નિની અપેક્ષા રાખતું હોવાથી દાહનું કારણ પાણી નહિ પણ અગ્નિ જ કહેવાય. આ બાબતને દર્શાવવા ગ્રંથકારશ્રીએ “સાપેક્ષ અસમર્થ આવો ન્યાય બતાવેલ છે.
નિશ્ચય નયને આ ન્યાય માન્ય છે. તેથી પ્રસ્તુતમાં નિશ્ચયનય એમ કહે છે કે ભાગ્ય અને પુરુષાર્થ આ બેમાંથી જે વસ્તુ કાર્યને ઉત્પન્ન કરવામાં પ્રવૃત્ત થાય તે વિવક્ષિત કાર્યનું કારણ કહેવાય કારણ કે કાર્યને કરતું રૂપ-સ્વરૂપ જેનું હોય તે જ કુર્વકૂપવાળું હોવાથી કારણ કહેવાય. જે કાર્યને ઉત્પન્ન કરવામાં પ્રવૃત્ત થયેલ ન હોય તે અર્થક્રિયાકારી ન હોવાથી અસત્ જ કહેવાય. તો તેને કારણ માનવાનો સવાલ જ ક્યાંથી ઊભો થાય ? આવું નિશ્ચયનયનું તાત્પર્ય છે. આ સિદ્ધાન્ત મુજબ વિક્રમાદિત્ય હેમુને હરાવીને અકબર ૧૪મા વર્ષે દિલ્લીનો બાદશાહ બન્યો તેમાં પુરુષાર્થને કારણે માની શકાય. તથા અકબરનો પુત્ર શાહજહાં દિલ્લીનો બાદશાહ થયો તેમાં નસીબને કારણ ગણાવી શકાય. (૧૭/૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org