________________
જૈન સાહિત્ય અને જૈન દર્શનને જગતના ચોકમાં મૂકવા અને પાશ્ચાત્ય વિદ્વાનોને તેમાં રસ લેતા કરવાના કાર્યને બિરદાવ્યું હતું.
પૂ.આ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. મહાપ્રભાવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની છત્ર છાયામાં આવેલ સમી નામના ગામમાં વિક્રમ સંવત ૧૯૨૯ના આસો સુદ-૮ ના રોજ શ્રીમાલી જ્ઞાતીય શેઠ વસતાચંદ પ્રાગજીભાઈને ત્યાં આ (આ.ભ. શ્રી ભક્તિસૂરીજી મ.) પુત્ર રત્નનો જન્મ થયો હતો. ભાવી મહાત્માનો જન્મ સમય પણ અતિ ભવ્ય હતો. જૈન શાસનમાં કર્મરાજાના સામ્રાજ્ય ઉપર વિજય મેળવવા માટેનો એ માંગલિક દિવસ હતો. જે દિવસોમાં શાશ્વતી ઓળીની અપૂર્વ આરાધના કરીને અનેક ભવ્યાત્માઓ બાહ્મ અને અત્યંતર તપનું આલંબન લઈને આત્મ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. બાળકની મુખાકૃતિ અત્યંત રમણીય હતી.
| શુભ દિવસે બાળકનું નામ મોહનલાલ પાડવામાં આવ્યું. મોહનલાલ પોતાના મિષ્ટ ભાષણ અને સૌંદર્ય વડે ગામના લોકોને મોહ પમાડતા વૃધ્ધિ પામવા લાગ્યા. માતા હસ્તબેન પુત્રને જોઈને અનેક મનોરથ સેવતા હતા. મોહનલાલે નવ વર્ષની વયે તો ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ કરી લીધો હતો. નાનપણથી જ મોહનલાલ કુશાગ્ર બુધ્ધિ ધરાવતા હતા. ધાર્મિક અભ્યાસમાં પણ પંચ પ્રતિક્રમણ તથા નવ સ્મરણ સુધીનો અભ્યાસ કરી લીધો.
- ધર્મનિષ્ઠ અને સંસ્કારી પરિવારમાં મોહનલાલનો જન્મ થવાથી સુસંસ્કારોનો વારસો મળ્યો હતો. તેઓ દરરોજ જિનમંદિર તથા ઉપાશ્રયો આદિ સ્નોમાં જતા હતા, તેથી તેમની ધર્મ પ્રત્યેની શ્રધ્ધા અને અનુરાગ વધવા લાગ્યો હતો.
સમી ગામ ગુજરાતના મધ્ય કેન્દ્રમાં હોવાથી તેમજ શ્રી શંખેશ્વર મહાતીર્થના વિહાર માર્ગમાં આવેલ હોવાથી એ ગામમાં અવાર-નવાર સાધુ મહાત્માઓનું આગમન રહેતું હતું. તેથી અનેક વખત ગુરુદેવોની વ્યાખ્યાન વાણીનો લાભ મોહનલાલને મળતો હતો.
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
૨૧૧