Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१०६०
• સ્વાપશિયામતિયાપ્તિનિરારળપ્રયાસ: O
निर्वचने न कोऽपि दोषो भविष्यतीत्यत आह
'वेदा न प्रमाणमिति ग्रहे तु ज्ञानस्य तृतीयक्षणवृत्तिध्वंसप्रतियोगित्वेन स्वोत्पत्त्युत्तरं तदुच्छेदाद् वेदप्रामाण्यग्रहोत्तरकालस्य तादृशध्वंसाऽधिकरणतया स्वापादिदशायां वेदाऽप्रामाण्याऽभ्युपगमविरहस्य स्वोत्तरवर्त्तिवेदाऽप्रामाण्यग्रहध्वंसाऽनधिकरण-वेदप्रामाण्यग्रहोत्तरकालवृत्तित्ववैशिष्ट्यविरहान्नातिव्याप्तिः । इह वेदाऽप्रामाण्यानभ्युपगमे वेदप्रामाण्यग्रहोत्तरकालीनत्वमेकजन्मावच्छेदेन ज्ञेयम् । स्वपदेनोभयत्र वेदाऽप्रामाण्याभ्युपगमविरहो ग्राह्यः । ततश्च स्वसामानाधिकरण्यसम्बन्धेन स्वारसिकवेदाऽप्रामाण्याभ्युपगमविरहविशिष्टस्य स्वारसिकवेदप्रामाण्याभ्युपगमस्य य उत्तरकालः वेदाप्रामाण्यानभ्युपगमोत्तरवर्तिवेदाप्रामाण्याभ्युपगमध्वंसानधिकरणीभूतः तन्निरूपितवृत्तिता यद्येकजन्मावच्छिन्नत्वसम्बन्धेन वेदाप्रामाण्याऽभ्युपगमविरहे वर्तते तर्हि तादृशवृत्तिताविशिष्टो वेदाऽप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वमिति निर्वचने न कोऽपि अतिव्याप्त्यव्याप्तिप्रभृतिलक्षणो दोषो भविष्यतीति पूर्वपक्षाऽऽशयः ।
સમસ્યા અમને નડતરરૂપ નહિ થાય. કેમ કે ‘વેદપ્રામાણ્યસ્વીકારનો ઉત્તરકાળ વેદઅપ્રામાણ્યઅસ્વીકારોત્તરકાલીન વેદઅપ્રામાણ્યસ્વીકારધ્વંસનો અનાધાર બને તેવો લેવાનો' એવું અહીં અભિપ્રેત છે. આવું કહેવાથી ઉપરોક્ત સ્થળમાં અતિવ્યાપ્તિ નહિ આવે. કારણ કે વેદપ્રામાણ્યસ્વીકાર બાદ વેદઅપ્રામાણ્ય સ્વીકારીને સૂતેલા બ્રાહ્મણ પાસે જે વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર છે તે વેદપ્રામાણ્યસ્વીકારઉત્તરકાલનિરૂપિત વૃત્તિતાવાળો હોવા છતાં પણ તે વેદપ્રામાણ્યગ્રહનો ઉત્તરકાળ વેદઅપ્રામાણ્યસ્વીકારના ધ્વંસનો આધાર બની જવાના લીધે વેદઅપ્રામાણ્ય ગ્રહધ્વંસના અનાધાર એવા વેદપ્રામાણ્યસ્વીકારનિરૂપિતઉત્તરત્વવિશિષ્ટ કાળથી નિરૂપિત એવી વૃત્તિતા વેદઅપ્રામાણ્યઅસ્વીકારમાં ન રહેવાના લીધે શિષ્ટત્વની અતિવ્યાપ્તિ નહિ આવે. આમ એકજન્મઅવચ્છેદેન સ્વસમાનાધિકરણ અને સ્વોત્તર એવા વેદઅપ્રામાણ્યસ્વીકારધ્વંસનો અનાધાર એવો જે વેદપ્રામાણ્યગ્રહનો ઉત્તરકાળ હોય તેનાથી નિરૂપિત વૃત્તિતાથી વિશિષ્ટ એવો વેદઅપ્રામાણ્યઅસ્વીકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી તેને શિષ્ટ કહેવાય- આવું માનવામાં કોઈ પણ દોષ નહિ આવે.
द्वात्रिंशिका-१५/२६
સ્વશબ્દથી વેદઅપ્રામાણ્યઅસ્વીકારનું બન્ને સ્થલે ગ્રહણ કરવાનું અભિપ્રેત છે. તેથી જે બ્રાહ્મણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યા બાદ વેદઅપ્રામાણ્યનો સ્વીકાર ન કર્યો હોય ત્યાં સુધી જ તેમાં શિષ્ટત્વ રહેશે. કેમ કે તે વખતે જે વેદઅપ્રામાણ્યઅસ્વીકાર છે તેમાં એકજન્માવચ્છેદેન પોતાના સમાનાધિકરણ અને પોતાના ઉત્તરકાલીન એવા વેદઅપ્રામાણ્યસ્વીકારધ્વંસના અનાધાર બને એવા વેદપ્રામાણ્યસ્વીકારઉત્તરકાળથી નિરૂપિત એવી વૃત્તિતા રહેલી છે. મતલબ કે વેદઅપ્રામાણ્યસ્વીકારાભાવ જે કાળમાં રહેલો છે તે કાળ એવા વેદપ્રામાણ્યસ્વીકારનો ઉત્તરવર્તી છે કે જે વેદઅપ્રામાણ્યગ્રહધ્વંસનો અનાધાર છે. કેમ કે તેણે કયારેય તે ભવમાં વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો જ ન હોવાથી તેના ધ્વંસની ઉત્પત્તિને જ કોઈ અવકાશ નથી રહેતો. છતાં જો વેદમાં અપ્રામાણ્યની ઘોષણા કરીને તે સૂઈ ગયો હોય તો નિદ્રાકાલીન વેદઅપ્રામાણ્યઅસ્વીકાર જે વેદપ્રામાણ્યગ્રહનું ઉત્તરકાલવર્તી છે તે કાળ વેદઅપ્રામાણ્ય ગ્રહધ્વંસનો અનાધાર બનતો નથી. માટે તેમાં અતિવ્યાપ્તિ આવવાની કોઈ જ શકયતા રહેતી નથી. માટે ઉપરોક્ત વ્યાખ્યા કરવામાં કોઈ દોષ નથી.
આવું ઉપરોક્ત દીર્ઘ પૂર્વપક્ષના
Jain Education International
નિરાકરણ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org