Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• प्रशमादीनां शिष्टलिङ्गता •
द्वात्रिंशिका - १५/३२
शिष्टत्वमुक्तमत्रैव' भेदेन प्रतियोगिनः । तमानुभविकं बिभ्रत् परमानन्दवत्यतः ।। ३२ ।। શિષ્ટમિતિ | ગતઃ = परोक्तशिष्टलक्षणनिरासात् । अत्रैव = सम्यग्दृष्टावेव उक्तं अंशतः क्षीणदोषत्वं शिष्टत्वं परमानन्दवति = दुर्भेदमिथ्यात्वमोहनीयभेदसमुत्थनिरतिशयाऽऽनन्दभाजने । शिष्टत्वलिङ्गाभिधानमेतत् । प्रतियोगिनो दोषस्य क्षीयमाणस्य भेदेन तं भेदं आनुभविकं * सकलजनाऽनुभवसिद्धं • बिभ्रत् । भवति हि 'अयमस्मात् शिष्टतरोऽयमस्माच्छिष्टतम' इति सार्वजनीनो व्यवहारः । स चाऽधिकृताऽपेक्षयाऽधिकतराऽधिकतमदोषक्षयविषयतया उपपद्यते ।
=
=
१०७४
शिष्टत्वप्रतिपादनमुपसंहरति- शिष्टत्वमिति । शिष्टत्वलिङ्गाभिधानं एतत् = मिथ्यामोहभेदोत्पन्ननिरतिशयाऽऽनन्दभाजनत्वम् । अंशतः क्षीणदोषत्वं तु शिष्टत्वलक्षणाऽभिधानमवसेयम् । एतावता मिथ्यात्वस्य त्याज्यता सम्यक्त्वस्य चोपादेयतोपदर्शिता । तदुक्तं सारसमुच्चये कुलभद्रसूरिणा अपि मिथ्यात्वं परमं बीजं संसारस्य दुरात्मनः । तस्मात्तदेव मोक्तव्यं मोक्षसौख्यं जिघृक्षुणा ।। सम्यक्त्वेन हि युक्तस्य ध्रुवं निर्वाणसङ्गमः । मिथ्यादृशोऽस्य जीवस्य संसारे भ्रमणं सदा ।। ← (सा. समु. ५३ / ४१) इति । स च = शिष्टतरत्व - शिष्टतमत्वगोचरसार्वलौकिकव्यवहारश्च अधिकृतापेक्षया विवक्षितशिष्टगतदोषक्षयापेक्षया अधिकतराऽधिकतमदोषक्षयविषयतया उपपद्यते = सङ्गतिमङ्गति । * શિષ્ટત્વ તરતમભાવવાળું છે
ગાથાર્થ :- માટે પરમાનંદવાળા સમ્યગ્દષ્ટિમાં જ પ્રતિયોગીના ભેદથી અનુભવગમ્ય ભેદને ધારણ કરતું શિષ્ટત્વ કહેવાયેલ છે.
ટીકાર્થ :- વેદવાદી પરદર્શનીએ જણાવેલ શિષ્ટલક્ષણનું નિરાકરણ કરવાના લીધે પરમાનંદવાળા સમ્યગ્દષ્ટિમાં જ અંશતઃ ક્ષીણ દોષવત્ત્વ સ્વરૂપ શિષ્ટત્વ માન્ય છે. પ્રસ્તુતમાં સમકિતી જીવમાં જે પરમાનંદ છે તે દુર્ભેદ એવી મિથ્યાત્વમોહનીયની ગાંઠને ભેદવાથી ઉત્પન્ન થનાર ઉત્કૃષ્ટ આનંદસ્વરૂપ છે. આ પરમાનંદ એ શિષ્ટત્વનું લિંગ છે, જ્ઞાપક હેતુ છે. તેના દ્વારા આંશિક દોષક્ષયસ્વરૂપ શિત્વ જાણી શકાય છે. ક્ષય પામતા દોષો વિવિધ પ્રકારના હોવાથી દોષક્ષયસ્વરૂપ શિષ્ટત્વ પણ વિવિધ પ્રકારનું હોય- આ વાત તો સર્વ લોકોના અનુભવથી જ સિદ્ધ થાય છે. (જેમ પ્રતિયોગીના જેટલા પ્રકાર હોય તેટલા અભાવના પ્રકાર હોય. દા.ત. ઘટ, પટ, મઠ જુદા-જુદા હોવાથી ઘટાભાવ, પટાભાવ, મઠાભાવ પણ પરસ્પર જુદા-જુદા છે. તેમ મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનાવરણ કષાય વગેરે દોષો અલગ-અલગ પ્રકારના હોવાથી તેના અભાવસ્વરૂપ = ધ્વંસસ્વરૂપ = હાનિસ્વરૂપ શિષ્ટત્વ પણ અલગઅલગ પ્રકારનું સિદ્ધ થાય છે. આ ભેદોનો અપલાપ કરી ન શકાય.) કારણ કે આ શિષ્ટ પુરુષ છે. આના કરતાં તે વધારે ચઢિયાતો શિષ્ટ પુરુષ છે. આ બધા કરતાં પણ પેલો માણસ સર્વશ્રેષ્ઠ શિષ્ટ પુરુષ છે.’ - આ પ્રમાણે સર્વલોકમાન્ય વ્યવહાર પ્રસિદ્ધ જ છે. આ સાર્વલૌકિક વ્યવહારની સંગતિ કરવા માટે એવું માનવું પડે કે પ્રથમ પુરુષની અપેક્ષાએ બીજા પુરુષમાં વધારે દોષોનો ક્ષય થયેલ છે. તથા તેની અપેક્ષાએ સર્વશ્રેષ્ઠ શિષ્ટ પુરુષમાં સૌથી વધારે દોષોનો ક્ષય રહેલો છે. આવું માનવાથી ઉપરોક્ત વ્યવહાર સંગત સિદ્ધ થઈ શકે છે. માટે શિષ્ટત્વમાં તારતમ્ય માનવું પ્રમાણસંગત છે.
=
.• વિનયમધ્યવર્તી પાછો હસ્તાવર્ષે નાસ્તિ | છું. દસ્તાવશે ‘...માત્રવ' ત્યશુદ્ધ: પાઃ । ૨. હસ્તાવશે ‘...નવારણમ્'
.......
શુદ્ધ: પાઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org