________________
૩૧
વૈરાગી સમજ નહિ, પરંતુ તેનો વ્યવહાર કર્યો છે, તેનું વર્તન કેવું છે, તેની સમતા કેવી છે એ પર બારીકીથી ખાનગી રીતે દષ્ટિ રાખવી. યુક્તિથી વ્યવહાર ચલાવનારા એટલે સુધી ગોઠવણ કરી શકે છે કે અંતરંગમાં ગમે તેટલો ક્રોધ ચાલતો હોય છતાં મુખમુદ્રા ઉપર જરા પણ રતાશ જણવા દે નહિ, પરંતુ મુદ્દાના પ્રસંગોએ અધ્યાત્મની વાત કરનારની વૃત્તિ કેવી રહે છે, ઇંદ્રિયના વિષયે તરફ ગૃદ્ધિ કેવી હોય છે, મોટા કષ્ટમાં મનની સ્થિરતા કેવી રહે છે અને તે ઉપરાંત તે ગૃહસ્થ હોય તે પૈસા સંબંધી તેને વ્યવહાર નીતિમય, પ્રામાણિક અને સત્યપરાયણ છે કે નહિ એ પર બહુધા અધ્યાત્મીપણને આધાર રહે છે. આ બાબતમાં તપાસ કરતાં કે વિગતે મેળવતાં અને તે પરથી અનુમાન કરતાં બહુ વખત લાગે તેમ નથી. આવી રીતે સાધુઓના સંબંધમાં પણ તેઓની પુસ્તકાદ પર મમતા, શિષ્યવૃદ્ધિની
છા સંબંધી પુરતી તપાસ કર્યા સિવાય તેમને સંઘરવાની જણાતી અનિવાર્ય ઈચ્છા, ગૃહરનાં સાંસારિક કાર્યોમાં પ્રવેશ વગેરે અનેક રીતે તપાસ કરી શકાય છે.
ઉક્ત હકીકતમાં બે વાત પર ધ્યાન રાખવાનું છે: એક તે પિતે શુષ્ક અધ્યાત્મ થવું નહિ. અને બીજું, શુષ્ક અધ્યાત્મીઓને સંગ કરવો નહિ. આ બન્ને બાબત પર બહુ મક્કમપણે, ધીરજ અને દીર્ધ
કરવાની બહુ જ જરૂર છે. દુનિયાને એવો નિયમ છે કે મીઠા દુર્ગણમાં ફસાયલે પ્રાર જલદી બહાર નીકળી શકતું નથી અને અધ્યાત્મ થવું એ બહુ મીઠી વસ્તુ છે; તેટલા માટે થનાર અને નમનાર બન્નેએ બહુ ચેતવાની જરૂર છે. ભૂમિકામાં વૈરાગ્યના વિષયનું આટલું નિરૂપણ કરી હવે ગ્રંથ અને ગ્રંથકર્તા તથા તેના સમય પર પ્રસ્તાવ કરીએ.
અધ્યાત્મકલ્પદ્રુમ અધ્યાત્મ –અમુક સાધ્ય લક્ષ્યમાં હેવાથી, ખાસ કારણસર લંબાણ કરીને પણ, આટલે વૈરાગ્યને વિષય, અધિકારી, જરૂરિયાત અને તેનાં તત્ત પર પ્રાસ્તાવિક ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ ગ્રંથને અંગે ઉદ્દાત કરતાં પ્રથમ આ ગ્રંથનું અધ્યાતમકલ્પદ્રુમ' નામ શું સૂચવે છે તે પર વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. આ ગ્રંથના વિષયે ક્યા ક્યા છે અને વૈરાગ્યના વિષયને તે કેવી યુક્તિથી પિષે છે, તે પર વિચાર કરી છેવટે ગ્રંથકર્તા, તેને સમય, તે વખતની જેનોની સ્થિતિ, ગ્રંથની રેલી, ભાષા, ઉદ્દેશ વગેરે વિષય સાથે ગ્રંથકર્તાના રચેલા અને જણાયેલા અન્ય ગ્રંથની સૂક્ષ્મ પણે ટૂંકી આલોચના કરવામાં આવશે. અધ્યાત્મ શબ્દનો અર્થ, આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે, આત્મા સંબંધી વિવેચન કરનાર વિષય એમ થાય છે. “ અધ્યાત્મપનિષદ્' ગ્રંથમાં શ્રીમાન્ યશોવિજયજી મહારાજ અધ્યાત્મ શબ્દને યૌગિક અને રૂઢ બને અર્થ આપે છે. તેઓશ્રી લખે છે કે: आत्मानमधिकृत्य स्याधः पश्चाचारचारिमा । शब्दयोगार्थनिपुणास्तदध्यात्म प्रचक्षते ॥ रूढयथ निपुणास्त्वाहुश्चित्तं मैत्र्यादिवासितम् । अध्यात्म निमलं बाह्यव्यवहारोपबृंहितम् ॥
“અધ્યાત્મ શબ્દને વ્યુત્પત્તિથી અર્થ કરીએ તે આત્માને ઉદ્દેશીને પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર)માં વ્યવહાર–વર્તન કરવું તે થાય છે, અને તેને રૂઢ અર્થ કરીએ તે બાહ્ય વ્યવહારથી મહત્તા પ્રાપ્ત કરેલા મનને મૈત્રી, પ્રમાદ વગેરે ભાવનાથી વાસિત કરવું એ થાય છે. આ બન્ને અર્થ બહુ વિચારવા યોગ્ય છે. શબ્દાર્થ તે આપણે સમજી શકીએ તેવો છે, પણ રૂઢચર્થ સમજવાની બહુ જરૂર છે. બાહ્ય વ્યવહાર, સાંસારિક વ્યવહાર અથવા પ્રાકૃત વ્યવહારને જ કર. એ અત્ર ઉદ્દેશ નથી, પણ એ વ્યવહારનું સ્વરૂપ સમજી તેનાથી મનને આગળ વધારવું, તેનાથી વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org