________________
શ્રી દોકડીયા પાર્શ્વનાથ
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વેરાવળની બાજુમાં આવેલ પ્રભાસ પાટણ ખાતે શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. આ તીર્થ વેરાવળ રેલ્વે સ્ટેશનથી પાંચ કિલોમીટરના અંતરે છે. ઘૂઘવતા સાગરનો કિનારો બાજુમાં છે. આ જિનાલયની બાજુમાં અન્ય સાત જિનાલયો પણ છે તેમજ ગામમાં પણ એક જિનમંદિર છે. અહીં ધર્મશાળાની સગવડ છે. અહીં શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું જિનાલય નવ ગર્ભગૃહ અને પાંચ શિખરોથી આવૃત છે. આ જિનાલય ભારતભરમાં અપૂર્વ, અનુપમ અને અદ્વિતીય બની રહ્યું છે. જિનાલયના નવેય ગર્ભગૃહમાં મૂળનાયક ભૂતકાળમાં નવ જિનાલયોના મૂળનાયક રહ્યાં હોવાની સંભાવના છે. આ જિનાલયના ભોંયરામાં ૪૫ આગમનું મંદિર શ્રધ્ધાને પોષણ આપે તેવું મંગલકારી છે.
શ્રી દોકડીયા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ચંદ્ર પ્રભાસ પાટણ છે. શ્રી જીરાવલા તીર્થમાં ૩૪મી દેરીમાં શ્રી દોકડીયા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમા ૧૦૨મી દેવકુલિકામાં શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
નવફણાથી અલંકૃત, શ્યામવર્ણની પ્રતિમાજી, પદ્માસનસ્થ શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ૩૯ ઈંચ ઊંચી અને ૩૧ ઈંચ પહોળી છે. પ્રભાસ પાટણ સમુદ્ર કિનારાની નિકટ વસેલું છે. સોમનાથ મહાદેવનું જગપ્રસિધ્ધ મંદિર બાજુમાં જ છે. પ્રાચીન કાળમાં દેવપાટણ, ચંદ્રપ્રભાસ પાટણ તરીકે આ સ્થળ જાણીતું હતું. સોમનાથનું મંદિર બાજુમાં હોવાથી સોમનાથ પાટણ તરીકે પણ આ સ્થળ ઓળખાય છે.
વિક્રમ સંવત ૮૪૫માં વલ્લભીપુર બહારી આક્રમણને ખાળી ન શકતાં ત્યાંના સંઘ શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાજીને પ્રભાસ પાટણ લાવ્યા હતા તેમ માનવામાં આવે છે. તેરમા સૈકામાં રાજરાજેશ્વર મહારાજા કુમારપાળે અહીં
શ્રી દોક્ડીયા પાર્શ્વનાથ
૧૪૦