Book Title: 108 Parshwanath Tirth Samput Part 03
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 309
________________ | દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અંબિકાની બે ધાતુઓની મુર્તિઓ છે. જે બિહાર અને બંગાળમાંથી પ્રાપ્ત થઈ છે. ઓરિસ્સાની નવમુનિ અને બારભુજી ગુફાઓમાં અંબિકાના શિલ્પો જોવા મળે છે. દક્ષિણ ભારતમાંથી મળતી અંબિકાની પ્રતિમામાં શીર્ષ ભાગે આમ્રલૂમનો બદલે આમ્રવૃક્ષ આલેખવાની પરંપરા જોવા મળે છે. આ પ્રદેશની અંબિકાની સૌથી પ્રાચીન પ્રતિમા કર્ણાટકના એહોળના મેગુટીના જૈન મંદિરમાંથી પ્રાપ્ત થઈ છે. ઈલોરાની જૈન ગુફાઓમાં પણ અંબિકાના મૂર્તિશિલ્પો કંડારેલા છે. જેમાં તેને આમ્રવૃક્ષ નીચે બિરાજમાન દર્શાવેલ છે. જિન-સંયુક્ત પ્રતિમાઓમાં અંબિકાનું આલેખન હંમેશા દ્વિભુજામાં જોવા મળે છે. લખનૌના રાજ્ય સંગ્રહાલય, ગ્યાસપુર, દેવગઢ અને ખજુરાહોમાં આવી જિન-સંયુક્ત પ્રતિમાઓ આવેલી છે. જૈન દેવસૃષ્ટિમાં તે પ્રાચીનતમ્ યક્ષિણી હોવાને કારણે જ શિલ્પમાં સૌ પ્રથમ અંબિકાનું આલેખન જોવા મળે છે. (સંકલિત) શાસનદેવી અંબિકાદેવી વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થકર ભગવંત શ્રી નેમિનાથ પ્રભુના શાસનદેવી તરીકે શ્રી અંબિકાદેવી પ્રસિધ્ધ છે. તેમનું નિવાસસ્થાન ગિરનાર પર્વત છે. અંબિકાની કીર્તિ ખૂબ હોવાથી તેરમી સદીના મૂર્તિકારોએ તેમની મૂર્તિઓ ભગવાન ઋષભદેવ સાથે કંડારી દીધી હતી. આ દેવીને ચાર હાથ છે. બે હાથમાં આમ્રડાળી અને પાશ છે. બે હાથમાં અંકુશ અને પુત્ર છે. દેહનો રંગ સુવર્ણ અને વાહન સિંહ છે. આ દેવીના હાથની સંખ્યા વિષે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં ભેદ છે. આ દેવી પૂર્વભવમાં માનવી હતી અને દેહ છોડ્યા પછી દેવી બન્યાં. જૈનશાસનની સમૃદ્ધિ માટે યોગદાન, યુગપ્રધાન પદ માટે યોગ્ય વ્યક્તિરૂપે આ શ્રી જિનદત્તસૂરિને સંકેત આપ્યો, એવા કાર્યો આ દેવીથી સંપન્ન થયાં છે. તો ચોવીશ તીર્થકરોના ચોવીશ શાસન રક્ષક દેવો થયા અને ચોવીશ શાસન રક્ષિકા દેવીઓ થઈ તેમાં શાસન રક્ષક દેવો કરતાં શાસન રક્ષિકા દેવીઓ અધિક શ્રી અંબિકાદેવી ૨૮૭

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322