Book Title: 108 Parshwanath Tirth Samput Part 03
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 306
________________ સેવાડી (રાજસ્થાન) ના મહાવીર જિનાલયમાં દ્વિભુજા ચક્રેશ્વરીની મૂર્તિ કંડારેલી છે. આબુ - દેલવાડાના લુણવસતીની દેવકુલિકા નં-૧૦ના વિતાન પર અષ્ટભુજા ચક્રેશ્વરીનું સ્વરૂપ જોવા મળે છે. પાટણના સુવિધિનાથ મંદિરમાં, ગિરનાર ઉપર વસ્તુપાલ તેજપાલની ટૂંકમાં ડાબી બાજુના ગવાક્ષમાં, ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ મંદિરમાં, શત્રુંજય ઉપર દાદાની ટૂંકમાં, મોતીશાની ટૂંક મુખ્ય મંદિરમાં અને વડનગરના પીઠોરી માતાના મંદિરના ઓટલામાં ચક્રેશ્વરીની પ્રતિમાઓ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી માતા ચક્રેશ્વરી દેવી મારી ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. શ્રી ચક્રેશ્વરી દેવી ૨૮૪

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322