Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ્રથમ પવિ. મારા આવ્યાના સમાચાર પણ કઈ પૂછતું નથી. જિનેશ્વર ભગવાને સાચું જ કહ્યું છે કે “સર્વ સગાં વહાલાં સ્વાર્થનાજ સંબંધીઓ છે. સ્વાર્થ રહિત તે એક ગુરૂમહારાજજ છે. ઉકરડા જેવા આ સંસારમાં સુગંધની આશા ક્યાંથી હોય ? પરંતુ જે કર્મને ઉદય હોય તે પ્રમાણેજ બને છે. અશુભ કર્મના ઉદય સમયે ચિન્તા કરવી તે મૂર્ખ માણસનું કામ છે. બન્ધ સમયે ચિન્તા રાખનાર માણસજ પિતાને સ્વાર્થ સાચે સાધે છે, માટે અત્યારે તે મુંગા મુંગા સર્વ જોયા કરવું. આ પ્રમાણે મન સ્થિર કરી ભૂપે હતું, છતાં મુંગે જ બેસી રહ્યો. સાંજના જયારે રસોઈ તૈયાર થઈ ત્યારે સાસરાએ કહ્યું કે–“ઉઠે, ભજન કરે.' એટલે જમીને પાછો ત્યાંજ આવીને બેઠે. રાત્રિના લગભગ નવ વાગે સાસરાએ દુકાનેથી આવી એક ઘડી માત્ર પાસે ઉભા રહી પૂછયું-“હે શ્રેષ્ટિ ! આપ અત્રે શા કારણસર પધાર્યા છે , તેણે કહ્યું કે “આપને મળવા માટે. સાસરાએ પૂછયું કે–“કેટલાક દિવસ રહેવા વિચાર છે ? શ્રેષ્ટિએ જવાબ આપે કે–“સવારનાજ જઈશ.” સાસરાએ કહ્યું કે– એમજ છે તે બે ઘડી રાત બાકી રહે કે તરતજ ઉઠીને પધારજે, કારણકે હાલ ઉન્હાળાને સમય વર્તે છે. જવામાં અસુર થશે તે તમે અતિશય તાપથી નાહક હેરાન થશે માટે રાત્રિના શાંત સમયે જ આપ ચાલજે.” આ પ્રમાણે વાત કરીને સસરાજી તે પિતાના શયનગૃહમાં ચાલ્યા ગયા. ગુણસારે વિચાર્યું કે મેં અહિ આવી નાહક મારું પાણી ગુમાવ્યું, માટે હવે તે જેમ જલદી જવાય તેમ સારું.' આ પ્રમાણે આખી રાત પશ્ચાત્તાપમાં ગાળી બે ઘડી રાત બાકી રહી ' એટલે ઉઠીને તૈયાર થયે. તૈયાર થઈને તે બે કે– કોઈ