Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११२० • स्तोत्रकोटिसमो जपः .
द्वात्रिंशिका-१६/१५ स्मृतः चिरन्तनाऽऽचार्यैः, वाग्योगाऽपेक्षया मनोयोगस्याऽधिकत्वात् । अत एव मौनविशेषेणैव जपः प्रशस्यते । तथा बुधैः = विशारदैः योगदृष्ट्या = योगजप्रातिभज्ञानेन' ध्यानस्य विश्रामभूमिका (=ध्यानविश्रामभूमिका) = पुनरारोहस्थानं दृष्टः ।।१५।।। ___ ननु परैर्यादृश ईश्वरोऽभ्युपगतस्तादृशस्य भवद्भिरनभ्युपगमात् कथमार्थव्यापारेणाऽपि तदनुग्रहसिद्धिस्तुतिपाठात् कोटिगुणफलवान् स्मृतः । यथोक्तं ब्रह्माण्डपुराणे ललितोपाख्याने → पूजाकोटिसमं स्तोत्रं स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं ध्यानकोटिसमो लयः ।। - (ब्र.पु.ल.३/४/४३/५२) इति । युक्तञ्चैतत्, वाग्योगापेक्षया मनोयोगस्य अधिकत्वात् = बलाधिकत्वात्। स्तोत्रपठने वाग्योगः प्रवर्तते प्रणवजपादौ तु मनोयोगः प्रवर्तत इति जपस्य स्तोत्रकोटिगुणत्वमव्याहतमेव ।
__ वैखर्युपांशुमानसभेदेन जपस्यापि त्रिविधत्वमुक्तं पूर्वाचारित्यत आह- अत एव = वाग्योगापेक्षया मनोयोगस्य बलाधिकत्वादेव त्रिषु मध्ये मौनविशेषेणैव जपः = मानसजपः प्रशस्यते = वैखर्युपांशुजपापेक्षयोत्कृष्यते ।
'पूजाकोटिसमं स्तोत्रं' (ब्र.पु.ल.३/४/४३/५२) इति कारिकायां ‘जपकोटिसमं ध्यानमिति यदुक्तं तच्चेतसिकृत्य ग्रन्थकृदाह- योगजप्रातिभज्ञानेन विशारदैः = योगनिष्णातैः जपो ध्यानस्य पुनरारोहस्थानं दृष्टः। चित्तविस्रोतसिकादितः समुपरतध्यानो हि योगी जप-भावना-स्वाध्यायादिकमवलम्बते । ततो विक्षिप्ताशेषचित्तविक्षेपतया लब्धसामर्थ्यः स पुनानयोगमारोहति । इत्थं जपादिOनविश्रामभूमिकोच्यते इति भावनीयमवहितमानसैः ।।१६/१५।। આ વાત વ્યાજબી છે. આનું કારણ એ છે કે વચનયોગ કરતાં મનોયોગ બળવાન છે. માટે વિશિષ્ટ રીતે મૌનપૂર્વકનો જાપ વખણાય છે. તથા યોગજન્ય પ્રાતિજ્ઞાનથી યોગવિશારદોએ જાપને ધ્યાનની વિશ્રામભૂમિકારૂપે જોયેલ છે. મતલબ કે ધ્યાનમાં આત્મા સ્થિર ન થઈ શકે ત્યારે યોગીપુરુષો જાપનું આલંબન લે છે. જાપના આલંબનથી આત્મા સ્થિર થતાં બળવાન થતાં ફરીથી સાધક પુરુષ ધ્યાનયોગમાં આરૂઢ થાય છે. તેથી ફરીથી ધ્યાનયોગમાં આરૂઢ થવાનું કોઈ સ્થાન હોય તો જાપ છે. એવું યોગ- વિશારદોનું તાત્પર્ય છે. (૧૬/૧૫) विशेषार्थ :- पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः ।
जपकोटिसमं ध्यानं ध्यानकोटिसमो लय: ॥ ॥ प्रभारी ब्रह्मपुराणानुं जथन छे. અહીં સ્તોત્રપાઠ કરતાં જાપનું ફળ કરોડગણું છે. આમ જણાવેલ છે. સ્તોત્ર બોલવાનું હોય છે. જ્યારે જાપ માનસિક કરવાનો હોય છે. મનોયોગ તો વચનયોગ કરતાં બળવાન જ છે. તેથી સ્તોત્રપાઠ કરતાં જાપનું ફળ વિશેષ છે. તથા જાપ પણ વૈખરી, ઉપાંશ અને માનસ- આમ ત્રણ પ્રકારે હોય છે. મોઢેથી બોલીને થતો જાપ વૈખરી, હોઠ ફફડાવીને થતો જાપ ઉપાંશુ તથા બોલ્યા વિના હોઠ ફફડાવ્યા વિના થતો જાપ માનસ જાપ કહેવાય. આ ત્રણ જાપમાં માનસ જાપ એટલા માટે વખાણાય છે કે તેમાં વચન કે કાયયોગ નહિ પણ મનોયોગની જ કેવળ પ્રવૃત્તિ હોય છે. બાકીની વાત ટીકાર્યમાં સ્પષ્ટ છે. (૧૬/૧૫)
અહીં એવી શંકા થઈ શકે છે કે “પાતંજલ વિદ્વાન વગેરે અન્ય દર્શનીઓએ જેવા પ્રકારના ઈશ્વરને સ્વીકારેલ છે. તેવા પ્રકારના ભગવાનને તો જૈનો સ્વીકારતા નથી. તેથી આર્થવ્યાપાર = ઈશ્વરાજ્ઞાપાલન વડે પણ કઈ રીતે ઈશ્વરીય અનુગ્રહની સિદ્ધિ થઈ શકે? પરંતુ આ શંકાનું સમાધાન વિષયવિશેષના १. हस्तादर्श '...भज्ञाने' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org