SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ માતા ભગવતી શ્રી પદ્માવતી દેવી વર્તમાન ચોવીશીના ત્રેવીસમાં તીર્થકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા સર્વત્ર ફેલાયો છે. ભગવાન પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાત્રી દેવી તરીકે શ્રી પદ્માવતી માતાજી છે. ભગવાન પાર્શ્વનાથ જ્યારે દીક્ષિત થઈને વિચારી રહ્યાં હતા ત્યારથી ધરણેન્દ્ર અને દેવી પદ્માવતી તેમના પરમ ઉપાસક હતા. આ ઉપરાંત ધરણેન્દ્રના દેવી ઈન્દ્રાણી વૈરોટ્યા પણ પરમ ભક્ત હતા. ગંગાના કિનારે વારાણસીની પવિત્ર ભૂમિ પર તાપસ કમઠ પંચાગ્નિતપ કરી રહ્યાં હતા ત્યારે ભગવાન પાર્શ્વનાથે, પોતાની રાજકુમાર અવસ્થામાં એ પંચાગ્નિમાંના સળગતાં કાષ્ઠ માંથી જે નાગને બહાર કઢાવી, તેને અંતિમ સમયે નવકાર મંત્રનું સંક્ષિપ્ત રૂપ “ૐ અસિઆ ઉસાય નમઃ' સંભળાવીને સ્વર્ગના માર્ગે વળાવ્યો હતો તે જ નાગ નવા જન્મે ભગવાનના પુનીત દર્શન અને નવકાર મંત્રના શ્રવણ થકી ધરણેન્દ્ર બન્યો હતો. - જૈન સાહિત્યમાં ક્યાં ક્યાંક નાગ-નાગણીના યુગલનો ઉલ્લેખ જોવા મળે છે. તે પણ ધરણેન્દ્ર – પદ્માવતીના સ્વરૂપને જ લક્ષે છે. જો કે પાર્શ્વનાથ તથા પદ્માવતીને ભગવાન પાર્શ્વનાથના યક્ષ-યક્ષિણી માનવામાં આવ્યા છે. તેમ છતાં ધરણેન્દ્ર - પદ્માવતીની નિરાળી ભક્તિ – આરાધના તેમ જ સંઘ તથા તીર્થોના રક્ષણ કરનારી ચમત્કારી અનેક ઘટનાઓએ તેઓને વધુ પ્રખ્યાત બનાવ્યાં છે. - જ્યારે કમઠ યોગી મૃત્યુ પામ્યા ને નવા જન્મે મેઘમાલી દેવ થયા ત્યારે, તેમણે અહિચ્છત્રામાં ધ્યાનમગ્ન એવા ભગવાન પાર્શ્વનાથને હેરાન - પરેશાન કરવા માટે અનેક પ્રકારના પરિષદો રચ્યા. ભગવાન પાર્શ્વનાથની ધ્યાનાવસ્થાને ચલિત કરવા ભીષણ વૃષ્ટિ કરી. તેને લીધે ભગવાનના નાક સુધી પાણી ચઢી આવ્યા, તેમાં ધરણેન્દ્ર- પદ્માવતીએ પધારીને તેમની રક્ષા-સેવા કરેલી, ત્યારથી દેવી પદ્માવતી ભગવાનની પરમ ઉપાસિકા તેમજ સદૈવ ભક્ત કષ્ટભંજક રહ્યાં છે. આજે પણ અહિચ્છત્રામાં કમઠના પરિષહો પ્રસંગની જોવા મળતી દેવી પદ્માવતીજીની અનેક મૂર્તિઓ એ વાતની પ્રતીતિ કરાવે છે. આવી મૂર્તિઓમાં શ્રી પદ્માવતી દેવી ૨૭૨
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy