________________
૩૦
ડાળઘાલુની વિપુલતા–આની સાથે એક હકીકત પર ખાસ ધ્યાન ખેંચવાની આવશ્યકતા છે. આ કાળમાં વૈરાગ્યના વિષયના ઉપદેશની જરૂરિયાત છે, તે સાથે વૈરાગ્ય-અધ્યાત્મને ડાળ ઘાલનારાઓ બહુ હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મેઢેથી “હે ચેતન ! હે ચેતના” કરવું અને જીવનના કેાઈ ભાગમાં વ્યવસ્થા નહિ, સરખાઈ નહિ, વિવેક નહિ, વ્યવહારશુદ્ધિ નહિ, એ તેઓનું સ્વરૂપ ઘણું જ ધિક્કારવા યોગ્ય છે. અધ્યાત્મનું મુખ્ય સ્વરૂપ વર્તનમાં પ્રગટ થવું જોઈએ. આત્મા, પરભવ, વૈરાગ્ય વગેરે બાબતોમાં મોટી મોટી વાત કરવી એ બહુ સહેલું છે. જૈનધર્મનું સામાન્ય સ્વરૂપ સમજનાર પણ તેવી વાતો કરી શકે છે; પણ આવી માત્ર વાતથી ખાસ લાભ નથી અને ઘણીવાર હાનિને સંભવ છે. હાનિ એમ થાય છે કે વાત કરનારા પિતે વાત કરવામાં જ સંપૂર્ણતા સમજે છે. આથી અધ્યાત્મજ્ઞાનને અંગે થવી જોઈતી આત્મિક ઉન્નતિ થતી નથી. અને ઘણુંખરી વાર તે તેને સ્થાને દંભ-માયા-કપટ–બાહ્ય દેખાવ નામને દુર્ગુણ પ્રવેશ કરે છે અથવા તેને માર્ગ આપે છે. તેઓનો વિકાસ બહુ ધીમો થાય અને ઘણીવાર તે અપક્રાંતિ થાય છે. અધ્યાત્મ હેવાને ડોળ ઘાલવાનું મન થવાનાં બહુ કારણ છે. દુનિયામાં ઘણાખરા માણસે પ્રાકૃત વ્યવહારમાં મધ્યમ પ્રવાહ પર કે કનિષ્ઠ પ્રવાહ પર જ વહેતા હોય છે; છતાં જનસ્વભાવની એક ખાસિયત છે કે આત્મિક ગુણ પ્રકટ કરનાર અથવા પ્રકટ કરવાની વાતે કરનારને તેઓ બહુ માન આપે છે, તેના તરફ પૂજ્યબુદ્ધિથી જુએ છે અને તેના સંબંધમાં ઉચ્ચ વિશેપાનાથી વાત કરે છે. વગર કિંમતે પ્રાપ્ત થતી આવી સ્થિતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા કેટલીક વાર ઈરાદાપૂર્વક ઉત્પન્ન થાય છે અને કેટલીક વાર અજાણપણે એવો ડોળ ઘાલવાની વૃત્તિ ઉદ્દભવે છે આ બને પ્રકારના આવિર્ભાવોથી મહાદુઃખ પ્રાપ્ત થાય છે અને આત્માની અવનતિ થાય છે.
‘ભગત” પર વિવેચન-વૈરાગ્યને ડોળ ઘાલવાની પ્રબળ ઈચ્છા થાય ત્યારે દંભ કરનારની શી સ્થિતિ થાય છે તે વિચારવી. અવકાશ હોય તેમણે શ્રીમાન યશવિજયજીના અધ્યાત્મસારને ત્રીજે દંભ અધિકાર જરૂર જોવો. એ ગ્રંથમાં આવા ડોળ ધાલનારને બહુ તિરસ્કાર આપે છે અને તેની સ્થિતિ પર બહુ સખ્ત ભાષામાં ઉલ્લેખ કર્યો છે. આ દંભ કરનારાઓથી અન્ય પ્રાણીઓએ પણ બહુ ચેતવાની જરૂર છે. એવાં પ્રાણીઓ આખા સમાજની આધ્યાત્મિક ઉન્નતિને પાછી હઠાવી દે છે, કારણ કે લેકોને તેથી વરાગ્ય તરફ અરુચિ ઉત્પન થાય છે. આવા પ્રાણીઓને લેકે તરફથી “ભગત'નું ઉપનામ આપવામાં આવે છે. ગમે તે કારણ હોય, પણ સમજવા પ્રમાણે ઉક્ત શબ્દ લેકે માં જે બહુ તિરસ્કારને પાત્ર થયો છે તે અધ્યાત્મનો ડોળ ઘાલનારાઓને લીધે જ હોવું જોઈએ એમ જણાય છે. આવા ડોળ ઘાલનારાઓને
શુષ્ક અધ્યાત્મી” કહેવામાં આવે છે. થોડા વખત પર એક વિદ્વાન મહાત્મા સાથે અધ્યાત્મ સંબંધી વાત નીકળતાં તેઓએ આ સંબંધમાં મજાક મશ્કરી કરતાં કહ્યું હતું કે-હાવયારિત્નનો માનિ વાજે વાટિદા યથા– કળિકાળમાં અધ્યાત્મીઓ ફાગણ મહિનામાં જેવા બાળકો હોય તેવા લાગે છે.' આમાં ભાવ એ છે કે ફાગણ મહિનામાં નાનાં બાળકે રમતગમતમાં જેમ અશ્લિલ શબ્દો બોલે છે અને તેને વિચાર કરતા નથી તેમ જ કળિકાળમાં અધ્યાત્મીઓ બોલે છે તે વિચાર વિનાના બોલવા જેવું લાગે છે. બીજે પક્ષે જોઈએ તે તેઓ મોટી ઉંમરના છે છતાં આધ્યાત્મિક ઉન્નતિ, જે તેઓનાં વચનને વિષય છે, તેમાં તે બાળક જેવા જ તેઓ લાગે છે. આ વાતમાં રહેલું રહસ્ય સમજવા જેવું છે. ટૂંકામાં વાત એટલી જ છે કે જેઓ આ કાળમાં અધ્યાત્મ હોવાને આડંબર કરે છે તેમાંના સવે વસ્તુતઃ અધ્યાત્મી હોતા નથી.
ત્યારે હવે મુશ્કેલી ખરા અધ્યાત્મને અને ખાટા દેખાવ કરનારાઓને શોધવામાં આવે છે. આને ઉપાય બહુ જ સહેલું છે. અમુક માણસ અધ્યાત્મની ગમે તેટલી વાત કરે તેથી તેને અધ્યાત્મી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org