________________
- શ્રી ઘંટાકર્ણવીર શ્રી ઘંટાકર્ણ વીરને જૈનો, હિંદુઓ તથા અન્ય ધર્મોના લોકો શ્રધ્ધા અને ભક્તિપૂર્વક માને છે. મહુડીમાં દરરોજ હજારો લોકો શ્રી ઘંટાકર્ણ વીરના દર્શનાર્થે જતા-આવતા હોય છે. મહુડી તીર્થ આજે મહાતીર્થ બન્યું છે. ઘંટાકર્ણ વીરની મૂર્તિની વિ.સં. ૧૯૭૫ના માગસર સુદ-૬ રવિયોગમાં જૈનાચાર્ય શ્રી બુધ્ધિસાગર સૂરિજી મહારાજે મહુડી ગામમાં સંઘના આગ્રહથી પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરી
હતી.
મહુડી સિવાય સૌરાષ્ટ્રમાં શ્રી ઘંટાકર્ણનું મંદિર રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે આવેલું છે. અહીં શ્રી ઘંટાકર્ણ વીરનું મંદિર તથા શ્રી કલ્યાણ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. મહુડીની જેમ સૌરાષ્ટ્રમાં આ તીર્થ પ્રસિધ્ધ થયું છે. મહુડીની જેમ દર કાળીચૌદશના અનેરા ધર્મોલ્લાસ સાથે શ્રી ઘંટાકર્ણ વીરનો હોમ હવન થાય છે.
- શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનપ્રાસાદની ફરતી ભમતીમાં શ્રી ઘંટાકર્ણ વીરની સ્થાપના કરવામાં આવેલ છે. અહીં પ્રતિષ્ઠિત શ્રી ઘંટાકર્ણવીરની મૂર્તિ અત્યંત પ્રભાવક અને ચમત્કારી છે.
શ્રી ઘંટાકર્ણવીર
મધુપુરીમાં મૂરતિ દીઠી, એકજ વીર તમારી; માથે મુગટ કાને કુંડળ ઝમકે ઝાકઝમારી...૧ હાથમાં ધનુષબાણ સોહે, ઉભા છો તીર તાણી; સર્વદેવમાં શક્તિમાન છો, એવી વાત મેં જાણી...૨ વજકછોટો મારી ઊભા, કેડે ઢાલ જ સોહે; તુજ મુરતિને નિરખી, મનુષ્ય મનડાં મોહે...૩ અંતરિક્ષથી આપ આવીયા, મહિમા વધ્યો ભારી; મધુપુરીમાં સ્થાપના કીધી, બુધ્ધિસાગર સૂરિ...૪
શ્રી ઘંટાકર્ણવીર
૨૫૭