SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લોટાણા પાર્શ્વનાથ રાજસ્થાનના શિરોહી રોડ ૧૭ કિલોમીટરના અંતરે શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને પ્રાચીન જિનાલય આવેલું છે. નાન્દિયાથી કાચી સડક માર્ગે આ તીર્થ સાત કિલોમીટરના અંતરે આવેલું છે. બ્રાહ્મણ વાડાથી તેર કિલોમીટર અને શિરોહી રોડથી ૧૭ કિલોમીટરના અંતરે આ તીર્થધામ આવેલું છે. નાન્દિયા ગામ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ બંધુ નંદીવર્ધને વસાવ્યું હતું. એવી એક માન્યતા છેકે ભગવાન મહાવીરે ચંડકોશિયા નાગને અહીં પ્રતિબોધિત કર્યો હતો. અહીં એક દેરીમાં ચંડકોશિયા નાગની આકૃતિ અને ભગવાનના પગલાં છે મૂળનાયકની પ્રતિમાજી પ્રભુવીરના સમયની છે. ‘નાણા, દીયાણા, નાન્દિયા, જીવિત સ્વામી જુહારિયા એવી ઉક્તિ પ્રચલિત છે. પ્રભુવીરના સમયની આટલી તેજસ્વી અને કલાત્મક પ્રતિમાના દર્શન દુર્લભ છે. પ્રતિમા બહુ પ્રભાવશાળી છે. અને ભગવાન સાક્ષાત બિરાજેલા હોય એવું અનુમાન થાય છે. વિશ્વ વિખ્યાત રાણકપુરના નિર્માતા ધરણા શાહ અને બંધુ રત્ના શાહ આ નગરીના રહેવાસી હતા. આ સ્થળ બ્રાહ્મણવાડાથી ૬ કિ.મી. અને શિરોહી રોડથી ૧૦ કિ.મી. છે. કોજરા ગામ થઈને આવવું પડેછે. શિરોહીથી અથવા આબુથી આ તીર્થો થઈને રાણકપુર બાજુ જવાય અથવા રાણકપુર - રાતા મહાવી૨, નાણા બાજુથી થઈને બ્રાહ્મણવાડા થઈ આબુ જઈ શકાય છે. લોટાણા માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. અહીં શ્રી આદિશ્વર પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન છે. નાન્દિયાથી કાચી સડક માર્ગે સાત કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં એકસોએકમી દેવકુલિકામાં શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે. શ્રી લોટાણા પાર્શ્વનાથ ૧૩૩
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy