Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧u૮ પાનાથ
તીર્થ સંપુટ
પ્રેરક : પ્રેમ ગુરૂ કૃપાપાત્ર પ.પૂ.આ.શ્રીernશેખરસૂરીશ્વરજી મ.સા.
: સંપાદકઃ પૂ.મુનિશ્રી પ્રશાંતશેખર વિ.
પ્રાશક
ઉગમરાજ ભંવરલાલજી શાહજી ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦ નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩.
Page #2
--------------------------------------------------------------------------
________________
, શ્રીમદ્ વિજય ચક
nય વિસ્વપૂજય જ
તઃ સ્મરણીય હિ
કલિકાલ કલ્પતરૂપ્રાતઃ .
રાજેન્દ્રસૂરીસ્વરજી મ.સા.
રૂણરિોહણશતાબ્દિ મહોત્સવે
ગુરૂ ચરણે અર્પણ..
રાજજી પરિવારના
શાહ ભંવરલાલ ,
શત્ શત્ વંદન...
Page #3
--------------------------------------------------------------------------
________________
[ પ.પૂ.આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
-તપગચ્છનાયક પ્રેમસૂરાપજી, તુમ ચરણે હો વંદન... અગાધ પુણ્યાઈ લઈને જનમ્યા, થયા ભક્તિના નંદન...
શાહ ભંવરલાલ સોહનરાજી પરિવાર
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
face
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ
તીર્થ સંપુર
પ્રેરક : પ્રેમ ગુરૂ કૃપાપાત્ર પ. પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.
પ્રકાશક...
ઉગમરાજ ભંવર ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦
સંપાદક
મુનિશ્રી પ્રશાંતશેખર વિ.
૦ ૦૨૩.
Page #6
--------------------------------------------------------------------------
________________
- સર્વ હક્ક પ્રાસન્ને આધીન
- પ્રાશન તારીખ ઃ ૭-૫-૦૬, રવિવાર
- મૂલ્ય : શ્રી પાર્શ્વનાથ આરાઇ
- પ્રત : ૧000 નક્લ
-: પ્રાપ્તિસ્થળ :ઉગમરાજ ભંવરલાલજી શાહજી ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦ નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. ફોન : ૦૨૨-૨૨૬૫૧૩૧૨
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર
શંખેશ્વર મહાતીર્થ મુ. શંખેશ્વર, તા. સમી, જી. પાટણ (ઉ.ગુ.)
ફોન : ૦૨૭૩૩-૨૭૩૩૨૫
મુદ્રકઃ જૈનમ્ ગ્રાફીક્સ
સી-૧૪૧, પહેલો માળ, બી.જી. ટાવર, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ, અમદાવાદ. ફોન : ૨૫૬૨૭૪૬૯, ૨૫૬૩૦૧૩૩.
Page #7
--------------------------------------------------------------------------
________________
અપણ,
જેમની નસ નસા માં છે, સંયમની ખુમારી. જેમના શ્વાસોચ્છવાસમાં છે, જિનભક્તિ... જેમની કૃપાદ્રષ્ટિ જ, મારા જીવન મુડી... જેમનાક્રમ કદમમાં, શાસના પ્રભાવનાનો મંત્ર... જેમના અણુ-અણુમાં, સમતભાવમતો હોય...
આવા પરમશ્રેષ્ઠ ગુરૂની કૃપા અને અંતરના આશીર્વાદ વિના આત્મકલ્યાણ સંભવ નથી...
સો સો સૂરજ ભલે ઉગે ચંદા ઉગે હજાર... ચંદા સૂરજ ભલે ઉગે પર ગુરૂ બિન ધોર અંધાર...
એવા આ ગુરૂદેવ ના ચરણ કમલમાં તેમના ૭૫ માં સંયમ સુવર્ણ મહોત્સવે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ ઈતિહાસ” માળા અર્પણ કરીએ છીએ.
શ્રી પ્રેમગુરુ ક્ષાપાત્ર શિષ્યરના પં.શ્રી રનશેખર વિ. મ.સા.
Page #8
--------------------------------------------------------------------------
________________
દdજી D
પૂ, વાજા ,
હજી
Page #9
--------------------------------------------------------------------------
________________
વાજી શાહજી
તસ્વીજી પ્યારીGIf .
પૂ, વાઘજી છે
Page #10
--------------------------------------------------------------------------
________________
DO
CCCCC DDDDDDDDD શાહ ભવરલાલા સોહનરાજી શાહજી
પૂ.પિતાશ્રી એ તેમના જીવનકાળ દરમ્યાન કરેલ તપશ્ચર્યા...
તળેટી થી શત્રુંજયદાદાની નવાણુંયાત્રા, વર્ષીતપ એકાસણાથી, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈતપ, છરીપાલ સંઘ ૮ દિવસનો...
Page #11
--------------------------------------------------------------------------
________________
DDDDDD
CCC
tCCCCCCCC
શાહ શાંતાબેનાવિરલાલાજીશાહજી
પૂ.માતુશ્રી એ તેમના જીવનકાળ દરમ્યાન કરેલ તપશ્ચર્યા...
વીશસ્થાનક તપ, ૪ માસીક તપ, ઉપધાન તપ, તળેટી થી શત્રુંજયદાદાની નવાણું યાત્રા, ૩ માસીક તપ, ૨ માસીક તપ, ૧ | માસીક તપ, ઉપવાસ થી તેમજ આયંબિલથી વષીતપ, અઠ્ઠાઈ, નવપદ ઓલી, ૫૦૦ આયંબિલ તપ, ૧૦૨૦ એકાસણા તપ,
છરીપાલિત સંઘ ૨ મહિનાનો...
Page #12
--------------------------------------------------------------------------
________________
तपागच्छ सूर्य प.पू. आ.ल. श्री विनय
પ્રેમસૂરીશ્વરજી મહારાજા નો शुभसंहेश...
2
श्री खोसाखाह पार्श्विनाथतीर्थ संपुटना प्रकाशनमा धर्मनी श्रम परियारे नेपाल लई यो उहारता जताते रजतुमहनीय वाय या पुस्तक वांस लाकार जती मामल्या सार्व खेड़ शुभालिसाथा.
जाविकय फ्रेम सूरि
M
बि.सं-खर के सुहे
राजेश्वर
PM. 30-४. 2005 रविवार, महातीर्थ
O
(
Page #13
--------------------------------------------------------------------------
________________
[કા
૮૩ શ્રી સમેતશિખરજી પાર્શ્વનાથ-મધુબન (બિહાર),
[૮૪ શ્રી ગોડીજી પાર્શ્વનાથ-જલંધર (પંજાબ)
:
-
ને
!!
૯૫ શ્રી હીનર પાર્શ્વનાથ-અમરાવતી (આંદપ્રદેશ).
kછે શ્રી અવંતી પાર્શ્વનાથ-ઉજ્જૈન (મ.પ્ર.)
શ્રી ભીલડીયાજી
પjનાથ ભDIUM
૮૭ શ્રી મક્ષીજી પાર્શ્વનાથ-મક્ષી (મ.પ્ર.),
૯૮ શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ-ભીલડી (ગુજરાત),
Page #14
--------------------------------------------------------------------------
________________
ધી100 Ug[G કક્ષા
૮૯ શ્રી ભટેવા પાર્શ્વનાથ-ચાણસ્મા (ગુજ.),
૯
શ્રી મહાદેવા પાર્શ્વનાથ-પાટણ (ગુજ.))
૧ શ્રી નમિતપૂરણ પાર્શ્વનાથ-ઉન્હેલ (મ.પ્ર.),
[૨ શ્રી મુહરી પાર્શ્વનાથ-ટીંટોઈ (ગુજ.),
૯િ૩ શ્રી ઉવસગ્ગહરંજી પાર્શ્વનાથ-નગપુરા (મ.પ્ર.)
૯૪ શ્રી કેશરીયાજી પાર્શ્વનાથ-ભદ્રાવતી (મહારાષ્ટ્ર)
Page #15
--------------------------------------------------------------------------
________________
VI[ળા
[૫ શ્રી ક્યારીજી પાર્શ્વનાથ-ખંભાત (ગુજ.),
૯
શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથ-બડૌદ (મ.પ્ર.),
૭ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ-ભાણવડ (ગુજ..
૯૮ શ્રી વરકણા પાર્શ્વનાથ-વરાણા(રાજ.),
*
* * * * ૯૯ શ્રી વહી પાર્શ્વનાથ-વહી (મ.પ્ર.)
૧૦૦ શ્રી અમીઝરા પાર્શ્વનાથ-ગંધાર (ગુજ.),
Page #16
--------------------------------------------------------------------------
________________
ક્ષણ
૧૦૧ શ્રી લોટાણા પાર્શ્વનાથ-સિરોહી (રાજ.)
૧૦ચેશ્રી દોડીયાજી પાર્શ્વનાથ-પ્રભાસપાટણ (ગુજ.),
૧૦૩ શ્રી મૂલવાજી પાર્શ્વનાથ-અમદાવાદ (ગુજ.)
૧૦ શ્રી પોશીના પાર્શ્વનાથ-નાનાપોશીના (ગુજ.)
૧૦૫ શ્રી વિનાપહારજી પાર્શ્વનાથ-મોટા પોશીના (ગુજ.)
૧૦ણે શ્રી નવલખા પાર્શ્વનાથ-પાલી (રાજ.),
૧૦૭ શ્રી હમીરપુરા પાર્શ્વનાથ-મીરપુર (રાજ.),
૧૦શ્રી નરોડા-પદ્માવતી પાર્શ્વનાથ-અમદાવાદ (ગુજ.),
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ આરાધના નામના પુસ્તકો શ્રી ઉગમરાજ ભંવરલાલજી શાહજી પરિવાર તરફથી પ્રકાશીત થતાં આનંદની અનૂભુતિ થાય છે કે આપણા ચોવીશે ચોવીશ તીર્થંકરોમાં સર્વશ્રેષ્ઠ અદિય નામ કર્મના પ્રબલ ઉપાર્જક, વચન સિદ્ધ, સ્મરણમાત્ર થી દુઃખ અને દર્દ-પીડા પાન શમી જાય, એવા પાર્શ્વનાથ ભગવંતના આ ભારતની ધરતી પર એમના નામના ૧૦૮ (એકસોને આઠ) તીર્થો પ્રસિદ્ધ છે. વ્યક્તિ તરીકે એકજ પરંતુ વ્યક્તિના નામ ૧૦૮. જરાક કલ્પના કરો તો સહજ પણે ખ્યાલ આવી જાય કે આ જગતમાં પાર્શ્વનાથ ભગવંતનો આભા કેવો જબરજસ્ત પુણ્ય ઉપાર્જન કરી આરાધના અને સાધના ઉપાસનાના બળે વીશસ્થાનક તપની વિશિષ્ઠ કોટીની આરાધના તથા જગતના સર્વ જીવોને સુખી કરૂં, સુખ આપું, સુખી બનાવવામાં નિમિત્ત બનું એ ભાવનાના બળે જ આ, આત્મા તીર્થંકર નામ કર્મ, જબરજસ્ત પુણ્ય કર્મ સાથે અદિય નામ કર્મ સાથે નિકાચીત કર્યું, કે આ આત્માના જન્મના અવસરે જગતમાં જેટલી પણ વિધમાન એટલી પુણ્યરાશી એકત્રિત થઈ કે, જેના પ્રભાવે આ આત્મા જબરજસ્ત કોટીના અદિય નામ કર્મના પ્રભાવે જ્યાં પણ વિચરે કે તરતજ આ આત્માના નામે તીર્થની સ્થાપના થઈ જાય, અત્યારે પણ આપ જોતા જ હશો કે ભારતમાં સૌથી વધુ તીર્થો પાર્શ્વનાથ ભગવંતના નામે જ જોવા મળે છે. એની પાછળ કોઈપણ કામ કરતું હોય તે એકજ એમનું આદેય નામ કર્મ કે જે આત્માનો નામ લેવા માત્ર થી પરમ શાંતિ સંતોષ અને આધિ-વ્યાધિ, ઉપાધિના બંધનોમાંથી છૂટકારો
Page #18
--------------------------------------------------------------------------
________________
થઈ જાય તથા પરમ આનંદની અનુભૂતિ થવા લાગે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના (૧૦૮) એકસોને આઠ તીર્થોની આરાધનાદર્શન-જાપ-ધ્યાન-સાધના-ઉપાસના દરેક જીવો એક સાથે કરી શકે માટે જ મારા જીવનના રાહબર અને અસીમ અનંત ઉપકારી ભવોદધિતારક એવા મારા વ્હાલા ગુરૂદેવે આ શંખેશ્વરજી તીર્થમાં એકસો આઠ તીર્થ સ્વરૂપી તીર્થની સ્થાપના કરી સાથે સાથે પૂ. ગુરૂદેવશ્રીના સંસારીપક્ષે વડીલભાઈ, ગુરૂભાઈ, સુબોધસૂરીશ્વરજી મ.સા. પણ સંપૂર્ણ સાથ અને સહકાર આપી આ તીર્થની પ્રતિષ્ઠા વધે મહિમા વધે એ વાત ને ધ્યાનમાં લઈને બંને ભાઈઓએ પોતાનું નામ પણ ક્યાંય ન રાખતા ક્ત, ગુરૂના નામે જ ભક્તિવિહાર (ભક્તિનગર) એવું નામ આપ્યું અને મૂળનાયક પણ ભક્તિપાર્શ્વનાથ ભગવાન રાખ્યા. આવા મારા ગુરૂદેવના મનમાં ક્યારની એક ભાવના રમી રહી હતી કે ખરેખર ૧૦૮ (એકસો આઠ) પાર્શ્વનાથ ભગવાનનો ટુંકુ અને ટચ મંત્ર આરાધના-જાપ-ધ્યાનસાધના સાથે નો પુસ્તક સેટ બહાર પડે તો કેટલું સારું, આ ભાવના ધ્યાનમાં લઈને ગુરૂદેવ મને પ્રેરણા કરી કે ભાઈ રત્નશેખર આવું એકાદ સેટ બહાર પડે તો ખૂબજ સારૂં એમાં મારા શિષ્ય પ્રશાંતશેખરે આ વાત ઝીલી લીધી, ગુરુ અને શિષ્યના અથાગ પ્રયત્ન તથા પ્રવર્તિની પૂ.સા.શ્રી વિધુત્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી રત્નપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી ઋજુપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ.સા.શ્રી હેમરત્નાશ્રીજી મ. (બેન મ.સા.) ના સહકારથી આ સુંદર પુસ્તકોનો સેટ તૈયાર થયેલ છે. તો આ સંપૂર્ણ સેટ
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકાશિત કરવામાં ભીનમાલ (રાજ.) નિવાસી ઉગમરાજ ભંવરલાલજી શાહજી સપરિવારે સુંદર સહયોગ આપેલ છે, તો આચાર્યપદ પ્રદાન સમારોહ, તપાગચ્છાધિપતિ પદ પાટોત્સવે, અને ૭૫ વર્ષના સંયમ હીરક મહોત્સવે આ સેટ બહાર પાડવામાં આવી રહેલ છે, તો સુરીજનો વાંચી-વિચારી-અનુભવી અને ખુબ-ખુબ મંત્રજાપ આરાધના ઉપાસના સાધના કરી તમારા આત્માને ઉજમાળ બનાવો... એજ અભ્યર્થના સાથે...
પં. રત્નશેખર વિ.
Page #20
--------------------------------------------------------------------------
________________
...અનુકમ...)
૧ થી ૮:
૮૩ શ્રી સમેતશિખરજી પાર્શ્વનાથ ૮૪ શ્રી ગોડીજી પાર્શ્વનાથ
શ્રી હ્રીંકર પાર્શ્વનાથ શ્રી અવંતી પાર્શ્વનાથ શ્રી મક્ષીજી પાર્શ્વનાથ શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ
શ્રી ભટેવા પાર્શ્વનાથ ૯૦ શ્રી મહાદેવા પાર્શ્વનાથ
શ્રી કમિતપૂરણ પાર્શ્વનાથ શ્રી મુહરી પાર્શ્વનાથ શ્રી ઉવસગ્ગહરંજી પાર્શ્વનાથ શ્રી શરીયાજી પાર્શ્વનાથ
શ્રી ક્યારીજી પાર્શ્વનાથ ૯૬. શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથ
શ્રી અમૃઝરા પાર્શ્વનાથ શ્રી વરાણા પાર્શ્વનાથ શ્રી વહી પાર્શ્વનાથ
શ્રી અમીઝરા પાર્શ્વનાથ ૧૦૧ શ્રી લોહાણા પાર્શ્વનાથ
શ્રી દોન્ડીયાજી પાર્શ્વનાથ ૧૦૩ શ્રી મૂલવાજી પાર્શ્વનાથ ૧૦૪ શ્રી પોશીના પાર્શ્વનાથ ૧૦૫ શ્રી વિનાપહારજી પાર્શ્વનાથ ૧૦૬ શ્રી નવલખા પાર્શ્વનાથ
૯ થી ૧૬ ૧૭ થી ૨૩ ૨૪ થી ૩૦ ૩૧ થી ૩૦ ૩૮ થી ૪૩ ૪૪ થી ૫૩ પ૪ થી ૬૦ ૬૧ થી ૬૭ ૬૮ થી ૭૪ ૭૫ થી ૮૧ ૮૨ થી ૮૮ ૮૯ થી ૯૬ ૯૭ થી ૧૦૩
69
૯૫
૧૧૦
૯૮
૧૧૧ થી ૧૧૭ ૧૧૮ થી ૧૨૪ ૧૨૫ થી ૧૩૨ ૧૩૩ થી ૧૩૯
થી ૧૪૬ ૧૪૭ થી ૧૫૩ ૧૫૪ થી ૧૬૦ ૧૬૧ થી ૧૬૭ ૧૬૮ થી ૧૭૪
Page #21
--------------------------------------------------------------------------
________________
૧પ થી ૧૮૦ ૧૮૧ ૧૮૭
૮૮
૨૦૮
૧૧૫
૧૦૭ શ્રી હમીરસ્પરા પાર્શ્વનાથ ૧૮ શ્રી નરોડા-પાવતી પાર્શ્વનાથ ૧૦૯ શ્રી ગૌતમસ્વામી ૧૧૦ શ્રી શુભ ગણધર ૧૧૧ પૂ.આ.શ્રી વર્ધમાનસાગરસૂરિજી મ.સા. ૧૧૨ પૂ.આ.શ્રી ધર્મસૂરિ-ભક્તિસૂરિ મ.સા. ૧૧૩ પૂ.આ.શ્રી પ્રેમસૂરિ મ.સા. ૧૧૪ પૂ.આ.શ્રી સુબોધસૂરિ મ.સા.
શ્રી માણીભદ્ર વીર ૧૧૬ શ્રી પાર્શ્વયક્ષ ૧૧૭ શ્રી ધરણેન્દ્ર દેવ ૧૧૮ શ્રી નાકોડા ભૈરવજી ૧૧૯ શ્રી ઘંટાકર્ણ વીર ૧૨૦ શ્રી સરસ્વતી દેવી ૧૨૧ શ્રી પદ્માવતી દેવી ૧૨૨ શ્રી ચક્રેશ્વરી દેવી ૧૨૩ શ્રી અંબિકાદેવી ૧૨૪ શ્રી લક્ષ્મી દેવી
૧૫ થી ૨૦૧ ૨૦૨ ૨૦૯ થી ૨૧૬ ૨૧૭ થી ૨૨૩ ૨૨૪ થી ૨૨૯ ૨૩૦ થી ૨૩૭ ૨૩૮ થી ૨૪૨
થી ૨૪૯ ૨૫૦ થી ૨૫૬ ૨૫૭ થી ૨૬૪ ૨૬૫ થી ૨૭૧
ર૭૨
૨૭૯
૨૮૫
૨૮થી ૨૯૧
૨ થી ૨૯૮
Page #22
--------------------------------------------------------------------------
________________
*******
spee
AS
61
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ શ્રી સમેતશિખર પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ બિહારનો ગિરડિહ જીલ્લાના મધુવન ખાતે આવેલ છે. મધુવન એટલે શ્રી સમેત શિખરજીની પર્વતની તળેટી. ગિરિડહ રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૨૫ કિ.મી.ના અંતરે છે. પાર્શ્વનાથ ઈસરી બજાર ૨૨ કિ.મી. દૂર છે. ધર્મશાળા પાસે જ બસ સ્ટેન્ડ છે. મધુવનમાં કુલ આઠ શ્વેતાંબર જિનાલયો, બે દાદાવાડી તથા એક ભોમયાજી મહારાજનું મંદિર છે. અહીં ભોજનશાળા, ધર્મશાળાની સુંદર સગવડ છે. સમેત શિખરની તળેટીમાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુનું ભવ્ય જિનાલય છે. સમેતશિખરના અધિષ્ઠાયક દેવશ્રી ભોમયાજી મહારાજ કહેવાય છે. જે યાત્રિકોને યાત્રામાં સહાય કરે છે. સમેત શિખરજીની યાત્રા શરૂ કરતાં પહેલાં શ્રી ભોમયાજી મહારાજના દર્શન કરવા અતિ આવશ્યક મનાય છે. અહીંડોળીની વ્યવસ્થા છે. યાત્રા કરીને પાછા ફરતાં યાત્રિકોને ગંધર્વનાળા પાસેની શ્વેતાંબર ધર્મશાળામાં કોઢી તરફથી ભાતું આપવામાં આવે છે. અહીં ઠંડા-ગરમ પાણીની સગવડ ઉપલબ્ધ છે. અહીંના જૈનેતરો અહીં પરમાત્માને પારસનાથ બાબા કે પારસનાથ મહાદેવ કહીને ભક્તિથી મસ્તક ઝુકાવે છે. પોષ દશમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ તથા શ્રી જીરાવલા તીર્થમાં શ્રી સમેતશિખર પાર્શ્વનાથના બિબો બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે.
| શિખરજી – મધુવનમાં શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુ શ્યામવર્ણા, પદ્માસનસ્થ, નવફણાથી અલંકૃત, ૩૧ ઈંચ ઊંચા અને ૨૭ ઈંચ પહોળા છે.
સમેત શિખરજી પ્રાચીનકાળથી જૈનોનું પવિત્ર તીર્થ રહ્યું છે. વર્તમાન ચોવીશીના વીસ તીર્થંકર ભગવંતોના નિર્વાણ આ પર્વત પર થયા છે. અનેક વિદ્યાઓના સ્વામી આચાર્ય ભગવંત શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ દરરોજ આકાશગામિની વિદ્યાની સહાયથી આ તીર્થની યાત્રા કરતા હતા. તે રીતે નવમા સૈકામાં થયેલા આચાર્ય ભગવંત શ્રી બપ્પભટ્ટસૂરિશ્વરજી મહારાજ પણ નિત્ય આ
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ
Page #24
--------------------------------------------------------------------------
________________
in
s isus તીર્થની યાત્રા વિદ્યાના બળથી કરતા હતા. તા.
આ ગિરિ પર વીસ તીર્થંકરો નિર્વાણ પામ્યા, તેમાં શ્રી પાર્શ્વનાથજી અંતિમ હતા. તેથી આ પહાડને ‘પારસનાથ હિલ” અથવા તો “પાર્શ્વનાથ પહાડ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
શરણદેવના પુત્ર વીરચંદે વિક્રમ સંવત ૧૩૪૫માં પોતાના સમગ્ર પરિવાર સાથે આ.ભ.શ્રી પરમાણંદસૂરીજીના વરદ હસ્તે સમેતશિખર તીર્થમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વિક્રમ સંવત ૧૬૭)માં આગ્રાના કુરપાલ, સોનપાલ શેઠે સંઘ સહિત આ તીર્થની યાત્રા કરી હતી. આ પર્વત સમુદ્રની સપાટીથી ૪૪૮૧ ફૂટ ઊંચો છે. ભોમયાજી મંદિરથી પર્વત ઉપર ચઢવા સાંકડો માર્ગ બાંધવામાં આવ્યો છે. બધી ટૂંકોની યાત્રા કરીને નીચે આવતાં ૧૮ માઈલનો રસ્તો થાય છે. અઢારમી ટૂંકમાં કોટયુક્ત ભવ્ય અને વિશાળ શિખરબંધી જિનાલય છે. તેની પાસે કુંડ હોવાથી તે જલમંદિર પણ કહેવાય છે. આ જિનાલયના મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી શ્યામ વર્ણના છે. પાર્શ્વનાથ પ્રભુ જ શ્રી સમેત શિખર પાર્શ્વનાથના નામથી ઓળખાય છે. આખા પર્વત પર અન્ય ટૂંકોમાં માત્ર ચરણપાદુકાઓ છે. માત્ર ૧૮મી ટૂંકમાં જ જિનબિંબો બિરાજમાન છે. શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુનું આ દર્શનીય અને મનોહારી બિંબ વિક્રમ સંવત ૧૮૨૨ના વૈશાખ સુદ-૧૩ ના ખુશાલચંદે ભરાવ્યું. આચાર્ય ભગવંત શ્રી સકલસૂરીજી મહારાજે તેની પ્રતિષ્ઠા કરી હતી.
[ આ તીર્થની ૩૧મી ટૂંકને મેઘાડંબર ટૂંક પણ કહેવાય છે. આ ટૂંક ઉપર બે માળનું શિખરબંધી દર્શનીય જિનાલય છે. આ સ્થાન પર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ થયું હતું.
આ તીર્થની પ્રશસ્તિ અનેક આચાર્ય ભગવંતો તથા કવિઓએ પોતાની રચનાઓમાં કરી છે.
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ
Page #25
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી
વર્તમાન ચોવીશીના ૨૦-૨૦ તિર્થંકર ભગવંતો જે પાવન શિખર પરથી સિધ્ધિવધૂને વર્યાં છે એવા સિધ્ધિ શિખર શ્રી સમ્મેત શિખરજીની પ્રાચીનતા કોટિ કોટિ સાગરોપમ પૂર્વથી અધિક છે.
આ અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાનના ચરણકમળથી સર્વપ્રથમવાર શ્રી સમ્મેત શિખરની પાવનભૂમિ પુનીત બની હતી. જે મહાતીર્થની સ્તવના કરતાં શ્રી આદિશ્વર ભગવાને દેશનામાં ફરમાવ્યું હતું કે ‘આ પુનીત ભૂમિ ઉપરથી વર્તમાન ચોવીશીના ૨૦ તીર્થંકરો શિવ૨મણીને વરશે. શ્રી આદિનાથ પ્રભુની દેશના સાંભળીને પ્રથમ ચક્રી ભરત મહારાજા પણ આ તીર્થભૂમિને ભેટીને પાવન બન્યા હતા. બસ ત્યારથી આ શ્રી સમ્મેતશિખર તીર્થોધિરાજ તરીકે પ્રસિધ્ધિને પામ્યું.
આ મહાતીર્થ ૫૨ ૨૦તીર્થકરો નિર્વાણ પામ્યા છે. પરંતુ ૨૩મા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાનનો આ મહાતીર્થ સાથે ઋણાનુબંધ વધુ હોય એવું લાગે છે. પ્રભુ પાર્શ્વનાથે ૩૦ વર્ષે દીક્ષા સ્વીકાર્યા પછી ૮૪માં દિવસે કેવળજ્ઞાન પામ્યા છે. ત્યારપછી પરમાત્મા વારંવાર આ પાવનભૂમિ ઉપર પધાર્યા છે. પરમાત્માના અનેક સમવસરણો પણ આ સ્થળ પર રચાયા છે. કેવળજ્ઞાની પરમાત્માની દેશના સાંભળીને અનેક જીવો પ્રતિબોધ પામ્યા છે. માત્ર જૈન જ નહિ જૈનેતરો પણ પ્રભુની દેશનાથી ભાવિત બન્યા છે. એ વાતના સાક્ષી ઈલાકાના આદિવાસી લોકો છે. જેઓ પ્રભુ પાર્શ્વને ‘પારસનાથ મહાદેવ, પારસનાથ બાબા' વગેરે અનેક નામોથી સંબોધે છે. તથા પ્રભુ પાર્શ્વનો મહિમા અહીં વિસ્તરેલો છે એનું બીજું એક પ્રમાણ દરસાલ પ્રભુ પાર્શ્વ જન્મકલ્યાણક દિન-પોષ દશમીએ મોટો મેળો ભરાય છે. જેમાં માત્ર જૈન નહિ જૈનેતરો પણ વિશાળ સંખ્યામાં ઉમટી પડે છે. તથા ત્રીજું કારણ ઈસ૨ી રેલ્વે સ્ટેશનનું નામ જ પારસનાથ સ્ટેશન તરીકે પ્રસિધ્ધ બન્યું છે. અને ચોથું કારણ શ્રી સમ્મેતશિખર
શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ
૩
Page #26
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજને પારસનાથ પહાડ' તરીકે ઓળખે છે. | પાર્શ્વનાથ પરમાત્માએ કેવળજ્ઞાન અવસ્થામાં લગભગ ૭૦ વર્ષ સુધી પૃથ્વીતલને પાવન કરી જ્યારે પોતાનો નિર્વાણકાળ નજીક આવતાં પુનઃ શ્રી સમેતશિખર તીર્થાધિરાજ પર પધારે છે જ્યાં ૩૩ મુનિવરો સાથે ૧ માસનું અનશન કરી કાયોત્સર્ગ મુદ્રામાં શ્રાવણ સુદ-૮ના દિવસે વિશાખા નક્ષત્રમાં શિવરમણીને વરે છે.
પાર્શ્વનાથ પરમાત્મા નિર્વાણ પામતા શોકાકુલ બનેલા દેવ-દેવેન્દ્રો પરમાત્માનો વિશિષ્ટ નિર્વાણ કલ્યાણક મહોત્સવ કરે છે. પરમાત્મા જે સ્થળેથી નિર્વાણ પામ્યા તે સ્થળ “સુવર્ણભદ્ર ટૂંક' નામે જગવિખ્યાત બને છે. જે ટૂંકનું બીજું નામ “ધર્મગાડંબર ટૂંક” પણ છે.
ગગનચૂંબી આ ટૂંક પર પૂ.આ.ભ.વિ. દિનકર સૂરીશ્વરજી મહારાજની સત્રેરણાથી આનંદ દેશના ગંધપુરનગરના પ્રભસેન રાજાએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય ચૌમુખજી જિનાલય બનાવી મહાતીર્થનો ૨૦મો તીર્થોદ્ધાર કર્યો હતો. આ ટૂંક પરથી કુલ ૨૪ લાખ મુનિશ્વરો મુક્તિવધૂને વર્યા છે.
આ સુવર્ણભદ્ર ટૂંકની યાત્રા કરનાર ૧ ક્રોડ પૌષધોપવાસનું ફળ મેળવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ૨૨માં તીર્થપતિ શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણથી ૮૩,૭૦૦ વર્ષે નિર્વાણ પામ્યા છે. | ખરેખર શ્રી સમેતશિખર તીર્થાધિરાજ પર ૨૦ જિન નિર્વાણપદને પામ્યા છે. એટલે એના અણુ-અણુ પવિત્રતમ તો છે જ, સાથે સાથે આ તીર્થાધિરાજ પર દિવ્ય ઔષધિઓ, રસ કુપિકા તથા વિવિધ ધાતુઓ પણ છૂપાયેલી છે. જે તજજ્ઞ હોય તે મેળવી શકે, જાણી શકે. ૫. જયવિજયજી મ. એ તીર્થમાળામાં તો આગળ વધીને હીરાની ખાણ આ તીર્થાધિરાજ પર પણ છે એમ સૂચવ્યું છે. (‘પાર્થ પ્રભુ પ્યારા' માંથી સાભાર)
(૨) મધુબન ગામ પાસે લગભગ ૪૫૦૦ ફૂટની ઊંચાઈ ઉપર પાર્શ્વનાથ
છે કે
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ
Page #27
--------------------------------------------------------------------------
________________
પહાડ અથવા તો તેને સમ્મેતશિખર પહાડ કહેવાય છે પૂર્વ ચોવીસીઓમાં કેટલાય તીર્થંકરો અહીં મોક્ષ પામ્યાની જનશ્રુતિ છે. વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો અહીં મોક્ષપદ – નિર્વાણ પામ્યા છે. ગામમાં તળેટીમાં શ્રી ભોમયાજીનું મંદિર છે જે અહીંના રક્ષક છે. પહાડ ઉપર ચઢતા ૬ માઈલ, યાત્રા કરતાં ૬ માઈલ અને નીચે ઉતરતા ૬ માઈલ એમ કુલ્લે અઢાર માઈલનું અંતર છે.
ξ
શ્રી ભોમયાજી મહારાજના દર્શન કર્યા બાદ બે માઈલ ચાલતાં ગાંધર્વનાળું આવે છે. ત્યાંથી થોડે આગળ જતાં બે રસ્તાઓ આવે છે. ડાબા હાથે શ્રી ગૌત્તમ સ્વામીની ટ્રંકથી થઈને જલમંદિર ઉપર પહોંચી શકાય છે. જમણા હાથે ડાકબંગલા થઈ શ્રી પાર્શ્વનાથજીની ટૂંક ઉપર પહોંચાય છે. સામાન્ય રીતે પહેલી વખત અને બધી ટૂંકો ૫૨ જવા માટે જલમંદિરના રસ્તે જવાય છે. જલમંદિરના રસ્તા ઉપર આગળ વધતાં સીતા નાળું આવે છે. ત્યાંથી ઉપર ચઢાણ છે ત્યારબાદ શ્રી મહાવીર ભગવાનના પ્રથમ ગણધર શ્રી ગૌત્તમ સ્વામીની ટૂંક આવે છે. લગભગ બધી ટૂંકો ઉ૫૨ દર્શનાર્થે ચરણપાદુકાઓ સ્થાપિત છે. બીજી ટૂંક સત૨મા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનની છે. ત્રીજી ટૂંક શ્રી ઋષભાનની, ચોથી ટૂંક શ્રી ચંદ્રાનન શાશ્વત જિનની, પાંચમી ટૂંક એકવીસમા તીર્થંકર શ્રી નેમીનાથ ભગવાનની છે. છઠ્ઠી ટૂંક અઢારમા તીર્થંકર શ્રી અરનાથની, સાતમી ટૂંક ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનની છે. આઠમી ટૂંક અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુની, નવમી ટૂંક નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ પ્રભુની, દસમી ટૂંક છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુની છે. અગિયારમી ટૂંક વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની છે. બારમી ટૂંક આઠમા શ્રી ચંદ્રપ્રભુની છે. આ ચઢાણ કઠિન છે. તે૨મી ટૂંક શ્રી આદિશ્વર ભગવાનની છે. (આદિશ્વર પ્રભુ અષ્ટાપદ પર મોક્ષપદ પામ્યા છે.) ચૌદમી ટૂંક ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનની છે. પંદરમી ટૂંક દસમા શ્રી શીતલનાથ ભગવાનની છે. સોળમી ટૂંક ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ પ્રભુની છે. સત્તરમી ટૂંક બારમા તીર્થંકર વાસુપૂજ્ય સ્વામીની છે. (મોક્ષ સ્થાન-ચંપાપુરી) અઢારમી
શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ
૫
Page #28
--------------------------------------------------------------------------
________________
ટૂંક ચોથા શ્રી અભિનંદન સ્વામીની છે. ઓગણીસમી ટૂંક પ્રમુખ જલમંદિર છે. અહીં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. વિશ્રામ માટે ધર્મશાળા છે. સેવાપૂજા માટે નહાવાની વ્યવસ્થા છે. આગળ જતાં શ્રી શુભગણધર સ્વામીની વીસમી ટૂંક આવે છે. એકવીસમી ટૂંક પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ પ્રભુની છે. બાવીસમી ટૂંક શ્રી વારિષણ શાશ્વતા જિનની છે. તેવીસમી ટૂંક શ્રી વર્ધમાન શાશ્વત જિનની છે. ચોવીસમી ટૂંક શ્રી સુમતિનાથ ભગવાન પાંચમા તીર્થંકરની છે. પચ્ચીસમી ટૂંક સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનની છે. છવ્વીસમી ટૂંક શ્રી મહાવીર સ્વામી (મોક્ષ સ્થાન-પાવાપુરી) ભગવાનની છે. સત્તાવીસમી ટૂંક સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની છે. અઠ્ઠાવીસમી ટૂંક બીજા તીર્થકર અજીતનાથ ભગવાનની છે. ત્રીસમી ટૂંક બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ પ્રભુ (ગિરનારજી મોક્ષસ્થાન) છે. અને એકત્રીસમી ટૂંક શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. અહીં ભગવાનનું સમાધિ સ્થાન છે. આ દાયકામાં મુંબઈથી નીકળેલા છ'રી પાલિત સંઘની સ્મૃતિમાં અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ. ની નિશ્રામાં અહીં વીસ જિનાલયનું નિર્માણ થયું છે. નવી બનેલી કચ્છી ધર્મશાળા સારી સગવડો ધરાવે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી સમેતશિખર પાર્શ્વનાથ કે ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ
Page #29
--------------------------------------------------------------------------
________________
જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. પણ
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાં જ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. આ પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની
સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં ચાંસીમી દેવકુલિકામાં શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુજી
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ
Page #30
--------------------------------------------------------------------------
________________
બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પાસની અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત્ત છે.
મંત્ર આરાધના. (૧) ૐ હૂ શ્ર સમેતશિખર પાર્શ્વનાથાય નમઃ
| (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સમેતશિખર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર સમેતશિખર પાર્શ્વનાથાય નમઃ |
in ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને આસન પર બેસીને મંત્રજાપ કરવા. જાપ દરમ્યાન ધુપદીપ અખંડ રાખવા. મંત્ર-આરાધનાથી જીવનમાં આવતી વિપત્તિઓ નષ્ટ થાય છે તેમજ માનસિક શાંતિનો અનુભવ થાય છે.
સંપર્કઃ શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી મુ.પો. મધુબન, પો. શિખરજી, જિ. ગિરિડીહ ઝારખંડ - ૮૨૫૩૨૯ ફોન : (૦૬૫૫૮) ૨૩૨૨૬, ૨૩૨૨૬૦
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી ગોડીજી પાર્શ્વનાથ મુંબઈના પાયધુની વિસ્તારમાં દર્શનીય શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. “ગોડી” નામને ધારણ કરનારી પાર્શ્વનાથની અનેક પ્રતિમાજીઓ ઠેરઠેર આવેલ છે. શ્રી ગોડી પાર્શ્વનાથના મૂળ તીર્થ વિષેની જાણકારી આજે ઉપલબ્ધ નથી, પરંતુ આ તીર્થના ઉદ્ભવની કથા અતિ રોચક અને શ્રધ્ધાનું પાન કરાવે તેવી છે.
સિધ્ધપુર પાટણમાં એક પરમ શ્રાવકે શ્રી પાર્શ્વ પ્રભુના ત્રણ બિંબોને પોતાના ભોંયરામાં ગુપ્ત રીતે સંતાડેલા. એના પડોશમાં રહેતા એક મુસલમાનને આ વાતની ખબર હતી. આથી તેણે ભૂમિ ખોદીને ત્રણમાંનું એક બિંબ હસ્તગત કરીને પોતાના ઘરમાં એક ખાડો ખોદીને તેમાં ગુપ્ત રાખ્યું. | મુસલમાન રોજ રાત્રે આ જગ્યા પર સૂઈ જતો. એક દિવસ રાત્રિકાળે મુસલમાને અધિષ્ઠાયક દેવને જોયા. અધિષ્ઠાયક દેવે મુસલમાનને આદેશ આપ્યો કે તે ગુપ્ત રાખેલી પ્રતિમાજી સિંધના પારકરમાં રહેતા મેઘાશા નામના શ્રેષ્ઠીને પાંચસો ટકાનું મુલ્ય લઈને આપી દેવી. આ સ્વપ્નથી મુસલમાન ભયભીત બન્યો. અને તેણે તરતજ ખાડામાંથી પ્રતિમાજી બહાર કાઢી. પોતે મેઘાશાના આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યો.
- આ તરફ પારકર દેશના ભૂદેશર નગરમાં નિવાસ કરતો મેઘાશા પોતાના સાળા કાજળશા સાથે ભાગીદારીમાં બહોળો વેપાર કરતો હતો. એકવાર વ્યાપાર અર્થે મેઘાશા પાટણ આવ્યો, ત્યારે પાટણમાં મેઘાશાને રાત્રિ સમયે અધિષ્ઠાયક દેવે દર્શન આપ્યા અને મુસલમાન પાસેથી મૂલ્ય ચૂકવીને પ્રતિમા લઈ લેવાનો સંત કર્યો.
બીજે દિવસે મેઘાશા અને મુસલમાન મળ્યા. મેઘાશાએ સ્વપ્નના સંકેત મુજબ મુસલમાનને પાંચસો ટકાનું મૂલ્ય ચૂકવીને જિનબિંબ પ્રાપ્ત કર્યું. મેઘાશા દિવ્ય પ્રતિમાજી જોઈને આનંદ વિભોર બની ગયો. દરરોજ પ્રતિમાજીની સેવાપૂજા શ્રધ્ધાથી કરવા લાગ્યો. મેઘાશાએ વેપારમાં અઢળક સંપત્તિ એકઠી કરી અને પોતાના વતન તરફ પાછો ફર્યો.
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
Page #32
--------------------------------------------------------------------------
________________
મેઘાશાએ પોતાના વતનમાં પહોંચીને પોતાના સાળા કાજળશાને જણાવ્યું કે આ પ્રતિમાજી પાછળ પાંચસો ટકાનો વ્યય કર્યો છે, પરંતુ વાત કાજળશાને પસંદ ન પડી. આથી મેઘાશાએ પ્રતિમાના મૂલ્યની અડધી રકમ કાજળશા પાસેથી ન લીધી અને પ્રતિમાજીમાં તેનો ભાગ પણ ન રાખ્યો. કાજળશાને આ બાબતે જરાય રંજ ન થયો.
મેઘાશાએ એ પ્રતિમાજી પોતાના મિત્ર ધનરાજને સોંપી. ધનરાજ અનેરા હર્ષ સાથે પ્રતિમાજીની સેવા-પૂજા કરવા લાગ્યો. ,
આમને આમ બાર વર્ષનાં વહાણાં પસાર થઈ ગયાં. એક દિવસ મેઘાશાને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં પ્રતિમાજીનો પ્રભાવ પ્રસરે તે હેતુથી સ્થળાંતર કરવાનું સૂચન કર્યું. મેઘાશાએ સ્વપ્નના સંકેત મુજબ ભાવલ ચારણની વેલને બળદો જોડીને તેમાં આ પ્રતિમાજીને પધરાવી અને વેલને આગળ ચલાવી. આગળ વધતાં એક ઉજ્જડ ગામ પાસે વેલ થંભી ગઈ. વેલ આગળ જન ચાલે. મેઘાશાને ભારે મુંઝવણ થઈ. તેણે વેલને આગળ ધપાવવા ભારે પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા જ ન મળી. મેઘાશાએ રાત્રિવાસો વેલ પાસે જ કર્યો. એ રાતે મેઘાશાને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે દર્શન આપ્યાં અને કેટલીક સૂચનાઓ આપી.
બીજે દિવસે સૂચના અનુસાર મેઘાશા ગોડીપુર ગામની દક્ષિણ દિશા તરફ ગયો અને ત્યાં સંકેતવાળી જગ્યાએ કૂવો ખોદતાં મીઠા જળની પ્રાપ્તિ થઈ. તે કૂવાની નજીક આકડાના છોડની નીચે અક્ષતના સ્વસ્તિકના સંકેતવાળી જગ્યાએ ખોદતાં મેઘાશાને મંદિર નિર્માણ માટેની અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ. ત્રીજી સૂચના અનુસાર થોડે આગળ ખોદતાં ઉત્તમ પથ્થરોની ખાણ પ્રાપ્ત થઈ.
- મેઘાશાએ ઉજ્જડ બનેલા ગોડીપુર ગામને શણગાર કર્યા. સલાટોને બોલાવીને મંદિર નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું અને ભવ્ય જિનાલય જોત જોતામાં રચાઈ ગયું.
દિવ્ય પ્રતિમાજીના પ્રભાવથી અને મેઘાશાની ભક્તિથી જિનાલય બંધાઈ ગયું. ચારે તરફ મેઘાશાની પ્રભુભક્તિના ગુણગાન થવા લાગ્યાં. આ વાત મેઘાશાના સાળા કાજળશાને ખૂંચવા લાગી. તો અંતરમાં ઈર્ષાનો કીડો સળવળવા (
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
Page #33
--------------------------------------------------------------------------
________________
લાગ્યો અને કાજળશાએ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ થાય તે પહેલાં મેઘાશાને યમસદને પહોંચાડી દીધો.
દુષ્ટ પ્રકૃતિના કાજળશા કીર્તિના લોભે મંદિરનું કાર્ય પૂર્ણ કરાવીને પ્રતિષ્ઠા પ્રસંગે ધ્વજારોપણ કરવા આતુર બન્યો. તેણે શિખર પર ધજા ચડાવી પણ ટકી ન શકી. તેણે ત્રણ વાર ધજા ચડાવી પણ ત્રણેય વખત ધજા પડી ગઈ. છેવટે મેઘાશાના પુત્ર મેરાએ ધજારોપણની વિધિ કરી અને મહિમાવંતુ તીર્થ લોકજીભે રમતું થયું. ગોડીપુરના આ પાર્શ્વનાથ ‘શ્રી ગોડી પાર્શ્વનાથ' નામથી જાણીતા થયા.
ત્યાર પછી ઠેરઠેર પ્રતિમાજીઓને શ્રી ગોડી પાર્શ્વનાથ નામ અપાવા લાગ્યું. આજે ભારતમાં અનેક સ્થળોએ શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુના ભવ્ય જિનાલયો આવેલાં છે.
ગોડીપુરના મહિમાવંત પાર્શ્વનાથજીની પ્રતિમાજી ત્યાંથી અદૃશ્ય થઈને અન્ય કેટલાય સ્થાનોમાં પ્રગટ થયાનું મનાય છે. આજે સિંધ પ્રાંત પાકિસ્તાનમાં છે. પારકરથી લગભગ ૫૦ માઈલ અને ગઢરા રોડથી ૭૦-૮૦ માઈલના અંતરે ‘ગોડી મંદિર’ નામનુ ગામ આજે પણ છે. આ ગામમાં જીર્ણ જિનાલય આજે પણ હોવાનું કહેવાય છે, પરંતુ તે જીર્ણ જિનાલયમાં એકપણ પ્રતિમાજીઓ નથી. હાલમાં તે પ્રતિમાજી ક્યાં પ્રતિષ્ઠિત કરાયા છે તે જાણવા મળતું નથી.
મુંબઈના પાયધુની વિસ્તારમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું જિનાલય સુવિખ્યાત છે. આ જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજતાં શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અતિ પ્રાચીન છે. અને રાજસ્થાનના હમીરપુરમાંથી તે પ્રતિમાજી લઈ આવવામાં આવી હતી તેમ મનાય છે. હમીરપુર હાલમાં મીરપુર તીર્થ તરીકે જાણીતું છે..
પાયધુની ૫૨ શ્રી ગોડી પાર્શ્વનાથજી જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવત ૧૮૬૮ના બીજા વૈશાખ સુદ-૧૦ ના બુધવારે સંપન્ન થયો હતો. સંવત ૨૦૪૫માં મૂળનાયકની પ્રતિમાજીનું ઉત્થાપન કર્યા વિના જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. એ દિવસ પણ વૈશાખ સુદ દશમનો હતો.
આ પ્રસંગે આચાર્ય દેવશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ, આચાર્યદેવશ્રી
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
૧૧
Page #34
--------------------------------------------------------------------------
________________
દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ, આચાર્યદેવ શ્રી ભુવનસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્ય આ.શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજ વગેરેની પાવન નિશ્રા રહી હતી. - શ્રી ગોડીજી પાર્શ્વનાથના સ્તોત્રો અનેક મહાપુરુષોએ રચેલા છે. જેમાં શ્રી કલ્યાણસાગરસૂરીજી મ., આ.શ્રી વિદ્યાસાગરસૂરીજી મ., ૫. શુભ સાગરગણિ, મહોપાધ્યાય યશો વિજયજી મ. સહિત અન્યો છે.
મુંબઈ સિવાય દેશના અનેક રાજ્યોમાં શ્રી ગોડી પાર્શ્વનાથના જિનાલયો આવેલા છે.
મુંબઈના પાયધુની વિસ્તારમાં આવેલ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલય મુંબઈ સેન્ટ્રલ, ગ્રાંટ રોડ, ચર્ની રોડ, મરીન લાઈન્સ, ભાયખલા, મજીદ બંદર, બોરીબંદર વગેરે સ્ટેશનોથી નજીક થાય છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
વિશેષ જાણકારી (૧) બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પાલનપુર- રાધનપુર હાઈવે ઉપર થર ગામની બાજુમાં ૩ કિ.મી.ના અંતરે ભવ્ય શિખરબંધી જિનાલયથી શોભતું પ્રભુશ્રી ગોડી પાર્શ્વનાથ દાદાની ભવ્ય પ્રતિમાથી પ્રતિષ્ઠિત થયેલું રૂની તીર્થ આવેલું છે. અવાર-નવાર અહીં પ્રભુ ચિંતામણિ પાર્શ્વનાથ, માતા ભગવતી પદ્માવતીની પ્રતિમાજીમાંથી અમીઝરણાં થાય છે. તેમજ ગૌત્તમસ્વામીજીની પ્રતિમાંથી પણ વાસક્ષેપ ઝર્યાના દાખલા ભૂતકાળમાં નોંધાયા છે.
આ ચમત્કારી તીર્થનો ઈતિહાસ પ્રાચીન છે. પારકરના મેઘાશાહ નામનો શ્રાવકે પાટણથી શ્રી હેમચંદ્રાચાર્યે અંજન કરેલા પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા લઈ નગરપારકર પાછા ફરતાં બનાસ નદીના કાંઠે પડાવ નાખી પ્રભુ પાર્શ્વનાથના પ્રતિમાજીને પ્રક્ષાલ પૂજા કરેલી અને પ્રતિમા ઉપાડ્યા બાદ પ્રભુ પાર્શ્વનાથના પગલા સ્વયંભૂ પ્રગટ થયેલા અને જેને નદી કાંઠે દેરી બનાવી સ્થાપના કર્યા બાદ
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
૧૨
Page #35
--------------------------------------------------------------------------
________________
આજુબાજુના લોકો ભાવથી પૂજા કરતાં જેના પરિણામે આજુબાજુની તમામ વસ્તીની સુખાકારી વધેલી. સંવત ૧૯૯૭માં બનાસ નદીમાં પુર આવતાં આ પગલાં નદીમાં તણાઈ ગયા અને સંવત ૧૯૯૮માં ભદ્રેવાડી ગામના સુશ્રાવકને સ્વપ્ન આવતાં, સ્વપ્નમાં દર્શાવેલી જગ્યાએ નદીમાં ખોદકામ કરતાં પગલાંની પુનઃ પ્રાપ્તિ થયેલી. ત્યારબાદ પુરની કાયમી ચિંતાથી દૂર રૂની મુકામે આ પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે અત્યારે આ તીર્થમાં બિરાજમાન છે.
આ પ્રાચીન તીર્થમાં પહેલાં ફક્ત આ પગલાનું દેરાસર જ હતું. સંવત ૨૦૪૦માં થરાના ચાતુર્માસમાં પ.પૂ. આચાર્યદેવ શ્રી વિનયચંદ્રસૂરીશ્વરજી મ. ને તમના ગુરૂ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. નો સ્વપ્ન સંકેત થતાં તેમના શિષ્ય પૂ. આ. દેવ શ્રી કલ્પજયસૂરીશ્વરજી મ. ની આજ્ઞાથી શ્રી થરા સંઘે આ તીર્થના વિકાસનું કાર્ય માથે લઈ પૂ. ભક્તિસૂરી દાદાની ઈચ્છા મુજબ સુંદર તીર્થ નિર્માણ કર્યું છે. અને નૂતન ત્રિશિખર યુક્ત દેરાસરમાં સંવત ૨૦૪૭ના વૈશાખ સુદ૬ના તા. ૧૯-૫-૧૯૯૧ ના શુભ મુહૂર્ત પ્રભુ ગોડીજી પાર્શ્વનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અહીં ઉતરવા માટે ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ
જ (૨) અમદાવાદના નવા વિકસેલા સેટેલાઈટ રોડ પર પ્રેરણા તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા આશરે ૪૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાનું કહેવાય છે. શહેરના જમાલપુર વિસ્તારમાં ટોકરશીની પોળમાં આ પ્રતિમાજી બિરાજમાન હતા. જૂની ચૈત્યપરિપાટીમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ છે. પ.પૂ.આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજના કરકમળો દ્વારા આની પ્રતિષ્ઠા થઈ છે.
| (૩) વાવનગરના ભવ્ય મનોહર જિનાલયમાં મૂળનાયક પદે બિરાજમાન શ્રી ગોડી પાર્શ્વનાથજી તે વિલુપ્ત મનાતા મૂળ શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુ જ છે. તે હકીકતનું સમર્થન કરતાં સંખ્યાબંધ પુરાવાઓ તાજેતરમાં ઉપલબ્ધ થયા છે. તે
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
- ૧૩
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૮મી ડિસેમ્બર ૧૮૫૪ના દિવસે રેઈકસીઝ દ્વારા લખાયેલ છે. રેઈકસીઝ લખે છે કે આ બધી માહિતી વીરાવાવના મહેતા (જૈન) નેન્સી અને સુરજીએ આપેલ છે. જેઓએ મોરવાડાના છેલ્લા મેળા જોયા છે. બખાસર લાવ્યા પછી એક વર્ષે મૂર્તિના દર્શન માટે મેળો યોજાયેલો. મૂર્તિને લીમડાના ઝાડ નીચે ભંડારેલી અને પછી મેળા વખતે કાઢેલી. આ વખતે સુરતના નવલખા પરિવારના શ્રાવિકા દર્શન માટે આવેલા. સુતોજીએ દર્શન કરાવા ઘણા પૈસા માંગેલા છેવટે નવ હજાર રૂપિયા લઈ દર્શન કરાવ્યા હતા. કહે છે કે પૂંજોજી એક જગ્યાએ મૂર્તિને ભંડારતા પછી તેને સ્વપ્ન આવતું કે અમુક જગ્યાએ ખોદજે, ભંડારેલ મૂર્તિ ક્યાંકથી મળી આવશે. સ્વપ્ન બીજી જગ્યાનું આવે અને છતાં સ્વપ્ન પ્રમાણેજ મૂર્તિ મળતી.
શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન તીર્થ, મુ. વાવ. વાયા ડીસા, જીલ્લો બનાસકાંઠાપીન-૩૮૫૫૭૫.
(૪) રાધનપુરમાં ગોડીજીની શેરીમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. અગાઉ આ જિનાલય કાષ્ઠ (લાકડા) નું હતું પણ તે જીર્ણ થવાથી સંવત ૧૯૬૧ના કારતક સુદ-૭ સોમવારે દેરાસર ઉતરાવ્યું અને સંવત ૧૯૬૧ માગસર સુદ પાંચમના સોમવારે તેનો જીર્ણોધ્ધાર કરવાનો શ્રી વિજયગચ્છની પેઢીએ પ્રારંભ કર્યો. સંવત ૧૯૬૨માં શ્રાવણ સુદ-૧ના રોજ કંદર્પદેવીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
(૫) રાજસ્થાનમાં શિરોહીથી માત્ર ૩ કિ.મી. અને શિરોહી રોડથી ૨૮ કિ.મી. ના અંતરે ૭૦૦વર્ષ પ્રાચીન શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ તીર્થ ગોહિલી ગામની મધ્યમાં છે. જે ગોહિલી તીર્થ તરીકે જાણીતું છે. દેરાસરની નિર્માણશૈલી આકર્ષક છે.
આ સિવાય અનેક સ્થાનો પર શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો આવેલા છે.
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
૧૪
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
- આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા-પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
Page #38
--------------------------------------------------------------------------
________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ચોર્યાસીમી
દેવકુલિકામાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત્ત છે.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રીં ગોડીજી પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ Ø હ Ø ગોડીજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને મંત્ર-જાપ કરવા. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા. મંત્ર-આરાધનાથી સુખ-વૈભવમાં વધારો થાય છે તેમજ માનસિક ચિંતાઓ દૂર થાય છે.
| સંપર્કઃ શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન મંદિર શ્રી આત્માનંદ જૈન મહાસભા બજાર કર્યા, હનુમાન ચોક,
મુ.પો. જલંધર (પંજાબ) ફોનઃ (૦૧૮૧) ૨૪૦૫૬૭૪
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી કાર પાર્શ્વનાથ અમદાવાદમાં કાળુશાની પોળ, કાળુપુરમાં શ્રી હૂકાર પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. આજે અમદાવાદમાં નવી નવી સોસાયટીઓમાં અનેક દર્શનીય જિનાલયો છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી હૂંકાર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કાળશાની પોળમાં આ પ્રતિમાજી શ્રી હૂકાર આકૃતિથી યુક્ત છે. શ્યામ વર્ણના પાષાણની, પદ્માસનસ્થ અને સંપ્રફણાથી અલંકૃત આ પ્રતિમાજી કલાત્મક પરિકરથી પરિવૃત્ત છે. તે
- પરમ આનંદ આપનારી શ્રી હૂકાર પાર્શ્વનાથજીની આ પ્રતિમાજીની ઊંચાઈ અને પહોળાઈ ૧૦ ઇંચની છે. ડુંગરપુરમાં ગોરધનદાસજી પટવાના ઘર મંદિરમાં હૂકાર આકૃતિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધાતુબિંબ વિદ્યમાન હોવાનું માનવામાં આવે છે. તેમજ આ દર્શનીય પ્રતિમાની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજી મહારાજે પ્રતિષ્ઠા કરી હતી.
હૂ એક મંત્રબીજ છે. તેમાં ચતુર્વિશતિ જિનેશ્વર ભગવંતની સ્થાપના છે. કાળશાની પોળમાં શ્રી સંભવનાથ જિનાલયના ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની બાજુમાં શ્રી હૂકાર પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજીત છે. કાળુશાની પોળમાં ત્રણ જિનાલયો આવેલાં છે. શ્રી સંભવનાથજીના ધુમ્મટબંધ જિનાલયમાં ઉપર શ્રી શાંતિનાથજી તથા ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી બિરાજમાન
વિક્રમ સંવત ૨૦૨૦માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. વિ.સં. ૨૦૨૧માં આગમપ્રજ્ઞ આચાર્ય ભગવંત શ્રી જંબુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ હતી.
મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી સંભવનાથજીની પ્રતિમા પર સંવત ૧૫૨૭નો લેખ છે. તથા ઉપરના ગભારાના મૂળનાયક શ્રી શાંતિનાથજીની
શ્રી હ્રીંકર પાર્શ્વનાથ
૧૭
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાજી પર સંવત ૧૬૭૦નો લેખ છે. બીજું જિનાલય શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથનું છે. અને ત્રીજા જિનાલયમાં શ્રી અજીતનાથ પ્રભુ બિરાજમાન છે. | સંપર્ક : શ્રી હૂકાર પાર્શ્વનાથ જે. જૈન તીર્થ. શ્રી સંભવનાથજી શ્વેતાંબર મૂર્તિપૂજક જિનાલય, કાળુ શાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ 40૧(ગુજરાત).
આંધ્રના નાગાર્જુન નગરમાં (ગુજુર) શ્રી હૂકાર પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય જિનાલય આવેલું છે. જિનાલયમાં મૂળનાયક હૂકારમય શ્રી ચિંતામણિ કલ્પતરૂ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૬૩ ઈંચ અને પહોળાઈ ૪૧ ઈંચની છે. પ્રતિમાજી પ્રભાવક છે.
ગુટુરથી ૨૫ કિ.મી. ના અંતરે કૃષ્ણા નદીના કિનારે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. અહીં પ્રતિમાજી શ્યામ વર્ણના, પાષાણના
શ્રી પાશ્વ-સ્તવના
શુકલ ધવલને ધોળા પુષ્પો જેહની શોભા વધારતાં, મૂળમંત્ર શ્રી હૂકારમાં જે ધ્યાનમુદ્રામાં બિરાજતાં , નામમાત્રામાં મંટાક્ષરોને ગોપવી અવધારતાં, ‘હૂકાર” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા
હૂકાર મધ્યભાગમાં પાર્શ્વનાથ પ્રભુના ધ્યાનનું વર્ણન આવે છે. તેવા હૂકારમાં બિરાજેલા હૂકાર પાર્શ્વના નામે આ પ્રભુજી ઓળખાય છે. પ્રભુનું કાળુશીની પોળ (અમદાવાદ)માં નયનરમ્ય, દર્શનીય જિનમંદિર છે.
પદ્માવતી રાજેશ્વરી, હ્રકાર બીજ સમાન હૈ | કાલુપુર અહમદાબાદ મેં જો, રમ્ય અતિશય સ્થાન હૈ //. સિધ્ધ હોતે કાર્ય હૈ, જિનકા સદા ગુણ-ગાન હૈ | ઐસેં “શ્રી હૂ કાર પાર્થ” કો મૈં ભાવસે કરૂં વંદના //.
શ્રી હૂકર પાર્શ્વનાથ
૧૮
Page #41
--------------------------------------------------------------------------
________________
પદ્માવતી માતા તણું હ્રકાર બીજ ગણાય છે, જેમાં બિરાજયા પાર્થ પ્રભુ હૂંકાર નામ ગવાય છે, જેના નામમંત્રથી સર્વ કાર્યો સિધ્ધતા ક્ષણવારમાં, હૂકાર” પારસનાથને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી હ્રીંકાર પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. - આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્
શ્રી હ્રીંકર પાર્શ્વનાથ
૧૯
Page #42
--------------------------------------------------------------------------
________________
વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં પંચ્યાસીમી દેવકુલિકામાં શ્રી હ્રૌંકાર પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં પ્રતિમાજી સમ્રફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની બન્ને બાજુએ સર્પ (ધરણેન્દ્રદેવ) ની આકૃતિ છે. તેમજ આ પ્રતિમાજી કલાત્મક અને દર્શનીય પરિકરથી પરિવૃત છે.
મહિમા અપરંપાર
માનવીના જીવનમાં ક્યારેક સુખ તો ક્યારેય દુઃખ આવતાં રહે છે. તડકો છાંયો દરેકના જીવનમાં હોય છે. સુખમાં છકી ન જવું અને દુઃખમાં હારી ન જવું. દરેક જીવને પોતપોતાના કર્મોનું ફળ અવશ્ય ભોગવવાનું હોય છે. ધર્મ આરાધનાથી મનને શાંતિ મળે છે. તપ કરવાથી કર્મોના જાળાં તૂટવા લાગે છે.
જામનગરમાં રોહિણીબેનની સગાઈ રિષભ સાથે થઈ ત્યારે બન્ને પરિવાર સમૃધ્ધ હતા. બન્ને પરિવારોને ત્યાં મોટર બંગલા હતા. વેપાર પણ સારો હતો. રોહિણી - રિષભના વિવાહ ત્રણ મહિના પછી થવાના હતા. લગ્ન જોવરાવી લેવામાં આવ્યા હતા. રોહિણીના પિતા મનસુખલાલે વાડી પણ બુક કરાવી દીધી હતી. બન્ને પરિવારોમાં ખુશીનો માહોલ હત ત્યાં મનસુખલાલને ધંધામાં મોટો
શ્રી હ્રીંકાર પાર્શ્વનાથ
૨૦
Page #43
--------------------------------------------------------------------------
________________
ફટકો પડ્યો. તેમને વેપારમાં ભારે ખોટ આવી. સટ્ટામાં તેમને પોતાનો ગાડીબંગલો, ઓફિસ વગેરે ગુમાવી દેવું પડે તેવી નોબત આવી. મનસુખલાલે પોતાની આબરૂં પ્રતિષ્ઠા જાળવવા બધી મિલ્કત વેંચી નાખી અને પરાના એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા.
રિષભના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ તેમની પડખે ઊભા રહ્યાં હતા.
મનસુખલાલે રિષભના પિતા કિસનલાલને કહ્યું: ‘વેવાઈ, મારી પાસે કશું રહ્યું નથી. હું બધું ગુમાવી બેઠો છું. મેં મારી આબરૂ સાચવવા બધી મિલ્કત વેંચી નાખી છે. આજની તારીખે કોઈ મારી પાસે એક રૂપિયો માગે નહિ તેવી પ્રતિષ્ઠા જાળવી રાખી છે. મારી દીકરીના વિવાહ હું આર્ય સમાજથી કરાવવા માગું છું. હું કંઈ તેને આપી શકું તેમ નથી.”
કિસનલાલ બોલ્યા : “વેવાઈ, અમે વિચારીને જણાવીશું” કિસનલાલને મનમાં હતું કે અહીંથી મોટો દલ્લો મળશે પરંતુ હવે કશું મળે તેમ નથી તો શા માટે આગળ વધવું ? તેઓ સગાઈ ફોક કરવાના મુડમાં હતા પરંતુ ત્યારે તેઓ કશું બોલ્યા નહિ.
રોહિણીને શંખેશ્વરમાં ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં આવેલ શ્રી હૂકાર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. તેણી દરરોજ જાપ કરવા લાગી હતી. અને પોતાના વિવાહ નિર્વિઘ્ન રિષભ સાથે સંપન્ન થાય તેવો સંકલ્પ ધારણ કર્યો હતો. વિવાહ થયા પછી શંખેશ્વર જવાની માનતા પણ રાખી હતી.
આ તરફ કિસનલાલે તેના પુત્ર રિષભને કહી દીધું: “દીકરા, મનસુખલાલ રસ્તા પર આવી ગયેલ છે. હવે એની જોડે સંબંધ ન બંધાય. તારી સગાઈ ફોક કરી દઉં છું.”
રિષભ તાડુક્યો: “નહિ પપ્પા, હું એમ બનવા દઈશ નહિ. હું લગ્ન કરીશ તો રોહિણી જોડે જ. નહિંતર આજીવન કુંવારો રહીશ. તમે દહેજની લ્યાહમાં સગાઈ ફોક કરવા માંગો છો તે મને પસંદ નથી.”
શ્રી હ્રીંકર પાર્શ્વનાથ
૨૧
Page #44
--------------------------------------------------------------------------
________________
‘જો તું હઠાગ્રહ રાખીશ તો તને મારી મિલ્કત માંથી એક રૂપિયો પણ
મળશે નહિ.’
છે.’
‘વાંધો નહિ...’ રિષભ મક્કમ હતો. બન્ને પિતા-પુત્ર વચ્ચેનું વાક્ યુધ્ધ
પુરૂં થયું.
રિષભ બીજે જ દિવસે મનસુખલાલના ઘેર ગયો અને રોહિણીને બોલાવી. રિષભે રોહિણીને કહ્યું : ‘રોહિણી, તું તૈયાર થઈ જા . ..આપણે બહાર જવું
‘અત્યારે બપોરે બાર વાગે ક્યાં જવું છે ?' ‘તું પ્રશ્નો ન કર... હું કહું તેમ કર...’
‘ભલે...દસ મિનિટમાં તૈયાર થઈને આવું છું.' રોહિણી અંદર ચાલી ગઈ. રોહિણીના મમ્મીએ જમાઈની આગતા-સ્વાગતા કરી. થોડીવાર રહીને રિષભ રોહિણીને પોતાની કારમાં બેસાડીને કોર્ટનાં મેરેજ રજીસ્ટર ઓફિસમાં આવ્યો. ત્યાં બન્નેએ રજીસ્ટર મેરેજ કર્યા. એ વખતે રિષભની મમ્મી, મોટી બહેન તથા રિષભના મિત્રો હાજર હતા. રોહિણીને ભારે નવાઈ લાગી. રિષભે જરાય અણસાર પણ આપ્યો નહોતો. રિષભની મમ્મીએ રોહિણીને ત્યાં જ કીમતી દાગીનો પહેરાવ્યો. સૌએ અભિનંદન આપ્યા.
રિષભ પરિવાર સાથે રોહિણીને પોતાના બંગલા પર લઈ આવ્યો. રોહિણીનું સ્વાગત કરાયું. કિસનલાલને તેની પત્નીએ ફોન પર આ સમાચાર આપ્યા તેઓ તરતજ ઘેર આવ્યા અને સૌની ઈચ્છાને માન આપીને કિસનલાલે નવી વહુનો સ્વીકાર કર્યો. આ સમાચાર મનસુખલાલના પરિવારને આપવામાં આવ્યા. બન્ને પરિવારો ભેગા થયા. ખુશીનો માહોલ જામ્યો.
ચાર દિવસ બાદ ભવ્ય રીસેપ્શન યોજવામાં આવ્યું. રિષભ અને રોહિણી વચ્ચે એક દિવસ શંખેશ્વર ભક્તિવિહારમાં જઈ આવ્યા અને શ્રી હ્રીઁકાર પાર્શ્વનાથની ભક્તિ કરી. રોહિણીનો સંકલ્પ પૂરો થયો તેનો આનંદ હતો. મનસુખલાલના પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો.
૨૨
શ્રી હ્રીંકાર પાર્શ્વનાથ
Page #45
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં હ્રીંકાર પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં હ્રીં શ્રીં હ્રકાર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં હૂકાર પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે ઉઠીને, સ્વસ્થ થઈને નિશ્ચિત સમયે અને નિશ્ચિત સ્થાને આસન ગ્રહણ કરીને જાપ આરાધના કરવી. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા તથા વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માનસિક ચિંતાઓ દૂર થાય છે. આ મંત્રો અનુભવ સિધ્ધ છે.
સંપર્કઃ શ્રી હીંકર પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ. મંદિર પેઢી
| પો. અમરાવતી જિ. ગુટુર - ૫૨૨૦૨૦ (એ.પી.)
ફોન : (૦૮૬૩) ૨૧૪૮૩૪
શ્રી હ્રીંકર પાર્શ્વનાથ
૨૩
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી અવંતિ પાર્શ્વનાથ મધ્યપ્રદેશના ઉજ્જૈન રેલ્વે સ્ટેશનથી લગભગ બે કિલોમીટરના અંતરે આ પ્રાચીન અને મુખ્ય તીર્થ આવેલું છે. ઉજ્જૈનમાં હાલ ૨૨ જેટલા જિનાલયો છે. તેમજ અનેક ઉપાશ્રયો છે. કારણ
તો શાસનપ્રભાવક આચાર્ય ભગવંતોના અહીં ચાતુર્માસ થતા રહે છે. ઉજ્જૈનમાં જૈનોની વસ્તી સારી એવી છે. અહીં ધર્મશાળા ની ઉત્તમ સગવડ છે. ઈન્દોરથી આ શહેર ૫૬ કિ.મી. ના અંતરે આવેલું છે. કૂકડેશ્વર, ઉન્ડેલ, મંદસૌર, વહી વગેરે તીર્થો અહીંથી નજીક નજીકના અંતરે આવેલાં છે. ( શ્યામવર્ણના પદ્માસનસ્થ શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુજીની ઊંચાઈ ૩૭. ઈંચ અને પહોળાઈ ૩૦ ઈંચ છે. પ્રભુજી સાતફણાથી અલંકૃત્ત છે. જ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે.
જૈન અને જૈનેતર પ્રાચીન ગ્રંથોમાં ઉજ્જૈન નગરીની પ્રાચીનતાને દર્શાવી છે. ક્ષિપ્રા નદીના તટે વસેલી આ નગરી અવંતિકા, પુષ્પકરંડિની કે વિશાલા જેવા નામોથી પણ શાસ્ત્રોમાં નોંધાઈ છે. માલવની આ પ્રાચીન રાજધાની રાજા સુધન્વાના સમયમાં ઉજૈન નામથી જાણીતી થઈ. શાસન પ્રભાવક મહારાજા સંપ્રતિનો જન્મ આ નગરીમાં થયો હતો. તેમણે સવા લાખ જિનાલયો, સવા કરોડ જિનબિંબો અને ૩૬૦૦૦ જિનાલયોના જીર્ણોધ્ધાર કરાવ્યા હતા. તેઓ આચાર્ય ભગવંત શ્રી આર્યસહસ્તીસૂરિજીની પ્રેરક વાણીથી મહાસમ્રાટ સંપ્રતિ રાજા જૈનમતાવલંબી બન્યા હતા. ત્યાર પછી મહારાજા સંમતિએ સમગ્ર ભારતને જિનાલયો અને જિનબિંબોથી આવૃત્ત કરી દીધી. આ ભૂમિ પર અનેક મહાન આચાર્યોએ પાવન પગલાં પાડીને નગરીને પવિત્ર બનાવી છે. આ ઐતિહાસિક નગરીની ગૌરવભરી ગાથા ઈતિહાસના પાનાંઓ પર અંકિત છે.
એકવાર આચાર્ય ભગવંત શ્રી આર્યસહસ્તસૂરિજી મહારાજ પોતાના વિશાળ શિષ્યવૃંદ સાથે આ નગરીમાં આવીને ભદ્રા શેઠાણીની વાહનશાળામાં પધાર્યા. રાત્રિના સમયે આચાર્ય ભગવંતના શિષ્યવૃંદે નલિની ગુલ્મ વિમાનનું વર્ણન કર્યું. એ વર્ણન એટલું ચોટદાર હતું કે ભલભલો માણસ એમાં તદાકાર
શ્રી અવંતિ પાર્શ્વનાથ
Page #47
--------------------------------------------------------------------------
________________
બન્યા વિના ન રહે. એ સમયે ભદ્રા શેઠાણીનો પ્રિય પુત્ર અવંતિસુકુમાલ સાતમા માળે બેસીને ગુરૂ ભગવંતના શિષ્યો દ્વારા દર્શાવાતું નલિની ગુખ વિમાનનું વર્ણન સાંભળતો હતો. રસપ્રદ અને આબેહૂબ વર્ણન સાંભળીને અવંતિસુકુમાલના ચિત્તમાં ખળભળાટ મચી ગયો. તેના અંતરમનના તરંગો અથડાવા લાગ્યા. આ શ્રવણથી તેના અજ્ઞાનના કેટલાક બંધનો કડડભૂસ થઈને ભાગી ગયા અને તરતજ અવંતિસુકુમાલને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું.
જાતિ સ્મરણ જ્ઞાનમાં અવંતિસુકુમાલે પોતાના પૂર્વભવમાં આ નલિની ગુલ્મ વિમાનમાં દૈવી સુખો ભોગવતો જોયો. તેને અપાર સુખોની વચ્ચે મૃત્યુલોકનાં સુખો સાવ તુચ્છ લાગ્યા. અવંતિસુકુમાલને સંસારના સુખવૈભવ પ્રત્યેની પ્રીતિ અદૃશ્ય થઈ ગઈ. કોમળ અંગ ધરાવતો, સંસારના પૂર્ણ સુખોમાં આળોટતા અવંતિસુકુમાલને આ સંસાર અસાર લાગ્યો. તેના હૈયામાં સંયમનો શણગાર ધારણ કરવાના કોડ જાગ્યા. તેના ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવ સામે માતા અને પત્નીઓનો મોહ પામર થયો.
છે અને એ જ રાત્રે અવંતિસુકુમાલ સંયમનો પંથ ગ્રહણ કરવા દેઢ બન્યો. મધ્યરાત્રિએ તેણે સંસારના સર્વ બંધનો તોડીને સંયમનો માર્ગ સ્વીકારી લીધો.
અવંતિસુકુમાલ મુનિએ ગુરૂદેવ પાસે અનશનની આજ્ઞા પ્રાપ્ત કરી. અવંતિસુકુમાલ મુનિએ નગરી બહાર કંપારિકા કુંડ પાસે આવીને કાયોત્સર્ગધ્યાને ઊભા રહીને અંતરમનને આરાધનામાં સ્થિર કર્યું.
| અવંતિસુકુમાલને પરમ સમાધિ લાગી ગઈ હતી. રાત્રિકાળ ચાલતો હતો. એ સમયે આ મુનિની કોમલ અને સુંદરકાયાને પૂર્વભવોની વેરણ ભૂખી શિયાલડીએ પોતાના બચ્ચાં સાથે આવી કુરતા સાથે ફોલી ખાધી અને નલિની ગુલ્મ વિમાનમાંથી ભૂલો પડેલો આ જીવ સાધનાનું પરમ શિખર પાર કરીને પુનઃ નલિની ગુલ્મ વિમાનમાં પહોંચી ગયો.
બીજે દિવસે અવંતિસુકુમાલ મુનિના સંસારી માતા અને પત્નીઓને આ મુનિના કાળધર્મના સમાચાર જાણવા મળતાં તે દરેકનાં અંતરમાં વૈરાગ્યનો દીપક પ્રજળી ઊઠ્યો. અને એક સગર્ભા પત્ની સિવાયના ૩૨ આત્માઓએ પ્રવ્રજયાનો
શ્રી અવંતિ પાર્શ્વનાથ
૨૫
Page #48
--------------------------------------------------------------------------
________________
માર્ગ અંગીકાર કર્યો.
આ તરફ સગર્ભાવસ્થાને કારણે સંસારમાં રહેલી સ્ત્રીએ મહાકાલ નામના પુત્રને જન્મ આપ્યો. આચાર્ય ભગવંતશ્રી આર્યસૂહસ્તીસૂરિજીના ઉપદેશથી મહાકાલે પોતાના પિતાની સ્મૃતિમાં ક્ષિપ્રા નદીના તટે ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો. વીર નિર્વાણના લગભગ ૨૫૦ વર્ષ બાદ આ જિનાલયનું નિર્માણ થયું હતું. આ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરેલા શ્રી પાર્શ્વ પ્રભુ અવંતિસુકુમાલની સ્મૃતિમાં ‘શ્રી અવંતિ પાર્શ્વનાથ’ ના નામથી જગવિખ્યાત બન્યા. મહાકાલે આ જિનાલય બંધાવેલું હોવાથી ‘મહાકાલ ચૈત્ય' ના નામથી પણ ઓળખાવા લાગ્યું.
સમયના વહેણમાં વર્ષો વીતી ગયા. રાજા પુષ્યમિત્રના સમયમાં આ જિનાલય મહાદેવના મંદિરમાં રૂપાંતરિત થયું અને ‘મહાકાલ મહાદેવ’ ના નામથી આ મંદિરની પ્રસિધ્ધિ થઈ. આ ઘટના દીર્ઘકાળ અકબંધ રહી.
કાળની ગતિને રોકી શકાતી નથી. મહારાજા વિક્રમાદિત્યનું શાસન આવ્યું. તેમના રાજ્યકાળ દરમ્યાન સર્વત્ર સમૃધ્ધિની છોળો ઉડવા લાગી. આ સમયમાં આચાર્ય શ્રી વૃધ્ધવાદિસૂરિના વિદ્વાન શિષ્ય મુનિ કુમુદચંદ્રના હૈયામાં અર્ધમાગધી, પ્રાકૃત ભાષાના શાસ્ત્રોને સંસ્કૃતમાં રૂપાંતરિત કરવાના કોડ જાગ્યા. તેમણે પોતાના ગુરૂદેવ પાસે શ્રી નમસ્કાર મહામંત્રનું પોતે બનાવેલું સંસ્કૃત પદ રજૂ કર્યું. પોતાના શિષ્યના આ કૃત્યથી ગુરૂદેવ વિષાદ પામ્યા અને જણાવ્યું કે પૂર્વના મહાપુરુષોએ રચેલાં શાસ્ત્રોની તારા આ કૃત્યથી અવહેલના થઈ છે. આથી ગુરૂએ તેમને ‘પારાંચિત પ્રાયશ્ચિત’ ના અધિકારી ઠેરવ્યા. આ પ્રાયશ્ચિત પ્રમાણે કુમુદચંદ્ર મુનિએ અવધૂતના વેશમાં ફરીને અઢાર રાજાઓને પ્રતિબોધી જૈનધર્મી બનાવવાના હતા.
મુનિ કુમુદચંદ્રે ગુરૂ આજ્ઞાનો સ્વીકાર કર્યો અને પોતાથી મહાભયંકર અપરાધ થઈ ગયો છે તેમ પણ તેમને લાગ્યું. આ મુનિ અવધૂતના વેશમાં ભઋણ કરતાં ઉજ્જૈન નગરીમાં આવ્યા. તેઓ મહાકાલ મંદિરમાં રાતવાસો કરવા રોકાયા. મુનિ શિવપિંડિકા પાસે સૂતા હતા. વહેલી સવારે કોઈ ભાવિકે મુનિને આ રીતે સૂતેલા જોઈ ગયો. તે ભાવિકે નગરીના કેટલાક માણસોને વાત કરી અને લોકો મહાકાલ મંદિરે ભેગા થયા. સૌ મુનિને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ
શ્રી અવંતિ પાર્શ્વનાથ
૨૬
Page #49
--------------------------------------------------------------------------
________________
મુનિ ઉઠે તો શાના? આમ બધા પ્રયત્નો નિષ્ફળ જવાથી લોકોએ મહારાજા વિક્રમાદિત્યને ફરિયાદ કરી રાજાના હુકમથી અવધૂતના દેહ પર ચાબુકના ફટકા મારવામાં આવ્યા. પરંતુ અવધૂત ન હાલે કે ન ચાલે... આ બાજુ યોગી પર ચાબુકના ફટકા પડે અને તેના સોળ રાજાની રાણીઓ પર પડે. ચાબુકના ફટકાથી રાણીઓની હાલત અધમૂવા જેવી બની ગઈ. મહારાજા વિક્રમને આ દિવ્ય ચમત્કાર લાગ્યો. તે તરત જ અવધૂત પાસે આવ્યો અન ક્ષમા માંગી. રાજાએ અવધૂતને આવી વિચિત્ર વર્તણૂંકનુ રહસ્ય જણાવવા વિનંતી કરી.
ત્યારે અવધૂતે મહા મંગલકારી શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. તેઓ એક એક શ્લોક ઉચ્ચારતા ગયા. અગિયારમા શ્લોકનું ઉચ્ચારણ કરતાં મહાદેવનું લિંગ અદૃશ્ય થયું, તેના સ્થાને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નયનરમ્ય જિનબિંબ પ્રગટ થયું.
ત્યાર પછી મુનિએ આ જિનાલયનો ઈતિહાસ મહારાજા વિક્રમને પ્રારંભથી કહી બતાવ્યો. આ દિવ્ય ઘટનાથી મહારાજા વિક્રમ પ્રતિબોધ પામ્યો અને જૈન ધર્મ અંગીકાર કર્યો.
મહારાજા વિક્રમને આધીન અન્ય અઢાર રાજાઓ પણ જૈન ધર્મી બન્યા. આમ અદ્ભૂત શાસન પ્રભાવના કરનાર અવધૂતના વેશમાં રહેલા આ મુનિને આ. શ્રી વૃધ્ધવાદિસૂરિજીએ ફરીને પોતાના ગચ્છમાં સામેલ કર્યાં. મહારાજા વિક્રમાદિત્યે મુનિને ‘શ્રીસિધ્ધસેન દિવાકર’ ના નામથી
બિરદાવ્યા.
આ રીતે શિવ મંદિરમાં બદલાયેલું શ્રી અવંતિ પાર્શ્વનાથનું આ પ્રાચીન જિનાલય પુનઃ ગુંજતું થયું.
આ તીર્થ સૈકાઓથી પોતાનો પ્રભાવ પ્રસરાવી રહ્યું છે. અને ઉજ્જવળ ઈતિહાસની સાક્ષી દર્શાવી રહ્યો છે.
શ્રી અવંતિ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ઉજ્જૈનમાં છે, તેમજ મહારાષ્ટ્રના યેવલા ગામમાં શ્રી અવંતિ પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે.
શ્રી જીરાવલા તીર્થની ૧૫મી દેરીમાં, સાંતાક્રુઝ - શ્રી કલિકુંડ પાર્શ્વનાથ
૨૭
શ્રી અવંતિ પાર્શ્વનાથ
Page #50
--------------------------------------------------------------------------
________________
જિનાલયના એક ગોખલામાં તથા ભીલડીયાજી તીર્થની દેરીમાં શ્રી અવંતિ પાર્શ્વનાથજીની પ્રતિમા છે.
આચાર્ય ભગવંતો તથા મહાપુરુષોએ પ્રાચીન તીર્થ શ્રી અવંતિનાથ પાર્શ્વનાથની યશોગાથા પોતાના ગ્રંથોમાં કરી છે.
શ્રી પાર્શ-રતવના
‘કલ્યાણ મંદિર સ્તોત્રા’ સે, યહ બિમ્બ સમ્મુખ આયા ! અવન્તી સુકુમાર સ્મૃતિ, નિર્માણ બન જગ છા ગયા //. જાગૃત હૈ માણિભદ્ર જહાં, ઉજજૈન સંઘ સુખ પા ગયા ઐસૈ શ્રી અવન્તી પાર્શ્વ” કો મૈં, ભાવસે કરૂં વંદના //
તારા કારણે કલ્યાણ મંદિર સ્તોત્ર મળ્યું છે શાસનને, અવંતિ સુકુમાલની સ્મૃતિમાં તું મળ્યો છે શાસનને, શિવલિંગ નીચેથી પ્રગટ્યા વાસ કર્યો છે ઉજજૈનમાં, “અવંતિ' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
જે અવંતિ સુકુમારની શુભયાદમાં નિર્મિત થતાં, કલ્યાણ મંદિર સ્તવ થકી ફરીવાર જે પ્રભુ પ્રગટતા, જયાં માણિભદ્રવીર પણ પ્રભુ પાર્શ્વ પાસે જાગતા, શ્રી અવંતિ' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી અવંતિ પાર્શ્વનાથ
૨૮
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી અવંતિ પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાસ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને
શ્રી અવંતિ પાર્શ્વનાથ
Page #52
--------------------------------------------------------------------------
________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં છચ્યાસીમી દેવકુલિકામાં શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે.
| મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં અવંતિ પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં હ્રીં શ્ર અવંતિ પાર્શ્વનાથાય નમઃ | (૩) 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અવંતિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે ઉઠીને, સ્વસ્થ થઈને નિશ્ચિત સમયે અને નિશ્ચિત સ્થાને આસન ગ્રહણ કરીને જાપ આરાધના કરવી. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા તથા વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માનસિક ચિંતાઓ દૂર થાય છે. આ મંત્રો અનુભવ સિધ્ધ છે.
નો સંપર્કઃ શ્રી અવંતી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક
મારવાડી સમાજ ટ્રસ્ટ શાંતતિનિાથ ગલી, છોટા સરાફા, ઉજ્જૈન (મ.પ્ર.) - ૪પ૬૦૦૬ ફોન : (૦૭૩૪) ૨૫૮૫૮૫૪, ૨૫૫૫૫૫૩, ૨૫૫૦૮૭૧
શ્રી અવંતિ પાર્શ્વનાથ
૩૦
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી મણી પાર્શ્વનાથ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મક્ષી ગામમાં શ્રી મક્ષી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને પ્રાચીન તીર્થ આવેલું છે. ઉજ્જૈન અને દેવાસથી ૪૦ કિ.મી. ના અંતરે મક્ષી રેલ્વે સ્ટેશન આવેલ છે. મક્ષી રેલ્વે સ્ટેશનથી લગભગ દોઢ કિ.મી. ના અંતરે આ તીર્થધામ આવેલ છે. - આ તીર્થસ્થળ બાવન દેવકુલિકાઓથી વિભૂષિત છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. તીર્થનો વહીવટ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી કરી રહી છે. શ્રી મક્ષી પાર્શ્વનાથનું આ મુખ્ય તીર્થ છે. તે સિવાય શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ, સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય તેમજ શ્રી જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી મક્ષી પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી મક્ષીજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
મક્ષી ખાતે શ્રી મણી પાર્શ્વનાથની પરમ પ્રભાવક પ્રતિમાજી શ્યામ વર્ણની, પાષાણની, પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત છે.
- આ મનોહારી પ્રતિમાજીની ઊંચાઈ ૩૫ ઈંચ અને પહોળાઈ ૩૧ ઈંચની છે. આ તીર્થધામ બીજા કે સાતમા સૈકાનું ઈતિહાસકારો માને છે. હાલ જે જિનાલય છે ત્યાં પૂર્વે એક પ્રાચીન ભોયરૂં હતું. આ ભોંયરામાંથી જ શ્રી પાર્શ્વ પ્રભુની મનોહારી પ્રતિમાજી પ્રાપ્ત થઈ હતી.
આ તીર્થના ઈતિહાસ અનુસાર વઢિયાર દેશના લોલાડા ગામના ધર્મનિષ્ઠ પ્રકૃતિ ધરાવતા સુશ્રાવક સંગ્રામ સોનીએ વિક્રમ સંવત ૧૪૭૨માં આ ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો હતો. શ્વેતાંબર આચાર્ય શ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે શ્રી પાર્શ્વ પ્રભુનું આ પ્રાચીન જિનબિંબ પ્રતિષ્ઠિત થયું હતું. સુશ્રાવક સંગ્રામ સોનીએ વેપાર ધંધામાં અઢળક દોલત એકઠી કરી તેના કૌશલ્યથી ગ્યાસુદીન બાદશાહ ભારે પ્રભાવિત થયેલા અને સંગ્રામ સોનીને મંત્રીપદ આપ્યું હતું. મંત્રી સંગ્રામ સોની પાસે સંપત્તિ તો હતી. તેમાં સત્તાનો
શ્રી મક્ષી પાર્શ્વનાથ
Page #54
--------------------------------------------------------------------------
________________
સાથ મળતાં તેણે ચારે તરફ જિનશાસનનો વિજયધ્વજ ફરકાવ્યો.
કહેવાય છે કે તેણે ચારે તરફ ૧૭ જેટલા જિનાલયો બંધાવ્યા. શ્રી મક્ષી પાર્શ્વનાથનું જિનાલય તેમાંનું એક છે.
ત્યારથી આ જિનાલય સર્વ ભાવિકો માટે શ્રધ્ધાનું અનેરું કેન્દ્ર બની ગયેલ છે.
વિકમ સંવત ૧૫૧૮ના જેઠ સુદ-૧૫ના રોજ આ તીર્થનો જીર્ણોધ્ધાર કરીને પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી. આ તીર્થ અને શ્રી મક્ષી પાર્શ્વનાથ વિષે અનેક જૈનાચાર્યો, મુનિ ભગવંતો, કવિઓએ પોતાની કૃતિઓમાં સ્તવના કરી છે. આ પ્રાચીન તીર્થના દર્શન કરવા જેવા છે.
વિશેષ જાણકારી અહીં જુદા જુદા પુસ્તકો અને પુસ્તિકાઓમાંથી ઉદ્ભૂત કરેલ માહિતી પ્રસ્તુત છે.
(૧) માલવ પ્રદેશમાં ઉજ્જૈનથી ભોપાલ જતાં મક્ષી નામનું સ્ટેશન આવે છે. તેની નજીકમાં મક્ષી નામનું ગામો. ત્યાં લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલું ભવ્ય દહેરાસર છે.
સંગ્રામ સોની વઢિયારમાંથી માંડવગઢ આવ્યા અને પુષ્કળ દ્રવ્ય તથા ઉજ્જવલ કીર્તિ કમાયા. તેમણે પોતાના એ દ્રવ્યની સાર્થકતા ૧૭ જિનમંદિરો બંધાવીને તથા અનેક ગ્રંથભંડારો સ્થાપીને કરી. આ જિનમંદિરો પૈકી એક મંદિર તેમણે મક્ષીમાં બંધાવ્યું હતું. અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી, તે મગસી(મલી) પાર્શ્વનાથ તરીકે પ્રસિધ્ધ થઈ હતી. શ્રી કલ્યાણસાગરે પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટીમાં કહ્યું છે :
અંતરિક કુકડેંસરઈ અવંતી હો શ્રી મગસી પાસ; રામપુરાઈ રળિયામણો, મંડલિગઢ હો રાયરાણા દાસ.
શ્રી મણી પાર્શ્વનાથ
૩૨
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી મેઘવિજય ઉપાધ્યાયે પણ શ્રી પાર્શ્વનાથ નામ માળામાં તેની નીચે પ્રમાણે નોંધ લીધી છે. :
મહિમાંહિં મહિમા મંદિર શ્રી મગસીશ.
સુરનર નાયકપદ આપે છે જે બગસીશ.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હાટ બજારમાં આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક બાજુએ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજી બાજુએ શ્રી નેમનાથ ભગવાનની શ્યામ પ્રતિમાજી છે. મૂળ મંદિરમાં બે પ્રાચીન પ્રતિમાઓ દશમા સૈકાની છે અને બીજી મૂર્તિઓ પર સંવત ૧૫૪૨ના લેખો વિદ્યમાન છે. મૂળ મંદિરની ચારે બાજુ મળી ૪૨ દેવકુલિકાઓ છે. મંદિરની આગળ એક ચૌમુખ દેરી છે. તેની આગળ રાયણવૃક્ષ છે. દેરીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પગલાં છે. મંદિરની પાછળ આવેલા બગીચામાં પાંચ દેરીઓ છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી અભયદેવસૂરિ અને દાદાજી વગેરેના પગલાં પધરાવેલાં છે.
અહીં બે ધર્મશાઓ છે. આ તીર્થનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે.
(૨) મુંબઈ - આગ્રા માર્ગ ઉપર ઉજ્જૈનથી ૪૦ અને દેવાસથી ૪૦ કિલોમીટરના અંતરે શ્રી મક્ષી તીર્થ આવેલું છે. અહીં શ્રી મક્ષી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સાતમી સદીની હોવાનું મનાય છે. આ ચમત્કારિક સ્થળ છે. મહંમદ ગઝનીએ આ તીર્થ ૫૨ ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ થયો નહોતો.
(૩) શ્રી મક્ષી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઘણી જ પ્રાચીન માનવામાં આવે છે ઈ.સ. દશમી સદીમાં પરમાર રાજાઓ દ્વારા આ તીર્થ બંધાયાનો ઉલ્લેખ છે. અગિયારમી સદીમાં મહંમદ ગઝનીએ જ્યારે ભારત ભરમાં અનેક મંદિરો લૂંટ્યા ત્યારે અહીં પણ આવેલો પરંતુ અહીં આવ્યા પછી તે માંદગીમાં સપડાયો ત્યારે તેને આ મંદિરને કોઈ ક્ષતિ પહોંચાડવી નહિ તેવો આદેશ શાસન દેવે આપેલો
શ્રી મક્ષી પાર્શ્વનાથ
૩૩
Page #56
--------------------------------------------------------------------------
________________
એટલે કે આ પ્રતિમાજી ચમત્કારિક કહેવાય છે.)
બીજી એક લોકવાયકા અનુસાર એક વખત પ્રભુના છત્ર ધારક ધરણેન્દ્ર દેવે પોતાની ફેણમાથી દૂધની ધારા વહાવી હતી, જેથી મંદિરના મૂળ સ્થાનમાં દૂધ
ભરાયું હતું. આ ચમત્કારી ઘટનાના જાતકોએ દર્શન કર્યા હતા. પ્રભુ પ્રતિમાનું શિલ્પ સૌંદર્ય અલૌકિક છે.
શ્રી પાર્શ્વ-સ્તાવના સંગ્રામ સોની દ્વારા નિર્મિત, ગઝની કો પરચા દિયા | દૂધ બહતા થા ફણોસે, ચકિત સબકો કર દિયા || વાંછિત-દાતા મક્ષી સ્વામી, મન મેરા હૈ હર લિયા | ઐસે ‘શ્રી મક્ષી પાર્થ' કો મેં, ભાવસે કરૂં વંદના //.
કર્મ પિંજરાથી છુટવા મથતું મારું આ મનપક્ષી, મુક્તિના ગગને જાવું છે પાંખો આપોને મને મક્ષી, ઓ...! મક્ષિજી પારસ વહાલા બચાવજો આ કર્મોથી, ‘મક્ષીજી પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
સંગ્રામ સોનીએ બંધાવેલ આ જિન મંદિરને તોડવા મહંમદ ગઝની આવતાં તેનું સ્વાથ્ય તૂટયું. પ્રતિમાજીના અનેક ચમત્કારો જોઈ પ્રભાવિત બની, મંદિર તો ના તોડયું, પણ જિનાલયની રક્ષાર્થે દ્વાર પર પાંચ કાંગરા કરી પાછો વળ્યો. આજેય અનેક ચમત્કારો થાય છે. થોડા સમય પહેલાં ફણામાંથી દૂધ ઝરતાં ગભારો દૂધમય બની ગયો હતો. અત્યંત દર્શનીય અને અલૌકિક તીર્થધામ છે.
છત્ર સ્વરૂપ તું જ ફેણમંથી ધાર વહેતી દુગ્ધની, પરચો બતાવ્યો ગઝનીને અરજી સુણો આ મુગ્ધની, હે મક્ષી પારસ મોક્ષ દેજો રક્ષી-રક્ષી મોહથી, શ્રીમક્ષી' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી મક્ષી પાર્શ્વનાથ
૩૪
Page #57
--------------------------------------------------------------------------
________________
તોડે ભવ પાસ લંછન જાસ...૧ નવ હાથની કાય
આશા પૂરે પ્રભુ પાસજી, વામામાતા જનમીયા અહિ અશ્વસેન સુત સુખ કરૂં, કાશીદેશ વારાણસીએ, પુન્યે એકસોવ૨સનું આયખું પાડી પદ્મ કહે મુગતે ગયા, નમતા સુખ નિરધાર..૩
પ્રભુજી
પાય....૨
પાર્શ્વકુમાર
જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી...૧ પ્રભુ નામે આનંદકંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભવભવ તણા, પાતિક સવિ દહીએ...૨ ૐ હ્રીં વર્ણ જોડી ક૨ી, જપીએ પારસ નામ વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ધામ....૩
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી મક્ષી પાર્શ્વનાથ } })
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી મક્ષી પાર્શ્વનાથ
૩૫
Page #58
--------------------------------------------------------------------------
________________
પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં સત્યાસીમી દેવકુલિકામાં શ્રી મક્ષીજી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત છે તેમજ પ્રતિમાજીની બાજુમાં શ્રી ધરણેન્દ્ર દેવ અને બીજી બાજુ મા પદ્માવતી ચામર વીંઝતા જોવા મળે છે. અત્યંત કલાત્મક કારીગરીથી સંપન્ન આ પ્રતિમાજી છે.
શ્રી મક્ષી પાર્શ્વનાથ
Page #59
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના (૧) ૐ હૂ હૈં મક્ષી પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મક્ષી પાર્શ્વનાથાય નમઃ. (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મક્ષી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર-જાપ કરવા. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા મંત્ર આરાધનાથી ગમે તેવા સંકટો ટળી જાય છે. ઉપાધિઓમાંથી મુક્તિ મળે છે. માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.
સંપર્કઃ શ્રી મક્ષી પાર્શ્વનાથ જૈન મંદિર
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી મુ.પો. મક્ષી, જી. શાળાપુર (મધ્યપ્રદેશ)-૪૬૫૧૦૬
ફોન : (૦૭૩૬૩) ૨૩૩૦૩૭
શ્રી મક્ષી પાર્શ્વનાથ
૩૭
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ ગુજરાતના બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામમાં શ્રી ભીલડિયા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય તીર્થ આવેલું છે. આ તીર્થ નવા ડીસાથી ૨૪ કિ.મી. દૂર આવેલું છે તેમજ ભીલડીયા રેલ્વે સ્ટેશનથી નજીક પડે છે. અહીં ધર્મશાળા-ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. તેરમા-ચૌદમા સૈકાનાં કેટલાક શિલાલેખો પરથી આ તીર્થની પ્રાચીનતાનો સહેજે ખ્યાલ આવે છે. આ તીર્થનો મહિમા વર્તમાન સમયમાં વધ્યો છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે.
અત્યંત કલાત્મક પરિકરમાં શ્રી ભિલડિયાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્રી ભીલડિયા તીર્થમાં મૂળનાયકરૂપે બિરાજમાન છે. પદ્માસનસ્થ, સપ્રફણાથી વિભૂષિત, શ્યામવર્ણી આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૧ ઈંચ, ફણા સહિત ૧૩ ઈંચ અને પહોળાઈ નવ ઇંચ છે. પ્રતિમાજી નાના છે, પરંતુ દર્શનીય અને પ્રભાવશાળી છે.
આજે શ્રી ભીલડિયા તીર્થ દિન-પ્રતિદિન શ્રધ્ધાનું મહાકેન્દ્ર બન્યું છે. આ નગરની પ્રાચીનતા અંગે અનેક લોકવાયકાઓ છે છતાંય તેરમા અને ચૌદમા સૈકાના શિલાલેખો આ તીર્થ, હોવાની માહિતી પૂરી પાડે છે. અને એ સમયમાં આ નગર અપૂર્વ સમૃધ્ધ હોવું જોઈએ એવું માનવામાં આવે છે.
એક લોકવાયકા અનુસાર અહીં ત્રંબાવતી નામની બાર કોસના ઘેરાવાળી સમૃધ્ધ નગરી હતી. આ નગરીમાં સવાસો શિખરબંધી જિનાલયો, કૂવાઓ અને વાવો પણ પાર વગરનાં હતાં. આ અંગેના અવશેષો પણ જોવા મળે છે. તેમજ આજે પણ અતીતનું સ્મરણ કરાવતાં બે કૂવાઓ છે. - આ જિનાલયની પાછળ રાજગઢી હતી. આ જગ્યાએ ખોદકામ કરતાં પુષ્કળ પથ્થરો અને ઈંટો નીકળે છે. આજે આ સ્થાન ‘ગઢડું' તરીકે જાણીતું છે. જિનાલયની આસપાસ ખોદકામ કરતાં ઈંટો-પથ્થરો નીકળતાં રહે છે. વિક્રમના તેરમા સૈકામાં ભીલડિયા લવણપ્રસાદ વાઘેલાના તાબા હેઠળ હતું.
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ
૩૮
Page #61
--------------------------------------------------------------------------
________________
| વિક્રમ સંવત ૧૨૧૮ના ફાગણ વદ - ૧૦ ના ભીમપલ્લીના શ્રી વીર જિનાલયમાં શ્રી જિનપતિસૂરિને આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજે દીક્ષા આપ્યાનો ઉલ્લેખ છે. અનેક પ્રભાવક આચાર્યોએ આ તીર્થની યાત્રા કરી છે. શ્રી વીર જિન પ્રાસાદનો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૧૩૧૭ માં થયાનો ઉલ્લેખ છે. અહીં શ્રી ગુરૂ ગૌત્તમ સ્વામી ગણધરની મૂર્તિની વિક્રમ સંવત ૧૩૩૪માં પ્રતિષ્ઠા કરાઈ હતી.
વિક્રમ સંવત ૧૩૪૪ના લેખવાળી શ્રી અંબિકા દેવીની મૂર્તિ આજે પણ છે. વિક્રમ સંવત ૧૩૮૨માં અહીં આચાર્ય ભગવંત શ્રી જિનોદય સૂરિની દીક્ષા સંપન્ન થઈ હતી. એવા પ્રમાણ મળે છે કે આ તીર્થના નામ પરથી ભીમપલ્લીગચ્છ'નો આરંભ થયો હતો. વિક્રમ સંવત ૧૩૫૨માં અહીં ૧૨ જૈના ચાર્યોએ સાથે ચાતુર્માસ કરેલું.
- વિક્રમ સંવત ૧૩પ૩ની સાલમાં બે કારતક માસ હતા. તેથી ચાતુર્માસ બીજા કારતક માસની પૂર્ણિમાના પુરૂં થાય, પરંતુ તપાસગચ્છના આચાર્ય ભગવંત શ્રી સોમ પ્રભસૂરિએ વિદ્યાના બળે જોયું કે આ નગરીનો ટૂંકા સમયમાં નાશ થવાનો છે. આથી આચાર્ય ભગવંતે કારતક માસની (પ્રથમ) પૂર્ણિમાએ ચાતુર્માસ પૂર્ણ કરીને તુરત જ વિહાર કરી ગયા. અહીંના જૈનો પણ ભવિષ્યવાણી સાંભળીને ચાલ્યા ગયા. જૈનોએ રાધનપુર નગર વસાવ્યું. આચાર્યશ્રીની ભવિષ્યવાણી સત્ય ઠરી. વિક્રમ સંવત ૧૩૫૫-૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાને ભીલડિયાનો નાશ કર્યો.
એ પછી કાળના પ્રવાહમાં અનેક સૈકાઓ પસાર થઈ ગયા. આ નગરને લોકો ભૂલી ગયા. એકવાર ડીસાના ધરમચંદ મહેતાના હૈયામાં અહીં નગર વસાવવાના કોડ જાગ્યા. તેમણે અણદા ગામના ભીલડિયા બ્રાહ્મણને પ્રેરણા કરીને વિક્રમ સંવત ૧૮૭૨માં ગામ વસાવ્યું. જે ભીલડીના નામથી પ્રસિધ્ધ થયું. વિક્રમ સંવત ૧૮૯૦માં જિનાલયનું નિર્માણ થયું. અને સંવત ૧૮૯૨માં પ્રતિષ્ઠા કરાઈ. શ્રી ઉમેદવિજયજી મહારાજના પ્રયત્નોથી આ તીર્થ વધારે પ્રકાશમાં આવ્યું. વિક્રમ સંવત ૧૯૩૬માં આ તીર્થનો વહીવટ પાટણના વીરચંદભાઈએ સંભાળ્યો.
શ્રી ભીલડિયાઝું પાર્શ્વનાથ
૩૯
Page #62
--------------------------------------------------------------------------
________________
અહીં દર વર્ષે પોષ દશમીનો મેળો યોજાવા લાગ્યો.
વિક્રમ સંવત ૧૯૮૩માં શ્રી મહાવીર સ્વામી સહિત અનેક જિનબિંબોની ભવ્ય મહોત્સવ સાથે પ્રતિષ્ઠા થઈ. વિક્રમ સંવત ૨૦૨૭ના ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ થયા બાદ પરમાત્માનો જિનાલયમાં પ્રવેશ થયો. વિક્રમ સંવત ૨૦૩૭માં બાવન જિનાલયની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ.
આજે શ્રી ભીડિયા પાર્શ્વનાથ તીર્થની યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જઈ રહ્યાં છે. આ પરમ પ્રભાવક તીર્થ છે.
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક તથા પુસ્તિકામાંથી ઉદ્ધૃત કરેલી માહિતી • પ્રસ્તુત છે.
(૧) ભીલડિયા તીર્થમાં પ્રભુજીની પ્રતિમાજી ખૂબજ પ્રાચીન અને કલાત્મક છે પરમ પૂજ્ય શ્રી કપિલ કેવલીના સુહસ્તે પ્રતિષ્ઠિત થયેલી છે. એવું મનાય છે. એક કિવદંતી અનુસાર સંપ્રત્તિ રાજા દ્વારા પ્રતિષ્ઠિત થયેલી પણ મનાય છે. પ્રતિમાજી અત્યંત ચમત્કારિક અને કલાત્મક છે.
દંતકથા અનુસાર શ્રી શ્રેણિક કુમારે એક રૂપવતી ભીલડી કન્યા સાથે લગ્ન કર્યા બાદ આ શહેર વસાવ્યું હતું. એક લેખ અનુસાર અહીં એક સમયે સવાસો શિખરબંધ જિનાલયો હતા અલ્લાઉદ્દીન ખિલજીએ કરેલા આક્રમણને કારણે ઘણું નુકસાન થયું હતું. આ શહેર આખું બળીને ભસ્મ થયેલું મનાય છે. હમણાં પણ બળેલી ઈંટો, કોલસા, રાખ વગેરે જમીનમાંથી મળી આવે છે. આ ગામ ફરી વસ્યા પહેલા સરીયદ ગામના શ્રાવકોએ પોતાના ગામે આ પ્રતિમાજી લઈ જવાનો પ્રયાસ કરતાં પ્રભુ પરચો બતાવી ચમત્કાર કરેલ. જેથી આ પ્રતિમાજી અહીં જ રાખી આ તીર્થની ફરીથી સ્થાપના થયેલ. ભીલડી ગામ ડીસાથી ૨૪ કિ.મી. છે. રહેવા માટે વિશાળ ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે.
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ
४०
Page #63
--------------------------------------------------------------------------
________________
(૨) ઉત્તર ગુજરાતનું અતિ પ્રાચીન શ્રી ભીલડિયા તીર્થ અત્યંત દર્શનીય છે. બાવન જિનાલયથી અલંકૃત આ જિનાલય છે. પૂર્વકાળમાં ભીમપલ્લી નગર હતું. અને સંપ્રતિરાજાના હાથે પ્રભુ પ્રતિષ્ઠિત થયાનું માનવામાં આવે છે. શ્રી કપિલ કેવળીના પુણ્ય સાંનિધ્યમાં પ્રભુ પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ મળે છે. બે હજાર વર્ષ પહેલાંની સમૃધ્ધિનો વારસો ધરાવતું આ નગર વિનાશ પામ્યું તે સમયે જીર્ણ મંદિરના ભોંયરામાં પ્રતિમાજી સુરક્ષિત હતા. સરિયદ ગામના શ્રાવકોએ પ્રભુજીને ખસેડવા પ્રયત્ન કર્યો ત્યારે જંગલી ભમરાઓ ઉડ્યા હતા અને દૈવીશક્તિથી પ્રતિમાજી મોટા થતા ગયા હતા. આ પ્રકોપથી ફરીથી પ્રતિમાજી તે જ સ્થળે સ્થાપિત કર્યા હતા. આ તીર્થનો છેલ્લો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૨૦૨૭માં આચાર્ય ભગવંત શ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજાના સુહસ્તે સંપન્ન થયો હતો.
શ્રી પાશ્વ-તત્વના
લઘુ મૂર્તિ દેખી આપકી, દેખી બડી જાદુગરી | પ્રકટ પ્રભાવી હૈં અતિ, જો ચમત્કારો સે ભરી | ઉત્થાપના કરને લગે તો, લગી ભોંરો કી ઝડી | ઐસેં ‘શ્રી ભીલડિયા પાર્થ” કો મૈં, ભાવસે કરૂં વંદના. .
શિર પર છત્ર, અશોકવૃક્ષ ને દુંદુભી દેવો વગાડતા, મનમોહક પરિકર વચ્ચે જે નમણા રૂપથી ઓપતાં , મંદિરીયું છે જેહનું મોટું મોટું કામનું નામ છે, ‘ભીલડિયા’ પારસના ચરણમાં, તન મન ધન અર્પણ સદા.
એમ કહેવાય છે કે.... સરિયદના લોકો પ્રતિમાજીનું ઉત્થાપન કરવા આવ્યા તો પ્રભુ ખૂબ મોટા થઈ ગયા...અને...આજુબાજુથી ભમરાઓ ઉડવા લાગ્યા. પ્રતિમાજી ચમત્કારિક અને અતિ પ્રાચીન છે.
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ
૪૧
Page #64
--------------------------------------------------------------------------
________________
નાની મજાની નાથ તારી અજબ સુંદર મૂર્તિ, પણ પ્રભાવે પરિપૂર્ણ પારસ આજ સુણી તું જ કીર્તિ, સહુ કર્મ ભીલ્લથી રક્ષકો શ્રધ્ધા તણી કરું આરતી, શ્રી ભીલડિયા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહારકુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાસ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ
૪૨
Page #65
--------------------------------------------------------------------------
________________
Time is
શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ પ૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં અઠયાસીમી દેવકુલિકામાં શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મંત્ર આરાધના
(૧) ૐૐ હ્રીં શ્રÆ ભીલડિયા પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ હ્રીં શ્રીં ભીલડિયા પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં શ્રÆ Æ Æ ભીલડિયા પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપ દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે તથા સ્થાન પર બેસીને કરવા. જાપ દરમ્યાન ધૂપદીપ અખંડ રાખવા. સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. જિનાલયમાં બેસીને પણ જાપ કરી શકાય છે. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા.
મંત્ર આરાધનાથી સંકટોનો નાશ થાય છે. સુખ-સમૃધ્ધિમાં વધારો થાય છે. તેમજ માનસિક ચિંતાઓ દૂર થાય છે.
સંપર્કઃ
શ્રી ભીલડીયા પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી
મુ.પો. ભીલડી, તા. ડીસા, વાયા - પાલનપુર, જી. બનાસકાંઠા. ગુજરાત - ૩૮૫૫૩૦. ફોન : (૦૨૭૪૪) ૨૩૩૧૩૦
૪૩
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ
Page #66
--------------------------------------------------------------------------
________________
. શ્રી ભટેવા પાર્શ્વનાથ ગુજરાતના મહેસાણા જીલ્લામાં આવેલ ચાણસ્મા ગામમાં શ્રી ભટેવા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. ચાણસ્મા ગામમાં કુલ ત્રણ જિનાલયો છે. ઉપાશ્રય, પ્રાચીન જ્ઞાનભંડાર, ધર્મશાળા, ભોજનશાળા, પાઠશાળા વગેરે ચાણસ્મામાં આવેલ છે. કંબોઈ, મહેસાણા, પાટણ, ચારૂપ, રાંતેજ, શંખલપુર વગેરે તીર્થો અહીંથી નજીક પડે છે. શ્રી ભટેવા પાર્શ્વનાથ જિનાલયની બાજુમાં શ્રી શીતલનાથ ભગવાનનું જિનાલય છે. પાણીના ટાંકામાંથી આ પ્રતિમાજી નીકળી હતી. પ્રતિમાજી ચમત્કારિક અને દર્શનીય છે. ચાણસ્મા રેલ્વે સ્ટેશનની નજીક જૈનોની વિદ્યાવાડી છે. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનનું મનોરમ્ય જિનાલય આવેલ
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ચાણસ્મા ગામમાં શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને પ્રાચીન જિનાલય આવેલું છે. પ્રતિમાજીના મસ્તક પર સાત ફણાનું છત્ર છે. ફણા સહિત ૯ ઈંચની ઊંચાઈ અને ૩ ઈંચની પહોળાઈ ધરાવતાં આ દિવ્ય પ્રતિમાજી ભૂખરા વર્ણના વેળની છે. પ્રતિમાજીની બન્ને બાજુએ પારિવાર્થિક દેવો છે. ઉપરના ભાગે 'માલધારીઓ છે. નીચે બન્ને બાજુએ સિંહ અને વચ્ચે ધર્મચક્ર છે. તેની નીચે સિંહના વાહન સાથે અંબિકા દેવીના ડાબા ખોળામાં નાનું બાળક અને તેની બન્ને બાજુએ પર ચામરધારીઓ છે.
આ તીર્થની પ્રતિમાજીના પ્રાગટ્ય વિશેની કથા અત્યંત રસપ્રદ છે. વર્તમાન ચોવીશીના એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ પ્રભુના સમયમાં અંગદેશની ચંપાનગરીમાં મહારાજ પ્રજાપાલ રાજયનો કારભાર સંભાળતા હતા. તેના મહામંત્રીનું નામ બુધ્ધિસાગર હતું. એકવાર રાજા અને મંત્રી બે જાતિવંત અશ્વોની પરીક્ષા કરવા નગરી બહાર નીકળ્યા. બન્ને દૂર દૂર ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. અશ્વો કેમેય કરીને કાબૂમાં આવતાં ન હોવાથી રાજા અને મંત્રીએ પોતાનો જીવ બચાવવા ગાઢ, ઘટાદાર વૃક્ષોની ડાળી પકડીને પોતાના પ્રાણ બચાવ્યા. આ તરફ લગામ ઢીલી થતાં અશ્વો પણ ત્યાંજ ઊભા રહી ગયા.
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૪૪
Page #67
--------------------------------------------------------------------------
________________
રાત્રિકાળ થઈ ગયો હતો. આથી મહારાજા પ્રજાપાલ અને મંત્રી બુધ્ધિસાગરે વટવૃક્ષની નીચે જ રાત્રિ પસાર કરવાનો નિર્ણય કર્યો. મહારાજા આડે પડખે થયા અને મંત્રી જાગૃત અવસ્થામાં રહીને ચોકી પહેરો ભરવા લાગ્યા. મધ્યરાત્રિ થતાં દૂરથી સંગીતના સૂરોનો દિવ્ય ધ્વનિ મંત્રીના કાને અથડાવા લાગ્યો. મહારાજા પણ દિવ્ય સંગીતના સૂરોથી ઊઠી ગયા.
રાજા અને મંત્રીને ભારે નવાઈ ઉપજી. અત્યારે આવા ભેંકાર ભાસતા ગાઢ વન્ય પ્રદેશમાં સંગીતના સૂરો કોણ છેડી રહ્યું છે ? બન્ને કુતુહલવશ થઈને જ્યાંથી સંગીતના સૂરો સંભળાઈ રહ્યાં હતા તે દિશા તરફ આગળ વધ્યા.
એક યોજન ચાલ્યા બાદ દિવ્ય સંગીત જ્યાંથી આવતું હતું ત્યાં પહોંચ્યા. આ શું ? દેવો શ્રી નરઘોષ નામના મુનિવરનો કેવળજ્ઞાન મહોત્સવ ઉજવી રહ્યાં હતા. દેવો વિવિધ દૈવી વાઘો દ્વારા સંગીતના સુમધુર સૂરો છેડી રહ્યાં હતા. વાતાવરણમાં પવિત્રતા અને દિવ્યતા છવાઈ ગઈ હતી.
રાજા અને મંત્રીના જીવનમાં આવો આહ્લાદક અને અલૌકિક પ્રસંગ પ્રથમવાર આવેલો હોવાથી બન્નેના અંતરમનમાં હર્ષ માતો નહોતો. રાજા અને મંત્રી કેવળી ભગવંતના દર્શનથી ધન્ય બની ઊઠ્યા.
કેવળી ભગવંતે જિન-ભક્તિનો પ૨મ મહિમા દર્શાવતી દેશના આપી. રાજા અને મંત્રી ભાવુક બનીને કેવળી ભગવંતની દેશના હૈયામાં ઉતારી રહ્યાં હતા. દેશનાનું શ્રવણ કરીને રાજા અને મંત્રીએ શ્રી જિનપૂજા કર્યા વિના અન્નજળ ન લેવાનો દૃઢ નિશ્ચય કર્યો. કેવળી ભગવંતને પુનઃ વંદના કરીને રાજા અને મંત્રી વટવૃક્ષ પાસે આવી પહોંચ્યા.
રાત્રિનો અંતિમ પ્રહર ચાલી રહ્યો હતો. એકાદ ઘટિકા બાદ સૂર્ય મહારાજ પૃથ્વીપટને ભીંજવવા આવવાના હતા. પ્રથમ દિવસે જ રાજા અને મંત્રીના દૃઢ નિશ્ચયની પરીક્ષા થવાની હતી.
ગાઢ વન્ય પ્રદેશમાં જિનબિંબ ક્યાં મળે ? શ્રી જિનપૂજા શી રીતે કરાશે ? રાજા અને મંત્રીનાં મનમાં આ પ્રશ્નો ઉત્પન્ન થયા. પ્રાતઃકાળ થયો. એમ કરતાં મધ્યાન્હ થયો. રાજા અન્ન અને જળ વિના અશક્ત જેવો બની ગયો. મંત્રીને
૪૫
શ્રી ભટેવા પાર્શ્વનાથ
Page #68
--------------------------------------------------------------------------
________________
મહારાજાની ભારે ચિંતા થઈ, આથી તે આસપાસમાં કોઈ નગર હોય તો તેની શોધમાં નીકળી પડયો. આગળ જતાં એક મનોહર તળાવ મહામંત્રીની નજરમાં આવ્યું.
મહામંત્રી બુધ્ધિસાગર તળાવની પાળે ગયો. તેણે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં શુધ્ધ અને ભીની માટીમાંથી આગામી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વ પ્રભુની દર્શનીય મૂર્તિ બનાવી. તે મૂર્તિ લઈને મહામંત્રી બુદ્ધિસાગર અતિર્ષિત બનીને નવકારનું સ્મરણ કરતો મહારાજા પ્રજાપાલ પાસે આવ્યો.
અત્યંત મનોહર પ્રતિમા જોઈને રાજા હર્ષિત બન્યો, તે પ્રબળ શ્રધ્ધા અને ભક્તિથી પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજા કરવા ઉત્સુક બન્યો. પણ વેળુના આ બિંબની જલપૂજા કેમ કરવી ? તે પ્રશ્ન મનમાં સતાવવા લાગ્યો.
રાજા અને મંત્રી જિનબિંબની સામે બેસી ગયા અને નવકારનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે બન્નેની ભક્તિથી મા પદ્માવતી પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું: “હે રાજન, તમારી દઢતા અને અપૂર્વ ભક્તિના કારણે આ વેળુની પ્રતિમાજી વ્રજમય બની ગયેલ છે.'
મા પદ્માવતીના આ વચનથી રાજા અને મંત્રીની મુંઝવણ દૂર થઈ. રાજા અને મંત્રીએ અનેરા ઉલ્લાસ સાથે જલપૂજા કરી. પદ્માવતી દેવી અને વનના દેવતાએ પણ ભક્તિ-મહોત્સવ ઉજવ્યો.
આમ મહારાજા પ્રજાપાલ અને મહામંત્રી બુધ્ધિસાગરના અંતરમાંથી વન્ય પ્રદેશની ભયાનકતા નષ્ટ થઈ. બન્નેનો ભય ટાળનારા આ પાર્થ પ્રભુ ભટેવા પાર્શ્વનાથ તરીકે પંકાયા. રાજા અને મહામંત્રીએ શ્રી જિનપૂજાનો દઢ નિશ્ચય લીધો હતો. પ્રથમ દિવસે જ બન્નેની પરીક્ષા થઈ. તેમાં બન્ને ઉતીર્ણ થયા. બન્નેના દઢ મનોબળ, શ્રધ્ધા અને ભક્તિની પરીક્ષા થઈ. બન્ને તેમાંથી પાર ઉતર્યા.
બન્નેની અપાર ભક્તિના સ્વરૂપે શ્રી ભટેવા પાર્શ્વનાથનું પ્રાગટ્ય થયું. સંસ્કૃતમાં અતિ પ્રશસ્ય દેવને ‘ભટ્ટદેવ' કહેવાય છે. ‘ભટ્ટદેવ’ શબ્દનું અપભ્રંશ ભટેવા’ બન્યાનો કેટલાક વિદ્વાનોનો મત છે.
મહારાજા પ્રજાપાલે પરમાત્માની ભક્તિથી અતિ સંતુષ્ટ થઈને તે સ્થળે
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૪૬
Page #69
--------------------------------------------------------------------------
________________
ભટેવા નગર વસાવ્યું. અને નગરમાં અતિ ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવીને આ જિનબિંબ મહોત્સવ રચીને પ્રતિષ્ઠિત કરાવ્યું. ભાવિકો ત્યાં સેવા-પૂજા કરીને શ્રધ્ધાના પુષ્પો બિછાવતાં રહ્યાં.
આ ઘટનાને ત્રીસ હજાર વર્ષ થયાં. - કુંતલપુર પાટણમાં એક વિરલ પ્રસંગ બન્યો.
આ નગરીના સંસ્કારી, વિવેકી અને પ્રજાવત્સલ રાજવી ભૂધરને ગુણ સુંદર નામનો એક પુત્ર હતો. તે જન્મથી જ વિવિધ રોગોમાં સપડાયેલો હતો. ગુણસુંદર જન્મથી જ દૃષ્ટિહીન, મુંગો તેમજ સમગ્ર શરીરમાં ન કળી શકાય તેવી અસહ્ય પીડા હતી. મહારાજા ભૂધર પોતાના પુત્રની આ દશા જોઈ શકતો નહોતો. તેણે પુત્રને બેઠો કરવા માટે પાર વગરના ઉપચાર કર્યા. પરંતુ કોઈપણ ઉપાય કારગત નીવડ્યો નહિ. રાજાને હંમેશા પોતાના પુત્રના રોગ બાબતની ચિંતા કોરી ખાતી હતી. | એકવાર નગરીમાં આચાર્ય ધર્મઘોષસૂરિજી મહારાજ પોતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે આવ્યા. ગુરૂ ભગવંત નગર બહારના ઉદ્યાનમાં ઉતર્યા. રાજાને ગુરૂ ભગવંતના આગમનના સમાચાર જાણવા મળતાં તરત જ પોતાના રાજ પરિવાર સાથે ગુરૂ ભગવંતની અમૃતવાણીનું પાન કરવા પહોંચી ગયો. આ.શ્રી ધર્મઘોષસૂરિશ્વરજીએ ધર્મદશનામાં પાપ અને પુણ્ય વિશેની વિશદ સમજણ આપી.
ધર્મદેશના પૂર્ણ થયા બાદ રાજાએ જ્ઞાની ભગંવતને પોતાના પુત્રની દુઃખી અવસ્થા અંગે પૂછયું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું: ‘હે રાજન, તારો પુત્ર ગુણસુંદર ગયા ભવમાં સોમદત્ત નામનો કુલપતિ હતો. તેણે પોતાના જીવન દરમ્યાન જ્ઞાન અને જ્ઞાનીઓનું ઘોર અપમાન કર્યું છે. અશાતના કરી છે. આ ઘોર પાપમાંથી તારા પુત્રને મુક્ત કરવા ભટેવા નગરમાં બિરાજતા શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુના જવણ જળનો તેના દેહ પર છંટકાવ કર...'
જ્ઞાની ભગવંતના મુખેથી પોતાના પુત્રની વ્યાધિની મુક્તિનો ઉપાય સાંભળી રાજા અને તેનો પરિવાર આનંદ વિભોર બની ગયો. રાજા બીજે જ દિવસે ભટેવા નગરે પહોંચ્યો. ત્યાં તેણે પ્રભુની સત્તરભેદી પૂજા કરી. પરમાત્માનું સ્નાત્ર જળ
શ્રી ભટેવા પાર્શ્વનાથ
४७
Page #70
--------------------------------------------------------------------------
________________
રાજાએ પોતાના પુત્ર ગુણસાગરના દેહ પર છાંટતાં તમામ વ્યાધિ ક્ષણ માત્રમાં નષ્ટ થઈ ગયા. આ અજોડ ચમત્કારથી શ્રી ભટેવા પાર્શ્વનાથનો મહિમા સર્વત્ર માલતીપુષ્પની સૌરભ માફક પ્રસરી ગયો.
રાજા ભૂધરે પોતાનો નિરોગી પુત્ર ગુણસુંદરને ઉંમરલાયક થતાં તેને રાજગાદી સોંપી અને પોતે ધર્મમય જીવન પસાર કરવા લાગ્યો. છેવટે તેનું સમાધિપૂર્વક મૃત્યુ થયું. રાજા ગુણસુંદરે જિન શાસનની આરાધના સાથે રાજ્યનો કારભાર સંભાળ્યો. અંતે અનશન કરીને તે પણ સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયો.
શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુના મહિમાવંત પ્રસંગને ૫,૨૪,૮૦૦વર્ષ પસાર થઈ ગયા, ત્યારે ભટેવા નગ૨માં એક અલૌકિક પ્રસંગ બન્યોં.
ભટેવા નગ૨માં સુરચંદ નામનો એક વણિક પુત્ર રહેતો હતો. પૂર્વના કોઈ કર્મોને કા૨ણે તે ભારે નિર્ધનતા ભોગવતો હતો. તે પોતાનું જીવન કંગાળ અવસ્થામાં પસાર કરતો હતો. તે જીવનથી ભારે દુ:ખી હતો, પરંતુ ધર્મ પ્રત્યેની આસ્થા જળવાઈ રહી હતી.
એકવાર તેને સુરસુંદર નામના મુનિનો ભેટો થયો. સુરચંદે મુનિને પોતાની હાલતનો ચિતાર આપ્યો ત્યારે મુનિએ અંતરાય કર્મને નિવારવા પૌષધ્વત સાથે પદ્માવતી દેવીની આરાધના કરવા સૂચવ્યું.
સુરચંદે મુનિના કથન મુજબ પૌષધવ્રત કર્યું. અને પદ્માવતી દેવીની હૈયાના ભાવ સાથે આરાધના કરી. પદ્માવતી દેવીએ તેને શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ સાથે અઠ્ઠમ તપ કરવાનું સૂચવ્યું. સૂરચંદે અઠ્ઠમ તપની આરાધના આરંભી. પૂર્વે દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકેના ગુણસુંદરના જીવે દેવલોકમાં રહીને સુરચંદની શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અવધિજ્ઞાન માંડીને નિહાળી. તે દેવાત્મા સુરચંદની અનેરી ભક્તિથી પ્રસન્ન થયો. સુરચંદના પ્રબળ અંતરાયોને વિખેરવા પોતાના વિમાનમાંથી શ્રી ભટેવા પાર્શ્વનાથની વેળુની દિવ્યતા ધરાવતું બિંબ લાવીને આપ્યું.
શ્રી ભટેવા પાર્શ્વનાથજીની પ્રતિમાની પ્રાપ્તિથી સુરચંદના હરખનો પાર ન
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૪૮
Page #71
--------------------------------------------------------------------------
________________
રહ્યો. તે પરમાત્માની રોજ ભક્તિ કરવા લાગ્યો. સુરચંદની જિનભક્તિ અપૂર્વ હતી. તેના કર્મના જાળાં વિખેરાઈ ગયાં અને તે થોડા સમયમાં સુરચંદમાંથી સુરચંદ શ્રેષ્ઠી બની ગયો. અઢળક સંપત્તિનો સ્વામી બન્યો.
શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાના ચમત્કારની વાત ઈલાદુર્ગના રાજાને કાને આવી. તે પ્રતિમા લઈ આવવા માટે રાજાએ પોતાના સુભટોને સુરચંદ શેઠને ત્યાં મોકલ્યા. સુરચંદ શેઠે પ્રતિમા આપવાની સુભટોને ઘસીને ના પાડી દીધી. સુભટો પોતાના પર બળજબરી કરશે તેવો ભય જણાતાં સુરચંદશેઠે તે પ્રતિમાજી રામા નામના કૃષિકારના ખેતરમાં ભંડારી દીધી. સુભટો ચાલ્યા ગયા.
સુરચંદશેઠે પોતાનું જીવન ધર્મમય બનાવ્યું. અંતે મૃત્યુ પામીને યક્ષ નિકાયમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. | રામા કૃષિકારના ખેતરમાં શ્રી ભટેવા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બે હજાર વર્ષ સુધી ગુપ્ત રહી. ત્યાર પછી બનેલી ઘટના પ્રસ્તુત છે.
ચંદ્રાવતી નગરીમાં રવચંદ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ ધર્મમય જીવન પસાર કરતાં હતા. કોઈ અશુભ કર્મના ઉદયે તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયાજનક બની. એક રાત્રિએ ધર્મ ક્રિયાઓ પૂરી કરીને નવકાર મંત્રનું સ્મરણ કરતાં રવચંદ શેઠ પથારીમાં સૂતા. પરોઢિયે યક્ષ નિકાયના દેવ બનેલા સુરચંદ શેઠના જીવે સ્વપ્નમાં પ્રત્યક્ષ થઈને તેના દુ:ખના નિવારણનો મંગલ ઉપાય સૂચવ્યો. તે માટે ઈડર પાસેની ભટેસર નગરીના દક્ષિણ દિશાના વનમાં રથ લઈ જવાનું સૂચવ્યું. અને એક નિશ્ચિત સ્થાન બતાવ્યું. ત્યાં પ્રભુજીની પ્રતિમા પ્રાપ્ત થશે તેને રથમાં પધરાવીને લાવવાનો નિર્દેશ કર્યો.
રવચંદ શેઠે સ્વપ્ન પુરૂં થયા પછી શય્યાનો ત્યાગ કર્યો અને નવકારનું સ્મરણ કરવા લાગ્યા. શુભ સંકેતવાળું સ્વપ્ન જોઈને શેઠને અત્યંત હર્ષ થયો હતો. પ્રાતઃકાળે રવચંદ શેઠે સ્વપ્નના સંકેત મુજબ ભટેસર નગરી તરફ પ્રયાણ કર્યું.
આગળ જતાં રવચંદ શેઠ ગડમથલમાં મૂકાયો. આથી તેણે માર્ગદર્શન મેળવવા સ્વપ્નમાં આવનાર યક્ષરાજનું સ્મરણ કર્યું. યક્ષરાજે તરત જ પ્રત્યક્ષ દર્શન આપીને નગરીની દક્ષિણ દિશાના વન્ય પ્રદેશમાં આવેલ સરોવરના કિનારે અશોક
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૪૯
Page #72
--------------------------------------------------------------------------
________________
વૃક્ષની નીચે શ્વેત સર્ષ નૃત્ય કરતો જોવા મળશે અને ત્યાંજ મોતીનો સાથિયો જોવા મળશે ત્યાં ખોદવા જણાવ્યું.
રવચંદે યક્ષરાજના કથન મુજબ સરોવરના કાંઠે અશોકવૃક્ષની નીચે શ્વેત સર્પ અને મોતીનો સાથિયો જોયો. તે આનંદિત થયો અને ત્યાં ખોદકામ કરતાં રવચંદ શેઠને શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની વેળુની નયનરમ્ય પ્રતિમાજી અને હીરા-માણેકની ખાણ પ્રાપ્ત થઈ.
રવચંદ શેઠનો હરખ માતો નહોતો. તેણે પરમાત્માને રથમાં બિરાજમાન કર્યા. અને નગરીમાં લાવ્યો. મહામહોત્સવ ઉજવીને પોતાના ઘરમાં પ્રભુજીને પધરાવ્યા. હીરા-માણેકની ખાણ દ્વારા રવચંદ શેઠને અઢળક સંપત્તિની પ્રાપ્તિ થઈ. રવચંદ શેઠનું જીવન સમૃધ્ધ થઈ ગયું.
એકવાર યક્ષરાજની સૂચના થતા રવચંદ શેઠે નગરીમાં ભવ્ય જિનાલય બંધાવ્યું. વિ.સં. ૧૫૩૫ના વૈશાખ સુદ-૩ના મહામંગલ દિને પરમાત્માને જિનાલયમાં પ્રતિષ્ઠિત કર્યા.
આ ચંદ્રાવતી નગરી આજે ચાણસ્મા તરીકે ઓળખાય છે. વીશા શ્રીમાળી જ્ઞાતિની એક પ્રાચીન વંશાવલી અનુસાર જયતા નામના એક શ્રેષ્ઠીવર્યે પોતાનું ગામ નરેલી છોડીને શ્વસુરના ગામ ચાણસ્મામાં નિવાસ કર્યો. અને તેણે ત્યાં શ્રી ભટેવા પાર્શ્વનાથનું જિનાલય અચલગચ્છના આચાર્ય ભગવંત શ્રી અજિત સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી બંધાવ્યું અને સંવત ૧૩૩૫માં પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો. આથી ચાણસ્મા શ્રી ભટેવા પાર્શ્વનાથ તીર્થ વધુ પ્રાચીન હોવાની વાતનું સમર્થન કરે છે.
વિક્રમ સંવત ૧૬૪૧ના ભયંકર દુષ્કાળમાં આ મૂર્તિની સુરક્ષા ચામસ્મામાં અશક્ય જણાતાં શ્રી સંઘે પાટણના મહેતા પાડામાં રહેતા નગરશેઠ રતનશાહના ઘર - દેરાસરમાં સુરક્ષા અર્થે મુકાવી. દુષ્કાળનો સમય પસાર થઈ જતાં અને 0.
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૫૦
Page #73
--------------------------------------------------------------------------
________________
સુકાળ થતાં શ્રી સંઘે નગરશેઠ પાસે પ્રતિમાજીની માંગણી કરી પણ નગરશેઠે સંઘને જાકારો આપ્યો. પ્રતિમાજી ન આપ્યા.
નગરશેઠના વલણની ચર્ચા ચાણસ્મામાં થવા લાગી ત્યારે ગામના પટેલ કમળદાસ અને માળી કોમના પુજારી રામા નાથા ચતુરે પાટણથી અત્રે પ્રતિમાજી લાવી દેવાનો સંકલ્પ કર્યો. બન્ને કેટલાક માણસોને સાથે રાખીને પાટણ રતનશાહને ત્યાં આવ્યા. અને તેમને ખૂબ સમજાવ્યા. પરંતુ નગરશેઠ એકના બે ન થયા. ત્યારે દંડનીતિનો આશરો લીધો. હુલ્લડ મચાવીને શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને અધિષ્ઠાયક દેવની સહાયથી ચાણસ્મા લઈ આવ્યા. પ્રતિમાજીને પુજારીના ઘરમાં પરોણા તરીકે પધરાવી. કસળદાસ પટેલે પુજારીની હિંમત અને વીરતાની પ્રશંસા કરી અને ખુશ થઈને આઠ વીઘા જમીન ઈનામમાં આપી.
સં. ૧૮૫૪ની સાલમાં નૂતન જિનાલયનું નિર્માણકાર્ય આરંભાયું. પાંચ શિખરયુક્ત જિનાલય બંધાઈ જતાં શ્રી કિરણંદસૂરિની નિશ્રામાં સંવત ૧૮૭૨ના ફાગણ સુદ ત્રીજના આ જિનાલયની પ્રતિષ્ઠા વિધિ થઈ. આ ઉત્તરામુિખ જિનાલયની ભમતીમાં ચોવીશ દેવકુલિકાઓ નયનરમ્ય જિનબિંબોથી અલંકૃત છે. વિ.સં. ૨૦૧૩માં શિખર પર નૂતન ધ્વજ દંડ આરોપવામાં આવ્યો. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. ના વરદ હસ્તે સંવત ૨૦૧૫માં ચોવીશ દેરીઓની પ્રતિષ્ઠા સંપન્ન થઈ..
શ્રી ભટેવા પાર્શ્વનાથ જિનાલયનો પ્રતિષ્ઠાદિન સંઘ દર વર્ષે ફાગણ સુદ૩ ના ઉજવે છે. સં. ૨૦૨૨માં શ્રી સંઘે ઉપા. શ્રી ધર્મસાગરજી મ. ની નિશ્રામાં જિનાલયનો અર્ધશતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો. અનેક જૈનાચાર્યોએ પોતાના સાહિત્ય સર્જનમાં શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ ગાઈ છે.
શ્રી ભટેવા પાર્શ્વનાથ
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ભટેવા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોનીદૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને ૭
શ્રી ભટેવા પાર્શ્વનાથ
Page #75
--------------------------------------------------------------------------
________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં નેવ્યાસીમી દેવકુલિકામાં શ્રી ભટેવાજી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, ભૂખરા પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે તેમજ પરિકરથી પરિવૃત છે.
મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્રીં ભટેવા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભટેવા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભટેવા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક અને ચમત્કારી છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને જાપ કરવા. મંત્ર આરાધનાથી ગમે તેવી વિપત્તિઓ, ઉપાધિ તેમજ સંકટો દૂર થાય છે.
સંપર્કઃ શ્રી ભટેવા પાર્શ્વનાથ શ્રી ચાણસ્મા જૈન મહાજન પેઢી, મુ.પો. ચાણસ્મા તા. ચાણસ્મા જી. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૧૦ ફોનઃ (૦૨૭૩૪) ૨૭૩૨૯૬
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૫૩
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
ઉત્તર ગુજરાતમાં જિનાલયોની નગરી પાટણમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. ખેતરવસીના પાડામાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. એ સિવાય અન્ય જિનાલયો છે. પાટણમાં ધર્મશાળા અને ભોજન શાળાની વ્યવસ્થા સુંદર છે. શ્રી મહાદેવા પાર્શ્વનાથની પ્રતિમાજી સાંતાક્રુઝ (મુંબઈ)ના કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીની એક દેરીમાં છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીની એક દેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
આ પરમ દર્શનીય અને પ્રભાવક શ્રી મહાદેવા પાર્શ્વનાથજીની પ્રતિમાજી શ્વેત પાષાણની, ફણારહિત, પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહોળાઈ ૧૯ ઇંચની છે. પાટણ નગરમાં ખેતરવસીના પાડામાં મહાદેવની શેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથનું ધાબાબંધ જિનાલય આવેલું છે.
આ પ્રતિમાજી કે જિનાલયની પ્રાચીનતા વિશેની જાણકારી ઉપલબ્ધ થતી નથી. આ પ્રતિમાજીને “મહાદેવા’નું વિશેષણ કેમ છે તેનું રહસ્ય હજુ અણ ઉકેલ છે. આ જિનાલયની વર્ષગાંઠ દર વર્ષે વૈશાખ સુદ - ૧૦ના દિવસે ઉજવાય છે. આચાર્યો, મુનિ-ભગવંતો તથા કવિઓએ પોતાની રચનામાં આ પાર્થપ્રભુનો નિર્દેશ કર્યો છે. આ તીર્થ પ્રાચીન છે. ૪૦૦ વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે.
વિશેષ જાણકારી પાટણ નગરની ખેતરવસીમાં મહાદેવા શેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય ધાબાબંધ જિનાલય આવેલું છે. આ પ્રતિમાજી કે જિનાલયની પ્રાચીનતા અંગે કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. “મહાદેવ' નામની ભીતરમાં પડેલું રહસ્ય પણ પકડી શકાયું નથી. ભક્તના દૈવને ચમકાવીને ભાગ્યવાન બનાવી યાવત ‘ભગવાન” પદ સુધી પહોંચાડનારા આ દેવ “મહાદેવ”
શ્રી મહાદેવા પાનાથ
૫૪
Page #77
--------------------------------------------------------------------------
________________
કહેવાય તેમાં શું આશ્ચર્ય ? આ જિનરાયાના વૈશાખ સુદ-૧૦ ના પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે.
શ્રી પાર્શ્વ-સ્તવના યથાનામ તથા ગુણો કી, આપ જિનવર ખાન હૈ | પાટણ નગરી હે પ્રભુ ! બસ આપ હી તો શાન હૈ || - વીતરણી સચ્ચે દેવ કા, ત્રિલોક મેં ભી સ્થાન હૈ | ઐસે ‘શ્રી મહાદેવા પાર્શ્વ’ કો મૈં, ભાવ સે કરૂં વંદના //
કરતાં તારી સેવા હું સમજયો છું તું તો દેવ છો, પરચો મળ્યો ત્યારે ટળ્યો મુજ ભ્રમ કે તું મહાદેવ છો, દેવા બેઠો છે પછી શું ? વિચાર કરે તે મહાદેવા ? ‘મહાદેવા’ પારસના ચરણમાં, તન, મન, ધન અર્પણ સદા.
ધાબાબંધ જિનાલયમાં સેવા કરનારને દેવ નહિ... મહાદેવ બનાવતી આ નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
સંસારમાં સહુ દેવ જોયા તુ જ સરિખો ના મળે, કેઈક રાગી કેબીને કઈ વાસનાએ ટળવળે, વીતરાગી સાચા દેવછો, મહાદેવ તેથી આપ છો, " ‘મહાદેવા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી મહાદેવા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
- ૫E
Page #79
--------------------------------------------------------------------------
________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં નેવુંમી દેવકુલિકામાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મહિમા અપરંપાર વઢવાણના કિરચંદભાઈનો પરિવાર શ્રી જિનશાસન પ્રત્યે અપૂર્વ ભક્તિ દર્શાવનારો હતો. કિરચંદભાઈના બે પુત્રો શિરીષ અને દીપકના વિવાહ થઈ ગયા હતા. આખો પરિવાર સાથે જ રહેતો હતો. સુરેન્દ્રનગરમાં તેમને પ્રોવિઝન સ્ટોર્સ તથા સ્ટેશનરીની દુકાને હતી. આ પરિવાર ખાધેપીધે સુખી હતો. કિરચંદભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા. શિરીષ પ્રોવિઝન સ્ટોર્સ સંભાળતો હતો અને દીપક સ્ટેશનરીનો વ્યવસાય સંભાળતો હતો. બન્ને ભાઈઓ પિતાજીની ખૂબ જ કાળજી રાખતા હતા અને પડ્યો બોલ ઝીલતા હતા. આજના આધુનિક કાળમાં આવા પુત્રો ભાગ્યશાળીને ત્યાં જ જન્મે તેમ કિરચંદભાઈ અને તેમના પત્ની રાધાબેન માનતા હતા.
કિરચંદભાઈનું મકાન બાપદાદાના વખતનું હોવાથી ઘણું વિશાળ હતું. મકાનમાં બાર ઓરડા હતા. વિશાળ ઓસરી હતી. બહારના ભાગે ઓફિસ જેવી રૂમ હતી. અહીં બહારના કોઈ આવે તો બેસાડવામાં આવતાં હતા. શિરીષની પત્ની રેખા અને દીપકની પત્ની આરતીનું પિયર પણ સુરેન્દ્રનગર હતું. બન્ને ભાઈઓને ત્યાં એક-એક પુત્ર હતો. આવતા વર્ષે બન્નેને પ્લે હાઉસમાં મૂકવાના હતા.
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
૫૭.
Page #80
--------------------------------------------------------------------------
________________
કિરચંદભાઈને શંખેશ્વરના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. રાધાબેન પણ શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુની રોજ માળા - આરાધના કરતાં હતાં. કોઈપણ વિપદા આવે ત્યારે બન્ને શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરી લેતા અને તરત જ વિપદા ટળી જતી.
સાતમ આઠમના દિવસોમાં શિરીષ અને દીપકનો પરિવાર સુરેન્દ્રનગરમાં યોજાયેલો મેળો જોવા ગયા ત્યારે કિરચંદભાઈ અને રાધાબહેને ખાસ શિખામણ આપી હતી કે બન્ને બાળકોનું ખાસ ધ્યાન રાખજો. વહેલા પાછા આવી જજો.
શિરીષ, રેખા, દીપક તથા આરતી અને બન્નેના બાળકો સાથે સુરેન્દ્રનગર રીક્ષામાં બેસીને આવ્યા. સીધા મેળાના મેદાનમાં આવ્યા. સાતમ-આઠમના તહેવારના કારણે મેળામાં ભારે ભીડ હતી. શિરીષે રેખાને કહ્યું : ‘તું વંદનને બરાબર સાચવજે, તે જરા તોફાની છે. મેળામાં ભારેભીડ છે. આડોઅવળો ન થઈ જાય...’
રેખાએ કહ્યું : ‘હું એને જીવની જેમ જ પકડી રાખીશ...તમે ચિંતા કરશો નહિ...'
સૌ મેળામાં અંદર પ્રવેશ્યા. ભારે ભીડ હતી. શિરીષ અને દીપકનો પરિવાર મેળામાં ઘૂમવા લાગ્યો. ત્યાં વંદનની નજ૨ રમકડાંના સ્ટોલ પર રહેલી એક મોટી પિસ્તોલ પર ગઈ. તેણે કળકળાટ શરૂ કર્યો અને તે દુકાન પર જવા દેકારા કરવા લાગ્યો.
ત્યારે શિરીષે કહ્યું : ‘વંદન, આપણે પાછા ફરીશું ત્યારે તારા માટે પિસ્તોલ લઈ લેશું.....
ના....મારે અત્યારે જ પિસ્તોલ જોઈએ છે...' વંદન રડતાં રડતાં બોલ્યો. રેખાએ કહ્યું : ‘આ માને તવો નથી. એનો સ્વભાવ જીદ્દી છે તે તો તમે જાણો છો.'
‘હા...પણ પાછા ફરીશું ત્યારે લઈ લેશું...' શિરીષે કહ્યું.
સૌ આગળ વધવા લાગ્યા ત્યારે રેખાની નજર ચૂકવીને વંદન છટકી
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
૫૮
Page #81
--------------------------------------------------------------------------
________________
ગયો...અને તે રમકડાવાળી દુકાન શોધવા લાગ્યો એમાં તે આડોઅવળો થઈ ગયો.
વંદને આંગળી છોડી દીધી છે તેની ખબર રેખાને પાંચ મિનિટ પછી પડી. બધા ગભરાઈ ગયા. શિરીષ તરત જ સ્ટેજ પાસે ગયો અને એનાઉન્સ કરાવ્યું.
પણ વંદન તો મેળામાં એક સ્ટોલની નજીક બેસીને રડતો હતો. આ તરફ શિરીષ, રેખા, દીપક તથા આરતી વગેરે ચિંતામાં પડી ગયા હતા. બન્ને ભાઈઓએ નક્કી કર્યું કે અર્ધી કલાક મેળામાં ચારે તરફ ઘુમીને સ્ટેજ પાસે ભેગા થવું. અને બન્ને ભાઈઓ ખાલી હાથે ભેગા થયા વંદનનો પત્તો ન મળ્યો.
રેખા અને આરતીએ શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનાં જાપ શરૂ કરી દીધા.
લગભગ બે કલાકની જહેમત બાદ તે જ્યાં વંદન બેસીને રડતો હતો તે સ્ટોલવાળો તેને તેડીને સ્ટેજ પર આયોજકના હાથમાં સોંપ્યો. શિરીષ અને દીપકે જોયું. તરત જ તેઓ આયોજકો પાસે આવ્યા અને પોતાનો પુત્ર છે તેમ જણાવ્યું. વંદ તરત જ તેની મમ્મીને વળગી પડ્યો.
| આયોજકે શિરીષ અને દીપકને શિખામણના બે શબ્દો સંભળાવ્યા. સૌનો મેળો માણવાનો મુડ ચાલ્યો ગયો હતો. વંદન માટે મોટી બંદુક તથા દીપકના બાબા માટે મોટર લઈને સૌ ઘેર પાછા ફર્યા. | ઘેર આવીને માતાપિતાને વાત કરી. ત્યારે કિરચંદભાઈ બોલ્યા : “શ્રી મહાદેવા પાર્શ્વનાથ દાદાની કૃપાથી જ મેળામાં ખોવાયેલો વંદન પાછો મળ્યો છે. આપણે આવતીકાલેજ શંખેશ્વર જઈશું અને ત્યાં એક દિવસ રોકાઈને ભક્તિ કરીશું. અત્યારે રજાનો માહોલ છે એટલે દુકાન બંધ રહેશે તો વાંધો નથી.
અને બીજે દિવસે પરિવારના બધા સભ્યો ટેક્સી કરીને શંખેશ્વર પહોંચ્યા ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા. સર્વ પ્રથમ વંદનને લઈને શ્રી મહાદેવા પાર્શ્વનાથના દર્શન કરાવ્યા. પછી રૂમમાં ગયા. સૌએ નવકારશી કરી. સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી તેમાંય શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા ચૈત્યવંદન વગેરે ક્રિયા કરી. ત્યાંથી પરિવારના સભ્યોએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરવા ગયા.
શ્રી મહાદેવા પાર્શ્વનાથ -
૫૯
Page #82
--------------------------------------------------------------------------
________________
કિરચંદભાઈનો પરિવાર બે દિવસ શંખેશ્વરમાં રોકાયો અને શ્રી મહાદેવા પાર્શ્વનાથની ભક્તિના ગીતો ગાતા વઢવાણ પાછો ફર્યો.
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં મહાદેવા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મહાદેવા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મહાદેવા પાર્શ્વનાથાય નમ:
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. જાપ કરતી વખતે બાજોઠ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. જીવનમાં ખુશીની લ્હેર દોડવા લાગે છે.
સંપર્કઃ શ્રી મહાદેવા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ
| ખેતરવાસી, મુ.પો. પાટણ જી. તા. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૯૫ ફોન : (૦૨૭૩૬૬) ૨૨૫૨૪૧
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
૬૦.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જીલ્લાના ઉન્હેલ નામના સ્થાન પરશ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને દર્શનીય જિનાલય આવેલું છે. અન્યત્ર આ નામનાં જિનબિંબ ક્યાંય નથી. ઉજ્જૈનથી રતલામ માર્ગ પર ઉન્હેલ રેલ્વે સ્ટેશન આવેલ છે. ઉન્હેલથી દસ કિલોમીટરના અંતરે આ પ્રાચીન તીર્થધામ આવેલ છે. ઉજ્જૈનથી આ તીર્થ ૪૦ કિ.મી. દૂર છે. ઉજ્જૈનથી અને નાગદાથી અહીં આવવા બસોની સગવડ ઉપલબ્ધ છે. ઉપાશ્રય - ધર્મશાળાની સર્વોત્તમ સગવડ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. - ઉન્હેલમાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથજીની દિવ્યતાથી સભર પ્રતિમાજી શ્યામ પાષાણની, પદ્માસનસ્થ, સપ્રફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. પ્રભુજીના મસ્તક ફણા સાથે ધરણેન્દ્ર અને પદ્માવતીજીની મૂર્તિ છે. જે પ્રભુજીની સેવામાં નિરંતર રહેતા જણાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની આવી પ્રતિમા અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. | આજનું ઉન્હેલ અગાઉ ‘તોરણ” નામથી જાણીતું હતું. આ અંગેની કથા એવી છે કે નાગદામાં જન્મેજયે નાગયજ્ઞ કર્યો હતો. આ પ્રસંગે ચારેય દિશાઓમાં તોરણદ્વાર રચવામાં આવ્યા હતાં. વર્ષો જતાં ત્યાં નગર વસ્યું અને આ નગર, ‘તોરણ' ના નામથી પ્રસિધ્ધ બન્યું.
કાળના પ્રવાહમાં તોરણ નગર પણ ગરક થઈ ગયું. ફરીને આ સ્થાને નગર ઊભું થતાં તે ઉન્હેલ ના નામથી જાણીતું થયું. ૧૦મી અને ૧૧મી સદીના અવશેષો પરથી આ નગર પ્રાચીન હોવાનું પ્રમાણિત થાય છે.
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોધ્ધાર અનેક વાર થયા હશે. વિક્રમ સંવત ૧૭૦૦ની આસપાસ જીર્ણોધ્ધાર થયાનું મનાય છે. વિક્રમ સંવત ૧૮૯૮ તથા વિક્રમ સંવત ૧૯૮૫માં જીર્ણોધ્ધાર થયા હતા. વિક્રમ સંવત ૨૦૨૦માં આચાર્ય ભગવંત શ્રી વિજ્ઞાનસૂરિશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. 6િ)
શ્રી નમિતપૂરણ પાર્શ્વનાથ
આ
૬૧
Page #84
--------------------------------------------------------------------------
________________
શિખરબંધી જિનાલયમાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ૨૦00 વર્ષ જૂની હોવાનું મનાય છે. વૈષ્ણવો અને પોરવાડો અનેરા ભક્તિભાવથી પ્રભુની પૂજા કરે છે. આ પરમાત્માને અનેક લોકો ‘શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ' પણ કહે છે. મુનિ ભગવંતોની પ્રાચીન રચનામાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ તીર્થનો ઉલ્લેખ છે.
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાનું અવતરણ આપેલું છે. (૧) મધ્ય પ્રદેશના ઉજ્જૈન જીલ્લાના ખાંચરોદ તાલુકામાં ઉન્હેલ તીર્થ આવેલું છે. અહીં ‘શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ' અથવા તો ‘શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ” પ્રભુનું નામ જાણીતું છે. આ ગામનું પ્રાચીન નામ તોરણ હતું જ્યારે શ્રી જન્મેજયે નાગદામાં નાગયજ્ઞ કર્યો હતો ત્યારે ચારે દિશામાં તોરણદ્વાર બાંધવામાં આવ્યા હતા. ત્યારે એક તોરણ અહીં પણ બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં ગામ વસ્યું હતું. તેથી તેનું નામ તોરણ પડ્યું. ત્યારબાદ વખત જતાં તે ઉન્હેલ નામે પ્રચલિત થયું. મંદિરમાં ઉપલબ્ધ ૧૦મી અને ૧૧મી સદીના અવશેષો પરથી કહી શકાય કે આ તીર્થ ૧૦મી સદી પહેલાનું છે. અહીં પણ અનેકવાર જીર્ણોધ્ધાર થયા હશે. છેલ્લો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૧૭૦૦માં ઉન્હેલ શ્રી સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં પણ જીર્ણોધ્ધારનું કાર્ય ચાલુ છે. અહીં અમીઝરણા તથા જિનાલયમાં વાજીંત્રોના નાદ સંભળાવવા જેવી અનેક ચમત્કારી ઘટનાઓ બનતી રહે છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ મન પ્રસન્ન થઈ જાય છે.
શ્રી નમિતપૂરણ પાર્શ્વનાથ
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ-સ્તવના
750
ભક્ત-જન કી, પૂર્ણ કરતે કામના ।
જો સદા હી ઉન્હેલ કે વાસી પ્રભુજી, દૂર કરીયે વાસના ।। હે જિનેશ્વર । દાસકા, મઝધાર મૈં કર થામના । ઐસે ‘શ્રી કામિતપૂરણ પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના | ઈચ્છાપૂર્તિ સહુની કરતાં પણ શુભ ઈચ્છા હોવી ઘટે, કામિત પૂરણ ચિંતા ચૂરણ સેવકની તો ચિંતા મટે, મોક્ષની છે. કામના મુજ ભાવના સહુ પૂરી કરો, ‘કામિતપૂરણ’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
પ્રાયઃ બે હજાર વર્ષ પ્રાચીન આ પ્રતિમાજી ભક્તના કામિત અર્થોની પૂર્તિ કરતાં હોવાથી કામિતપૂરણના નામથી આ પાર્શ્વનાથ પ્રભુ ઓળખાય છે.
કામિત પૂરો સહુ લોકનાં કામિતપૂરણ પ્રભુ પાસજી, ધોર છે કામના મુજ કામને દૂરે કરો હે નાથજી, છે કામ તારું ભક્તજનની પૂરી કરવી કામના, ‘કામિત પૂરણ’ પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
૬૩
Page #86
--------------------------------------------------------------------------
________________
અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં અને ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકાણુંમી દેવકુલિકામાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથપ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ
૬૪
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
Page #87
--------------------------------------------------------------------------
________________
પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સમણાથી અલંકૃત છે.
મહિમા અપરંપાર
રાજકોટનો દિનેશ ભણવામાં હોશિયાર હતો. તેણે એસ.એસ.સી. અને ધો. ૧૨ સાયન્સમાં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા હતા આથી તેને બાયોટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રવેશ સહેલાઈથી મળી ગયો. આગળ અભ્યાસ કરતાં તે બાયોટેકનોલોજીના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યારે એક તરફ પરીક્ષા હતી અને બીજી તરફ તેને ટાઈફોઈડ થઈ ગયો. ડોક્ટરોએ સતત આરામ કરવાની સલાહ આપી હતી. દિનેશ ઘરની બહાર પણ નીકળતો નહોતો. તે ઘ૨માં બેસીને છેલ્લા વર્ષનું વાંચતો હતો. તેનો સહઅધ્યાયી રાજેશ રોજ સાંજે તેની પાસે આવતો અને કોલેજમાં શું ચાલ્યું તેની માહિતી આપતો.
દિનેશે રાજેશને કહ્યું : ‘રાજેશ ત્રણ દિવસ પછી કોલેજમાં પરીક્ષા છે. અને હું હજુ પથારીમાં છું. હું પરીક્ષા નહિ આપું તો મારૂં વર્ષ બગડશે...’
‘દિનેશ, પરીક્ષા તો આવતા વર્ષે આપી શકાશે પણ ટાઈફોઈડ ઉથલો મારે તો ઘરના બધા મુશ્કેલીમાં મૂકાઈ જાય...તને હજુ બે દિવસથી તાવમાં કંઈક રાહત છે. એક કામ કરીશ !
‘શું...?'
‘તું શંખેશ્વર ગયો છે ?’
品
‘હા...એક-બે વાર મમ્મી-પપ્પા જોડે ગયો હતો ત્યાં અમે ભક્તિવિહારમાં જ ઉતરતાં હતા.
‘બસ...તો હું એની જ વાત કરવા માગું છું. ભક્તિ વિહા૨ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તું આજથી તે પ્રભુના જાપ પૂરાં કરી દે...જો જે ચમત્કાર સર્જાશે...'
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
૬૫
Page #88
--------------------------------------------------------------------------
________________
હું આજથી જ જાપ આરાધના શરૂ કરી દઈશ.” દિનેશ બોલ્યો. આ
અને એ જ દિવસથી દિનેશ ખરા હૃદયથી શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની સાત માળા ગણવા લાગ્યો. અને પોતે કોલેજની પરીક્ષા આપી શકે તેવી કામના સેવવા લાગ્યો.
એ બીજે દિવસે રાજેશ આવ્યો અને આનંદના સમાચાર લઈને આવ્યો હતો. તે બોલ્યો : “દિનેશ, ખુશીના સમાચાર છે. આપણી પરીક્ષા આઠ દિવસ પાછી ઠેલાણી છે. હવે તું જરૂર પરીક્ષા આપી શકીશ.” છે. “તને કોણે કહ્યું?' કે “કોલેજના સત્તાવાળાઓએ આજે સવારે આ નિર્ણય લીધો હતો અને નોટીસબોર્ડ પર પરીક્ષાનું નવું ટાઈમટેબલ પણ મૂકી દેવામાં આવ્યું છે. તે જાપ શરૂ કર્યા હતા. ?” .
હા...ગઈકાલે અને આજે સવારે જાપ કર્યા હતા.'
‘તને તેનું ફળ મળી ગયું ને ! તારી કામનાની પૂર્તિ થઈ ગઈને ? રાજેશ બોલ્યો.
‘હા...હવે મારું વર્ષ બગડશે નહિ. આજ સવારથી તાવ પણ નથી...” | ‘વાહ.. સરસ...” રાજેશ બોલ્યો.
અને ચાર દિવસમાં દિનેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. ડોક્ટરે પરીક્ષામાં બેસવાની રજા આપી અને વધુ શ્રમ ન લેવાની પણ સૂચના આપી.
( દિનેશે પરીક્ષા આપી અને તેમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. દિનેશ પરીક્ષા પછી રાજેશને લઈને શંખેશ્વર જઈ આવ્યો અને ત્યાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી અને ત્યાં સંકલ્પ કર્યો કે રોજ મંત્ર જાપ કરીશ.” | બન્ને મિત્રો શંખેશ્વરથી રાજકોટ પાછા ફર્યા.
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાની માનવીની દરેક કામનાઓની પૂર્તિ થાય છે.
શ્રી નમિતપૂરણ પાર્શ્વનાથ
Page #89
--------------------------------------------------------------------------
________________
hois clear la મંત્ર આરાધના
(૧) ૐ હ્રાઁ * કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ હ્રીં શ્ર↑ કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ ।
11
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવકછે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. જાપ કરતી વખતે બાજોઠ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધા૨ણ ક૨વા. મંત્ર આરાધનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. જીવનમાં ખુશીની લ્હેર દોડવા લાગે છે.
સંપર્કઃ
શ્રી કામિત પુરણ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મંદિર રોડ
પો. ઉન્હેલ – ૪૫૬૨૨૧ જિ. ઉજ્જૈન (મ.પ્ર.)
ફોન : (૦૭૩૬૬) ૨૦૨૫૮, ૨૨૦૨૩૭ (પી.પી.)
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
૬૭
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી મુહરિ પાર્શ્વનાથ સાબરકાંઠા (ગુજરાત) જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે પ્રાચીન અને દર્શનીય શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્યતીર્થ આવેલું છે. ટીંટોઈ તીર્થ જવા માટે અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનમાં શામળાજી સ્ટેશન ઊતરી જવું પડે છે. અને ત્યાંથી ટીંટોઈ જવા માટે વાહનો મળી જાય છે. રોડ માર્ગે પણ જઈ શકાય છે. આ ગામમાં ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. આયંબિલ શાળા, બે ઉપાશ્રય, જ્ઞાનભંડાર વગેરે છે. અહીંથી કેસરિયાજી તીર્થ ૪૫ કિ.મી. ના અંતરે આવેલ છે. નાના પોસીના તીર્થ અહીંથી નજીક પડે છે. આ - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા નિહાળતાં જ હૈયાના ભાવ ઉછળી પડે, શ્રધ્ધા અને ભક્તિથી મસ્તક આપો આપ નમી પડે તેવી સૌ કોઈના મન મોહી લે તેવી અત્યંત પ્રાચીન પ્રતિમાજી છે. શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુનું ટીંટોઈમાં મુખ્ય તીર્થ છે. એ સિવાય શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (સાંતાક્રુઝ - મુંબઈ) તથા શ્રી કરેડા પાર્શ્વનાથ જિનાલયની દેરીમાં શ્રી મુહરિ પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજમાન છે.
ટીંટોઈ ગામમાં શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબંધી જિનાલય છે. આ શ્વેત પાષાણના, પદ્માસનસ્થ, સપ્રફણાથી વિભૂષિત, કલાત્મક પરિકર વચ્ચે બિરાજમાન શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ સવા ૨૭ ઈંચની છે.
| ભાવિકો દરરોજ સવારે પ્રતિક્રમણમાં “જગચિંતામણિ ચૈત્યવંદન” માં શ્રી મુહરિ પાર્શ્વનાથની સ્તુતિ કરીને વંદના કરે છે. આ સૂત્ર શ્રી ગણધર પરમાત્મા દ્વારા રચાયેલું હોવાથી આ પ્રતિમાજી ચોથા આરાના છે તેમ કહી શકાય.
એક લોકવાયકા પ્રમાણે આ પ્રભુજીનું નામ શ્રી મુહરિ પાર્શ્વનાથ કેમ પડ્યું તે અંગે જાણવા મળે છે કે આ પ્રતિમાજીનાં દર્શન કોઈપણ વ્યક્તિ વિના મૂલ્ય કરી શકતું નહોતું. દર્શન માટે ગામના ઠાકોરને એક મહોરનું મૂલ્ય ચૂકવવું પડતું હતું. આમ એક સોનામહોરના મૂલ્યથી જ પ્રભુના દર્શન થતાં હોવાથી “મોહરી
શ્રી મુહરિ પાર્શ્વનાથ
Page #91
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વનાથ' લોકો કહેવા લાગ્યા. તેમાંથી ‘શ્રી મોહર પાર્શ્વનાથ' લોકો કહેવા લાગ્યા. તેમાંથી ‘શ્રી મુહરિ પાર્શ્વનાથ' થયાનું અનુમાન છે.
બીજી કથા મુજબ પ્રાચીન કાળમાં આ નગર બારગાઉના ઘેરાવાવાળું હતું અને નગરનું નામ મુરિ હતું. આ નગર અત્યંત સમૃધ્ધ અને સુખી-સંપન્ન હતું. આ નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હતું. કાળના પ્રભાવથી આ નગર પર મુસ્લિમ આક્રમણખોરો તૂટી પડ્યા ત્યારે પ્રતિમાજીની રક્ષા માટે શ્રાવકોએ સુરક્ષિત સ્થાને પ્રતિમાજીને ભંડારી દીધી.
મુસ્લિમ આક્રમણના કારણે મુહિર નગર લૂંટાઈ ગયું. આ પાર્શ્વનાથ મૂળ મુહિર ગામના હોવાથી ‘શ્રી મુહરિ પાર્શ્વનાથ’ કહેવાયા.
ત્રીજી વાત આ પ્રમાણે પ્રકાશમાં આવી છે, તે મુજબ એક યતિને સ્વપ્નમાં આ પ્રતિમાજીને શામળાજીના ડુંગરમાં એક ખંડેરની અંદર જોઈ. યતિ મહારાજ આનંદ પામ્યા અને એક યવનનું ગાડુ લઈને સ્વપ્નમાં સંકેત થયો હતો તે સ્થાને પહોંચ્યા, ત્યાં તેમણે પ્રતિમાજીના દર્શન કર્યાં. યતિએ વિભોર થઈને પ્રતિમાજીને ગાડામાં પધરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રતિમાજી મૂળ સ્થાનેથી જરા પણ ચલિત ન થયા. અથાગ પ્રયત્નો કર્યા પછી થાકી હારીને યતિ પોતાના સ્થાને ચાલ્યા ગયા.
તે દિવસે રાત્રે એક શ્રાવકને અધિષ્ઠાયક દેવે આ પ્રતિમાજી અંગેનો સંકેત આપ્યો. બીજે દિવસે ટીંટોઈ, દધાલિયા, મોડાસા સરડોઈ એ ચાર ગામના સંઘો ભેગા મળીને પ્રભુજીની પ્રતિમાજી લેવા હિંદુનું ગાડું લઈને ગયા.
નિર્ધારિત સ્થળે પહોંચ્યા પછી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાજી ગાડામાં પધરાવી, ગાડાની સાથે ચારેય ગામનો સંઘ ચાલવા લાગ્યો. ટીંટોઈ ગામની મધ્યે ગાડું અટકી પડયું, ત્યાં ભવ્ય જિનાલય બંધાવીને પ્રભુજીને મૂળનાયક તરીકે બિરાજીત ક૨વામાં આવ્યા. વિક્રમ સંવત ૧૮૨૮ની સાલમાં વૈશાખ સુદ-૫ના દિવસે ભવ્ય જિનાલયમાં પરમાત્માને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં.
દર વર્ષે વર્ષગાંઠની ઉજવણી શ્રી સંઘ દ્વારા કરવામાં આવે છે. શ્રી મુરિ પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ અનેક જૈનાચાર્યો, કવિઓ અને મહુપુરુષોએ કરી છે.
૬૯
શ્રી મુહરિ પાર્શ્વનાથ
Page #92
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી
સાબરકાંઠા જીલ્લામાં ટીંટોઈ ગામે આવેલું આ જિનાલય અતિ પ્રાચીન મનાય છે. આ પ્રતિમાજી ૨૫OO વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. લબ્લિનિધાન ગણધર મહારાજા ગુરૂ ગૌત્તમસ્વામીજીએ અષ્ટાપદ પર્વત પર રચેલ “શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન”માં “મુહરિ(પાર્શ્વ) દુહ દુરિઆ ખંડણ” એ વાક્યથી જેમની સ્તુતિ કરી છે, તે શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુજીની ચમત્કારિક અને દૈદિપ્યમાન મૂર્તિ ટીટોઈ નગરના આ ભવ્ય જિનાલયમાં છે. આ પ્રતિમાજી અહીંથી ૮ કિ.મી. દૂર શામળાજી નજીક આવેલ મેશ્વો સરોવરની પાળ પાસે દટાયેલ જિન મંદિર માંથી સ્વપ્ન દ્વારા મળેલ છે. ટીંટોઈ જૈન સંઘે વિ.સં. ૧૮૨૮માં ભગવાનને ગાદીનશિન કરેલ છે.
| શ્રી પાર્શ્વ-તાવના
નાથ ! “જગ ચિન્તામણિ’ મેં, આપકા ગુણ-ગાન હૈ ! ગૌત્તમ ગુરૂકી સ્તવના સે, હો ગયા સમ્માન હૈ || ટીંટોઈ મેં બૈઠે સદા હી, કર રહે કલ્યાણ હૈ | ઐસે “શ્રી મુહરિ પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના ||
ચિંતામણિના રત્ન જેવા જગતમાં શોભા કરે, ગૌત્તમ ગણધર મુહરિ પ્રભુની ભક્તિથી ભાવના કરે, આંખોને અંજન અને દિલને ઠંડક કરે સદા, મહરિ' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી ગૌત્તમ સ્વામી ભગવંતે પણ “મુહરિ પાસ દુઆ દુરિઅ ખંડન’ આ પંક્તિ દ્વારા જેમની ભક્તિ કરી છે...એ પ્રતિભા...કેવી ભવ્ય હશે?
શ્રી મુહરિ પાર્શ્વનાથ
Page #93
--------------------------------------------------------------------------
________________
હે જગતના જગદીશ જગચિંતામણિમાં તાહરી, સ્તવના કરી ગૌત્તમ પ્રભુએ અરજ સુણજો માહરી, દુ:ખ દુરિતનું ખંડન કરીને મોક્ષ દેજો મોહ હરી, શ્રી મુહરિ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી મુહરિ પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્
શ્રી મુહરિ પાર્શ્વનાથ
૭૧
Page #94
--------------------------------------------------------------------------
________________
વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. ( શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં બાણુંમી દેવકુલિકામાં શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તથા આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે.
ચૈત્યવંદના અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ.....૧ એકસો વરસનું આઈખું, કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લંછન નાગ..... ૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; “મોહન” ભાવે પૂજતાં, પામે શિવસુખરાજ....૩
શ્રી મુહરિ પાર્શ્વનાથ
Page #95
--------------------------------------------------------------------------
________________
શિવ રમણીના પ્રિતમ પ્યારાં,
પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા,
પારસનાથ અનુપ......૧ નિલવરણ નિરમળ નિર્મોહ,
અનંગજીત ભગવંત;....૨ પારસ પરસે લોહખંડને,
પળમાં કંચન થાય; પદ પંકજ પારસના પરસે,
ભવના બંધન જાય.....૩ શામળીયાની સેવા કરતાં, | મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે,
એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી,
પૂજીએ પાસ જિણંદ; “મોહન” ભવના અંધારામાં,
પ્રગટે પુરણચંદ....૫
શ્રી મુહરિ પાર્શ્વનાથ
Page #96
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ નયનાનંદ આનંદકંદ પારસ જિન પ્યારાં; નિલવરણ શિવસુખકરણ તરણ તારણહારા, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણ ગાતા તારા.
| (વૈદ્ય મોહનલાલ ચુ. ધામી રચિત)
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. જાપ કરતી વખતે બાજોઠ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. જીવનમાં ખુશીની લ્હેર દોડવા લાગે છે.
(૨).
| સંપર્કઃ શ્રી મુહરી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ
મુ. પો. ટીંટોઈ, તા. મોડાસા, જી. સાબરકાંઠા - ૩૮૩૨૫૦. (ઉ.ગુ.). ફોન : (૦૨૭૪) ૨૬૬૨૧૨, ૨૬૬૨૧૭
શ્રી મુહરિ પાર્શ્વનાથ
७४
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ મધ્યપ્રદેશના દુર્ગ જિલ્લાના નગપુરા ખાતે શ્રી ઉવસગ્નહર (ઉપસર્ગહર) પાર્શ્વનાથ પ્રભુનું દિવ્યતાના તેજ બિછાવતું મનમોહક તીર્થધામ આવેલું છે. શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ નગપુરા છે. વરંગલ (આંધ) તીર્થમાં ઉવસગ્ગહરં પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી જિનાલય છે.
જયારે કરેડા તીર્થમાં શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજમાન છે.
આ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ઉવસગ્ગહર (ઉપસર્ગહર) પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
નાગપુર-હાવરા રેલ્વેલાઈન પર દુર્ગ સ્ટેશન આવેલું છે. દુર્ગ શહેરથી ૧૪ કિ.મી.ના અંતરે નગપુરા તીર્થ આવેલું છે. ૨૪ જિનાલય સાથે ત્રણ શિખરબંધી જિનાલય, શ્રી શત્રુંજય તીર્થની પ્રતિકૃતિ, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર મંદિર, શ્રી સિદ્ધચક્ર મંદિર વગેરેથી આ તીર્થધામ આગામી દિવસોમાં ભાવિકોની ધર્મભક્તિની ભાવનામાં પ્રેરક બળ પૂરશે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ વ્યવસ્થા છે. શ્રી માણિભદ્ર વીરનું મહાભ્ય આ તીર્થમાં સવિશેષ છે.
નગપુરા તીર્થમાં શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથજીની પ્રતિમાજી શ્યામવર્ણના, પદ્માસનસ્થ અને સપ્તફણાથી અલંકૃત છે. આ અલૌકિક પ્રતિમાજીની ઊંચાઈ ૪૭ ઈંચની છે. તીર્થધામ શિવનાથ નદીના પશ્ચિમ તટ પર આવેલ છે. આ તીર્થદીર્ઘકાળ સુધી અજ્ઞાત રહ્યું હતું. આ પ્રતિમાજી અત્યંત પ્રાચીન હોવાનું ઈતિહાસકારો જણાવે છે.
| ઐતિહાસિક કથાનક પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવક આચાર્ય શ્રી કેશી સ્વામીએ આ પ્રદેશના રાજાને પ્રતિબોધ પમાડયો. રાજા અત્યંત શ્રધ્ધાળુ બન્યો અને પ્રભુ પ્રત્યે અનન્ય પ્રીતિ થતાં રાજાએ શ્રી પાર્શ્વનાથ સ્વામીની અલૌકિક અને અભૂત પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. શ્રી કેશી સ્વામીના વરદ્ હસ્તે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા રાજાએ તિર્દક નામના ઉદ્યાનમાં કરાવી. આ
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
૭૫
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાના નિર્માણની ઘટના શ્રી મહાવીર પ્રભુના જીવનકાળ દરમિયાન બની હતી. પ્રતિષ્ઠા સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ઉંમર ૩૭ વર્ષની હતી તેવું ઈતિહાસકારોનું અનુમાન છે.
શ્રી ધરણેન્દ્ર પાર્શ્વ યક્ષ અને દેવી પદ્માવતીથી અધિષ્ઠિત આ જિન પ્રતિમાનો પ્રભાવ દિન-પ્રતિદિન ખૂબ વધવા લાગ્યો. કાળના પ્રવાહમાં આ મંદિર ધ્વંશ થયું. દેવતાઓ પ્રતિમાજી દેવલોકમાં લઈ ગયા. અને દેવી-દેવતાઓ પૂજા કરવા લાગ્યા. આ પ્રકારની લોકવાયકામાં શ્રી જિન પ્રતિમાજીના પ્રભાવનો પરિચય પામી શકાય છે.
સમયના વહેણ વહેવા લાગ્યા. કલસૂરિવંશના ગજસિંહ જૈન ધર્મના પરમભક્ત હતા. તેમની પ્રભુભક્તિથી પ્રસન્ન થઈને પદ્માવતી દેવીએ શ્રી પાર્શ્વ પ્રભુની આ સુમનોહર, દિવ્ય જિન પ્રતિમા ગજસિંહને અર્પી. પ્રભુના પરમભક્ત ગજસિંહે શ્રી ૧૦૮ જિનમંદિરનું નિર્માણ કરાવીને પદ્માવતી દેવીએ આપેલી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીને મૂળનાયક રૂપે બિરાજમાન કરાવી.
સમયને થોભ નથી. કાળની કારમી થપાટ શ્રી ૧૦૮ જિનમંદિરને લાગી. પ્રતિમાજી ધરતીના પેટાળમાં સચવાઈ રહી. મંદિર હતુ ન હતુ થઈ ગયું.
અને થોડા વર્ષો પૂર્વે દિવ્ય ચમત્કાર સાથે આ પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી પ્રાગટ્ય પામી. ઉગના ગામમાં ભુવનસિંહ ઠાકોર કૂવો ખોદાવી રહ્યાં હતા. ૪૪ ફૂટ જેટલી ઊંડાઈએ ખાડો ખોદાતો તો ખાડો દૂધથી ભરાઈ ગયો. દૂધના કૂવાથી સૌ કોઈને ભારે આશ્ચર્ય થયું. વધુ ઊંડે ખોદીને તપાસ કરવામાં આવી તો જીવતા સર્પોથી વીંટળાયેલી શ્રી પાર્શ્વ પ્રભુજીની પ્રતિમાજી જોવા મળી. અદ્ભુત, અલૌકિક, અનુપમ શ્રી જિન પ્રતિમાજીના દર્શનથી ત્યાં ઊભેલા સૌ કોઈ ધન્ય બની ઊઠ્યા.
સૌ એ ભાવથી વંદન કર્યા. ગામ આખું ઉમટી આવ્યું હતું. જૈનેતરોએ સિંદુરની પૂજા કરી. તે વિસ્તારમાં રહેતા હીરાચંદ ભણસાલીને આ પ્રતિમાજીના પ્રાગટ્યની ખબર પડી કે તેઓ દોડતા અન્ય જૈન અગ્રણીઓ સાથે આવી પહોંચ્યા. પરમાત્માના દર્શનથી તેઓનું હૃદય ભાવવિભોર બન્યું. એમની આંખોમાંથી
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
૩૬
Page #99
--------------------------------------------------------------------------
________________
આંસુની ધારા વહેવા લાગી. ભુવનસિંહ ઠાકોરે પ્રેમભાવે શ્રી પાર્શ્વ પ્રભુની અલૌકિક પ્રતિમાજી જૈન શ્રાવકોને સુપરત કરી.
ત્યાર પછી જૈન અગ્રણીઓએ ઉગના ગામમાં ભવ્ય જિનાલયના નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું. ભવ્ય જિનાલયનું નિર્માણ પૂર્ણતાના આરે હતું ત્યારે આ કાર્યના સાત સૂત્રધાર જૈન શ્રેષ્ઠીઓને એક રાત્રે એક સરખો સંકેત થયો.
અધિષ્ઠાયક દેવે સાતેય જૈન શ્રેષ્ઠીઓને સ્વપ્નમાં એક સરખો સંકેત આપતાં જણાવ્યું કે નગપુરામાં નિવાસ કરતાં શ્રી રાવતમલજી આદિ એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરવાની ભાવના સેવી રહ્યાં છે તે જિનાલયના મૂળનાયક તરીકે આ પરમ પ્રભાવક શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી બિરાજશે, માટે આ પ્રતિમાજી રાવતમલજી પાસે જઈને સોંપી દો...
બીજે દિવસે સાતેય જૈન શ્રેષ્ઠીઓએ વિચાર-વિમર્શ કર્યો અને અધિષ્ઠાયક દેવની આજ્ઞાનુસાર મધ્યપ્રદેશમાં આવેલ દુર્ગ ખાતે જઈને રાવતમલજીને શોધીને તેનો સંપર્ક કર્યો.
એ વખતે મારવાડના પાલી નગરે આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરિશ્વરજી મહારાજા બિરાજમાન હતા. જેમની સલાહ અનુસાર નગપુરા લાવવાનો નિર્ણય થયો.
આચાર્ય ભગવંતે આપેલા શુભ મુહૂર્તે શ્રી પાર્શ્વ પ્રભુના નગપુરા ગામમાં પધરામણાં થયા અને પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી આવતાં નગપુરા તીર્થધામ બન્યું. આચાર્ય ભગવંતના ઉપદેશથી આ તીર્થને અન્ય ૪૦ જિન પ્રતિમાજીઓ ભેટમાં પ્રાપ્ત થઈ.
જ્યારે ઉગનામાં નિર્માણ થયેલા જિનાલય માટે શ્રી પાર્શ્વ પ્રભુની એક નૂતન પ્રતિમાજી ભેટ કરાઈ. એ વખતે શ્રી રાવતમલજીએ ઉગના જૈન સંઘને નૂતન જિનાલય માટે માતબર રકમ ભેટમાં ધરીને સહૃદયથી ભાવના વ્યક્ત કરી. વયોવૃધ્ધ મુનિરાજ શ્રી દર્શન વિ.મ. મૂનિશ્રી મહેન્દ્ર વિ.મ. આદિની શુભ નિશ્રામાં વિક્રમ સંવત ૨૦૪૨ના ફાગણ સુદ-૨ (તા. ૧૨-૩-૧૯૮૬) ના દિવસે દીક્ષાર્થી શ્રાવક ચંદનમલજી હાડાના વરદ હસ્તે નગપુરામાં શ્રી પાર્શ્વનાથજી
શ્રી ઉવસગ્ગહર પાર્શ્વનાથ
৩৩
Page #100
--------------------------------------------------------------------------
________________
જિનાલયનો શિલાન્યાસ વિધિ થયો. આ દિવ્ય અવસરે ભૂગર્ભમાંથી દૂધનો ઝરો ફૂટી નીકળ્યો. દિવ્ય અને અલૌકિક સુગંધથી મઘમઘતી દૂધની ધારા જોઈને ઉપસ્થિત વિશાળ ભક્ત સમુદાય આશ્ચર્ય પામી ઊઠ્યો.
ત્યાર પછી તો અનેક દિવ્ય અને અલૌકિક ચમત્કારો થતા રહ્યાં છે. આ પ્રભુની સેવા-પૂજા અને અંત:કરણથી ભક્તિ કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે. ઉપસર્ગો નષ્ટ થાય છે. તેથી જ આ પરમ પ્રભાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નામ શ્રી ઉવસગ્ગહરં (ઉપસર્ગહર) પાર્શ્વનાથ અપાયું છે, જે સાચા અર્થમાં સાર્થક છે.
વિશેષ જાણકારી
મધ્યપ્રદેશના દુર્ગ શહેરથી દૂર નગપુરા ગામ પાસે શિવનાથ નદીની પાવનધરા પર કલરવ કરતાં પ્રાકૃતિક વાતાવરણમાં શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વ પ્રભુનું ભવ્યાતિભવ્ય તીર્થ આવેલું છે. ગગનચુંબી ત્રણ ભવ્ય શિખરોથી શોભતા આ મંદિરની જમણી બાજુ કલ્યાણ મંદિર, ડાબી બાજુ નમિઉણ મંદિર, પદ્માવતી માતા તેમજ શ્રી માણિભદ્રવીરનું મંદિર છે. કલ્યાણ મંદિરમાં કાયોત્સર્ગ કલ્યાણ પાર્શ્વનાથ ભગવંત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના દશ ભવ નયનરમ્ય છે. મૂળનાયક શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ભગવાન ખૂબજ મનમોહક છે. શ્યામવર્ણી મૂર્તિના દર્શન કરતાં આત્મા ભાવવિભોર બની જાય છે. આવી સુંદર અલૌકિક અંગેઅંગમાં ફૂરણા પ્રગટ કરનાર પ્રભુજીની પ્રતિમા નજીકના ઉગના ગામમાંથી મળી આવી છે. ઉત્તર પ્રદેશમાં ગંડક નદીના કિનારા પર પહોડોની વચ્ચે ઉગના ગામના ભુવનસિંહને ખેતરમાં ખાડો ખોદતા ૫૦ ફૂટ ઊંડે ખોદતા ખાડો દૂધથી ભરાઈ ગયો. જેમાંથી શ્યામ વર્ણની આ અલૌકિક પ્રતિમાજી મળી આવ્યાં. સાત ભાવિકોને સ્વપ્ન આવ્યું કે પ્રતિમાજી શ્રી નગપુરા ગામમાં ઉવસગ્ગહર તીર્થમાં તીર્થાધિપતિ બનશે માટે આ મૂર્તિ રાવતમલજી “મણીને સોંપીદો. ત્યારબાદ આ પ્રતિમાજી દુર્ગ લાવવામાં આવ્યા. હતા ત્યારે નાળા પાસે રસ્તામાં મેટાડોર અટકી પડી.
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
७८
Page #101
--------------------------------------------------------------------------
________________
આગળ જાય જ નહિ. રાવતમલજીએ પ્રભુ પાર્શ્વનાથ અહીં બિરાજમાન થશે કહેતાની સાથે જ મેટાડોર ચાલુ થઈ ત્યાં ખોદકામ કરતાં પ્રાચીન પાર્શ્વ પ્રભુના પગલાં નીકળ્યા અને આજે પણ મંદિરમાં આગળના ભાગે બિરાજમાન છે. જીવંત સર્પ સહિત નીકળતા આ પ્રભુજી સૌના માટે આશ્ચર્ય, આસ્થા, ભક્તિનું અપૂર્વ આલંબન બની રહ્યાં છે.
આ જિનાલયની પ્રતિષ્ઠા પ.પૂ. આ.શ્રી રાજ્યશસૂરીશ્વરજી મ. ના કરકમલો દ્વારા સંપન્ન થઈ છે. જ્યાં પહેલાં માત્ર ખેતર અને જંગલ હતું ત્યાં આજે જિનભક્તિનું રમ્ય નંદનવન બની ગયું છે. ધર્મશા, ભોજનશાળાની પણ સુંદર વ્યવસ્થા આ તીર્થમાં છે. શ્રી માણિભદ્રવીરનો પણ આ તીર્થમાં ખૂબ મહિમા છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિયા શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવનિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેકજિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી ઉવસગહરં પાર્શ્વનાથ
૭૯
Page #102
--------------------------------------------------------------------------
________________
પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
- શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ત્રાણુંમી દેવકુલિકામાં શ્રી ઉવસગ્ગહર પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
૮O
Page #103
--------------------------------------------------------------------------
________________
hitsun She's fie
પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સમ્રફણાથી અલંકૃત છે તેમજ સર્પ વીંટળાયેલા છે. અત્યંત મનોરમ્ય પ્રતિમાજી છે.
મંત્ર આરાધના
(૧) ૐૐ હ્રીં શ્રીં ઉવસગ્ગહરં પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ Æ Æ ઉવસગ્ગહરં પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં શ્રÆ Æ Æ ઉવસગ્ગહરં પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપની આરાધના દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવી. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર આરાધના કરવાથી સમસ્ત આધિ, વ્યાધિ અને ઉપાધિ નાશ પામે છે. અત્યંત ચમત્કારી મંત્રો છે.
સંપર્કઃ
શ્રી ઉપસર્ગહર પાર્શ્વનાથ મુ. પો. નગપુરા, જી. દુર્ગ (મ.પ્ર.)
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
હા કે ના
૮૧
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી કેસરિયા પાર્શ્વનાથ મહરાષ્ટ્રના ચંદ્રપુર જીલ્લાના ભદ્રાવતીમાં શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. ચંદ્રપુર(ચાંદા) થી ૨૪ કિ.મી., વર્ધાથી ૧૦૫ કિ.મી., નાગપુરથી ૧૨૮ કિ.મી., વણીથી ૪૦ કિ.મી. અને હૈદ્રાબાદથી ૩૯૦ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. દિલ્હી, મદ્રાસ તથા વર્ધા બલ્હારશાહ રેલ્વેલાઈન પર આવેલા ભાદક રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૧ કિ.મી.ના અંતરે આવેલ છે. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ઢીમા ગામમાં શ્રી કેસરિયા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજે છે. | શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. ( ભદ્રાવતી (મહરાષ્ટ્ર) તીર્થધામમાં વિશાળ જગ્યામાં ભવ્ય અને દર્શનીય શિખરબંધી જિનાલયમાં શ્યામ વર્ણના શ્રી કેસરિયા પાર્શ્વનાથ સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૬૧ ઈંચ અને પહોળાઈ ૪૭ ઈંચ છે. પ્રતિમાજી અર્ધ પદ્માસને બિરાજે છે.
- પૂર્વે આ સમૃધ્ધ નગર હતું. આજે પણ આ નગરીની ભવ્યતાના પુરાવા રૂપના અવશેષો છે. ‘મહાભારત” અને “જેમિની કથાસાર’માં ભદ્રાવતી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. જૈનેતર મહાભારતના કથન અનુસાર ભદ્રાવતીના રાજા યુવાનાશ્ચનો શ્યામકર્ણ અશ્વ યુધિષ્ઠિરે તેને પરાજિત કરીને અશ્વમેઘ યજ્ઞ માટે મેળવ્યો હતો. કલિંગના સમ્રાટ ખારવેલની રાણી ભદ્રાવતીની રાજ કન્યા હતી.
જૈન શાસનના પ્રભાવક જૈનાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી સમ્રાટ ચંદ્રગુપ્તની સાથે આ નગરીમાં પધાર્યા હતા. શ્રી ભદ્રબાહુ સ્વામીએ અહીંની ગુફાઓમાં યોગસાધના કરીને સિધ્ધિઓ મેળવી હતી. “ગણેશ પુરાણ' માં આ નગરીનો ઉલ્લેખ થયો છે.
આ સિવાય ચીનના પ્રવાસી ઘૂએનત્સાંગે આ નગરીના વૈભવનું સર્વશ્રેષ્ઠ વર્ણન કરેલું છે.
એક સમયનું ભવ્યતાથી ઓપતું આ નગર કાળના ખપ્પરમાં વિલીન થઈ
શ્રી કેસરિયા પાર્શ્વનાથ
૮૨
Page #105
--------------------------------------------------------------------------
________________
ગયું. આ નગરી સૈકાઓ સુધી માનસપટ પરથી ભૂંસાઈ ગઈ.
હાલ ભદ્રાવતીમાં બિરાજમાન શ્રી કેસરિયાજી પાર્શ્વનાથની પ્રાચીનતા શોધવાનો કોઈ આધાર નથી, પરંતુ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની સમકાલીન આ પ્રતિમાજી હોવાનું અનુમાન કરવામાં આવે છે. એટલું ચોક્કસ કે પ્રાચીનકાળમાં આ તીર્થની સુખ્યાતિ ટોચ પર હતી.
| વિક્રમ સંવત ૨૦ શતાબ્દીમાં આ તીર્થ પ્રકાશમાં આવ્યું. આ તીર્થનાપુનઃ પ્રાગટ્યની કથા પણ રસપ્રદ છે.
વિક્રમ સંવત ૧૯૬૬ના મહાસુદ ૫ ના દિવસની રાત્રે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થના મુનિમ તરીકે એ સમયે કાર્યરત ચત્રભૂજભાઈને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેમને કંઈક વિચિત્ર દેશ્ય જોવા મળ્યું.
ચત્રભુજભાઈએ સ્વપ્નમાં જંગલની અંદર પોતાની પાછળ એક કાળા નાગને પાછળ પડતો જોયો. તેઓ નિર્ભય બનીને ઊભા રહી ગયા, ત્યારે કાળા નાગે તેમને પશ્ચિમાભિમુખ જિનાલયમાં કેસરિયા વર્ણના શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરાવ્યાં. કાળા નાગે માનવવાણીમાં ચત્રભુજભાઈને શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુના કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલા પ્રાચીન ભદ્રાવતી તીર્થનો જીર્ણોધ્ધાર કરવા જણાવ્યું.
આ તરફ ચત્રભુજભાઈ મુનિમ શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય અને દર્શનીય પ્રતિમા જોઈને અત્યંત હર્ષાન્વિત બન્યા.
તે સમયે ચાંદા(ચંદ્રપુરા) ગામમાં મુનિશ્રી સુમતિસાગરજી મહારાજ બિરાજેલા હતા. ચત્રભુજભાઈએ બીજે દિવસે સવારે મુનિરાજને આવેલા દિવ્ય સ્વપ્નનો સંપૂર્ણ વૃતાંત કહી સંભળાવ્યો..
અને પછી આ સ્થળ અને પ્રતિમાજીની શોધખોળનું કાર્ય આરંભાયું. એક જીર્ણ થઈ ગયેલા જિનાલયમાં અડધી દટાયેલી અવસ્થામાં આ પ્રતિમાજી સ્વપ્ન સંકેત પ્રમાણે મળી આવી. એ વખતે ત્યાંના ગ્રામવાસીઓ પ્રતિમાજીની સિંદૂરની પૂજા કરતાં અને ‘કેસરિયા બાબા તરીકે પૂજતા હતા.
શ્રી સરિયા પાર્શ્વનાથ
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રાપ્તિ બાદ અનેક ગામના જૈન સંઘોએ એકત્ર થઈને પ્રતિમાજી અને જીર્ણ જિનાલયનો કબજો મેળવ્યો. ઈ.સ. ૧૯૨૧માં સરકારે શ્વેતાંબર જૈન સંઘને સાડાદસ એકર જમીન અને આ પ્રતિમાજીની સોંપણી કરી.
ત્યારબાદ જૈનસંઘો દ્વારા ભવ્ય જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. વિક્રમ સંવત ૧૯૭૬ના ફાગણ સુદ-૩ના દિવસે પ્રતિમાજીની ભવ્ય મહોત્સવ રચીને પ્રતિષ્ઠા કરવામાં આવી.
આમ સ્વપ્નના સંકેતથી પ્રગટ થયેલી આ પ્રતિમાજીને ‘સ્વપ્ન દેવ’ ના નામથી જાણવામાં આવે છે. પૂર્વે ‘કેસરિયા બાબા' તરીકે પૂજાતા હોવાથી ‘શ્રી કેસરિયા પાર્શ્વનાથ' નામ જગમાં પ્રસિધ્ધ થયું. ભદ્રાવતી તીર્થના આ અધિપતિ ‘શ્રી ભદ્રાવતી પાર્શ્વનાથ' તરીકે પણ અનેક લોકો સંબોધે છે.
‘શ્રી કેસરિયા પાર્શ્વનાથ' વિષે પ્રાચીન ગ્રંથોમાં વધારે ઉલ્લેખ જોવા મળતો નથી. કદાચ તેનું કારણ આ તીર્થ અનેક સૈકાઓ સુધી કાળની ગર્તામાં વિલીન થયેલ હતું. તેમ માની શકાય છે. શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અલૌકિક અને અનુપમ છે. તેમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી.
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓમાંથી મેળવેલી માહિતી પ્રસ્તુત છે. (૧) આ એક પ્રાચીન જૈન તીર્થ છે. સરકાર દ્વારા રક્ષિત પુરાતત્વ સ્મારક તરીકે જાહેર કરાયેલ છે. લગભગ ૮૦ વર્ષ પહેલાં શ્રી અંતરિક્ષ તીર્થના મેનેજર ભાઈને સ્વપ્નમાં આ તીર્થનો ખ્યાલ આવી, શોધ કરતાં આ તીર્થસ્થાન મળી આવેલ છે.
આ જગ્યા ઘણીજ રમણીય છે. આ તીર્થસ્થાને એક ચતુર્મુખ પ્રતિમાજી અત્યંત પ્રાચીન અને વિશિષ્ટ પ્રકારની શૈલીના છે. નજીકમાં બીજા બે મંદિરો છે. આ તીર્થ ભાંડક ગામ નજીક અને ચન્દ્રપુરી - ચાંદા ગામથી ૩૨ કિ.મી.
શ્રી કેસરિયા પાર્શ્વનાથ
૮૪
Page #107
--------------------------------------------------------------------------
________________
ના અંતરે છે. ભોજનશાળા તથા ધર્મશાળાની વ્યવસ્થા છે.
(૨) ભદ્રાવતી શહેરમાં આવેલું તીર્થ અતિ પ્રાચીન મનાય છે. આ તીર્થનો ભારતના પુરાતત્વ ખાતાએ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલું છે. પ્રતિમાનો અડધો ભાગ જમીનમાં દટાયેલો હતો. અંધશ્રધ્ધાથી ગામડાના લોકો તેને કેસરિયા બાબા કહી સિંદુર વગેરે ચઢાવતા ત્યારબાદ આજુબાજુના ગામના જૈનો દ્વારા સરકારને વિનંતી કરાતા ઈ.સ. ૧૯૧૨ માં આ તીર્થસ્થાન સંઘને સુપરત કર્યું. અહીંયા જમીનમાંથી નીકળેલી અનેક પ્રાચીન પ્રતિમાજીઓ દર્શનીય છે. ઉપરાંત ખંડેરમાંથી મળી આવતાં બીજા અવશેષો પણ કલાત્મક છે. મંદિરના ઉપરના ભાગમાં ચતુર્મુખી પ્રતિમા છે. આ એક જ મૂર્તિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી અને શ્રી આદિનાથ પ્રભુના બિંબ છે. એ આ મૂર્તિની વિશિષ્ટતા છે.
|
શ્રી પાર્શ્વ-સ્તવના
વિદન હરતે ભક્તગણ કે, આધિ વ્યાધિ નિવારતે || જો સ્મરણ કરતે હૈ સદા, યે કર્મ ઉનકે કાટતે . ભદ્રાવતી કે નાથ યે, ભવસે હમે હૈં તારતે | ઐસે “શ્રી કેસરિયા પાર્થ' કો મૈં, ભાવસે કરૂં વંદના //
શ્યામ છતાં કેસરિયા નામે, જે સદાય શોભતા, સાગર સમ ગંભીર છતાંયે નિર્મળ હાસ્યને વેરતાં, પુષ્પસમ પ્રભુ સ્વપ્ન દેવ' ના નામથી ખ્યાતિ પામતાં, ‘કેસરિયા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
ખૂબજ અલભ્ય એવા...અર્ધ પદ્માસનસ્થ મુદ્રામાં બિરાજમાન પ્રભુ ખૂબજ મનોહાર છે. ગામનુ પ્રાચીન નામ ભદ્રાવતી છે. સ્વપ્ર આપીને પ્રતિમાજી પ્રગટ્યા હોવાથી તે સ્વપ્નદેવ તરીકે પણ પ્રચલિત છે.
જે સ્વપ્ન આપી પ્રગટતા ને સંકટો સહુ છેદતા,
શ્રી ક્સરિયા પાર્શ્વનાથ
૮૫
Page #108
--------------------------------------------------------------------------
________________
વીતરાગતા મુખ પર દિસે પણ તે છતાં મન મોહતા,
ભદ્રાવતીમાં શોભતા ને ભદ્રતા વરસાવતા, ‘કેસરિયા’ પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના..
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્યસંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
- પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય,
શ્રી કેસરિયા પાર્શ્વનાથ
Page #109
--------------------------------------------------------------------------
________________
ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ચોરાણુંમી દેવકુલિકામાં શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજીના પાછળના ભાગમાં ડુંગરોની શ્રેણી બતાવાઈ છે.
શ્રી પાર્શ્વ સ્તવન
આશા પૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાસ, વાયામાતા જનમીયા, અહીં લાંછન જાસ....૧ અશ્વસેન સુત સુખ કરૂં, નવ હાથની કાય, કાશી દેશ વારાણસી, પુન્ય પ્રભુજી પાય....૨ એકસો વરસનું આયખું પાડી પાર્શ્વકુમાર, પદ્મ કહે મુગતે ગયા, નમતા સુખ નિરધાર....૩
શ્રી સરિયા પાર્શ્વનાથ
Page #110
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં કેસરિયા પાર્શ્વનાથાય નમઃ | | (૨) ૐ હૂં મૈં હૂ Ø કેસરિયા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કેસરિયા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો માંથી કોઈપણ એક મંત્રની માળા કે જાપ દરરોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા. જાપ દરમ્યાન અખંડ દીપ-ધૂપ રાખવા શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર-આરાધનાથી સર્વ સંકટોનો નાશ થાય છે. સુખ સમૃદ્ધિનો લાભ થાય છે.
| સંપર્કઃ શ્રી ભદ્રાવતી તીર્થ કેશરીયા પાર્શ્વનાથ જૈન દેરાસર
શ્રી જૈન શ્વેતાંમ્બર મંડળ પો. ભદ્રાવતી - ૪૪૨૯૦૨
જિ. ચંદ્રપુર.(મહારાષ્ટ્ર). ફોન : (૦૭૧૭૫) ૨૬૬૦૩)
શ્રી સરિયા પાર્શ્વનાથ
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી કંસારી પાર્શ્વનાથ
શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ ખંભાતના ખારવાડામાં આવેલું છે. મુંબઈના સાંતાક્રુઝમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. હાલ ખંભાતમાં ૬૦ ઉપરાંત જિનાલયો છે. તેમાંથી ખારવાજામાંજ સાત જિનાલયો છે. ખંભાતના જિનબિંબો પ્રાચીન છે. ખંભાતના જ્ઞાનભંડારો આજે પણ સચવાયેલાં છે.
| શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં પંચાણુંમી દેવકુલિકામાં શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે.
ખંભાતના ખારવાડામાં શ્રી કંસારી પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. સુંદર, કલાત્મક પરિકરથી પરિવૃત શ્રી કંસારી પાર્શ્વનાથની પ્રતિમા શ્વેત વર્ણની છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૨ ઈંચ અને પહોળાઈ ૧૨ ઈંચની છે. ખંભાતથી ઈશાન ખૂણામાં દોઢ કિ.મી. ના અંતરે આવેલું ગામ કંસારી એ સમયમાં જૈનોનું મહત્વનું ધર્મ - આસ્થાનું કેન્દ્ર હતું.
કંસારીમાં શ્રી ભીડ ભંજન પાર્શ્વનાથનું જિનાલય તીતયાત્રાના ધામ સમું હતું. પહેલાં આ પરમાત્મા કંસારીમાં જ બિરાજમાન હતા.
સમયના વહેણ સાથે કંસારી ગામમાં જૈનોની વસ્તી નામશેષ થઈ ત્યારે શ્રી ભીડભંજન પાર્શ્વનાથને કંસારીથી ખંભાત લાવવામાં આવ્યા અને ખારવાડામાં એક નૂતન જિનાલયમાં પ્રભુજીને ગાદીનશીન કરવામાં આવ્યા.
આ તીર્થની વિખ્યાતિ સૈકાઓથી છે. પ્રભુની પ્રભાવકતાના અનેક ઉલ્લેખો ઉપલબ્ધ છે. કંસારીથી ખંભાત લાવવામાં આવેલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પછી સૌ “શ્રી કંસારી પાર્શ્વનાથ” કહેવા લાગ્યા.
= “શ્રી કંસારી પાર્શ્વનાથ’ વિષેના સ્તવનો તથા રચનાઓ અનેક મુનિ ભગવંતો તથા કવિઓએ લખ્યાં છે. તેના પરથી આ તીર્થની પ્રાચીનતાની જાણકારી મળે છે.
શ્રી ક્સારી પાર્શ્વનાથ
૮૯
Page #112
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તકો અને પુસ્તિકાઓમાંથી ઉદ્ધૃત કરેલી માહિતી પ્રસ્તુત છે.
(૧) ખંભાત એક અતિ પ્રાચીન અને ભવ્ય તીર્થ છે. ખંભાતની જાહોજલાલી વર્ષોથી પ્રખ્યાત શહેર તરીકેની હતી. ખારવાડામાં સાત જિનાલયો આવેલા છે. તેમાં શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અત્યંત દર્શનીય છે. અહીં શ્રી સ્તંભન પાર્શ્વનાથજી પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલું છે. આ પ્રતિમાજી વીસમા તીર્થંકરના સમયના ગણવામાં આવે છે. વર્ષો સુધી અદૃશ્ય રહ્યાં પછી વિ.સં. ૧૧૧૧માં શ્રી અભયદેવ સૂરીશ્વરજીને દૈવીક પ્રેરણા મળી અને ભૂગર્ભમાંથી પ્રતિમાજી પ્રગટ થયા છે. વડોદરાથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલા આ ખંભાત ગામે હજી પણ પ્રાચીન અવશેષો મળી આવે છે. આ સિવાય અહીં બીજા ૧૧૬ દેરાસરો છે. કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અહીં દીક્ષા ગ્રહણ કરી હતી. ખંભાતમાં ઘણા પ્રાચીન ગ્રંથ ભંડારો છે.
(૨) સૈકાઓથી જૈન ધર્મની અનેક વિધ પ્રવૃત્તિઓથી ધમધમતા ખંભાતથી ઈશાન ખૂણામાં દોઢ કિ.મી. ને જ અંતરે આવેલું કંસારી ગામ પણ જૈનોનું મહત્વનું ધર્મ કેન્દ્ર હતું. અહીં જૈનોની પુષ્કળ વસ્તી અને જિનાલયો હતા. આ કંસારીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુનું દેવવિમાન સંદેશ મનોહર જિનાલય તીર્થયાત્રાના ધામ સમું હતું. કાળક્રમે આ ગામમાંથી જૈનોની વસ્તી નામશેષ થઈ. તેથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથને કંસારીથી ખંભાત લાવવામાં આવ્યા. અને ખારવાડામાં એક નવનિર્મિત જિન પ્રાસાદમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા. આ તીર્થની પ્રસિધ્ધિ સૈકાઓથી ખૂબ વ્યાપક બનેલી છે. સંવત ૧૬૫૬માં કવિ નયસુંદરે ‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ' માં કંસારીના શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પણ સ્તવ્યા છે. વિક્રમ સંવત ૧૯૬૭માં કવિવર શાંતિકુશલે રચેલા ૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન માં તેમણે આ પ્રભુનું સ્મરણ કર્યું છે.
૯૦
શ્રી સારી પાર્શ્વનાથ
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ સ્તવના કંસારી નગરના કંથ રે ભગવંત મુજ મન આવજો , મુજ કર્મ કંસ હણી પ્રભુ કંસારી બિરૂદ નિભાવજો , સ્તંભન તીર્થે બિરાજીને થંભાવતા ભવિ ચિત્તડા, ‘શ્રી કંસારી’ પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
ખંભાતમાં ખારવાડે પ્રભુજી | ખારા દરિયાની પાસે, શેરડી સમ મધુરા પ્રભુજી મારા હૃદિયા પાસે, કંસારી કહેવાયા પ્રભુજી, આવ્યા હતા કંસારીથી, કંસારી “ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા..
કંસારી ગામમાંથી લાવેલા હોવાથી તેમનું નામ કંસારી પાર્શ્વનાથ પડ્યું. ભીડભંજન તરીકે સૈકાઓ પૂર્વ વર્ષો સુધી આ પ્રતિમાજી કંસારીમાં પૂજાતા હતા.
કંસારી નગર સે પ્રાપ્ત હૈ, જીનકી નિરાલી શાન હૈ ! ખંભાતમેં જિનકા નિરંતર, હો રહા ગુણ-ગાન હૈ //. જો સદાક્ષય કર્મ કરતે, સૌ ગુના સમ્માન હૈ || ઐસે “શ્રી કંસારી પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના |
શ્રી ક્યારી પાર્શ્વનાથ
૯૧
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી કંસારી પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ
શ્રી ક્સારી પાર્શ્વનાથ
૯૨
.
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં પંચાણુંમી દેવકુલિકામાં શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં બિરાજીત પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે.
મહિમા અપરંપાર
રાજકોટથી અમદાવાદ જતાં ચોટીલા નામનું ગામ આવે છે. ચોટીલા એટલે ચામુંડા માતાજીનું ધામ. ચોટીલામાં ચામુંડાનો ડુંગર આવેલો છે. અને ડુંગર પર માતા ચામુંડાનું મંદિર આવેલું છે. અહીં દરરોજ હજારો લોકો માતા ચામુંડાના દર્શનાર્થે આવતા-જતા રહે છે.
ચોટીલામાં હરિભાઈ કંદોઈ રહે. હરિભાઈ સુખડિયા જૈન હતા. તેઓ નિયમિત દેરાસર દર્શનાર્થે જતા. બજારના એક ખૂણામાં તેમની કંદોઈની દુકાન આવેલી હતી. તેઓના લાસા લાડવા વખણાતા હતા. આજુબાજુના ગામોના લોકો હરિભાઈ કંદોઈની જ મિઠાઈ લઈ જતાં. તેમના ત્રણ પુત્રો પણ દુકાનમાં બેસતા હતા. હરિભાઈને ૭૦ વર્ષ થઈ ગયા હતા છતાં તંદુરસ્તી સારી હતી. તેઓ સવારે દેરાસરમાં સેવા-પૂજા કરીને ઘેર પાછા આવતાં અને ભગવો ઝભ્ભો અને ધોતીયું પહેલીને દુકાને આવતાં. તેમના ત્રણેય પુત્રો વહેલી સવારે પાંચ વાગે દુકાને પહોંચી જતા અને સવારે છ વાગે ગરમાગરમ ગાંઠિયા અને જલેબી
શ્રી ક્યારી પાર્શ્વનાથ
૯૩
Page #116
--------------------------------------------------------------------------
________________
બનાવતા હતા. સવારે ગ્રાહકો આવતાં હતા.
હરિભાઈ દસ વાગ્યા પછી આવતાં હતા. કલાકેક દુકાનની બહાર ખુરશી રાખીને બેસતાં પછી ઘેર ચાલ્યા જતા.
એક દિવસ હરિભાઈના મોટા દીકરાને તાવ ચઢ્યો. તરત જ ડોક્ટર પાસે જઈને દવા લીધી પરંતુ તાવ ઉતર્યો નહિ. આમને આમ આઠ દિવસ ચાલ્યા ગયા. ચોટીલાનો ડોક્ટર કોઈ જાતનો નિર્ણય ન કરી શક્યો કે તાવ શેના કારણે આવે છે.
આઠ દિવસના તાવમાં હરિભાઈ નો મોટો દીકરો શામજી સાવ નંખાઈ ગયો હતો. શામજીની પત્ની રમા અત્યંત ધર્મિષ્ઠ હતી તેને શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. તેણી રોજ શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુના જાપ પણ કરતી હતી. રમાએ મનોમન સંકલ્પ કર્યો કે મારા પતિ આઠ દિવસમાં સંપૂર્ણ સાજા થઈ જશે તો એમને લઈને શંખેશ્વર આવી જઈશ.
રમાએ આ વાત ઘરમાં કોઈને કરી નહોતી. રમા તેના પતિની અનન્ય શ્રધ્ધા સાથે સેવા કરતી હતી.
આ બાજુ ચોટીલાના ડોક્ટરે કહ્યું : હરિબાપા; તમે તમારા દીકરાને રાજકોટ લઈ જાઓ....તાવ ઉતરતો નથી. તો શું કારણ છે તે જાણવા માટે રીપોર્ટ કઢાવવા પડશે.
આમ કહીને ડોક્ટરે રાજકોટના એક જાણીતા ડોક્ટર પર ચિઠ્ઠી લખી દીધી. હિરબાપા ઘેર આવ્યા અને રમાને વાત કરી.
ત્યારે રમાએ કહ્યું : ‘બાપુજી, એમને ચાર દિવસમાં સારૂં થઈ જશે. રાજકોટ જઈશું તો ત્યાંના ડોક્ટરો આપણને ખર્ચના ખાડામાં ઉતારશે. આપ બે દિવસ રાહ જુઓ. આજે તેમણે દવા લીધી નથી એટલે સારૂં છે. બપોર પછી તો તાવ આવ્યો જ નથી...'
‘ભલે...તું કહે છે તો બે દિવસ પછી જઈએ...'હરિબાપા બોલ્યા.
રમાએ ચોટીલાના ડોક્ટરની હાઈડોઝવાળી દવા આપવી બંધ કરી દીધી
શ્રી સારી પાર્શ્વનાથ
૯૪
Page #117
--------------------------------------------------------------------------
________________
હતી. આયુર્વેદિક પધ્ધતિથી સારવાર કરવામાં આવી રહી હતી. રમા તેના પતિનો હાથ પકડીને જાપ કરતી હતી.
બે દિવસ પસાર થઈ ગયા. બે દિવસમાં શામજીને તાવ આવ્યો નહોતો. હવે તેની ભૂખ પણ ઉઘડવા લાગી હતી.
ચાર દિવસમાં શામજી પથારીમાંથી બેઠો થઈ ગયો. રમા શામજીને મગનું ઓસામણ આપવાનું શરૂ કર્યું. અનાજ તો આપવાનું નહતું. રમાએ શામજીને મહાસુદર્શન ચૂર્ણ આપવા લાગી. હવે ઘણું સારૂ થઈ ગયું હતું. ચોટીલાના ડોક્ટરને પણ ભારે નવાઈ લાગી કે તાવ ઉતર્યો કઈ રીતે ?
મહિના પછી શામજી અને ૨મા શંખેશ્વર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવ્યા ત્યાં ધર્મશાળામાં રૂમ બુક કરીને રોકાયા. એ દિવસે જ બન્નેએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા સાથે શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી પૂજા કરી, ૨માએ ચૈત્યવંદન કર્યું. તેનો સંકલ્પ પૂરો થયો હતો.
શામજી અને ૨મા બે દિવસ શંખેશ્વર રોકાઈ ગયા. બન્ને દિવસ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની સેવા પૂજા કરીને શામજી અને ૨મા અત્યંત હર્ષ પામી ઊઠ્યા હતા.
ત્રીજે દિવસે વહેલી સવારે બન્ને તીર્થોમાં દર્શન કરીને બસમાં બેસીને શંખેશ્વરથી ચોટીલા આવી પહોંચ્યા. શામજીને પણ શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રગટી હતી. ચોટીલા આવ્યા પછી તેણે પણ મંત્રજાપ શરૂ કરી દીધા
હતા.
શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી માનસિક શાંતિની સાથે તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત થાય છે.
શ્રી સારી પાર્શ્વનાથ
૯૫
Page #118
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
(૧) ૐૐ હ્રીં શ્રÆ કંસારી પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કંસારી પાર્શ્વનાથાય નમઃ ।
(૩) ૐ હ્રીં શ્રÆ Æ Æ કંસારી પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા, વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા, મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મંત્ર આરાધનાથી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. આરોગ્ય સુખાકારી મળે છે. માનસિક ચિંતાઓ દૂર થાય છે.
સંપર્કઃ
શ્રી સારી પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. ખંભાત,
જિ. આણંદ-૩૮૮૬૨૦.
ફોનઃ (૦૨૬૯૮) ૨૨૬૧૪૬, ૨૨૭૨૭૬
૯૬
શ્રી સારી પાર્શ્વનાથ
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
રાજસ્થાનના ડુંગરપુર જીલ્લામાં બડોદા ખાતે વટપદ્રતીર્થમાં શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ કે શ્રી પૌરૂષાદનીય પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. આનું પ્રાચીન નામ મેઘપુર પાટણ, વટપ્રદ નગર વગેરે હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
આ મંદિરનું નિર્માણ વિક્રમ સંવત ૧૦૩૬માં થયાનું મનાય છે. લેવામાં બિરાજમાન કેસરિયાનાથ ભગવાનની પ્રતિમા વિક્રમ સંવત ૯૦૯માં અહીંયા પ્રગટ થઈ હતી.
એવી માન્યતા છે કે આ રાજસ્થાન - મેવાડના ડુંગરપુર જિલ્લાનું પ્રાચીન તીર્થ હોવાના કારણે અહીંની ખાસ મહાનતા છે. લેવા નગરમાં વિરાજીત શ્રી કેસરિયાનાથ ભગવાનની પ્રાચીન તેમજ ચમત્કારિક પ્રતિમા અહીંથી લગભગ ૪ ફૉંગ દૂર એક વડના વૃક્ષ નીચેથી ભૂગર્ભ માંથી પ્રગટ થઈ હતી. એવી માન્યતા છે કે જ્યાંથી પ્રતિમા પ્રગટ થઈ હતી ત્યાં આગળ પ્રભુની ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા ક૨વામાં આવી છે.
આ મંદિરમાં એક પ્રાચીન પ્રતિમાજી પર વિક્રમ સંવત ૧૩૫૯નો લેખ ઉત્કીર્ણ છે. આ પ્રતિમાજી પણ અહીંથી લગભગ ચાર ફર્ટીંગ દૂર એક વૃક્ષની નીચેથી પ્રગટ થઈ હતી. પ્રચીન વીશ વિહરમાન પદ, ચોવીશ જિન કલ્યાણક પદ વગેરે દર્શનીય છે. (સંકલિત)
સંપર્ક : શ્રી જૈન શ્વેતાંબર પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન મંદિર પેઢી, પોસ્ટ-બડોદા, જીલ્લો : ડુંગરપુર (રાજસ્થાન).
આ તીર્થ બડોદગામની મધ્યમાં, ડુંગરપુર – વાંસવાડા માર્ગ ઉપર ડુંગરપુરથી ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે. મંદિરનું નિર્માણ લગભગ વિક્રમ સંવત ૧૦૨૫માં થયેલું છે. લેવામાં બિરાજેલી શ્રી કેસરિયાનાથ ભગવાનની પ્રતિમા વિ.સં. ૯૦૯(૧૧૦૦ વર્ષ) માં અહીં પ્રગટ થયેલી એવી એક માન્યતા છે.
આ મંદિરથી થોડે દૂર જ્યાંથી પ્રતિમાજી પ્રગટ થયા હતા ત્યાં ઝાડ પાસે એક દેરીમાં શ્રી આદિશ્વર ભગવાનની ચરણ પાદુકાઓ છે. પ્રાચીન વીશ વિહરમાન પદે તથા ચોવીશ જિન કલ્યાણક પદ્ય વગેરે અત્યંત દર્શનીય છે.
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
૯૭
Page #120
--------------------------------------------------------------------------
________________
biblew plaaney શ્રી પાર્શ્વ સ્તવના
પ્યારો પ્યારો રે મને પ્યારી રે વ્હાલા પાર્શ્વજિલંદ મને પ્યારી રે તારો તારો રે મને તારો રે મારા ભવના દુ:ખડા વારો રે.. . ૧ કાશીદેશ વારાણસીનગરી, અશ્વસેન કુલ સોહીએ રે... પાર્શ્વજિણંદા વામાનંદા મારા વ્હાલા, દેખત જગજન મોહીએરે..૨ છપ્પન દિગ્ગકુમારી મળી આવે, પ્રભુજીને હુલરાવે રે થેઈ થેઈ નાચ કરે મારા વ્હાલા હરખે જિનગુણ ગાવે રે..૩ કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્શ્વ, બળતો ઉગાર્યો ફણીનાગ રે. દિયો સાર નવકાર નાગકુ ધરણેન્દ્ર પદ પાયો રે...૪ દીક્ષા લઈ પ્રભુ કેવલ પાયો, સમવસરણમેં સોહાયો રે દીયે મધુર ધ્વનિ દેશના પ્રભુ ચૌમુખ ધર્મ સુણયો રે..પ કર્મ ખપાવી શિવપુર જાવે, અજર અમર પદ પાવે રે જ્ઞાન અમૃત ૨સ ફરસે મારા વ્હાલા, જ્યોતિસે જ્યોતિ મિલાવે રે ...૬
શ્રી પાર્શ્વ પ્રભુ - ચૈત્યવંદન
અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આયખું, કાયા છે નવ નાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ.....૨ ભવબંધનને તોડવા સમરથ છો પ્રભુ આપ; ‘મોહન' ભાવે પૂજતાં, પામે શિવ સુખ રાજ. ૩
૯૮
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
Page #121
--------------------------------------------------------------------------
________________
સ્તવન
શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ...૧ નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાનરૂપ અરિહંત....૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસના પરસે, ભવના બંધન જાય...૩ શામળીયાની સેવા કરતાં, મનના મનદળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીયે પાસ નિણંદ; મોહન' ભવનાં અંધારામાં, પ્રગટે પુરણ ચંદ....૫
- સ્તુતિ નયનાનંદ આનંદ કંદ પારસ જિન પ્યારા; નિલવરણ શિવસુખકરણ તરણ તારણહારા, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા, સુરનર મુનિજન સદાય ગુણ ગાતા તારા. (વૈદ્ય મોહનલાલ ચુ.ધામી – ‘સ્તવન મંજરી' માંથી સાભાર).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
૯૯
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાસ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં છલૂમી દેવકુલિકામાં શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
૧૦૦
Page #123
--------------------------------------------------------------------------
________________
છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, રક્તવર્ણી પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે તેમજ સતફણાથી અલંકૃત છે.
મહિમા અપરંપાર અમરેલીમાં ભાવેશભાઈ કોઠારી રહે. ભાવેશભાઈ નાનપણથી જ ધર્માનુરાગી. દરરોજ જિનાલયમાં જઈને શ્રી જિનેશ્વર ભગવંતની સેવા પૂજાભક્તિ કરતાં. તેઓ દરરોજ શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના જાપ કરતાં હતા ત્યારે એકવાર કોઈએ કહ્યું : “ભાવેશભાઈ, તમે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના જાપ કરો છો તેથી તમને કોઈ લાભ થયો છે?”
‘એ તો મને ખબર નથી પરંતુ કોઈ વિપદા આવતી નથી.'
‘ભાવેશભાઈ, તમે એક કામ કરો. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના પાઠ કરતાં પહેલાં શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની માળા કરજો. રોજની સાત માળાતો અવશ્ય કરજો...તમને જરૂર લાભ થશે.'
| ‘ભલે...પણ શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના જાપ શરૂ કરતાં પૂર્વે મારે શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવા છે.”
“તો તો તમારે શંખેશ્વર જવું પડે. ત્યાં ભક્તિવિહારના જિનાલયમાં શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દેવકુલિકામાં બિરાજમાન છે. ત્યાં દર્શન કરી આવો...'
| ‘એની તો મને ખબર જ નહોતી. અમે શંખેશ્વર જઈએ અને શ્રી શંખેશ્વર દાદાના દર્શન કરીને પાછા ફરી જતા હતા. આવતીકાલે મારે બેંકમાં રજા છે આજે સાંજે જ શંખેશ્વર પહોંચી જઉ. ત્યાં આવતીકાલે સેવાપૂજા કરીને બપોરે નીકળીને અહીં પાછો આવી જઈશ, અને તમે જેમ કહ્યું તેમ ત્યાં બેસીને શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના જાપનો પ્રારંભ કરીશ.'
‘ભાવેશભાઈ, હું શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુનો મહા પ્રભાવક મંત્ર લખીને આપું છું દરરોજની સાત માળા કરજો ...'
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
૧૦૧
Page #124
--------------------------------------------------------------------------
________________
અને...ભાવેશભાઈએ મંત્ર ગ્રહણ કર્યો અને સાંજે ભાવેશભાઈ શંખેશ્વર જવા વિદાય થયા.
ભાવેશભાઈ રાત્રિના એક વાગે શંખેશ્વર પહોંચ્યા. તેઓ સીધા ભક્તિ વિહારમાં આવ્યા અને ત્યાં રૂમ રાખી લીધી. બસના પ્રવાસથી તેઓ થાકી ગયા હતા આથી તેમણે પથારીમાં લંબાવી દીધું.
કવા દધું.
ભાવેશભાઈને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારે છ વાગે નિદ્રા ઉડી ગઈ. તરત જ તેઓએ બ્રશ કર્યું. શૌચાદિ ક્રિયા, સ્નાન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં પૂજા માટે રૂમમાંથી નીકળ્યા ત્યારે સવારના સાત વાગી ગયા હતા. તેમણે કેસ૨ રૂમમાંથી કેસરની બે વાટકી, ફૂલ વગેરે એક થાળીમાં મૂક્યું. સર્વ પ્રથમ તેમણે મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા લાગ્યા. જ્યારે ૯૬મી દેવકુલિકા આવી ત્યારે તેમણે જોયું કે આ તો શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
ભાવેશભાઈની આંખો દિવ્ય અને તેજોમય પ્રતિમાથી વિભોર બની ગઈ. તેમની આંખો ભીની બની ગઈ. તેમણે અનન્ય શ્રધ્ધા સાથે શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી, સ્તવન ગાયું અને જાપનો પ્રારંભ કર્યો. ભાવેશભાઈએ ૨૧ માળા કરી હતી ત્યારબાદ શ્રી ઉવસગ્ગહરંની ૨૭ પારાની માળા કરી. તેમને ખૂબજ માનસિક શાંતિ મળી.
ભાવેશભાઈ ત્યાં દરેક પાર્શ્વનાથ પ્રભુની તથા દેવી દેવતાઓની પૂજા કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની પૂજા કરવા ગયા. ત્યાં વાસક્ષેપ પૂજા ચાલતી હતી. ભાવેશભાઈએ વાસક્ષેપ પૂજા કરી અને ત્યાં બેસીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જાપ કર્યા.
જ્યારે તેઓ ધર્મશાળામાં પાછા ફર્યા ત્યારે સવારના સાડા નવ વાગી ગયા હતા. તેમણે વસ્ત્રો બદલાવ્યા પછી નવકારશી વાપરીને રૂમ પર આવ્યા. બપોરે બીજીવાર દર્શન કરીને શંખેશ્વરથી નીકીને અમરેલી આવી પહોંચ્યા અને જાપ આરાધના ચાલુ રાખી. જાપના પ્રભાવે તેમને બેંકમાં પ્રમોશન મળી ગયું. ભાવેશભાઈના પરિવારના સભ્યોમાં ખુશી વ્યાપી ગઈ.
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
૧૦૨
Page #125
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્ર પુરુષાદાનીય પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર પુરુષાદાનીય પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં પુરુષાદાનીય પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપની આરાધના દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે જાગૃત થઈને, સ્વસ્થતા કેળવીને, શુધ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને નિશ્ચિત આસન પર બેસીને કરવી. જાપ આરાધના દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી જીવનમાં આવતી વિપત્તિઓ દૂર થાય છે તેમજ અટવાયેલા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે છે. આ જાપ સાથે શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના જાપ કરવા ઉચિત છે.
સંપર્કઃ શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ જૈન દેરાસર
શ્રી શ્વેતામ્બર મૂ.પૂ. જૈન પેઢી જિ. સાજાપુર (મ.પ્ર.). બડૌદ-૪૬૫૫૬૦
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
- ૧૦૩
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ સૌરાષ્ટ્રના જામનગર જીલ્લાના ભાણવડ ખાતે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને એક માત્ર તીર્થ આવેલું છે. ભાણવડથી બે કિલોમીટરના અંતરે આવેલા આ તીર્થમાં બે મનોહર જિનાલયો છે. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી જિનાલય ભવ્ય છે. બજારમાં બીજું શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય પણ પ્રાચીન છે. બન્ને જિનાલયોની કલાકારીગરી અદૂભૂત છે.
| શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં સત્તાણુંમી દેરીમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ
| હાલમાં જામ ભાણવડને ભાણવડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ‘ભાનુવડ ગ્રામ' તરીકે આ સ્થળનો ઉલ્લેખ છે.
| પ્રાચીનકાળમાં આ ગામ સમૃધ્ધિની છોળો ઉછાળતી નગરી હતી. તેમ જાણવા મળે છે. શ્વેત વર્ણના, પદ્માસનસ્થ, ફણારહિત શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજીની પ્રતિમાજીની ઊંચાઈ ૧૮ ઈંચ અને પહોળાઈ ૧૪ ઈંચની છે.
ચાંપશી નામના શ્રેષ્ઠીએ આ પાર્શ્વનાથ પ્રભુના આ ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. વિક્રમ સંવત ૧૬૨૨ના ફાગણ સુદ-૨ ના દિવસે આ નૂતન જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી જિનરાજસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે શાહ ધારશી રાજશી દ્વારા શ્રી અમૃતઝરા પાર્શ્વનાથને ગાદીનશીન કરવામાં આવ્યા હતા. એ વખતે ૮૦ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાઈ હતી. - આ તીર્થની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ભગવંત શ્રી જિનરાજસૂરિશ્વરજી મહારાજાએ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ મુક્તમને ગાઈ છે. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજીની પ્રતિમા અલૌકિક અને દિવ્ય છે. પરમાત્માની સેવાપૂજા કરવાથી સઘળા મનોરથ પરિપૂર્ણ થયાના દૃષ્ટાંતો છે.
સંસ્કૃત ભાષામાં આ પાર્શ્વનાથને “અમૃતશ્રાવી પાર્શ્વનાથ' જણાવેલ છે. વિક્રમ સંવત ૧૯૫૧માં આ તીર્થનો જીર્ણોધ્ધાર થયો છે. પૂજ્ય મુનિ-ભગવંતોએ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ પોતાની પ્રાચીન રચનાઓમાં કરી છે.
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૦૪
Page #127
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી
વર્તમાનમાં ભાણવડ કે જામ ભાણવડના નામથી ઓળખાતું આ તીર્થ પ્રાચીન ગ્રંથોમાં ‘ભાનુવડ ગ્રામ” નામથી ઓળખવામાં આવ્યું છે. આ ભાણવડ તીર્થમંડન શ્રી પાર્શ્વનાથ અત્યંત પ્રભાવશાળી છે. ચાંપશી નામના શ્રેષ્ઠીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના આ ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કરાવ્યું. આ નવનિર્મિત જિન પ્રાસાદમાં આ. ભગવંત શ્રી જિનરાજસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૬૬૨ના ફાગણ સુદ-૨ ના દિવસે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથને શાહ ધારશી રાજશી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં કુલ ૮૦ જિનબિંબોની પ્રતિષ્ઠા થયેલ (સંકલિત)
શ્રી પાર્શ્વ સ્તવના ગામ ભાણવડ વાસ હૈ પ્રભુ ! આપ તારણહાર હૈ | અમૃત પ્રભુ મુખ સે ઝરે, જો નાથ પ૨ ઉદાર હૈ || જિનકી નહિ હૈ જોડ કોઈ, મહિમા અનન્ત અપાર હૈ | ઐસે “શ્રી અમૃતઝરા પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના //
સ્વપ્ન જેવું જીવન અમારું, સ્વપ્ન આપી જગાડજે, જામ ભાણવડ ગામે રહીને, જામ અમૃતના આપજે, અમૃતઝરા છે નામ તારું, દર્શનામૃત પીવડાવજે, “અમૃતઝરા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
ભક્તોને વારંવાર સ્વપ્નમાં દર્શન આપીને પ્રભાવનો પરિચય કરાવે છે.
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૦૫
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચદન. છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી, શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
( પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહંટર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચ દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળના શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓઝ
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૦૬
Page #129
--------------------------------------------------------------------------
________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં સત્તાણુંમી દેવકુલિકામાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મહિમા અપરંપાર
મુંબઈના પરા વિસ્તાર વસઈમાં નેમચંદભાઈનો પરિવાર વર્ષોથી રહેતો હતો. નેમચંદભાઈનો પુત્ર કલ્પેશ એક પ્રાઈવેટ ફાર્મમાં નોકરી કરતો હતો. નમચંદભાઈની ઉંમર ૭૦ વર્ષની હોવા છતાં તેઓ ઘેર બેસીને ત્રણ-ચાર પાર્ટીઓના મા લખતા હતા. નેમચંદભાઈની સ્થિતિ મધ્યમ હતી. મુંબઈના હાડમારી જેવા જીવનમાં આ પરિવાર ગોઠવાઈ ગયો હતો. મુંબઈ માયાવી નગરી છે. એકવાર તેના બંધનમાં કોઈપણ જકડાઈ જાય પછી તે તેમાંથી છૂટી શકતો નથી.
કલ્પેશ વહેલી સવારે સાત ને પાંચની ચર્ચગેટ જતી ગાડી પકડતો અને નંધેરી ઉતરી જતો, સીધો તે ઓફિસમાં સવારે ૮-૩૦ કલાકે આવી પહોંચતો. દેશનો આ રોજનો જવાનો સમય હતો. તે રીતે સાંજે છ વાગે ત્યાંથી નીકળીને તાને ઘેર આવતો.
હંમેશની જેમ કલ્પેશે સવારની સાત ને પાંચની ગાડી પકડી ત્યારે તેને તેનો નો મિત્ર નયન ભેગો થઈ ગયો. ઘણા વર્ષો પછી એકાએક મેળાપ થયો હતો. કલ્પેશ કહે : નયન, આપણે કેટલા વર્ષે મળીએ છીએ ? અત્યાર સુધી તું હ હતો?'
‘ભાઈ, હું ચાર વર્ષ સુરત હતો. પણ ત્યાં ન ફાવ્યું એટલે પાછો અહીં હવી ગયો છું. અહીં ગોઠવાઈ ગયો છું. ગઈકાલે હું અહીં રહેતા મારા મામાને
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૦૭
Page #130
--------------------------------------------------------------------------
________________
ત્યાં આવ્યો હતો. મેં બોરીવલીમાં ફલેટ લીધો છે. આ બધી કૃપા શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ દાદાની છે.' આ “શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ? કંઈ સમજાયું નહિ...?”
ભાઈ, હું જ્યારે સુરત હતો ત્યારે મુસીબતમાં ફસાયો હતો ત્યારે કોઈએ મને રસ્તો દેખાડ્યો કે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તેમના દર્શન-વંદન, સેવા પૂજા કરવાથી વિપત્તિઓનો નાથ થાય છે. આ બાબતની તમામ વિગતો મેળવીને હું શંખેશ્વર ગયો હતો. ત્યાં એક દિવસ રોકાઈને શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી ભક્તિ, સેવા પૂજા કરી. ત્યાંથી પાછો ફર્યો પછી મારા પરજે આપદા આવી પડી હતી તે આઠ દિવસમાં નષ્ટ થઈ ગઈ. પછી સુરતમાં રહેવાનું મન ન રહ્યું અને છેલ્લા ચાર મહિનાથી મુંબઈમાં આવી ગયો છું. બોરીવલીમાં ફલેટ લઈ લીધો છે. કમીશનની દલાલીમાં સારી રકમ મળી જતાં ફલેટ મેળવી શક્યો છું. તું શું કરે છે?'
‘તારા જેવા અમારા ભાગ્ય ક્યાં છે ?' હું તો વર્ષોથી એકજ જગ્યાએ નોકરી કરું . પગારમાં વધારો થતો નથી. મહિને ચાર હજાર રૂપિયા મળે છે. શું કરવું તેની સુઝ પડતી નથી...!' કલ્પેશે કહ્યું.
‘તું નોકરી છોડી દે ને...!' નયન બોલ્યો.
‘નોકરી છોડીને ક્યાં જાઉં? બાપુજી નિવૃત્ત થયા છે પણ તેઓ ઘેર બેસીને નામા કરે છે. તેમની અને મારી આવક ભેગી થાય છે ત્યારે ઘર ચાલે છે.'
તું એક કામ કર...તું શંખેશ્વર જઈ આવ. ત્યાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી આવ. તારી તમામ સમસ્યાઓ ઉકેલાઈ જશે.' છેબન્ને મિત્રો એકબીજાને મળીને આનંદ પામ્યા હતા. બન્નેએ એકબીજાને સરનામું અને ફોન નંબર આપ્યા. અંધેરી આવતાં કલ્પેશ ઉતરી ગયો. નયન ચર્ચગેટ ઉતરવાનો હતો.
કલ્પેશ ત્રણ દિવસ બાદ એકલો શંખેશ્વર જવા વિદાય થયો. તેણે મુંબઈથી વીરમગામની ટિકિટ કઢાવી હતી અને રીટર્ન ટિકિટ પણ કઢાવી લીધી હતી.
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૦૮
Page #131
--------------------------------------------------------------------------
________________
કલ્પેશ વીરમગામથી શંખેશ્વર બસમાં આવી પહોંચ્યો. તે નયનના કહેવા મુજબ સીધો શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવી પહોંચ્યો. ત્યાં પ્રથમ ધર્મશાળાની એક રૂમ રાખીને તેમાં ઉતર્યો. કલ્પેશ પ્રથમ હાથ-મોં ધોઈને સ્વસ્થ થયો. વસ્ત્રો બદલાવીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયના દર્શનાર્થે ગયો. ત્યાં તેણે ભાવથી બધી પ્રતિમાજીઓના દર્શન કર્યાં. તે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા પાસે આવીને ઊભો રહી ગયો અને અત્યંત ભાવથી દર્શન-વંદન કર્યા.
કલ્પેશ ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે ગયો. ત્યાં દર્શનવંદન કરીને થોડીવાર બજારમાં ફર્યો. રાતના દસ વાગી ગયા હતા. ધર્મશાળામાં આવીને સૂઈ ગયો.
કલ્પેશે બીજે દિવસે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા ભક્તિ કરી. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ની સેવા-પૂજા અને જાપ કર્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી. કલ્પેશને આ વખતે શ્રી પાર્શ્વ પ્રભુની સેવા-પૂજા કરવામાં અનેરો આનંદ આવ્યો હતો. બપોરે ભોજન શાળામાં ભોજન લઈને શંખેશ્વરથી વીરમગામ આવ્યો. ત્યાં એક કલાક પછી ટ્રેન આવી, તેનું રીઝર્વેશન હોવાથી પોતાની બર્થ સીટ પર બેસી ગયો. અને તે મુંબઈ બીજે દિવસે વહેલી સવારે આવી પહોંચ્યો.
શંખેશ્વર જઈ આવ્યાને કલ્પેશને એક મહિનો પસાર થઈ ગયો ત્યાર પછી તેને બીજી એક કંપનીમાંથી નોકરી માટેની ઓફર આવી અને તેમાં બે હજાર રૂપિયા વધારે મળતાં હતા. કલ્પેશે નોકરીનો સ્વીકાર કરી લીધો. કલ્પેશે આ વાત નયનને જણાવી. નયન પણ રાજી રાજી થઈ ગયો.
કલ્પેશ માનતો હતો કે આ માત્ર શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની કૃપાનું ફળ છે. કલ્પેશની શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ દાદા પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો. તેણે મનોમન નક્કી કર્યું કે દર વર્ષે બે વાર શંખેશ્વરની યાત્રા તો અવશ્ય કરવી જ.
૧૦૯
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
Page #132
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્ર અમૃતઝરા પાર્શ્વનાથાય નમઃ (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અમૃતઝરા પાર્શ્વનાથાય નમઃ | (૩) હ્રીં શ્રીં હ્રીં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથાય નમ:
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે ઊઠીને નિશ્ચિત આસન પર બેસીને જાપ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા, વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા મંત્ર આરાધના કરવાથી જીવનમાં ઉન્નતિ થાય છે. સુખમાં વધારો થાય છે તેમજ માનસિક ચિંતા દૂર થાય છે.
સંપર્કઃ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ જૈન દેરાસર
મુ.પો. ભાણવડ, જી. જામનગર(સૌરાષ્ટ્ર)-૩૬૦૫૧૦ ફોન : (૦૨૮૯૬) - ૨૩૩૨૬૯
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૧૦
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી વરકાણા પાર્શ્વનાથ
રાજસ્થાનમાં રાની રેલ્વે સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર શ્રી વરકાણા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ રાણકપુરની પંચતીર્થીમાં ગણાય છે. આ તીર્થથી ફાલના સ્ટેશન ૨૦ કિલોમીટર દૂર છે. આ તીર્થસ્થાનમાં ધર્મશાળાભોજનશાળાની ઉત્તમ સગવડ છે. અહીં એક જૈન છાત્રાલય આવેલ છે. બીજોવા, મૂછાળા મહાવીર, રાતા મહાવીર, સેવાડી, બાલી, સાદડી, મુંડારા, નાડોલ, નાડલાઈ વગેરે તીર્થધામો આ તીર્થસ્થાનથી નજીક આવેલા છે.
રાણકપુરની પંચતીર્થીમાં વરકાણા ગામનો પ્રાચીન ગ્રંથોમાં વરકનપુર, વરકનગઢ કે વરકનનગર તરીકેનો ઉલ્લેખ થયો છે. પ્રાચીનકાળમાં આ ગામ અતિ સમૃધ્ધ અને દૈદિપ્યમાન હતું. બીજોવા અને દાદાઈ ગામો આ નગરના ભાગરૂપે પૂર્વે શોભતા હતા.
આ સ્થાનમાં અનેક જિનાલયો હતા, પરંતુ કાળક્રમે આ નગર પડી ભાંગ્યું. ભવ્યતાથી ઓપતા જિનાલયો ધ્વંશ થયા, શ્રી વરકાણા પાર્શ્વનાથજીની પ્રતિમાજી અતિ પ્રાચીન છે. એક ભરવાડને જમીનમાંથી આ પ્રતિમાજી પ્રાપ્ત યા હતા. સ્થાનિક સંઘે એક જિનાલય બંધાવીને તેમાં આ પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરી.
વિક્રમ સંવત ૧૨૧૧ના એક શિલાલેખમાં તીર્થની પ્રાચીનતા વિષે જાણી શકાય છે. આ જિનાલયને મેવાડના રાણાઓએ ભેટસોગાદો આપી હોવાના કેટલાંક પ્રામાણો તામ્રપત્રોમાં જોવા મળે છે.
અહીં સોળમાં સૈકામાં થયેલા મહારાણા કુંભાના સમયમાં માલપુરના એક ધનિક શ્રેષ્ઠીએ બાવન દેવકુલિકાઓથી યુક્ત એક ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો હતો. વિક્રમ સંવત ૧૬૨૮માં આચાર્ય ભગવંત શ્રી વિજય દાનસૂરિજી મહારાજે શ્રી વરકાણા પાર્શ્વનાથ જિનાલયમાં પં. રાજવિમલ, પં. ધર્મસાગર તથા પં. હીરહર્ષજીને ઉપાધ્યાયપદ અર્પણ કર્યું હતું. શ્રી હેમવિમલસૂરિજી મહારાજે ભક્તામર અને કલ્યાણ મંદિર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે શ્રી વરકાણા તીર્થના મુખ્ય દ્વારમાં પ્રવેશતાં ડાબી તરફ હાથી પાસે દોઢ ગજ લાંબો શિલાલેખ જોવા મળે છે. આ શિલાલેખ પરથી મેવાડના રાણાઓ પર જૈનાચાર્યોનો પ્રભાવ કેવો હતો તે જાણી શકાય છે.
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૧
Page #134
--------------------------------------------------------------------------
________________
અહીં માગશર વદ-૮ થી વદ-૧૧ સુધી ભરાતા મેળામાં યાત્રિકો પાસેથી કર લેવામાં આવતો હતો, ત્યારે આચાર્ય ભગવંત શ્રી વિજયદેવ સૂરિશ્વરજી મહારાજના ઉપદેશથી મેવાડના જગતસિંહે કર લેવાનો બંધ કરાવ્યો હતો.
વિક્રમ સંવત ૧૭૦૭માં આ અલૌકિક પ્રતિમાને દર્શનીય પરિકરથી વિભૂષિત કરવામાં આવી. આ પરિકરમાં ૨૩ ભગવાનની મૂર્તિઓ છે.
વિક્રમ સંવત ૧૯૮૧માં આ તીર્થનો જીર્ણોધ્ધાર થયો અને વિક્રમ સંવત ૨૦૧૪ના મહાસુદ ૪ના દિવસે પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી. અહીંની કોતરણી આબુ, રાણકપુર પ્રકારની છે. વિશાળ જગ્યામાં આવેલું આ બાવન જિનાલય ભવ્ય છે. પોષ દશમનો મેળો ભરાય છે. રાઈ પ્રતિક્રમણમાં હજારો ભાવિકો ‘તીર્થનંદના સ્તોત્રમાં આ તીર્થને ભાવથી વંદન કરે છે.
વરકાણા ગામના વાસી હોવાથી આ પ્રભુજી વરકાણા પાર્શ્વનાથના નામથી સુપ્રસિધ્ધ છે. અનેક મહાપુરુષોએ શ્રી વાકાણા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી છે. તે જ સાંતાક્રુઝ(મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીના એક ગોખલામાં શ્રી વરકાણા પાર્શ્વનાથ બિરાજે છે. તથા જીરાવલા તીર્થની પાંચમી દેરીમાં શ્રી વરકાણા પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. -
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં અઠ્ઠાણુંમીદેવકુલિકામાં શ્રી વરકાણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓમાંથી ઉદ્ભૂત કરેલી માહિતી પ્રસ્તુત છે.
(૧) અહીંની કોતરણી આબુ, રાણકપુર પ્રકારની છે. દેરાસર નાનું પણ સુંદર છે. આ તીર્થ પણ પ્રાચીન છે. અને પંચતીર્થીનું સ્થળ મનાય છે. રાણીથી ૩ કિ.મી., ફાલનાથી ૨૦ કિ.મી. દૂર છે. નાડલાઈ, નાડોલ થઈને વરકાણા આવી શકાય છે.
શ્રી વરાણા પાનાથ
૧૧૨
Page #135
--------------------------------------------------------------------------
________________
(૨) રાજસ્થાનના પાલી જીલ્લામાં આવેલું આ તીર્થ વરકાણા ગામમાં આવેલું છે. પ્રાચીનકાળમાં આ સમૃધ્ધ અને વિશાળ નગર હતું એવો ઉલ્લેખ મળી આવે છે. મહારાણા કુંભાના સમયમાં શ્રીમાલપુરના શ્રેષ્ઠીઓએ આનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. પ્રતિમાજી ૫૨ કોઈ લેખ નથી. પરંતુ એક સ્તંભ પર વિક્રમ સંવત ૧૨૧૧નો લેખ લખેલો છે. દરવાજાની બહાર ૧૬૮૬નો લેખ છે. આ પ્રતિમાજી વિ.સં. ૫૧૫માં પ્રતિષ્ઠિત થયેલ છે. તેમ માનવામાં આવે છે. શિખરો પરની કલાકૃતિ દર્શનીય છે. સકલ તીર્થસૂત્રમાં પણ આ તીર્થનો ઉલ્લેખ આવે છે.
(૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રસિધ્ધિ તીર્થોની ગણના માં શ્રી વ૨કાણા તીર્થનો સમાવેશ થાય છે. ‘સકલ તીર્થ વંદના'માં ‘અંતિરક વરકાણો પાસ' એ શબ્દો વડે તેનું સૂચન થયેલું છે. આ તીર્થ રાજસ્થાનમાં રાની સ્ટેશનથી બે માઈલ દૂર આવેલું છે.
પ્રથમ અહીં વરકનક નામનું એક મોટું નગર હતું. અને તેમાં અનેક જિનમંદિરો શોભી રહ્યાં હતું, પરંતુ રાજકીય ક્રાંતિ માં એ બધું ભૂગર્ભમાં ભળી ગયું. અને તેના પર હાલનું ગામ વસ્યું. અહીં મેવાડના રાણા કુંભાના સમયમાં શ્રીમાલપુરના એક ધનાઢય ગૃહસ્થે બાવન દેવકુલિકાવાળું ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરાવ્યું. તે આજે વિઘામાન છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જે બિંબ છે, તે ઘણું પ્રાચીન છે. ઘણા ભાગે રાજા સંપ્રતિના સમયનું છે. તેનું પરિકર પિત્તળનું છે, જે પાછળથી બનેલું છે. પરંતુ તેમાં ૨૩ તીર્થંકરોની મૂર્તિઓ છે, એટલે મૂળનાયક મળીને ચોવીશ થાય છે.
મેવાડના અધિપતિ મહારાણા જગતસિંહે તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી વરકાણા તીર્થમાં પોષ વદી-૮-૯-૧૦ના ભરાતા મેળાના દિવસોમાં લેવાતો કર માફ કરેલો હતો.
યુગવી૨ આચાર્ય ‘શ્રીમદ્ વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીના પ્રયાસથી અહીં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય તથા હાઈસ્કૂલ શરૂ થયેલ છે. અને તે આજે સારી સ્થિતિમાં ચાલી રહેલ છે.
ના
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૩
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ સ્તવના વ૨કાણા પ્રાચીન હૈ, જો વિશ્વમેં વિખ્યાત હૈ | તીર્થ વંદના' સ્તોત્ર મેં ભી, નામ યે પ્રખ્યાત હૈ ||. કયા-કયા કરેં ગુણગાન હમ, ત્રિલોક કે યે તાત હૈ || ઐસે “શ્રી વ૨કાણા પાર્થ” કો મૈં, ભાવસે કરૂં વંદના ||
મુક્તિ વરમાળાને વરેલા ગાણા તુજ સહુ ગાવતાં, ઠાકોર છો ત્રિભુવનના પ્રભુ ! તને શાણા મનુષ્યો પૂજતાં, કર્મ જાળા તોડતાને વ૨કાણા પ્રભુ શોભતા, વ૨કાણા પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
“અંતરિક વકાણો પાસ' કડી દ્વારા હજારો ભાવિકો રાઈ પ્રતિક્રમણનાં તીર્થ વંદના સ્તોત્રમાં આ તીર્થને પ્રણામ કરે છે. પ્રતિમાજી અતિ પ્રાચીન છે.
વ૨કાણા નગરે શોભતા વગંધહસ્તિ સમા પ્રભુ, વિનવી રહ્યાં આ ભક્ત તારા, કાં નવિ રિઝતા વિભુ ? જગમાતને જગતાત તું જગનાથ એ તુજ નામના, ‘વ૨કાણા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
ર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી વરકાણા પાર્શ્વનાથ | | ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૪
Page #137
--------------------------------------------------------------------------
________________
છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. આ
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં અઠ્ઠાણુંમી દેવકુલિકામાં શ્રી વરકાણા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૫
Page #138
--------------------------------------------------------------------------
________________
છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે.
શ્રી પાર્શ્વ ભક્તિ માં ગીત
ચૈત્યવંદના અશ્વસેન
દીવડો, વામાનંદના નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ...૧ એકસો વરસનું આઈખું, કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લંછન નાગ... ૨ ભવબંધન ને તોડવા, સમરથ છો પ્રભુ આપ; મોહન” ભાવે પૂજતાં, પામે શિવ સુખ રાજ....૩
સ્તવના શિવ રમણીના પ્રિતમ પ્યારા, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ, નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોતમજી, જ્ઞાનરૂપ અરિહંત.... ૨ પારસ પરસે લોખંડનો, પળમાં કંચન થાય; પદ પંકજ પારસના પરસે, ભવના બંધન જાય...૩ શામળીયાની સેવા કરતાં, મનના મળદળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય...૪ અંતરના અમૃત છલકાવી, પૂજીયે પાસ નિણંદ;
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૬
Page #139
--------------------------------------------------------------------------
________________
મોહન” ભવનાં અંધારામાં, પ્રગટે પુરણચંદ....૫
સ્તુતિ નયનાનંદ આનંદકંદ પારસ જિન પ્યારાં; નિલવરણ શિવ સુખકરણ તરણ તારણહારા, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણ ગાતાં તારા.
| (વૈદ્ય મોહનલાલ ચુ. ધામી રચિત)
અને મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં વરકાણા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં હ્રીં શ્રીં વરકાણા પાર્શ્વનાથાય નમ: (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વરકાણા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. વહેલી સવારે નિશ્ચિત સમયે ઊઠીને નિશ્ચિત આસન પર બેસીને જાપ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મનને સ્થિર રાખવું જરૂરી છે. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા, વસ્ત્રો શુદ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધના કરવાથી નાની મોટી ઉપાધિઓનો નિકાલ આવે છે અને નવી દિશા સાંપડે છે. તેમજ જીવનમાં સુખ અને શાંતિ સ્થપાય છે.
સંપર્કઃ
શ્રી વરાણા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી વરકાણા તીર્થ પેઢી, મુંવરકાણા પો. વરકાણા
જિ. પાલી(રાજસ્થાન) - ૩૦૬૬૦૧ ફોન : (૦૨૯૩૪) - ૨૨૨૨૫૧
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૭
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી વહી પાર્શ્વનાથ
મધ્ય પ્રદેશના મંદસોર જીલ્લાના મલ્હારગઢ તાલુકાના વહી ગામમાં શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને ભવ્ય જિનાલય આવેલું છે. મંદસોરા પણ તીર્થ છે. વહી તીર્થ પીપ લિયામંડી રેલ્વે સ્ટેશનથી પાંચ કિ.મી. ના અંતરે અને મંદસોરથી ૧૬ કિ.મી.ના અંતરે આવેલું છે.
અહીં એક ઉપાશ્રય અને બે ધર્મશાળા છે. દર વર્ષે પોષ દશમીનો મેળો ભરાય છે. વહી તીર્થની નજીક કૂકડેશ્વર, નાગેશ્વર તથા કરેડા પાર્શ્વનાથનું ભૂપાલ સાગર તીર્થ વગેરે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં નવ્વાણુંમી દેવકુલિકામાં શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્યામવર્ણી, વેળુની, પદ્માસનસ્થ, સાત ફણાથી સુશોભિત શ્રી વહી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચ છે.
વહી તીર્થ પ્રાચીનકાળમાં સમૃધ્ધ નગરી રહી હોવાના કેટલાક અવશેષો છે. શ્રી વહી પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન છે. આ જિનાલયનું નિર્માણ મહારાજા સંપ્રત્તિએ કરાવ્યું હતું.
આ પ્રતિમાજી પ્રાચીન, પ્રભાવક અને વિશિષ્ટ છે. શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુને મૂળ સ્થાને રાખીને આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવવામાં આવ્યો હતો.
| વિક્રમ સંવત ૨૦૧૯માં ઉત્થાપિત કરેલી બે પ્રતિમાજીની પુનઃ પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના વરદ હસ્તે થઈ ત્યારે ભવ્ય મહોત્સવ રચાયો હતો. આ મંદિરમાં એક ભોયરૂં પણ છે, પરંતુ હાલ બંધ છે. ગુરૂભગવંતોએ પોતાની કૃતિઓમાં શ્રી વહી પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. શ્રી વહી પાર્શ્વનાથની પ્રતિમાજી ચમત્કારી છે.
શ્રી વહી પાર્શ્વનાથ
૧૧૮
Page #141
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી આ મંદિરનું નિર્માણ લગભગ ૧૧૦૦ વર્ષ પહેલાં થયાનો ઉલ્લેખ મળે છે. મંદિર નિર્માણ બાદ હજુ સુધી કોઈ જીર્ણોધ્ધાર થયો નથી. આજે પણ જીર્ણોધ્ધારની જરૂરત હોય તેવું લાગતું નથી. આ પણ એક ચમત્કાર કહેવાય છે.
મંદિરની નિર્માણ શૈલી તથા પ્રતિમાજીની નિર્માણ શૈલી તેની પ્રાચીનતાના દર્શન કરાવે છે. આ સિવાય એક બીજું મંદિર આવેલું છે. જયાં વર્તમાન ભૂત અને ભવિષ્યના તીર્થકરોની પ્રતિમાજી તથા અધિષ્ઠાયક દેવ-દેવીઓની પ્રતિમાજી દર્શનીય છે. મંદિરની નિર્માણ શૈલી ક્લિા આકારની છે. આવી બાંધણી બહુજ ઓછી જગ્યાએ જોવા મળે છે. (સંકલિત).
( શ્રી પાર્શ્વ સ્તવના પ્રાચીન પ્રતિમા ગ્રામ ‘વહી' કી, આશાતના હૈ ટાલતી | અદ્વિતીય મૂરત ભક્તગણકે , કોટિ જન્મ સુધારતી || જો બતાકર દિવ્ય પરચા, રોગ-શોક નિવારતી | ઐસે ‘શ્રી વહી પ્રભુ પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના // -
સિંહ સમ શૂરવીર છો. ને નામ તારૂં છે વહી, શિયાળ બનીને સંકટ સામે ભટકું છું હું અહિ તહિં,
સ્તવના
શિવ રમણીના પ્રિતમ પ્યારા, પરમાનંદ સ્વરૂપ; સામે જંગ ખેલતા, ભક્તો માટે ક્રૂર નહિ, ‘વહી’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
વેળુ નિર્મિત મૂર્તિનું શિલ્પ અદ્વિતીય છે. પ્રભુજીની પલાઠી તળે રહેલ વાઘની આકૃતિના પૂછડા પ્રભુજીની પીઠ પાછળથી ફણા ઉપર નીકળે છે. પ્રભુજી ખૂબજ
શ્રી વહી પાર્શ્વનાથ
૧૧૯
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન છે. ત્રણ રૂપ ધારણ કરે છે. શિલ્પીને શિખર પર અભક્ષ્ય ખાતાં ભયંકર શૂળ વેદના થઈ. તેણે પછી પ્રભુની માફી માંગી...અને વેદના શાંત થયેલી. તેવી ચમત્કારિક આ પ્રતિમાજી છે.
સિંહાકૃતિ તુ જ મુખની ને વ્યાધ શિલ્પ બિરાજતાં, અદ્દભૂત પરચા પૂરીને આશાતના સહુ ટાળતાં, તારક મેરા વોહી-વોહી ભક્તિ એમ પુકારતા, શ્રીવહી” પારસનાથને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી વહી પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહારકુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. - આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. એક
શ્રી વહી પાર્શ્વનાથ
૧૨૦
Page #143
--------------------------------------------------------------------------
________________
- પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં નવ્વાણુંમી દેવકુલિકામાં શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે તેમજ નવફણાથી અલંકૃત છે.
મહિમા અપરંપાર જેતપુરમાં શાંતિલાલભાઈ હરખચંદ શાહની પેઢી જાણીતી હતી. આ પેઢીની પ્રતિષ્ઠા ખૂબ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી આ પેઢી કાચી પડી હતી. કાપડનો હોલસેલ વેપાર આ પેઢી દ્વારા થતો હતો. પરંતુ સુરત, મુંબઈમાં સસ્તી સાડીઓ તથા કાપડ મળવા લાગતાં ગામડાના વેપારીઓ ત્યાંથી મંગાવવા લાગ્યા હતા.
શાંતિભાઈને ભવિષ્યની ચિંતા સતાવી રહી હતી. એક દિવસ તેમણે પત્ની
શ્રી વહી પાર્શ્વનાથ
૧૨૧ કરો
Page #144
--------------------------------------------------------------------------
________________
ધર્મિષ્ઠાને કહ્યું : “આપણે વેપાર દિન-પ્રતિદિન ઓછો થતો જાય છે. વર્ષોથી આપણે ત્યાં જે માણસો કામકરી રહ્યાં છે તેમને છુટ્ટા કરવાનું મન થતું નથી. તેઓ હવે બીજે ક્યાં જાય? | ધર્મિષ્ઠાએ કહ્યું : “મનોજ કહેતો હતો કે તેણે કંઈક નવો જ વેપાર કરવાનું વિચાર્યું છે.'
| ‘નવો ધંધો શરૂ કરીએ એટલે લાખો રૂપિયાની મુડીનું રોકાણ કરવું પડે. અત્યારે એટલી મુડી આપણી પાસે નથી. છેલ્લા પાંચ વર્ષથી આપણી પેઢી માર ખાતી આવી છે.'
તો શું કરશો ?' ‘મને કંઈ સુઝતું નથી કે શું કરવું?' શાંતિભાઈ બોલ્યા. આ
જ્યારે વિચારવાના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ઈષ્ટદેવનું સ્મરણ કરવું જરૂરી બને છે. આપણી બાજુમાં લત્તાબેન રહે છે. તેઓ હમણા શંખેશ્વર જઈ આવ્યા હતા. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ આવેલ છે. ત્યાં ધર્મશાળા - ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. તેવું કહેતા હતા. અહીં શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની અત્યંત દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાં ખરા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો જરૂર રસ્તો મળી જાય છે.'
“ધર્મિષ્ઠા, આપણે બન્ને આવતીકાલેજ શંખેશ્વર જઈએ અને દર્શન-વંદનસેવા પૂજા કરી આવીએ. હમણાંથી આ ધંધાની ચિંતામાં મગજ પણ કામ કરતું નથી. બે દિવસ ત્યાં રહીશું તો મન પણ પ્રસન્ન બની જશે.”
ચાલો...હું તો તૈયાર જ છું. આપણે શેમાં જઈશું?'
‘ટેક્સી કરીને જઈએ...બે દિવસમાં પાછા આવી જઈશું' આવતીકાલે વહેલી સવારે નીકળી જઈએ.”
એમજ થયું.
શાંતિભાઈ અને ધર્મિષ્ઠા બીજે દિવસે વહેલી સવારે જેતપુરથી ટેક્સી ભાડે કરીને વહેલી સવારે શંખેશ્વર જવા નીકળી ગયા.
શાંતિભાઈ અને ધર્મિષ્ઠા બપોરે એક વાગે શંખેશ્વર પહોંચી ગયા. પ્રથમ
શ્રી વહી પાર્શ્વનાથ
૧૨૨
Page #145
--------------------------------------------------------------------------
________________
તો બન્ને ધર્મશામાં રૂમ રાખીને થોડીવાર આરામ કર્યો. પછી ભોજનશાળામાં જમવા માટે ગયા.
શાંતિભાઈ બોલ્યા : ધર્મિષ્ઠા, અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે. મન અત્યંત પ્રસન્ન બની ગયું. છે.’
ધર્મિષ્ઠા બોલી : ‘લત્તાબેન સાચુ જ કહેતા હતા કે તમે ભક્તિવિહારમાં રહેશો તો ખૂબજ આનંદ આવશે. એમની વાત સાચી છે.’
ભોજન પૂર્ણ કરીને બન્ને ધર્મશાળામાં પાછા ફર્યાં અને આરામ કરવા આડે પડખે થયા. બપોરે ચાર વાગે ઉઠીને તૈયાર થયા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં દર્શનાર્થે ગયા. ત્યાંથી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે ગયા.
બન્ને થોડીવાર બજા૨માં ફર્યાં ત્યાં સાંજ પડી ગઈ. બન્ને ભોજનશાળામાં જમી લીધું. રાત્રે નવ વાગે સૂઈ ગયા. શાંતિભાઈએ જેતપુ૨ મનોજને પહોંચી ગયાનો ફોન કરી દીધો હતો.
બીજે દિવસે શાંતિભાઈ અને ધર્મિષ્ઠાએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી. તેમાંય શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરીને ચૈત્યવંદન કર્યું. અને શાંતિભાઈએ મનમાં સંકલ્પ ધારણ કર્યો. બન્ને પતિ-પત્ની શ્રી વહી પાર્શ્વનાથની ભક્તિમાં રસ તરબોળ બની ગયા. બન્ને અત્યંત પ્રસન્ન બન્યા હતા. ત્યાંથી તેઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા માટે ગયા. ત્યાં તેઓએ ચૈત્યવંદન, સ્તવન ગાયું. પછી બજારમાં ફરતાં ફરતાં ધર્મશાળા પર પહોંચ્યા ત્યારે બપોરના બાર વાગી ગયા હતા.
બન્નેએ ભોજનશાળાના પાસ લઈને જમવા માટે ગયા. જમીને જેતપુર જવાની તૈયારી કરવા લાગ્યા. ધર્મિષ્ઠાબેને કહ્યું : ‘આપણે બપોરે ચાર વાગે નીકળીએ...થોડીવાર આરામ કરી લઈએ...’
‘ભલે....એમ કરીએ...' શાંતિભાઈ બોલ્યા.
અને બપોરે ચાર પછી તેઓ શંખેશ્વરથી જેતપુર જવા વિદાય થયા. જેતપુર આવ્યા પછી મહિનામાં જ શાંતિભાઈને પ્લાસ્ટીક કંપનીની એજન્સી મળી ગઈ
૧૨૩
શ્રી વહી પાર્શ્વનાથ
Page #146
--------------------------------------------------------------------------
________________
અને નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમાં તેમને લાભ થયો. શાંતિભાઈ અને ધર્મિષ્ઠાએ નક્કી કર્યું કે દર વર્ષે બે વાર તો શંખેશ્વરની યાત્રા તો અવશ્ય કરવી. શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેમજ મનની મુંઝવણ દૂર થાય છે.
મંત્ર આરાધના
(૧) ૩૪ મૈં ર્માં વહી પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ ીં શ્રીં વહી પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રÆ Æ વહી પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. ઉપરોક્ત ત્રણ મંત્રો માંથી એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને નિશ્ચિત આસન પર બેસીને કરવા. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ ચાલુ રાખવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું જરૂરી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી આસનની સામે રાખવી. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ પહેરવા. દેરાસરમાં પણ બેસીને જાપ કરી શકાય. મંત્ર આરાધનાથી મનની પ્રસન્નતા ખીલે છે તેમજ મુંઝવતા પ્રશ્નોનો નિકાલ આવે છે. જાપ અનેરી શ્રધ્ધા અને ભક્તિ સાથે કરવા.
સંપર્કઃ
શ્રી વહી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન મંદિર પેઢી પો. વહી સ્ટેશન, પપલિયામંડી,
જિ. મંદસોર(મ.પ્ર.) - ૪૫૮૬૬૪ ફોન : (૦૭૪૨૪) - ૪૧૪૩૦(પી.પી.), ૪૧૦૩૫
શ્રી વહી પાર્શ્વનાથ
૧૨૪
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
ભરૂચ જિલ્લા (ગુજરાત)ના વાગરા તાલુકાના ગંધાર ગામમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થધામ આવેલું છે. એ સિવાય મધ્ય પ્રદેશમાં અમીઝરા ગામ કુન્દનપુર તરીકે ઓળખાતું હતું. આચાર્ય ભગવંત શ્રી વિજય સોમસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૫૪૮ના કારતક વદ ત્રીજના દિવસે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ હતી. અહીંની પ્રતિમાજી ૩ હાથ ઊંચી છે. શિખરબંધી જિનાલય છે.
શ્રી અમીઝરા પાર્શ્વનાથના જિનાલયો અમઝરા, ગંધાર, ગિરનાર, સરદારપુર, ખેરાળુ, થરાદ, ખેડા તથા પાલીતાણા ખાતે પણ આવેલા છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન છે.
ભરૂચ જિલ્લાના ગંધારમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનું મુખ્ય તીર્થ છે. ભરૂચ-કાવી રેલ્વેલાઈન પર પખાજન રેલ્વે સ્ટેશન આવે છે. પખાજન રેલ્વે સ્ટેશનથી ૧૩ કિ.મી. ના અંતરે શ્રી અમીઝરા પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. આમ ભરૂચથી આ તીર્થ ૨૬ કિ.મી. અને દહેજથી ૨૪ કિ.મી. ના અંતરે આવેલું છે.
અહીં ભગવાન મહાવીર સ્વામીનું ૨૪ દેવકુલિકાઓથી અલંકૃત જિનાલય આવેલ છે. દરેક પ્રતિમાજી પ્રાચીન અને દર્શનીય છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. ભરૂચ, કાવી તીર્થો અહીંથી નજીકમાં છે. સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિશ્વરજી મ. ની ગંધાર દીક્ષાભૂમિ છે.
એક સમયે ગંધાર સમૃદ્ધિ અને વૈભવમાં આળોટતું નગર હતું. પરંતુ આજે આ નગરની સમૃધ્ધિ લુપ્ત થઈ ગઈ છે. છતાં આજે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ જિનાલય ઈતિહાસની સાક્ષી પૂરે છે. આ નગરની પ્રાચીનતા પર પ્રકાશ ફેંકતા અવશેષો આજે પણ છે.
પૂર્વે ગંધાર બંદરની જાહોજલાલી અપૂર્વ હતી. દેશ-પરદેશના માલની હેરફેર મોટા પ્રમાણમાં થતી હતી. પરદેશીઓની બૂરી દૃષ્ટિ આ બંદર પર સદાય - રહેતી હતી. આ નગર અનેકવાર આક્રમણોનો ભોગ બન્યું હતું. સિંધના ગવર્નર ઈ.સ. ૭૯૬-૭૦માં હૂમલો કરીને મૂર્તિઓને ખંડિત કરી હતી અને તે સ્થાનોમાં
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૫
Page #148
--------------------------------------------------------------------------
________________
મજીદો ઊભી કરી હતી. - વિક્રમ સંવત ૧૬૦૨માં ફિરંગીઓએ આ બંદર પર હૂમલો કર્યો તેથી શ્રીમંતો અન્યત્ર ચાલ્યા ગયા. વિક્રમના ૧૭મા સૈકામાં ગંધાર બંદર પુનઃ ધબકતું થયું. પુનઃ જાહોજલાલી આવી. અનેક જિનાલયો આ નગરની શોભારૂપ હતાં. જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ તેમના વિશાળ મુનિર્વાદ સાથે અહીં ચાતુર્માસ અર્થે રહ્યાં હતા. તે સમયે તેમને અકબર બાદશાહે ફતેહપુર સિક્રી આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. ત્યારે શાસનની અપૂર્વ પ્રભાવના થવાની છે તેવું માનસપટ આવી જતાં શ્રી હીરસૂરિજી મહારાજે બાદશાહના આમંત્રણનો આ તીર્થસ્થળે સ્વીકાર કર્યો હતો. આ
વિક્રમના અઢારમાં સૈકાના ખંભાતના ચાંચિયાઓએ આ નગરમાં મોટા પાયે લૂંટ ચલાવી અને નગરનું પતન આવ્યું. તે સમયે અહીંના જિનાલયોમાં રહેલાં અનેક જિનબિંબોને દહેજ ગામમાં ભંડારી દેવામાં આવ્યાં હોવાનું મનાય
| ગંધારમાં શ્રી મહાવીર સ્વામી અને શ્રી અમીઝરા પાર્શ્વનાથ એમ બે જિનાલયોનું અસ્તિત્વ જળવાઈ રહ્યું. શ્રી મહાવીર સ્વામીનું જિનાલય વિ.સં. ૧૫00ની સાલમાં ખંભાતના રાજીયા વાજીયાએ બંધાવેલ. તેનો જીર્ણોધ્ધાર સં. ૧૮૧૦માં થયો. આજે આ જિનાલય ગામની ઉત્તર દિશામાં ખંડેર હાલતમાં વિદ્યમાન છે. | વિ.સં. ૧૬૫૯ના વૈશાખ વદ છઠના રોજ શ્રી વિજયસેનસૂરિજી ના વરદ હસ્તે શ્રી અમીઝરા પાર્શ્વનાથની ભવ્ય પ્રતિષ્ઠા થઈ હતી. એ પછી સં. ૧૯૬૪ની સાલમાં મહા સુદ - ૫ ના શ્રી અમીઝરા પાર્શ્વનાથ વગેરે જિન પ્રતિમાજીઓને ગામના નૂતન જિનાલયમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી. તો શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય અને ચમત્કારી પ્રતિમાજીમાંથી અવાર-નવાર અમીઝરણાં થતાં હોવાથી પરમાત્મા ‘અમીઝરા'થી જગવિખ્યાત થયા. ત્યાર પછી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મ. ના પટ્ટધર પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ. ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મ. ના હસ્તે
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૬
Page #149
--------------------------------------------------------------------------
________________
સં. ૨૦૧૮ના ફાગણ માસમાં શ્રી મહાવીર સ્વામીના જિનાલયનો જીર્ણોધ્ધાર થતાં જિનમંદિરનો પ્રતિષ્ઠા-મહોત્સવ થયો.
ગંધારના આ પાર્શ્વનાથને શ્રી ગંધારિયા પાર્શ્વનાથ તરીકે પણ લોકો સંબોધે
શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ અનેક જૈનાચાર્યોએ પોતાની રચનાઓમાં કરી છે.
વિરોષ જાણકારી
શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો ખંભાત, દુઆ (બનાસકાંઠા), સાણંદ, આસપુર, જુગર, સાંગલી (મહારાષ્ટ્ર), ગારિયાધાર, ઉના, મુંદ્રા(કચ્છ) સહિત અન્ય સ્થળો પર છે. તેમ ખેડામાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. આ વાત્રક તટ પાસે વસેલા રૂપાલ નામના ગામમાંથી મનોરમ્ય પ્રતિમાજી પ્રગટ થઈ. આ પ્રતિમાજીમાંથી અમૃત ઝરી રહ્યું હતું. આ પ્રભાવ કે ચમત્કાર જોવાં દર્શનાર્થીઓના ટોળેટોળાં ત્યાં ઉમટી પડ્યા હતા. અનેક ગામના જૈનસંઘો પણ આવી પહોંચ્યા.
આ ચમત્કારી, મનોરમ્ય અને પ્રભાવ દર્શાવનારી પ્રતિમાજીને પોતાના ગામ લઈ જવા વિવિધ જૈન સંઘોએ આગ્રહ સેવ્યો અને એમાંથી સંઘર્ષ થયો. ત્યાં લેઈ ડાહ્યા માણસે સમાધાનનો રસ્તો સૂચવ્યો. તે અનુસાર જેટલા સંઘો ઉપસ્થિત હતા તેના નામની ચિઠ્ઠીઓ બનાવવામાં આવી. અને નાના બાળક પાસે એક ચિઠ્ઠી ખેંચાવી તો તેમાં ખેડા જૈન સંઘનું નામ નીકળ્યું. આમાઆ દિવ્યતા ધરાવતી પ્રતિમાજી લઈ જવા માટે ખેડા જૈનસંઘ યશભાગી બન્યું...
એ વખતે ખેડામાં એક ભવ્ય જિનાલયતૈયાર હતું. તે જિનાલયમાં પ્રતિમાજી બિરાજમાન કરવા સંઘ શોધ કરી રહ્યું હતું. ત્યાં આ સુંદર અવસર પ્રાપ્ત થતાં ખેડા જૈન સંઘમાં અનેરો ઉલ્હાસ અને ઉમંગ છવાઈ ગયો. આચાર્ય ભગવંત શ્રી પુણ્યરત્નસૂરિજી મહારાજના પુનિતા હસ્તવિક્રમ સંવત ૧૮૭૧માં આ પ્રતિમાજીની
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૭
Page #150
--------------------------------------------------------------------------
________________
વિધિ સહિત પ્રતિષ્ઠા કરવામાં આવી.
(૨) સમુદ્રકિનારે આવેલા ગંધાર ગામે આ તીર્થસ્થાન પાંચસો વર્ષથી પણ વધારે પ્રાચીન છે. બીજી જગ્યાએ શ્રી મહાવીર સ્વામીના જિનાલયમાં હજાર વર્ષ પુરાતન લેખ ઉત્કીર્ણ છે. ભરૂચથી ૨૬ કિ.મી. વાગરા ગામ થઈને જવાય છે. પરવાસન ગામ ભરૂચ - કાવી માર્ગ ઉપર છે. ત્યાંથી ૧૩ કિ.મી. છે. ધર્મશાળા - ભોજનશાળાની સગવડ છે.
(૩) ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં વડાલી ગામમાં આ જિનાલય આવેલું છે. આ જિનાલય લગભગ ૧૨મી સદીનું હોવાનું અનુમાન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શ્યામવર્ણીય પ્રતિમાજીનું મુખડું જોતાં જ મન ભક્તિમાં લીન થઈ જાય છે. આ પ્રતિમાજી માંથી એક વખતે સતત અમીઝરણાં થતાં ભક્તજનોએ આ ભગવાનને અમીઝરા પાર્શ્વનાથ તરીકે ઓળખ્યા છે. આ પ્રતિમાજી ખૂબજ ચમત્કારિક છે. આ ઉપરાંત અહીં અન્ય બે જિનાલયો શ્રી શાંતિનાથ ભગવાનનું તથા શ્રી આદિનાથ ભગવાનનું છે. વટ્ટપલ્લી ગચ્છનું ઉત્પત્તિ સ્થાન પણ તેને માનવામાં આવે છે. સંપર્ક : શ્રી વટ્ટપલ્લી (વડાલી) આદિનાથ જૈન શ્વે. મૂ.પૂ. તીર્થ, ઈડર-વડાલી હાઈવે પો. વડાલી, પીન કોડ-૩૮૩૨૩૫. (જી. બનાસકાંઠા) ગુજરાત.
(૪) શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુનું બીજું તીર્થ બનાસકાંઠાના ડુવા ગામમાં આવેલ છે. આ તીર્થ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. આ જિનાલયનો જીર્ણોધ્ધાર વિ.સં. ૧૮૩૯માં કારતક વદ-૫ ના રોજ થયેલો છે. તેમ ત્યાંના શિલાલેખ પરથી જાણી શકાય છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુ ઘણાજ ચમત્કારી મનાય છે. કહેવાય છે કે એક વખત ચોર પ્રભુના આભૂષણો વગેરે ચોરી ગયો હતો, પરંતુ કોઈ ચમત્કાર થતાં તે આભૂષણો પાછો મૂકી ગયો. શ્રી પદ્મ પ્રભુનું જિનાલય પહેલાં ભોંયરામાં હતું પરંતુ હવે તે ઉપર લાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં મંદિર બનાવેલ છે.
(૫) મધ્ય પ્રદેશમાં મહુથી ૫૦ માઈલ દૂર અમીઝરા ગામમાં આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તીર્થ સ્વરૂપ છે. અગાઉ અહીં રાઠોડોનું રાજ્ય હતું
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૮
Page #151
--------------------------------------------------------------------------
________________
ત્યારે એ કુંદનપુર નામે ઓળખાતું હતું. પરંતુ અહીંના રાજાએ અંગ્રેજો સામે માથું ઉંચકતાં અંગ્રેજોએ તેને બેહાલ બનાવી મૂક્યું હતું. પછી સિંધિયા નરેશના કબ્બામાં આવતાં ફરી આબાદ થયું અને કસ્બાતી શહેર બન્યું. તે શ્રી અમીઝરા પાર્શ્વનાથના ભવ્ય મંદિર પરથી અમીઝરા તરીકે ઓળખાવા લાગ્યું. તેની આસપાસ નો જીલ્લો પણ અમીઝરા જીલ્લા તરીકે ઓળખાય છે.
શ્રી અમીઝરા પાર્શ્વનાથનું મંદિર ઘણું ભવ્ય છે. અને તે શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ હાથ મોટી શ્વેત પાષાણની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પરથી એકવાર લાગલગાટ ત્રણ દિવસ સુધી અમીઝર્યુ હતું, તેથી તે અમીઝરા પાર્શ્વનાથ તરીકે વિખ્યાત થયેલી છે.
અમદાવાદ પાસે સાણંદમાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ નામની મૂર્તિઓ અનેક સ્થળે છે. જેમાં ગિરનાર પહાડ પર ભોંયરામાં આવેલી મૂર્તિ ઘણી ચમત્કારિક છે. '
શ્રી પાર્શ્વ સ્તવના ગંધાર નગરે બિરાજતા હે ગંધહતિ સમા વિભુ, અમૃત ઝરે તુ જ નયણથી ને વયણથી પારસ પ્રભુ, તુ જ દર્શથી સહુ ભવિકના સંતાપ તાપ સમી જતા, ‘અમીઝરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
અમૃત ઝરે તુજ નયનથી પ્રભુ પાર્શ્વનાથ અમીઝરા, આંસુ ઝરે છે ચક્ષુથી હું છું દેવ | અશ્રુઝરા, ગંધારીયા છો ગંધારના મુજ કર્મ ગંધ દૂર કરો, અમીઝરા’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૯
Page #152
--------------------------------------------------------------------------
________________
આ મનોહર જિન બિંબમાંથી વારંવા૨ અમૃત શ્રોત ઝરતો હોવાથી પરમાત્મા અમીઝરા નામથી· પ્રસિધ્ધ બન્યા, આ પ્રભુને ગંધારિયા નામથી પણ ઓળખવામાં આવે છે. ભરૂચ પંચતીર્થીનું આ એક તીર્થ છે.
ગંધાર મેં હૈ સ્થાન સ્વામી, નિત અમી ઝરતા રહે । દર્શ જિનકે જો કરે તો, સુખ-શાંતિ શુભ લહે ।। ભરૂચ પંચતીર્થી કા તીરથ, કથા સ્વયં અપની કહે | ઐસે ‘શ્રી અમીઝરા પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના |
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા
૧૩૦
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
Page #153
--------------------------------------------------------------------------
________________
તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસોમી દેવકુલિકામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે.
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૩૧
Page #154
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્ર અમીઝરા પાર્શ્વનાથાય નમઃ | (૨) હ્રીં શ્રીં હ્રીં શ્રીં અમીઝરા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર અમીઝરા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કોઈપણ એક મંત્રના નિયમિત જાપ કરવા, જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માનસિક ચિંતાઓ ટળી જાય છે.
સંપર્કઃ શ્રી અમીઝરા પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ પેઢી, મુ.પો. ગંધાર. તા. વાગરા, જી. ભરૂચ. (ગુજરાત).
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૩૨
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રી લોટાણા પાર્શ્વનાથ
રાજસ્થાનના શિરોહી રોડ ૧૭ કિલોમીટરના અંતરે શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને પ્રાચીન જિનાલય આવેલું છે. નાન્દિયાથી કાચી સડક માર્ગે આ તીર્થ સાત કિલોમીટરના અંતરે આવેલું છે. બ્રાહ્મણ વાડાથી તેર કિલોમીટર અને શિરોહી રોડથી ૧૭ કિલોમીટરના અંતરે આ તીર્થધામ આવેલું છે.
નાન્દિયા ગામ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ બંધુ નંદીવર્ધને વસાવ્યું હતું. એવી એક માન્યતા છેકે ભગવાન મહાવીરે ચંડકોશિયા નાગને અહીં પ્રતિબોધિત કર્યો હતો. અહીં એક દેરીમાં ચંડકોશિયા નાગની આકૃતિ અને ભગવાનના પગલાં છે મૂળનાયકની પ્રતિમાજી પ્રભુવીરના સમયની છે. ‘નાણા, દીયાણા, નાન્દિયા, જીવિત સ્વામી જુહારિયા એવી ઉક્તિ પ્રચલિત છે. પ્રભુવીરના સમયની આટલી તેજસ્વી અને કલાત્મક પ્રતિમાના દર્શન દુર્લભ છે. પ્રતિમા બહુ પ્રભાવશાળી છે. અને ભગવાન સાક્ષાત બિરાજેલા હોય એવું અનુમાન થાય છે. વિશ્વ વિખ્યાત રાણકપુરના નિર્માતા ધરણા શાહ અને બંધુ રત્ના શાહ આ નગરીના રહેવાસી હતા. આ સ્થળ બ્રાહ્મણવાડાથી ૬ કિ.મી. અને શિરોહી રોડથી ૧૦ કિ.મી. છે. કોજરા ગામ થઈને આવવું પડેછે. શિરોહીથી અથવા આબુથી આ તીર્થો થઈને રાણકપુર બાજુ જવાય અથવા રાણકપુર - રાતા મહાવી૨, નાણા બાજુથી થઈને બ્રાહ્મણવાડા થઈ આબુ જઈ શકાય છે.
લોટાણા માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. અહીં શ્રી આદિશ્વર પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન છે. નાન્દિયાથી કાચી સડક માર્ગે સાત કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં એકસોએકમી દેવકુલિકામાં શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે.
શ્રી લોટાણા પાર્શ્વનાથ
૧૩૩
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ સ્તવના
ચૈત્યવંદન
અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ....૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; ‘મોહન’ ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩
સ્તવના
શિવ ૨મણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ નિરમળ નિર્દેહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરંત...૨ પારસ ૫૨સે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ જિણંદ; ‘મોહન’ ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
સ્તુતિ
આનંદકંદ
નયનાનંદ નિલવરણ શિવસુખકરણ
પારજિન
તરણ
૧૩૪
તારણ
પ્યારાં;
હારા;
શ્રી લોટાણા પાર્શ્વનાથ
Page #157
--------------------------------------------------------------------------
________________
પરમાતમ સુરનર
મંગલ મુનિજન
સ્વરૂપ સદાય
તિમિર જ હરનારા;
ગુણગાતા તારા. (મોહનલાલ ચુ. ધામી રચિત)
હે પાર્શ્વનાથ સ્વામી, આપ સર્વ કર્મ રૂપ દુષ્ટ વૈરીનું દલન કરનાર છો. કમઠ નામ મહામૂર્ખ અસુર રૂપ પવન સામે મેરૂવત્ અડગ રહેનારા છો. નિર્મલ સિધ્ધસ્થાનમાં રમનારા છો. જગતના જીવોરૂપી ઉજ્જવલ કમળને વિકસ્વર કરનારા આદિત્ય છો. પરમત રૂપી મેઘ ઘટાનું વિસર્જન કરનારા પવન છો. જલપૂર્ણ મેઘઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો. પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજય છો. અને ભવભયને હરનારા છો. મૃત્યુને દળનારા છો અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા છો.
અગાધ ભવ સાગરથી તારનારા છો. કામદેવના વનનું દહન કરનારા છો. એવા હે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ...જય થાઓ.....જય થાઓ.....
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી લોહાણા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી લોટાણા પાર્શ્વનાથ
૧૩૫
Page #158
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસોએકમી દેવકુલિકામાં શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સમ્રફણાથી અલંકૃત અને પરિકરથી પરિવૃત છે.
૧૩૬
શ્રી લોટાણા પાર્શ્વનાથ
Page #159
--------------------------------------------------------------------------
________________
મહિમા અપરંપાર
રોહનની સ્કૂલ ઘરની બાજુમાં જ હોવાથી તે ચાલીને સ્કૂલે જતો હતો. રોહન ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મોટા ભાગે તેને તેના દાદાજી તેડવામૂકવા જતાં હતા.
એક દિવસ રોહનના દાદા મનહરભાઈને જ્ઞાતિની મીટીંગમાં જવાનું હોવાથી તેમણે મોહનની મમ્મી રેણુકાને કહ્યું હતું કે સાંજે સાડાપાંચ ભૂલ્યા વગર રોહનને લઈ આવજે.
રેણુકાએ કહ્યું: “પિતાજી, હું સાંજે નિશાળે જઈને રોહનને લેતી આવીશ.”
મનહરભાઈ તો મીટીંગમાં ચાલ્યા ગયા. તેમને મનમાં ચિંતાતો રહી કે રેણુકા સ્કૂલે જવાનું ભૂલી જશે તો ઉપાધિ આવશે.
| ખરેખર એવું જ બન્યું. રેણુકાના કાકીજી ઘેર આવી ગયા તેમાં રોહનને લઈ આવવાનું રેણુકા ભૂલી ગઈ. સાડાપાંચના બદલે સવા છ વાગી ગયા હતા. આ તો મનહરભાઈનો ઘેર ફોન આવ્યો અને રોહન વિષે પુચ્છા કરી ત્યારે રેણુકાને યાદ આવ્યું તેતો એકદમ ગભરાઈ ગઈ અને સીધી સ્કૂલે દોડી. સ્કૂલમાં તો કોઈ નહોતું. રેણુકાએ સ્કૂલમાં બધે તપાસ કરી, સ્કૂલના પટાવાળાને પણ પૂછયું પણ ક્યાંય રોહનનો પત્તો ન મળે.
રેણુકા તો ત્યાં બેસીને રડવા લાગી. ત્યાં તો મનહરભાઈ આવી પહોંચ્યા. મનહરભાઈએ મનોમન શ્રી લોહાણા પાર્શ્વનાથ પ્રભુના જાપ શરૂ કરી દીધા હતા. તેમને શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. જ્યારે કોઈ મુંઝવણ કે વિપદા આવે ત્યારે તેઓ શ્રી લોહાણા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતાં અને વિપદા ઉકેલાઈ જતી. તેઓ વર્ષમાં એક-બે વાર શંખેશ્વર પણ જતાં હતા. અમદાવાદથી શંખેશ્વર બે કલાકમાં પહોંચી શકાતું હતું.
| મનહરભાઈ રેણુકાની પાસે આવ્યા. ત્યાંતો રેણુકાનો પતિ નીરજ આવી પહોંચ્યો. મનહરભાઈએ તપાસ આદરી. તેમણે સંકલ્પ પણ કરી લીધો કે જો રોહન મળી જાય તો તેને શંખેશ્વર લઈ જઈને શ્રી લોહાણા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરાવીશ. શ્રી લોટાણા પાર્શ્વનાથ
૧૩૭
Page #160
--------------------------------------------------------------------------
________________
પટાવાળાએ કહ્યું : “રોહનને મેં અહીં બાંકડા પર બેઠેલો જોયો હતો અને કોઈ તેડવા આવ્યું નહોતું એટલે રડતો હતો. હું તેની પાસે જાઉ ત્યાં પ્રિન્સીપાલે મને બોલાવ્યો. હું અંદર જઈને બહાર આવ્યો ત્યાં તો રોહન બાંકડા પર નહોતો.” જ “શું કોઈ ઉપાડી ગયું હશે? મનહરભાઈના મનમાં શંકા પેઠી.
ત્યાં મનહરભાઈને થયું કે રોહનને પેલા વિપુલ સાથે સારું બને છે વિપુલને પણ તેના દાદા તેડવા આવ્યા હશે તો રોહનને પણ લઈ ગયા હશે.
| મનહરભાઈ અને નીરજ વિપુલના ઘેર પહોંચ્યા પણ ત્યાં રોહન નહોતો. હવે શું કરવું? તે પ્રશ્ન મુઝવણ ભર્યો બન્યો. રોહનને શોધવો ક્યાં?
5 મનહરભાઈએ બાગ બગીચા, મંદિર વગેરે સ્થળો પર તપાસ આદરી, મુખ્ય બજારમાં આંટો મારી આવ્યા ત્યારે એક રમકડાંની દુકાનના શોકેશમાં રહેલા રમકડાં રોહન જોતો હતો. મનહરભાઈ અને નીરજ તેની પાસે ગયા. રોહન દાદાને જોઈને વળગી પડ્યો. અને બોલ્યો : “દાદા, તમે આજ મને લેવા કેમ નહોતા આવ્યા...હું તો ઘર ગોતતો ગોતતો અહીં આવી ગયો છું.'
“દીકરા, આપણે ઘેર જઈશું પછી બધી વાત કરીશું.' મનહરભાઈ અને નીરજ રોહનને લઈને ઘેર આવ્યા. રેણુકાની આંખોતો રડી રડીને સુજી ગઈ હતી. રાત્રિના આઠ વાગે રોહનનો પત્તો લાગ્યો હતો.
મનહરભાઈએ કહ્યું: ‘આપણે આવતી કાલેજ રોહનને લઈને શંખેશ્વર શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે લઈ જવો પડશે. તેમની કૃપાથી જ રોહન આપણને મળ્યો છે.'
એમજ થયું.
બીજે દિવસે ઘરના બધા સભ્યો શંખેશ્વર ગયા ત્યાં શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુ સહિત ૧૦૮ પાર્શ્વનાથની સેવાપૂજા કરી. શ્રી શંખેશ્વર દાદાની પૂજા કરીને સાંજે પાછા અમદાવાદ આવી ગયા.
શ્રી લોહાણા પાર્શ્વનાથ
૧૩૮
Page #161
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
(૧) 3ૐ હ્રીં શ્રીં લોટાણા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોટાણા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોટાણા પાર્શ્વનાથાય નમઃ |
નવી ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. દરરોજ કોઈપણ એક મંત્રના જાપવહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. આરાધકે પૂર્વ દિશામાં મુખ રાખવું આરાધના દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર આરાધનાથી વિપદાઓ નાશ પામે છે અને વિકટ પ્રશ્નો હલ થાય છે.
સંપર્કઃ શ્રી લોટાણા પાર્શ્વનાથ જૈન દેરાસર ગોઠ પેલેસ રોડ, પો. સિરોહી,
જિ. સિરોહી - ૩૦૭૦૦૧. ફોન : (૦૨૯૭૨) – ૩૦૨૬૯(પી.પી.) ૩૦૬૩૧(પી.પી.)
શ્રી લોટાણા પાર્શ્વનાથ
૧૩૯
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી દોકડીયા પાર્શ્વનાથ
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વેરાવળની બાજુમાં આવેલ પ્રભાસ પાટણ ખાતે શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. આ તીર્થ વેરાવળ રેલ્વે સ્ટેશનથી પાંચ કિલોમીટરના અંતરે છે. ઘૂઘવતા સાગરનો કિનારો બાજુમાં છે. આ જિનાલયની બાજુમાં અન્ય સાત જિનાલયો પણ છે તેમજ ગામમાં પણ એક જિનમંદિર છે. અહીં ધર્મશાળાની સગવડ છે. અહીં શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું જિનાલય નવ ગર્ભગૃહ અને પાંચ શિખરોથી આવૃત છે. આ જિનાલય ભારતભરમાં અપૂર્વ, અનુપમ અને અદ્વિતીય બની રહ્યું છે. જિનાલયના નવેય ગર્ભગૃહમાં મૂળનાયક ભૂતકાળમાં નવ જિનાલયોના મૂળનાયક રહ્યાં હોવાની સંભાવના છે. આ જિનાલયના ભોંયરામાં ૪૫ આગમનું મંદિર શ્રધ્ધાને પોષણ આપે તેવું મંગલકારી છે.
શ્રી દોકડીયા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ચંદ્ર પ્રભાસ પાટણ છે. શ્રી જીરાવલા તીર્થમાં ૩૪મી દેરીમાં શ્રી દોકડીયા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમા ૧૦૨મી દેવકુલિકામાં શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
નવફણાથી અલંકૃત, શ્યામવર્ણની પ્રતિમાજી, પદ્માસનસ્થ શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ૩૯ ઈંચ ઊંચી અને ૩૧ ઈંચ પહોળી છે. પ્રભાસ પાટણ સમુદ્ર કિનારાની નિકટ વસેલું છે. સોમનાથ મહાદેવનું જગપ્રસિધ્ધ મંદિર બાજુમાં જ છે. પ્રાચીન કાળમાં દેવપાટણ, ચંદ્રપ્રભાસ પાટણ તરીકે આ સ્થળ જાણીતું હતું. સોમનાથનું મંદિર બાજુમાં હોવાથી સોમનાથ પાટણ તરીકે પણ આ સ્થળ ઓળખાય છે.
વિક્રમ સંવત ૮૪૫માં વલ્લભીપુર બહારી આક્રમણને ખાળી ન શકતાં ત્યાંના સંઘ શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાજીને પ્રભાસ પાટણ લાવ્યા હતા તેમ માનવામાં આવે છે. તેરમા સૈકામાં રાજરાજેશ્વર મહારાજા કુમારપાળે અહીં
શ્રી દોક્ડીયા પાર્શ્વનાથ
૧૪૦
Page #163
--------------------------------------------------------------------------
________________
અષ્ટાપદજીના ચૈત્યનું નિર્માણ કર્યું હતું. મહારાજા કુમારપાળ અને શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથ મંદિરે આવેલા, ત્યારે ત્યાં શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ જૈન ધર્મ, પ્રત્યે વધુ આકર્ષાયા હતા. (વિમલકુમાર મોહનલાલ ધામી નું પુસ્તક’ રાજ રાજેશ્વર કુમારપાળ' વાંચો) મુસ્લિમકાળ દરમિયાન અહીંના કેટલાક જિનાલયોનો ધ્વંશ થયો હતો. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીના ભવ્ય જિનાલયમાં ડાબી બાજુના ગભારામાં શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુની શ્યામ રંગની નયનરમ્ય અને હૈયાના ભાવને ઝંકૃત કરે તેવી અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી દોકડીયા પાર્શ્વનાથના પ્રભાવ વિશેની એક રસપ્રદ કથા છે, તે અનુસાર એક પરમ શ્રાવક દરરોજ આ પ્રભુજીની પ્રથમ પૂજાનો લાભ લેતો હતો. પરમ શ્રાવક પ્રભાતે આવીને અંતરના ભાવ સાથે આ પ્રભુજીની સેવા-પૂજા અને ભક્તિ કરતો.
એક દિવસ પરમ શ્રાવકને પ્રભુની પલાંઠી પાસેથી એક દોકડો (તે સમયનું નાણું) પ્રાપ્ત થયો. શ્રાવકે પ્રભુની કૃપા માનીને દોકડો લઈ લીધો. આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો. તે પરમ શ્રાવક પૂજા સંપન્ન કરે એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પલાંઠી પાસે એક દોકડો પડ્યો હોય... શ્રાવકના હર્ષનો પાર નહોતો. આ પ્રભાવક ઘટના પરમ શ્રાવકથી ગુપ્ત રહી ન શકી. તેણે આ વાત પોતાના નજદિકના મિત્રને કહી સંભળાવી અને થોડો હળવો થયો. | બીજે દિવસે દરરોજની જેમ તે પરમ શ્રાવક તે પ્રભુની પૂજા કરવા જિનાલય પાસે પહોંચ્યો, ત્યારે પ્રભુની પલાંઠી પાસે દોકડો તો હતો પણ તે ચોંટી ગયો હતો તે દિવસે દોકડો ન મળતાં શ્રાવક નિરાશ થઈ ગયો. પછી તો તે દોકડો ત્યાં ચોટેલો જ રહ્યો. આજે પણ તે દોકડો પ્રભુની પલાંઠી પર ચોટેલો છે. બસ, ત્યારથી આ પ્રતિમાજી “શ્રી દોકડીયા પાર્શ્વનાથ' તરીકે ઓળખાય છે. આ પાર્શ્વનાથજીને “શ્રી દાદા પાર્શ્વનાથ” થી પણ લોકો જાણે છે. તે
( શ્રી દોકડીયા પાર્શ્વનાથ તીર્થનો ઉલ્લેખ અનેક જૈનાચાર્યોએ મહાપુરુષોએ ‘તીર્થમાલા'માં કરેલો છે. એથી આ તીર્થની પ્રાચીનતા અને ભવ્યતાના દર્શન થયા વિના રહેતા નથી.
શ્રી દોસ્ડીયા પાર્શ્વનાથ
૧૪૧
Page #164
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી સમુદ્ર કિનારાની નિકટ વસેલું પ્રભાસ પાટણ, તીર્થ તરીકેની ખ્યાતિને પામેલું છે. મુળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામીના ભવ્ય જિનપ્રાસાદમાં ડાબી બાજુના ગભારામાં શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુની કૃષ્ણવર્મી કમનીય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રભુના નામની સાથે તેની પ્રભાવ સંપન્નતાથી એક મનોહર કથા ગૂંથાયેલી છે. એક ભાગ્યશાળી મહાનુભાવનેનિત્ય આ પ્રભુજીની પ્રથમ પૂજાથી પલાંઠી પરથી એક દોકડો(નાણું) પ્રાપ્ત થતો હતો. આ પ્રમાણે ઘણા દિવસ ચાલ્યું. પણ તે પ્રભુ પૂજકથી આ ચમત્કારી ઘટના ગુપ્ત ન રહી શકી. પ્રભાવથી થયેલા આનંદના આવેગમાં એકદા આ વાત તેણે અન્યને કહી સંભળાવી. બીજે દિવસે નિત્યક્રમ અનુસાર તે પ્રભુની પૂજા કરવા પહોંચ્યો ત્યારે પ્રભુની પલાંઠીમાં દોકડો તો હતો પણ તે ચોંટી ગયો હતો. તે દિવસે દોકડો પ્રાપ્ત થઈ શક્યો નહિ. આજ સુધી તે દોકડો પ્રભુની પલાંઠી પર ચોટેલો મોજુદ છે. આ પ્રભુના નામનું પ્રભાવપૂર્ણ આ રહસ્ય ખૂબ હર્ષ ઉપજાવે છે. શ્રધ્ધાળુઓને આ પરમાત્મા પ્રત્યે અતૂટ શ્રધ્ધા છે. તેમની અચિંત્ય પ્રભાવના અનુભવો ભાવુકોને થયા કરે છે. (સંકલિત)
શ્રી પાર્શ્વ સ્તવના નૌ ગભારો યુક્ત મંદિર, આપકા અતિ રમ્ય હૈ | દોકડા-દાતા પ્રભુજી, આપ સચમુચ ધન્ય હૈ || પ્રભાસ પાટણમેં બિરાજે, મૂર્તિ અતિ હી ભવ્ય હૈ | ઐસે “શ્રી દોકડીયા પાર્થ' કો મૈં, ભાવ સે કરૂં વંદના ||.
દોકડાને દે તો નિત તું તેથી પારસ દોકડીયા ગર્ભગૃહ છે નવ-નવ તારે, એકવાર આવો અહીયા, પ્રભાસ પત્તને વસીયા તમેતો પતન મારું નિવા૨જો , ‘દોકડીયા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી દોક્ટીયા પાર્શ્વનાથ
૧૪૨
Page #165
--------------------------------------------------------------------------
________________
એક ભાગ્યશાળી રોજ આ પ્રભુની પ્રથમ પૂજા કરે, તેને પ્રભુની પલાંઠી પરથી એક દોકડો (તે સમયનું નાણું) પ્રાપ્ત થતો. કો'કને આ વાત કહી દેતા તે દિવસે દોકડો પલાંઠીમાં ચોંટી ગયો. ત્યારથી આ દોકડીયા પાર્શ્વનાથ એવું સાર્થક નામ પડ્યું. કદાચ આખા વિશ્વમાં એક જ એવું જિનાલય છે કે જેને નવ-નવ ગભારા છે.
હે દોકડા દેનાર દોકડીયા શ્રી પારસનાથજી, મુજ દુઃખડા હરનાર દોકડીયા બનોને નાથજી, પ્રભાસ પાટણ નવ ગભારે બેસણાં ભવતારણા, શ્રી દોકડીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી દોકડીયા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો
નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત
શ્રી દક્કીયા પાર્શ્વનાથ
૧૪૩
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
આ.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિદ્યા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસોબેમી દેવકુલિકામાં શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત છે તેમજ સુંદર કલાકારીગરીથી સંપન્ન પરિકરથી પરિવૃત છે.
શ્રી દોડીયા પાર્શ્વનાથ
૧૪૪
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ સ્તવના
ચૈત્યવંદના અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એ કસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ....૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; “મોહન” ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩
સ્તવના છે. શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ નિરમળ નિમહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરત...૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ નિણંદ; “મોહન” ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
વળી
શ્રી દોફ્ટીયા પાર્શ્વનાથ
૧૪૫
Page #168
--------------------------------------------------------------------------
________________
નયનાનંદ
નિલવ૨ણ
પરમાતમ
સુરનર
સ્તુતિ
પા૨સજિન
આનંદકંદ શિવસુખકરણ તરણ મંગલ સ્વરૂપ તિમિર
મુનિજન
પ્યારાં;
હારા;
હરનારા;
સદાય ગુણગાતા તારા. (મોહનલાલ ચુ. ધામી રચિત)
શ્રી દોક્ડીયા પાર્શ્વનાથ
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રÆ દોકડીયા પાર્શ્વનાથાય નમઃ। (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં દોકડીયા પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં Æ Æ Æ દોકડીયા પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપ નિયમિત કરવા. દ૨૨ોજ વહેલી સવારે ઉઠીને નિશ્ચિત સમયે અને આસન પર બેસીને શાંત ચિત્તે જાપ આરાધના કરવી. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ ચાલુ રાખવા. આરાધકે પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું. તેમજ વસ્ત્રો સ્વચ્છ અને શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સુખસમૃધ્ધિ વધે છે.
તારણ
સંપર્કઃ
શ્રી પ્રભાસપાટણ જૈન દેરાસર મૂર્તિપૂજક સંઘ મુ.પો. -પ્રભાસપાટણ, તા. વેરાવળ,
જિ. જુનાગઢ(સૌરાષ્ટ્ર) : ૩૬૨૨૬૮. ફોન : (૦૨૮૭૬) - ૨૩૧૬૩૮
૧૪૬
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી મુકેવા પાર્શ્વનાથ
અમદાવાદના રીલીફરોડ પર આવેલ પાંજરાપોળમાં શ્રી મૌરૈયા પાર્શ્વનાથની ખડકીમાં શ્રી મૌરૈયા (મુલેવા) પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. અહીં શ્રી આદિનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. શ્રી મુલવા પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય સ્થાન છે. તે સિવાય શ્રી જીરાવલા તીર્થની દેરીમાં શ્રી મોરૈયા પાર્શ્વનાથજીની મનોહર પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ | જિનાલયની ફરતી ભમતી એકસોત્રણમી દેવકુલિકામાં શ્રી મુકેવા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે.
અમદાવાદના રીલીફ રોડ પર પાંજરા પોળમાં શ્રી મોરૈયા પાર્શ્વનાથ પ્રભુની ખડકીમાં શ્રી મુકેવા પાર્શ્વનાથજીની પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત વર્ણની અને ફણારહિત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૮.૫ ઈંચ અને પહોળાઈ ૨૨ ઈંચની છે.
૨૦૦-૩૦૦ વર્ષ પૂર્વે અમદાવાદના ઈદલપુર નામના વિસ્તારમાં નિવાસ કરતાં અમદાવાદના વિશાશ્રીમાળી જ્ઞાતિના શેઠ પરિવારે શ્રી મુકેવા પાર્શ્વનાથ પ્રભુનું મંદિર બંધાવ્યાનું મનાય છે. આ કથન એક સ્તવનમાં જણાવાયું છે. તે મંદિર સમયના પ્રવાહ સાથે ન રહ્યું હોય. ઈદલપુરનો વિસ્તાર આજે હરિપુરા તરીકે ઓળખાય છે. આ જિનાલયનો વહીવટ શેઠ હઠીસિંહ કેસરીસિંગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
થોડા સમય પૂર્વે પ્રતિમાજીઓને ખસેડયા વિના આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આ અમદાવાદ શહેરનું પ્રભાવક અને દર્શનીય તીર્થસ્થાન ગણાય છે. આ તીર્થનો અને પ્રતિમાજીનો ઉલ્લેખ આચાર્ય-ભગવંતો, મુનિ ભગવંતો તથા કવિઓની રચનાઓમાં થયો છે.
શ્રી મુકેવા પાર્શ્વનાથ
૧૪૭
Page #170
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી અમદાવાદમાં રીલીફ રોડ પર આવેલા શ્રી આદિનાથ જિનાલયમાં વહેલી પરોઢથી રાત્રે મોડે સુધી રહેતી સતત ભીડ આ પ્રભુજી પરની અમદાવાદ વાસીઓની અપૂર્વ શ્રધ્ધાનું પ્રતિબિંબ પાડે છે. મૂળનાયક શ્રી આદિનાથજીની જમણી બાજુએ શ્રી મુલવા પાર્શ્વનાથ બિરાજમાન છે. આ પ્રભુના પરમ પ્રભાવના અનુભવો શ્રધ્ધાળુઓને અવાર-નવાર થાય છે. પ્રભુજી અત્યંત મનોહર અને પ્રભાવક છે. કહેવાય છે કે સતત છ મહિના ધારણાપૂર્વક કોઈ આ પ્રભુજીના દર્શન કરી શકતું નથી. અમદાવાદ ઈદલપુર નામના પરામાં અમદાવાદ નિવાસી વિશાશ્રીમાળી જ્ઞાતિના શેઠ કુટુંબે પ્રાયઃ ૨૦૦-૩OO વર્ષ પૂર્વે “શ્રી મુકેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. એ હકીકત એક ચિરમુદ્રિત પુસ્તકના સ્તવનમાં ઉપલબ્ધ થાય છે. માટે એવી સંભાવના વ્યક્ત કરી શકાય કે તે મંદિર કાળક્રમે અદૃશ્ય થતાં ત્યાંના મૂળનાયક પ્રભુજીને પાંજરાપોળમાં લાવી બિરાજીત કરાયાં હોય.
શ્રી પાર્શ્વ સ્તવના
જે સર્વ ઋધ્ધિ સિદ્ધિના ને ઉન્નતિના મૂળ છે, જે રાજનગરની સંપદાને શાંતિ સુખના મૂળ છે, જેના પ્રભાવિક દર્શને સહુ ભાવિકો નિત આવતા,
શ્રી મુકેવા” પ્રભુ પાર્થને ભાવે કરૂં હું વંદના. અહમદાબાદ મેં વાસ પ્રભુ, આનંદ કે ભંડાર હૈ | જો રત્નત્રયી - દાતા મહા, સુખ-શાંતિ કે આગાર હૈ | જો હૈ પ્રભાવી લોક મેં, શુભ મુક્તિ કે દાતાર હૈ | ઐસે “શ્રી મુલવા પાર્શ્વ” કો મૈં, ભાવસે કરૂં વંદના .
મોરૈયાને મુલેવાના શુભનામથી જે રાજ કરે, રાજ રાજેશ્વર રાજનગરના ભાવિકોના મનડા હરે,
શ્રી મુલવા પાર્શ્વનાથ
૧૪૮
Page #171
--------------------------------------------------------------------------
________________
આફ્લાદક જે જિનમંદિરમાં આનંદથી નવડાવતાં, મુલવા' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
મૂળનાયક આદિનાથ છે છતાં દેરાસર શ્રી મુકેવા પાર્શ્વનાથ નામે ઓળખાય છે. તે જ પરમાત્માના પ્રભાવની સાક્ષી છે. અમદાવાદનો કોઈપણ શ્રધ્ધાળુ દર્શન વિના રહેતો નથી. જેમનું બીજું નામ મોરૈયા પાર્શ્વનાથ પણ કહેવાય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી મુકેવા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાં જ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
- પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના
શ્રી મુલવા પાર્શ્વનાથ
૧૪૯
Page #172
--------------------------------------------------------------------------
________________
દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પા સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસોત્રણમી દેવકુલિકામાં શ્રી મુકેવા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી ફણા રહિતની છે.
જે દર્શનાર્થીઓ આ પ્રતિમાજીના દર્શન કરે છે. તેઓ ધન્ય બની ઊઠે છે.
મહિમા અપરંપાર પાટણમાં ધનસુખલાલ માસ્તર જૈનશાળામાં બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવતાં હતા. ધનસુખલાલની વય લગભગ ૬૫ વર્ષની હતી. તેઓ જૈનદર્શનના પ્રકાંડ પંડિત હતા. તેમની પાસે સાધુ સાધ્વીજી ભગવંતો પણ ધાર્મિક અભ્યાસ અર્થે આવતાં હતા. )
શ્રી મુલવા પાર્શ્વનાથ
૧૫૦
Page #173
--------------------------------------------------------------------------
________________
ધનસુખલાલ માસ્તર નિયમિત સવારે શ્રી જિનપૂજા, સવાર-સાંજ પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતાં હતા. અવાર-નવાર તપશ્ચર્યા પણ કરતાં હતા.
ધનસુખલાલની પુત્રી મોટી થઈ હતી. તેના એક જગ્યાએ સંબંધ બંધાયો હતો. બે મહિના પછી લગ્ન આવતાં હતા અને ધનસુખલાલ ભારે ચિંતામાં પડી ગયા હતા કે લગ્નનો ખર્ચ કઈ રીતે ઉપાડી શકીશ? મને ઉછીના કોણ આપશે ? જીવનમાં કોઈ સામે હાથ લંબાવ્યો નથી...શું કરવું?
એક દિવસ ધનસુખલાલને વિચાર આવ્યો કે શંખેશ્વર જઈ આવું અને મનને હળવું કરી આવું. આમ વિચારીને ધનસુખલાલ રવિવારની રજામાં શંખેશ્વર આવ્યા. ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી પછી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી. ત્યાં શ્રી મુકેવા પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા સામે સ્થિર બનીને ઊભા રહી ગયા. મૂર્તિનું તેજ જોઈને ધનસુખલાલની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને મનોમન બોલવા લાગ્યાં “હે પ્રભુ, હવે તું જ મારો આધાર છે. મારે પર જે કૌટુંબિક જવાબદારી આવી પડી છે. તેનો રસ્તો તું જ કાઢી આપજે. | ધનસુખલાલે ત્યાં બેસીને ચૈત્યવંદન કર્યું. સ્તવન ગાયું. અને એજ દિવસે બપોરે ભોજનશાળામાં ભોજન લઈને પાટણ જતાં રહ્યાં. તેઓ પાટણ આવ્યા ત્યારે કંઈક માનસિક શાંતિ થયાનો અનુભવ થયો.
આઠ દિવસ પસાર થઈ ગયા.
એક દિવસ ધનસુખલાલના ઘેર મુંબઈથી પાટણ આવેલાં મફતલાલ આવ્યા. મફતલાલની ઉંમર ચાલીસ વર્ષની હતી. તેઓ મુંબઈ ગયા પછી ઘણા સુખી થયા હતા. તેમણે ધનસુખલાલ માસ્તર પાસે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો હતો.
મફતલાલ પાટણ આવ્યા ત્યારે તેમણે તેમના વર્તુળ દ્વારા જાણવા મળ્યું કે ધનસુખલાલ માસ્તરની મોટી પુત્રીના વિવાહ થનાર છે પરંતુ માસ્તર આર્થિક સંકડામણ અનુભવે છે.
| મફતલાલ આ વાત જાણીને એક રૂમમાં રડી પડ્યા હતા અને થયું કે જેમણે મને ધાર્મિક અભ્યાસ કરાવ્યો, સંસ્કારના બીજ રોપ્યા તેવા મારા ગુરૂની સેવા ) કરવાની મને અનાયાસે તક સાંપડી ગઈ છે. ગુરૂ સીધી રીતે પૈસાને હાથ નહિ
શ્રી મુલવા પાનાથ
૧૫૧
Page #174
--------------------------------------------------------------------------
________________
અડાડે માટે કંઈક વિચારીને જ વાત કરવી પડશે. | મફતલાલ એક રાતે ધનસુખલાલ માસ્તરના નાનકડા મકાનમાં આવ્યા. ધનસુખલાલ માસ્તરના મકાનમાં બે ખુરશી અને એક પાટ હતી. અને થોડું ઘણું રાચરચીલું હતું.
ધનસુખલાલે અતિથિને આવકાર આપ્યો અને કહ્યું : “ભાઈ, તમે કોણ છો ? મેં તમને ઓળખ્યા નહિ...?”
“ગુરૂજી, તમે મફતને ભૂલી ગયા... તમે મને સંસ્કારના સેવા બીજ રોપ્યા છે કે મુંબઈ ગયા પછી પણ મુંબઈની માયાથી દૂર રહી શક્યો. ત્યાં દરરોજ શ્રી જિનપૂજા તેમજ સામાયિક કરી શકું છું. આપની કૃપાથી મારું જીવન તેજોમય બન્યું છે.'
- “હા...હા.. યાદ આવ્યું. મફતલાલ...પણ તમે તો ઘણા વર્ષોથી મુંબઈમાં છો...?'
| ‘ગુરૂજી, તમે મને તમે' કહીને ન સંબોધો...! હું તો માત્ર તમારો મફત રહેવા માગું છું. હું આજ ગુરૂ દક્ષિણા દેવા આવ્યો છું. મારી ભાવનાને ઠેસ પહોંચાડતા નહિ...' મફતલાલની આંખમાં આંસુ સરી પડ્યા.
ગુરૂ દક્ષિણા ?' ધનસુખ લાલને નવાઈ લાગી.
“હા...ગુરૂજી, મારું જીવન સુસંસ્કૃત, સંસ્કારી રહી શક્યું હોય તો તેમાં મારી પ્રેરણા આપ છો... આજે ગુરૂદક્ષિણા રૂપે એક નાનકડી રકમ આપના ચરણમાં ધરવા માગું છું. આપ ઈન્કાર કરશો નહિ...'
ધનસુખલાલે ઘણી આનાકાની કરી પરંતુ મફતલાલ તે રકમનું કવર મૂકીને જ ગયા. જતાં જતાં ફરીવાર ધનસુખલાલના ચરણ સ્પર્શ કર્યા.
ધનસુખલાલની પત્નીએ કવર ખોલ્યું તો તેમાં બે લાખ રૂપિયા હતા.ધનસુખલાલ બીજે દિવસે તે રકમ મફતલાલને પાછી આપવા ગયા ત્યારે
શ્રી મુકેવા પાર્શ્વનાથ
૧૫૨
Page #175
--------------------------------------------------------------------------
________________
વિ
મફતલાલે સોગંદ આપીને તે રકમ ધનસુખલાલને પરત કરી.
પછી ધનસુખલાલની પુત્રીના ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. લગ્નમાં મફતલાલ પાટણ ખાસ આવ્યા હતા. ધનસુખલાલની શ્રી મુલેવા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં ઉમેરો થયો.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રીં મુલેવા પાર્શ્વનાથાય નમઃ ।
(૨) ૐૐ હ્રીં શ્રૌં હ્રીં શ્ર↑ મુલેવા પાર્શ્વનાથાય નમઃ ।
(૩) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ મુલેવા પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની માળા દરરોજ વહેલી સવારે ઊઠીને કરવી. આરાધનાનો સમય અને સ્થાન નિશ્ચિત રાખવા તથા મુખ પૂર્વ દિશા તરફ રાખવું મનને સ્થિર રાખવુ. આરાધના દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી કપરાકાળમાં મદદ મળે છે. જીવનમા મંગલ વર્તાય છે.
શ્રી મુલેવા પાર્શ્વનાથ
સંપર્કઃ
શ્રી મુલેવા પાર્શ્વનાથ જૈન દેરાસર રીલીફ રોડ, પાંજરા પોળ પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૧. (ગુજરાત) ફોન : (૦૭૯) - ૨૨૧૨૩૭૦૪
૧૫૩
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી પોસીના પાર્શ્વનાથ
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ નાના પોસીના (સાબલી) ખાતે પરમ પ્રભાવક અને ચમત્કારિક તીર્થધામ શ્રી પોસીના પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. શ્રી પોસીના પાર્શ્વનાથજીના દર્શન માત્રથી મનની અશાંતિ હણાઈ જાય છે. તેવી દિવ્ય પ્રતિમાજી છે. આ તીર્થ ઈડરથી ૨૨ કિ.મી. ના અંતરે આવેલું છે. અહીં ધર્માળાની ઉત્તમ સગવડ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ૧૦૪મી દેવકુલિકામાં શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ઈડર તાલુકાના નાના પોસીના ગામની વચ્ચોવચ્ચ શ્રી પોસીના પાર્શ્વનાથનું ભવ્ય, શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે. શ્વેત પાષાણના, પદ્માસનસ્થ શ્રી પોસીના પાર્શ્વનાથના મસ્તકે ફણા નથી. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચ અને પહોળાઈ ૨૯ ઈંચની છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે.
૧૨મા સૈકા પૂર્વે એક ધર્મ શ્રધ્ધાળુ બ્રાહ્મણ પોતાના ખેતરમાં ખેડી રહ્યો હતો. ત્યારે તેનું હળ કંથેરના વૃક્ષ નીચે અટક્યું આથી તે બ્રાહ્મણને આશ્ચર્ય થયું. તેણે તરત જ પોતાના હળને દૂર કર્યું અને તે જગ્યાએ ખોદકામ કર્યુ. ત્યાં તેની દૃષ્ટિમાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા જોવામાં આવી.
બ્રાહ્મણ દેવતા અત્યંત આનંદ પામ્યા. તેમણે ખૂબ જ ધૈર્યથી ૩૧ ઈંચ ઊંચી પ્રતિમાજીને ભૂમિમાંથી બહાર કાઢી. બ્રાહ્મણના હરખનો પાર નહોતો. તેને થયું કે આ પ્રતિમાજી ખેતરમાં રહે તે યોગ્ય ન કહેવાય. આથી તેણે આ જિનબિંબ જૈન સંઘના હાથમાં સોપ્યું. શ્રી સંઘે ગામની વચ્ચોવચ્ચ જિનાલયનું નિર્માણ કરાવીને તેમાં પ્રતિમાજીને ભવ્ય મહોત્સવ યોજીને પ્રતિષ્ઠિત કરાવી. આ પ્રતિમા તે જ શ્રી પોસીના પાર્શ્વનાથ.
મહારાજા કુમાર પાળના સમયમાં નૂતન ભવ્ય જિનાલય બન્યું, ત્યાર પછી તો અનેકવાર આ જિનાલયના જીર્ણોધ્ધાર થતા રહ્યાં, વિ.સં. ૧૨૦૧ થી ૧૭મી સદી સુધીમાં અનેક પ્રભાવક જૈનાચાર્યો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ થયાના ઉલ્લેખો છે. આ તીર્થનો છેલ્લો જીર્ણોધાર આચાર્ય ભગવંત શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.ના
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૪
Page #177
--------------------------------------------------------------------------
________________
ઉપદેશથી થયો. વિ.સં. ૨૦૦૮ના પોષ વદ-૬ના તેઓ શ્રી ના વરદ હસ્તે મુળનાયક સહિત અન્ય જિન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા રંગેચંગે કરવામાં આવી હતી. આ તીર્થ દર્શનીય છે.
દર વર્ષે માગસર વદ-૧૦ ના રોજ ભવ્ય મહોત્સવ રચાય છે. આ દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં શ્રાવણ વદ-૮ના દિવસે જૈનેતરોનો મોટો મેળો ભરાય છે. આ તીર્થ અત્યંત પ્રભાવક અને પ્રાચીન છે. અનેક લોકોને આ પ્રતિમાજીના દર્શનથી ચમત્કાર જોવા મળ્યા છે. અનેક જૈનાચાર્યો તથા મહાપુરુષોએ શ્રી પોસીના પાર્શ્વનાથ તીર્થને વંદના કરી છે. તેમજ સ્તુતિ રચી છે.
વિશેષ જાણકારી
શ્રી પોસીના પાર્શ્વનાથના આ મનોહર પ્રતિમાજીના ઉદ્ભવને જાણવા અતીતની ગહનતામાં પ્રવેશ કરવો પડે. ૧૨મા સૈકા પૂર્વેની વાત છે. એક તપોધન બ્રાહ્મણ ખેતર ખેડી રહ્યો હતો. અચાનક કંથેરના વૃક્ષ નીચે હળ અટક્યું. કુતૂહલ પ્રિય બ્રાહ્મણે તપાસ આદરી, ખોદકામ કરતાં ૩૧ ઈંચ ઊંચા એક મનોહર પ્રતિમાજી પ્રાપ્ત થયા. હર્ષઘેલો આ બ્રાહ્મણ ખેડૂત કૃષિકાર્યને વીસરીને આ પ્રતિમાજીના દર્શનનું અમૃતપાન કરવા લાગ્યો. આ પાવિત્ર્યનો મહાપૂંજ ખેતરમાં ન શોભે એમ વિચારી આ પવિત્ર જિનબિંબ બ્રાહ્મણે જૈન સંઘને સોંપ્યું. શ્રી સંઘે જિનાલયનું નિર્માણ કરાવીને પ્રતિમાજીને તેમાં પધરાવ્યા. ત્યારબાદ પરમાઈત કુમારપાળના સમયમાં નૂતન ભવ્ય જિનાલય બન્યું. | કાળક્રમે અનેકવાર જીર્ણોધ્ધાર થતાં રહ્યાં. જિનાલયમાં રહેલા અન્ય જિનબિંબો પર વિ.સં. ૧૨૦૧ થી સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધીના લેખો છે. અને શ્રી આણંદ વિમલસૂરિ, શ્રી વિજયસિંહ સૂરિજી મ., શ્રી લક્ષ્મી સાગરસૂરિજી મ., શ્રી વિજય હીરસૂરિજી મહારાજ અને શ્રી વિજયદેવસૂરિ જેવા ભૂતકાળના મહા પ્રભાવક આચાર્ય ભગવંતોએ અહીં પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૫
Page #178
--------------------------------------------------------------------------
________________
આ તીર્થનો છેલ્લો જીર્ણોધ્ધાર પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી લબ્ધિસૂરિશ્વરજી મહારાજના ઉપદેશથી થયો હતો. અને તેઓશ્રીના વરદ હસ્તે મૂળનાયક સિવાય કેટલાંક શ્રી જિનબિંબોની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૦૮ના પોષ વદ-૬ના રોજ મહોત્સવ પૂર્વક થઈ. આ તીર્થ અત્યંત આહલાદક અને રમણીય બન્યું છે.
ઈડરના જૈન સંઘની શેઠ આણંદજી મંગળજીની પેઢી આ તીર્થનો વહીવટ સંભાળે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી પોસીના પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો
નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૬
Page #179
--------------------------------------------------------------------------
________________
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસોચારમી દેવકુલિકામાં શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી ફણા રહિતની છે.
| શ્રી પાર્શ્વ સ્તવના જે ધ્વજ તણા સંકેતથી યાત્રીના વાવડ આપતા, જે પ્રગટતા ખેતર ખેડતાં તેજપુંજથી ઓપતા, સહુ દુર્ગણો શો બી લઈને સદ્ગુણોને પોષતા, શ્રી પોશીના” પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૭
Page #180
--------------------------------------------------------------------------
________________
ખેતર સે જો પ્રકટ હોકર, દિવ્ય પદ હૈ ધારતે । જો હૈ સદા હી યાત્રિયોં કી, આધિ-વ્યાધિ નિવા૨તે ।। દુર્ગુણોકો દૂર કરો, સદ્ગુણો કો સંવારતે । ઐસે ‘શ્રી પોસીના પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના ॥
ધ્વજ દંડ પણ પ્રભુના પ્રભાવને ચોતરફ ફેલાવતાં, યાત્રિકોના આગમને ધ્વજ દંડ વીંટળાઈ જતાં, થાક્યા જીવોને હામ દેતાં હારલાને પોરસાવતા, ‘પોસીના’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
યાત્રિકો આવવાના હોય ત્યારે તેના આગમન રૂપે આજે પણ જિનાલયની ધજા ધ્વજદંડ ફરતી વીંટળાઈ જાય છે. અતિ પ્રાચીન પ્રતિમા ખૂબજ પ્રભાવક છે.
શ્રી પાર્શ્વ વંદના
ચૈત્યવંદન
અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળનયનાનંદ છો, શોભે લાંછન નાગ....૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; ‘મોહન’ ભાવે પૂજતાં, પામે શિવસુખરાજ....૩
સ્તવના
શિવ ૨મણીના પ્રિતમ પ્યારા, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ... ૧
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૮
Page #181
--------------------------------------------------------------------------
________________
નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરંત...૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ નિણંદ; મોહન” ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
સ્તુતિ નયનાનંદ - આનંદકંદ પારસજિન પ્યારાં; નિલવરણ શિવસુખકરણ તરણ તારણ હારા; પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણગાતા તારા.
(મોહનલાલ ચુ. ધામી રચિત)
અંતરની વાણી િહે પાર્શ્વનાથ સ્વામી,
આપ સર્વ કર્મ રૂપ, દુષ્ટ વૈરીનું દલન કરનાર છો.
કમઠ નામ મહામૂર્ખ અસુરરૂપ પવન સામે મેરૂવત અડગ રહેનાર છો. નિર્મળ સિધ્ધ સ્થાનમાં રહેનાર છો.
જગતના જીવોરૂપી ઉજ્જવલ કમળને વિકસ્વર કરનારા આદિત્ય છો. પરમત રૂપી મેઘઘટાનું વિસર્જન કરનારા પવન છો. જલપૂર્ણ મેઘઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો.
પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજય છો. અને ભવભયને
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૯
Page #182
--------------------------------------------------------------------------
________________
હરનારા છો. મૃત્યુને દળનારા છો. અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા છો. ના અગાધ ભવસાગરથી તારનારા છો, કામદેવના વનનું દહન કરનારા છો. એવા હે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ, જય થાઓ, જય થાઓ....
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્ર પોસીના પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર પોસીના પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર પોસીના પાર્શ્વનાથાય નમઃ | - ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની માળા દરરોજ વહેલી સવારે ઊઠીને કરવી. આરાધનાનો સમય અને સ્થાન નિશ્ચિત રાખવા તથા મુખ પૂર્વ દિશા તરફ રાખવું મનને સ્થિર રાખવુ. આરાધના દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાનાથી કપરાકાળમાં મદદ મળે છે. જીવમા મંગલ વર્તાય છે.
| સંપર્કઃ શ્રી પોસીના પાર્શ્વનાથજી જૈન શ્વેતામ્બર દેરાસર
મુ.પો. નાના પોસીનાજી, તા. ઈડર
જિ. સાબરકાંઠા - ૩૮૩૪૨૧. ફોનઃ (૦૨૭૭૮) - ૨૬૬૩૬૭
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૬૦
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથ ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મોટા પોસીના ગામે શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથનું મુખ્ય જિનાલય આવેલું છે. આ પાર્શ્વનાથને શ્રી મોટા પોસીના પાર્શ્વનાથ કે શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથ પણ કહે છે.
ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશનથી ૪૦ કિલોમીટરના અંતરે મોટા પોસીના તીર્થ આવેલું છે. અહીં પાંચ જિનાલયો વિદ્યમાન છે. જિનાલયો પ્રાચીન અને ભવ્ય છે. મોટા પોસીનાથી પાંચ માઈલના અંતરે એક મનોરમ્ય ડુંગર છે. તે ઓળંગીને રોહીડા (રાજસ્થાન) માં જઈ શકાય છે.
શ્રી મોટા પોસીના અર્થાત શ્રી વિષ્નાપહારજી તીર્થમાં દર વર્ષે જેઠ વદ૧૧ના દિવસે ધજા ચઢાવવામાં આવે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે. ( શ્રી મોટા પોસીના તીર્થ ચાર નયનરમ્ય અને દર્શનીય જિનાલયોથી અલંકૃત છે. આ જિનાલયમાં શ્વેત પાષાણના, પદ્માસનસ્થ, ફણારહિત શ્રી મોટા પોસીના પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૩૧ ઈંચની છે.
આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિશ્વરજી મહારાજ જૈન શાસનના પ્રભાવક આચાર્ય થયા તેઓ એક વાર વિચરણ કરતાં મોટા પોસીના ગામે પધાર્યા.
આ ગામમાં ગોપાલ નામનો ધર્મવત્સલ અને શ્રીમંત શ્રેષ્ઠી રહેતો હતો. તે આચાર્ય ભગવંતની વાણી સાંભળીને વધારે ધર્માભિમુખ બન્યો અને મનોહર જિનાલય બંધાવવાની ભાવના થઈ. ભાવનાને સાકાર કરવા તેણે બે મંડપ સાથેનું ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું.
આ જિનાલયમાં તેની પત્ની અહિવ દેવી તથા પુત્રીએ વિક્રમ સંવત ૧૪૭૭મ આચાર્ય ભગવંત શ્રી સોમ સુંદરસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરી. , મારી
શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથ
Page #184
--------------------------------------------------------------------------
________________
| મંગલ સમયમાં, ઉત્તમ ચોઘડિયે મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ તો સંપન્ન થયો પણ અચાનક એક વિઘ્ન આવીને ઊભું રહ્યું. એવું બન્યું કે જિનાલયની પાસે એકાએક આગ લાગી. સૌ કોઈ ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે થોડીવારમાં નૂતન જિનાલય આગની લપેટમાં ભરખાઈ જશે.
મહોત્સવમાં આવેલા સૌ કોઈની ચિંતાનો પાર નહોતો. એ વખતે અગ્નિની મહાજવાળાને તત્કાળ ઠારવાના સાધનો નહોતાં.
ત્યાં જ ચમત્કાર થયો
એકાએક પ્રગટેલો અગ્નિ જિનાલયને કોઈપણ જાતનું નુકસાન કર્યા વિના શાંત પડી ગયો.
આમ થતાં સૌ કોઈ પાર્શ્વનાથ પ્રભુનો અને જૈન શાસનદેવનો જયનાદ કરવા લાગ્યાં.
સૌ કોઈને થયું કે આ પ્રભુના પ્રભાવથી જ અગ્નિ શાંત પડ્યો છે. અગ્નિના વિદનનો અપહાર થતાં લોકો ઉમંગ સાથે બોલી ઉઠ્યા : “શ્રી વિજ્ઞાપહાર પાર્શ્વનાથ ભગવાનની જય...”
એ દિવસથી જૈન - જૈનેતરોમાં વિજ્ઞાપહાર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિમાં વધારો થયો.
- મહારાજા સાયરે જિનાલયના નિભાવ માટે એક વાડીની ભેટ શ્રી સંઘને આપી હતી. આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિના ઉપદેશથી વિક્રમ સંવત ૧૪૮૧માં માંડણ ગામના શ્રેષ્ઠીએ આ જિનાલયમાં એક દેવકુલિકાનું નિર્માણ કર્યું હતું. જ્યારે વિક્રમ સંવત ૧૪૯૧ના માગસર વદ-૪ના દિવસે અર્જુન નામના શ્રેષ્ઠીએ આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે જિનાલયમાં ઋષભદેવ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવી. | વિક્રમ સંવત ૧૪૮૧માં માંડણ શ્રેષ્ઠીએ આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિશ્વરજીના હસ્તે ભગવાન શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય છે. તેના મૂળનાયક નીચે વિક્રમ સંવત ૧૨૮૧નો ઉલ્લેખ છે. તેમજ શ્રી નેમિનાથ પ્રભુના મંદિરમાં મૂળનાયક
શ્રી વિનાપહારજી પાશ્વનાથ
૧૨
Page #185
--------------------------------------------------------------------------
________________
leur fe
નીચે વિક્રમ સંવત ૧૮૮૮નો લેખ છે.
મોટા પોસીનામાં ચોથું મહાવીર સ્વામીનું જિનાલય છે. આચાર્ય ભગવંત શ્રી વિજયદેવસૂરિ ૧૭માં સૈકામાં મોટા પોસીના પધાર્યા ત્યારે અહીંના પાંચેય જિનાલયોનો જીર્ણોધાર કરાવ્યો હતો. જૈનાચાર્યોએ શ્રી મોટા પોસાના પાર્શ્વનાથ તીર્થ - શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ તીર્થની મુક્ત મને પ્રશસ્તિ રચી છે.
વિશેષ જાણકારી
H કહેવ
અહીં વિવિધ પુસ્તકો તથા પુસ્તિકાઓનું અવતરણ પ્રસ્તુત છે. (૧) આ પ્રાચીન તીર્થનું નિર્માણ મહારાજા કુમારપાળે કરાવ્યાની લોકવાયકા છે. આ પ્રતિમા એ સમયે અહીં એક વૃક્ષ નીચે ભુગર્ભમાંથી પ્રગટ થયા હતા. જે શ્રી વિઘ્નાપહરા પાર્શ્વનાથ તરીકે જગ વિખ્યાત થયા. અહીં રહેવા માટે ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે. આ સિવાય અહીં બીજા ચાર જિનાલયો છે. ખેડબ્રહ્માથી આ તીર્થ ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
(૨) કહેવાય છે કે મોટા પોસીના ગામમાં વિક્રમની તેરમી સદીમાં અહીં એક મોટા વૃક્ષની નીચે ભુગર્ભમાંથી આ પ્રતિમાજી પ્રગટ થયા હતા. મહારાજા કુમારપાળે આ મંદિરનું નિર્માણ કરાવી આ પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. એવી લોકવાયકા છે.
અહીં કોઈપણ સંઘ આવવાનો હોય ત્યારે મંદિરની ધજા દંડને વિંટાઈને સંકેત આપે છે. વિક્રમની સત્તરમી સદીમાં આચાર્ય ભગવંત શ્રી વિજયદેવસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે પુનઃ જીર્ણોધ્ધાર થયાનો ઉલ્લેખ છે. તારંગાજીની તળેટીમાં મોટા તેમજ નાના પોસીના બન્ને તીર્થોમાં ખૂબજ શાંતિમય વાતાવરણ છે.
શ્રી વિઘ્નાપહારજી પાર્શ્વનાથ
૧૬૩
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ સ્તવના
મોટા પોશીનાને તીર્થ બનાવી જગતમાં ગવડાવતાં, અગ્નિ ઉપદ્રવને હરી અગ્નિશમન કરાવતાં, વિનોનો સહુ નાશ કરીને વિનાપહારી રાજતાં, ‘વિજ્ઞાપહારી’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
પ્રતિષ્ઠા સમયે ઉત્પન્ન થયેલા અગ્નિનું વિજ્ઞ આ પ્રભુના પ્રભાવથી દૂર થયું હોવાથી વિદ્ગાપહાર નામ પડ્યું છે.
વિઘ્નહર્તા, સુખ કર્તા, નાથ જો અભિરામ હૈ | નામ સમ ગુણ-ધારી હૈ જો, સ્વયં હી નિષ્કામ હૈ | બડે પોસીના તીર્થમેં, નૃપ સા જિલ્ડીંકા નામ હૈ | ઐસે ‘શ્રી વિષ્નાપહાર પાર્થ' કો મૈં, ભાવ સે કરૂં વંદના ..
જે સ્થાપના સમયે અગનનું વિઘન સહુ વિદારતા, વિદનાપહાર નામે પ્રભુજી જગતમાં હી ગાજતા, મોટા પોશીના તીર્થમાં રાજા બનીને રાજતા, વિષ્નાપહારી' (પ્રભુ) પાર્થને ભાવે કરૂં હું વંદના. ન
શ્રી પાર્શ્વ વંદના ક રી ત્યવંદન
અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ;
શ્રી વિનાપહારજી પાર્શ્વનાથ
૧૬૪
Page #187
--------------------------------------------------------------------------
________________
નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ.... ૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; મોહન” ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩
સ્તવના શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરત... ૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ નિણંદ; મોહન” ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
સ્તુતિ
નયનાનંદ આનંદકંદ પારસજિન - પ્યારાં; નિલવરણ શિવસુખકરણ તરણ તારણ હારા; પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણગાતા તારા.
| (મોહનલાલ ચુ. ધામી રચિત).
શ્રી વિનાપહારજી પાર્શ્વનાથ
૧૬૫
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી વિઘ્નપહારજી પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ
૧૬૬
શ્રી વિઘ્નાપહારજી પાર્શ્વનાથ
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં એકસો પાંચમી દેવકુલિકામાં શ્રી વિષ્નાપહાર પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી ફણા રહિતની છે.
( મેત્ર આરાધના
કરી
(૧) ૐ હ્રીં શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિજ્ઞાપહારજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિજ્ઞાપહારજી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની માળા દરરોજ વહેલી સવારે ઊઠીને કરવી. આરાધનાનો સમય અને સ્થાન નિશ્ચિત રાખવા તથા મુખ પૂર્વ દિશા તરફ રાખવું મનને સ્થિર રાખવુ. આરાધના દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી કપરાકાળમાં મદદ મળે છે. જીવનમાં મંગલ વર્તાય છે.
સંપર્કઃ શ્રી મોટા પોસીના પાર્શ્વનાથજી જૈન દેરાસર ( શ્રી મોટા પોસીના જૈન શ્વેતામ્બર મૂ.પૂ. દેરાસર ટ્રસ્ટ પો. મોટા પોસીના, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા - ૩૮૩૪૨૨
ફોન : (૦૨૭૭૫) – ૨૮૩૪૭૧
ન શ્રી વિનાપહારજી પાર્શ્વનાથ
૧૬૭
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી નવલખા પાર્શ્વનાથ
રાજસ્થાનના પાલી મુકામે શ્રી નવલખા પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય તીર્થ આવેલું છે. પાલી જીલ્લાનું મુખ્ય મથક છે. તેમજ પાલી રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૩ કિ.મી. ના અંતરે આવેલું છે. પાલીમાં અન્ય ૧૦ જિનાલયો છે. બાજુમાં પૂનાગિરિ નામની ટેકરી પર આવેલ શ્રી પાશ્વનાથ જિનાલયને ‘ભાખરી મંદિર' કહે છે. ત્યાં દર વર્ષે કારતક સુદ ૧૫ નો મેળો ભરાય છે. અહીં ધર્મશાળા, ભોજનશાળા, આયંબીલ ભવન વગેરેની ઉત્તમ સગવડ છે. દર વર્ષે અહીં આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતોના ચાતુર્માસ થતા હોય છે. તેથી અહીં વસતાં જૈનોને ધર્મલાભ મળતો રહે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી નવલખા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે.
( પાલી શહેરમાં મનને પ્રસન્ન કરનારી પરમ પ્રભાવક શ્રી નવલખા પાર્શ્વનાથજીની પ્રતિમાજી મૂળનાયક રૂપે જિનાલયમાં બિરાજે છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ, નવફણાથી વિભૂષિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૬ ઈંચની છે. રાજસ્થાનનું પાલી ગામ પ્રાચીન છે. પૂર્વે તે ‘પલ્લી કે પલ્લિકા” ના નામથી ઓળખાતું હતું.
આ ગામના નામ પરથી ‘પલ્લીવાલ ગચ્છ” ઉત્પન્ન થયો હતો. વિક્રમ સંવત ૯૬૯માં સંડેરક ગચ્છના આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિજી મહારાજની આચાર્ય પદવી અહીં અપાઈ હતી. પાલી ગામ સમૃધ્ધ નગર હતું. તેના ઐતિહાસિક પ્રમાણો પણ આજે ઉપલબ્ધ છે.
પાલીમાં આવેલ શ્રી નવલખા પાર્શ્વનાથનું જિનાલય બાવન નયનરમ્ય દેવકુલિકાઓથી સંપન્ન છે. આ જિનાલયની પ્રાચીન પ્રતિમાઓ પર બારમા અને તેરમા સૈકાના ઉલ્લેખ છે, તેથી જિનાલય પ્રાચીન હોવાને પુષ્ટિ મળે છે. પૂર્વેના આ જિનાલયમાં મૂળનાયક રૂપે શ્રી મહાવીર સ્વામી બિરાજમાન હતા. વિક્રમ સંવત ૧૬૮૬માં આ ભવ્ય જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો અને બાવન દેવકુલિકાઓથી વિભૂષિત કરવામાં આવ્યું ત્યારે જિનાલયના મૂળનાયકમાં ફેરફાર ૭.
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૬૮
Page #191
--------------------------------------------------------------------------
________________
કરાયો. મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથજી પ્રભુને જીર્ણોધ્ધાર બાદ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. દર વર્ષે વૈશાખ સુદ-૩ના આ જિનાલયની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે.
આ પાર્શ્વનાથજીનું નામ નવલખા નામ કેમ રાખવામાં આવ્યું તે અંગે અનેક મતો પ્રવર્તમાન છે.
એક મતાનુસાર આ પ્રતિમાજીના નવ અંગોના તિલક સ્થાને નવ યંત્રો ખોદીને તેમાં મંત્રાક્ષરો લખવામાં આવેલા હોવાથી તે “નવલખા” નામથી ઓળખવામાં આવે છે. બીજા મત અનુસાર નવલખા જાતિના ઓસવાલે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો લાભ લીધો હોવાથી તે ‘નવલખા” નામથી ઓળખાય છે.
ત્રીજી માન્યતા અનુસાર એ દૈદિપ્યમાન જિનાલયના નિર્માણ પાછળ નવ લાખનો ખર્ચ થયો હોવાથી “નવલખા” નામથી ઓળખાય છે. પાલીમાં નવલખા દરવાજો અને નવલખા રોડ પણ આપે છે. દીવમાં પણ શ્રી નવલખા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય ગુર્જરેશ્વર મહારાજા કુમારપાળે બંધાવેલું છે. અહીંની શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજીને નવલખો મુગટ અને નવલખો હાર ચડાવવામાં આવતો હોવાથી તે નવલખાના નામથી જાણીતા થયા.
પાલીના શ્રી નવલખા પાર્શ્વનાથ જિનાલયના નિર્માતા સંબંધી એક લોકવાયકા પણ છે તે અનુસાર સાંડેરાવ તીર્થમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. વાત છે દશમા સૈકાની, એ વખતે ભાવિકોના હૈયામાં પણ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિ અપૂર્વ હતી. આ પ્રતિષ્ઠા – મહોત્સવમાં સંડેરક ગચ્છના મહાતેજસ્વી અને જ્ઞાની આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મહારાજ ઉપસ્થિત હતા.
આ પ્રસંગે પુષ્કળ ધૃત(ઘી)ની જરૂર પડતાં આચાર્ય ભગવંતે મંત્રશક્તિ દ્વારા પાલીથી ઘી મંગાવ્યું. જે વેપારીને ત્યાંથી આ ઘી લાવવામાં આવ્યું તે વેપારીને આ વાતનો અણસાર પણ નહોતો. પ્રતિષ્ઠા - મહોત્સવ રંગેચંગે પૂર્ણ થયો. શ્રી
( શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૬૯
Page #192
--------------------------------------------------------------------------
________________
સંઘે બધાની રકમ ચૂકવવા માંડી. સાંડેરાવના શ્રાવકે ઘીનું મૂલ્ય ચૂકવવા પાલી ગયા. વેપારીએ શ્રાવકોને જણાવ્યું કે મને કશી ખબર જ નથી. ત્યારે બધી વાતનો ફોડ થયો. 0 0 વેપારી આચાર્ય ભગવંતની મંત્રશક્તિથી અત્યંત પ્રભાવિત થયો. તેણે ઘીની કિંમત રૂા. નવ લાખ લેવાની ના ભણી દીધી. વેપારીએ શ્રી સંઘને જણાવ્યું કે મને અનાયાસે મળેલા લાભને મૂલ્ય લઈને ગુમાવવા માંગતો નથી.
અંતે તે વેપારીએ ઘીની રકમ જનલીધી. ત્યારે શ્રી સંઘે ઘીની કિંમતના નવલાખ રૂપિયાથી પાલીમાં એક દૈદિપ્યમાન અને ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. વેપારીની ઉદારતા આ જિનાલયના નિર્માણ પાછળ હતી, તેથી આ જિનાલય “નવલખા મંદિર' તરીકે ઓળખાવા લાગ્યું.
દીવમાં આવેલ “શ્રી નવલખા પાર્શ્વનાથ'ને જ્ઞાની ભગવંતોએ જુહાર્યાનું તેમની રચનાઓમાં જોવા મળે છે. પાલી અને દીવમાં આવેલા “શ્રી નવલખા પાર્શ્વનાથજી' ના જિનાલયો દર્શનીય છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તકો માંથી ઉદ્ધત કરેલી માહિતી આપેલ છે.
(૧) વિક્રમ સંવત ૯૭૦ સાંડેરાવ તીર્થે પ્રતિષ્ઠા મહોત્સવ સમયે માંત્રિક પ્રકાંડ વિદ્વાન આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મહારાજા દ્વારા માંત્રિક શક્તિથી પાલીથી ઘી મંગાવવામાં આવ્યું હતું. જેની પાલીના વેપારીને ખબર ન પડી. સાંડેરાવના શ્રાવકજનો જ્યારે ઘીના પૈસા ચૂકવવા આવ્યા ત્યારે અહીંના વેપારીએ ધાર્મિક કાર્યમાં વપરાયેલા પૈસા પાછા લેવાની ના પાડી. આખરે નવ લાખ રૂપિયાની કિંમત આ નવા મંદિર પાછળ ખર્ચવાની યોજના થઈ. અને શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનના દેરાસરનું નિર્માણ થયું. આ ઉપરાંત આ શહેરમાં બીજાં દસેક જેટલાં દેરાસરો છે. દેરાસર ગુજરાતી કલા વિસ્તારમાં છે. પાલી-જોધપુર અને હાલના વચ્ચે આવેલું છે.
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૭૦
Page #193
--------------------------------------------------------------------------
________________
(૨) દીવમાં આવેલ શ્રી નવલખા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અતિ પ્રાચીન છે. બૃહત કલ્પસૂત્રમાં આ તીર્થનો ઉલ્લેખ છે. સમુદ્રની વચ્ચે ટાપુ ઉપર વસેલા આ ગામનું કુદરતી સૌંદર્ય અને પ્રભુ પ્રતિમાજી ખૂબ જ મનોરમ્ય અને પ્રભાવશાળી છે. રહેવાની – જમવાની ખાસ કોઈ વ્યવસ્થા નથી. નજીકનું ગામ ૮ કિ.મી. ના અંતરે દેલવાડા છે તથા ઉના ૧૩ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ઉપરાંત અહીં બીજા બે દેરાસર છે.
(૩) રાજસ્થાનના પાલી શહેરમાં આ જિનાલય આવેલું છે. વિ.સં. ૯૭૦માં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માંત્રિક પ્રકાંડ વિદ્વાન આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મહારાજા દ્વારા મંત્ર શક્તિથી અહીં ઘી લાવ્યા, વેપારીના પૈસા ચૂકવવા સંઘના શ્રાવકો ગયા ત્યારે વેપારીએ પૈસા લેવાની ના પાડી. અને કહ્યું શુભ કાર્યમાં પોતાની લક્ષ્મીનો ઉપયોગ થતો જોઈ, ખૂબ પ્રસન્ન થઈ પોતાને કતાથ માનવા લાગ્યો. આ ઘીની કિંમત રૂ. નવ લાખ હતી. અને તે રૂપિયાથી અહીં મંદિર બન્યું. જે નવલખા મંદિર કહેવાયું. અહીં પ્રાચીન કલાત્મક મુર્તિઓ દર્શનીય છે.
શ્રી પાર્શ્વ સ્તવના નવલખા પ્રભુ નવફણાથી પાલી નગરે બિરાજતાં, નવ અંગમાં પ્રભુ નવયંટા ધારી લાખેણા જિન ઓપતાં, મેઘ ધનુષ્યની શોભા તારી આગે નવગાઉ દૂર પડે, નવલખા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
મૂર્તિના નવ અંગના તિલકના સ્થાને નવયંત્રો ખોદી તેમાં મંત્રાક્ષરો લખવામાં આવેલા હોવાથી તે નવલખા નામથી ઓળખાય છે.
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૭૧
Page #194
--------------------------------------------------------------------------
________________
નો અંગો કે યંત્ર નૌ, ઈસસે નવલખા નામ હૈ | પાલીનગર મંડન વિભુ ! મેરા તુમ્હી કો પ્રણામ હૈ || મનહર પ્રતિમા આપકી, છવિ આપકી અભિરામ હૈ | ઐસે “શ્રી નવલખા પાર્થ' કો મૈં, ભાવસે કરૂં વંદના //
પાલી નગરમાં પાલનારા બાલને આ પાલજો, પાલનહારા બિરૂદ તારૂં, તો જ સાચું જાણજો , નવઅંગમાં નવયંત્ર લેખો, તેથી તે નવલખા, શ્રી નવલખા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી નવલખા પાર્શ્વનાથ | ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૭૨
Page #195
--------------------------------------------------------------------------
________________
ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસોછમી દેવકુલિકામાં શ્રી નવલખા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત છે. પરિકા૨થી પરિવૃત છે. અત્યંત મનોહર પ્રતિમાજી હોવાથી દર્શનાર્થીના હૈયામાં ભક્તિના તરંગો ઉછળ્યા વિના રહેતા નથી.
૧૭૩
શ્રી નવલખા પાર્શ્વનાથ
Page #196
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં નવલખા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નવલખા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નવલખા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રનો જાપ શાંત ચિત્તે નિયમિત કરવો. વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને જાપનું આરાધન કરવું. આસનની સામે શ્રી પાર્શ્વનાથની છબી રાખવી અથવા જિનાલયમાં બેસીને પણ જાપ કરી શકાય. શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ મન આનંદમાં વિહે છે.
સંપર્ક: શ્રી નવલખા પનાથ જૈન મંદિર,
શેઠ નવલચંદ સુપ્રતચંદ, શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દેવનું ટ્રસ્ટ મુ. પો. પાલી(મારવાડ) - ૩૦૬૪૦૧.
ફોન : (૦૨૮૩૨) - ૨૨૧૯૨૯
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૭૪
Page #197
--------------------------------------------------------------------------
________________
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
રાસ્થાનના સિરોહી જીલ્લાના મીરપુર ખાતે શ્રી હમીરપુરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથજી જિનાલયની ભમતીમાં શ્રી હમીરપુરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
સિરોહી રોડ સ્ટેશનથી ૩૭ કિ.મી. ના અંતરે હમીરપુરા તીર્થ આવેલું છે. જ્યારે આબુરોડથી આ તીર્થ ૬૦ કિ.મી.ના અંતરે તથા શિરોહી શહેરથી ૧૫ કિ.મી. ના અંતરે આ તીર્થધામ આવેલ છે. અહીંથી નજીકમાં પડતાં તીર્થ સ્થળો કોલરગઢ, દીયાણા, લોટાણા, બ્રાહ્મણવાડા, નાંદિયા, જીરાવલા વગેરે છે. આ તીર્થધામમાં આવેલ જિનાલયોની શિલ્પકલા પ્રાચીન હોવા છતાં કલાકારીગરીનો સર્વોત્તમ નમૂનો છે. દર વર્ષની કારતકી પુનમ, પોષ દશમી અને ચૈત્રી પુનમના મેળા ભરાય છે. ધર્મશાળાની સગવડ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી હમીરપુરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
કલાત્મક પરિકરથી પરિવૃત શ્રી હમીરપુરા પાર્શ્વનાથજીની પ્રતિમા અત્યંત દર્શનીય છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ અને પંચફણાથી અલંકૃત આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. મીરપુર તીર્થમાં ચાર જિનાલયો પ્રાચીન છે. તેમાંથી માત્ર બે જિનાલયોમાં જ પ્રતિમાજી છે. જિનાલયોને ફરતે ડુંગરાઓ છે. વિ.સં. ૮૦૮માં દેવડા હમીરે આ નગર વસાવ્યું હતું. તેના નામ પરથી હમીરપુર નામથી આ નગર જાણીતું થયું. હમીરના ઘેર દેવીનું આગમન થવાથી તેના વંશજો દેવડા કહેવાયા. આ વિસ્તારમાં ૧૨-૧૩માં સૈકા પહેલાં દેવડા રાજપૂતોની વસ્તી હોવાના પ્રમાણો છે. અહીં “હમીરગઢ’ નામનો મજબૂત કિલ્લો પણ હતો. બારસો વર્ષથી વધારે પ્રાચીન આ ગામમાં જિનાલયોનું નિર્માણ ક્યારે અને કોના દ્વારા થયું તેના ઉલ્લેખો મળતાં નથી.
વિક્રમ સંવત ૧૫૩૭માં પાર્જચંદ્રગચ્છના આચાર્ય ભગવંત શ્રી પાર્જચંદ્રસૂરિશ્વરજી મહારાજનો જન્મ હમીરપુરમાં થયો હતો. વિક્રમ સંવત ૧૫૭૬માં આચાર્ય ભગવંત શ્રી સૌભાગ્યનંદસૂરિશ્વરજી મહારાજે અહીં મૌન
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૭૫
Page #198
--------------------------------------------------------------------------
________________
એકાદશીની કથા રચી હતી.
જાણવા મળતી હકીકતો મુજબ આ જિનાલયમાં સોળમા સૈકા પહેલાં મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથ તરીકે જાણીતા હતા ત્યારપછી શ્રી ગોડીજી પાર્શ્વનાથ કહેવાયા. કેટલાક પ્રમાણો દ્વારા એવું જાણવા મળે છે કે “જગન્નાથ પ્રસાદે’ શબ્દોથી આ પ્રતિમાજી ઓળખાતી હતી. આથી “શ્રી જગન્નાથ પાર્શ્વનાથ” કહેવાતા હોવાનું માનવામાં આવે છે.
કાળક્રમે આક્રમણખોરોની નજર આ પ્રાચીન નગરી પર લાગી જતાં જિનાલયોને ભારે નૂકસાન થયાનું માનવામાં આવે છે. વર્ષો પછી સિરોહીના સંઘને આ જિનાલયો વિષે જાણવા મળ્યું અને તરત જ તીર્થના જીર્ણોધ્ધારનું કાર્ય ઉપાડવામાં આવ્યું.
આ તીર્થનો વહીવટ શેઠ કલ્યાણજી પરમાણંદજીની પેઢી સંભાળી રહી છે. પ્રાચીન સમયમાં આ હમીરપુર હતું. આજે મીરપુરના નામથી ઓળખાય છે. આ નગરી, જિનાલય અને શ્રી હમીરપુરા પાર્શ્વનાથનો ઉલ્લેખ આચાર્ય ભગવંતો, કવિઓ અને મુનિઓની રચનાઓમાં જોવા મળે છે.
| વિશેષ જાણકારી (૧) આ જીનાલય મહારાજા સંપ્રતિ દ્વારા નિર્મિત થયું હોવાનું માનવામાં આવે છે. અહીંના સ્થંભો, ગુંબજો, શિખર ઉપરની કલા, હજાર-બારસો વર્ષથી પણ જુની છે. અહીંની કલા જોતાં આબુ, દેલવાડા, કુંભારિયાજીનું સ્મરણ થઈ આવે છે. આ તીર્થ એની પ્રાચીનતા, કલા અને અદ્વિતીય શાંત વાતાવરણમાં હોવાથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે. છૂટા છવાયા અવશેષો પરથી આ એક પ્રાચીન, વિરાટ નગરી હશે એવું અનુમાન થાય છે. પ્રભુજીની પ્રતિમા ભવ્ય અને રૂવાબ વાળી છે. આજુબાજુ જીર્ણ મંદિરોના અવશેષો છે. આચાર્ય શ્રી પાર્શ્વચંદ્રસૂરિશ્વરજી (પાર્જચંદ્ર ગચ્છ) મહારાજની આ જન્મભૂમિ છે. શિરોહીથી ૨૦ કિ.મી મન્ડાર જતાં રસ્તે ડાબી બીજુ ૩ કિ.મી. વળવાનું છે. સુંદર સ્થળ છે. શિરોહી રોડ ૩૭ કિ.મી. અને આબુરોડથી ૬૦ કિ.મી. ના 4
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૭૬
Page #199
--------------------------------------------------------------------------
________________
અંતરે છે. શિરોહીથી આબુ જતાં વચ્ચે આવે છે. આ પાર્શ્વનાથને ભીડભંજન પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે.
(૨) વિક્રમ સંવત ૮૦૮માં હમીરે આ ગામ વસાવ્યું હોવાના ઉલ્લેખ છે. હમીરપુર, હમીરગઢ એવા નામોનો ઉલ્લે પણ મળી આવે છે, પરંતુ આ મંદિર એથી પણ પ્રાચીન છે. મહારાજા સંપ્રત્તિ દ્વારા નિર્મિત થયું હતું એવો ઉલ્લેખ “વીરવંશાવલી” માં મળી આવે છે. વિ.સં. ૮૨૧માં આચાર્ય શ્રી જયાનંદસૂરિશ્વરજી મહારાજના સદ્ ઉપદેશથી મંત્રીશ્વર શ્રી સામત્તે મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. અહીં ગુંબજો, તોરણો અને સ્તંભો વગેરે પર કરેલી શિલ્પકલા લગભગ હજાર વર્ષ પ્રાચીન માનવામાં આવે છે. વિક્રમ સંવત ૧૩૨૮માં હસ્તલિખિત “શતપાદિકા’ પ્રશસ્તિમાં પણ અહીંના પલ્લીવાલ શ્રેષ્ઠીઓનો ઉલ્લેખ મળી આવે છે. કોઈ એક સમયે આ એક વિરાટ નગરી હશે એવું અહીંના છૂટા છવાયા અવશેષો ઉપરથી અનુમાન થઈ શકે છે. હજુ પણ જીર્ણોધ્ધારનું કામ ચાલુ છે. પાર્શ્વ ચંદ્ર ગચ્છના સંસ્થાપક શ્રી પાર્જચંદ્રસૂરિશ્વરજી મહારાજની આ જન્મભૂમિ છે. જેમનો જન્મ સોળમી સદીમાં થયો હતો. અને અહીંનું પ્રાકૃતિક દેશ્ય અને મંદિરની સન્મુખ સૂર્યાસ્તનું દેશ્ય જોવા લાયક છે.
શ્રી પાર્શ્વ વંદના ચૈત્યવંદના
અશ્વસેન કુળ દીવડો, વામાનંદના નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ.... ૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; મોહન” ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૭૭
Page #200
--------------------------------------------------------------------------
________________
સ્તવના ની શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ.... ૧ નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરંત... ૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ નિણંદ; “મોહન” ભવના અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
સ્તુતિ
નયનાનંદ નિલવરણ પરમાતમ સુરનર
આનંદકંદ પારસજિન શિવસુખકરણ તરણ તારણ મંગલ સ્વરૂપ તિમિર મુનિજન સદાય ગુણગાતા
પ્યારાં;
હારા; હરનારા; તારા.
પુરુષાદાનીય નાથ જો, મમમોહ નિત્ય નિવારતે | મીરપુ૨ મેં હૈ બિરાજે, પાર ભવસે ઉતારતે //. નાગ તો જલતા ઉગારા, ક્યોં ન મુઝકો તારતે ? ઐસે “શ્રી હમીરપુરા પાર્થ' કો મેં, ભાવસે કરૂં વંદના // દુનિયા ૨ખડી રખડી થાક્યો જોયા પીર ફકીરને, છોડી સઘળા ચરણે આવ્યો જોતા તારા હિરને, ગિરિ ગુફાની મધ્યે બેઠો પ્રણમું તું મહાવીરને,
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૭૮
Page #201
--------------------------------------------------------------------------
________________
હમીરપુરા' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા. બળતો ઉગાય નાગને તે માં શું માર્યો મીર તે, મુજ મોહપીરને મારશો તો માનું તારા હીરને, મીરપુર નિવાસી હે પ્રભુ તું વીરને વડપીર છે, હમીરપુરા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
- આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
આ પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪પ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૭૯
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસો સાતમી
દેવકુલિકામાં શ્રી હમીરપુરા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી ફણાથી મંડીત છે તેમજ પરિકરથી પરિવૃત છે.
આ મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. દરરોજ કોઈપણ એક મંત્ર ગ્રહણ કરીને તેની જાપ આરાધના કરવી. વહેલી સવારે નિશ્ચિત સમયે તથા આસન પર બેસીને જાપ કરવા, વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા મંત્ર આરાધનાથી સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે. બધી ચિંતાઓ ટળી જાય છે. જીવન આનંદમય બને છે.
સંપર્કઃ શ્રી હમ્મીપુરા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી મીરપુરા તીર્થ - શેઠ કલ્યાણજી પરમાનંદજી પેઢી મીરપુરા પો. મીરપુરા જિ. સિરોહી (રાસ્થાન) - ૩૮૭૦૦૧.
ફોન : (૦૨૯૭૨) - ૮૬૭૩૭૧(પી.પી.),
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૮૦
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ અમદાવાદથી ૮ કિ.મી. ના અંતરે નરોડામાં શ્રી પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુનું પરમ પ્રભાવક તીર્થ આવેલું છે. વીજાપુરમાં પણ શ્રી પદ્માવતી પાર્શ્વનાથનું જિનાલય છે. અહીં ઉપાશ્રય, ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. અહીંના પાધવતી દેવીનો મહિમા અપૂર્વ છે. દર પુનમ અને બેસતા મહિને અહીં મેળો ભરાય છે. દૂરદૂરથી ભાવિકો અહીં શ્રી પદ્માવતી પાર્શ્વનાથના દર્શનાર્થે આવે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની એકસો આઠમી દેવકુલિકામાં શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
અમદાવાદથી પૂર્વ દિશામાં આવેલા નરોડામાં શ્રી પદ્માવતી પાર્શ્વનાથજીની પ્રતિમાજી સુમનોહર અને અલૌકિક છે. પ્રતિમાજીના દર્શનમાત્રથી હૈયામાં ભક્તિના ભાવ રમવા લાગે છે. પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાણની છે. પ્રતિમાજીના મસ્તક ઉપર પાંચ ફણા અને તેની ઉપર નવફણા છે. આ પ્રકારની દિવ્ય પ્રતિમાજીના દર્શન જવલ્લેજ થઈ શકે છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૩ ઈંચ અને પહોળાઈ ૧૦ના ઈંચની છે. | પૂર્વકાળમાં આ મહારાજા નળની નૈષધનગરી હોવાનું મનાય છે. અહીં એક પ્રાચીન શિવમંદિર છે. તે નળ રાજાના સમયનું હોવાનું મનાય છે. નરોડામાં શેઠ હઠીસિંહ કેસરી સિહે શિખરબંધી જિનાલય બંધાવેલું છે. આ આ જિન પ્રાસાદના મૂળનાયક શ્રી પદ્માવતી પાર્શ્વનાથ લોકોમાં ‘શ્રી ગોડીજી પાર્શ્વનાથ' ના નામથી વધારે જાણીતા છે. જમીનમાંથી આ પ્રતિમાજી પ્રગટ થઈ હતી. આ જિન પ્રાસાદની નજીક એક ટીંબામાંથી પ્રાચીન અવશેષો મળી આવતાં ત્યાં પહેલાં પ્રાચીન, ભવ્ય જિનાલય હોવાનું મનાય છે. અહીંના પદ્માવતી અત્યંત પ્રાચીન ચમત્કારી, મનોકામના પૂર્ણ કરનારાં હોવાથી પદ્માવતી પૂજિત આ પાર્શ્વનાથજીના દર્શને લોકોનો ધસારો દરરોજ રહ્યાં કરે છે. વિક્રમ સંવત ૧૬૫૫માં
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૧
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રેમવિજયજીએ પોતાની રચનામાં શ્રી પદ્માવતી પાર્શ્વનાથનો ઉલ્લેખ કર્યો છે.
વિક્રમ સંવત ૧૭૫૫માં સૌભાગ્ય વિજયકૃત “તીર્થમાલા” માં આ તીર્થનો મહિમા ગવાયો છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તકો માંથી સાભાર સાથે માહિતી પ્રસ્તુત કરી છે.
(૧) વીજાપુરમાં શ્રી પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. વીજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં શ્રી લક્ષ્મીજી દેવી તથા શ્રી સરસ્વતી દેવીની પ્રતિમાજીઓ બિરાજમાન ચે. વિજાપુરમાં સ્ફલિંગ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ જિનાલય નવી શૈલીનું, ઊંચાઈ ઉપર બનાવાયું છે. ત્યાં શ્રી ઘંટાકર્ણ વીર તથા શ્રી માણિભદ્રવીરના સ્થાનો છે. બાજુમાં શ્રી બુધ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજનું સ્થાનક બનાવવામાં (દાદાવાડી) આવેલ છે. નવી રીતે નિર્માણ થયેલા આ સ્થળમાં વિવિધતા છે. દરેક પ્રતિમા અતિ સુંદર, સૌમ્ય, છટાદાર અને ભવ્ય છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર વ્યવસ્થા
(૨) અમદાવાદથી પૂર્વ દિશામાં આવેલું નરોડા એ પૂર્વકાળની નિષધનગરી હોવાનું દંતકથા જણાવે છે. નળ રાજાની આ નગરી હતી અહીંના એક મહાદેવ મંદિરનું શિવલિંગ નળરાજાના સમયનું હોવાની માન્યતા છે. નરોડામાં શેઠ હઠિસિંહ કેસરી સિંહે બંધાવેલું આ શિખરબંધ ભવ્ય જિનાલય સુંદર શોભે છે. આ જિન પ્રાસાદના મૂળનાયક શ્રી પદ્માવતી પાર્શ્વનાથ લોકોમાં શ્રી ગોડી પાર્શ્વનાથના નામથી ડુ પ્રસિધ્ધ છે. મૂળનાયક પ્રભુજી નાનકડા પણ મનોહર છે. આ પ્રભુજી જમીન માંથી પ્રગટ થયા હતા. આ જિન પ્રાસાદની નિકટના એક ટીંબા માંથી મળી આવતા પ્રાચીચ અવશેષો તથા આ પૂર્વે એક પ્રાચીન અને ભવ્ય જિનપ્રાસાદ અસ્તિત્વ માં હોવાનું અનુમાન કરાવે છે. અહીંના પદ્માવતી પૂજિત પાર્શ્વનાથ શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથના નામથી ખ્યાતિ પામેલા છે.
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૨
Page #205
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ વંદના
ચૈત્યવંદના અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એ કસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ....૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; મોહન” ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩
સ્તવના શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરત...૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ નિણંદ; મોહન” ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
| (વૈદ્મ મોહનલાલ ચુ. ધામી રચિત) ગોડી પારસના ચરણમાં હો જો મારી વંદના, પદ્માવતી પારસના નામે દેવી પદ્મા સેવતા, નરોડામાં વસનારા પ્રભુ નરઆડાને સીધા કરે, ‘પદ્માવતી’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
Page #206
--------------------------------------------------------------------------
________________
જો નરોડા નગર - જનકા, કર રહે કલ્યાણ હૈ | ભક્તિસે જિનકી ભક્તજન, કરતે સદા ગુણગાન હૈ || કષ્ટ-હર્તા, સુખ-કર્તા, જો ગુણોની ખાન હૈ | ઐસે “શ્રી પદ્માવતી પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના ||
પદ્માવતી બહુનામથી હરદમ હૃદયમાં દયાવતી, સંકટ હરે તુજ ભક્તના ભક્તિ કરે એ ધ્યાનથી, જે નરોડા નગરી નિવાસી લોકો શ્રધ્ધા પામતા, ‘પદ્માવતી' પ્રભુ પાર્શ્વને, ભાવે કરૂં હું વંદના,
આ તીર્થનો પ્રભાવ ખૂબજ વ્યાપક છે. પદ્માવતી પાર્શ્વનાથ ગોડી પાર્શ્વ તરીકે પણ ઓળખાય છે. અહીંના પદ્માવતી માતા અત્યંત પ્રાચીન અને પ્રભાવપૂર્ણ તથા હાજરા હજુર છે.
હૈ પાર્શ્વનાથ સ્વામી, આપ સર્વ કર્મ રૂપ દુષ્ટ વૈરીનું દલન કરનાર છો. કમઠ નામ મહામૂર્ખ, અસુરરૂપ પવન સામે મેરૂવતુ અડગ રહેનાર છો. નિર્મળ સિધ્ધસ્થાનમાં રમનારા છો. જગતના જીવોરૂપી ઉજ્જવલ કમળને વિકસાર કરનારા આદિત્યછો. પરમત રૂપી મેઘ ઘટાનું વિસર્જન કરનારા પવન છો. જલપૂર્ણ મેઘઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો. પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજય છો. અને ભવભયને હરનારા છો. મૃત્યુને દળનારા છો. અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા છો.
અગાધ ભવસાગરથી તારનારા છો. કામદેવના વનનું દહન કરનારા છો. એવા છે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ....જય થાઓ....જય થાઓ... કે હે પ્રભુ ! જ્યારે હું ઈચ્છાઓ, આકાંક્ષાઓ, કર્મ, કુળ, તર્ક અને કાર્યકારણરૂપી મનની મદભૂમિથી દૂર તારા સાંનિધ્યમાં હોઉ છું, ત્યારે જ વાસ્તવિક રીતે મારી સાથે મારા અસ્તિત્વની શ્રેષ્ઠતમ પળોને જીવતો હોં છું. મારો તમામ
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૪
Page #207
--------------------------------------------------------------------------
________________
અહમ્ શૂન્ય થાય અને મારું ચૈતન્ય તારામાં ઓળઘોળ થાય છે. ત્યારે જ “મારા હોવાનો અનુભવ મને થાય છે. મનની અકથ્ય, અનંત માયાજાળોમાં હું તને અને તારામાંથી ઉદ્દભવેલી મારી ચેતનાને વિસરી મારા ચૈતન્યને પરમ કલ્યાણ તરફ લઈ જવાને બદલે પ્રતિપળ અર્થહિન પ્રાપ્તિ, અપ્રતિત, ગમા-અણગમા, માન, અપમાન જેવી બાબતોમાં વેડફી રહ્યો છું હે ! સમસ્ત જગતના પિતા ! તારાથી વિખુટો પડેલો હું તારોજ અંશ છું. તારા વિરાટ અસ્તિત્વમાં મને પાછો સમાવી લે, હે મારા આરાધ્ય ! મને જીવનકલ્યાણ માટેનો સંકલ્પ આપ, તારો જ અંશ હોવાની પ્રતિતિ અને પ્રતિપણ રહે એવી ઉર્જાથી મારા મન, હૃદય અને આત્માની તમામ વૃત્તિઓ બસ એકજ તારી દિશામાં ગતિ કરે તેવી ઝંખના છે. તું જ મારો માર્ગ છે, તું જ મારું માર્ગદર્શન છે. તું જ મારું લક્ષ્ય છે. તું જ લક્ષ પ્રતિતની પ્રેરણા છે. હે ચૈતન્યમાં સર્વોત્તમ શિખર ! તારા હાથમાં હું મારું સમગ્ર અસ્તિત્વ મૂકી રહ્યો છું, આ જ પળથી....!!! (પાર્શ્વ પ્રભુ પ્યારા)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ - ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યાવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૫
Page #208
--------------------------------------------------------------------------
________________
પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. - પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪પ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસોઆઠમી દેવકુલિકામાં શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી મસ્તક પર પાંચ ફણા અને તેની પર નવફણાનું છત્ર છે. તેમજ આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે.
પાર શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૬
Page #209
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના 3ૐ હ્રીં શ્રીં નરોડા પદ્માવતી પાર્શ્વનાથ નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નરોડા પદ્માવતી પાર્શ્વનાથ નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં નરોડા પદ્માવતી પાર્શ્વનાથ નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમય અને સ્થાન પર શાંત ચિત્તે બેસીને, મનને સ્થિર રાખીને જાપ-આરાધના કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ અન સ્વચ્છ ધારણ કરવા. આ મંત્રોના જાપ અત્યંત લાભદાયી છે. ચમત્કારિક છે. મંત્ર આરાધના થી સર્વ પ્યારના સુખોની પ્રાપ્તિ થાય છે. જીવન મંગલમય બને છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે.
સંપર્કઃ શ્રી ગોડીજી પાર્શ્વનાથ દેરાસર તથા પદ્માવતી માતાજી ટ્રસ્ટ
મુ.પો. નરોડા, અમદાવાદ(ગુજરાત) ફોન : (૦૭૯) - ૨૨૮૧૨૨૮૬, ૨૨૮૩૧૪૦૪
a cada venetarian
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૭
Page #210
--------------------------------------------------------------------------
________________
ગુરૂ શ્રી ગૌતમસ્વામી વર્તમાન ચોવીશીના છેલ્લા તીર્થકર ભગવંત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી એક મહાન આત્મસાધક સંત, સંઘનાયક હતા. એમના પારસમણિ જેવા સંપર્કથી અનેક પામર અને પાપી જીવોનો ઉધ્ધાર થયો હતો. ગુરૂ ગૌત્તમસ્વામીનું સ્મરણ કરીએ છીએ અને ગુણગરિમાથી ઓપતા, યશનામી અને સ્ફટિક સમા ઉજ્જવળ વ્યક્તિત્વના આહલાદકારી અને પાવનકારી દર્શન થાય છે. એમનું જીવન મહાવીર સ્વામીને સમર્પિત હતું. પ્રભુ પરની એમની શ્રધ્ધા અને ભક્તિ અનન્ય હતી. એમની નમ્રતા, સરળતા અને ગુણપ્રીતિ દાખલારૂપ બની રહે તેવી હતી. એમના હૈમાં સર્વનું મંગલ આહવાની અને વિશ્વ કલ્યાણની ભાવના રમતી હતી. તેઓ વાત્સલ્ય અને વિશ્વ મૈત્રીના અવતાર હતા.
તેઓ મહાન જ્ઞાની હોવા છતાં જ્ઞાનનું ગુમાન, પ્રભુના પ્રથમ ગણધર હોવા છતાં મોટાપણાનું અભિમાન અને અનેક જીવોના ઉધ્ધારક હોવા છતાં પોતાના પ્રભાવનો અહંકાર એમને સ્પર્શી સુધ્ધાં ન શકતાં. એમના નામે સર્વ સંકટો દૂર થતાં, સહુનું મંગળ થતું અને કંઈ ન કંઈ ચમત્કારો સર્જાતા; એમની આવી ખ્યાતિ હોવા છતાં નામનાથી, કામનાથી તેઓ જળકમળની જેમ સર્વથા અલિપ્ત હતા.
તેઓ અનંત ઋધ્ધિઓ, સિધ્ધિઓ અને લબ્ધિઓના સ્વામી હોવા છતાં એનું એમને મન ને કંઈ વિશેષ મૂલ્ય હતું કે ન કોઈ ગૌરવ. સંસારીઓને મન જેનો ભારે મહિમા હોય છે એવા પ્રસંગે પણ સર્વથા અનાસક્ત અને મોહમુક્ત રહેવાની લબ્ધિના આંતરિક બળ, તેજ અને પરાક્રમનું વરદાન એમને સાવ સહજપણે મળ્યું
હતું.
| ભવ્ય અને ભદ્ર એમની પ્રકૃતિ હતી; કષાયો, કલેશો, કર્મો અને દોષોને દૂર કરવાની એમની પ્રવૃત્તિ હતી; અને નીતરેલા નીર જેવી નિર્મળ અને ઉપકારક એમની વૃત્તિ હતી.
તેઓ મોક્ષ માર્ગના યાત્રિક હતા; મોક્ષની પ્રાપ્તિ સાથે પોતાની જીવનયાત્રા કે સંસાર યાત્રા પૂરી કરીને અમર પણાના અધિકારી બન્યા હતા. અને જન્મ, જરા ૦
ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી
૧૮૮
Page #211
--------------------------------------------------------------------------
________________
અને મરણના ભયને પાર કરી ગયા હતા.
લબ્ધિના ભંડાર અને મંગલ વિભૂતિ તરીકે જૈન સંઘમાં ગૌત્તમ સ્વામીનો અનેરો અને અલૌકિક મહિમા છે. અને નિત્ય પ્રાતઃ સ્મરણીય ધર્મપુરુષ તરીકે સૌ એમનું પુનીત સ્મરણ અને ધ્યાન કરે છે. આપણા જુદાં જુદાં આગમસૂત્રોમાં તેમજ આગમસૂત્રો સિવાયના જૈન ગ્રંથોમાં પણ, એમના જીવન પ્રસંગો સચવાઈ રહ્યાં છે. એમની સ્તુતિ – પ્રશસ્તિ અને પુણ્ય સ્મૃતિ નિમિત્તે એક પ્રાચીન સમયથી તે અત્યારના સમય સુધી શાસ્ત્રીય ભાષામાં તેમજ લોકભાષામાં, નાની-મોટી સંખ્યાબંધ કાવ્યકૃતિઓ રચાતી રહી છે. અને પ્રાચીન સમયમાં અનેક પૂર્વાચાર્યો અને પ્રભાવક પુરુષોના ચરિત્રો પણ રચાયાં છે.
શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં ઠેરઠેર પવિત્ર ધર્મને નામે હિંસક યજ્ઞો થતા હતા. અબોલ પશુઓના બલિદાન આપવામાં આવતા હતા. ત્યારે ભગવાન મહાવીરે બુલંદ સાથે માનવીને ઉદ્ધોધન કર્યું ‘આત્મા માં જ પરમાત્મા છૂપાયો છે. અને તમારા સારા - ખોટાં ભવિષ્યના ઘડવૈયા તમે પોતેજ છો’ ભારે આશા પ્રેરક અને પુરુષાર્થ પ્રેરક એ નાદ હતો. એ નાદે માનવીને દેવ-દેવીઓની ગુલામી માંથી મુક્ત થવાની પ્રેરણા અને શક્તિ આપી. ભગવાને અહિંસાનો સંદેશો આપ્યો. આ સંદેશામાં વિશ્વ મૈત્રી અને વિશ્વ શાંતિનું અમૃત છલકાતું હતું.
એ સમયમાં મગધ દેશના ગોબર નામના ગમમાં યજ્ઞધર્મ અને વેદ-વેદાંગના પારંગત વિપ્ર વસુભૂતિ અને તેની પત્ની પૃથ્વી દેવી રહે. ગૌત્તમ એમનું ગોત્ર.
પૃથ્વી માતાએ ત્રણ પુત્ર રત્નોને જન્મ આપ્યો. ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. ત્રણેય ભાઈઓ મોટા થતાં બધી વિદ્યાઓ અને સમસ્ત યજ્ઞક્રિયાઓમાં પારંગત બની ગયા. નાની ઉંમરે જ મગધના દિગ્ગજ વિદ્વાનોમાં એમની ગણના થવા લાગી. પંડિત ઈંદ્રભૂતિનો જન્મ શ્રમણ ભગવાન મહાવીર પહેલા આઠ વર્ષે વિ.સ. પૂર્વે ૫૫૦ માં થયો હતો. ઈંદ્રભૂતિ પછી ચાર વર્ષે અગ્નિભૂતિનો અને ત્યારપછીના ચાર વર્ષે વાયુભૂતિનો જન્મ થયો હતો.
વૈશાખ સુદ દસમના દિવસે જાંભિક ગામમાં શ્રમણ ભગવાન મહાવીર
૧૮૯
ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી
Page #212
--------------------------------------------------------------------------
________________
સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ્યું. ભગવાનની સાડબાર વર્ષ જેટલી લાંબી અને આકરી આત્મ સાધના તે દિવસે પરિપૂર્ણ થઈ. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા. ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકનો મહોત્સવ ઉજવવા સ્વર્ગના દેવ દેવીઓ ધરતી ઉપર આવ્યા. ઋજુવાલિકા નદીના ઉત્તર કિનારે દેવોએ સમવસરણની રચના કરી. ભગવાને દેશના આપી પણ અફળ ગઈ. ત્યારે ભગવાને જોયું કે બીજે જ દિવસે ધર્મતીર્થને અપૂર્વ લાભ થવાનો છે. અને ભગવાન વિહાર કરીને બીજે દિવસે અપાયા નગરીના મહાસેન નામના વનમાં પધાર્યા.
એ સમયે અપાયા નગરીમાં ધનાઢય બ્રાહ્મણ સોમિલે મોટો યજ્ઞ આદર્યો હતો. યજ્ઞમાં અગિયાર વિદ્વાન બ્રાહ્મણોની સાથે વસુભૂતિના ત્રણ પુત્રો ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા. અનેક લોકો યજ્ઞમાં જઈ રહ્યાં હતા તો બીજી તરફ અસંખ્ય માનવીઓ ભગવાન મહાવીરની ધર્મપરિષદામાં જઈ રહ્યાં હતા. દેવોને જોઈને સોમિલ બ્રાહ્મણ અને ૧૧ વિદ્વાન પંડિતો આનંદ પામ્યા પણ દેવો યજ્ઞ સ્થાનના બદલે બીજી દિશામાં જઈ રહ્યાં હતા.
ત્યારે સોમિલ દેવ અને પંડિત ઈંદ્રભૂતિ નિરાશ થયા ત્યારે કોઈ જાણકારે કહ્યું કે દેવો તો નિગ્રંથ ભગવાન મહાવીરની ધર્મસભામાં જઈ રહ્યાં છે.
આ સાંભળીને ઈંદ્રભૂતિ વિચલિત બની ગયા. તેમને અભિમાન ચઢયું કે મારા જેવો સર્વ શાસ્ત્રનો જ્ઞાતા હોવા છતાં સર્વજ્ઞપણાનો ઢોંગ કરનાર આ વળી કોણ પાખંડી જાગ્યો છે? અને પંડિત ઈન્દ્રભૂતિ ગૌત્તમ પોતાના પાંચસો શિષ્યો સાથે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મસભા તરફ ચાલી નીકળ્યા. ઈન્દ્રભૂતિ ગૌત્તમ અને તેના પાંચસો શિષ્યો ધર્મસભામાં આવ્યા. ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિ ગૌત્તમનું સંબોધન કરીને સ્વાગત કર્યું.
ઈન્દ્રભૂતિ ગૌત્તમ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં તો ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિ ગૌત્તમના મનમાં રહેલી શંકાનું સમાધાન કર્યુ.
આમ ભગવાન મહાવીરના ઈન્દ્રભૂતિ ગૌત્તમ પ્રથમ શિષ્ય અર્થાત પ્રથમ ગણધર બન્યા અને પાંચસો શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી. ક્રમશઃ અગ્નિભૂતિ
ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી
૧૯૦
Page #213
--------------------------------------------------------------------------
________________
અને વાયુભૂતિના મનનું સમાધાન ભગવાન મહાવીરે કર્યુ અને તેઓ પણ પ્રભુના શિષ્યો બન્યા. ત્યાર પછી અન્ય આઠ વિદ્વાન બ્રાહ્મણો પણ યજ્ઞ છોડીને આવી ગયા અને તેમના મનની શંકાઓ ભગવાન મહાવીરે દૂર કરી. આમ ૧૨ અગિયાર વિદ્વાન પંડિતો પ્રભુના અગિયાર ગણધર બન્યા.
ભગવાનના સમસ્ત શ્રમણ સંઘના તેઓ નાયક બન્યા હતા. ગૌત્તમસ્વામીએ દીક્ષા લીધી તે પળથી જ જીવન-સાધના અને શાસન પ્રભાવના એજ એમનું જીવનકાર્ય બન્યું હતું. વૈશાખ સુદી અગિયારસનો એ દિવસ ધન્ય અને યાદગાર બની ગયો.
ગુરૂ ગૌત્તમસ્વામી અનેક લબ્ધિઓના સ્વામી બન્યા પણ તેમને મહાવીર સ્વામી પ્રત્યેનો રાગ હોવાથી કેવળજ્ઞાન પામી શકતા નહોતા. ભગવાન મહાવીરનું છેલ્લું ચોમાસુ પાવાપુરીમાં હતું ત્યારે ભગવાને ગૌત્તમની સિધ્ધિ આડેનો નાનો સરખો અવરોધ દૂર કરવા એમને બીજે ગામ મોકલી આપ્યા.
શ્રમણ ભગવાને બે દિવસના ઉપવાસનું તપ કરીને અખંડ ધારાએ અંતિમ દેશના આપી. આસો વદ-અમાવસ્યાની મધરાતની ક્ષણ આવી પહોંચી અને ભગવાન આયુષ્યનું બંધન પૂર્ણ કરીને મહાનિર્વાણ પામીને સિધ્ધ, બુધ્ધ, પારંગત, નિરાકાર, નિરંજન બની ગયા.
આ તરફ ગૌત્તમસ્વામી દેવશર્માને પ્રતિબોધ કરીને પાવાપુરી પાછા આવી રહ્યાં હતા. ત્યાં અધવચ્ચે સમાચાર મળ્યા કે ભગવાન મહાનિર્વાણ પામ્યા છે. આ સમાચારથી ગૌત્તમ સ્વામી સ્તબ્ધ અને દિમૂઢ બની ગયા. તેઓ વિલાપ કરવા લાગ્યા. છેવટે વીર-વીરનું રટણ કરતાં પ્રભુના વીતરાગ પણાના વિચારો એમના અંતરમાં જાગી ઉઠ્યા. આસોવદ અમાસની પરોઢે ગૌત્તમસ્વામીને કેવળજ્ઞાન ઉપજયું.
ભગવાન મહાવીરના મહાનિર્વાણના પુણ્ય સ્મરણની સો ગુરૂ ગૌત્તમસ્વામીના કેવળજ્ઞાનનો પ્રસંગ એકરૂપ બનીને સદા સ્મરણીય બની ગયો. કેવળજ્ઞાન પછી બાર વર્ષ સુધી ગૌત્તમસ્વામી પૃથ્વીને પાવન કરતાં રહ્યાં. બાણું
ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી
૧૯૧
Page #214
--------------------------------------------------------------------------
________________
વર્ષની વયે તેઓ રાજગૃહનગરમાં વૈભારગિરિ ઉપર પધાર્યા અને કાયાની માયા ઉપર પૂર્ણ વિજય મેળવીને એમણે એક માસનું અણસણ સ્વીકાર્યું. એ અણસણને અંતે ગૌત્તમસ્વામી મહાનિર્વાણ પામ્યા.
(ગુરૂ ગૌત્તમસ્વામી)
| શ્રી ગૌત્તમસ્વામીનું અષ્ટક અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણાં ભંડાર; તે ગુરૂ ગૌત્તમ સમરીએ, વાંછિત ફલ દાતાર. ૧ પ્રભુવચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણી વાર; ચઉદય પૂરવમાં રચે, લોકાલોક વિચાર. ૨ ભગવતી સૂત્રે ધુરનમી, બંભી લિપિ જયકાર; લોક-લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર. ૩ વીર પ્રભુ સુખિયા થયા, દિવાલી દિન સાર; અંતર્મુહરત તતક્ષણે, સુખિયો સહુ સંસાર. ૪ કેવળજ્ઞાન લહે યદા, શ્રી ગૌત્તમ ગણધાર; સુર-નર હરખ ધરી તદા, કરે મહોત્સવ ઉદાર. ૫ સુર-નર પરષદા આગલે, ભાખે શ્રી શ્રુતનાણ; નાણ થકી જગ જાણીએ દ્રવ્યાદિક ચઉ કાણ . ૬ તે શ્રુતજ્ઞાનને પૂજીયે, દીપ ધૂપ મનોહાર; વીર આગમ અવિચલ રહો, વરસ એકવીસ હજાર. ૭ ગુરૂ ગૌત્તમ અષ્ટક કહી, આણી હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. ૮
અથવા શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર; ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર. ૮
ગુરૂ શ્રી ગૌતમસ્વામી
૧૯૨
Page #215
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ગુરૂ ગૌત્તમ ગણધર | ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્યા સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાં જ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
- પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -
ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી
૧૯૩
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પા સરોવરની મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી ગુરૂ ગૌત્તમગણધર ની પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત પાષાણની છે.
ગુરૂ શ્રી ગૌતમસ્વામી
૧૯૪
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રી શુભ ગણધર
વર્તમાન ચોવીશીના ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શુભ થયા હતા. વીસ વરસના અનુપમરૂપને ધારણ કરનાર પૂર્વમાં બાંધેલા નિકાચિત ગણધર નામ કર્મવાળા શુભ સહિત દત્ત, આર્યઘોષ, વશિષ્ટ, બંભ, સોમ, શ્રીધર, વારિખેણ, ભદ્રવશ, જય, વિજય નામના યુવાનોએ પ્રવજ્યા ગ્રહણ કરીને ગણધર થયા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ તેઓને ચતુર્વિધ સંઘ સમક્ષ દીક્ષા આપી ત્યારબાદ તેઓને સર્વ ભાવાભાવને જણાવવામાં સમર્થ ઉત્પાદ, વિગમ, ધ્રુવ લક્ષણવાળા ત્રણ અર્થ પદો (ત્રિપદી) અર્પે છે. ત્રિપદીને સારી રીતે ગ્રહણ કરી બીજ બુધ્ધિપણા વડે કરી પૂર્વ ભવે બાંધેલા ગણધર નામકર્મના ઉદય વડે સારી રીતે વિસ્તાર કરીને, બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરે છે.
આ સમયે સૌધર્મેન્દ્ર દેવ સુગંધવાળા વાસક્ષેપથી ભરેલો રત્નો થાળ લઈ ભગવાનની પાસે આવે છે ત્યાર પછી પ્રભુએ દશને ગણધર પદવી આપીને જણાવ્યું કે ‘આજથી મેં તમોને સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાય અને નય વડે તીર્થની અનુજ્ઞા આપી છે. આમ કહીંને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દશેય ગણધરોના મસ્તક ઉપર વાસક્ષેપનો છંટકાવ કર્યો. એ સમયે રાણી પ્રભાવતી પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે.
શુભ ગણધર વિષેની તલસ્પર્શી માહિતી ઉપલબ્ધ નથી પરંતુ આષાઢી શ્રાવકની માહિતી મળે છે. તે પ્રસ્તુત છે.
મહાવિદેહ ક્ષેત્ર, ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્ર કર્મભૂમિના . તેમાંજ તીર્થંકરો થાય. જ્યારે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર ના અમુક કાળમાં તીર્થંકરો હોય છે. આ બંને ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. ઉત્સર્પિણી કાળ પછી અવસર્પિણી કાળ આવે અને પાછો ઉત્સર્પિણી કાળ આવે. આ ક્રમ નિરંતર ચાલ્યા જ કરે છે. દરેક કાળમાં ૨૪-૨૪ તીર્થંકરો
થાય.
અત્યાર અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે. ભગવાન ઋષભદેવથી માંડી ભગવાન મહાવીર સ્વામી ચોવીશ તીર્થંકર ભગવંતો આ અવસર્પિણી કાળમાં
શ્રી
શુભ ગણધર
૧૯૫
Page #218
--------------------------------------------------------------------------
________________
થઈ ગયા.
ગત ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થકર ભગવંતો થઈ ગયા તેમાં નવમા તીર્થંકર ભગવંત શ્રી દામોદર સ્વામી થયા. શ્રી દામોદર સ્વામી અષ્ટ પ્રાતિહાર્યની શોભા ધરાવતા હતા.
એક દિવસ એક નગરીના સુમનોહર ઉદ્યાનમાં તીર્થકર ભગવંત શ્રી દામોદર સ્વામી પધાર્યા. ઈન્દ્રાદિ દેવોએ સમવસરણની રચના કરી. તીર્થકર ભગવંત શ્રી દામોદર સ્વામી પૂર્વ દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. અશોકવૃક્ષ નીચે દેવરજીંદા (પિઠિકા) ઉપર શ્રી દામોદર સ્વામી ‘નમો તીથસ્સ' કહીને સિંહાસન પર બિરાજ્યા.
સુમનોહર ઉદ્યાનમાં દેવ, દાનવ, મનુષ્ય અને તિર્થઓ પ્રભુની ધર્મદશનાનું શ્રવણ કરવા ઉમટી પડ્યા હતા.
ભગવાન શ્રી દામોદર સ્વામીએ અમૃતની વૃષ્ટિ સમાન મંગલ દેશનાનો પ્રારંભ કર્યો. દેશના એક પ્રહર ચાલી ત્યારબાદ ગણધર ભગવંતે દેશના આપી.
સમવસરણમાં આષાઢી નામનો શ્રાવક આવ્યો હતો. આષાઢી શ્રાવક ધર્મ પ્રત્યે અડગ શ્રધ્ધા દાખવનારો હતો. નિયમિત સેવા-પૂજા અને પ્રભુ ભક્તિ કરતો હતો.
| ગણધર ભગવંતની દેશના વિરામ પામ્યા પછી આષાઢી શ્રાવક તીર્થંકર ભગવંત શ્રી દામોદર સ્વામી પાસે આવ્યો અને ભાવથી વંદન કરીને પૂછયું: “હે ત્રિભુવનપતિ, મારા મનની મુંઝવણ નષ્ટ કરો...મારો મોક્ષ ક્યારે થશે? કોના સમયમાં થશે ? આ ભવોભવના ફેરામાંથી હું ક્યારે મુક્ત થઈશ ?'
કરૂણા સાગર ભગવંતે કહ્યું : “વત્સ, આવતી ચોવીશીમાં અવસર્પિણી કાળમાં, ચોથા આરામાં ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે. તમે તેમના “આર્યધોષ' નામના ગણધર બનીને એ જ ભવમાં મોક્ષે જશો. આ “પ્રભુ, આપે મારા પર મહાકૃપા કરી.' આષાઢી શ્રાવકે વંદન કરીને કહ્યું. આષાઢી શ્રાવકને થયું કે મારું જીવન સાર્થક બનશે. આવતી ચોવીશીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મારા પર અનંત ઉપકાર વરસશે. હું ગણધર બનીશ મારા ભવોભવના બંધનો નષ્ટ થશે. મારે અત્યારથી જ, અરે આ ભવથી જ શ્રી પાર્શ્વ
શ્રી શુભ ગણધર
૧૯૬
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્રભુની આરાધના શરૂ કરી દેવી જોઈએ.
- આષાઢી શ્રાવકે નગરીના સર્વશ્રેષ્ઠ શિલ્પકારને પોતાના ભવન પર બોલાવ્યો અને અભૂત પ્રતિમા નિર્માણ કરવા જણાવ્યું. થોડા દિવસો બાદ શિલ્પકાર પ્રતિમાજી લઈને આષાઢી શ્રાવકના ભવન પર આવ્યો. - આષાઢી શ્રાવક પ્રતિમાજીના દર્શન કરીને ધન્ય ધન્ય બની ઉઠ્યો. “મારા પ્રભુ શ્રી પાર્શ્વનાથજી...”
શિલ્પકારે પ્રતિમાજીમાં જાણે પ્રાણ પૂર્યા હતા. તે પ્રતિમાજીના નિર્માણનું મૂલ્ય લેવા તૈયાર ન થયો. આષાઢી શ્રાવકે તેને ખૂબ સમજાવ્યો પરંતુ તે ચાલ્યો ગયો.
આષાઢી શ્રાવકે પોતાના ભવનના અગ્રભાગે જિનાલય રચ્યું હતું ત્યાં શુભ દિન અને શુભ મુહૂર્ત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. - આષાઢી શ્રાવક શ્રી પાર્શ્વપ્રભુની ભક્તિમાં ગરકાવ બની ગયો અને ખરા હૃદયથી આરાધના કરવા લાગ્યો.
થોડા વર્ષો પછી આષાઢી શ્રાવકે પ્રવજયા અંગીકાર કરીને આત્મ કલ્યાણના માર્ગે પગ માંડ્યા. સમય જતા નિરતિચાર ચારિત્ર પાળીને અનશનપૂર્વક મૃત્યુ પામીને આષાઢી મુનિ વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા. દેવલોકમાં અવધિજ્ઞાન દ્વારા તેમણે પોતાનો પૂર્વભવ જોયો આષાઢી શ્રાવકના ભવમાં પોતે કરાવેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની તે પ્રતિમાને ત્યાંથી દેવલોક લાવ્યા.
આષાઢીરૂપી વૈમાનિક શ્રી પાર્શ્વનાથ પ્રભુની તે પ્રતિમા પોતાના વિમાનમાં પ્રતિષ્ઠિત કરી દીર્ઘકાળ પર્યંત એમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી.
ત્યારપછી સૌધર્મેન્દ્ર શ્રી પાર્શ્વથ પ્રભુના તે બિંબની ઘણા કાળ સુધી સેવા પૂજા કરી. ત્યારબાદ તેમણે તે બિંબ સૂર્યને આપ્યું. શ્રી સુરેન્દ્રજિનના વચનથી આ બિંબને પ્રભાવિક જાણીને સૂર્ય પોતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તેની પૂજા કરી.
ત્યારપછી ચંદ્ર પોતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તે બિંબની
શ્રી શુભ ગણધર
૧૯૭
Page #220
--------------------------------------------------------------------------
________________
પૂજા કરી.
ત્યારબાદ આ બિંબ(સુધર્મ) દેવલોકમાં, બીજા (ઈશાન) દેવલોકમાં, દશમા(પ્રાણત) દેવલોકમાં, બારમા(અય્યત) દેવલોકમાં, લવણોદધિ સમુદ્રમાં, ભવનપતિઓના ભવનોમાં, વ્યંતરોના નગરોમાં, ગંગા, યમુના નદીમાં વગેરે અનેક સ્થળોએ પૂજાયું.
લવણ સમુદ્રમાં વરૂણદેવ અને નાગકુમારો વગેરે એ આ પ્રતિમાજીની પૂજા કરી.
કાળક્રમે શ્રી ઋષભદેવ ભગવાનના સમયમાં નાગરાજ ધરણેન્દ્ર આ પ્રતિમાને ચમત્કારિક અને અલૌકિક જાણીને નમિ વિનમિ નામના વિદ્યાધરોને આપી.
વૈતાઢય પર્વત ઉપર નમિવિનમિ વિદ્યાધરોએ આ પ્રતિમાજીની યાવતજીવ સુધી પૂજા કરી.
આષાઢી શ્રાવક દ્વારા રચાયેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજી વચ્ચે વચ્ચે ઘણાકાળ સુધી દેવલોક તથા જયોતિષ્કના વિમાનોમાં, ભવનપતિ અને વ્યંતરોના ભવનોમાં એમ અનેક સ્થળોએ પૂજાણી છે. પરંતુ મનુષ્યલોકમાં સમુદ્ર, નદીઓ કે ભૂગર્ભમાં કવચિત પૂજનિક પણે રહી હશે અને કવચિત અપૂજનિક પણે પણ રહી હશે એમ માની શકાય.
ત્યારબાદ અવસર્પિણી કાળમાં કૌરવો-પાંડવોનું યુધ્ધ સમાપ્ત થઈ ગયું હતું. મહાબલી ભીમના હાથે દુર્યોધન મરાયો હતો. દુર્યોધનના મૃત્યુથી મગધેશ્વર જરાસંઘ અત્યંત રોષે ભરાયો. જરાસંઘને એમ થયું કે દુર્યોધનનું મૃત્યુ શ્રીકૃષ્ણના કારણે જ થયું છે.
આથી જરાસંઘે શ્રીકૃષ્ણને યુધ્ધ કરવા માટે પડકાર ફેંક્યો.
દ્વારિકાના ઈશાન ખૂણામાં વઢિયાર દેશમાં સરસ્વતી નદીના કિનારે આવેલ સનપલ્લી નામના ગામે શ્રી નેમિકુમારે પડાવ નાંખ્યો. શ્રી કૃષ્ણ જરાસંઘનો પડકાર ઝીલી લીધો હતો. શ્રીકૃષ્ણની મદદમાં પાંડવો જોડાયા.
પ્રતિવાસુદેવ અને વાસુદેવ વચ્ચેનું આ નિર્ણાયક યુધ્ધ હતું.
શ્રી શુભ ગણધર
૧૯૮
Page #221
--------------------------------------------------------------------------
________________
એ વખતે શ્રી નેમિકુમારે શ્રીકૃષ્ણને યુધ્ધરક્ષક મહૌષધિ, જે પોતાના બાહુ ઉપર પૂર્વ દેવોએ બાંધેલી હતી તે છોડીને શ્રીકૃષ્ણના બાહુ પર બાંધી.
ઈન્દ્રને સમાચાર જાણવા મળ્યા કે શ્રી નેમિકુમાર યુધ્ધમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે તરત જ ઈન્દ્ર પોતાના માતલિ નામના સારથિને આયુધોથી સજ્જ રથ સાથે નેમિકુમારની મદદ અર્થે મોકલ્યો.
શ્રી નેમિકુમાર ઈન્દ્ર મોકલેલા રથમાં આરૂઢ થયા.
આ તરફ મગધેશ્વર જરાસંઘનું મહાસૈન્ય આવી પહોંચ્યું જરાસંઘનો સેનાપતિ હિરણ્યનાતી હતો.
અને મહાયુધ્ધ શરૂ થયું.
કેટલાક દિવસો સુધી યુધ્ધ ચાલ્યું પછી જરાસંઘે ‘જરા’ વિદ્યાથી શ્રીકૃષ્ણના સૈન્યને નિદ્રાધીન કરી મૂકી.
યુધ્ધ બંધ થયું. જરા વિદ્યાની અસર માત્ર શ્રી નેમિકુમાર અને શ્રીકૃષ્ણ પર ન થઈ.
શ્રીકૃષ્ણને ભારે મુંઝવણ થઈ.
ત્યારે શ્રી નેમિકુમારે કહ્યું. “શ્રીકૃષ્ણ, તમે જરાય મુંઝાશો નહિ. જરાસંઘે જરા’ વિદ્યાનો પ્રયોગ આપણા સૈન્ય પર કર્યો છે. એ વિદ્યાના પ્રભાવને નષ્ટ કરવાનો એક જ ઉપાય છે. તે પદ્માવતી દેવીની આરાધના.”
આરાધના શી રીતે કરું ?'
ત્યારે શ્રી નેમિકુમારે આષાઢી શ્રાવકે રચેલી શ્રી પાર્શ્વ પ્રભુની મુર્તિ હાલ પદ્માવતી દેવી પાસે છે તે મૂર્તિની નિત્ય ભક્તિ કરે છે. એ પ્રતિમા પદ્માવતી તમને આપશે. ત્યાર પછી આપ પ્રતિમાને સ્નાન કરાવજો અને તે સ્નાન જળને સૈન્ય પર છાંટો . એ જળના પ્રભાવથી “જરા’ વિદ્યા ભાગી જશે. સૈન્ય ખડું થઈ જશે. ત્યારપછી જરાસંઘનો પરાજય થશે.'
શ્રીકૃષ્ણ એક ગુપ્ત સ્થાનમાં અઠ્ઠમ તપની આરાધના કરવા માટે બેસી ગયા. ત્રીજે દિવસે પદ્માવતી દેવી પ્રગટ થયા શ્રીકૃષ્ણ પોતાની મનોકામના દર્શાવી. પદ્માવતીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા લાવી આપી.
શ્રી શુભ ગણધર
, ૧૯૯
Page #222
--------------------------------------------------------------------------
________________
ત્યારપછી શ્રીકૃષ્ણ અત્યંત ભક્તિભાવથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનો સ્નાત્ર મહોત્સવ કર્યો. તે સ્નાત્રજળ સૈન્ય પર છાંટ્યું. સૈન્ય નવી ર્તિ અને ઉમંગ સાથે જાગૃત થયું. અને ઘોર યુધ્ધ શરૂ થયું. ( શ્રીકૃષ્ણ અને જરાસંઘ સામ સામે આવી ગયા. કારમો સંઘર્ષ થતાં જરાસંઘે પોતાનું અંતિમ શસ્ત્ર સુદર્શન ચક્ર શ્રીકૃષ્ણ પર છોડ્યું. પરંતુ ચક્રે શ્રીકૃષ્ણને ત્રણ પ્રદક્ષિણા આપીને તે ચક્ર સીધું જરાસંઘ પર જઈ પડ્યું. તેનાથી જરાસંઘનું મસ્તક છેદાઈ ગયું. જરાસંઘ યુધ્ધભૂમિ પર ઢળી પડ્યો.
ત્યારે શ્રીકૃષ્ણ વિજયના હર્ષમાં શંખનાદ કર્યો.
જ્યાં શંખનાદ કર્યો ત્યાંજ શંખપુર નગર વસાવ્યું અને ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. અને તે જિનપ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભવ્ય ચમત્કારિક મૂર્તિ બિરાજીત કરી. શ્રીકૃષ્ણ જે શંખપુર વસાવ્યું તે આજનું શંખેશ્વર અને જે પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યા હતા તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (આષાઢી શ્રાવકે કરાવેલા).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી શુભ ગણધર ભગવંત ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
@L
શ્રી શુભ ગણધર
૨૦૦
Page #223
--------------------------------------------------------------------------
________________
પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાં જ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
અહીં શુભગણધરની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી શુભ ગણધર
૨૦૧
Page #224
--------------------------------------------------------------------------
________________
આચાર્યભગવંત
શ્રી વર્ધમાનસૂરિજી મ. ગુજરાતના ગૌરવસમા મંત્રીઓ વસ્તુપાલ - તેજપાલે ગુજરાતના રાજકીય, સામાજીક, આર્થિક તેમજ ધાર્મીક જીવનને પુનઃ જીવિત કરવામાં મોટો ફાળો આપેલો છે. આબુ-દેલવાડામાં બાંધેલું અદ્ભુત કલાત્મક જિનપ્રાસાદ ‘લુણવસતી’ વીતેલા કાળની સાક્ષી પૂરે છે. વસ્તુપાલ તેજપાલે તેમના જીવનકાળ દરમ્યાન અનેક ધર્મકાર્યો કર્યા હતા. આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મહારાજ વસ્તુપાળ – તેજપાળના સમયમાં થઈ ગયા હતા.
વિક્રમ સંવત ૧૨૩૮ની સાલમાં લખાયેલી એક હસ્તપ્રત મુજબ વસ્તુપાળ - તેજપાળે બધુ મળીને ૩,૭૩,૭૨,૧૮,૮00 ત્રણ અબજ, તોતેર કરોડ, બોંતેર લાખ, અઢાર હજાર આઠસોથી વધુ રકમનો દ્વવ્યનો વિવિધ કાર્યો માટે સવ્યય કર્યો હતો (જૈન રત્ન ચિંતામણિના આધારે)
તેમના રસોડેથી રોજના ૧૮૦૦ સાધુ મહાત્માઓને સુપાત્ર દાન દેવાતું હતું. તેમની દાનશાળામાં રોજના ૧૦૦૦ભિક્ષુકો ભોજન કરતા હતા. વસ્તુપાળ - તેજપાળ વર્ષમાં ત્રણવાર સાધર્મિક વાત્સલ્ય કરતાં હતા. એક હજાર સંઘપૂજા કરાવી હતી. સાતસો સદાવ્રતો કરાવ્યા હતા.
વસ્તુપાળ- તેજપાળે ૨૧ આચાર્યોને પદવી મહોત્સવ કરાવ્યો હતો. ૩૫00 તપોધન ગચ્છ સંન્યાસીની સ્થાપના કરી હતી. પ00 બ્રાહ્મણો રોજ વેદ ભણતા. મહાત્માઓને આહાર આપવા માટે એક હજાર સિંહાસનો કરાવ્યા હતા. તપસ્વીઓને રહેવા માટે ૭૦૧ મઠ બંધાવ્યા હતા,
વસ્તુપાળ – તેજપાળે ૯૮૪ પૌષધશાળા બંધાવી હતી. ૮૮૨ વેદશાળાઓ કરાવી. ૩૬ લાખ દ્રવ્ય ખર્ચીને ખંભાતમાં જ્ઞાનભંડાર કરાવ્યા. તેમજ સાતસો ધર્મશાળાઓ બંધાવી.
વસ્તુપાળ – તેજપાળે ૧૩૦૦ શિખરબંધી જિનાલયો કરાવ્યા હતા. ત્રણ હજાર બસો બે જિન પ્રાસાદનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. એક લાખ અને પાંચ
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૨
Page #225
--------------------------------------------------------------------------
________________
હજાર નવીન જિનબિંબ ભરાવ્યા. પાંચસો પાંચ સમવસરણ કરાવ્યા. હાથીદાંતના પાંચસો સિંહાસન કરાવ્યા. શત્રુંજય તીર્થમાં અઢાર કરોડ અને છન્નુ લાખ દ્વવ્યનો વ્યય કર્યો હતો. શ્રી શત્રુંજય ઉપર ત્રણ લાખ દ્રવ્ય ખર્ચીને ત્યાં તોરણ બંધાવ્યું.
આબુ તીર્થ તો બાંધવ બેલડીનું નિર્માણ. સંવત ૧૨૮૬માં તીર્થનો પાયો નાખ્યો અને સંવત ૧૨૯૨માં ત્યાં ધજા ચડાવી. આ તીર્થમાં બાર કરોડ અને તેપન લાખ દ્રવ્ય ખર્ચ્યુ.
વસ્તુપાળ - તેજપાળે શ્રી ગિરનાર તીર્થમાં અઢાર કરોડ અને ત્યાંસી લાખ દ્વવ્યનો સદ્ભય કર્યો.
વસ્તુપાળ - તેજપાળે અન્ય ધર્મો માટે પણ ઉદારતા બતાવી હતી. તેમાં ૨૩૦૦ શિવમંદિર બંધાવ્યા. એક લાખ શિવલિંગ સ્થાપ્યા. ત્રણ લાખ દ્રવ્ય ખર્ચાને દ્વારકામાં તોરણ બંધાવ્યું. ૮૪ તુર્ક લોકોની મજીદ બંધાવી. ત્રણ લાખ દ્રવ્ય ખર્ચા હજ પર તોરણ બંધાવ્યું.
એમણે ૮૪ પાષાણબદ્ધ સરોવર બંધાવ્યા. ૪00 પાણીની પરબો બંધાવી. ૪૬૪ વાવ કરાવી, ૯૦૦ કૂવા કરાવ્યા.
ગુજરાતના પુનરોદ્ધારમાં વસ્તુપાળ - તેજપાળનું મહાયોગદાન રહ્યું છે.
એકવાર વસ્તુપાળ - તેજપાળે વૃધ્ધ (વડ) ગચ્છાધિપતિ સંવેગી શ્રી વર્ધમાનસૂરીજીના મુખેથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના તીર્થનો અદ્ભૂત મહિમા સાંભળ્યો.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો અદ્ભુત અલૌકિક મહિમા સાંભળીને વસ્તુપાળ – તેજપાળ અત્યંત પ્રભાવિત થયા. એમણે ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વર્ધમાનસૂરિજી સમક્ષ સંઘ કાઢીને તીર્થ યાત્રાએ જવાની ભાવના રજૂ કરી.
શ્રી વર્ધમાનસૂરીજીએ વસ્તુપાળ – તેજપાળની ભાવનાને આવકારી અને નિશ્ચિત દિવસે શ્રી વર્ધમાનસૂરીજીની પાવન નિશ્રામાં મહામંત્રી વસ્તુપાળ - તેજપાળે ભવ્ય સંઘ કાઢ્યો. અને શંખેશ્વર તીર્થની યાત્રા કરી હતી. સંઘમાં અનેક
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૩
Page #226
--------------------------------------------------------------------------
________________
ભાવિકો જોડાયા હતા. દરેકનું સંઘપૂજન કરવામાં આવ્યું હતું.
વસ્તુપાળ – તેજપાળે પોતાના પરિવાર સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી સેવાપૂજા કરી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અતિ જીર્ણ થઈ ગયેલું જોઈને વસ્તુપાળ તેજપાળે તે જિનપ્રસાદનો જીર્ણોધ્ધાર કરાવ્યો. તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ પર સોનાના કળશ ચડાવ્યાં.
આ વસ્તુપાળ - તેજપાળે વિક્રમ સંવત ૧૨૮૬ પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા શ્રી વર્ધમાન સૂરીજી મહારાજ સહિત અન્ય આચાર્યોની ઉપસ્થિતિ વચ્ચે કરાવી.
જિનેશ્વરદેવના શાસનની રક્ષા કરે, તીર્થની રક્ષા કરે, ભક્તોની મનોકામના પૂર્ણ કરે, તીર્થાધિપતિની અંતઃકરણની ભક્તિ કરે તેમજ તીર્થનો મહિમા વધારે તેવા દેવોને અધિષ્ઠાયક દેવો કહેવામાં આવે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવોમાં શ્રી પાર્શ્વયક્ષ, નાગરાજ ધરણેન્દ્ર તથા માતા પદ્માવતી મુખ્ય છે. આ સિવાય અન્ય કેટલાક શાસ્ત્રોમાં અન્ય કેટલાક દેવી-દેવતાઓ પણ અધિષ્ઠાયક સેવકો હોવાનો ઉલ્લેખ છે. ( સ્તોત્ર ૧૧માં જણાવ્યું છે કે ૬૪ ઈંદ્રો, નાગરાજ ધરણેન્દ્ર, દસ દિક્યાલો, નવગ્રહો, યક્ષો, પદ્માવતી, વૈરાટ્યા, જયા, અજિતા, વિજયા, અપરાજિતા વગેરે દેવ-દેવીઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના આશંકિત સેવકો છે. તેઓ પ્રભુની સેવામાં તત્પર હોય છે. - ઉપરોક્ત દેવ-દેવીઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ-દેવીઓ હોવાથી શંખેશ્વર તીર્થનો મહિમા આ કારણે પણ વધવા પામ્યો છે.
પંદરમી સદીમાં લખાયેલા એક ગ્રંથના ઉલ્લેખ પ્રમાણે શ્રી વર્ધમાનસૂરીજી શ્રી શંખેશ્વર તીર્થના ધ્યાનથી વ્યંતરદેવ થયા છે. જેની કથા આ પ્રમાણે છે. - પૂ.આ.ભ. શ્રી વર્ધમાનસૂરીજી મહારાજ સંયમની આરાધના અત્યંત કષ્ટ પૂર્વક કરતા હતા. એમની પ્રભુ પ્રત્યેની ભક્તિ અપૂર્વ હતી. જ્યારે તેઓ
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૪
Page #227
--------------------------------------------------------------------------
________________
જિનાલયમાં જઈને ભક્તિ કરે ત્યારે એમની આંખોમાંથી આંસુ વહેવા લાગતા હતા. તેઓ પ્રભુ ભક્તિમાં લીન બની જતા. ભાવવિભોર બની જતા હતા. તેઓ ધર્માદેશ પણ સરળ અને મધુર શૈલીમાં આપતા હતા.
એકવાર આચાર્યશ્રી વર્ધમાનસૂરીજીએ ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ - તેજપાળને પ્રભુ ભક્તિના રસથી ઉછળતો ધર્મોપદેશ આપ્યો અને તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો મહિમા જણાવ્યો. તીર્થયાત્રાનું મહાભ્ય જણાવ્યું.
આ.ભ.શ્રી વર્ધમાનસૂરીની પાવન નિશ્રામાં વસ્તુપાળ તેજપાળે શંખેશ્વર તીર્થયાત્રાનો સંઘ કાઢ્યો. આ.ભ. શ્રી વર્ધમાનસૂરીજી વસ્તુપાળ - તેજપાળની ધર્મ અને શાસન ભક્તિથી પ્રભાવિત થયા હતા. એમને વસ્તુપાળ - તેજપાળના સત્કૃત્યથી આનંદ થયો. સમયને જતાં શી વાર લાગે છે ! વરસો વીતી ગયા. અને એક દિવસ વસ્તુપાળ - તેજપાળે પણ આ સંસારમાંથી વિદાય લીધી.
મહામંત્રી વસ્તુપાળ – તેજપાળના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી. પરંતુ આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરીજીને વસ્તુપાળ - તેજપાળ ના નિધનથી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયું. એમણે ધર્મ આરાધનામાં ચિત્તને વધારે સ્થિર કર્યુ. વસ્તુપાળ તેજપાળના નિધનથી આચાર્ય શ્રી વર્ધમાનસૂરીજીએ સંસારની આસારતા, જીવનની ક્ષણિકતા તરફ વિશેષ દૃષ્ટિ રાખીને તપ આરાધનામાં ચિત્ત જોડી દીધું.
આચાર્ય શ્રી વર્ધમાનસૂરીજીએ વર્ધમાન આયંબીલ તપની આરાધના શરૂ કરી.
દરરોજ આયંબીલ.....! જીભનો સ્વાદ તજીને અંતરમનને આરાધનામાં સ્થિર કર્યું. એમણે શ્રી શંખેશ્વર દાદાના દર્શન કર્યા પછી જ પારણું કરવાનો સંકલ્પ
કર્યો.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અસીમ કૃપાથી એમની આરાધના સમી તપશ્ચર્યા નિર્વિધ્ધ પૂર્ણ થઈ.
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૫
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર તીર્થ તરફ સંઘ લઈ જવાની તૈયારીઓ થવા લાગી. સંઘમાં હર્ષનું વાતાવરણ છવાઈ ગયું.
આચાર્ય મહારાજ શ્રી વર્ધમાનસૂરીજીએ સંઘની સાથે પ્રણામ કર્યું. જુદા જુદા ગામે રાત્રી રોકાણ કરતો સંઘ શંખેશ્વર તરફ જવા આગળ વધતો હતો. સંઘમાં પણ હર્ષોલ્લાસ પૂર્વક તપ આરાધના થતી હતી. સૌ કોઈ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું ચિંતન કરતા રહેતા હતા.
| ઉનાળાના દિવસો હતા. અસહ્ય તાપ હતો. આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરીજી ઉઘાડા મસ્તકે અને અડવાણા પગે સંઘની સાથે ચાલી રહ્યાં હતા. માર્ગમાં એક ઘટાદાર વૃક્ષ પાસે થોડીવાર વિશ્રામ લેવા માટે આચાર્ય મહારાજ જયણાપૂર્વક આસન બિછાવીને બેઠા.
આચાર્ય ભગવંત વયોવૃધ્ધ હતા. તેમાંય ઉગ્ર તપશ્ચર્યા હતી. લાંબો વિહાર અને ધોમધખતો તાપ. વાતાવરણમાં લૂ વરસતી હતી. આકાશમાં ચકલુંય ફરકી ન શકે તેવો તાપ હતો.
અસહ્ય તાપના કારણે વયોવૃધ્ધ આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરીજી મહારાજનું સ્વાથ્ય લથડયું. એમનું શરીર અસ્વસ્થ બન્યું.
આચાર્ય મહારાજના મુખે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ સ્મરણ હતું અને અંતરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન હતી.
અને થોડીવારમાં તો આચાર્ય ભગવંતનો ભવ્ય આત્મા શરીર ત્યાગીને ચાલ્યો ગયો.
સંઘમાં શોક છવાઈ ગયો. વાતાવરણ ગમગીન બની ગયું. આચાર્ય ભગવંતની વિદાયથી સંઘમાં આવેલા સૌના હૈયા રડી પડ્યા. સૌની આંખો ભીની થઈ ગઈ.
આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરીજી મ. નો આત્મા વ્યંતરદેવ તરીકે ઉત્પન્ન થયો. તે દેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ (તીર્થ) ના અધિષ્ઠાયક
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૬
Page #229
--------------------------------------------------------------------------
________________
દેવ થયા.
અધિષ્ઠાયક દેવો તીર્થંકર ભગવંતોની સેવામાં સદા તત્પર હોય છે. તેવી રીતે દેવાધિદેવની ઉપાસના કરતા આરાધકોના પણ સેવકો હોય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની આરાધના, ઉપાસના, ભક્તિ કરતાં આરાધકોની મદદ અધિષ્ઠાયક દેવો સદાય તત્પર રહેતા હોય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી આ.ભ.વર્ધમાનસૂરિજી મ.
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યાવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
- આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાં જ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૭
Page #230
--------------------------------------------------------------------------
________________
દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા-પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી આ.ભ.શ્રી વર્ધમાનસૂરીજીની પ્રતિમાજી બિરાજમાન છે.
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૮
Page #231
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.
તથા તપોનિધિ જૈનાચાર્ય શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ.
પૂ. આ. શ્રી ધર્મસૂરીજી મ. શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વીરક્ષેત્ર મહુવાના તેજસ્વી રત્ન હતા. જુગારને પાટલેથી વ્યાખ્યાનની પાટને શોભાવી જૈનધર્મ અને જૈન શાસનના જ્યોતિર્ધર બન્યા. શાંતમૂર્તિ પૂ. શ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજના તેમના પર મંગળ આશીર્વાદ ઉતરતા જીવન ઉજ્જવલ અને મંગળમય બની ગયું હતું.
વિદ્વાનો તૈયાર કરવાની દીર્ઘ દષ્ટિથી પૂજયશ્રી વિદ્યાના ધામ સમા કાશી (બનારસ) પધાર્યા. તેમણે કાશીમાં પાઠશાળાની સ્થાપના કરી. તેમણે કાશીના બ્રાહ્મણ વિદ્વાનોનો પ્રેમ સંપાદન કર્યો. એ વખતે કાશીના મહારાજા પણ આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ. ના સુધાભર્યા પ્રવચનોથી પ્રભાવિત થયા. પૂજયશ્રીએ સમેતશિખર - કલકત્તામાં પણ અહિંસાનો સંદેશ પહોંચાડ્યો. વિદ્વાન શિષ્યો આવીને મળ્યા. આ શિષ્યોએ પણ ધર્મ પ્રભાવના, સાહિત્ય પ્રચાર, સમાજઉત્થાન અને શિક્ષણ પ્રચાર માટે અવિરત કાર્ય કરી પૂજયશ્રીના નામને યશસ્વી બનાવ્યું.
પૂ.આ.શ્રી ધર્મસૂરીજી મહારાજને પ.પૂ. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહરાજ પ્રત્યે ખૂબજ ભક્તિભાવ હતો. શ્રીમદ્ યશોવિજયજી મહારાજે વિદ્યાભ્યાસ માટે ઘણો સમય કાશીમાં પસાર કર્યો હતો. તેઓશ્રીએ ગંગા કિનારે સાધના કરીને માતા સરસ્વતીદેવીને પ્રસન્ન કર્યા હતા. કાશીના પંડિતોએ તેઓશ્રીને ‘જ્ઞાન વિશારદ’ અને ‘ન્યાયાચાર્ય ની પદવીઓથી વિભૂષિત કર્યા હતા.
પૂજયશ્રીએ ૧૧૦ અદ્વિતીય ગ્રંથોની રચના કરી હતી. ઉપાધ્યાય
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
૨૦૯
Page #232
--------------------------------------------------------------------------
________________
મહારાજનો જ્ઞાનસાર ઉચ્ચ કોટિનો અધ્યાત્મ ગ્રંથ ગણાય છે. તેઓશ્રીના આધ્યાત્મિક ચિંતનાત્મક ઘણા પદ્યો આજે પણ સુલભ થાય છે.
આ.પૂ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજે અનેક સ્થાનો તથા સંસ્થાઓમાં ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજનું નામ અમર કર્યુ હતું. પાશ્ચાત્ય વિદ્વાનોને જૈન ધર્મનો પરિચય વીરભૂમિ મહુવાના પ્રસિધ્ધ વક્તા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ કરાવ્યો હતો પરંતુ તે દિશામાં વિશેષ કાર્ય તો આ.ભ. શ્રી વિજય ધર્મુરીશ્વરજી મહારાજાએ જીવનભર ચાલુ રાખ્યું હતું. અને તેના ફળ સ્વરૂપે અનેક વિદ્વાનો જૈન ધર્મના અભ્યાસી અને જૈન તત્ત્વ ચિંતક થયા. આ.પૂ. શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના દર્શનાર્થે તથા માર્ગદર્શન અર્થે અનેક વિદ્વાનોની સતત અવર-જવર રહેતી હતી. તેઓશ્રીએ જૈન સમાજને ચરણે મહામૂલા વિદ્વાનોની ભેટ આપી છે. | શિવપુરીમાં ચાલતી શ્રી વીર તત્ત્વ પ્રકાશક સંસ્થા અને મહા વિદ્યાલય તે આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. નું અમર સ્મારક ગણાય છે. આ સંસ્થાએ પણ જૈન સમાજને અનેક વિદ્વાનો આપ્યા છે.
સંવત ૨૦૨૩માં તપોનિધિ જૈનાચાર્ય શ્રી વિજય ભક્તિ સૂરીશ્વરજી મહારાજ આદિનું ચાતુર્માસ વાલકેશ્વર (મુંબઈ) શ્રી આદિનાથ જૈન ઉપાશ્રયમાં હતું ત્યારે અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિસ્નાત્ર, ઉપધાન તથા સાધર્મિક ભક્તિના કાર્યો થયાં હતા એટલું જ નહિ પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ. ની જન્મ શતાબ્દીની ઉજવણી તપ-ધર્મ આરાધના સાથે કરવામાં આવી હતી. આ.પૂ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. ની જન્મ શતાબ્દી પ્રસંગે ભાદરવા સુદ ચતુર્દશીના દિવસે ૧૪૦૦ ભાઈ-બહેનોએ આયંબીલની તપશ્ચર્યા કરી હતી અને અઢાર લાખ નવકાર મહામંત્રનો જાપ કર્યો હતો. એક લાખ પુષ્પોની આંગીના દર્શન કરવા હજારો ભાઈ બહેનો ઉમટી આવ્યા હતા. શતાબ્દી સમારંભની સભામાં કે. કે. શાહ, ભાનુશંકર યાજ્ઞિક, શ્રી પાડેજી વગેરેએ પૂ. આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. ને હૈયાના ભાવ સાથે શ્રધ્ધાજલી આપીને ગુણાનુવાદ કર્યો હતો. તેમજ પૂજયશ્રીના
૨૧૦.
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
Page #233
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય અને જૈન દર્શનને જગતના ચોકમાં મૂકવા અને પાશ્ચાત્ય વિદ્વાનોને તેમાં રસ લેતા કરવાના કાર્યને બિરદાવ્યું હતું.
પૂ.આ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. મહાપ્રભાવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની છત્ર છાયામાં આવેલ સમી નામના ગામમાં વિક્રમ સંવત ૧૯૨૯ના આસો સુદ-૮ ના રોજ શ્રીમાલી જ્ઞાતીય શેઠ વસતાચંદ પ્રાગજીભાઈને ત્યાં આ (આ.ભ. શ્રી ભક્તિસૂરીજી મ.) પુત્ર રત્નનો જન્મ થયો હતો. ભાવી મહાત્માનો જન્મ સમય પણ અતિ ભવ્ય હતો. જૈન શાસનમાં કર્મરાજાના સામ્રાજ્ય ઉપર વિજય મેળવવા માટેનો એ માંગલિક દિવસ હતો. જે દિવસોમાં શાશ્વતી ઓળીની અપૂર્વ આરાધના કરીને અનેક ભવ્યાત્માઓ બાહ્મ અને અત્યંતર તપનું આલંબન લઈને આત્મ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. બાળકની મુખાકૃતિ અત્યંત રમણીય હતી.
| શુભ દિવસે બાળકનું નામ મોહનલાલ પાડવામાં આવ્યું. મોહનલાલ પોતાના મિષ્ટ ભાષણ અને સૌંદર્ય વડે ગામના લોકોને મોહ પમાડતા વૃધ્ધિ પામવા લાગ્યા. માતા હસ્તબેન પુત્રને જોઈને અનેક મનોરથ સેવતા હતા. મોહનલાલે નવ વર્ષની વયે તો ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ કરી લીધો હતો. નાનપણથી જ મોહનલાલ કુશાગ્ર બુધ્ધિ ધરાવતા હતા. ધાર્મિક અભ્યાસમાં પણ પંચ પ્રતિક્રમણ તથા નવ સ્મરણ સુધીનો અભ્યાસ કરી લીધો.
- ધર્મનિષ્ઠ અને સંસ્કારી પરિવારમાં મોહનલાલનો જન્મ થવાથી સુસંસ્કારોનો વારસો મળ્યો હતો. તેઓ દરરોજ જિનમંદિર તથા ઉપાશ્રયો આદિ સ્નોમાં જતા હતા, તેથી તેમની ધર્મ પ્રત્યેની શ્રધ્ધા અને અનુરાગ વધવા લાગ્યો હતો.
સમી ગામ ગુજરાતના મધ્ય કેન્દ્રમાં હોવાથી તેમજ શ્રી શંખેશ્વર મહાતીર્થના વિહાર માર્ગમાં આવેલ હોવાથી એ ગામમાં અવાર-નવાર સાધુ મહાત્માઓનું આગમન રહેતું હતું. તેથી અનેક વખત ગુરુદેવોની વ્યાખ્યાન વાણીનો લાભ મોહનલાલને મળતો હતો.
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
૨૧૧
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ભગવંતોના સમાગમ અને સત્સંગથી તેમના જીવનમાં વૈરાગ્યના બીજ રોપાયા. કાળક્રમે સામાયિક, પ્રતિક્રમણ, નવકારી અને તિવિહારાદિ વ્રતનિયમોથી તેમનું જીવન ધાર્મિક આરાધનામાં ઓતપ્રોત બની ગયું હતું.
- મોહનલાલે બાલ્યવયમાં જ પોતાનું જીવન સુસંસ્કારોથી એવું સુગંધિત કરી દીધું કે ભ્રમર જેમ પુષ્પ પ્રત્યે આકર્ષાય તેમ અન્ય બાળકો તેમની પાસે ધાર્મિક કથાઓ વગેરે સાંભળવા અને જાણવા માટે આવવા લાગ્યા.
આ સમયે તેમને પૂજય શ્રી ધર્મવિજયજી મહારાજનો સમાગમ થયો. તેઓશ્રીની અમૃત સમાન વૈરાગ્યવાણી સાંભળીને મોહનલાલનો આત્મા ઝંકૃત થયો અને પ્રથમ મંગલરૂપે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા માટે શુભ પ્રસ્થાન કર્યું. ખૂબજ ઉલ્લાસ પૂર્વક વિધિ-સહિત નવ્વાણું યાત્રા કરીને ઘેર આવ્યા. અને રાત્રિએ સ્વપ્ર આવતાં તેમણે સવારે જાગૃત થઈને સંયમનો માર્ગ ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. અને તે માટેની હિલચાલ શરૂ કરી દીધી.
આ સમયે સમી ગામની સમીપે ચાણસ્મામાં પૂજ્યશ્રી ધર્મવિજયજી મહારાજ સપરિવાર બિરાજમાન હતા. જેમણે જૈન સમાજના ભાવી અભ્યદય માટે અથાગ પરિશ્રમ વેઠીને કાશી (બનારસ) જઈ જૈન સમાજમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અપૂર્વ ફેલાવો કર્યો. ઠેક-ઠેકાણે સંસ્કૃત, પાત તથા ધાર્મિક પાઠશાળાઓની સ્થાપના કરી, વિશ્વમાં કાશીવાળા શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના શુભ અભિધાનથી પ્રખ્યાત થયા.
ભાઈ મોહનલાલ તરતજ ચાણસ્મા ગયા. ત્યાં પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજનું વૈરાગ્યમય વ્યાખ્યાન સાંભળતાં ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. અને તેમણે ગુરૂ મહારાજને પોતાની ભાવના જણાવી. - પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજ મોહનલાલની મુખાકૃતિની ભવ્યતા અને વૈરાગ્ય-ગર્ભિત વિનયશીલ વાણી ઉપરથી અનુમાન બાંધ્યું કે આ બાળક કોઈ સામાન્ય કોટિનો આત્મા નથી, આ બાળક ભવિષ્યમાં જૈન શાસનનો તેજસ્વી તારલાની માફક ઝળકી ઉઠનારો છે.
પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજે સંમતિ આપી અને શ્રી સંઘે મોહનલાલને હી
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
૨૧૨
Page #235
--------------------------------------------------------------------------
________________
દીક્ષા માટેની રજા આપી મુમુક્ષુ મોહનભાઈને સં. ૧૯૫૭ના મહા વદી દશમના દિવસે મુનિરાજ શ્રી ધર્મવિજયજી મહારાજે સમી ખાતે દીક્ષા પ્રદાન કરી અને મોહનભાઈની સાથે ભાવનગરના એક મુમુક્ષુએ પણ દીક્ષા ગ્રહણ કરી. મોહનભાઈનું નામ મુનિ ભક્તિવિજય જાહેર થયું વડી દીક્ષા ઊંઝામાં થઈ.
સંવત ૧૯૫૭માં પ્રથમ ચાતુર્માસ ગુરૂ મહારાજ સાથે મુનિ ભક્તિ વિજયજી મહારાજે વીરમગામમાં કર્યું ત્યાં તેમણે યોગવહન અને શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. સંવત ૧૯૫૮નું ચાતુર્માસ માંડલ કર્યું. અહીં મુનિ શ્રી ભક્તિ વિજયજી મહારાજે સંસ્કૃતનો અભ્યાસ કર્યો સંવત ૧૯૫૯નું ચાતુર્માસ મહેસાણા કર્યું અહીં જ્ઞાન ધ્યાનાદિની પ્રાપ્તિ થઈ. સંવત ૧૯૬૦નું ચાતુર્માસ પાટણ કર્યું તથા સં. ૧૯૬૧નું ચાતુર્માસ વીરમગામ કર્યું. સંસ્કૃત, પાકૃત તથા ધર્મશાસ્ત્રાદિનો વિશદ અભ્યાસ કરવા વિ.સં. ૧૯૬૨નું ચાતુર્માસ બનારસમાં પૂર્ણ કર્યું. સં.૧૯૬૬નું ચાતુર્માસ પાલી (રાજસ્થાન) માં કર્યું. સંવત ૧૯૬૭નું ચાતુર્માસ સાણંદમાં કર્યું. સંવત ૧૯૬૮નું ચાતુર્માસ શ્રી સંઘની વિનંતીથી જન્મભૂમિ સમીમાં કર્યું. સં. ૧૯૬૯નું ચાતુર્માસ સાદડીમાં તથા સંવત ૧૯૭૦નું ચાતુર્માસ પાલીમાં કર્યું. સંવત ૧૯૭૧નું ચાતુર્માસ અમદાવાદ શાહપુર તથા સં. ૧૯૭૨નું પાલીતાણા કર્યું.
સંવત ૧૯૭૩નું ચાતુર્માસ વીરમગામ કર્યું. અહીં શ્રી વિજયવીરસૂરીજી પાસે ઉપાંગનુ યોગોવહન કર્યું. સં. ૧૯૭૪નું ચાતુર્માસ વીરમગામ કર્યું. આચાર્ય શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજાએ સં. ૧૯૭૫ના અષાઢ સુદ-૨ ના રોજ મુનિ ભક્તિ વિજયજી મહારાજને ગણિ પદવી અને અષાઢ સુદી-૫ ના પંન્યાસ પદવી અર્પણ કરી. સં. ૧૯૭૫નું ચાતુર્માસ કપડવંજ કર્યું. સં. ૧૯૭૬નું ચાતુર્માસ પાલીતાણા, સં. ૧૯૭૭નું માંગરોળમાં તથા સં. ૧૯૭૮નું વઢવાણમાં કર્યું. | વિક્રમ સંવત ૧૯૭૯નું ચાતુર્માસ સમીમાં, સંવત ૧૯૮૦નું વીરમગામમાં, સં. ૧૯૮૧નું ભાવનગર કર્યું. સંવત ૧૯૮૨નું પાટડી, સં. ૧૯૮૩નું વઢવાણ કેમ્પમાં, સં. ૧૯૮૪નું રાધનપુર તથા સંવત ૧૯૮૫નું ચાતુર્માસ શાહપુર કર્યું, સંવત ૧૯૮૬નું ચાતુર્માસ માણસા, સંવત ૧૯૮૭નું ચાતુર્માસ મહેસાણા કર્યું, સંવત ૧૯૮૮નું સુરતમાં ભવ્ય ચાતુર્માસ કર્યું. અનેક ધર્મકાર્યો, તપશ્ચર્યાઓ
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
૨૧૩
Page #236
--------------------------------------------------------------------------
________________
થઈ. સંવત ૧૯૮૯નું ચાતુર્માસ લાલ બાગ માં થયું. સંવત ૧૯૯૦નું ચાતુર્માસ ખંભાતમાં તથા સંવત ૧૯૯૧નું ચાતુર્માસ ભાવનગર કર્યું.
૧૯૯૨ના વૈશાખ સુદી-૪ના પાલીતાણા ખાતે પં.શ્રી ભક્તિવિજયજી મ., ઉપા. શ્રી માણેકસાગરજી મ., ઉપા. કુમુદવિજયજી મ. તથા પં. શ્રી પદ્મ વિજયજી મ. ને આગમોધ્ધારક આચાર્ય પ્રવર શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા.
સંવત ૧૯૯૨નું ચાતુર્માસ આ.ભ.પૂ. ભક્તિ સૂરીજી મ. આદિ એ લીંબડીમાં કર્યું. ૧૯૯૩નું ચાતુર્માસ સમીમાં કર્યું. સંવત ૧૯૯૪નું ચાતુર્માસ પાટણમાં કર્યું. સંવત ૧૯૯૫નું વઢવાણમાં, સંવત ૧૯૯૬નું જામનગર કર્યું. સંવત ૧૯૯૭નું ચાતુર્માસ પાલીતાણામાં સંવત ૧૯૯૮નું ચાતુર્માસ વીરમગામમાં કર્યું. સંવત ૧૯૯૯નું ચાતુર્માસ સમીમાં કર્યું, મહેસાણા સંઘના આગ્રહથી વિ.સં. ૨૦OOનું ચાતુર્માસ મહેસાણા કર્યું. - સંવત ૨૦૦૧નું ચાતુર્માસ થરામાં થયું. સં. ૨૦૦૨નું ચાતુર્માસ ખંભાતમાં તથા સંવત ૨૦૦૩નું ચાતુર્માસ કપડવંજ, સં. ૨૦૦૪નું ચાતુર્માસ પાલીતાણામાં થયું. સંવત ૨૦૦૫નું શાહપુર (અમદાવાદ) તથા સંવત ૨૦૦૬નું ચાતુર્માસ સમીમાં કર્યું. સંવત ૨૦૦૭નું પાટણ (ઉ.ગુ.), સં. ૨૦૦૮નું ચાતુર્માસ મહેસાણા, સં. ૨૦૦૯નું ચાતુર્માસ શાહપુર (અમદાવાદ) કર્યું. સં. ૨૦૧૦ ચાતુર્માસ પાલીતાણા ખાતે કર્યું. સં. ૨૦૧૧ નું ચાતુર્માસ સમીમાં કર્યું. સંવત ૨૦૧૨નું થરામાં તથા સં. ૨૦૧૩નું આચાર્ય ભગવંત પોતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે સમીમાં ચાતુર્માસ કર્યું.
| વિક્રમ સંવત ૨૦૧૪નું ચાતુર્માસ પણ સંઘની વિનંતીથી સમીમાં કર્યું. જે પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માસ હતું. સંવત ૨૦૧૫ પોષ સુદ-૩ ના બપોરે ૧૨-૪૦ વિજય મુહૂર્તે સમાધિપૂર્વક બેઠાં બેઠાં કાળધર્મ પામ્યા. કાળધર્મ પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ગામો ગામથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. પોષ સુદ-૪ના શંખેશ્વરજી ગામ બહાર પેઢીના બગીચામાં ચંદન કાષ્ટની રચેલી ચિતામાં પૂજયશ્રીના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા.
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
૨૧૪
Page #237
--------------------------------------------------------------------------
________________
પૂજયશ્રીને શંખેશ્વર પાર્શ્વનાથ પ્રત્યે અનેરી પ્રીતિ હતી અને તેમનું શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય નિર્માણ થાય તેવું સ્વપ્ન હતું જે સ્વપ્ન આ.ભ.પૂ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.પૂ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજે પૂર્ણ કર્યું. | પૂજ્યશ્રીનું સમગ્ર જીવન તપશ્ચર્યાથી ધન્ય બન્યું હતું. તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા – તપશ્ચર્યાઓ, ઉપધાનતમ, વર્ધમાન તપ સહિતની વિવિધ તપ તથા ધર્મ આરાધનાઓ પુષ્કળ, પ્રમાણમાં થઈ હતી.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર પરમ વંદનીય આ.ભ. શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજાને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. તેમનું સ્વપ્ન હતું કે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય નિર્માણ પામે અને આ સ્વપ્ન બંધુ બેલડી આ.પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા આ.ભ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજે સાકાર કર્યું. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની વિગતો આપી છે.
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજય ધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેર ઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભવ્ય ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
, ૨૧૫.
Page #238
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. | પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પા સરોવરની મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં પ્રવેશદ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી આ.ભક્તિસૂરીશ્વરજી મ. ની પ્રતિમાજી બિરાજમાન છે.
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
૨૧૬
Page #239
--------------------------------------------------------------------------
________________
તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ, પ્રાતઃ સ્મરણીય
૫.પૂ. આચાર્યદેવ
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
પ્રાતઃ સ્મરણીય, પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, પરમવંદનીય આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા એક એવું વિરાટ વ્યક્તિત્વ છે કે, હજારો વર્ષે ક્યારેક જ એવું વિરલ વ્યક્તિત્વ સદેહે પૃથ્વી પર વિચરતું જોવા મળે.
આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે જૈન શાસનના નભોમંડળમાં શુક્ર સમાન ચમકતો સિતારો. પૂજ્યશ્રીનું ગૌર વર્ણ, તેજસ્વી ભાલ, નીલ કમલ જેવી આંખો, પરમ વાત્સલ્યના ક્ષીર-સાગર, ગંભીર અને શાંત શીતલ આલ્હાદક દૃષ્ટિ, ચમકતી ચાંદની જેવા ગાલ, કમલપત્ર જેવા હોઠ, અને કંધૂ (નામના) શંખ જેવી ગરદન, સર્વ મળીને આ વ્યક્તિત્વ એવું સુંદરતમ છે, કે જે જોતાં જ એક ૫૨મ આદરણીય, આદર્શ, ધર્મ-મહાપુરુષની છબી સંપૂર્ણ રીતે ઉપસી આવે.
પ.પૂ. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા એક પહોંચેલા સિધ્ધપુરુષ, માનવતાના મસીહા, ધૂરંધર ધર્મગુરૂ, અનુભૂતિ સંપન્ન, આત્મજ્ઞાની, વિશિષ્ટ વ્યવહાર કુશળ, સુજ્ઞ સમયજ્ઞ, પ્રતિભા સંપન્ન પ્રાજ્ઞ, વિલક્ષણ વ્યક્તિત્વ, વિખ્યાત વચન સિધ્ધ, પ્રખ્યાત પુણ્ય પ્રભાવી, પ્રસિધ્ધ પ્રવચનકાર, મહિમાવંત પુરુષ, પરમ શાસન પ્રભાવક, ધર્મધ્રુવ તારક, શિષ્ય વત્સલ, પ્રેમ પ્રતિમા, સ્નેહ સાગર અને સ્મિતના જાદુગર છે. એવા વિસ્મય વિમુગ્ધ કરવાવાળા, વિલક્ષણ વ્યક્તિત્વના સ્વામી હોવા છતાં પૂજ્યશ્રી બાળક જેવા સરળ, સહજ, નિખાલસ, નિષ્કપટ, મૃદુતામય, કોમળ, આડંબર રહિત અને નિર્દભ છે.
આવું અદ્દભૂત વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે વિદ્યમાન છે. એથી વધીને ગૌરવની વાત બીજી કઈ હોઈ શકે ?
પૂજ્યશ્રી પિતાશ્રી પ્રતાપચંદજી વર્ષો પૂર્વે ગુજરાતના મહેસાણા ગામમાં
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૧૭
Page #240
--------------------------------------------------------------------------
________________
આવીને વસ્યા હતા. તેઓ મૂળ દુંદાડાના નિવાસી છે. પૂજયશ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા. નો જન્મ વિ.સં. ૧૯૭૬ ફાગણ સુદ-૧૫ (ધૂળેટી)ના દિવસે વિજયનગરમાં થયો હતો. પરંતુ બાળપણે મહેસાણામાં વિત્યું. ત્યાં તેઓ મહેસાણાની જૈન પાઠશાળામાં દરરોજ જતા હતા.
એકવાર પ.પૂ. વૈરાગ્યવારિધિવર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ બાળકોની પરીક્ષા લેવા માટે પધાર્યા. ત્યાં જ આ ઝવેરીએ હીરાને પારખી લીધો, જૈન શાસનના એક અણમોલ રત્ન નજરે પડતાં જ પૂ. ભક્તિસૂરિજી મ. ની આંખો ચમકી ઊઠી. તે દિવસ પૂ. આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. માટે એક યાદગાર મહોત્સવનો દિવસ બની ગયો. આચાર્ય ભગવંતે તેમનામાં યોગ્ય સુપાત્રના તમામ ગુણો નિહાળી લીધા હતા. ગુરૂ ઉચિત અને યોગ્ય શિષ્યોને શોધતા હોય છે. અને અસલી રત્ન જેવા શિષ્યને પ્રાપ્ત કરીને તે પણ ધન્યતાનો અનુભવ કરે છે.
આવા શિષ્ય હતા પન્નાલાલભાઈ.
દીક્ષા નક્કી થઈ, પણ બાલ દીક્ષા પ્રતિબંધનો કાયદો ગાયકવાડ સરકારે કર્યો હતો, કેટલાક વિરોધીઓએ દીક્ષા અટકાવવાનો વિચાર કર્યો, પણ તેમને
ક્યાં ખબર હતી કે આ નાનકડી જયોતિ દેદીપ્યમાન સૂર્ય બનવા જઈ રહી છે ! તે કેવી રીતે રોકાઈ શકે? મહેસાણામાં દીક્ષાનો મહોત્સવ થયો અને વિ.સં. ૧૯૮૭. અષાઢ વદ છઠ્ઠના અમદાવાદમાં દીક્ષા થઈ.
૫.પૂ. આગમોદ્ધારક આચાર્ય પ્રવર શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે સંયમ યાત્રાનો શુભારંભ થયો.
પૂ. સાગરાનંદસૂરીજી મહારાજે પૂછયું: ‘બેટા પન્નાલાલ, તારું સાધુ નામ શું રાખવું?”
પન્નાલાલ બોલ્યો: “પ્રેમ વિજય” બસ તે જ નામ રાખવામાં આવ્યું. દીક્ષા અંગીકાર કરનાર દીક્ષાર્થી કદી પોતાનું નામ પસંદ કરી શકતા નથી. પણ પૂજ્યશ્રીએ પોતાનું નામ પોતેજ પસંદ કર્યું હતું. હોનહારોની એ જ વિશેષતા હોય છે. નામની પાછળ ઘણીવાર મહાન સંકેત હોય છે. સમગ્ર જગતને વૈરભાવ,
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૧૮
Page #241
--------------------------------------------------------------------------
________________
ભેદભાવ ભૂલાવી પ્રેમભાવમાં ડૂબાડવા માટે જ જન્મ્યા હોય તેમ “યથા નામ તથા ગુણાઃ' એ ન્યાયે પ્રેમવિજયજી સહુના પ્યારા બની ગયા. વિનય, વૈયાવચ્ચ, સેવા, સદ્ભાવના, મિષ્ટ મધુરી ભાષા, અભ્યાસ કરવાની લગની, વાચનની ધૂન, અને અત્યંત ભાવથી પ્રવચન સાંભળવાની રૂચિ. આ સર્વ ગુણોને એવા આત્મસાત્ કરી લીધા કે બાલમુનિ શ્રી પ્રેમવિજયનું જીવન રાતરાણીના ફૂલોની માફક સુગંધનો સમુદ્ર અને મોહકની માફક મધુર મનમોહક બની ગયું.
આમ વર્ષો પસાર થતાં ગયા.
પૂજયશ્રી ૩૪ વર્ષના થયા. પૂજયશ્રીને વિક્રમ સંવત ૨૦૧૦માં શાહપુર(અમદાવાદ)માં પંન્યાસ પદવી પ્રાપ્ત થઈ.
પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મહારાજ જ્યાં જ્યાં ગયા ત્યાં દરેક પ્રકારના શુભ કાર્યોની હારમાળા સરજાવતાં રહ્યાં, એમણે પોતાના જીવનને એક મિશન બનાવી દીધું હતું. એમણે કદી ન કોઈ અપેક્ષા, માન, સન્માન, ઈનામની રાખી અને ક્યારેય અપમાન કે બદનામીની પરવા કરી. તેઓ જૈન શાસનના ગૌરવને પ્રતિષ્ઠિત કરવામાં કોઈની શેહ-શરમ રાખી નહોતી. - પૂજ્યશ્રી પ્રખર પ્રવચનો સાંભળીને ભાવિકો પ્રસન્ન બની ઊઠતા હતા. શાસન પ્રભાવનાના સહસ્ત્ર કિરણોવાળો આ નૂતન સૂર્ય જ્યારે પૂર્ણ રીતે ચમકતો બરાબર મધ્યાન્હ આવ્યો ત્યારે સમગ્ર દુનિયા આ મહાપુરુષના ચરણોમાં ઝૂકી પડી, સૌ કોઈ ઈચ્છતા હતા કે પૂજ્યશ્રી હવે આચાર્ય બને...
- આ તરફ પૂજયશ્રીના ગુરૂદેવ શ્રી આ. ભક્તિસૂરિજી મહારાજને અંતરાનુભૂતિ થઈ કે, મારું આયુષ્ય હવે છ મહિનાથી વધારે નથી. તેથી પં. પ્રેમવિજયજીને પોતાના હાથે આચાર્યપદ અર્પણ કરવાનો વિચાર કર્યો પરંતુ યોગ્ય મુહૂર્ત ન હતું. ત્યારે પાસે રહેલાં પૂ.આ.શ્રી ચંદ્રસાગરસૂરીજીને કાર્યભાર સોંપ્યો. અને પં. પ્રેમવિજયજી મ. ને આચાર્યપદથી વિભૂષિત કરવા જણાવ્યું.
આ તરફ પૂજ્યશ્રીએ ગુરૂદેવના અંતિમ સમયમાં દિવસ-રાત જોયા વિના લગાતાર અભૂત સેવા કરી. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં વિ.સં. ૨૦૧૪ પોષ સુદ-૩ ના પ.પૂ. આ. શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ. ની ચિરવિદાયથી અગ્રણી
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૧૯
Page #242
--------------------------------------------------------------------------
________________
શિષ્ય સેવાવ્રતી પં. પ્રેમવિજયજીએ હૃદયદ્રાવક વિલાપ કર્યો હતો. જ્યારે અદશ્યનાપડદા પાછળથી ગુરૂદેવે દર્શન આપ્યા ત્યારે જ પં. પ્રેમવિજયજી મ. નો શોક દાવાનલ શાંત થયો.
જ્યાં જ્યાં પં. પ્રેમવિજયજી મ. ના ચાતુર્માસ થયા, ત્યાં ત્યાં દાન-શીલતપ-ત્યાગ, ભક્તિ ભાવ અને સમાજમાં નવી આરાધના પધ્ધતિની લહેરથી તેઓ ચીર સ્મરણીય બની ગયા.........
ગુરૂદેવ શ્રી આ.ભ. ભક્તિસૂરીશ્વરજી મ. ની આજ્ઞાને ચરિતાર્થ કરવા પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીજી મ. ના વાસક્ષેપ અને આજ્ઞાથી પાટણના મુખ્ય સંઘમાં સકલ શ્રી સંઘની સમક્ષ મહોત્સવ રચીને સંવત ૨૦૧૪ વૈશાખ સુદ-૬ના પં.શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પં. શ્રી સુબોધવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવામાં આવી અને આ.ભ.પૂ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજને આ.ભ. શ્રી ભક્તિસૂરીજીના પદધર જાહેર કરવામાં આવ્યા.
ત્યારબાદ આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા પૂ.આ.ભ. શ્રીમદ્ તપાગચ્છ સૂર્ય આચાર્ય દેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને આદરણીય ગુરૂદેવના રૂપમાં માને છે, પૂજે છે અને હંમેશા માર્ગદર્શન લે છે.
ભલભલા ચમરબંધી લોકો પ્રથમ દર્શને જ પૂજ્યશ્રી ના ચરણોમાં અહં મૂકીને હળવાશ અનુભવે છે. પૂજ્યશ્રીને ગુરૂ માની લેતા હોય છે.
પૂજ્યશ્રીને ત્રણ ભાઈઓ હતા. મોટાભાઈ શેષમલજીએ બે વર્ષ બાદ દીક્ષા ગ્રહણ કરી અને આગળ વધતાં-વધતાં આચાર્ય પદારૂઢ બનીને પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય સુબોધસૂરીશ્વરજીના પુણ્યનામથી ઓળખાતા હતા. અમદાવાદશાહીબાગ, રાજસ્થાન હોસ્પીટલમાં વિક્રમ સંવત ૨૦૪૭ માગસર સુદ-૧૩ ના આ.ભ. શ્રીમદ્ વિજય સુબોધસૂરીજી મ. કાળધર્મ પામ્યા. રામ-લક્ષ્મણની જોડીના રૂપમાં પ્રખ્યાત બંને આચાર્ય બંધુ હંમેશા સાથે જ વિચરતા હતા. શાસન પ્રભાવનાના સર્વ કાર્યમાં બંનેની પ્રેરણા સાથે જ રહેતી હતી.
અત્યારે આ.ભ. ગચ્છાધિપતિ, તપાગચ્છ સૂર્ય પૂજ્યશ્રી એકલા હાથે
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૨૦
Page #243
--------------------------------------------------------------------------
________________
શાસનની ધૂરા સંભાળી રહ્યાં છે. પૂજ્યશ્રીના ત્રીજા ભાઈ હરિભાઈ પ્રતાપચંદ્ર શાહ છે. તેઓ મુંબઈમાં રહે છે.
| પૂજ્ય શ્રી શુભ નિશ્રામાં અનેક જગ્યાએ અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ, મહાપૂજન મહોત્સવ થયા છે. ધર્મ સંસ્થાઓની સ્થાપના પણ થઈ છે. પ્રતિષ્ઠાઓમાં મુખ્ય રૂપમાં પુના, મુંબઈ, હિંગનઘાટ દૌડ, વાઈ, દાંતા, મરિનડ્રાઈવ, શંખેશ્વર, રાજકોટ (શ્રી પાર્શ્વ પ્રેમધામ - નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થના પ્રેરક અને પ્રતિષ્ઠા) સહિત અન્ય સ્થાનોમાં અંજન શલાકા, પ્રતિષ્ઠાઓ થઈ છે.
શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૨૧
Page #244
--------------------------------------------------------------------------
________________
તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનો શિષ્ય સમુદાય વિાળ છે. તેઓ શ્રી ની વૈરાગ્યવાણીનું શ્રવણ કરીને અનેક યુવાનો અને બાળકોએ સંયમનો માર્ગ ગ્રહણ કરીને કઠોર મુક્તિનો માર્ગ અપનાવ્યો છે.
પૂજયશ્રી પ્રભુ ભક્તિના પરમ ઉપાસક છે. સૂરિમંત્ર સાધના આદિ માંત્રિક અનુષ્ઠાનોના તેઓ કુશળ આરાધક છે. મંત્રશાસ્ત્રના તલસ્પર્શી મર્મજ્ઞ છે.
દિવસ-રાત પરોપકારમાં તલ્લીન અને આધ્યાત્મિક આરાધનામાં વ્યસ્ત
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૨૨
Page #245
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રમણ સંઘના સૂત્રધાર એવા આ મહાપુરુષના દર્શન માત્રથી જ ભવોભવના પાપકર્મ ક્ષીણ થઈ જાય છે.
પૂજયશ્રી જૈનાચાર્ય હોવા છતાં સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્રીય અસ્મિતાની સુરક્ષાના પ્રખર હિમાયતી છે. એક જાગૃત પ્રહરી તરીકે તેઓ આ વિષયમાં સક્રીય ભાગ લેતા રહ્યાં છે.
પૂજ્યશ્રી હજારો ભક્તોમાં “ચમત્કારી બાબા' તરીકે સુપ્રસિધ્ધ હોવા છતાં પૂજયશ્રી નિખાલસપણે જણાવે છે કે “હું કોઈ જ ચમત્કાર કરતો નથી.”
મોટી તપશ્ચર્યા કરવાની હોય ત્યારે તેના પચ્ચખાણ લેવા આરાધકો દૂર દૂરથી પૂજ્યશ્રી પાસે આવતા રહે છે.
પૂજયશ્રીનું જીવન અત્યંત સાત્વિક, આરાધનામય અને નિર્મોહી છે. તેઓ શ્રી જિનશાસનનું અણમોલ રત્ન છે. આવાં રત્નો વારંવાર પૃથ્વી પર જન્મતા નથી તે હકીકત છે.
આ
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૨૩
Page #246
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનનો તેજસ્વી તારલો
આચાર્ય પૂ. શ્રી સુબોધસૂરીજી મ. પ્રખર પ્રવચનકાર, જૈન શાસ્ત્રોના ઊંડા અભ્યાસી આ.ભ.પૂ.શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજા તે ગચ્છાધિપતિ આ.ભ.પૂ. પ્રેમસૂરિશ્વરજી મહારાજાના મોટાભાઈ થતા હતા. સમસ્ત જૈન શાસનમાં બાંધવ બેલડી તરીકે જાણીતા હતા. બન્નેના ચાતુર્માસ પણ સાથે જ રહ્યાં હતા. બન્નેના ગુરૂદેવ આ.ભ.પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજા હતા.
આચાર્ય ભગવંત પૂ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજનો જન્મ વિ.સં. ૧૯૭૨ના વૈશાખવદ - ૭ ના સણવાડ - મેવાડ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપભાઈ અને માતાનું નામ રતનબેન હતું. તેમનો બાલ્ય ઉછેર મહેસાણામાં થયો.
સંવત ૧૯૮૭માં આચાર્ય ભક્તિસૂરીશ્વરજી મહારાજ ત્યારે પંન્યાસજી હતા. તેઓનું ચાતુર્માસ મહેસાણામાં થયું હતું રતનબેન ત્યારે પોતાના બન્ને પુત્રો શેષમલ તથા પન્નાલાલને લઈને વ્યાખ્યાન શ્રવણ કરવા માટે આવતાં હતા. ત્યારે પન્નાલાલમાં વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ અને પં. ભક્તિવિજયજી મહારાજ પન્નાલાલમાં વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ અને પં. ભક્તિવિજયજી મહારાજ પન્નાલાલના ચહેરા પરથી જાણી ગયા કે આ બાળક જૈન શાસનનો તારલો બનશે. પન્નાલાલે અગિયાર વર્ષની ઉંમરે પ્રવજ્યા ગ્રહણ કરી. તેમણે અમદાવાદમાં આગમોધ્ધારક આ.ભ. પૂ. શ્રી સાગરાનંદસૂરીજી પાસે દીક્ષા લીધી ત્યારે એ પ્રસંગમાં રતનબેન અને મોટો પુત્ર શેષમલ પણ હાજર હતા. એ સમયથી તેમને પણ દીક્ષા લેવાની ભાવના થઈ હતી પરંતુ પરિવારમાં શેષમલ મોટા હોવાથી રતનબેને તત્કાળ રજા ન આપી અને લગભગ એકાદ વર્ષ પછી રજા આપી. ' આમ શેષમલજીએ પરિવાર તથા શ્રી મહેસાણા જૈન સંઘની અનુમતિ મેળવીને સંવત ૧૯૮૮ના પોષ વદી-૧ ના વીરમગામ ખાતે પ્રવજ્યા અંગીકાર કરી અને મુનિ સુબોધવિજયજી બન્યા.
સંવત ૧૯૮૮ બાદ મુનિશ્રી પ્રેમવિજયજી અને મુનિશ્રી સુબોધવિજયજી
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૪
Page #247
--------------------------------------------------------------------------
________________
મહારાજ બાંધવ બેલડી તરીકે જાણીતા થયા. દીક્ષા ગ્રહણ કર્યા પછી મુનિ સુબોધવિજયજી મહારાજે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો, જૈન શાસ્ત્રોનો ગહન અભ્યાસ શરૂ કર્યો. બંધુ બેલડી આચાર્ય ભગવંત પૂ. શ્રી ભક્તિ સૂરીશ્વરજી મહારાજની છાયા બનીને રહ્યાં હતા.
પૂ. મુનિશ્રી સુબોધવિજયજી મહારાજને પંન્યાસ પદવી અમદાવાદમાં સંવત ૨૦૧૦ના મહાસુદ-૫ ના દિવસે એનાયત કરવામાં આવી. અને આચાર્ય પદવી ગોરેગાંવ(મુંબઈ) માં વિ.સં. ૨૦૨૯ના પ્રદાન કરવામાં આવી હતી.
પૂ. આ.ભ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજનો સંયમ પર્યાય ૫૯ વર્ષનો રહ્યો હતો. તેમનું આયુષ્ય ૭પનું હતું. વિ.સં. ૨૦૪૭ના માગસર સુદ-૧૩ના અમદાવાદ - ગિરધરનગર ખાતે આ.ભ.પૂ.શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજા કાળ ધર્મ પામ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં ગામોગામથી ભક્તો ઉમટી પડયા હતા અને પાલખીયાત્રામાં જોડાયા હતા. જ્યારે શંખેશ્વરમાં અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી ત્યારે હજારોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ.ભ. પૂ. સુબોધસૂરિજી મહારાજ પ્રખર પ્રવચનકાર હતા. તેઓ જ્યારે વ્યાખ્યાન આપતાં ત્યારે દૃષ્ટાંતો આપીને સરળ ભાષામાં જૈન દર્શનની મહાનતા સમજાવતાં. તેમના વ્યાખ્યાનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમણે ગુજરાત સહિત મુંબઈ, પુના, વગેરે સ્થાનો પર ભવ્ય ચાતુર્માસ કર્યા હતા. તેમનો ભક્તગણ વિશાળ પ્રમાણમાં હતો.
આ.ભ.પૂ. સુબોધસૂરીજી મહારાજ ક્રિયા પ્રત્યેનો અનેરો ભાવ જગાડનારા હતા. તેમનું જીવન અનેક લાક્ષણિકતાઓથી સમૃદ્ધ હતું. તેઓનો સ્વાભાવ મિલનસાર અને શાસન પ્રત્યેની શ્રધ્ધા અપૂર્વ હતી. તેઓ સરળ અને ભદ્રિક આત્મા હતા. તેમણે તિથિ ચર્ચામાં ભારે નિપુણતા કેળવી હત. તેઓ ઈતિહાસના જાણકાર હતો.
પૂજ્યશ્રી પાસે ધર્મ અંગેનું માર્ગદર્શન લેવા અનેક લોકો આવતાં. પૂજ્યશ્રી સૌને ધર્મકરણી માટેની સલાહ આપતાં હતા.
પૂજ્ય શ્રી ભક્તિસૂરી સમુદાયના ઉચ્ચ કોટિના આચાર્ય હતા. તપાગચ્છ
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૫
Page #248
--------------------------------------------------------------------------
________________
સંપ્રદાયમાં તેમનું નામ મોખરે હતું. તેમના હાથે અનેક શાસનના કાર્યો સંપન્ન
થયા હતા.
બંધુ બેલડી આ.ભ. પૂ. પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા આ.ભ. પૂ. સુબોધસૂરીશ્વરજી મહારાજાના ગુરૂદેવ આ.ભ.પૂ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાનું અંતિમ ચાતુર્માસ (સંવત ૨૦૧૪) સમીમાં હતું. આ અરસામાં તેઓશ્રીની વૃધ્ધાવસ્થાના કારણે શારીરિક અશક્તિ વધવા લાગી હતી. જેથી ચાતુર્માસ પહેલા જ તેઓશ્રીએ પોતાના સુશિષ્યોને પૂ.પં. શ્રી પ્રેમવિજયજી મ. તથા પં.શ્રી સુબોધ વિજયજી મહારાજ આદિ ઠાણાંઓને પોતાની સાથા ચાતુર્માસની આરાધના કરવા માટે મુંબઈથી બોલાવી લીધા હતા. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની તબિયત વિશેષ લથડી, જેથી સમીના ગુરુભક્ત શ્રી સંઘે પાટણથી ડોક્ટર સેવંતીભાઈને બોલાવ્યા, ડોક્ટરે પૂજ્યશ્રીનું શરીર સારીરીતે તપાસ્યું. તેમને જાણવ્યું કે આવી પરિસ્થિતિમાં તો કેસ ખલાસ થઈ જાય છતાં ગુરૂદેવની આત્મસ્ફુર્તિ જોઈ તેઓએ કહ્યું કે ‘આ મહાપુરુષ કઈ રીતે જીવે છે ? એ મારી સમજમાં આવતું નથી. પૂજ્યશ્રીની તબિયત અગાઉ પણ બગડી હતી, ત્યારે મને લાગ્યું હતું કે આ મહાપુરુષ બે-ચાર કલાકમાં દેહ છોડી દેશે પરંતુ એ વાતને આજે લગભગ વર્ષ વીતી ગયું છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે. ગુરૂદેવનું તપોબળ અલૌકિક છે. તેઓશ્રીના તપોબળ પાસે મારી વિદ્યા કામ આવે તેમ નથી.' ડોક્ટર ગયા પછી તો પૂજ્યશ્રીને થોડા દિવસમાં આરામ થઈ ગયો. ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્યશ્રી આચાર્યદેવને શાસનદેવના સંકેતાનુસાર શ્રી શંશ્વર મહાતીર્થની યાત્રા કરવાની પ્રબળ ઈચ્છા થઈ. આ ઈચ્છા પોતાના પ્રિય શિષ્યો પં. શ્રી પ્રેમવિજયજી મ. તથા પં. શ્રી સુબોધવિજયજી મહારાજને જણાવી.
પૂજ્યશ્રીએ જણાવેલું : ‘ચાલો શંખેશ્વર, મારે એ મહાતીર્થમાં પંદર દિવસની આરાધના કરવી છે.’
ત્યારબાદ પૂજ્ય ગુરૂદેવે પોતાના શિષ્ય પરિવાર સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યો.
બસ, શંખેશ્વર ગયા બાદ પૂજ્યશ્રી આચાર્ય દેવ પોતાની શુભ ભાવના
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૬
Page #249
--------------------------------------------------------------------------
________________
અનુસાર પંદર દિવસની આરાધના પૂરી કરી અને જાણે આ જીવનની આરાધના પણ પૂરી થઈ ગઈ હોય તેમ ૧૬માં દિવસે સવારે પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પંન્યાસજી શ્રી સુબોધવિજયજી મહારાજ આદિ સાથે પ્રતિક્રમણ ખૂબજ ભાવ સાથે કર્યું. પછી પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનભક્તિ સભર આત્મિક ઉલ્લાસ પૂર્વક કર્યા. ત્યાર બાદ ગુરૂભક્ત શિષ્યોએ વાપરવા માટે પૂજ્યશ્રીને વિનયપૂર્વક વિનંતી કરી પરંતુ જાણે અનશન ન આદર્યુ હોય....! તેમ તેઓશ્રીએ કહ્યું કે “મારે હજી આરાધના બાકી છે. મારે વિજય મુહુર્ત સાધવાનું છે. આ
જો એમજ થયું. નવકારવાળી ગણતાં ગણતાં પૂજ્ય ગુરૂદેવે પૂર્ણ સમાધિમાં સંવત ૨૦૧૫ના પોષ શુદિ-૩ના બપોરે વિજય મુહૂર્ત આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. ત્યારે ગુરૂદેવના પ્રિય શિષ્યો બંધુ બેલડી ૫. શ્રી પ્રેમવિજયજી મ. તથા પ. શ્રી સુબોધવિજયજી મહારાજ ગુરૂદેવનો વિરહ સહન નકરી શક્યા. બન્ને ચોધાર આંસુએ રડી પડ્યા. તેમને શાંત રાખવા આકરા થઈ પડ્યા હતા.
બંધુ બેલડીને ગુરૂદેવ પ્રત્યે આવો પ્રેમ હતો....આવી ગુરૂભક્તિ હતી.
સંવત. ૨૦૪૭નું ચાતુર્માસ અમદાવાદમાં હતું ત્યારે આ.ભ.શ્રી સુબોધસૂરીજી મહારાજને રાજસ્થાન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ તેમના મુખ પર કોઈ પ્રકારની ચિંતા નહોતી. શરીરનો ગુણધર્મ તેઓ જાણતા હતા અને તેઓ એ પણ જાણી ગયા હતા કે હવે બચી શકાય તેમ નથી. પરંતુ તેમનું મન અતિ પ્રસન્ન હતું. તેમની ભક્તિ અપૂર્વ હતી. જ્યારે તેઓ માગસર સુદ-૧૩ના કાળધર્મ પામ્યા ત્યારે તેમના મુખ પર તેજસ્વીતા પથરાઈ ગઈ હતી.
જૈન શાસનના એક તેજસ્વી તારલાએ વિદાય લીધી હતી. બંધુ બેલડીનો ભાઈ વિખુટો પડી ગયો હતો. આ ભક્તિ સૂરીસમુદાયના સમસ્ત સાધુ-સાધ્વીજી મહારાજાઓ ભારે શોકમય બની ગયા હતા. આ.ભ.પૂ. સુબોધસૂરીજી મ.ના આત્માને કોટિ કોટિ વંદના.
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૭
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં | બિરાજમાન શ્રી સુબોધસૂરીજી મ. ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયકલ
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૮
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે.
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૯
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી માણિભદ્ર વીર તપાગચ્છ અધિષ્ઠાયક, જૈનશાસન રક્ષક દેવ શ્રી માણિભદ્રવીરની કથા રસપ્રચુર અને બોધક છે. શ્રી સિધ્ધાચલજીના શુભ સ્મરણ અને શ્રી નમસ્કાર મહામંત્રના રટણથી સુશ્રાવક માણેકચંદ બન્યા શ્રી માણિભદ્રવીર.
- આજે શ્રી જિનશાસનમાં શાસનદેવ તરીકે શ્રી માણિભદ્ર વીરની પૂજા થાય છે. જૈન-જૈનેતરો ભક્તિભાવ પૂર્વક શ્રી માણિભદ્રવીરની ભક્તિ કરે છે. શ્રી માણિભદ્રવીર જાગૃત દેવ છે. સાચા હૃદયથી અને શ્રધ્ધા પૂર્વક શ્રી માણિભદ્રવીરની ભક્તિ કરવામાં આવે તો ભક્તોની પીડા હરી લે છે.
| શ્રી માણિભદ્રવીરની ભક્તિ કરવાથી અનેક ભક્તોને પરચા મળ્યા હોવાનું જાણવામાં આવે છે.
ઉજજૈન નગરીમાં ધર્મપ્રિયશાહ અનેજિનપ્રિયા નિવાસ કરતાં હતા. સુશ્રાવક ધર્મપ્રિયશાહ પાસે અખૂટ સમૃધ્ધિ હતી પરંતુ શેરમાટીની ખોટ હતી. સમય જતાં ધર્મપ્રિયશાહને ત્યાં પુત્ર જન્મ થયો. એ બાળકનું નામ માણેકચંદ પાડવામાં આવ્યું.
માણેકચંદની કુમળી વયે જ પિતા પરલોક સિધાવી ગયા. માતા જિનપ્રિયાએ માણેકચંદને ધર્મ સંસ્કારોથી આપીને મોટો કર્યો. અને નગરીના શ્રેષ્ઠીની સુંદર, સુશીલ અને સંસ્કારી કન્યા આનંદરતિ સાથે તેના વિવાહ કરાવ્યા.
માણેકચંદ દરરોજ શ્રી જિનદર્શન, સેવાપૂજા, ધર્મઆરાધના કરતો હતો. એક દિવસ ઉજ્જૈનમાં લૌકશાહના યતિઓ આવ્યા. અને યતિઓના પ્રવચનો સાંભળીને માણેકચંદની મતિ ફરી ગઈ. તેણે દેવદર્શન, સેવાપૂજાનો ત્યાગ કર્યો. ત્યારે દુઃખી થયેલી માણેકચંદની માતાએ પોતાનો પુત્ર સન્માર્ગે ન આવે ત્યાં સુધી ઘીનો ત્યાગ કર્યો. માણેકચંદની પત્ની આનંદરતિએ પણ ઘીનો ત્યાગ કર્યો.
એક દિવસ નગરીમાં આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજા પોતાના શિષ્યવૃંદ સાથે પધાર્યા. શાસનથી ઉન્માર્ગે ગયેલા માણેકચંદે આચાર્ય ભગવંતના શિષ્યોની આકરી કસોટી કરી. કસોટી કર્યા બાદ માણેકચંદને ભારે પસ્તાવો થયો. માણેકચંદે આચાર્ય ભગવંત પાસેથી જાણ્યું કે મૂર્તિપૂજા શાસ્ત્ર સંમત છે. આમ માણેકચંદના અંતર-મનમાંથી લૌકશાહના યતિઓનો પ્રભાવ સર્વથા નષ્ટ થયો.
શ્રી માણિભદ્ર વીર
૨૩૦
Page #253
--------------------------------------------------------------------------
________________
માણેકચંદ પુનઃ સેવાપૂજા કરવા લાગ્યો.
એકવાર માણેકચંદને વેપારના કામકાજ અર્થે આગ્રા જવાનું થયું, ત્યાં આચાર્ય ભગવંત પાસેથી શ્રી સિધ્ધાચલજીની યશોગાથા સાંભળતાં અડવાણા પગે મૌનવ્રત, નવકારમંત્ર અને શત્રુંજયનું ધ્યાન, ચઉવિહારા ઉપવાસ સાથે જવાની પ્રતિજ્ઞા ધારણ કરી.
માણેકચંદે આચાર્ય ભગવંત પાસે પ્રતિજ્ઞા લીધી.
કાર્તિક પૂર્ણિમાના શુભ દિવસે આચાર્ય ભગવંત શ્રી હેમવિમલસૂરિજી પાસે મંગલાચરણનું શ્રવણ કરીને માણેકચંદગિરિરાજ સિધ્ધાચલ ભણી મંગળમય પાવન પ્રસ્થાન આદરી દીધું.
આગ્રાના જૈન સંઘે સ્નેહભરી વિદાય આપી.
માણેકશાહ શત્રુંજય યાત્રાના સંકલ્પપૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં પ્રયાણ કર્યું. માણેકશાહ શ્રધ્ધા અને ભક્તિ સાથે બધી આવશ્યક ક્રિયાઓનું પાલન કરીને અડવાણા પગે નમસ્કાર મહામંત્ર તથા શત્રુંજયનું ધ્યાન ધરીને પંથ કાપતાં ગુજરાતમાં પ્રવેશ કર્યો.
પાલનપુર નજીક મગરવાડાની પાસે આવેલા વન્ય પ્રદેશમાંથી માણેકશાહ ઝડપભેર આગળ વધી રહ્યાં હતા. આ વિસ્તારમાં ચોર, ડાકુ, લુંટારાઓનો ભય સદા રહેતો હતો.
માણેકશાહે તો એવો કોઈ ભય મનમાં રાખ્યો નહોતો. એનું સમગ્ર ચિત્તતંત્ર શત્રુંજય ગિરિવરમાં સ્થિર હતું. નવકારમંત્રનું તથા શ્રી આદિનાથ પ્રભુનું પુનીત સ્મરણ એમના હૈયામાં રમતું હતું.
ત્યારે ચાર લૂંટારાઓએ પડકાર ફેંક્યો. માણેકશાહતો શત્રુંજય ગિરિવરના ધ્યાનમાં લીન હતા તેથી તેમણે કંઈ સાંભળ્યું નહિ. તેઓ તો તીવ્ર ગતિથી ચાલ્યા જતા હતા.
લુંટારાનો સરદાર અને તેના ત્રણ સાથીઓ માણેકશાહ પાસે આવ્યા અને માર્ગ રોક્યો. અને કંઈપણ બોલ્યા વગર ચારેય લૂંટારાઓ માણેકશાહ પર તૂટી પડ્યા. તડ..તડ..તડ..તલવારો ઝીંકાઈ.
શ્રી માણિભદ્ર વીર
, ૨૩૧.
Page #254
--------------------------------------------------------------------------
________________
‘જ્ય શત્રુંજય’ ના નાદ સાથે માણેકશાહની કાયા ત્યાંને ત્યાં ઢળી પડી. માણેકશાહનું પ્રાણ પંખેરૂં ઊડી ગયું. તેના શરીરના ત્રણ ભાગ થયા. મસ્તક, પગ અને ધડ. શુભ ધ્યાન અને મંગલ ભાવના અંતરમાં રમતી હોવાના કારણે મૃત્યુ પામીને માણેક શાહને વ્યંતર નિકાય યક્ષજાતિના ઈન્દ્ર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વ્યંતરોના સોળ ઈન્દ્રો બતાવ્યા છે તેમાંના એક શ્રી માણિભદ્ર ઈન્દ્ર છે.
જ્યારે લૌકાશાહના યતિઓને જાણવા મળ્યું કે માણેકશાહે લોકામતિ ધર્મનો ત્યાગ કરીને ફરીને પવિત્ર શુધ્ધ તપાગચ્છીય ક્રિયાઓ સ્વીકારીને સેવા પૂજા, દેવદર્શન વગેરે કરવા લાગ્યા છે. તેના માટે આચાર્ય શ્રી હેમવિમલસૂરિ અને તેના શિષ્યો જ દોષિત છે.
આથી યતિઓ તંત્ર-મંત્રના પ્રયોગો કરીને ભૈરવને પ્રસન્ન કર્યો અને આ. હેમવિમલસૂરિ તથા તેમના શિષ્યોને ચિત્તભ્રમિત કરી દેવાની આજ્ઞા કરી. ભૈરવે આજ્ઞાનું પાલન કરીને આચાર્ય મહારાજના એક પછી એક એમ દસ મુનિવરોના કોઈપણ કારણ વિના મૃત્યુ થતા સકલ સંઘમાં હાહાકાર મચી ગયો.
ત્યારે આચાર્ય ભગવંતે એકાંતમાં સાધના આદરી અને અગિયારમા દિવસે શાસન દેવીએ દર્શન આપ્યા. આચાર્ય મહારાજે વિપદા જણાવી. ત્યારે શાસનદેવીએ કહ્યું : ‘આ ઉપદ્રવ પાછળ દૈવી શક્તિ છે. આવતીકાલે વિહાર કરીને ગુજરાતના પાલનપુર નજીક પહોંચશો ત્યારે એક અદ્ભૂત શક્તિશાળીનો ભેટો થશે. અને તેના થકી આ ઉપદ્રવ શાંત થશે.
આમ વિહાર કરતાં આચાર્ય ભગવંત શ્રી હેમવિમલસૂરિજી મ. તથા શિષ્યો મગરવાડાના વન્ય પ્રદેશ નજીક પહોંચી ગયા. ત્યાં આચાર્ય ભગવંત સાધનામાં બેસી ગયા.
જ્યારે આ તરફ ‘જય શત્રુંજય' ના ધ્યાનથી તથા નમસ્કાર મહામંત્રના સ્મરણથી માણેકચંદમાંથી શ્રી માણિભદ્રવીર બનેલા વ્યંતરેન્દ્ર પોતાના સુવર્ણ અને રત્નોથી જડિત સિંહાસન પર બિરાજમાન થયેલા છે. એમનો વૈભવ અપૂર્વ છે. તેમનો પરિવાર વિશાળ છે.
શ્રી માણિભદ્ર વીર
૨૩૨
Page #255
--------------------------------------------------------------------------
________________
શ્રી માણિભદ્રવીરનો બાહ્ય પરિચય આ પ્રમાણેનો છે.
પરમ તેજસ્વી, પ્રભાવશાળી શ્રી માણિભદ્રવીરનો શ્યામ વર્ણ છે. એમના ગૌરવવંતા મસ્તક પર તેજસ્વી લાલવર્ણનો મુકુટ તેજ લીસોટા પાથરી રહ્યો છે.
શ્રી માણિભદ્રવીરના મુખ ઉપર મંદિરનો આકાર બનેલો છે. અને એમની દષ્ટિ આ મંદિરની સૃષ્ટિને નિહાળી રહી છે. આ મંદિર તે સિધ્ધાચલનું પ્રતીક છે. દિવસ - રાત તેનું જ ધ્યાન છે. ત્રિશુળ, ડમરૂં, મુગર, અંકુશ અને નાગના ચિન્હ સાથે છભુજાઓ દીપી રહી છે. શ્વેતરંગના ઐરાવત હાથી પર શ્યામ રંગના શ્રી માણિભદ્રવીરની પ્રતિમા કંઈક અપૂર્વ જ ભાસે છે.
શ્રી માણિભદ્રવીરની સેવામાં બાવનવીર અને ચોસઠ જોગણી તદાકાર બની છે. વીસ-વીસ હજાર સામાનિક દેવતાઓની વચ્ચે શ્રી માણિભદ્રવીરનો પ્રતાપ શોભી ઊઠ્યો છે.
{ આવા અદ્ભૂત અને અલૌકિક મહાસામ્રાજ્ય વચ્ચે બિરાજમાન શ્રી માણિભદ્ર વીરનું આસન અચાનક ચલિત બન્યું. તરત જ શ્રી માણિભદ્રવીરે પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એ જ્ઞાનમાં લાધેલા વિજ્ઞાનથી તેઓએ તરત જ સિંહાસનનો ત્યાગ કર્યો અને એ જ ક્ષણે શ્રી માણિભદ્રવીર ગુરૂ ભગવંતના ચરણોની સામે વિનમ્ર બનીને પહોંચી ગયા.
શ્રી માણિભદ્ર વીરે ધ્યાન દશામાં બિરાજમાન ગુરૂદેવને વંદન કર્યા અને કહ્યું : “હે ઉપકારી ગુરૂ ભગવંત, આપ નયન ખોલો. આપની અમી ભરેલી દષ્ટિથી આ સેવકને નિહાળો.
આચાર્ય દેવે પોતાની આંખો ખોલી.
માણિભદ્ર પોતાના ઉપકારી ગુરૂદેવને ગત જન્મનો પરિચય આપ્યો. અને કાર્ય માટેની આજ્ઞા માંગી.
ત્યારે આચાર્ય ભગવંતે સાધુ સમુદાયમાં મેલીશક્તિનો ઉપદ્રવ થઈ રહ્યો છે. તેનું નિરાકરણ લાવવાની વાત કરી. શ્રી માણિભદ્ર વીરે અવધિજ્ઞાનથી જાણ્યું કે આ ઉપદ્રવ કરનાર મારી સેનાનો સેવક કાળા ગોરા ભૈરવદેવ છે.
શ્રી માણિભદ્રવીરે ભૈરવોને પોતાની પાસે બોલાવ્યા. ત્યારે ભૈરવદેવે કહ્યું :
શ્રી માણિભદ્ર વીર
૨૩૩
Page #256
--------------------------------------------------------------------------
________________
‘અમને કડવામતીના આચાર્યે મંત્રશક્તિથી વચનબધ્ધ કર્યાં છે. આપની સાથે યુધ્ધ કર્યા વિના ઉપદ્રવ શાંત કરી શકીએ તેમ નથી.’
આથી તરત જ શ્રી માણિભદ્ર ઈન્દ્રે ભૈરવોને યુધ્ધ માટે લલકાર્યા. યુધ્ધ થયું. અલ્પ સમયમાં શ્રી માણિભદ્ર ઈન્દ્ર સામે ભૈરવો પરાસ્ત થઈ ગયા.
ભૈરવદેવોએ વિનંતી કરી : ‘સ્વામી, અમે આપના શરણાગત થયા છીએ. અત્યારથી જ મુનિઓ પરનો ઉપદ્રવ દૂર થઈ જશે. બીજી એક વિનંતી છે કે જ્યા જ્યાં આપની સ્થાપના થાય ત્યાં આપના સેવક રૂપે મારી પણ સ્થાપના
214...'
શ્રી માણિભદ્ર ઈન્દ્રે ભૈરવોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.
શ્રી માણિભદ્રદેવે આચાર્ય ભગવંતને જણાવ્યું : ‘ ગુરૂ ભગવંત, જ્યાં આપ બિરાજમાન થયા છો તે જ સ્થળે મારો માનવ દેહ ઢળી પડ્યો હતો. અને હું આપના પ્રભાવથી ઈન્દ્ર બન્યો છું. આપ આ સ્થળે મંત્રાક્ષરોથી પિંડીની સ્થાપના કરો. આ સ્થાનનો મહિમા વધી જશે.’
આચાર્ય ભગવંતે શ્રી માણિભદ્રવીરની વિનંતીનો સહર્ષ સ્વીકાર કર્યો. એમણે પગની પિંડીના આકારની સ્થાપના મહા શુદિ પાંચમે મગરવાડા ગામની બહાર કરી. અને તે સ્થાન આજે શ્રી મગરવાડીઆ વીરના નામે પ્રખ્યાત છે.
આ.ભ. શ્રી હેમવિમલસૂરિજી મહારાજે પિંડીની સ્થાપના કરીને શ્રી માણિભદ્રવીરને જિનશાસનના અધિષ્ઠાયક ની સાથે તપાગચ્છ રક્ષકની પદવી પણ એનાયત કરી.
આ.ભ. શ્રી શાંતિ સોમસૂરીશ્વરજી મહારાજે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ ક૨વા એકસો એકવીસ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરીને શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કર્યાં હતા.
ત્યાર પછી શ્રી માણિભદ્રવીરની આજ્ઞાનુસાર વિક્રમ સંવત ૧૭૩૩માં મહાસુદ પાંચમના દિવસે આગલોડ બહાર વીરના બતાવેલ
શ્રી માણિભદ્ર વીર
૨૩૪
Page #257
--------------------------------------------------------------------------
________________
સ્થાને માટીના પિંડનું ધડ સ્થાપન કર્યુ. આ. શ્રી શાંતિસોમસૂરિજી મહારાજે તેની પ્રતિષ્ઠા કરી.
ઉજ્જૈનમાં શ્રી માણિભદ્રવીરના મસ્તકની પૂજા થવા લાગી. ધન્ય તપાગચ્છ રક્ષણ હાર...એકાવતારી તું વીર સાચો...ધન્ય છે. ધન્ય... ધન્ય છે...
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી માણિભદ્ર વીર. ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
( પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
શ્રી માણિભદ્ર વીર
૨૩૫
Page #258
--------------------------------------------------------------------------
________________
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી માણિભદ્ર વીર ની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી માણિભદ્ર વીરની સ્તુતિ ધારેલું સહુ કામ સિધ્ધ કરવા, છો દેવ સાચા તમે, ને વિપ્નો સઘળા વિનાશ કરવા, છો શક્તિશાળી તમે. સેવે જે ચરણો ખરા હૃદયથી, તેને ઉપાધિ નથી. એવા શ્રી માણિભદ્ર દેવ તમને, વંદુ ઘણા ભાવથી.
દેવા સુખ સમસ્ત જનને, જે છે સદા જાગતા, સેવા કરનારના પલકમાં, કષ્ટો બધા કાપતા. સિધ્ધિ સર્વ મળે અને ભય ટળે, આપે સદા સન્મતિ, એવા શ્રી માણિભદ્ર દેવ નમતાં, આનંદ થાયે અતિ.
શ્રી માણિભદ્ર વીર
૨૩૬
Page #259
--------------------------------------------------------------------------
________________
શ્રી માણિભદ્રવીરની આરતી જય જય આરતી માણિભદ્ર ઈન્દ્રા, બાવનવીર શિરમુગટ જડીદ્રા તપગચ્છ અધિષ્ઠાયક વિખ્યાતા, અતિય વિઘન દુઃખ હરા વિધાતા તુમ સેવકના સંકટ ચૂરો, મન વાંચ્છિત સુખ સંપદા પૂરો બગડ ત્રિશુલ ડમરૂં ગાજે, મૃગદલ અંકુશ નામ બિરાજે ષટ ભુજા ગજ વાહન સુંદર, લોઠી પોશાળ સંઘ વૃધ્ધિ પુરંદર. વિનવે શ્રી આણંદ સોમસૂરિધીર, આશાપૂરો મગરવાડીયા વીર. આશા પૂરો ઉજ્જનીઆ વીર. આશા પૂરો આગલોડીઆ વીર.
મંત્ર આરાધના (૧) ૐ નમો ભગવતે માણિભદ્રાય ! (૨) ૐ હ્રીં શ્રીં ભગવતે શ્રી માણિભદ્રાય હ્રીં શ્રીં કણકણ કલ ફ ફર્ સ્વાહા! (૩) અસિઆ ઉ સા નમઃ શ્રી માણિભદ્ર દિશતુ મમ સર્વ કાર્યેષુ સિદ્ધિા
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની આરાધના કરવાથી શ્રી માણિભદ્રવીરની કૃપા પ્રાપ્ત થાય છે. અનન્ય શ્રધ્ધા અને ભક્તિથી મંત્ર જાપ કરવા. સવારે કે રાત્રે નિશ્ચિત સમયે આરાધના કરવી. ધૂપ-દીપ જાપ દરમ્યાન અખંડ રાખવા. ત્રીજો મંત્ર સર્વકાર્યની સિધ્ધિ માટેનો છે.
શ્રી માણિભદ્ર વીર
૨૩૭
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વયક્ષા ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ શ્રી પાર્થ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે સમયે શક્રેન્દ્ર વગેરે દેવતાઓએ આસનકંપથી આ હકીકત જાણી તરત જ ત્યાં આવીને સમવસરણની રચના કરી.
પ્રભુએ પૂર્વ દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો.
સમવસરણની વચ્ચે આવેલા સત્તાવીશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી પછી “તીર્થાય નમઃ' એમ ફરમાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પૂર્વાભિમુખે સર્વોત્તમ એવા રત્નસિંહાસન પર બિરાજમાન થયા.
વ્યંતરોએ બીજા ત્રણેય દિશાઓમાં પ્રભુના પ્રભાવથી પ્રભુની જેવા બીજા ત્રણ પ્રતિબિંબો વિકુવ્ય.
ચારે નિકાયના દેવો, દેવીઓ, નર-નારીઓ, સાધુ-સાધ્વીઓ એમ બારેય પર્ષદા પ્રભુને નમન કરીને પોતપોતાના સ્થાને બેઠાં.
મહારાજા અશ્વસેન અને વામાદેવીને સમાચાર મળ્યા કે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવજ્ઞાન ઉત્પન્ન થયું છે. આથી રાજપરિવાર સમવસરણમાં આવ્યો અને ઉચિત સ્થાને બેઠક ગ્રહણ કરી. | શ્રી પાર્શ્વનાથ ભગવંતે દેશના આપી અને અસાર સંસારનું રહસ્ય સમજાવ્યું. ધર્મ જ ભવભ્રમણના ફેરામાંથી તારી શકે છે તે વાત સૌને સમજાવી. પ્રભુની દેશના સાંભળીને અનેક ભવ્ય જીવોએ પ્રવજ્યા અંગીકાર કરી. અશ્વસેન રાજાએ તત્કાળ પોતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજયનો કારભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરી. વામા દેવી તથા પ્રભાવતીએ પણ પ્રવજ્યાનો માર્ગ ધારણ કર્યો.
પ્રભુને આર્યદત્ત સહિત ગણધરો થયા. પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી.
તે ત્રિપદી સાંભળવાથી તેમણે સદ્ય દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ
શ્રી પાર્શ્વયક્ષ
૨૩૮
Page #261
--------------------------------------------------------------------------
________________
પૌરૂષી પૂરી થઈ એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દેશના સમાપ્ત કરી. બીજી પૌરૂષીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી, ત્યારબાદ શક્રેન્દ્રદેવતાઓ સહિત મનુષ્યો પ્રભુને વંદન કરીને પોત પોતાના સ્થાને ગયા.
પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળો, કૃષ્ણ વર્ણ ધરનારો, હસ્તિ જેવા મુખવાળો, નાગની ફણાના છત્રથી શોભતો, ચાર ભુજાવાળો, બે વામ ભુજામાં નકુલ અને સર્પ અને બે દક્ષિણ ભુજામાં બિજોરૂં અને સર્પ ધારણ કરનારો પાર્થ નામે યક્ષ શાસન દેવતા થયો.
જ્યારે કુકુટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના વર્ણ જેવી, બે દક્ષિણ ભુજામાં મદ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતા નિરંતર પ્રભુની પાસે રહીને સેવા કરવા લાગ્યા.
વર્તમાન ચોવીશીના ત્રેવીસમાં તીર્થંકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ શ્રી પાર્શ્વયક્ષ અને અધિષ્ઠાયિકા દેવી શ્રી પદ્માવતી દેવી છે. દરેક તીર્થકરને એક યક્ષ અને એક યક્ષિણી હોય છે.
પ્રભુ પાર્શ્વનાથના મસ્તક ઉપર નાગફણાની આકૃતિ જોવા મળે છે. એમનો યક્ષ પણ “પાર્થ” નામ ધરાવે છે. પાર્શ્વનો અર્થ છે પાસેનું, પડખેનું.
- શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવન સાથે સર્પ સંકળાયેલ છે. તાપસ કમઠનો પ્રસંગ ખૂબ જાણીતો છે. યક્ષમાં નાંખેલા કાષ્ઠમાંથી સર્પ બહાર કઢાવી, તેના અંતિમ સમયે શ્રી પાર્શ્વકુમારે નવકાર મંત્ર સંભળાવતાં તે મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે ઈન્દ્ર થયો અને એ જ ધરણેન્દ્ર જ્યારે કમઠના જીવ મેઘમાળીએ ઉપદ્રવ કર્યો ત્યારે પ્રભુના મસ્તક ઉપર ત્રણ દિવસ ફણાનું છત્ર ધરી ઉપદ્રવને દૂર કર્યો.
બીજું, પાર્શ્વ યક્ષ અને ધરણેન્દ્ર પણ સર્પની ફણાનું છત્ર ધરાવે છે. તેમજ તેનું પ્રતીક પણ સર્પ છે. પદ્માવદી દેવી પણ એ જ પ્રમાણે છત્ર અને સર્પ ધારણ
શ્રી પાર્શ્વયક્ષ
૨૩૯
Page #262
--------------------------------------------------------------------------
________________
કરે છે. આ બધું સર્પ સાથેના તેમના બધાના ઘનિષ્ટ સંબંધો હોવાનું સૂચવે છે.
જૈન શાસ્ત્રોમાં તીર્થો અને તીર્થંકર ભગવંતોના વિપ્નો અને સંકટોને દૂર કરવા માટે દરેક તીર્થકરને અધિષ્ઠાયક દેવો અને દેવીઓ હોવાની વાતનો ઉલ્લેખ છે. એટલું જ નહિ, પરંતુ તપસ્વીઓ, ભક્તજનો અને સાધકોને આવા અધિષ્ઠાયક દેવ-દેવીઓએ સહાય કર્યાના દાખલાઓ પણ જોવામાં આવે છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય અધિષ્ઠાયક દેવ-દેવી પાર્શ્વયક્ષ અને પદ્માવતી દેવી અતિ પ્રસિધ્ધ છે. નાગરાજ ધરણેન્દ્ર પણ એક એવા જ દેવ છે. આ ઉપરાંત જયા, વિજયા, વૈરોચ્યા, અપરાજિતા તથા સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ ઈન્દ્રો, દશ દિક્યાલો, નવગ્રહો, યક્ષો પણ પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવીઓ કહેવાય છે.
આ બધા દેવ-દેવીઓમાં ભક્તોના મનવાંછિત પૂરવામાં તેમજ તેમના વિઘ્નો દૂર કરવામાં નાગરાજ ધરણેન્દ્ર, પાર્શ્વયક્ષ અને માતા પદ્માવતી દેવીનું
સ્થાન અતિ મહત્વનું છે. આવા અદ્ભૂત મહાસ્યનું મૂળ કારણ એમ લાગે છેકે મંત્રો તેમજ વિદ્યાઓનું શાસન ભગવાન પાર્શ્વનાથના સમયમાં કીર્તિની ટોચે પહોંચ્યું હતું. અને જ્ઞાતધર્મ કથાગ - શ્રુતસ્કંધના આધારે એમ કહી શકાય કે પાર્શ્વનાથ ભગવાનના ઘણા અનુયાયીઓ (શ્રમણીઓએ) અનન્ય ભક્તિ અને શુધ્ધિ વડે કાળધર્મ પામ્યા બાદ ભુવનપતિના તેમજ વ્યંતર અને વૈમાનિકના મુખ્ય દેવોની દેવીઓ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિર્વાણકલિકામાં વૈરોપ્પા તેમજ પદ્માવતી દેવીનો ધરણેન્દ્રની પત્નીઓ તરીકેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે સ્વાભાવિક રીતે બધા તીર્થકરોના અધિષ્ઠાયક દેવ-દેવીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવી ધરણેન્દ્ર અને પદ્માવતીનું અનોખું સ્થાન હોવાને કારણે સાધકો જ્યારે પાર્શ્વનાથ ભગવાનની પ્રાર્થના કરે છે અને
શ્રી પાર્શ્વયક્ષ
૨૪૦
Page #263
--------------------------------------------------------------------------
________________
ધરણેન્દ્ર - પદ્માવતી દેવીની સાધના કરે છે ત્યારે તેનું પરિણામ ઝડપથી આવે છે. અને પ્રાર્થના કરનારની સર્વ ઈચ્છા પૂરી થાય છે. બીજા તીર્થકરોના અધિષ્ઠાયક દેવ-દેવીઓ કરતાં પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવીના મહત્વનું મુખ્ય કારણ આ જ દેખાય છે. અને તેમાં ઘણું તથ્ય પણ રહેલું છે. જૈન શાસનના ઉત્કર્ષ અર્થે આપણા મહાન આચાર્યોએ ધરણેન્દ્ર, પાર્શ્વયક્ષ અને પદ્માવતી દેવીની સાધના વડે અભૂત સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને તે સમજવા માટે ભૂતકાળ તરફ દૃષ્ટિ દોડાવવી પડે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી પાર્શ્વયક્ષ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન
શ્રી પાર્શ્વયક્ષ
૨૪૧
Page #264
--------------------------------------------------------------------------
________________
છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પા સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વારા પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી પાર્શ્વ યક્ષરાજની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી પાર્શ્વયક્ષ
૨૪૨
Page #265
--------------------------------------------------------------------------
________________
શ્રી ધરણેન્દ્ર દેવ વર્તમાન ચોવીશીના ચોવીશે તીર્થકર ભગવંતોમાં ૨૩ માં તીર્થકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુ લૌકિક દૃષ્ટિએ સૌથી વધુ પ્રભાવશાળી ગણાય છે. આચાર્ય ભગવંત શ્રી દેવભદ્રસૂરિજી શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના પ્રભાવનું વર્ણન કરતાં કહે છે. “શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જે પ્રાણી સ્મરણ કરે છે, સ્તુતિ કરે છે, પૂજે છે. નમસ્કાર કરે છે. સ્નાન કરાવે છે, શોધે છે અથવા જુએ છે તે પ્રાણીને આ પૃથ્વી પર ચાલતો કોઈપણ સર્પ ઉપદ્રવ કરતો નથી. મનુષ્યોના સમૂહને મોટું સુખ ઉત્પન્ન કરવા માટે શ્રી ધરણેન્દ્ર દેવે સ્વયં પ્રભુના નામના ઉચ્ચાર પૂર્વકની છત્રીશ ગુણની પ્રાપ્તિવાળી હજાર મંત્રવિદ્યા રચી છે. તેનું ધ્યાન કરવાથી જેમ સૂર્ય વડે હિમ નાશ પામે છે તેમ ચર અને સ્થિર વિષના ઉદ્ગારવાળી દાઢારૂપી અગ્નિ વડે દશ્ય અને અદેશ્ય ઉત્પન્ન થયેલું દુઃસ્થપણે તત્કાળ નાશ પામે છે.”
- જ્યારે પાર્શ્વકુમારે પિતાની આજ્ઞા મસ્તકે ધારણ કરીને પ્રભાવતી સાથે વિવાહ કર્યા. પાર્શ્વકુમારનો વિવાહોત્સવ નગરીમાં ભવ્ય રીતે ઉજવાયો. એક વર્ષ સુધી લોકોના કર માફ કરવામાં આવ્યા હતા | પાર્શ્વકુમાર અને પ્રભાવતીના દિવસો આનંદથી પસાર થવા લાગ્યા હતા.
એક દિવસ પાર્શ્વકુમાર ભવનના ઝરૂખે બેસીને કાશીનગરીના રાજમાર્ગને જોઈ રહ્યાં હતા. પાર્શ્વકુમારને આજે કંઈક આશ્ચર્ય ઉત્પન્ન થયું કે રાજમાર્ગ પરથી લોકોના ટોળે ટોળા ફૂલની છાબડી લઈને ક્યાં જઈ રહ્યાં હશે ?
પાર્શ્વકુમારે તરત જ એક સેવકને બોલાવીને કહ્યું : “આજે કોઈ ઉત્સવ છે કે જેથી લોકો ઘણા અલંકારો ધારણ કરીને નગર બહાર જાય છે ?
‘કુમારશ્રી, આજ કોઈ ખાસ મહોત્સવ હોય તેવું યાદ આવતું નથી.'
“તો પછી આટલા બધા લોકો હાથમાં ફૂલની છાબડીઓ લઈને નગર બહાર કેમ જાય છે? પાર્શ્વકુમારે પ્રશ્ન કર્યો.
“અન્નદાતા, આવું તો હમણાં કેટલાક દિવસોથી ચાલે છે. પેલા જોગીના દર્શન માટે લોકો ઘેલા બન્યા છે. સેવકે પોતાની જાણ મુજબ ઉત્તર આપ્યો.
પેલો એટલે કયો જોગી ?' પાર્શ્વકુમારને વધુ જાણવાની ઈચ્છા થઈ. કૃપાળુ, કમઠ નામનો એક જટાળો જોગી કેટલાક દિવસથી આપણા
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૩
Page #266
--------------------------------------------------------------------------
________________
નગરની બહાર આવેલો છે તે મોટો તપસ્વી છે અને ચમત્કારી પણ છે તેથી લોકો તેના દર્શન માટે પડાપડી કરે છે. સેવકે જોગીની ઓળખાણ આપી.
એ જોગી ચમત્કારી છે એમ તે શી રીતે જાણ્યું ?' પાર્થકુમારે ફરીને પ્રશ્ન
કર્યો.
કૃપાળુ, મેં તો કોઈ ચમત્કાર જોયો નથી. પરંતુ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણા ચમત્કારો કરી બતાવ્યા છે. અનેકના રોગ મટાડ્યા છે. અનેકના સંસારમાં સુખનો સૂરજ ઉગાડ્યો છે. જે લોકોને લક્ષ્મીની કામના હતી તેઓની ઈચ્છાપરિ પરિપૂર્ણ કરી છે. સંતાન વિહીનોને સંતાન થાય તેવા આશીર્વાદ આપ્યા
‘ત્યારે તો કલ્પવૃક્ષ પોતે જ સામે ચાલીને અહીં આવ્યું છે એમ જ ને.....?' પાર્શ્વકુમારે જરા સ્મિત કરતાં કહ્યું.
“હા...મહારાજ, લોકો તો એવી જ ભ્રમણામાં છે? | ‘ત્યારે તો આપણે કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે.” આમ કહીને પાર્શ્વકુમારે કમઠ પાસે જવાની તૈયારી આરંભી. પાર્શ્વકુમાર થોડા સેવકો સાથે કમઠના સ્થાને ગયા.
ત્યાં કમઠને પંચાગ્નિ તપ કરતો જોવામાં આવ્યો.
પછી ત્રિવિધ જ્ઞાનધારી પાર્શ્વકુમારે ઉપયોગ દેતા અગ્નિના કુંડમાં કાષ્ઠના અંદરના ભાગે રહેલા એક મોટા સર્પને બળતો જોયો તેથી કરૂણાનિધિ પાર્શ્વકુમાર બોલ્યા: “ઓહ..! આ તે કેવું અજ્ઞાન...! જે તપમાં દયા નથી, તે તપ જ નથી. દયા વિના ધર્મ કેવો....?”
ત્યારે કમઠે કહ્યું : “રાજપુત્રો તો હાથી-ઘોડા વગેરે ખેલાવી અને ધર્મ તો અમારા જેવા મુનિઓ જ જાણે...'
કમઠની વાણીમાં ભારોભાર ગર્વનો નશો રમતો હતો.
કમઠના અભિમાનથી ભરેલા શબ્દો સાંભળીને તત્કાળ પોતાના સેવકને આજ્ઞા કરી : “આ કુંડમાંથી આ કાષ્ઠ ખેંચી કાઢો. અને તેને યતનાથી ફાડો જેથી આ તાપસને ખાતરી થાય..'
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૪
Page #267
--------------------------------------------------------------------------
________________
તરત જ સેવકોએ પાર્શ્વકુમારે કહ્યું તે પ્રમાણે કર્યું. કાષ્ઠમાંથી એક મોટો સર્પ નીકળ્યો પછી જરા બળેલા તે સર્પને પાર્શ્વકુમારે બીજા પુરુષો પાસે નવકાર મંત્ર સંભળાવ્યો અને પચ્ચખાણ અપાવ્યા.
તે સમાધિવાળા નામે પણ પાર્શ્વકુમારની કૃપા દૃષ્ટિથી સિંચાતા શુધ્ધ બુધ્ધિએ તે નવકાર સાંભળ્યો અને પચ્છખાણ ગ્રહણ કર્યા. એ પછી તરત જ આયુષ્ય પૂર્ણ થવાથી નવકાર મંત્રના પ્રભાવથી તેમજ પાર્શ્વપ્રભુના દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણેન્દ્ર નામનો નાગરાજ થયો.
- ત્યાં ઉભેલા નગરજનો આ ઘટનાથી આવાક બની ગયા. અને અરસ પરસ બોલવા લાગ્યા : “પાર્શ્વકુમારનું જ્ઞાન અને વિવેક અસાધરણ છે...'
લોકો તરત જ પોતાના સ્થાને જવા લાગ્યા.
આ તરફ આ બનાવથી કમઠનું અભિમાન ઘવાયું. કમઠ તાપસે વિશેષ કકારી તપ કરવા માંડ્યું. પરંતુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભોગવ્યા છતાં જ્ઞાન
ક્યાંથી હોય? અનુક્રમે કમઠ તાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવોની મેઘકુમાર નિકાયમાં મેઘમાળી નામે દેવતા થયો.
પાર્શ્વકુમારે પોષવદિ અગિયારસના દિવસે અઠ્ઠમ તપની આરાધના કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. એક દિવસ શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિચરણ કરતાં કરતાં કોઈ તાપસના આશ્રમ પાસે પહોંચ્યા. તે વખતે સાયંકાળ થઈ ગયો હતો એટલે તેઓ નજીકના એક કૂવાની પાસે, વડના વૃક્ષ નીચે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા લાગ્યા. એ રાત્રીએ એમને અનેક જાતના ઉપદ્રવો થયા, પરંતુ મહાસત્વશાળી અને દઢ પ્રતિજ્ઞ હોવાથી તેઓ એનાથી જરાપણ ચલિત થયા નહિ. અધુરામાં એ રાત્રીએ મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારે તરફ જળબંબાકાર થઈ ગયું. છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટ્યું નહિ. જળનો પ્રવાહ પ્રથમ તેમના કાંડા સુધી આવ્યો પછી ઢીંચણ સુધી આવ્યો અને છેવટે કમ્મરને પણ ડૂબાડી દીધી. છતાંયે મહાધીર ધ્યાનમાં જ મગ્ન રહ્યાં.
અને...જળનો પ્રવાહ શ્રી પાર્શ્વનાથ પ્રભુના કંઠ સુધી આવી પહોંચ્યો. પરંતુ મેરું ડગે તો એ ડગે. શ્રી પાર્શ્વ પ્રભુ પોતાના સ્થાનેથી અને ધ્યાનથી જરાપણ
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૫
Page #268
--------------------------------------------------------------------------
________________
ડગ્યા નહિ. કે કંપ્યા નહિ.
ઓહ...! શું એમની અડતા...! શું તેમની અપૂર્વ સાધના...!
અને જળરાશિએ એમનું છેલ્લું પારખું કરી લીધું. નાકના અગ્રભાગને જળનો પ્રવાહ આંબી ગયો પરંતુ એ મહામુનિનું મૌન તૂટ્યું નહિ. એમની યોગસાધના અખંડ રહી.
આ સમયે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે “અરે...! પેલો તાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરી રહ્યો છે...”
અને તત્કાળ પોતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણેન્દ્ર દેવ વેગથી પ્રભુ પાસે આવ્યો.
નાગરાજ ધરણેન્દ્રએ તરત જ પ્રભુને વંદન કરીને પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા વાળવાવાળુ એક સુવર્ણ કમળ વિકુવ્યું પછી નાગરાજે પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાંને ઢાકી દઈને સાતફણા વડે પ્રભુને માથે છત્ર ધર્યું.
જળની ઊંચાઈ જેવડા લાંબા નાળાવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સ્થિર રહેલા પ્રભુ રાજહંસ જેવા દેખાવા લાગ્યા. ધરણેન્દ્રની સ્ત્રીઓ પ્રભુની સમક્ષ ગીત - નૃત્ય કરવા લાગી.
આ સમયે ધ્યાનમાં રહેલા પ્રભુના અંતરમાં સમતાભાવ રમતો હતો. પ્રભુએ નાગાધિરાજ ધરણેન્દ્ર તથા અસુર મેઘમાળી ઉપર સમાન ભાવ કેળવ્યો હતો.
આ સમયે નાગરાજ ધરણેન્દ્રથી ન રહેવાયું. નાગરાજે ક્રોધિત સ્વરે કહ્યું : અરે...તું આ શું કરી રહ્યો છે? હું એ મહાકૃપાળુનો શિષ્ય છું. પણ હવે હું સહન કરી શકીશ નહિ. યાદ કર...તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતાં સર્પને બચાવીને તને પાપમાંથી બચાવ્યો હતો. એથી એમણે તારો શું અપરાધ કર્યો છે? તે પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈને જ કાર્યારંભ કરેલ છે તે અટકાવી દે નહિતર તું રહી શકીશ નહિ.'
| નાગરાજ ધરણેન્દ્રના શબ્દો સાંભળીને મેઘમાળીએ નીચી દષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્ર સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને જોયા. મેઘમાળીને પોતાનો પરાજય
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૬
Page #269
--------------------------------------------------------------------------
________________
જણાયો, મેઘમાળીને થયું કે પોતાની તમામ શક્તિ પ્રભુના પ્રભાવ પાસે ક્ષીણ થઈ ગઈ છે. પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે પણ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી. પરંતુ મનેતો આ ધરણેન્દ્રનો ભય લાગે છે શું કરું ? હા...જો પ્રભુનું શરણ મળે તો જ હું ઉગરી શકીશ. અને મારું હિત એમાં જ સમાયેલું છે.
આમ વિચારી મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને વંદન કરીને બોલ્યો : પ્રભુ, આપ તો અપકારીજન પર ક્રોધ કરતાં ની. આપ મારા પર કૃપા વરસાવીને મારા તમામ અપરાધોની ક્ષમા આપો...મારી રક્ષા કરો. ‘આ પ્રમાણે કહીને પ્રભુને ખમાવી, વંદન કરીને મેઘમાળી દેવ પશ્ચાતાપ કરતો પોતાના સ્થાને ગયો.
ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ રહિત જાણીને નાગરાજ ધરણેન્દ્ર સ્તુતિ અને વંદન કરીને પોતાના સ્થાનકે ગયા.
શ્રી અહિચ્છત્રા પાર્શ્વનાથ કુરુજાંગલ દેશમાં અહિચ્છત્રા નામે નગર આવેલું હતું. તેની પાર્શ્વતીર્થ તરીકે ભારે ખ્યાતિ હતી. એમ કહેવાય છે કે મેઘમાળીએ પાર્શ્વનાથ ભગવાનને જે સ્થાને ઉપસર્ગ કર્યો હતો અને જ્યાં ધરણેન્દ્ર નાગરાજે આવીને તેમના માથે છત્ર ધર્યું હતું. તે સ્થાન અહિચ્છત્રા નામે પ્રસિધ્ધ થયું. આ સ્થળ ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લામાં આવેલા એઓનાલા ગામથી ૮ માઈલના અંતરે રામનગર શહેર છે ત્યાંથી દક્ષિણમાં સાડાત્રણ માઈલના ઘેલાવામાં જે ખંડેરો પડેલા છે તે જ પ્રાચીનકાળની અહિચ્છત્રા નગરી છે.
શ્રી ધરણેન્દ્ર તીર્થ રાજસ્થાનની અરવલ્લીની પહાડીમાં ધમાસાની નેળ પાસે શ્રી ધરણેન્દ્ર તીર્થ આવેલું છે. આચાર્ય ભગવંત શ્રી લક્ષ્મી સાગરસૂરિજી મહારાજના ઉપદેશથી કફોડી સ્થિતિ માં મહારાણા પ્રતાપે આ પ્રભુજીની ભક્તિ કરી હતી. અને મહારાણા પ્રતાપ પાછા માભોમની રક્ષા કાજે તૈયાર થઈ શક્યા. એવો એનો મહિમા છે.
શ્રી ધરણેન્દ્ર દેવ
* ૨૪૭
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાજીની નીચેથી પાણી ઝરે છે. અને યાત્રિકો આવવાના હોય તેટલો જ કુંડ ભરાય છે. તીર્થ અજ્ઞાત છે છતાં ખૂબ પ્રભાવક છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ધરણેન્દ્ર દેવા ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૮
Page #271
--------------------------------------------------------------------------
________________
ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી ધરણેન્દ્રનાગરાજની પ્રતિમાજી બિરાજમાન છે.
| શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીએ શ્રી ઉવસગ્ગહરં સ્તોની રચના કરી છે. વર્તમાનકાળમાં જૈન-જૈનેતરો આ સ્તોત્રનો શ્રધ્ધાપૂર્વક જાપ કરે છે.
આ સ્તોત્રની મૂળ છ ગાથા હતી. તેના આરાધનથી નાગરાજ ધરણેન્દ્રને વારંવાર આવવું પડતું હતું. એક વખત ધરણેન્દ્રએ શ્રી ભદ્રબાહુ સ્વામીને વિનંતી કરી આ છ ગાથાના આરાધનથી હું મારા સ્થાને રહી શકતો નથી. આપ કૃપા કરીને છઠ્ઠી ગાથા ભંડારી દો. પાંચ જ ગાથાનું આરાધન કરનાર સત્પરુષને હું ત્યાં રહીને સહાયતા કરીશ. ત્યારથી પાંચ ગાથાવાળું આ સ્તવન ગણાય છે. આ પાંચ જ ગાથા સાચી છે. બાકીનું પાછળથી ઉમેરેલું છે.
શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની માળા કરતાં પહેલા નવકારમંત્રની એક બાંધી નવકારવાળી કરવી પછી પાંચ ગાથા સાથે ઉવસગ્ગહર સ્તોત્રના ૧૦૮ વાર જાપ કરવા. સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. નાગરાજ ધરણેન્દ્ર પ્રસન્ન રહે છે.
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૯
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી નાકોડા ભૈરવજી રાજસ્થાનના બાડમેર જિલ્લાના મેવાનગર (સ્ટે. બાલોતરા) ખાતે શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને ભવ્ય જિનાલય આવેલું છે. આ તીર્થ પહાડોની વચ્ચે શોભી રહ્યું છે. બાલોતરા રેલ્વે સ્ટેશનથી ૧૩ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે.
આ તીર્થસ્થળ જોધપુરથી ૧૧૦ કિ.મી. તથા રાણકપુરથી ૨૩૦ કિ.મી.ના અંતરે છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સર્વોત્તમ સગવડ છે. આ તીર્થની નજીક જાલોર અને ભાંડવપુર તીર્થ નજીક પડે છે.
આ તીર્થના અધિષ્ઠાયક દેવ શ્રી ભૈરવજી સદા જગૃત છે. જે શ્રી નાકોડા ભૈરવથી જગવિખ્યાત છે. શ્રી નાકોડા ભૈરવજીને ‘ભેરોજી' પણ કહે છે.
મેવાનગર (રાજસ્થાન)માં શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની શ્યામરંગી, પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત, દિવ્યતાના તેજ પ્રસરાવતી પ્રતિમાજી છે.
મેવાનગરનું પ્રાચીન નામ વીરમપુર હતું. વિક્રમ સંવત પૂર્વે ત્રીજા સૈકામાં આ નગર હતું. પણ આજે આ તીર્થ સ્થાન સિવાય કશું નથી.
આ અંગેનો ઈતિહાસ આ પ્રમાણે છે. એક મહારાજાને વીરમદત્ત અને નાકોરસેન નામના બે રાજપુત્રો હતા. બન્ને રાજકુમારોએ વીરમપુર અને નાકોરનગર નામના નગરો વસાવ્યાં. અને બન્ને નગરો ટૂંકા ગાળામાં સમૃધ્ધ થયા. બન્ને રાજપુત્રોએ બન્ને નગરીમાં ભવ્ય જિનપ્રાસાદોના નિર્માણ કર્યાં. વીરમપુરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનાલય તથા નાકોર નગરમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના દર્શનીય અને ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા શ્રી યૂલિભદ્રસ્વામીના વરદ હસ્તે કરાઈ
હતી.
| કાળનો પ્રવાહ વહેતો રહ્યો. બન્ને જિનાલયોના જીર્ણોધ્ધાર થતાં રહ્યાં. વીર સંવત ૨૮૧માં મહારાજા સંપત્તિએ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને આચાર્ય ભગવંત શ્રી આર્યસુહસ્તિસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. વીર સંવત ૨૦૫માં મહારાજા વિક્રમાદિત્યે આ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવીને શ્રી સિધ્ધસેન દિવાકરસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી
હતી.
શ્રી નાર્કોડા ભૈરવજી
૨૫૦
Page #273
--------------------------------------------------------------------------
________________
આ બન્ને જિનાલયોનો વિક્રમ સંવત ૬૨માં ફરીને જીણોધ્ધાર થયો અને આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરિજી મ.ના હસ્તે પ્રતિષ્ઠાવિધિ થઈ.
- ત્યાર પછી આ જિનાલયો જીર્ણ થતાં વિ.સં. ૪૭૫માં આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદેવસૂરિશ્વરજી મહારાજના ઉપદેશથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. નવમા સૈકામાં જીર્ણોધ્ધાર થયો.
એ સમયે વીરમપુર નગરની જાહોજલાલી ટોચ પર હતી. મોટી સંખ્યામાં જૈન પરિવારો અહીં વસતા હતા. વિ.સં. ૯૮૯માં ભાતેરા ગોત્રના ગર્ભ શ્રીમંત હરખચંદે આ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવ્યો તે સમયે શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિમાજી ખંડિત થતાં તે સ્થાને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી.
વિક્રમ સંવત ૧૨૨૩માં ફરીને આ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાયો. વિ.સં. ૧૨૮૦માં આ બન્ને નગરો પર વિધર્મી આક્રમણનો ભય પેદા થતા નાકોર નગરના શ્રી સંઘે મૂળનાયક સહિત ૧૨૦ પ્રતિમાજીઓને ત્યાંથી બે માઈલ દૂર કાલીદ્રહમાં છૂપાવી દીધી. વિધર્મી આક્રમણમાં બન્નેનગરો ધ્વંશ થઈ ગયા.
- વીરમપુર ફરીને વિકાસ પામ્યું. અહીંના પ્રાચીન જિનાલયોનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. આ જિનાલયમાં બિરાજમાન કરવા માટે પ્રતિમાજીની શોધખોળ શરૂ થઈ ત્યારે એક સુશ્રાવકને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં કાલીદ્રહમાં છૂપાવવામાં આવેલ પ્રતિમાજીઓની જાણકારી આપી. આમ કાલીદ્રહમાં છુપાવવામાં આવેલી પ્રતિમાજીઓને વીરમપુર લાવવામાં આવી. અને વિ.સં. ૧૪૨૯માં ભવ્ય મહોત્સવ રચીને પ્રતિષ્ઠિત કરવામાં આવી.
આ જિનાલયમાં મૂળનાયક પદે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને ગાદીનશીન કરવામાં આવી. પ્રતિમાજી મૂળ નાકોર નગરના હોવાથી “શ્રી નાકોડા પાર્શ્વનાથ” ના નામથી પ્રસિધ્ધ પામ્યા. હવે તો વીરમપુર પણ નાકોડા નામથી જ જાણીતું થયું છે.
વિ.સં. ૧૫૬૪માં સદારંગ નામના શ્રેષ્ઠીએ આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. સત્તરમાં સૈકા સુધી આ નગર સમૃધ્ધ રહ્યું હતું. પછી આ ગામની
શ્રી નાકોડા ભૈરવજી
૨૫૧
Page #274
--------------------------------------------------------------------------
________________
આબાદી નષ્ટ થઈ હતી. વીરમપુરનું નામ “મવાનગર' ક્યારે જાણીતું થયું તેની કોઈનોંધ મળતી નથી. સત્તરમાં સૈકામાં અહી પલ્લીવાલ ગચ્છના જૈન પરિવારો મોટી સંખ્યામાં વસતા હતા તેવા ઉલ્લેખો છે.
શ્રી નાકોડા ભૈરવજી ખરતરગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી નાકોડા ભૈરવજીના ચમત્કારો જગતમાં પ્રસિધ્ધ છે. આ સમ્યકત્વ પ્રાપ્ત જિનારાધક દેવ છે. સર્વ પ્રથમ જૈન શાસનમાં તેની સાધના બારમી શતાબ્દીના પ્રૌઢ વિદ્વાન ખરતરગચ્છાચાર્ય, યુગપ્રધાન દાદા શ્રી જિનદત્તસૂરિશ્વરજી મહારાજે કરી હતી.
બાવનવીર અને ચોસઠ યોગિનીઓને સાધનારા દાદા સાહેબ અલૌકિક પ્રતિભાથી સંપન્ન હતા. તેમની સામે ભૈરવાદિ દેવ હાથ જોડીને સેવામાં હાજર રહેતા હતા. ત્રીજા દાદા સાહેબ આ.શ્રી જિનકુશલ સૂરીશ્વરજી મહારાજની પાસે હંમેશા કાળા અને રૂપવાન ભૈરવ સેવામાં ઉપસ્થિત રહેતા હતા. ખરતરગચ્છ તથા ભૈરવ દેવમાં ધીરે ધીરે એટલો નાતો બંધાઈ ગયો કે ભૈરવ દેવ ખરતરગચ્છના અધિષ્ઠાયક દેવ માનવામાં આવ્યા. ફળ સ્વરૂપે ખરતરગચ્છીય શ્રાવકો દ્વારા નિર્મિત તથા ખરતરગચ્છીય આચાર્યો દ્વારા પ્રતિષ્ઠિત જિનમંદિરોમાં ભૈરવની સ્થાપના થવા લાગી. - એ સ્વતઃ સિધ્ધ છે કે જ્યાં જ્યાં ખરતરગચ્છના મંદિર છે તેમાં ભૈરવદેવ અવશ્ય હશે. જે મંદિરમાં ભૈરવ હશે ત્યાં સ્વાભાવિક તથા પ્રમાણિક રૂપથી તે જિનાલમાં ખરતરગચ્છનું હશે પરંતુ હવે દરેક જિનાલયોમાં શ્રી નાકોડા ભૈરવની સ્થાપના કરવામાં આવતી હોય છે. શ્રી નાકોડા ભૈરવ તે ખરતરગચ્છનું એક પ્રતિક છે.
શ્રી નાકોડા તીર્થમાં ભૈરવ દેવની સ્થાપના વિક્રમ સંવત ૧૫૧૨માં ખરતરગચ્છાચાર્ય “શ્રી જિન કીર્તિરત્નસૂરિશ્વરજી મહારાજ દ્વારા મંદિરની પ્રતિષ્ઠા વખતે કરવામાં આવી હતી.
શ્રી નાકેડા ભૈરવજી
૨૫૨
Page #275
--------------------------------------------------------------------------
________________
નાકોડાથી પ્રભુની પ્રતિમાજી પ્રાપ્ત થયા હતા. આથી જેમ પાર્શ્વનાથ પ્રભુ ‘નાકોડા' ના વિશેષણથી પ્રસિધ્ધ થયા તે પ્રમાણે “ભૈરવ' પણ ‘નાકોડા ભૈરવ' તરીકે પ્રખ્યાત થયા. - વર્તમાનકાળમાં સમસ્ત ભારતમાં શ્રી નાકોડા ભૈરવનો મહિમા છવાયેલો છે. શ્રી નાકોડા ભૈરવનું નામ જપવાથી, દર્શન કરવાથી તમામ સુખોની પ્રાપ્તિ તથા દુઃખોનો નાશ થાય છે. આ તીર્થ નો દિન-પ્રતિદિન મહિમા વધતો જાય છે. તેના મૂળમાં નાકોડા ભૈરવનો ચમત્કાર જ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નાકોડા ભૈરવજી
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
- આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
શ્રી નાકોડા ભૈરવજી
૨૫૩
Page #276
--------------------------------------------------------------------------
________________
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પમ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રિલના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. I શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી નાકોડા ભૈરવજી ની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી નાકોડા ભૈરવ પ્રાર્થના આવોજી આવો ભૈરવનાથ હો નાકોડા વાલે, તુમ હો ડુંગરીયા વાલે, તુમ હો ઘુઘરીયા વાલે. //આ.// તીરથ નાકોડા સો હે, ભવી જીવો કો મોહે, દીપે ભૈરવ મનોહાર, હો નાકોડા વાલે. [૧] આવોજી આવો ભેંસ દરસ દિખાવો, દુઃખડા મિટાવો મેરાનાથ હો નાકોડા વાલે ||રા.
શ્રી નાકોડા ભૈરવજી
૨૫૪
Page #277
--------------------------------------------------------------------------
________________
હાથે ખગધારી, ડમરુ કી શોભા ન્યારી, ચોસઠ યોગિની સાથ, હો નાકોડા વાલે //all અષ્ટભુજા કો ધારી, શાકો દો સંહારી, મેરે તો તુમહી એક નાથ, હો નાકોડા વાલે //૪ ધ્યાન તમારો ધારું, કાજ હમારો સારુ, શ્રી સંઘ કે સિર પર તેરા હાથ, હો નાકોડા વાલે //પા.
શ્રી ભૈરવ આરતી
જય જય જયકારા, બારિ જય જય ઝંકારા, આરતી ઉતારો ભવિજન મિલકર, ભૈરવ રખવાલા વારી જીવત રખવાલા ૐ જય જય જયકારા ||૧|| તુ સમકિતી સુરનર મનમોહક, મંગલ નિતકારા વા.મ. શ્રી નાકોડા ભૈરવ સુદર, જન મન હરનારા
વા.જ.ઓમ્ //રી. ખડગુ ત્રિશૂલધર ખપ્પર સોહે, ડમરૂ કરધારા વા.ડ., અદ્ભૂત રૂપ અનોખી રચના, મુકુટ કુંડલ સારા,
વા.જ.ઓમ્ llll. ૐ હ્રીં ક્ષાં ક્ષે : મંત્રી બીજ યુત, નામ જપે તો હરા, રિધ્ધિ સિધ્ધિ અરૂ સંપદ મનોહર, જીવન સુખકારા,
| બા.જી.ઓમ્ //૪ો. કુશલ કરે તેના નામ લિયા નિત, આનંદ કરનારા વા.આ. રોગ શોક દુ:ખ દારિદ્ર હરતા, વાંછિત દાતારા,
વા.વા.ઓમ્ //પણી શ્રીફલ લાપસી માતર સુખડી, લડુ તેલધારા, વા.લ. ધૂપ દીપ ફૂલ માલ આરતી, નિત નયે રવિવારા,
વા.નિ.ઓમ્ llll.
શ્રી નાન્નેડા ભૈરવજી
૨૫૫.
Page #278
--------------------------------------------------------------------------
________________
વૈયાવચ્ચ કરતા સંઘ તેરી, ધ્યાન અડગધારા, વા.ધ્યા. હિમ્મત’ ‘હિત’ સે ચિત્તમે ધરતા, “ભવ્યાનંદ પ્યારા
વા.ભ.ઓમ્ IIણી. દો હજીર કે શુભ સંવત્સર, પોષ માસ રસાલા, વા. પો. શ્રી સંઘ મિલકર કરે આરતી, મંગલ શિવમાલા
વા.મ.ઓમ્ II૮
મંત્ર આરાધના
(૧) ૐ શ્રીં નાકોડા ભૈરવાય નમઃ | (૨) ૐ નમો ભગવતે નાકોડા ભૈરવાયા. (૩) ૐ શ્રીં શ્રીં શ્રીં નાકોડા ભૈરવાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો શ્રી નાકોડા ભૈરવદેવની છબીરાખીને ઉત્તરદિશા તરફ મુખ રાખીને દરરોજ સવારે અથવા રાત્રે ૧૧ માળા કરવી. શ્રી નાકોડા ભૈરવનું નિત્ય સ્મરણથી સઘળા દુઃખોનો નાશ થાય છે. તેમજ જીવનમાં સફળતા મળે છે.
શ્રી નાર્કોડા ભૈરવજી
૨૫૬
Page #279
--------------------------------------------------------------------------
________________
- શ્રી ઘંટાકર્ણવીર શ્રી ઘંટાકર્ણ વીરને જૈનો, હિંદુઓ તથા અન્ય ધર્મોના લોકો શ્રધ્ધા અને ભક્તિપૂર્વક માને છે. મહુડીમાં દરરોજ હજારો લોકો શ્રી ઘંટાકર્ણ વીરના દર્શનાર્થે જતા-આવતા હોય છે. મહુડી તીર્થ આજે મહાતીર્થ બન્યું છે. ઘંટાકર્ણ વીરની મૂર્તિની વિ.સં. ૧૯૭૫ના માગસર સુદ-૬ રવિયોગમાં જૈનાચાર્ય શ્રી બુધ્ધિસાગર સૂરિજી મહારાજે મહુડી ગામમાં સંઘના આગ્રહથી પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરી
હતી.
મહુડી સિવાય સૌરાષ્ટ્રમાં શ્રી ઘંટાકર્ણનું મંદિર રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે આવેલું છે. અહીં શ્રી ઘંટાકર્ણ વીરનું મંદિર તથા શ્રી કલ્યાણ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. મહુડીની જેમ સૌરાષ્ટ્રમાં આ તીર્થ પ્રસિધ્ધ થયું છે. મહુડીની જેમ દર કાળીચૌદશના અનેરા ધર્મોલ્લાસ સાથે શ્રી ઘંટાકર્ણ વીરનો હોમ હવન થાય છે.
- શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનપ્રાસાદની ફરતી ભમતીમાં શ્રી ઘંટાકર્ણ વીરની સ્થાપના કરવામાં આવેલ છે. અહીં પ્રતિષ્ઠિત શ્રી ઘંટાકર્ણવીરની મૂર્તિ અત્યંત પ્રભાવક અને ચમત્કારી છે.
શ્રી ઘંટાકર્ણવીર
મધુપુરીમાં મૂરતિ દીઠી, એકજ વીર તમારી; માથે મુગટ કાને કુંડળ ઝમકે ઝાકઝમારી...૧ હાથમાં ધનુષબાણ સોહે, ઉભા છો તીર તાણી; સર્વદેવમાં શક્તિમાન છો, એવી વાત મેં જાણી...૨ વજકછોટો મારી ઊભા, કેડે ઢાલ જ સોહે; તુજ મુરતિને નિરખી, મનુષ્ય મનડાં મોહે...૩ અંતરિક્ષથી આપ આવીયા, મહિમા વધ્યો ભારી; મધુપુરીમાં સ્થાપના કીધી, બુધ્ધિસાગર સૂરિ...૪
શ્રી ઘંટાકર્ણવીર
૨૫૭
Page #280
--------------------------------------------------------------------------
________________
સુખ સાગરજી તણા શિષ્ય એ અમર નામના કીધી; જગમાંહી જેણે જીવી જાણ્ય, સ્વર્ગ વાટડી લીધી...૫
શાસન રક્ષક, સમ્યક દૃષ્ટિ દેવ શ્રી ઘંટાકર્ણવીરનું સ્વરૂપ વીરતાનું દ્યોતક છે, બે હાથ, નેત્ર ભ્રકુટી અને શરીરની સંપૂર્ણ આકૃતિ જોતા વીરતાની સાક્ષાત મૂર્તિ હોય તેમ લાગે છે. મૂર્તિ જોતાં ઉગ્ર સ્વભાવવાળા હોય તેમ લાગે છે. તેમના ડાબા હાથમાં ધનુષ અને જમણા હાથમાં બાણ છે.
પુરુષનું જમણું અંગ મુખ્ય મનાય છે, દાન, પુણ્ય, માન સન્માન અને પ્રણામાદિ સર્વ કાર્યો જમણા અંગથી કરાય છે. આજ કારણે ઘંટાકર્ણ વીરના જમણા હાથમાં તીર અને ડાબા હાથમાં ધનુષ આપવામાં આવ્યા છે.
ઘંટાકર્ણનો સામાન્ય અર્થ કરીએ તો આ પ્રમાણે થાય :- જેમનું મસ્તક ચાલવાથી કાન પાસે ઘંટ વાગે અથવા ઘંટા એટલે જેમાંથી અવાજ નીકળે તે ઘંટ અને કર્ણ એટલે કાન. અર્થાત જ્યારે દેવ માથું હલાવે ત્યારે કાન પાસે ઘંટા વાગે તે ઘંટાકર્ણ, વિધાનમાં ઘંટનું વિશેષ મહત્વ છે. ઘંટ મંત્રીને રાખવો જોઈએ.
શ્રી ઘંટાકર્ણ દેવના સેવક સર્પના રૂપમાં તેમના પાસે રહે છે. અને સાધકની પરીક્ષા પણ સર્પના રૂપથી કરે છે આ કારણથી ઘંટાકર્ણ વીરના ચરણ પાસે સર્પનું ચિન્હ અવશ્ય હોવું જોઈએ.
શ્રી ઘંટાકર્ણ વીર પૂર્વભવમાં એક આર્ય રાજા હતા. તેઓ દયાળુ અને શૂરવીર હતા. તેઓ સતીઓ, સાધુઓ અને ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં પોતાનું જીવન પસાર કરતાં હતા. તેમણે ધનુષ્યબાણ વડે ઘણા દુષ્ટ રાજાઓને જીતીને આર્ય
દેશમાં શાંતિ ફેલાવી હતી.
તેમને સુખડી અત્યંત પ્રિય હતી અને તેઓ અતિથિઓની સેવા ભક્તિ ખૂબ જ સરસ રીતે કરતાં હતા.
આર્ય રાજા મરણ પામીને દેવ થયા અને બાવન વીરોમાં ત્રીશમા વીર તરીકે તેમની ગણના થાય છે. તેઓ પૂર્વભવમાં પરોપકારી અને શૂરવીર હતા.
શ્રી ઘંટાર્ણવીર
૨૫૮
Page #281
--------------------------------------------------------------------------
________________
તેવી રીતે વીરના ભાવમાં પણ ધર્મી અને ભક્તજનોને પોતાના કર્માનુસારે સહાય કરે છે.
- પૂર્વભવમાં તેઓ હાથમાં ધનુષ-બાણ, ખડગ આદિ રાખતા તેથી મૂર્તિના હાથમાં ધનુષ બાણ, આદિ રાખવામાં આવે છે. જેમ રાજાને સર્વ લોકો માને છે તેમ શ્રી ઘંટાકર્ણ વીરને સર્વ ધર્મવાળા લોકો માને છે. ઉપાધ્યાય સકલચંદજી મહારાજે પ્રતિષ્ઠાકલ્પ બનાવ્યો છે તેમાં તેઓશ્રીએ ઘંટાકર્ણ મંત્રને ગ્રહણ કરેલ
છે.
પ્રતિષ્ઠિત મંત્રકલ્પમાં ઘંટાકર્ણ વીરની મંત્રયંત્રવાળી થાળી સુખડી સાથે ધરાવવાની પ્રથા આજે પણ પ્રવર્તે છે. કેટલાક યતિઓએ ઘંટાકર્ણ વીરના મંત્રથી સર્પ અને વીંછીના ઝેર પાંચ દસ હાથ છેટે રહીને ઊતાર્યા છે. અને ચોથીયો તાવ ઉતાર્યો છે.
હિમાલયના ઉત્તેગશિખરો વચ્ચે આવેલા પવિત્ર બદ્રિનારાયણ જતાં ઉત્તર જયોતિર્મઠથી અઢારમાઈલ પર પાંડુકેસર નામનું એક ગામ આવેલું છે. ગામના હાઈવે પર ઘંટાકર્ણનું મંદિર છે. તેઓની દૃઢ માન્યતા છે કે ઘંટાકર્ણવીર બદ્રિનારાયણ ભગવાનની ચોકી કરે છે. બદ્રિનારાયણ મંદિરમાં પ્રવેશ કરતાં જમણી બાજુ એ ઘંટાકર્ણવીરની મૂર્તિ છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી હરિભદ્ર સૂરિશ્વરજી મહારાજના શિષ્ય આ. શ્રી રત્નહર્ષ સૂરિશ્વરજી મહારાજાએ કરી છે. બદ્રિનારાયણની મૂર્તિ વાસ્તવમાં પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર દાદાની હોવાનું માનવામાં આવે છે. ઋષભદેવ ભગવાને લોન્ચ કર્યો ત્યારે એક લટ ખભા પર રહી ગઈ ત્યારે ઈન્દ્રોએ કહેલું કે ભગવાન આટલી લટ રહેવા દો. આમ એ પ્રકારની લટવાળી આદીશ્વરની મૂર્તિ છે. તેના
જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૧ માં દર્શન વિજય ત્રિપુટી મહારાજે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી ઘંટાકર્ણવીર તીર લઈને ઉભેલા જોઈને પ્રશ્ન થાય છે કે જૈન ધર્મનો પાયો અહિંસા છે. જે ધર્મ મન, વચન, વાણી અને વર્તનમાં પણ અહિંસાના
શ્રી ઘંટાર્ણવીર
૨૫૯
Page #282
--------------------------------------------------------------------------
________________
સિધ્ધાંતોને નિહાળતો હોય, અહિંસાના સુક્ષ્મમાં સુક્ષ્મ સ્વરૂપને પણ ઓળખતો હોય, વનસ્પતિનું એક પાંદડું તોડવામાં પણ હિંસા સમજતો હોય, તે ધર્મનો રક્ષક શ્રી ઘંટાકર્ણદેવ હાથમાં તીરકામઠું ચઢાવી હર હંમેશ સજાગ રહે એ કેવું? . જ્યારે કોઈપણ ધર્માત્મા આધિ-વ્યાધિ અને ઉપાધિમાં હોય ત્યારે દેવદેવીઓ તેઓનું રક્ષણ કરે છે. કોઈ એક ધર્મી વ્યક્તિ માટે જ નહિ પરંતુ સમગ્ર ધાર્મિક પ્રજા ઉપર કોઈપણ પ્રકારે આધિ, વ્યાધિ, ઉપાધિ કે કુદરતી પ્રકોપ પેદા થાય છે પછી અસામાજીક તત્ત્વો દ્વારા ઉપદ્રવ પેદા થાય ત્યારે આ દેવદેવીઓ એક પ્રકારની ઢાલ બની રક્ષણ કરતાં હોય છે. એવું જ શાસન રક્ષક શ્રી ઘંટાકર્ણ દેવની બાબતમાં
શાસન રક્ષક દેવ પોતાના રાજ ચિન્હો દ્વારા રક્ષણ કરતાં હોય છે. તેઓ તીર ખેંચીને ઊભા છે ખરા, પરંતુ તેઓએ નિશાન નથી બનાવ્યા. તેઓ ઊભા છે તીર તાકીને, પરંતુ તેઓની નજર આપણી સામે છે. | ભાથામાં ચાર તીર રહેલાં છે તેને ચાર કષાય ચાર ગતિ કહેવામાં આવે છે. ચાર કષાય પર વિજય મેળવીને ચાર ગતિ છેદી પંચમગતિ પામવા ત્રિશુલધારી તીર પણછ પર ચઢાવેલું છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર કહે કે જ્ઞાન દર્શન અને ચારિત્રની સંપૂર્ણ આરાધના દ્વારા પંચમગતિ પામો.
શ્રી ઘંટાકર્ણ મહાવીરની કમરે તલવાર અને ઢાલ છે. માનવીને અધોગતિના માર્ગે લઈ જનાર ભવરૂપી અરણ્યમાં રઝળાવનાર અંતરંગ શત્રુઓ લોભ, મોહ, અભિમાન, માયા વગેરે શત્રુઓનો નાશ કરવા માટે છે. નવકાર મહામંત્રના પહેલા પદ “નમો અરિહંતાણંને સાકાર કરે છે. દુશ્મન શત્રુઓનો નાશ કરનારને નમું છું એવો આનો અર્થ થાય છે. અહીં શત્રુઓ ઉપર વિજય પણ અહિંસાના અમૂલા શસ્ત્ર દ્વારા જ મેળવી શકાય. જૈન ધર્મ અને શાસન રક્ષક દેવની આ વાણી છે.
- શ્રી ઘંટાકર્ણ મહાવીરે માત્ર તલવાર જ ધારણ કરી નથી, પરંતુ સાથે સાથે ઢાલ પણ ધારણ કરેલી છે. ગમે તેટલા પ્રહારો કરવામાં આવે પરંતુ કાચબાને તેની કશી અસર થતી નથી, એ રીતે સંસાર રૂપી સમુદ્રમાં ભવરૂપી આભાઓએ તરવા
શ્રી ઘંટાકર્ણવીર
૨૬૦
Page #283
--------------------------------------------------------------------------
________________
માટેની આ સંરક્ષણાત્મક ઢાલ છે.
આ દુન્યવી પદાર્થોની ભૌતિક સામગ્રીઓ તેને કંઈ જ કરી શકતી નથી. આત્માના વિકાસ માટે તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે ઢાલરૂપી સંવર ભાવોનો સહારો લેવો જોઈએ. ઢાલ અને ત્રિશૂલમાં આ ભાવાર્થ રહેલો છે.
શ્રી ઘંટાકર્ણ મહાવીરે તો ગદા પણ ધારણ કરેલી છે. ઉર્જાના ભૂક્કા કાઢી નાખવા માટે લશીકરણ પર પહોંચવા માટે ગદા ખૂબ જ જરૂરી છે. પવનપુત્ર હનુમાનજી પાસે ગદા હતી. અને ઘંટાકર્ણ વીર પાસે પણ ગદા છે. વાયુ પુત્ર હનુમાનને પણ મહાવીર કહેવામાં આવે છે. આસુરી તત્ત્વોનો નાશ કરવો એ હનુમાનજીનો આદર્શ હતો, એજ રીતે ઘંટાકર્ણ પણ આ આદર્શને વરેલા છે. આમ શ્રી ઘંટાકર્ણ મહાવીર હનુમાનજીની પ્રતીતિ પણ કરાવે છે. ના
શ્રી ઘંટાકર્ણ મહાવીર પાસે તો નાગ પણ હોય છે. આ નાગ હોવા પાછળ અનેરૂં-અગાધ તત્ત્વજ્ઞાન રહેલું છે.
માનવીના નાભિકમળમાં કુંડલિની પડી છે. આ કુંડલિને જાગૃત કરવાનું નાગના પ્રતીક દ્વારા કહેવામાં આવે છે. - નવકાર મંત્ર પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરાવી અષ્ટપદની વિચાર ધારામાં ઉતરતાં કુંડલિની પ્રગટ થાય છે. આ કુંડલિની જાગૃત થવાથી મનુષ્યને સત્કર્મની ભાવના પ્રગટે છે.
- શ્રી ઘંટાકર્ણ મહાવીર પાસે સિંહ પણ ઊભેલા છે. સિંહનું પ્રતીક એમ દર્શાવે છે કે સિંહ એ વનનો રાજા છે. સિંહને આળસ ન પોષાય. એ રીતે માનવીને પણ આળસ ન પોષાય. પ્રમાદ ન તો સિંહને પોષાય ન તો માનવીને પોષાય.
શ્રી ઘંટાકર્ણ મહાવીરની બાધા પૂરી કરનાર “સુખડી ધરાવે છે. મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે શ્રી ઘંટાકર્ણ મહાવીરને સુખડીનો પ્રસાદ શા માટે ધરાવવામાં આવે છે? તેમાં સત્વ અને તમસ ગુણોનો સમાવેશ થયેલો હોય છે. ઘી, ગોળ અને લોટ આ ત્રણની સુખડી બનતી હોય છે. તે
માનવની પ્રવૃત્તિ એટલે કે સ્વભાવના પણ ત્રણ ગુણ હોય છે. સ્વભાવમાં તમસ ગુણો નાશ પામતાં જ સત્ત્વ ગુણ પ્રગટતો હોય છે. સુખડી ગમે તેટલી
શ્રી ઘંટાકર્ણવીર
૨૬૧
Page #284
--------------------------------------------------------------------------
________________
ખાઈએ પણ તે નુકસાનકારક નથી હોતી પરંતુ સાત્વિકતા આવે છે. જ્યારે અન્ય પદાર્થો વધુ પડતાં આરોગવાથી વિકૃતિ પેદા થતી હોય છે.
આ. શ્રીમદ્ વિજય બુધ્ધિસાગરસૂરીજી મ. આચાર્ય શ્રીમદ્ વિજય બુધ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાનો જન્મ વિજાપુર શહેરમાં પાટીદાર કુળમાં થયો હતો. પાટીદાર હોવા છતાં નાનપણથી જ જૈન ધર્મનો અભ્યાસ તથા સંસ્કારોના કારણે દીક્ષા લઈ ૧૦૮ ગ્રંથોની રચના ૨૫ વર્ષના અલ્પકાળમાં કરી પૂ. શ્રી રવિસાગરજી મહારાજ તથા પૂ. શ્રી સુખસાગરજી મહારાજનો પારસ સ્પર્શ મળતાં તેઓ જૈન જ્યોતિર્ધર યોગનિષ્ઠ આધ્યાત્મિક પુરુષ બની ફક્ત જૈનોજ નહિ પરંતુ અઢારે આલમને સુવાસિત કરી તેમણે ૨૭માં વર્ષેદીક્ષા લઈ ૩૯માં વર્ષે આચાર્ય પદવી પ્રાપ્ત કરીને તૃતીયપદના ભોક્તા બન્યા. ચતુર્વિધ સંઘ પર અનેક રીતે મહાન ઉપકાર કર્યો.
સમ્યગ દૃષ્ટિ દેવશ્રી ઘંટાકર્ણ મહાવીરને પ્રત્યક્ષ પામીને મહુડીમાં તેમની મૂર્તિની સ્થાપના કરી તેઓશ્રીની તેજસ્વી સાધના તથા દીર્ઘ દૃષ્ટિથી આપેલા ઉપદેશ તથા જ્ઞાન શાસન માટે મહા ઉપકારી બનેલ છે.
આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીજી મહારાજ નાનપણથી જ ઘંટાકર્ણ વીરના ઉપાસક હતા. સંવત ૧૯૭૫માં શ્રી પદ્મપ્રભુ સ્વામીની પ્રતિષ્ઠા કરાવવા મહુડીમાં પધાર્યા ત્યારે અઠ્ઠમ તપ કરી ઉગ્ર ઉપાસના કરી હતી. શ્રી ઘંટાકર્ણ મહાવીરના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. જૈન ધર્મીઓને તેમજ મનુષ્ય માત્રને સુકાર્યમાં સહાયતા કરવા માટે બોધિત કર્યા અને વચન મેળવી લીધું કે તેઓએ જૈનો કે કોઈપણ ભક્ત મનુષ્યો તેમની ભક્તિ કરી સહાયતા ઈચ્છે તો સહાયતા આપવી. તેઓએ જે વૈક્રિય શરીરધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનું દર્શન કર્યું હતું. તેનું સુરેખ ચિત્ર કોલસાથી દોર્યું અને માત્ર બારજ દિવસમાં પોરબંદરી પથ્થરમાંથી બે શિલ્પીઓ
શ્રી ઘંટાકર્ણવીર
૨૬૨
Page #285
--------------------------------------------------------------------------
________________
દ્વારા મૂર્તિ કંડારવામાં આવી પછી સ્થાપના કરવામાં આવી.
જૈન શાસનમાં બાવન વીરો છે તેમાં ત્રીસમાં વીર શ્રી ઘંટાકર્ણ વીર છે. જંબુદ્વીપમાં આર્યક્ષેત્રમાં તુંગભદ્ર નામે ક્ષત્રિય રાજા હતા. તેઓની અનેક શાસ્ત્રો છતાં મુખ્યત્વે હથિયારમાં તીર, કામઠું, ઢાલ, ગદા હતા. તેઓને સુખડી ખૂબજ પ્રિય હતી. તેઓ યાત્રાળુઓ, સાધુઓ અને સ્ત્રીઓનું લૂંટારાઓ અને જંગલી પ્રાણીઓથી નિયમિત રક્ષણ કરતાં હતા. તેઓ ચ્યવીને ઘંટાકર્ણ મહાવીર દેવ નામે દેવભૂમિમાં સમકિતી દેવ થયા.
સંવત ૧૯૮૦ માગસર સુદ-૩ ના દિવસે મહુડીના હાલના રંગમંડપમાં સર્વકાર્ય સિધ્ધિ કારક દેવશ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિષ્ઠા આ.ભ. શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીજી મહારાજાએ કરાવી. પીઠિકા ભાગમાં મંત્ર અંકિત કરવામાં આવ્યો. જે ઘંટાકર્ણ મહાવીરનો મૂળમંત્ર છે. તે સાથે મંત્ર અંકિત કરેલો ઘંટ સ્થાપવામાં આવ્યો. ધ્વજદંડ પણ ફરકાવવામાં આવ્યો. પ્રત્યેક કાળી ચૌદશના મહુડી તથા રાજકોટના શ્રી ઘંટાકર્ણ આરાધના મંદિરે હોમ-હવન તથા પૂજન થાય છે. કાળી ચૌદશના દિવસે શ્રી ઘંટાકર્ણ વીરની પક્ષાલપૂજા, કેસરપૂજા, ફૂલ, ધૂપપૂજા, મુગટ પૂજા, આભૂષણપૂજા, સોનાના વરખની પૂજા, ૧૦૮ ફૂલ પૂજા તથા ૧૦૮ દીવાની આરતી વગેરે કરવામાં આવે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી ઘંટાકર્ણ વીરની પરમ પ્રભાવક મૂર્તિ છે. આ જિનાલયમાં પ્રવેશ કરતાં જ શ્રી ઘંટાકર્ણ વીરના દર્શન ભાવિકો કરી શકે છે. શ્રી ઘંટાકર્ણ વીર દરેકની મનોકામના પૂરી કરે છે.
શ્રી ઘંટાકર્ણવીર
૨૬૩
Page #286
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં ઘંટાકર્ણ મહાવીર, સર્વવ્યાધિ વિનાશક | વિસ્ફોટક ભય પ્રાપ્ત, રક્ષ રક્ષ મહાબલ...૧ યત્ર – તિષ્ઠતે દેવ, લિખિતોક્ષર પંક્તિભિા રોગાસ્તત્ર પ્રણથંતિ, વાત પિત્ત કફોદ્ ભવા...૨ તત્ર રાજભય નાસ્તિ, યાંતિ કર્ટે જપાત્સર્ય T શાકિની ભૂત વેતાલા, રાક્ષસાઃ પ્રભવંતિ ન...૩ નાકાલે મરણંતસ્ય, ન ચ સર્પણ દેશ્યતા અગ્નિ ચોરભયંનાસ્તિ, હૂ ઘંટાકર્ણ નમો સ્તુતે ઠ: 6: 8: સ્વાહા... ૪ (૨) ૐ આંૐ હૂ દ્ર દ્ર ક્ષ ણ્ ક્ષે ક્ષ ક્ષઃ ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્ર પાલાય નમઃ | મમોપરિ પ્રસન્નોભવ, પ્રત્યક્ષ દર્શન દેહિ વાંછિત પૂરય પૂરય સ્વાહા ! (૩) ૐ એં ક્રીં હ્રીં કર્લી બ્લે એં શ્ર ઘંટાકર્ણ મહાવીર ભદ્ર માણિભદ્ર ૐ હ્ર ઘંટાકર્ણ નમો સ્તુતે ઠઃ ઇ: : સ્વાહા
ઉપરોક્ત દરેક મંત્રો મહા ચમત્કારી છે. કોઈપણ મંત્રની આરાધના શ્રધ્ધા અને ભક્તિથી કરવી. ગુરૂ પાસેથી પાઠ ગ્રહણ કર્યા પછી જાપ શરૂ કરવા. સર્વ કાર્યો માં સિધ્ધિ મળે છે.
શ્રી ઘંટાકર્ણવીર
૨૬૪
Page #287
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનની દેવી
શ્રી સરરવતી માતા જૈન દર્શનમાં પાંચ (મતિ-શ્રુત-અવધિ-મનઃ પર્યવ અને કેવલ) પૈકી બીજું શ્રુતજ્ઞાનના વર્મ (અક્ષર) સ્વરૂપ શ્રુતદેવતા એ પ્રવચનની અધિષ્ઠાત્રીદેવી મનાય છે. ગણધરોના મુખ (રૂપી) મંડપમાં નૃત્ય કરનારી સરસ્વતી સમસ્ત જગતમાં જ્ઞાનનો મૂળસ્ત્રોત વહાવનારી છે.
અન્ય દર્શનોમાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવોએ પણ જેને પ્રણામ કર્યા છે અને દિગ્ગજ કોટિના મૂર્ધન્ય પંડિતોએ પણ જેમની ભાવસભર સ્તુતિ કરી છે તેવી મા સરસ્વતી, અજ્ઞાન તિમિરને દૂર કરનારી છે. “યા બ્રહ્માડચ્ચત શંકર પ્રસૃતિ ભિઃ દેä : સદા વન્દિતા.' શ્લોકની પંક્તિથી આ વિભાવના પ્રત્યક્ષ જણાય છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી સરસ્વતી અષ્ટકના સાતમા શ્લોકમાં બહુજ સ્પષ્ટતાથી નિવેદન કર્યું છે કે શ્રી સરસ્વતી દેવી એ મોક્ષ સંપત્તિ - કેવળજ્ઞાન માટે પારંપારિક નિરૂપાય કારણ છે, કેમકે, ભારતીદેવીના પ્રસાદથી જ્ઞાન મળે છે. તે સમ્યક્ જ્ઞાનથી તાત્વિક માર્ગ મળે છે. અને સમ્યમ્ ક્રિયાની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન - ક્રિયાથી સાધક કેવળજ્ઞાન (મોક્ષ) સંપત્તિ પ્રાપ્ત કરી લે છે. આ રીતે મોક્ષનો નિરૂપાય હેતુ સરસ્વતીની કૃપાથી થાય છે.
આથી ફલિત થાય છે કે સમ્યજ્ઞાનની આરાધના – ઉપાસના વિના જીવન ઉષ્મા, ઉલ્લાસ અને ઉદ્દેશ ભર્યુ વ્યતીત થતું નથી. જીંદગી નિરર્થક જ વહે છે. એના કરતાં ઓછામાં ઓછું એની જાણકારી પરિચય કરી લેવો જરૂરી
શ્રત, શારદા, ભારતી, બ્રહ્મી, સરસ્વતી, વિદ્યા, વાગીશ્વરી, ત્રિપુરા આદિ ૧૦ ભિન્ન ભિન્ન પર્યાયવાચી નામ પ્રાપ્ત થાય છે. પ્રાચીન શિલ્પમાં તે ચાર ભુજાવાળી અથવા બે હાથવાળી દેખાય છે. પરંતુ તારંગા ડુંગર પરના જિનાલયમાં મંદિરના પૃષ્ઠ ભાગમાં આઠ ભુજાવાળી અને હંસયુક્ત જૈન સરસ્વતી દેવીની મૂર્તિ જોવા મળે છે. ઘણા બધાં શિલ્પ ચિત્રોમાં જમણા હાથમાં પુસ્તક કમળ અથવા અમૃતપૂર્ણ કમંડળ ગ્રહણ કરેલ, રાજહંસ પર બેઠેલી અથવા શતદલ
શ્રી સરસ્વતી માતા
૨૬૫
Page #288
--------------------------------------------------------------------------
________________
fos fomite
કમળ વચ્ચે વિરાજીત અને ક્યાંક શિલા પર બિરાજમાન થયેલી જણાય છે. જો કે એમાં પણ ભિન્ન ભિન્ન સંકેતાર્થ હોઈ શકે તો પણ જૈનોની સરસ્વતી બાલહંસ અને જૈનેતરોની મયુરના પ્રતીકવાળી મનાય છે.
જૈન ધર્મ માન્ય ‘સેન પ્રશ્નોતર' નામના પ્રશ્નોતર ગ્રંથમાં વ્યંતર નિકાયના ગીતરતિ ઈન્દ્રની મહદ્ધિક પદરાણી સરસ્વતી દેવી છે એવો ઉલ્લેખ મળે છે.
જ્યારે અન્ય માન્યતા પ્રમાણે બ્રહ્માની બે પુત્રીઓ પૈકી એક પુત્રી સરસ્વતી છે અને ક્યાંક તેને બ્રહ્માની પત્ની પણ માની છે. એ જ્યારે પરિણીતા થઈ ત્યારે પ્રતીકવાળી થઈ પરંતુ નિશ્ચિતાર્થ કરવામાં વિભન્ન મત-મતાંતર ચાલે છે તેથી એ પણ સંશોધનનો વિષય છે.
સરસ્વતીજી માતાના હાથમાં જે પોથી (પુસ્તક) છે, એ જ્ઞાનની અમોઘ શક્તિનું સૂચક છે. માળા, મંત્ર દીક્ષા સૂચક છે અને એમાં જ્ઞાનસાધનાને યોગ્ય ક્રિયા - ઉપાસના ધ્વનિત થાય છે એ જ રીતે વીણાવાદન એ સંગીત દ્વારા આત્માની સ્વરૂપ અવસ્થામાં લયલીન થવાનું સૂચક છે તથા વરદમુદ્રા અને અમૃતથી ભરેલું કમંડળ ભક્તજનોના ત્રિવિધ પાપ તાપ – સંતાપને દૂર કરીને આત્માનું ભૂતિ નો રસાસ્વાદ કરાવનાર છે. રાજહંસ એ જગતના સત્-અસત્ તત્ત્વોનો ક્ષીર-નીરની જેમ વિવેકજ્ઞાન દ્વારા ભેદ દૃષ્ટિથી ‘સોડહં સોડહં’ ના અજપાજપનું સૂચન કરી આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરવાનું પ્રતીક છે.
-
મયુરવાહિની એ માત્ર જ્ઞાન-વિજ્ઞાનની અધિષ્ઠાત્રી નહિ પરંતુ સમગ્ર સાહિત્ય, સંગીત કલાની પણ મહા અધિષ્ઠાત્રી છે.
સરસ્વતી દેવી શતદલ કમલમાં વિરાજીત છે તે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનું નિરૂપક છે. અને દેહસ્થિત બ્રહ્મદ્વારની ઉદ્ઘાટિકા પણ તે જ છે. એવું
જણાય છે.
તંત્ર ગ્રંથોમાં સરસ્વતીજીને સુષુમ્યા નાડીની સ્વામિની કહી છે. અને તેની કૃપાથી તેમજ મધ્યમાં નાડીના અભ્યાસથી જ જીવ શિવપદ સુધી પહોંચે છે. એવું કહેવાય છે કે આ રીતે જુદા જુદા પ્રતિકો દ્વારા વૈશ્વિક સનાતન તત્ત્વોને ‘સત્યમ્-શિવમ-સુંદરમ માં પ્રસ્થાપિત કરીને જ્ઞાનાનુંભવ અને સૌંદર્યાનુભવ
૨૬૬
શ્રી સરસ્વતી માતા
Page #289
--------------------------------------------------------------------------
________________
જે આત્માના વિશિષ્ટ ગુણો છે તેના રૂપકો દેવીની મૂર્તિમાં ઘટાવ્યાં છે. | મા ભગવતી સરસ્વતીજીનું પ્રભુત્વ ત્રિકાલાબાધિત છે. એ સર્વ સંસારી જીવોની ઉર્ધ્વગામિની પ્રેરણાદાયક જ્ઞાનશક્તિ સ્વરૂપ છે. પ્રત્યેક ધર્મસમુદાયોમાં મા સરસ્વતીજીનો વિશિષ્ટ સ્વરૂપમાં સાદર સ્વીકાર થયો છે. હિંદુઓમાં સરસ્વતી નામથી, વૈશ્યોમાં શારદા, બૌદ્ધોમાં પ્રજ્ઞા પારમિતા, ખ્રિસ્તીઓમાં મીનર્વા અને જૈનોમાં શ્રત દેવતાના નામથી મા સરસ્વતીની પૂજા થાય છે. દક્ષિણ ભારત, બંગાળ, મેઘાલય આદિમાં ‘ત્રિપુરા ભારતી' ના નામથી ઘણો પ્રભાવ અને પ્રસાર કર્ણગોચર થયો છે.
વિક્રમની આઠમી સદીમાં થયેલા પ્રસિધ્ધ આમરાજા પ્રતિબોધક શ્રી બપ્પભટ્ટસૂરિ મ.સા. ની બાલ દીક્ષા જીવનની અભૂત ઘટના વિખ્યાત છે. ગુરૂદેવશ્રી સિધ્ધસેન દિવાકરજીએએમની સુયોગ્યતા જોઈને શ્રી સારસ્વત મહામંત્ર આપ્યો હતો. તેઓ નિરંતર જાપ કરતા હતાં પરંતુ એક દિવસ નિત્ય જાપમાં એકાગ્ર થયા. ત્યારે બાલમુનિના નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજની આભાથી, ધ્યાનની લયલીનતાથી અને જાપના પ્રકર્ષથી સ્નાનક્રિડામાં મગ્ન થયેલાં શ્રી સરસ્વતીદેવી શીવ્રતાથી એવાને એવા સ્વરૂપમાં પ્રગટ થયા હતાં પરંતુ મુનિવરે માંનું વિષમ સ્વરૂપ જોઈને મોઢું ફેરવી લીધું ત્યારે દેવીને આશ્ચર્ય સાથે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને સ્વસ્થ થઈને પૂર્ણ પ્રસન્નતાથી મુનિશ્રીને વરદાન આપીને સ્વસ્થાને પાછા ફર્યા. | મા સરસ્વતીએ વરદાન આપ્યું કે “તું સદાય અજેય બનીશ.” ત્યારથી મુનિવરજીને પ્રતિદિન એક હજાર શ્લોક કંઠસ્થ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ અને સર્વશાસ્ત્રોમાં પારંગત થઈને શ્રી જિનશાસનના પ્રભાવક કાર્યો કરવામાં માની કૃપાથી સમર્થ થયા અને એ જ માની કૃપાથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, કવિ કાલિદાસજી, શ્રી હર્ષ, માઘ, ભારવિ આદિ પંડિતવર્ય શ્રેષ્ઠતમરૂપે વિદ્યાના ક્ષેત્રમાં પ્રસિધ્ધ થયા છે. (મુનિશ્રી ફુલચંદ્ર વિ.મ. જ્ઞાન સાધના-સરસ્વતી વંદના માંથી
સાભાર)
શ્રી સરસ્વતી માતા
૨૭.
Page #290
--------------------------------------------------------------------------
________________
મા સરસ્વતી ઉપાસના
હંસકે મયૂરવાહિની મા શારદાની ઉપાસના, સાધના કે આરાધના એ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. સરસ્વતીની લીલા દ્વિવધ છે. સર્જક અને શાસ્ત્રીય. મયૂર કલાધર છે. એની પિચ્છકલા એ એની પર સવારી કરનાર સરસ્વતીની સર્જકતાની લીલાનું પ્રતીક છે. હંસ નીરક્ષીરનો વિવેક કરવામાં પ્રવીણ છે એ સરસ્વતીની શાસ્ત્રીય પ્રસાદીનો સૂચક છે.
સર્જકતાના ઉપાસકોને સરસ્વતી મયુરવાહિની રૂપે પ્રતીત થાય. શાસ્ત્રીયતાના પર્યેષકો એને હંસવાહિની રૂપે સેવે છે. શ્વેત હંસ ઉપર આરૂઢ થયેલી શુકલાંગ, શુકલાંબર સરસ્વતીનું ચરણકમળ ઉપર ઠરેલું છે. કમળ તો કમલા લક્ષ્મીનું ઉદ્ભવ સ્થાન. લક્ષ્મી જ્યાંથી પ્રગટે છે એ સ્થાન ઉપર તો એ હંસવાહિનીએ કરેલા લક્ષ્મીના અનાદરને વીસરવો ન જોઈએ. એવા અનાદરનાં ફળ ભોગવવા તત્પર રહેવું જોઈએ.
'મોર એના કલાકલાપના કારણે મુનિઓના મન ચળાવનારો હોવા છતાં, લોક કલ્પનાએ એને ભોગ વિમુખ લખ્યો છે. ઉચ્ચ સર્જકતાનો સંયમ સાથેનો સંબંધ એમાં ઈંગિત છે. વિજ્ઞાન, કલાપીના કલાનર્તનને જાતીયવૃતિના નિદર્શનરૂપ લેખે છે. એમાં પણ આધુનિક માનસશાસ્ત્ર અનુસાર સર્જકતાનો જાતીયવૃતિના આવિષ્કરણે અને અનિવાર્ય ઉર્વીકરણ-સાથેનો સંબંધ ઈંગિત લેખી શકાય.
પાંખ હોવા છતાં મોર સંકટમાં આવી પડતાં સ્વરક્ષણના હેતુસર પગનો જ એ વધુ ઉપયોગ કરે છે. સર્જતા ઉડ્ડયનોમાં રાચતી હોવા છતાં સ્થળ વિહારી છે : કલા સર્જન કોઈને કોઈ રીતે નક્કર જગ અનુભવોની ભૂમિ પર જ મંડિતા હોય. મોરના હિમગિરિ ઉપર બે એક હજાર અને નિલગિરિ ઉપર ચારેક હજાર ફૂટથી ઊંચે દર્શન થતાં નથી. જ્યારે હંસતો મહાકવિ કાલીદાસના મેઘને કૈલાસનો રસ્તો દાખવતાં, આડી હિમમાળને પરશુરામે વીંધેલા ક્રૌંચ પર્વતના બાકોરમાં થઈને વટાવી પેલી બાજુ આરપાર નીકળી જનારા માનસ-વિહારી છે. અર્થાત ઉચ્ચોચ્ચ ઉડ્ડયનશીલ કલ્પનાએ, બન્ને વાહનો પર આસાનીથી સવારી કરી શકતી
શ્રી સરસ્વતી માતા
૨૬૮
Page #291
--------------------------------------------------------------------------
________________
સરસ્વતીની માફક, સર્જક્તા તેમજ વિવેકશક્તિ એ બન્ને પ્રયોજવા જોઈએ.
ભારતીય સંસ્કૃતિની શ્રમણ પરંપરામાં પણ વૈદિક પરંપરાની માફક સરસ્વતીની ઉપાસના સંસ્કૃતિના ઉગમકાળથી થતી આવી છે. આ અવસર્પિણીના ઉષ:કાળમાં ભગવાન ઋષભદેવની સૃષ્ટિના આદ્યકર્તા તરીકે ગણના થાય છે. તેમણે તેમની પુત્રી બ્રાહ્મીને જમણે હાથે લિપિ શીખવાડી. અને એ અક્ષર માતૃકાને લિપિ રૂપે જગતમાં પ્રગટ કરી. એ લિપિ બ્રાહ્મી લિપિ કહેવાઈ અને બ્રાહ્મી વાણીની દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ. જૈન આગમોમાં ભગવતી સૂત્ર સહુથી પ્રાચીન ગણાય છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યો છે.
જૈન ધર્મમાં તીર્થકર ભગવંતોના પ્રવચન દ્વારા વહેતો થયેલો દેદીપ્યમાન અનંત ઉર્જા પ્રવાહ તે સાસ્વત મહઃ કે મૃત દેવતા છે. એ વાણીની જે સૂત્ર રૂપે ગ્રંથણી થઈ તે દ્વાદશાંગી. આ બન્નેના આરાધના માટે કાઉસગ્ગ થાય છે. | જૈન ધર્મમાં કલ્યાણ કંદમુ, સંસાર દાવાનલ અને ભુવનદેવતાની સ્તુતિઓમાં સરસ્વતીના વર્ણન સાથે તે દેવી અમને હંમેશા સુખ આપનારી થાઓ એવી પ્રાર્થના કરવામાં આવી છે. અને શ્રાવકોના છ આવશ્યકોમાંના એક પ્રતિક્રમણમાં પ્રતિદિન બોલાય છે તેમજ પ્રાપ્તઃ મંગલિક સ્મરણના સ્તોત્રો – સંતિકર, તિજ્યયહુતિ અને બૃહચ્છાંતિ: માં ષોડશ વિદ્યા દેવીઓના નામોલ્લેખ સહિત રક્ષતુ વો નિત્યં સ્વાહા’ કે ‘
વિજ્જાદેવીઓ રકખંતુ' (વિદ્યાદેવીઓ અમારું રક્ષણ કરો) એવા પાઠ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. જ્ઞાનની ઉપાસનાનું અદકેરું મહત્વ જ્ઞાનાતિચારમાં પણ જોઈ શકાય. જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, નવકારવાળી વગેરે જ્ઞાનના ઉપકરણોની આશતનાથી બચવાનું જ્ઞાની ભગવંતોએ ફરમાવ્યું છે.
શ્રત, શારદા, ભારતી, બ્રાહ્મી, સરસ્વતી, વિદ્યા, વાગીશ્વરી, વીણાવાદિની, ત્રિપુરા આદિ ૧૦૮ નામો પ્રાપ્ત થાય છે. ભારતીદેવી સાહિત્ય, સંગીત, કલા, વિદ્યા અને જ્ઞ=ાન આપનારી છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી સરસ્વતી અષ્ટકના સાતમા શ્લોકમાં તાત્વિક માર્ગ મળે છે અને સમ્યક ક્રિયામાં પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન ક્રિયાથી અધિક કેવળજ્ઞાન(મોક્ષ)
શ્રી સરસ્વતી માતા
૨૬૯
Page #292
--------------------------------------------------------------------------
________________
સંપત્તિ પ્રાપ્ત કરીલે છે. આ રીતે મોક્ષનો નિરુપાય હેતુ સરસ્વતીમાની કૃપા થાય છે. જૈનધર્મની કેવળજ્ઞાન પરિભાષાથી એવું સૂચિત થાય કે માત્ર જ્ઞાનની જ્યોતિ એ જ મોક્ષ અને એ સરસ્વતીની કૃપાથી ત્વરિત સિધ્ધ થાય છે.
(પન્નાલાલ ૨. શાહ. જ્ઞાન સાધના-સરસ્વતીવંદના માંથી સાભાર)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સરસ્વતી માતા
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
-
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્
૨૭૦
શ્રી સરસ્વતી માતા
Page #293
--------------------------------------------------------------------------
________________
વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. અહીં શ્રી સરસ્વતી માતાજી ની પ્રતિમાજી બિરાજમાન છે.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્ર સરસ્વત્યે નમઃ | (૨) ૐ એં શ્ર વાડ઼ મર્થ્ય નમઃ | (૩) ૐ વઃ સરસ્વત્યે નમ:
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે મંત્ર જાપ કરવાથી બુદ્ધિ શક્તિ ખીલે છે. યાદશક્તિમાં વધારો થાય છે તેમજ વકતવ્ય આપવા માટે આ મંત્રના જાપ લાભદાયી બને છે.
શ્રી સરસ્વતી માતા
રન
૨૭૧
Page #294
--------------------------------------------------------------------------
________________
માતા ભગવતી
શ્રી પદ્માવતી દેવી વર્તમાન ચોવીશીના ત્રેવીસમાં તીર્થકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા સર્વત્ર ફેલાયો છે. ભગવાન પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાત્રી દેવી તરીકે શ્રી પદ્માવતી માતાજી છે. ભગવાન પાર્શ્વનાથ જ્યારે દીક્ષિત થઈને વિચારી રહ્યાં હતા ત્યારથી ધરણેન્દ્ર અને દેવી પદ્માવતી તેમના પરમ ઉપાસક હતા. આ ઉપરાંત ધરણેન્દ્રના દેવી ઈન્દ્રાણી વૈરોટ્યા પણ પરમ ભક્ત હતા. ગંગાના કિનારે વારાણસીની પવિત્ર ભૂમિ પર તાપસ કમઠ પંચાગ્નિતપ કરી રહ્યાં હતા ત્યારે ભગવાન પાર્શ્વનાથે, પોતાની રાજકુમાર અવસ્થામાં એ પંચાગ્નિમાંના સળગતાં કાષ્ઠ માંથી જે નાગને બહાર કઢાવી, તેને અંતિમ સમયે નવકાર મંત્રનું સંક્ષિપ્ત રૂપ “ૐ અસિઆ ઉસાય નમઃ' સંભળાવીને સ્વર્ગના માર્ગે વળાવ્યો હતો તે જ નાગ નવા જન્મે ભગવાનના પુનીત દર્શન અને નવકાર મંત્રના શ્રવણ થકી ધરણેન્દ્ર બન્યો હતો. - જૈન સાહિત્યમાં ક્યાં ક્યાંક નાગ-નાગણીના યુગલનો ઉલ્લેખ જોવા મળે છે. તે પણ ધરણેન્દ્ર – પદ્માવતીના સ્વરૂપને જ લક્ષે છે. જો કે પાર્શ્વનાથ તથા પદ્માવતીને ભગવાન પાર્શ્વનાથના યક્ષ-યક્ષિણી માનવામાં આવ્યા છે. તેમ છતાં ધરણેન્દ્ર - પદ્માવતીની નિરાળી ભક્તિ – આરાધના તેમ જ સંઘ તથા તીર્થોના રક્ષણ કરનારી ચમત્કારી અનેક ઘટનાઓએ તેઓને વધુ પ્રખ્યાત બનાવ્યાં છે. - જ્યારે કમઠ યોગી મૃત્યુ પામ્યા ને નવા જન્મે મેઘમાલી દેવ થયા ત્યારે, તેમણે અહિચ્છત્રામાં ધ્યાનમગ્ન એવા ભગવાન પાર્શ્વનાથને હેરાન - પરેશાન કરવા માટે અનેક પ્રકારના પરિષદો રચ્યા. ભગવાન પાર્શ્વનાથની ધ્યાનાવસ્થાને ચલિત કરવા ભીષણ વૃષ્ટિ કરી. તેને લીધે ભગવાનના નાક સુધી પાણી ચઢી આવ્યા, તેમાં ધરણેન્દ્ર- પદ્માવતીએ પધારીને તેમની રક્ષા-સેવા કરેલી, ત્યારથી દેવી પદ્માવતી ભગવાનની પરમ ઉપાસિકા તેમજ સદૈવ ભક્ત કષ્ટભંજક રહ્યાં છે.
આજે પણ અહિચ્છત્રામાં કમઠના પરિષહો પ્રસંગની જોવા મળતી દેવી પદ્માવતીજીની અનેક મૂર્તિઓ એ વાતની પ્રતીતિ કરાવે છે. આવી મૂર્તિઓમાં
શ્રી પદ્માવતી દેવી
૨૭૨
Page #295
--------------------------------------------------------------------------
________________
પદ્માવતીજીના મસ્તક પર ભગવાન પાર્શ્વનાથ બિરાજમાન જોવા મળે છે. અન્ય સ્થાનોમાં પદ્માવતીજીની મૂર્તિઓ ઉપર ભગવાન પાર્શ્વનાથજીની નાની મોટી મૂર્તિઓ જોવામાં આવે છે. બિકાનેર અને દિલ્હીના પ્રસિધ્ધ સંગ્રહાલયોમાં જે જે કલાપૂર્ણ પદ્માવતીની મૂર્તિઓ છે તેમની ઉપર પ્રભુ પ્રતિમાઓ જોઈ શકાય છે. જૈનોમાં દેવી પદ્માવતીને વિઘ્ન દૂર કરનારી, ભક્તોના કષ્ટોને હરનારી તથા ભક્તજનોનું રક્ષણ કરનારી માનવામાં આવે છે. અને આ હેતુસર તેમની ભક્તિ, ઉપાસના કરવામાં આવે છે..
દેવી પદ્માવતીનું સ્થાનક (તીર્થ) દક્ષિણ ભારતમાં હુમચા નામે પ્રસિધ્ધ છે. જો કે પદ્માવતી દેવીની મૂર્તિઓ મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનના દરેક જિનાલયોમાં અધિષ્ઠાત્રી દેવીના રૂપે બિરાજમાન હોય છે. તેમાં બહુમુખી પ્રતિભાવાન, સાહિત્યકલારત્ન પરમ વંદનીય પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયયશોદેવ સૂરિશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં નિર્માણ પામેલી દેવી પદ્માવતીની વિશાળ કદની કલાત્મક મૂર્તિ મુંબઈના વાલકેશ્વર જિનાલયમાં પ્રતિષ્ઠિત થઈ છે. તે સર્વમાં અનુપમ અને અદ્વિતીય છે. તેમજ બીજી મૂર્તિ પાલીતાણાના સાહિત્ય મંદિરમાં
ધરણેન્દ્ર તો સર્પરૂપ ધારણ કરી સર્વત્ર વિહાર કરતાં હોય છે. જૈસલમેર નજીક આવેલા લૌદ્રરા પાર્શ્વનાથ તીર્થના મંદિરોની પ્રદક્ષિણા (ભમતી)માં આવેલ એક સ્થાનમાં તેઓ પૂજાય છે. યાત્રાળુઓને વખતો વખત દર્શન આપે છે. નાગેશ્વર તીર્થમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે અવારનવાર ધરણેન્દ્ર દેવ શ્વેત સર્પ સ્વરૂપે યાત્રાળુઓને દર્શન આપતાં હોય છે.
અગિયારમી સદીમાં લખાયેલ મંત્રવિદ્ મલ્લેિષણ કૃત ‘ભૈરવ - પદ્માવતી - કલ્પ'નું પ્રકાશન શ્રી સારાભાઈ મણિલાલ નવાબે કર્યું હતું. તે પુસ્તકમાં પદ્માવતી ઉપર લખાયેલી અનેક કાવ્ય કૃતિઓના ઉલ્લેખ વાચવા મળે છે. તેમાંના મુખ્ય છે શ્વેતાંબર શ્રી ચંદ્રસૂરિજી લિખિત અભૂત પદ્માવતીકલ્પ, શ્રી ઈન્દ્રનંદિસૂરિ રચિત પદ્માવતી પૂજનમ્, અજ્ઞાત કૃતક “રક્ત પદ્માવતી કલ્પ', પદ્માવતી વ્રતોદ્યાપનમ્, પદ્માવતી સ્તોત્ર, પદ્માવતી મંત્રજાપ વિધિ, સ્વસ્ત્રનામ સ્તોત્ર, સ્તુતિ, ચોપાઈ
શ્રી પદ્માવતી દેવી
૨૭૩
Page #296
--------------------------------------------------------------------------
________________
વગેરે જે પદ્માવતી રચિત આધારિત રચનાઓ છે. - શ્રી ધીરજલાલ ટોકરશી શાહે “તંત્રોનું તારણ' નામના પુસ્તકમાં મંત્ર, તંત્ર અંગેની અનેક કૃતિઓની સૂચિ આપતાં નોંધ્યું છે કે પદ્માવતી દેવી અંગેની ૧૪૮ રચનાઓ છે, જેવી કે રક્ત પદ્માવતી કલ્પ, રક્ત પદ્માવતી બૃહદ પૂજન વિધિ, રક્ત પદ્માવતી, હંસ પદ્માવતી, સરસ્વતી પદ્માવતી, શબરી પદ્માવતી, કામેશ્વરી પદ્માવતી, યંત્ર સાધના, પદ્માવતી દીપાવતાર, ભૈરવી પદ્માવતી મંત્ર સાધના, ત્રિપુરા પદ્માવતી મંત્ર સાધના, નિત્ય પદ્માવતી મંત્ર સાધના, પદ્માવતી કજ્જલાવતાર, મહામોહિની પદ્માવતી વિદ્યા, પુત્રકર પદ્માવતી મંત્ર, પદ્માવતી સ્તોત્ર કલ્પ, પદ્માવતી મંત્ર સાધના, પદ્માવતી કલ્પલત્તા, પદ્માવતી મંત્ર કલ્પ વગેરે.
પ્રસંગ કથા.
શ્રી જિનસિંહસૂરિજી અને શ્રી જિનપ્રભસૂરિજીને શાસન રક્ષામાં માતા પદ્માવતી દેવી સહાયક બન્યા હતા તે પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.
સુલતાન મહમ્મદ તઘલખના શાસનકાળમાં ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ભારતીય મંદિરોનો નાશ કરવામાં વિધર્મીઓએ જરાય કચાશ રાખી નહોતી. એકવાર દિલ્હીમાં ખરચરગચ્છાચાર્ય શ્રી જિનસિંહસૂરિજીને મુખકમળ માંથી મોક્ષ પ્રાપ્તિના સાધનરૂપ જિનાલય બંધાવવાની પુનીત વાણીનું શ્રવણ કરવાથી જિનાલય નિર્માણનું કાર્ય શરૂ થયું. પરંતુ કટ્ટર વિધર્મીઓના આક્રમણથી બચવા અંગે કોઈ વ્યવસ્થા વિચારાઈ નહિ. તેને પરિણામે પાછળથી પ્રશ્ન ઊઠ્યો કે અસુરક્ષિત જિનાલય બંધાવવાથી શો લાભ? ત્યારે આચાર્યશ્રીએ જિનાલયના રક્ષણ અર્થે આહ્વાન કર્યું કે, “હું મહાદેવી પદ્માવતી દેવીની આરાધના કરી, તેમને સાક્ષાત કરીને, આ સંઘની ભીતિને નિર્મૂળ કરીશ.
પદ્માવતી માટેના અનુષ્ઠાનમાં જરૂરી છે. પદ્મિની સ્ત્રી દ્વારા પીરસાતું ભોજન તથા તેનું દિવસ-રાત સાંનિધ્ય. આ એટલા માટે કે પદ્માવતીની ઉપાસના માટે કઠોર માનસિક સંયમ અને એકાગ્રતાપૂર્વકનું ધ્યાન અત્યંત જરૂરી છે.
શ્રી પદ્માવતી દેવી
૨૭૪
Page #297
--------------------------------------------------------------------------
________________
શ્રી સંઘે આચાર્ય ભગવંતની માંગણી મુજબની તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી.
ત્યારબાદ આચાર્યશ્રી એ છ માસ માટે તપ કર્યું. દેવી ભગવતીને સાક્ષાત નિહાળવા છતાં આચાર્ય શ્રી એક શબ્દ પણ બોલ્યા નહિ. - પરિણામે ભગવતી માતા પદ્માવતીએ સામેથી કહ્યું: “હે સૂરિદેવ ! મારા અહીં આવવાના વિલંબ બદલ ક્ષમા કરશો. પરંતુ આપની આ કઠોર ઉપાસનાનું કારણ જાણી તેના નિવારણ અર્થે ઉપાય જાણવા હું ભગવાન પાસે ગઈ હતી. પ્રભુએ જે પ્રત્યુત્તર પાઠવ્યો છે તે હું આપને જણાવી નહિ શકું.”
તેમ છતાં જયારે આચાર્ય ભગવંતે આગ્રહ રાખ્યો ત્યારે ભગવતીએ જણાવ્યું. ‘આપની જીંદગી હવે કેવળ છ મહિના પૂરતી જ બાકી રહી છે.”
ત્યારે આચાર્યશ્રીએ પ્રસન્નતાથી કહ્યું : “ભલે, મારું જીવન હવે ટૂંકા સમય માટે જ છે. તેનો મને અફસોસ નથી, પરંતુ જે હેતુસર મેં આપની ઉપાસના કરેલી છે તે હેતુ નિષ્ફળ ન જવો જોઈએ.’
ત્યારે પદ્માવતી દેવીએ વચન આપ્યું કે “આપનો હેતુ અવશ્ય સફળ થશે. હું આપના શિષ્ય સાથે રહીશ. તથા ખૂબ જ દઢતાથી શાસન સેવા કરીશ.'
ત્યારે આચાર્યશ્રીએ પૂછયું : “એ ભાગ્યવાનનું નામ તો જણાવો.'
તેના ઉત્તરમાં ભગવતી માતા પદ્માવતીએ કહ્યું : “આમ તો કોઈ અત્યારે કોઈ નજરે ચડતો નથી. તેમ છતાં ગોહિલવાડી નિવાસી રત્નપાલ મહીધર શેઠના પુત્ર સુમરપાલ, કે જે હજુ આઠ વર્ષનો જ છે. તેને દીક્ષિત કરો. તે યોગ્ય છે.”
આચાર્ય ભગવંત ગોહિલવાડી પહોંચ્યા. ત્યાં આઠ વર્ષના સુમરપાલને દીક્ષિત કર્યો; અને તેનું નામ શુભતિલક રાખવામાં આવ્યું. પછી આચાર્યપદ મળતાં તેમનું નામ શ્રી જિનપ્રભસૂરિ રૂપે વિખ્યાત થયું. તેમને ગુરૂ મહારાજ દ્વારા ઉપાસ્ય ભગવતી પદ્માવતીજીનું સતત સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. ઉપરાંત, તેમણે સુલતાન મહમ્મદ તઘલખને જે ઉપદેશ આપ્યો તે હકીકત તો આજે જગવિખ્યાત બની છે.
આ. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ અદ્વિતીય સાધક, શાસન પ્રભાવક અને વિદ્વાન હતા. તેમણે વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું હતું. તેમાં ૩૭ ચોપાઈ
શ્રી પદ્માવતી દેવી
૨૭૫
Page #298
--------------------------------------------------------------------------
________________
છંદમાં લખાયેલી ‘પદ્માવતી ચતુષ્પદિકા' તેમની મહત્વની કૃતિ ગણાય છે. તેના ૧૮માં પદમાં શ્રી જિનદત્તસૂરિજીનુ તથા ૩૬ માં આ.શ્રી જિનસિંહસૂરિજીનું અને અંતિમ પદમાં પોતાનું નામ ગુંથવામાં આવ્યું છે. તેની ભાષા અપભ્રંશ છે.
તેમણે સુલતાનને ઉપદેશ દેવાનું અદ્દભૂત કાર્ય કર્યું. પરિણામે બાદશાહ મહમ્મદ તઘલખનું હૃદય પરિવર્તન થયું. તે સ્વયં સિધ્ધાચલજીની યાત્રાએ ગયો. તેણે દિલ્હીમાં મહાવીર સ્વામી જિનાલય, ઉપાશ્રય વગેરેના બાંધકામ કરાવ્યાં તથા જૈન સાધુ-શ્રાવકોના નિવાસ માટે ભટ્ટારક સરાય, તથા સુલતાન સરાય નામના ઉપનગરો વસાવ્યા. તેના દ્વારા શત્રુંજય - ગિરનાર સંઘની યાત્રા કરવાની બાબત પણ પ્રસિધ્ધ છે.
શ્રી જિનપ્રભસૂરિજીના તમામ યશસ્વી કાર્યો પાછળ ભગવતી પદ્માવતીની કૃપા હતી. આની પાછળ પણ તેમણે શ્રી જિનસિંહસૂરિજીને આપેલું વચન હતું. માતા ભગવતી પદ્માવતી વચનબધ્ધ હતી.
(૨) દાદા સાહેબ જિનકુશલસૂરિજીને પણ ભગવતી પદ્માવતીજીનું સાંનિધ્ય પ્રાપ્ત હતું. અર્થાત તેમને માટે તે સાક્ષાત હતા. જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેઓ દેવી પદ્માવતીના ધ્યાનમાં મગ્ન હતા. પરિણામે તેમની ગતિ પણ ભુવનપતિ દેવગતિમાં થઈ, નહિં તો તેમનો જેવા ઉત્કૃષ્ટ સંયમી સૂરિજીની સામાન્ય રીતે વૈમાનિક દેવગતિ થતી હોય છે. તેઓ અત્યારે પણ ભગવતી પદ્માવતીજીની નિશ્રામાં છે. અને બંને વચ્ચે ભાઈ-ભગિની જેવો સ્નેહ વર્તે છે. દાદા જિનકુશલ પ્રગટ પ્રભાવી અને ભક્તવત્સલ છે. તેમના ચમત્કારો સર્વત્ર પ્રખ્યાત છે. દાદા જિનકુશલસૂરિજી શકેન્દ્રના ગુરૂ સ્થાનીય ત્રાયત્રિશંક દેવેન્દ્રદેવ છે..
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં, બિરાજમાન શ્રી પદ્માવતી માતા
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ ).
શ્રી પદ્માવતી દેવી
૨૭૬
Page #299
--------------------------------------------------------------------------
________________
રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
- આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાં જ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર
શ્રી પદ્માવતી દેવી
૨૭૭
Page #300
--------------------------------------------------------------------------
________________
૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. અહીં શ્રી પદ્માવતી દેવી ની પ્રતિમાજી બિરાજમાન છે.
પદ્માવતી માતાજીની સ્તુતિ
પદ્માવતી, ભગવતી મૂર્તિ નિહાળી, આનંદમંગળ ભયો સવિ દુઃખ ટાળી, અદ્ભુત જ્યોતિ ઝલકે નયને તુમારી, વંદુ સદા સુખકરી જયકાર કારી..૧
ભદ્રાસના ચઉકરા ફણિ ધારનારી, સર્વોપરિ સ્થિતિ કરી સુપ્રભાવશાલી, ધરણેન્દ્ર અગ્ર મહિષી જગ શોભનારી, શ્રીપાર્શ્વ ભક્ત જનના અધ કાપનારી...૨
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં પદ્માવત્યે નમઃ ।
(૨) ૐૐ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાચ્છાપૂર્તિ ઋધ્ધિ સિધ્ધિ જયં જયં જયં કુરુ કુરુ સ્વાહા. I
(૩) ૐૐ હ્રીં શ્રÆ પદ્માવત્યે નમઃ ।
(૪) ૐૐ હ્રાઁ પદ્માવતી દેવિ ત્રૈલોક્ય વાર્તા કથય કથય સ્વાહા
ઉપરોક્ત મંત્રો અત્યંત પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે અથવા રાતે ૧૦ વાગ્યા પછી મંત્ર જાપ ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવા. ઉપરોક્ત મંત્રો સુખ-સમૃધ્ધિ અને માનસિક ચિંતાને નષ્ટ કરનારા છે. જીવનને આનંદમય અને મંગલમય બનાવનારા મંત્રો છે.
શ્રી પદ્માવતી દેવી
૨૭૮
Page #301
--------------------------------------------------------------------------
________________
શ્રી ચક્રેશ્વરી દેવી શ્રી ગૌમુખ યક્ષ અને શ્રી ચક્રેશ્વરી દેવી માતા વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ અને દેવી છે. શ્રી આદિનાથ પ્રભુનું ચરિત્ર સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.
ચૈત્રી વદી આઠમના દિવસે જ્યારે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં આવ્યો ત્યારે ઋષભદેવ સર્વસ્વનો ત્યાગ કરીને મહાપ્રયાણના પંથે પગલા માંડવા અગ્રેસર થયા. ઋષભદેવે પોતાની સુદીર્ઘ કેશવાળી પીઠ પર છૂટી મૂકી દીધી હતી, પગમાંથી ઉપાનહ અને મસ્તક પરથી મુગટ ઉતારીને એક તરફ મૂક્યો. ઋષભદેવ મહાપ્રયાણની દિશામાં પગલાં માંડી રહ્યાં છે તે વાત વાયુવેગે સર્વત્ર પ્રસરી ગઈ. લોકોના ટોળે ટોળાં આ પ્રવનમાં ઉમટી પડ્યા.
સહુના અંતરમાં એક જ પ્રશ્ન ઘોળાતો હતો : અરે જે સુખ, સંપત્તિ અને સાહ્યબીને પામવા સંસાર મરી પડે છે, એનો ત્યાગ કરીને ઋષભદેવ એવું તે શું નવું પ્રાપ્ત કરવા ઈચ્છે છે...!
હવે મહાપ્રયાણના પંથે જવાનો સમય થઈ ચૂક્યો હતો. પોતાનું આસન ચલિત થવાથી ઈન્દ્ર ભક્તિપૂર્વક ઋષભદેવ પાસે આવ્યા. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઈન્દ્રોની સાથે રાજ્યાભિષેકની જેમ એણે ઋષભદેવનો દીક્ષા ઉત્સવ સંબંધી ઉત્સવ કર્યો. ઈન્દ્ર ઋષભદેવ માટે સુદર્શન નામની એક શિબિકા તૈયાર કરી. ઋષભદેવ શિબિકા પર આરૂઢ થયા.
શિબિકામાં આરૂઢ ઈને માર્ગમાં ચાલતા ઋષભદેવ ઉત્તમ દેવોના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમા જેવા શોભતા હતા.
માનવો, દેવતાઓ ઋષભદેવને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. ઋષભદેવની બન્ને બાજુ ભરત અને બાહુબલી સેવા કરતાં હતા. અને અઠ્ઠાણું વિનીત પુત્રો પ્રભુની પાછળ ચાલતા હતા. માતા મરુદેવા, પત્ની સુમંગલા, પુત્રી બ્રાહ્મી અને સુંદરી સહીત અન્ય સ્ત્રીઓ પ્રભુની પછવાડે ચાલતી હતી. ને એ રીતે પૂર્વ જન્મવાળું સર્વાર્થસિધ્ધ વિમાન હોય તેવા સિધ્ધાર્થ નામના ઉદ્યાનમાં ઋષભદેવ સ્વામી પધાર્યા ત્યાં મમતા રહિત ધનુષ્યની જેમ સંસારથી ઉતરે તેમ નાભિકુમાર શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઊતર્યા.
શ્રી ચક્રેશ્વરી દેવી
, ૨૭૯
Page #302
--------------------------------------------------------------------------
________________
ઋષભદેવે કાયા પરના તમામ આભૂષણો ઉતારી નાખ્યાં તે વખતે ઈન્દ્ર પાસે આવીને જાણે ચંદ્રના કિરણોથી જ વણેલું હોય તેવું ઉજ્જવળ અને ઝીણું દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના અંધ ઉપર આરોપણ કર્યું.
ઋષભદેવે પંચ મુષ્ટિથી કેશનો લોચ કર્યો. પ્રભુના દીક્ષોત્સવથી નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. ઋષભદેવ સ્વામીને મનઃ પર્યવ જ્ઞાન તરત જ ઉત્પન્ન થયું.
પ્રભુએ મંથર ગતિએ ડગ માંડ્યા. ચાર હજાર રાજાઓ ઋષભદેવની સાથે ચાલી નીકળ્યા અને દીક્ષા ગ્રહણકરી. | પ્રભુને અન્ન ન લીધાને દિવસોના દિવસો વ્યતીત થઈ ગયા. દીક્ષા અને મૌનવ્રત ધારણ કર્યા પછી તેમણે અન્નનો દાણો પેટમાં નાખ્યો નથી.
અને એક દિવસ વિહાર કરતાં કરતાં ઋષભદેવસ્વામી ગજપુર નગરમાં આવ્યા, પ્રભુના સ્વાગતની ભવ્ય તૈયારીઓ થઈ. નગરજનોએ તો પોતાના ઘરબાર સુધ્ધા અર્પણ કરી દીધા. કોઈએ મણિમુકિતાની રેલમછેલ કરી પણ પ્રભુને આ કંઈ ખપતું નથી.
| ગજપુર નગરીના રાજા સોમયશ એટલે બાહુબલીના પુત્ર. રાજા સોમયશના પુત્ર શ્રેયાંસકુમારના કાને ઋષભદેવ પ્રભુ પધાર્યાના સમાચાર આવ્યા ત્યારે તેઓ આનંદિત બની ઊઠ્યા.
ઋષભદેવ સ્વામી રાજભવનન દ્વારે આવીને ઊભા રહ્યાં પ્રભુને જોતાં જ શ્રેયાંસકુમારને પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રેયાંસકુમાર અતિ આનંદિત થઈને પ્રભુના ચરણોમાં પડ્યો. શ્રેયાંસકુમારે પ્રભુના મુખકમળનું અવલોકન કર્યું. અને એણે કહ્યું : “અરે...પ્રભુ તો સુધાથી ક્ષામકુક્ષી છે, જેણે સર્વસ્વ તર્યું છે, એને હાથી, ઘોડા, મણિમુક્તાની શી જરૂર છે ? અરે કોઈ દોડો...ત્યાં તાજા ઈશ્કરસ (શેરડી)ના ઘડા તૈયાર છે. લાવો...પ્રભુની ક્ષુધા અને તૃષા બન્ને એનાથી શાંત થશે.'
શ્રેયાંસકુમાર ઈશ્કરસના કુંભો પ્રભુના હસ્તરૂપી પાત્રમાં ખાલી કરવા લાગ્યો. આકાશમાંથી દેવતાઓએ રત્નોની વૃષ્ટિ કરી. પંચવર્ણના પુષ્પોની પણ
શ્રી ચક્રેશ્વરી દેવી
૨૮૦
Page #303
--------------------------------------------------------------------------
________________
વૃષ્ટિ કરવા લાગ્યા.
વૈશાખ માસની શુકલ તૃતીયાના દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે.
ફાગણ વદ અગિયારસનો દિવસ.
ઉત્તરષાઢા નક્ષત્રનાં યોગમાં પ્રાતઃકાળે ઋષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ સમયે સર્વ દેવોએ મળીને શકટાનન ઉદ્યાનમાં સમવસરણ રચ્યું. એટલે પ્રભુ “નમો હિન્દુસ્સ’ એમ કહીને સિંહાસન પર બિરાજ્યા ત્યાં બાર પર્ષદા દેશના શ્રવણ કરવાને બેઠી.
મહારાજા ભરત અને માતા મરુદેવા વગેરે સૌને આ સમાચાર સાંભળવા મળ્યા અને રાજા ભરતે માતા મરુદેવાને હાથીની અંબાડી પર બેસાડ્યાં. ભરતરાજા પણ હાથીની અંબાડી પર માતાની સાથે બેસી ગયો, [ આ સમયે આખું નગર ઉત્સાહ આનંદના રસસાગરમાં ડૂબીને સૌ ઉદ્યાન ભણી પ્રભુના દર્શનાર્થે જઈ રહ્યાં હતાં.
માર્ગમાં હાથીની અંબાડી પર બિરાજેલા માતા મરુદેવા ભરતને કહેતા હતા કે મારો ઋષભ દેખાય એટલે જણાવજે.
પરંતુ ઉદ્યાન તો હજુ દૂર હતું.
ત્યાં માતા મરુદેવાએ અત્યંત હર્ષપૂર્વક કહ્યું : “ભરત, જો સામે મારો ઋષભ દેખાય છે. વટવૃક્ષના મૂળમાં દેખાય છે ! એની ચારે તરફ પ્રકાશનું કેવું વર્તુળ છે...! હું કંઈ મારા ઋષભને થોડી ભૂલી જાઉં...!
“માતાજી, અમે હજુ પ્રભુને જોઈ શકતા નથી ત્યાં તો તમે જોઈ લીધા કે શું?’ ભરતદેવે કહ્યું.
“ભરત, આંખોમાં તો અજવાળાં થઈ રહ્યાં છે. આ તો મારા ઋષભનો ચમત્કાર છે. એક શાસનનો ત્યાગ કર્યો તો તેણે એનાથી ભારે શાસન જમાવ્યું. એને જોઈને બધા કેવા આનંદિત બની ગયા છે. ભરત, આ પ્રેમશાસનની પાસે તારું આ શાસન મને સાવ નિર્માલ્ય લાગે છે.” માતા મરુ દેવા ભાવવિભોર બની ઊઠ્યા હતા.
શ્રી ચક્રેશ્વરી દેવી
૨૮૧
Page #304
--------------------------------------------------------------------------
________________
મરુદેવા આંખોમાં હર્ષના આંસુ ઠાલવીને ગળગળા સ્વરે બોલ્યા : સંસારમાં પુત્રો માતાને પ્રણામ કરે પણ આજ માતા પુત્રને પ્રણામ કરે છે...ધન્ય છે...” તારું શાસન ધન્ય છે...”
એ સાથે જ કંઈક કડાકો થયો.
તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ, આઠ કર્મને ક્ષીણ કરીને માતા મરુદેવાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, તે જ વખતે આયુષ્ય પણ પૂર્ણ કર્યું. અલંકૃત કેવળી થઈ સ્વામિની મરુદેવા હસ્તી સ્કંદ પર આરૂઢ થયેલા મોક્ષપદને પામ્યા. આ અવસર્પિણીમાં મરુદેવા પ્રથમ સિધ્ધ થયા. તેમના શરીરનો સત્કાર કરીને દેવતાઓએ ક્ષીર સમુદ્રમાં નિશ્ચિત કર્યું.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ઋષદેવસ્વામીએ એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિહાર કર્યો.
- શ્રી આદિનાથ પ્રભુના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી, પ્રથમ સાધ્વી બ્રાહ્મી, અધિષ્ઠાયક દેવ ગૌમુખ અને અધિષ્ઠાયિકા દેવી ચક્રેશ્વરી દેવી હતા. પોષ વદ૧૩ના અષ્ટાપદ પર શ્રી આદિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી આદિનાથ પ્રભુએ ૮૪ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. (વિમલ ધામી લિખિત “૨૪ તીર્થંકર' માંથી)
શાસનદેવી ચકેશ્વરી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં ગૌમુખયક્ષ અને યક્ષિણી ચક્રેશ્વરી દેવી શાસનદેવ અને શાસનદેવી તરીકે ઉત્પન્ન થયા હતા. આજે પણ તેમની આરાધના સ્વતંત્ર રીતે થાય છે. અને ભક્તોને ફળદાયી નીવડતી આવી છે.
યક્ષિણી ચક્રેશ્વરી દેવીનો વર્ણ સુવર્ણ છે. તેને આઠ હાથ અને ચાર મુખ છે. કોઈક જગ્યાએ આ દેવીની મૂર્તિને ચાર હાથ અથવા સોળ હાથ દર્શાવેલ છે. જયાં આઠ , અઓની કલ્પના છે ત્યાં તેમના જમણા હાથમાં વરદ મુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે. જ્યારે ડાબો હાથ ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશથી
શ્રી ચક્રેશ્વરી દેવી
૨૮૨ .
Page #305
--------------------------------------------------------------------------
________________
વિભૂષિત છે.
બીજી માન્યતા પ્રમાણે પ્રત્યેક હાથમાં ચક્ર ધારણ કરવાને લીધે તેને ચક્રેશ્વરી કહેવાય છે. વાહન ગરૂડનું છે. દુર્ગાસપ્તશતીમાં ગરૂડવાહિની દેવીને વૈષ્ણવી નામથી સંબોધન થયું છે. સ્વભાવે આ દેવી ઘણી ઉદાર, વ્રજ જેવી કઠોર છતાં પુષ્પ જેવી કોમળ છે. -
ચોવીશ તીર્થકરોની યક્ષિણીઓ શાસનદેવી તરીકે પ્રસિધ્ધ છે. જૈન પરંપરામાં અનેક દેવીઓના કલાત્મક શિલ્પો પત્થરમાં, ધાતુમાં, અને કાષ્ઠમાં કંડારાયેલાં જોવા મળે છે, જે જૈન મંદિરોમાં, દેશનાં અને પરદેશનાં સંગ્રહાલયોમાં પણ જોવા મળે છે.
ચક્રેશ્વરી દેવી વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર ભગવંત શ્રી ઋષભદેવસ્વામીની યક્ષિણી છે.
ચક્રેશ્વરીદેવીની મૂર્તિઓ ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. તે પ્રાયઃ અષ્ટભુજાવાળી જોવા મળે છે. તેમાં બે હાથમાં ચક્ર અને બાકીના હાથમાં પાશ, અંકુશ, વજ, બાણ અને ધનુષ જોવા મળે છે. એક હાથ વરદ મુદ્રામાં હોય છે. આ મૂર્તિની નીચે વાહન ગરૂડ કંડારવામાં આવેલું હોય છે.
ગુજરાતમાંથી ચક્રેશ્વરીની મૂર્તિઓ ચાર હાથવાળી પ્રાપ્ત થાય છે. જે પૈકી ઉપરના બે હાથમાં ચક્ર અને બાકીના બે હાથમાં અક્ષમાળા અને શંખ જોવા મળે છે. આવી મૂર્તિઓ પાટણ, વડનગર, ગિરનાર અને આબુમાં જોવા મળે છે.
દેશ-વિદેશના અનેક સંગ્રહાલયોમાં પણ તીર્થંકર આદિનાથની પ્રતિમા સાથે તેનું કલાત્મક આલેખન થયેલું જોવા મળે છે. ચક્રેશ્વરી દેવીની પ્રતિમાઓ ૯મી સદીથી પ્રાપ્ત થાય છે.
દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અષ્ટભુજા ચક્રેશ્વરીની એક પ્રતિમા સુરક્ષિત છે. ગરૂડ પર સવાર થયેલ દેવીના ઉપરના છ હાથમાં ચક્ર ધારણ કરેલ છે. જ્યારે નીચેના બે હાથમાં અનુક્રમે વરદ મુદ્રા અને ફળ ધારણ કરેલા છે.
શ્રી ચકેશ્વરી દેવી
૨૮૩
Page #306
--------------------------------------------------------------------------
________________
સેવાડી (રાજસ્થાન) ના મહાવીર જિનાલયમાં દ્વિભુજા ચક્રેશ્વરીની મૂર્તિ કંડારેલી છે.
આબુ - દેલવાડાના લુણવસતીની દેવકુલિકા નં-૧૦ના વિતાન પર અષ્ટભુજા ચક્રેશ્વરીનું સ્વરૂપ જોવા મળે છે.
પાટણના સુવિધિનાથ મંદિરમાં, ગિરનાર ઉપર વસ્તુપાલ તેજપાલની ટૂંકમાં ડાબી બાજુના ગવાક્ષમાં, ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ મંદિરમાં, શત્રુંજય ઉપર દાદાની ટૂંકમાં, મોતીશાની ટૂંક મુખ્ય મંદિરમાં અને વડનગરના પીઠોરી માતાના મંદિરના ઓટલામાં ચક્રેશ્વરીની પ્રતિમાઓ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી માતા ચક્રેશ્વરી દેવી મારી ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
શ્રી ચક્રેશ્વરી દેવી
૨૮૪
Page #307
--------------------------------------------------------------------------
________________
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી માતા ચક્રેશ્વરી દેવી ની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી ચક્રેશ્વરી દેવી
૨૮૫
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી અંબિકાદેવી વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થંકર ભગવંત શ્રી નેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા, યક્ષિણી અંબિકા, કુષ્માણ્ડિની અથવા આશ્રાદેવી તરીકે ઓળખાય છે. તેના હાથમાં આમ્રફળ હોવાના કારણે તે આગ્રા તરીકે ઓળખાય છે. શ્રી અંબિકાદેવીનો દેખાવ હિંદુ દુર્ગાદેવીને મળતો આવે છે. શાસનદેવી તરીકે અને એક સ્વતંત્ર દેવી તરીકે પણ તેનું મહત્વ જૈન ધર્મના બંને પંથો શ્વેતાંબર અને દિગંબર પરંપરાએ સ્વીકારેલું છે. અંબિકાનું વાહન સિંહ છે. તેના ચાર હાથ પૈકી જમણા હાથમાં માતુલિંગ અને પાશ ધારણ કરેલ છે, જ્યારે ડાબા હાથમાં પુત્ર અને અંકુશ ધારણ કરેલ છે.
માતા અંબિકાની સ્વતંત્ર તેમજ જિનેશ્વર સાથેની સંયુક્ત પ્રતિમાજીઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થઈ છે. લગભગ છઠ્ઠી સદીથી તેનું આલેખન જોવા મળે છે. વડોદરાથી નજીક અકોટાથી મળેલી અંબિકા દેવીની ધાતુ પ્રતિમા છઠ્ઠી સદીની છે. દ્વિભુજા અંબિકા દેવી સિંહ પર આરૂઢ થયેલ છે. તેના બે હાથમાં આમૂલુમ્બિ અને બાળક ધારણ કરેલ છે.
ઓસિયાના મહાવીર મંદિર, કુંભારીયાના શાંતિનાથ મંદિર, ગ્યારસપુરના માલાદેવી મંદિરમાં, ખજુરાહોમાં પાર્શ્વનાથ મંદિરમાં દ્વિભુજા અંબિકાના સ્વરૂપો કંડારેલા છે. પૂર્વ ભારતમાંથી મળતી અંબિકાની મૂર્તિને સામાન્ય રીતે દ્વિભુજા હોય છે. મથુરાના પુરાતત્વ સંગ્રહાલયમાં સુરક્ષિત અંબિકાની દ્વિભુજા મૂર્તિ તેના પરિકરને કારણે ઉલ્લેખનીય છે. પરિકરમાં ગણેશ, કુબેર, બલરામ અને કૃષ્ણનું આલેખન છે.
ગુજરાતમાં ૧૧મી સદીમાં અંબિકાની ચતુર્ભુજ પ્રતિમા ઘડવાનો પ્રારંભ થયો. આવી પ્રતિમાઓ કુંભારિયા, આબુ-દેલવાડાના વિમલવસતિ અને તારંગામાંથી પ્રાપ્ત થાય છે. મધ્યપ્રદેશના દેવગઢ માંથી અંબિકાની લગભગ ૫૦ પ્રતિમાઓ ઉપલબ્ધ થઈ છે. જેમાંથી માત્ર ત્રણ જ પ્રતિમાઓને ચતુર્ભુજા છે અન્યને દ્વિભુજા છે સાહુ જૈન સંગ્રહાલયમાં અંબિકાની બે પ્રતિમાઓ સુરક્ષિત છે. લખનૌ ના રાજ્ય સંગ્રહાલયમાં સુરક્ષિત અંબિકાની પ્રતિમા તેના રૌદ્ર સ્વરૂપને પ્રગટ કરે છે. અંબિકાના આ રૌદ્ર આલેખન પાછળ તાંત્રિક અસર હોવાનું જણાય છે.
શ્રી અંબિકાદેવી
૨૮૬
Page #309
--------------------------------------------------------------------------
________________
| દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અંબિકાની બે ધાતુઓની મુર્તિઓ છે. જે બિહાર અને બંગાળમાંથી પ્રાપ્ત થઈ છે. ઓરિસ્સાની નવમુનિ અને બારભુજી ગુફાઓમાં અંબિકાના શિલ્પો જોવા મળે છે.
દક્ષિણ ભારતમાંથી મળતી અંબિકાની પ્રતિમામાં શીર્ષ ભાગે આમ્રલૂમનો બદલે આમ્રવૃક્ષ આલેખવાની પરંપરા જોવા મળે છે. આ પ્રદેશની અંબિકાની સૌથી પ્રાચીન પ્રતિમા કર્ણાટકના એહોળના મેગુટીના જૈન મંદિરમાંથી પ્રાપ્ત થઈ છે. ઈલોરાની જૈન ગુફાઓમાં પણ અંબિકાના મૂર્તિશિલ્પો કંડારેલા છે. જેમાં તેને આમ્રવૃક્ષ નીચે બિરાજમાન દર્શાવેલ છે.
જિન-સંયુક્ત પ્રતિમાઓમાં અંબિકાનું આલેખન હંમેશા દ્વિભુજામાં જોવા મળે છે. લખનૌના રાજ્ય સંગ્રહાલય, ગ્યાસપુર, દેવગઢ અને ખજુરાહોમાં આવી જિન-સંયુક્ત પ્રતિમાઓ આવેલી છે. જૈન દેવસૃષ્ટિમાં તે પ્રાચીનતમ્ યક્ષિણી હોવાને કારણે જ શિલ્પમાં સૌ પ્રથમ અંબિકાનું આલેખન જોવા મળે છે. (સંકલિત)
શાસનદેવી અંબિકાદેવી વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થકર ભગવંત શ્રી નેમિનાથ પ્રભુના શાસનદેવી તરીકે શ્રી અંબિકાદેવી પ્રસિધ્ધ છે. તેમનું નિવાસસ્થાન ગિરનાર પર્વત છે. અંબિકાની કીર્તિ ખૂબ હોવાથી તેરમી સદીના મૂર્તિકારોએ તેમની મૂર્તિઓ ભગવાન ઋષભદેવ સાથે કંડારી દીધી હતી. આ દેવીને ચાર હાથ છે. બે હાથમાં આમ્રડાળી અને પાશ છે. બે હાથમાં અંકુશ અને પુત્ર છે. દેહનો રંગ સુવર્ણ અને વાહન સિંહ છે. આ દેવીના હાથની સંખ્યા વિષે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં ભેદ છે. આ દેવી પૂર્વભવમાં માનવી હતી અને દેહ છોડ્યા પછી દેવી બન્યાં. જૈનશાસનની સમૃદ્ધિ માટે યોગદાન, યુગપ્રધાન પદ માટે યોગ્ય વ્યક્તિરૂપે આ શ્રી જિનદત્તસૂરિને સંકેત આપ્યો, એવા કાર્યો આ દેવીથી સંપન્ન થયાં છે. તો
ચોવીશ તીર્થકરોના ચોવીશ શાસન રક્ષક દેવો થયા અને ચોવીશ શાસન રક્ષિકા દેવીઓ થઈ તેમાં શાસન રક્ષક દેવો કરતાં શાસન રક્ષિકા દેવીઓ અધિક
શ્રી અંબિકાદેવી
૨૮૭
Page #310
--------------------------------------------------------------------------
________________
લોકપ્રિયતાને વરેલી છે. અને આ શાસન રક્ષિકા દેવીઓમાં પણ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની શાસન રક્ષિકા દેવી શ્રી ચક્રેશ્વરી દેવી, આઠમાં તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસન રક્ષિકા શ્રી જ્વાલા માલિની, બાવીશમાં તીર્થંકર શ્રી અરિષ્ટ નેમિનાથ પ્રભુની શાસન રક્ષિકા શ્રી અંબિકા દેવી અને ત્રેવીસમાં તીર્થંકર શ્રી પ્રાર્થનાથ પ્રભુની શાસન રક્ષિકા શ્રી પદ્માવતી દેવી વિશેષ લોકપ્રિય છે. સ્તંભતીર્થ (ખંભાત) પ્રાચીન પવિત્ર જૈન તીર્થધામ ગણાય છે. ખંભાત અને તેના પરિસરમાં હાલ ૭૧ જિનાલયો વિદ્યમાન છે. ખંભાતમાં જિરાળા પાડામાં આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ઘણું ભવ્ય અને વિશાળ છે. એમાં કુલ ૧૩૨ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. જેમાંની દેવી પ્રતિમાઓમાં સોલંકીકાળની અંબિકા દેવી અને શ્રુતદેવી(સરસ્વતી)ની પ્રતિમાઓ ખાસ ઉલ્લેખનીય છે.
શ્રી અંબિકાદેવીની પ્રતિમા અનુપમ, નયનરમ્ય અને દર્શનાર્થીને આનંદવિભોર કરે તેવી ભાવવાહી છે. દેવીના મસ્તકે મુકુટ છે. કાનમાં રત્નકુંડળ છે અને ગળામાં ત્રિસેરી તથા પ્રલંબ હાર છે. બાજુબંધ વલયો તથા કટિમેખલા, નૂપુર અને પાદજાલક પહેરેલા છે. દેવીને ચાર હાથ છે, તે પૈકી ઉપલાં બેમાં આમ્રકુંબીઓ ધારણ કરેલ છે. અને નીચલો જમણો હાથ વરદાક્ષમાં તથાડાબા નીચલા હાથથી બાળકને ધારણ કરેલ છે. દેવીના ડાબા ઉલ્લંગ પર બાળક બેઠેલ છે. તેના બંને હાથમાં લાડુ (આમ્રફળ) છે. દેવીનું વાહન સિંહ છે. દેવીના મસ્તક પર આશ્રમંજરી તથા લુંબી અને હંસપંક્તિનું છત્ર છે. દેવીના મસ્તકની ઉપરના ભાગમાં તીર્થકરની પદ્માસનમાં બેઠેલી નાની પ્રતિમા આવેલી છે. પરિકરમાં બંને બાજુએ થઈ કુલ આઠ દેવી પ્રતિમાઓ કોતરેલી છે. દેવીના પગ પાસે બંને બાજુ બે-બે ભક્તજનોની આકૃતિઓ નમસ્કાર મુદ્રામાં બેઠેલ છે. (સંકલિત)
શ્રી અંબિકાદેવી
૨૮૮.
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંભારિયાજી તીર્થ શ્રી કુંભારિયાજીમાં શ્રી નેમિનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ અત્યંત વિશાળ દેરાસરનું નિર્માણ શેઠ શ્રી વિમલશાહ દ્વારા લગભગ વિક્રમ સંવત ૧૦૮૮ના સમયે થયેલ. આ ઉપરાંત અહીં બીજા ચાર દેરાસરો છે. આ તીર્થ સાથે સંકળાયેલી કથા પ્રમાણે શ્રી પાસીલ શ્રેષ્ઠીએ અહીં એક દેરાસરનું નિર્માણ શ્રી અંબિકાદેવીની આરાધના કરીને કરાવ્યું હતું. એક પ્રસંગે એમની ઉપેક્ષા થતાં આ નિર્માણ અધુરૂં જેવું રહ્યું અને પાસીલે દીર્ઘ દૃષ્ટિ વાપરીને ભગવાનની પ્રતિષ્ઠા કરાવી.
અહીંના દેરાસરોમાં ભવ્ય, વિશાળ, મહાકાય પ્રતિમાઓના દર્શન થાય છે. અહીંની છતોમાં બારીક શિલ્પકલા જોવાલાયક છે. જેમાં ભાવિ ચોવીશીના તીર્થકરોના માતાપિતા, છત્રધર, વર્તમાન ચોવીશી, તેમના માતાપિતા, ચૌદ સ્વપ્ન, મેરૂ પર્વત અને ઈન્દ્ર દ્વારા જન્માભિષેક, શ્રી શાંતિનાથ ભગવાનનું સમવસરણ, શ્રી નેમિનાથ ભગવાનના પાંચ કલ્યાણક, શ્રી પાર્શ્વનાથ ભગવાન દ્વારા કમઠ યોગીને અહિંસાનો ઉપદેશ, શ્રી ધરણેન્દ્ર દેવના ભગવાનને નમસ્કાર કરવા ઉપરાંત અનેક ભાવપૂર્ણ પ્રસંગો કોતરેલા છે. અંબાજીથી ૧ કિ.મી. તથા આબુથી ૨૮ કિ.મી. ના અંતરે છે.
- સૌરાષ્ટ્રના જૂનાગઢ પાસે ગિરનાર તીર્થ આવેલું છે. વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવંત શ્રી નેમિનાથ પ્રભુએ અહીં દીક્ષા ગ્રહણ કરી, તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પામ્યા બાદ મોક્ષે સિધાવ્યા હતા.
એક માન્યતા અનુસાર શ્વેતાંબર દેરાસરમાં બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા ગઈ ચોવીસીના તીર્થકર શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઈન્દ્ર ઘડાવી હતી. જે ભગવાન નેમિનાથના સમય સુધી ઈન્દ્રલોકમાં પૂજાયાબાદ શ્રીકૃષ્ણને પ્રાપ્ત થઈ. દ્વારિકા નગરી ભસ્મ થઈ ગયા બાદ વર્ષો પછી શ્રી રત્નાશાહ નામના શ્રાવકને પુણ્યયોગે તપશ્ચર્યા અને અનન્ય ભક્તિને કારણે શ્રી અંબિકાદેવી (જેમણે આ પ્રતિમાજીને સુરક્ષિત રાખ્યા હતા) એ પ્રસન્ન થઈ
શ્રી અંબિકાદેવી
૨૮૯
Page #312
--------------------------------------------------------------------------
________________
રત્નાશાહ શ્રાવકને આપી અને પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી.
ગૌમુખી ગંગા પાસે રહેનેમિ (શ્રી નેમિનાથ ભગવાનના ભાઈ) નું જિનાલય છે. આગળ જતાં અંબાજીની બીજી મુખ્ય ટૂંકમાં શ્રી અંબાજી દેવીનું વસ્તુપાળ – તેજપાળ નિર્મિત મંદિર છે. શ્રી અંબાજી (અંબિકા) માતા શ્રી નેમિનાથ પ્રભુના અધિષ્ઠાયિકા દેવી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી અંબિકામાતા ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
- આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના
શ્રી અંબિકાદેવી.
૨૯૦
Page #313
--------------------------------------------------------------------------
________________
દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વારા પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી અંબિકામાતાની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી અંબિકાદેવી
૨૯૧
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષ્મીદેવી
હિંદુ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ શ્રી અથવા લક્ષ્મીને ઐશ્વર્ય અને સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. “કલ્પસૂત્ર'માં લક્ષ્મીનું વર્ણન આપવામાં આવ્યું છે. | જૈન મૂર્તિકલામાં લક્ષ્મીનું આલેખન લગભગ ૯ મી સદી પછી જોવા મળે છે. લક્ષ્મીજીની મૂર્તિઓ ખજુરાહો, દેવગઢ, ઓસિયાં, કુંભારિયા, દેલવાડા વગેરે સ્થળોએથી પ્રાપ્ત થઈ છે. ખજૂરાહોની આદિનાથ મંદિરના પ્રવેશદ્વાર પર ચતુર્ભુજ લક્ષ્મીની મૂર્તિ કંડારેલી છે. અને રાજસ્થાનમાં ઓસિયાના મહાવીરસ્વામીના મંદિરમાં, નાડોલના પદ્મપ્રભુસ્વામીના મંદિરમાં અને જાલોરના મહાવીર સ્વામીના મંદિરમાં લક્ષ્મીની મૂર્તિઓ જોવા મળે છે. જાલોર તીર્થમાં આવેલ લક્ષ્મીની મૂર્તિના પદ્માસન નીચે નવનિધિના પ્રતીક તરીકે નવઘટ આલેખવામાં આવ્યા છે. આબુ-દેલવાડામાં વિમલવસહીના મંદિરમાં પણ લક્ષ્મી દેવીની અનેક પ્રતિમાઓ આવેલી છે. અહીં પણ કોઈ કોઈ મૂર્તિઓમાં પદ્માસન નીચે નવ ઘટ જોવા મળે છે. લૂણવસહીના રંગમંડપ પાસેના વિતાન પર અષ્ટભૂજ મહાલક્ષ્મીની ચાર પ્રતિમાઓ કંડારેલી છે.
ચૌદ સ્વપ્ન અને લક્ષ્મીજી જૈન પરંપરામાં તીર્થકરનો જન્મ ક્ષત્રિયકુળમાં થાય છે. તીર્થંકરની માતા જ ચૌદ દિવ્ય સ્વપ્નો નિહાળે છે. તીર્થંકરોની માતાને આવતાં ચૌદ સ્વપ્નામાં એક સ્વપ્ન લક્ષ્મીજીનું હોય છે.
ચૌદ સ્વપ્નાનું વિવરણ આ પ્રમાણે છે. (૧) પ્રથમ સ્વપ્ન ગજ (હાથી) ચાર દાંતવાળો હાથી જોવાનો કારણે તે
ચાર પ્રકારના ધર્મને કહેનારો થશે. (૨) વૃષભઃ વૃષભ જોવાને લીધે ભરતક્ષેત્રમાં બોધી-બીજ વાવશે. (૩) સિંહ: સિંહ જોવાને કારણે કામદેવ વગેરે વિકારરૂપ ઉન્નત હાથીઓનો
શ્રી લક્ષ્મીદેવી
૨૯૨
Page #315
--------------------------------------------------------------------------
________________
નાશ કરી જીવરૂપ વનનું સંરક્ષણ કરશે. લક્ષ્મીઃ લક્ષ્મી જોવાને કારણે વાર્ષિક દાન આપીને તીર્થંકર પદના અપાર
ઐશ્વર્યનો ઉપભોગ કરશે. (૫) માળા : માળા જોવાને કારણે ત્રણ ભુવનમાં મસ્તક ધારણ કરવા યોગ્ય
અર્થાત ત્રિલોક પૂજય થશે. ચંદ્રઃચંદ્ર જોવાના લીધે વ્યંજ્ય જીવરૂપ ચંદ્ર વિકાસી કમળોને વિકસાવનાર થશે અથવા ચન્દ્રમા સમાન શાંતિદાયી ક્ષમાધર્મનો ઉપદેશ આપશે. સૂર્યઃ સૂર્ય જોવાને કારણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ
ફેલાવશે. (૮) ધ્વજ : ધ્વજ દર્શનનો એ અર્થ છે કે ધર્મરૂપ ધજા વિશ્વની ક્ષિતિજ પર
ફરકાવશે અથવા જ્ઞાતૃકુલમાં ધજારૂપ થશે. (૯) કલશ : કલશ જોવાને કારણે કુળયા ધર્મરૂપી પ્રાસાદના શિખર પર તે
સુવર્ણકલશ રૂપ બનશે. (૧૦) પા સરોવરઃ પદ્મસરોવર જોવાને લીધે દેવ-નિર્મિત સ્વર્ણ કમળ પર એનું
- આસન થશે. (૧૧).સમદ્રઃ સમુદ્ર જોવાને કારણે સમુદ્રની માફક અનંત જ્ઞાન-દર્શન-રૂપ-મણિ
- રત્નો ધારણ કરનાર થશે. (૧૨) વિમાનઃ વિમાન જવાને લીધે વૈમાનિક દેવોનો પૂજય થશે. (૧૩) રત્નરાશિઃ રત્નરાશિ જોવાને લીધે મણિ-રત્નોથી વિભૂષિત થશે. (૧૪) નિધૂમ અગ્નિઃ નિધૂમ અગ્નિ જોવાને કારણે ધર્મરૂપ સુવર્ણને વિશુધ્ધ અને નિર્મળ કરનાર થશે.
શ્રી લક્ષ્મી કથા. સમુદ્રમંથન સમયે મહાલક્ષ્મી ક્ષીરસમુદ્રમાંથી પ્રકટ થયા, તેથી તેઓ “ક્ષીર સાગર કન્યા' ના નામે ઓળખાયા. સૂર અને અસૂર લક્ષ્મીજીને પામવા ઈચ્છતા હતા.
શ્રી લક્ષ્મીદેવી
૨૯૩
Page #316
--------------------------------------------------------------------------
________________
સમુદ્ર મંથન પૂર્વેઈન્દ્રએ તીર્થમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા પછી ક્ષીર સાગર પર કળશની સ્થાપના કરી, તેણે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને દુર્ગા તે છ દેવોનું ભક્તિભાવથી પૂજન કર્યું.
ત્યારપછી પરમ ઐશ્વર્ય સ્વરૂપ મહાલક્ષ્મીનું આહ્વાન કરીને ઈન્દ્ર બ્રહ્મા અને દેવગુરૂ બૃહસ્પતિની પૂજા કરી. તે વખતે દેવરાજે ચંદન છાંટેલા પારિજાતના પુષ્પથી મહાલક્ષ્મીની પૂજા કરી. દેવરાજ ઈન્દ્રમહાલક્ષ્મીની પ્રાર્થના કરવા લાગ્યા.
હે મહાલક્ષ્મી, આપ એક સહસ્ત્ર પાંખડીઓવાળા કમળની વચ્ચે રહેલી કળીઓ પર વસો છો. આપની દિવ્ય કાંતિથી શરદઋતુના કરોડો ચંદ્રની કાંતિ ઝાંખી પડી જાય છે. તત્પ કાંચન જેવી શોભાવાળા, અતિ સ્થિર યૌવનવાળા તેમજ સર્વ સંપત્તિ પ્રદાન કરનાર શુભ મહાલક્ષ્મીની હું સ્તુતિ કરૂં છું.'
હે દેવી મહાલક્ષ્મી ! આપ આ વિશ્વકર્માએ બનાવેલા અદ્ભૂત આસન પર બિરાજો. આ શુધ્ધ ગંગાજળનો સ્વીકાર કરો. સુગંધી પુષ્પોનું તેલ તથા સુવાસિત આમળાના ફળને સ્વીકારો. આ શ્રેષ્ઠ રત્નાલંકારો શોભા માટે સ્વીકારો. અંધકારને દૂર કરનાર દીપનો આપ સ્વીકાર કરો. અનેક જાતના ખાદ્ય પદાર્થો અને સ્વાદિષ્ટ નૈવૈદ્યનો આપ સ્વીકાર કરો.
હે દેવી ! બ્રહ્મસ્વરૂપ અન્ન તે પ્રાણના રક્ષણનું કારણ છે. તે તુષ્ટિ દાયક, પુષ્ટિકારક અન્નનો આપ સ્વીકાર કરો.
હે મહાલક્ષ્મી ! શીતળવાયુ આપનાર અને આ ચામરને ગ્રહણ કરો. કપૂરથી સુવાસિત સુંદર પાનબીડું આપ સ્વીકારો.
આ મૂળ મંત્રથી દ્રવ્યો અર્પણ કરીને ઈન્દ્ર પૂર્ણ ભક્તિથી દસ લાખ વાર મંત્રજાપ કર્યો. મંત્ર જપવાથી તથા સિધ્ધ થવાથી મહાલક્ષ્મીએ ઈન્દ્રને દર્શન આપ્યા.
મહાલક્ષ્મીના દર્શનથી ઈન્દ્ર ભાવવિભોર થયો અને ભાવવાહી સ્વરે કહેવા લાગ્યો : હે મહાલક્ષ્મી ! આપને વારંવાર નમસ્કાર ! આપ જ દેવોની માતા અદિતિ છો. કમળમાં વસતા કમલાને દેવોને અપાતા બલિદાનમાં સ્વાહા છો. પિતૃઓને અપાતાં અન્નવેળા સ્વધારૂપ છો. ધર્મ, અર્થ, કામ તથા મોક્ષના કારણરૂપ
શ્રી લક્ષ્મીદેવી
૨૯૪
Page #317
--------------------------------------------------------------------------
________________
છો. હે સનાતની ! મારા શત્રુઓએ સ્વાધીન કરેલો મારો દેશ પાછો આપો. તમે મને જ્ઞાન, ધર્મ, સર્વ સૌભાગ્ય ઈચ્છિત પ્રભાવ, પ્રતાપ, સર્વ અધિકાર, યુધ્ધમાં વિજય, પરાક્રમ અને શ્રેષ્ઠતમ ઐશ્વર્ય આપો.
આમ ક્ષીરસાગરમાં રહેલા લક્ષ્મીને પ્રસન્ન કરીને દેવરાજ ઈન્દ્રએ સમુદ્રમંથનની ભૂમિકા બાંધી લીધી. (હિંદુ ધર્મ પ્રમાણે)
દેવી સ્તવના અનંત રૂપિણી દેવલક્ષ્મીઃ અપાર ગુણ સાગરી, અણિમા આદિ સિધ્ધિદાત્રી શિરસાઃ પ્રણમ્યામહમ્ આ દધરણી ત્વમાષા શક્તિ શુભાપરા આધા આનન્દદારત્રી ચ શિરસા પ્રણમાભ્યમહમ્ જન્મમાતા જન્મત કચ શિરસા: પ્રણમાભ્યમહમ્ જય પ્રદાજાનકી ચ શિરસાઃ પ્રણમામ્યહમ્ અન્નપૂર્ણ સદાપૂર્ણ શંકર પ્રાણ વલ્લભ જ્ઞાન વૈરાગ્ય સિધ્ધયર્થ, ભિક્ષાર્નેહી ચ પાર્વતી યા દેવિ સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય | નમોનમઃ યા દેવિ સર્વ ભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય નમોનમઃ
મહાલક્ષ્મીજીની આરતી જયલક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા, તુમકો નિશદિન સેવત હરવિષ્ણુ વિધાતા બ્રહ્માણી, રૂદ્રાણી, કમલા તું હી જગમાતા, સૂર્ય ચંદ્રમા દયાવત (૨) નારદઋષિ ગાતા દુર્ગારૂપ નિરંજન, સુખ સંપત્તિ દાતા,
શ્રી લક્ષ્મીદેવી
, ૨૯૫
Page #318
--------------------------------------------------------------------------
________________
જો કોઈ તુમકુ ધ્યાવત (૨) અષ્ટસિધ્ધિ ધનપાતા, તુમ હી હો પાતાલ બસંતી, તુમ હી શુભદાતા, કર્મપ્રભાવ પ્રકાશ(૨) જગ નિધિ
માત જીસ પર ચોરી બાસે જાહિ મેં ગુણઆતા, કરન શકે સોકરલે (૨) ધન નહિ ધરતા. તુમ બીન ધરીન હોળ, વસ્ત્ર ન હોય રાતા, ખાનપાન કા વૈભવ, તુમ બીન કુળદાતા શુભગુણ સુંદર સુક્રતા, ક્ષીર નિધિજાતા, રત્ન ચતુર્દશ તો તુમ બિન કોઈ નરપાતા આરતી લક્ષ્મીજી કી જો કોઈ નર ગાતા, ઉર આનંદ અતિ ઉમંગે પાર ઉપર જાતા ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા. રામ પ્રતાપ મૈયાકા શુભ દૃષ્ટિ ચાહતા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી લક્ષ્મીદેવી ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
શ્રી લક્ષ્મીદેવી
૨૯૬
Page #319
--------------------------------------------------------------------------
________________
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી લક્ષ્મીદેવીની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી લક્ષ્મીદેવી
૨૯૭
Page #320
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના (૧) ૐ શ્રીં હ્રીં શ્રીં હ્રીં મહાલચ્ચે નમ: (૨) 3ૐ મહાલક્ષ્ય નમ: રા (૩) ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસિદ પ્રસિદ
ૐ શ્રી હ્રીં શ્રી (૪) ૐ મહાલમૈ ચ વિરમ હે વિષ્ણુપચૈ ચ ધી મહિ
તન્નો લક્ષ્મી પ્રચોદયાત્ | (૫) ૐ હ્રીં શ્રીં કલીં મહાલચ્ચે નમઃ (૬) 3ૐ હ્રીં શ્રીં કર્લી નમઃ | (૭) ૐ હં અહં નમઃ વિવાયંત્ર ધારિણી લક્ષ્મીદેવી મમ વાંચ્છિત પૂરયા
પૂરય કુરુ કુરુ સ્વાહા ! (પ્રથમ દિવસે ૪૦, બીજે દિવસે ૪૨ તથા ત્રીજે દિવસે ૪૩ માળા ગણવી. ખાસ કરીને ધનતેરસ, રૂપચૌદશ
તથા દિવાળીમાં કરવાથી અનન્ય લાભ મળે છે.). (૮) ૩ૐ હ્રીં મહાલક્ષ્મી સર્વકામપ્રદે સર્વ સૌભાગ્ય દાયિની અભિમત,
પ્રયચ્છ સર્વ સર્વગતે સરૂપે સર્વ દુર્જય વિમોચિની હૂં સઃ સ્વાહા. !
શ્રી લક્ષ્મીદેવી
૨૯૮
Page #321
--------------------------------------------------------------------------
Page #322
--------------------------------------------------------------------------
________________ પુત્ર 'પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેનાર ઉદારદિલ તપાગચ્છસૂર્ય પ.પૂ.આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન 'પ.પૂ. આ. શ્રી વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી 'ભીનમાલ (રાજ.) નિવાસી સ્વ. સોહનરાજજી, 'ધર્મપત્ની : પ્યારીબાઈ, | ભંવરલાલજી, ‘પુત્રવધુ : શાંતાબેન ભંવરલાલજી પત્ર 'રાજમલ, ઉગમરાજ, અશોક, સંજય પૌત્રી-જમાઈ : ઉર્મિલા તેજરાજજી ગોવાની. 'લીલા સુરેશજી મેહતા પૌત્રવધુ તરીક ભંવરલાલજી, 'શાંતાબેન ભંવરલાલજી પ્રપૌત્ર ' રાજમલ, ઉગમરાજ, અશોક, સંથાલા પ્રપત્રવધ કલા તેજરાબ ગોવાની ? પ્રપૌત્રી ': નેહા, ઉર્વશી, દિવ્યા, સાક્ષી સમસ્ત શાહજી પરિવાર હાલ-મુંબઈ જૈનમ ગ્રાફીકસ STOSO અમદાવાદ. ડ્રોન-રપ૬ર૭૪૬૯, મો. ૯૮રપ૮180