________________
વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં પંચ્યાસીમી દેવકુલિકામાં શ્રી હ્રૌંકાર પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં પ્રતિમાજી સમ્રફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની બન્ને બાજુએ સર્પ (ધરણેન્દ્રદેવ) ની આકૃતિ છે. તેમજ આ પ્રતિમાજી કલાત્મક અને દર્શનીય પરિકરથી પરિવૃત છે.
મહિમા અપરંપાર
માનવીના જીવનમાં ક્યારેક સુખ તો ક્યારેય દુઃખ આવતાં રહે છે. તડકો છાંયો દરેકના જીવનમાં હોય છે. સુખમાં છકી ન જવું અને દુઃખમાં હારી ન જવું. દરેક જીવને પોતપોતાના કર્મોનું ફળ અવશ્ય ભોગવવાનું હોય છે. ધર્મ આરાધનાથી મનને શાંતિ મળે છે. તપ કરવાથી કર્મોના જાળાં તૂટવા લાગે છે.
જામનગરમાં રોહિણીબેનની સગાઈ રિષભ સાથે થઈ ત્યારે બન્ને પરિવાર સમૃધ્ધ હતા. બન્ને પરિવારોને ત્યાં મોટર બંગલા હતા. વેપાર પણ સારો હતો. રોહિણી - રિષભના વિવાહ ત્રણ મહિના પછી થવાના હતા. લગ્ન જોવરાવી લેવામાં આવ્યા હતા. રોહિણીના પિતા મનસુખલાલે વાડી પણ બુક કરાવી દીધી હતી. બન્ને પરિવારોમાં ખુશીનો માહોલ હત ત્યાં મનસુખલાલને ધંધામાં મોટો
શ્રી હ્રીંકાર પાર્શ્વનાથ
૨૦