________________
આચાર્ય હરિભદ્રસૂરિએ તેમના યોગવિશિકા' નામના ગ્રંથમાં મોક્ષ સાથે યોજન કરવાથી અર્થાત્ મોક્ષસાધનામાં કારણભૂત જે આત્માનો શુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ છે એમ યોગની વ્યાખ્યા કરી છે.
ધર્મ એટલે વસ્તુસ્વભાવ. આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આવા પરિશુદ્ધ, સર્વથા શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મનું આચરણ તે યોગ. આત્મા પોતાના શુદ્ધ દર્શન જ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે અને તે જ યોગ છે.
જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોઈ એ એનો ધર્મ છે તેમ કષાય-અભાવરૂપ નિર્મલતા એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. અર્થાત્ નિષ્કષાય શુદ્ધ આત્મા એ જ ધર્મ છે. પણ કર્મરૂપ બાહ્ય ઉપાધિના લીધે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ-પરિણામ ઉત્પન્ન થવાથી આત્માની નિર્મળતા અવરોધાય છે. આ રાગાદિ વિભાવ ઉપાધિ-દૂર થતા આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશ છે. જેટલા અંશે આ વિભાવ-પરિણામરૂપ આવરણ દૂર થાય તેટલા અંશે આત્મધર્મની સિદ્ધિ થાય. આ આત્મધર્મની સિદ્ધિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ-પ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર વધતી જઈ અંતે પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટે છે. આમ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરનાર સર્વપરિશુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ એમના બીજા ગ્રંથ “યોગબિંદુમાં પંચવિધ યોગ કહ્યો છે.
अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । મોક્ષેપ યોગાનાદાપૂ શ્રેષ્ઠો યથોત્તરમ્ ારૂા. યોગબિંદુ
અર્થ : જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય આ યોગમાર્ગ (મોક્ષમાર્ગ)નાં પાંચ અંગો છે. તે સકલ ક્ષયરૂપ મોક્ષ સાથે આત્માનું યોજન કરે છે. તેથી યોગરૂપ છે. એમાં ઉત્તરોત્તર યોગ શ્રેષ્ઠ છે.
(૫) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમના ગ્રંથ “યોગશાસ્ત્રમાં યોગની વ્યાખ્યા કરતાં કહ્યું છે –
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૧૫