Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• विग्रहगतावतिव्याप्त्यापादनम्
१०४३
अन्येति । अन्याऽङ्गरहितत्वं च = अपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यं च तस्य = ब्राह्मणभवाऽनन्तरप्राप्तकाकभवस्य काकभवोत्तरं देहान्तराऽग्रहदशां = शरीरान्तराऽनुपादानाऽवस्थां आश्रित्य अतिप्रसक्तिमद् = 'अतिव्याप्तं तदानीमपकृष्टज्ञानाऽवच्छेदकशरीरराहित्यात् ॥ २१ ॥ अवच्छेदकदेहानामपकृष्टधियामथ । सम्बन्धविरहो यावान् प्रामाण्योपगमे सति ।। २२ ।। अप्रामाण्याऽनुपगमस्तावत्कालीन एव हि । शिष्टत्वं काकदेहस्य' प्रागभावस्तदा च न ।। २३ ।।
अपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यं शिष्टलक्षणकुक्षौ स्वारसिकवेदाप्रामाण्याऽनभ्युपगमविशेषणविधया प्रविष्टं तु यो ब्राह्मणः काको जातस्तदनन्तरञ्च ब्राह्मणो भविष्यति तस्य ब्राह्मणभवाऽनन्तरप्राप्तकाकभवस्य वेदप्रामाण्याभ्युपगन्तृ-ब्राह्मणभवोत्तरं सम्प्राप्तध्वाङ्क्षदेहस्य काकभवोत्तरं = काकभवसमाप्त्यनन्तरं यावद् देहान्तराऽनुपादानं तावत्कालं शरीरान्तराऽनुपादानावस्थां जैनदर्शनानुसारेण विग्रहगत्यभिधानां दशां आश्रित्य परिष्कृतशिष्टलक्षणं अतिव्याप्तम्, तदानीं = अपान्तरालगतौ अपकृष्टज्ञानाऽवच्छेदकशरीरराहित्यात् स्वारसिकवेदप्रामाण्याभ्युपगमोत्तरकालीनत्वे सति अपकृष्टज्ञानावच्छेदकदेहराहित्ये सति वेदत्वेन स्वारसिकाप्रामाण्याऽनभ्युपगन्तृत्वात् । ततश्च घट्टकुट्यां प्रभातं जातम् ।।१५ / २१ ।।
प्रकृताऽतिव्याप्तिनिराकरणाय कारिकायुगलेन पूर्वपक्ष्युपक्रमते- 'अवच्छेदके 'ति 'अप्रामाण्ये 'ति च । ટીકાર્થ :‘અપકૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક શરીર ન હોવું' આવા વિશેષણનો શિષ્ટલક્ષણમાં પ્રવેશ કરવામાં આવે તો વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણના ભવ પછી જેણે પાપના લીધે કાગડાનો ભવ ધારણ કરેલ છે તે બ્રાહ્મણનો જીવ જ્યારે કાગડારૂપે કાળધર્મ પામી, નવું શરીર ધારણ ન કરે તે અવસ્થાની અપેક્ષાએ શિષ્ટલક્ષણની અતિવ્યાપ્તિ આવશે. કારણ કે તે વખતે અપકૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક શરીર નથી.(૧૫/૨૧) વિશેષાર્થ :- ઈશ્વરમાં શિષ્ટલક્ષણની અવ્યાપ્તિના નિરાકરણ માટે જો પૂર્વપક્ષી એમ કહી શકે છે કે “વેદપ્રામાણ્યના સ્વીકાર બાદ અપકૃષ્ટજ્ઞાનનું અવચ્છેદક ન હોય અને વેદઅપ્રમાણ્યનો સ્વીકાર ન કર્યો હોય ત્યાં સુધી શિષ્ટત્વ માન્ય છે. ઈશ્વર પાસે શરીર જ ન હોવાથી અપકૃષ્ટ જ્ઞાનના અવચ્છેદક શરીરનો પણ અભાવ જ હોય છે. માટે શિષ્ટનું લક્ષણ તેમાં રહી જવાથી અવ્યાપ્તિ નહિ આવે. ઈશ્વર અશિષ્ટ બનવાની સમસ્યા ઊભી નહિ થાય.” પરંતુ આમ માનવા જતાં અતિવ્યાપ્તિનો દોષ ઉપસ્થિત થશે. તે આ રીતે- જે બ્રાહ્મણ વેદને પ્રમાણભૂત માને છે અને કાગડાના ભવમાં જવું પડે તેવું પાપ કરવાના લીધે કાગડા તરીકે જન્મ ધારણ કરેલ છે. તથા કાગડાનો ભવ પૂર્ણ કરીને નવો ભવ- નવું શરીર ધારણ કરેલ ન હોય તે અવસ્થામાં શિષ્ટલક્ષણ રહી જવાથી તેને શિષ્ટ માનવાની સમસ્યા સર્જાશે. કારણ કે તે અવસ્થામાં તેની પાસે અપકૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક બને તેવા શરીરનો અભાવ છે અને તેણે ત્યારે વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી. આમ શિષ્ટલક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ દુર્વાર બને છે.(૧૫/૨૧)
* પદ્મનાભનો દીર્ઘપૂર્વપક્ષ
ગાથાર્થ :- વેદપ્રામાણ્યનો સ્વીકાર કરતી વખતે અપકૃષ્ટ બુદ્ધિના જેટલા અવચ્છેદક શરીરોના સંબંધોનો અભાવ હોય તે સઘળા સંબંધાભાવોનો સમકાલીન વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર જ શિષ્ટત્વ છે. કાગડાના દેહનો પ્રાગભાવ ત્યારે (=કાકમરણોત્તર નૂતન શરીરના અસ્વીકાર સમયે) નથી હોતો.
=
છુ. હસ્તાવશે ...શરીરહિત્ય' કૃતિ ત્રુટિતઃ પાઠઃ । ૨. હસ્તાવશે ‘અવ્યાŕ' ત્યશુદ્ધઃ પાઠઃ। રૂ. હસ્તાવશે ‘થાવત્' નૃત્યશુદ્ધ: પાઠ: | ૪, હસ્તાવશે ‘શિષ્ટત્વ' ત્યશુદ્ધ: પાઠ: । .. હસ્તાવશે ‘....હસ્યાત્રા...' ત્યશુદ્ધ: પાઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org