________________
મેઘાશાએ પોતાના વતનમાં પહોંચીને પોતાના સાળા કાજળશાને જણાવ્યું કે આ પ્રતિમાજી પાછળ પાંચસો ટકાનો વ્યય કર્યો છે, પરંતુ વાત કાજળશાને પસંદ ન પડી. આથી મેઘાશાએ પ્રતિમાના મૂલ્યની અડધી રકમ કાજળશા પાસેથી ન લીધી અને પ્રતિમાજીમાં તેનો ભાગ પણ ન રાખ્યો. કાજળશાને આ બાબતે જરાય રંજ ન થયો.
મેઘાશાએ એ પ્રતિમાજી પોતાના મિત્ર ધનરાજને સોંપી. ધનરાજ અનેરા હર્ષ સાથે પ્રતિમાજીની સેવા-પૂજા કરવા લાગ્યો. ,
આમને આમ બાર વર્ષનાં વહાણાં પસાર થઈ ગયાં. એક દિવસ મેઘાશાને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં પ્રતિમાજીનો પ્રભાવ પ્રસરે તે હેતુથી સ્થળાંતર કરવાનું સૂચન કર્યું. મેઘાશાએ સ્વપ્નના સંકેત મુજબ ભાવલ ચારણની વેલને બળદો જોડીને તેમાં આ પ્રતિમાજીને પધરાવી અને વેલને આગળ ચલાવી. આગળ વધતાં એક ઉજ્જડ ગામ પાસે વેલ થંભી ગઈ. વેલ આગળ જન ચાલે. મેઘાશાને ભારે મુંઝવણ થઈ. તેણે વેલને આગળ ધપાવવા ભારે પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા જ ન મળી. મેઘાશાએ રાત્રિવાસો વેલ પાસે જ કર્યો. એ રાતે મેઘાશાને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે દર્શન આપ્યાં અને કેટલીક સૂચનાઓ આપી.
બીજે દિવસે સૂચના અનુસાર મેઘાશા ગોડીપુર ગામની દક્ષિણ દિશા તરફ ગયો અને ત્યાં સંકેતવાળી જગ્યાએ કૂવો ખોદતાં મીઠા જળની પ્રાપ્તિ થઈ. તે કૂવાની નજીક આકડાના છોડની નીચે અક્ષતના સ્વસ્તિકના સંકેતવાળી જગ્યાએ ખોદતાં મેઘાશાને મંદિર નિર્માણ માટેની અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ. ત્રીજી સૂચના અનુસાર થોડે આગળ ખોદતાં ઉત્તમ પથ્થરોની ખાણ પ્રાપ્ત થઈ.
- મેઘાશાએ ઉજ્જડ બનેલા ગોડીપુર ગામને શણગાર કર્યા. સલાટોને બોલાવીને મંદિર નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું અને ભવ્ય જિનાલય જોત જોતામાં રચાઈ ગયું.
દિવ્ય પ્રતિમાજીના પ્રભાવથી અને મેઘાશાની ભક્તિથી જિનાલય બંધાઈ ગયું. ચારે તરફ મેઘાશાની પ્રભુભક્તિના ગુણગાન થવા લાગ્યાં. આ વાત મેઘાશાના સાળા કાજળશાને ખૂંચવા લાગી. તો અંતરમાં ઈર્ષાનો કીડો સળવળવા (
શ્રી ગોડીજી પાર્શ્વનાથ