Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ગતિઅવરોધક •
છે
ક ૧૪- નયલતાની અનુપ્રેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. તાત્ત્વિક પૂર્વસેવા કોને હોય ? શા માટે ? તે સમજાવો. ૨. લલિતવિસ્તરામાં કહેલ માર્ગનું લક્ષણ સમજાવો. ૩. તુચ્છ કોને કહેવાય ? ૪. સંસારના કારણ વગેરેની વિચારણા કઈ રીતે સમજવી ? ૫. એકાંતે અભેદ માનવામાં શું અસંગત થાય ? તે સમજાવો. ૬. આત્મામાં સંકલેશ કઈ રીતે પ્રગટ થઈ શકે ? ૭. મોક્ષમાર્ગમાં જીવ કઈ રીતે આગળ વધે છે ? ૮. ગોપેન્દ્ર મતે યોગની દ્રવ્ય અને ભાવથી વિચારણા કરો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. ધર્મનો અધિકારી કોણ છે ? ૨. માર્ગપતિત કોને કહેવાય ? ૩. માર્ગાભિમુખ કોને કહેવાય ? ૪. સકૃબંધક કોને કહેવાય ? ૫. ઉદાત્ત શબ્દનો અર્થ શું ? ૬. શાંત કોને કહેવાય ? ૭. પ્રતિશ્રોત કોને કહેવાય ? ૮. અનુશ્રોત કોને કહેવાય ? ૯. ક્રિયાયોગ કોને કહેવાય ? ૧૦. સમકિતીની શ્રદ્ધા શુદ્ધ હોવાનું કારણ જણાવો. (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ....... જીવમાં ઔપચારિક પૂર્વસેવા માનવામાં આવે છે. (સકૃબંધક, અપુનબંધક, અબંધક) ૨. સાંખ્યમતે સંસારનું કારણ .......... છે. (પ્રકૃતિ, કર્મ, કાળ) ૩. જૈનદર્શનવાળા ........ ને ભવભ્રમણનું કારણ માને છે. (કર્મ, ભવિતવ્યતા, સ્વભાવ) ૪. સંસારનું ફળ કેવળ ......... જ છે. (સુખ, સ્વર્ગ, કલેશ) ૫. સમકિતી જીવનું મન પ્રાયઃ ...... માં હોય છે. (મોક્ષ, સ્વર્ગ, સંસાર) ૬. શ્રોતાની ભૂમિકા મુજબ પદાર્થ ......... પ્રકારના છે. (૩, ૪, ૫) ૭. ૩ પ્રકારનાં અનુષ્ઠાનમાં પહેલું ......... અનુષ્ઠાન છે. વિષય, આત્મા, અનુબંધ) ૮. વિષયનો અર્થ અહીં ......... લેવો. (ક્રિયા, આશય, અનુષ્ઠાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org