Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રેણિક કુમારનું અનુપમ બુદ્ધિબળ. શ્રેણિક કુમારનું આવું અનુપમ બુદ્ધિબળ જોઈને તે રાજાના અન્તઃકરણમાં જે આનન્દ થએ તે તેમાં સમાયે પણ નહીં. કારણ કે ચંદ્રમાના ઉદયથી સાગર ઉભરાઈ ઉભરાઈજ જાય છે. પુનઃ તે વિચારવા લાગ્ય–આ તો આ પરીક્ષામાંચે પૂર્ણ ફતેહમંદ નીવડ્યો; નિશ્ચયે કસોટીથી કરો કે અગ્નિને વિષે આંચ દ્યો પણ સુવર્ણ તે સુવર્ણજ રહેવાનું. ( ત્યારે હવે એક છેલ્લામાં છેલ્લું કરવાનું છે તે કરી લઉં ). કર્મશાસ્ત્રને વિષે નિપુણ એવો પુરૂષ જેમ કર્મબંધાદિકને વિચારે તેમ સર્વને વિષે શ્રેષ્ઠ એવું જ મહત્વરાજ્યલક્ષણ તે સંબંધી વિચાર મારે કરવો જોઈએ. એમ ધારીને તેણે કુમારે કહ્યું–જેમ શિષ્ય પિતાના ગુરૂના ચરણ પ્રક્ષાલે તેમ તમે પણ હેમકુંભમાં જળ ભરી લાવીને મારા ચરણનું પ્રક્ષાલન કરે. એ સાંભળીને અન્ય સર્વ કુમારોએ ભાર વહન કરનાર [મજુર) ની પેઠે પિતાપિતાને સ્કંધે કળશ મૂકી લઈ આવીને પિતાના ચરણનું પ્રક્ષાલન કર્યું. પણ શ્રેણિકે તો પિતાના મિત્ર મંત્રીપુત્રને ખભે કળશ મૂકીને આ કારણ કે બહેરહિત એવા પણ બહિશિશુની ચેષ્ટા તો બર્ડિ જેવીજ હોય. તેણે રાજ્યાભિષેક સમયે આદીશ્વરપ્રભુના લક્ષ્મીવંત અને વિબુધાર્ચિતર ચરણને યુગલીઆ જેવી રીતે પ્રક્ષાલન કરે તેવી રીતે પિતાના લક્ષ્મીવંત અને વિબુધાર્ચિત ચરણને પ્રક્ષાલન કર્યો. શ્રેણિકનું આવું આચરિત જોઈને રાજાએ, અંગને વિષે હર્ષ ઉભરાઈ જવાથી, શીષ હલાવ્યું; તે જાણે એ હર્ષને પૂરેપૂરું સ્થાન આપવાને [ સમાવી દેવાને ] જ હોયની ! વળી તે વિચારવા લાગે " અહો ધન્ય છે એના શિાને, એની બુદ્ધિને, અને એના નેતૃત્વને ! એ સર્વ એનાં અપૂર્વ છે. ત્રણ ત્રણ વારની પરીક્ષાથી એની યેગ્યતા નિશ્ચયે ઠરી ચુકી છે. ખરેખર ત્રણવાર બેલીને કરેલું સર્વ નિશ્ચળ થાય છે. સર્વ કુમારમાં આ જ રાજ્યલક્ષમીને દીપાવનાર થશે; સિધુને 1. બહંક(૧) પિચ્છ, કલાપ; (2) પરિજન સેવક વર્ગ. બહિશિશુ= મેરનું બચ્ચું. 2. વિબુધ (1) દેવ-(એમણે પૂજન કરેલા) 3. વિદ્વાન લેકે–એમનાથી સેવાતા). P.P. Ac. Gunratnasuri M.S.