Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 10 ધન્યકુમાર ચરિત્ર. જાગે છે કે? હું જાઉં છું.” તે વખતે ઘરમાં પણ કઈ જાગતું હશે તેણે જવાબ દીધે–બહુ સારૂં, પધારે.” આ પ્રમાણે જવાબ સાંભળી ગુણસાર વિદાય થયે. હવે રસ્તામાં આગળ ચાલતાં જ્યાં સૂર્યોદય થ અને હાથની રેખાઓ દેખાવા લાગી ત્યાં આગળ બેટી થઈ પંચપરમેષ્ટિનું મરણ કરી, ઉપવાસનું પચ્ચખાણ કર્યું, ચઉદ નિયમ ધાર્યા અને જિનેશ્વર ભગવાનનાં સ્તવન કિર્તન કરતે આગળ ચાલ્યું. અનુક્રમે જે સ્થળે સાધુને દાન આપ્યું હતું તે સ્થળે નદીને કિનારે તે આવી પહોંચ્યા. ત્યાં તે વિચાર કરવા લાગે કે, “અહે! આ સ્થાન કલ્યાણમય લાભ આપનારૂં છે, આ રથાને મેં મેક્ષના કારણભૂત સુપાત્રદાન આપ્યું હતું. એ પ્રસંગ ફરી ક્યારે પ્રાપ્ત થશે?' આ પ્રમાણે ગદ્ગદિત કંઠે વિચાર કરતા તે રોમાંચિત થયે, અને શ્વસુરગૃહે થયેલ અપમાનાદિ સર્વ દુઃખ ભૂલી ગયો. “સમસ્ત ગુણને હણનાર એવા પાપનો નાશ કરનાર મુનિદાન મેં આ સ્થળે આપ્યું હતું, માટે મારે તે મારી પત્નીને ઉપકાર માનવાનો છે. આ પ્રમાણે ક્ષણ વાર ઉભે રહી કરેલ પુન્યની અનુમોદના કરતો હતો, તેવામાં તેને વિચાર આવે કે “અહિં આવતાં તથા પાછા જતાં મને ત્રણ ચાર દિવસ થયા, ઘરે રૂપિયા કે અડધા રૂપિયાનું પણ દેવું થયું હશે તે તે હું કઈ રીતે આપીશ ! માટે આ નદીની અંદર પાંચ રંગના, ગોળ, સુંદર આકારના, ઘસવાથી સુંવાળા થયેલા મોટા મેટા કાંકરાઓ છે, અને તેમાં કેટલાક તે લગભગ શેર શેર વજનના હેવાથી, તે બે ત્રણ ચાર શેરનું વજન કરવાને ગ્ય છે, માટે એ પત્થરના ગેળા હું લઈ જાઉં. એક