Book Title: 108 Parshwanath Tirth Samput Part 03
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji
View full book text
________________
સમુદ્ર મંથન પૂર્વેઈન્દ્રએ તીર્થમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા પછી ક્ષીર સાગર પર કળશની સ્થાપના કરી, તેણે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને દુર્ગા તે છ દેવોનું ભક્તિભાવથી પૂજન કર્યું.
ત્યારપછી પરમ ઐશ્વર્ય સ્વરૂપ મહાલક્ષ્મીનું આહ્વાન કરીને ઈન્દ્ર બ્રહ્મા અને દેવગુરૂ બૃહસ્પતિની પૂજા કરી. તે વખતે દેવરાજે ચંદન છાંટેલા પારિજાતના પુષ્પથી મહાલક્ષ્મીની પૂજા કરી. દેવરાજ ઈન્દ્રમહાલક્ષ્મીની પ્રાર્થના કરવા લાગ્યા.
હે મહાલક્ષ્મી, આપ એક સહસ્ત્ર પાંખડીઓવાળા કમળની વચ્ચે રહેલી કળીઓ પર વસો છો. આપની દિવ્ય કાંતિથી શરદઋતુના કરોડો ચંદ્રની કાંતિ ઝાંખી પડી જાય છે. તત્પ કાંચન જેવી શોભાવાળા, અતિ સ્થિર યૌવનવાળા તેમજ સર્વ સંપત્તિ પ્રદાન કરનાર શુભ મહાલક્ષ્મીની હું સ્તુતિ કરૂં છું.'
હે દેવી મહાલક્ષ્મી ! આપ આ વિશ્વકર્માએ બનાવેલા અદ્ભૂત આસન પર બિરાજો. આ શુધ્ધ ગંગાજળનો સ્વીકાર કરો. સુગંધી પુષ્પોનું તેલ તથા સુવાસિત આમળાના ફળને સ્વીકારો. આ શ્રેષ્ઠ રત્નાલંકારો શોભા માટે સ્વીકારો. અંધકારને દૂર કરનાર દીપનો આપ સ્વીકાર કરો. અનેક જાતના ખાદ્ય પદાર્થો અને સ્વાદિષ્ટ નૈવૈદ્યનો આપ સ્વીકાર કરો.
હે દેવી ! બ્રહ્મસ્વરૂપ અન્ન તે પ્રાણના રક્ષણનું કારણ છે. તે તુષ્ટિ દાયક, પુષ્ટિકારક અન્નનો આપ સ્વીકાર કરો.
હે મહાલક્ષ્મી ! શીતળવાયુ આપનાર અને આ ચામરને ગ્રહણ કરો. કપૂરથી સુવાસિત સુંદર પાનબીડું આપ સ્વીકારો.
આ મૂળ મંત્રથી દ્રવ્યો અર્પણ કરીને ઈન્દ્ર પૂર્ણ ભક્તિથી દસ લાખ વાર મંત્રજાપ કર્યો. મંત્ર જપવાથી તથા સિધ્ધ થવાથી મહાલક્ષ્મીએ ઈન્દ્રને દર્શન આપ્યા.
મહાલક્ષ્મીના દર્શનથી ઈન્દ્ર ભાવવિભોર થયો અને ભાવવાહી સ્વરે કહેવા લાગ્યો : હે મહાલક્ષ્મી ! આપને વારંવાર નમસ્કાર ! આપ જ દેવોની માતા અદિતિ છો. કમળમાં વસતા કમલાને દેવોને અપાતા બલિદાનમાં સ્વાહા છો. પિતૃઓને અપાતાં અન્નવેળા સ્વધારૂપ છો. ધર્મ, અર્થ, કામ તથા મોક્ષના કારણરૂપ
શ્રી લક્ષ્મીદેવી
૨૯૪

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322